ઉનાળામાં ગરમીમાં હવા ખાવા રાતે અગાશીમાં બેસીએ તો એકાએક ઝળહળતો તારો આકાશમાં પ્રકાશની રેખા દોરી પૃથ્વી પર આવી પડતો દેખાય. આપણા મુખમાંથી આહ, શબ્દ નીકળી પડે. આપણા મગજમાં પણ ઝબકારો થઇ જાય. તેને આપણે ખરતો તારો કહીએ છીએ, ઉલ્કા કહીએ છીએ. લોકોની માન્યતા હતી કે તારો ખરે છે. લોકો માનતાં હતાં કે મહાન પુરુષનું મૃત્યુ થાય પછી ઇશ્ર્વર તેના માનમાં આકાશમાં તારારૂપે તેને સ્થાન આપે છે અને તેનું પુણ્ય પરવારે એટલે તે પૃથ્વી પર જન્મ લેવા આવે છે. આ જબ્બર આડેધડ કલ્પના કહેવાય.
તારા શું છે, તે તેમને ત્યારે ખબર ન હતી. તારા પંદરથી વીસ લાખ કિલોમીટરના વ્યાસ ધરાવતા મોટા આકાશીપીંડો છે, તે પંદરથી વીસ હજાર અબજ કિલોમીટર સુધી ગુરુ, શનિ જેવા પ્રમાણમાં નાના આકાશીપિંડોને પોતાના ગુરુત્વાકર્ષણના નિયંત્રણમાં રાખે છે. જો એક તારો સૂર્યમાળાની નજીકમાં આવે તો પણ ગ્રહો ધ્રૂજ્વા લાગે, ઉછળવા લાગે અને અંતરીક્ષમાં ફેંકાઇ જાય. સૂર્યને તેમને તેના નિયંત્રણમાં રાખવા અઘરું પડે, સૂર્ય પોતે તે તારાના ગુરુત્વાકર્ષણના દબાણ નીચે આવી પડે.
ઉલ્કા સૂર્યમાળામાં ફરતાં, નાના મોટા કંકણ, પથ્થરો અને ખડકો છે. તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને ધસમસતા આવે છે. પૃથ્વીના વાયુમંડળના ઘર્ષણને લીધે બળવા લાગે છે. તે જો નાની ઉલ્કા હોય તો પૃથ્વીના વાતાવરણમાં જ બળી ભસ્મ થઇ જાય છે અને થોડી મોટી ઉલ્કા હોય તો તે પૂરી બળી શકતી નથી અને ઉલ્કા-પાષાણરૂપે પૃથ્વી પર આવી પડે છે. તે જો મોટી ઉલ્કા હોય તો તે ધડાકાભેર પૃથ્વી સાથે અથડાઇને વિશાળ ખાડો કરી નાંખે છે જેને આપણે ઉલ્કાકુંડ કહીએ છીએ. આ ઘટના ઘણી વિધ્વંસક હોય છે. આ ઉલ્કાકુંડો એક, બે, ચાર દસ કે પચાસ કિલોમીટરના વિશાળ વ્યાસ ધરાવતા હોય છે. પૃથ્વી પર આવા ૧૦૦૦ ઉલ્કાકુંડો છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં લોનાર ગામની નજીક બે કિલોમીટર વ્યાસ ધરાવતો લોનાર ઉલ્કાકુંડ છે. લોનારકુંડનું નામ લવણાસુરની કથા પરથી પાડવામાં આવ્યું છે. લોનાર ગામ આ ઉલ્કાકુંડના નામ પરથી પડ્યું છે. લોનાર એટલે લોણાર. પૃથ્વી પર બીજો સરસ ઉલ્કાકુંડ તે અમેરિકાના એરિઝોના પ્રાંતના રણમાં છે. તેનું નામ બેરીંજર ઉલ્કાકુંડ છે. બેરીંજર નામના એસ્પ્લોટરે તે શોધી કાઢ્યો હતો અને તેને પ્રકાશમાં આણ્યો હતો. માટે તેને બેરીન્જર ક્રેટર (બેરીન્જર ઉલ્કાકુંડ) કહે છે. હિમાચલમાં ડેલહાઉઝી અને ચંબા નજીક ખજિયાર તળાવ છે તે ખજિયાર ઉલ્કાકુંડ છે. ઉલ્કાકુંડો પૃથ્વીની સાથે ઉલ્કા, લઘુગ્રહો કે ધૂમકેતુની અથડામણથી બને છે અને તે ઘણી વિધ્વંસક ઘટના હોય છે.
ઉલ્કા સાથેની અથડામણ સૂર્યમાળાના ગ્રહો, ઉપગ્રહો, સાથે થતી સતત ક્રિયા છે. અને સૂર્યમાળા જન્મી ત્યારથી જ થાય છે. સૂર્યમાં કે ગુરુ, શનિમાં આ લઘુગ્રહો કે ધૂમકેતુઓ પડે છે તો તેમાં ગરકાવ થઇ જાય છે. તેનો પત્તો લાગતો નથી. બુધ, મંગળ, પૃથ્વી, પ્લૂટો અને સૂર્યમાળાના ગ્રહોનાં ઉપગ્રહો જે ખડકાળ છે તેના પર ઉલ્કા પડીને નાના મોટા ઉલ્કાકુંડો બનાવ્યાં છે. આ બધા ગ્રહો અને ઉપગ્રહોની સપાટી ઉલ્કાકુંડ આચ્છાદિત દેખાય છે. ચંદ્રની સપાટી દૂરબીનથી જોઇએ તો તેના પર નાના મોટા કેટલાય ઉલ્કાકુંડો દૃશ્યમાન થાય છે. ચંદ્ર ઉપરના ઉલ્કાકુંડોના નામ આપવામાં આવે છે. તેમાં મહાન ગણિતવિદો, ખગોળ ચંદ્ર પર ટાયકો, કેપ્લર, કોપરનીકસ, આર્કિમિડીઝ, ઓસીજીન, મેડમ ક્યૂરી, સી.વી.રામન, મેઘનાદ શાહ, સત્યેન્દ્રનાથ બોઝ, મિત્રા, કલ્પના ચાવલા, વિક્રમ સારાબઇ વગેરેના નામો પર ઉલ્કાકુંડો છે. વિજ્ઞાનીઓ માટે આ મોટું સન્માન ગણાય છે.
ચંદ્ર પર કોપરનીકસ ઉલ્કાકુંડનો વ્યાસ ૧૦૦ કિલોમીટરનો છે.
ચંદ્ર પરની સપાટી બસાલ્ટિક છે. લોનાર ઉલ્કાકુંડ મહારાષ્ટ્રમાં જે જગ્યાએ બન્યો છે તે પ્રદેશ-જમીન પણ બસાલ્ટિક છે. માટે લોનાર ઉલ્કાકુંડને જોવો એનો અર્થ એમ થાય કે તમે ચંદ્ર પરના ઉલ્કાકુંડને જુઓ છો.
પૃથ્વી જીવંત છે, અહીં વરસાદ, પવન વગેરે થાય છે. તેથી પૃથ્વી પર ઉલ્કાકુંડો બને છે તે દશેક લાખ વરસે બુરાઇ નજરે પડે છે પણ ઇન્ફ્રારેડ સેટેલાઇટથી પૃથ્વીનો અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે ભૂતકાળમાં પૃથ્વી પર કેટલાય કુંડો બન્યા હતાં પણ કાળે કરીને તે બુરાઇ ગયાં છે. ચંદ્ર પર બિલકુલ વાયુમંડળ નહીં હોવાથી ત્યાંના ઉલ્કાકુંડો જેમના તેમ દેખાય છે.
ઉલ્કાકુંડો શું છે તે નહીં જાણતા લોકો તેમના વિષે કેટલીયે ઉલટ-પુલટ કથાઓ ઘડી કાઢે છે. આ કથા પુરાણોમાં આપણે વાંચી શકીએ છીએ, અથવા મુખા-મુખ સાંભળી શકીએ છીએ. લથસાસુર ઉલ્કાકુંડ અને અજીયાર તળાવ વિષે આપણે આવી કથાઓ સાંભળી શકીએ છીએ. લોનાર ઉલ્કાકુંડમાં પણ પાણી ભરાઇ ગયા છે. તેથી તે લોનાર તળાવ કહેવાય છે. ઉલ્કાકુંડોનો આકાર તવા જેવો જ હોય છે. કુંડના આકાર પરથી કહી શકાય કે કુંડ ઉલ્કાકુંડ છે કે નહીં.
ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓને ખગોળવિજ્ઞાનીઓ મેસેન્જર ઓફ સ્પેસ કહે છે કારણ કે તેમના દ્વારા આપણને દૂર દૂર અંતરીક્ષમાં શું છે, ત્યાં શું ચાલી રહ્યું છે તેની જાણ થાય છે. તે હકીકતમાં જ્યારે સૂર્યમાળા બંધાઇ ત્યાર પછીનો પડી રહેલો પદાર્થ છે. તેનો અભ્યાસ આપણને સૂર્યમાળાનો જન્મ, બંધારણ, રચના અને વિકાસ વિષે માહિતી આપી શકે છે. રસપ્રદ વાત એ છે કે અંતરીક્ષમાંથી આવેલી કેટલીક ઉલ્કાઓમાં જીવનરસ મળી આવ્યો છે. તે દર્શાવે છે કે અંતરીક્ષમાં જીવન છે. એન્ટાર્કટિકામાંથી એક ઉલ્કા મળી આવી છે. તે મંગળ પરથી આવી છે. તેમાં જીવનરસ હતો. તે દર્શાવે છે કે મંગળ પર કોઇક જાતનું સૂક્ષ્મજીવન હતું.
કોઇ ઉલ્કા જ્યારે જમીન પર આવી પડે છે ત્યારે તેને ઉલ્કા-પાષાણ કહે છે. ઉલ્કાપાષાણ હકીકતમાં દૈવી હોય છે. તે ગમે તે રંગનો હોય પણ તેની દિવ્યતા પરખાઇ આવે છે. તેમાં કોલસો, ચૂનો, પથ્થર અને વિવિધ ધાતુઓ હોય છે. તેમાં લોખંડ, નિકલ, સોનું ચાંદી અને હીરા પણ હોઇ શકે છે.
નાના-મોટા લઘુગ્રહો મંગળ અને ગુરુ વચ્ચે સૂર્યની પરિક્રમા કરે છે. તેને લઘુગ્રહોનો પટ્ટો કહે છે. મોટી ઉલ્કાઓ આ લઘુગ્રહના પટ્ટામાંથી આવે છે.
ધૂમકેતુઓ થોડા લૂઝ પદાર્થના બનેલા હોય છે. તેમાં પાણી, એમિનો એસિડ, હાઇડ્રોજન, કાર્બનડાયોક્સાઇડ, એમોનિયા જેવા વાયુઓ હોય છે. આ બધા પદાર્થોનાં બરફો કેન્દ્રીય ખડકોની ફરતે બાઝેલાં હોય છે. તે ગંદા બરફનાં ગોળા કહેવાય છે. ઉલ્કા અને ધૂમકેતુઓ માનવીને હજારો વર્ષોથી જાણીતા હતાં, પણ તેમને ખરેખર ખબર ન હતી કે તેમાં શું છે. ધૂમકેતુ જોઇને લોકો ડરતાં. તેમના વિષે લોકોએ કેટલીયે ઉલટ-પુલટ માન્યતાઓ અને કથાઓ ઘડી કાઢી છે. હવે છેલ્લાં સાઠ વર્ષથી આપણને ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓ વિષે જાણવા મળ્યું છે. હકીકતમાં ઉલ્કા, લઘુગ્રહો અને ધૂમકેતુઓ એક જ કુટુંબના સભ્યો છે. આપણને લઘુગ્રહની જાણ ઓગણીસમી સદીના પ્રારંભે જ થઇ. પ્રથમ લઘુગ્રહ સેરેસને સીસીલીના ખગોળવિજ્ઞાની ગ્યુસીપ્પી પિઆઝાએ શોધ્યો હતો. તેનો વ્યાસ લગભગ ૧૦૦૦ કિલોમીટર છે. હવે તો લઘુગ્રહ પર નાસાના અંતરીક્ષયાન ઊતર્યાં છે. ધૂમકેતુની નજીકથી પસાર થયાં છે. લઘુગ્રહો પૃથ્વી માટે ઘણીવાર ભયાનક પણ સાબિત થઇ જાય છે. ભારતીય ઋષિમુનિઓએ એક હજાર ધૂમકેતુઓનો અભ્યાસ કર્યો હતો. તેથી ધૂમકેતુના નામો નારદ, ગર્ગ, પરાશર વગેરે પણ છે. વરાહમિહિરે તેમની બૃહતસંહિતામાં આપણા પ્રાચીન મુનિઓએ જેનું અધ્યયન કર્યું હતું તે હજાર ધૂમકેતુઓ વિષે વિસ્તારથી લખ્યું છે.

No comments:
Post a Comment