બ્રહ્માંડ કેટલું સુંદર લાગે છે, ખરું ને? જીવન પણ કેટલું સુંદર લાગે છે. કોઈને મરવાનું પસંદ નથી. ગમે તેટલી ગરીબી હોય, વિટંબણાઓ હોય પણ કોઈને મરવાનું પસંદ નથી અને મરવું જોઈએ પણ નહીં. જ્યારે કુદરતી મૃત્યુ આવે ત્યારે જ મરવું જોઈએ. કોઈ પણ વિકરાળ સંજોગોમાં પણ આપઘાત કરવો જોઈએ નહીં. આપઘાત તો કાયર કરે. તે કુદરતનો- ઈશ્ર્વરનો ગુનેગાર બને છે જેને આપણને આ સુંદર જીવન આપ્યું છે. કોઈ પણ મુસીબત એવી નથી જેમાંથી બહાર નીકળી શકાય નહીં. જે લોકોએ ભયંકર કૃત્યો કર્યાં છે તેમને સજા થવી જ જોઈએ કારણ કે તેઓએ ખરાબ કૃત્યો કરી કુદરતને- ઈશ્ર્વરને છેહ દીધો છે જેણે તેઓને આવું સુંદર જીવન આપ્યું છે.
જીવનની ઘટમાળ પણ કેવી? બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુ. ઘણીવાર મૃત્યુ કસમયે પણ આવી જાય છે ત્યારે જરૂર દુ:ખ લાગે છે, ગમગીની લાગે છે. પણ તે સહન કર્યે જ છૂટકો. તેના પણ ઘણા કારણો અને નિમિત્ત હોય છે.
જીવનની ઘટમાળ જોઈએ તો કેવી ચિત્ર-વિચિત્ર ઘણીવાર દુ:ખ આપે, ઘણીવાર સુખ આપે. રેલવે ટ્રેઈનમાં, કારમાં, વિમાનમાં, ચાલીને મુસાફરી કરવાની. દિવાળી આવે, હુતાશની આવે, ગરમી પડે, ઠંડી પડે, વસંત ઋતુ આવે, પૃથ્વી પર નદીઓ, પહાડો, મહાસાગરો, સરોવરો, ઝાડ-પાન, પશુ-પંખી ઉપર આકાશ, નીચે ધરતી, દિવસે આકાશમાં વાદળીઓ ફરે, સૂર્ય આંટા મારે. રાતે ચંદ્ર, ગ્રહો, તારા આનંદ પમાડે, ઠંડો પવન વાય. જાત-જાતના પ્રસંગો થાય, ઘણા પ્રસંગો આપણા જ ઘરમાં થાય તો ઘણા પ્રસંગો સગાંવ્હાલા- મિત્રોનાં ઘરે થાય. જીવનની રેખા તો પ્રેમ છે, સંબંધ છે, ભાવના, કરુણા અને દયા છે. માટે આપણે મરવું નથી. મોક્ષ એટલે શું તેની વ્યાખ્યા અલગ માનવી માટે અલગ છે. ભક્તિ પણ અલગ અલગ માનવીની જુદી જુદી છે. કોઈને પોતાના વિષયમાં નિષ્ણાંત થવાની ભક્તિ છે, તો કોઈને પોતાની ફરજમાં ભક્તિ દેખાય છે. કોઈને ધનપતિ બનવાની
ભક્તિ છે. બધાં જ, પ્રકાર પ્રકારની ભક્તિ અને બંધનોથી જોડાયેલાં છે.
માનવ-જીવનમાં સુખ જ છે પણ ઘણાંને અમુક ઘટના જીવનમાં બને છે તેથી દુ:ખ લાગે છે. માનવીની મહત્ત્વાકાંક્ષા તો દૈવી છે અને હોવી જ જોઈએ પણ અતિ મહત્ત્વાકાંક્ષા કે જે પોતાનું અને માનવનું કલ્યાણ ન કરે તે મહત્ત્વાકાંક્ષાનો શું અર્થ? તે આશીર્વાદને બદલે શાપરૂપ થાય. આ બ્રહ્માંડમાં સુખની વ્યાખ્યા સ્પષ્ટ નથી. માનવીને જીવનમાં કેટલા રૂપિયા જોઈએ? ૧૦૦ કરોડ, ૨૦૦ કરોડ, પછી? જો તેની પાસે ૧૦૦૦ કરોડ રૂપિયા હોય તો તે વાપરી શકવાનો તો નથી? તો બાકીના રૂપિયાનું સત્કર્મ તે શા માટે કરતો નથી? તેને માટે બીજા રૂપિયા પથ્થર સમાન ગણાય. આ જીવનને અર્થપૂર્ણ કેમ માનવી બનાવતો નહીં હોય? આ જ આ બ્રહ્માંડની વિચિત્રતા છે.
સમય સમય પર દેખાતું બ્રહ્માંડનું વિકરાળ સ્વરૂપ જ આપણને સાચો બોધપાઠ આપી શકે. તે તેના ક્ષણભંગુર જીવનની માનવીને યાદ અપાવી શકે અને સન્માર્ગે ચાલવા રાહ ચીંધી શકે. આવે વખતે જ માનવીની શાન ઠેકાણે
આવે છે.
પુરાતન માનવી પશુ અવસ્થામાં રહેતો હતો. પશુઓની જેમ તેને દાતણ કરવાનું ન હતું. સીધા સવારે ઊઠી શિકાર કરવા જવાનું. ધીમે ધીમે માનવી આગળ આવતો ગયો. પૈૈડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ. ઓજારો, ખેતી વગેરેની શોધ થઈ. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ માનવીમાં ખરાબી પણ વધતી ગઈ. જાતજાતની રાજવ્યવસ્થા, અર્થ-વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જાતજાતના નિયમો બનાવાયાં અને માનવી તેનો ગુલામ બનતો ગયો, કહો કે તેણે પોતાને ગૂંચવણભરી વ્યવસ્થાનો બંદી બનાવ્યો. આજે આપણી સ્થિતિ ઘણી ગૂંચવણી ભરેલી છે, આપણે પોતે તેને આવી ખરાબ બનાવી છે. વિદ્યાર્થી શાંતિથી બેસી વિચાર કરી આગળ આવી શકતો નથી. કુદરતથી દિન- પ્રતિદિન દૂર થતો જાય છે. તે માત્ર મશીનોનો ગુલામ થઈ રહ્યો છે.
આવી પરિસ્થિતિમાં પૃથ્વી પર દર મહિને મોટા મોટા ધરતીકંપો થાય છે, તે વળી ક્યાંક જ્વાળામુખી ફાટે છે અને આજુબાજુ વિનાશનું તાંડવ ખેલાય છે. અગ્નિની મહાનદીઓ વહે છે. કચ્છમાં થયેલ ધરતીકંપ, કેદારનાથમાં થયેલ જળપ્રલયે આપણને કુદરતના રુુદ્રસ્વરૂપના દર્શન કરાવ્યા છે. બ્રહ્મપુત્ર જેવી મહાનદીઓમાં આવતા ઘોડાપૂર કે મચ્છુ નદીનો ડેમ તૂટે ત્યારે કે તાપી નદીમાં આવતા ઘોડાપૂર આપણને કુદરત વિફરે ત્યારે શું ન કરે તે દર્શાવ્યું છે, પણ માનવી હજુ સુધરવાનું નામ લેતો નથી. દિવસે દિવસે તે હૃદયહીન બનતો જાય છે. આ બાજુ દુષ્કાળ, પાણીની તંગી દ્વારા પણ કુદરત રુદ્ર છે તે માનવીને દેખાઈ શકે છે. જાપાનમાં કે ભારતના પૂર્વ કાંઠે આવેલ સુનામી વળી કુદરતનું નવું રુદ્રરૂપ છે. ૫૦૦૦ વર્ષ પૂર્વે દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ તે પણ કદાચ સુનામીનો ભોગ બની હતી.
વિજ્ઞાનીઓ માને છે અને કહે છે કે હિમાલયમાં જો ૨૫-૩૦ નાના નાના ધરતીકંપો નહીં થાય તો નજીકના ભવિષ્યમાં ત્યાં ૧૦ રિકટર-સ્કેલ પર ધરતીકંપ થવાની સંભાવના છે અને જો એ થાય તો દિલ્હી ખેદાન-મેદાન થઈ જાય અને તેનો ઝટકો ઠેઠ મુંબઈમાં લાગે તેમ છે. એ વખતે જો ટહેરી ડેમ તૂટે તો હરિદ્વારમાં જળબંબાકાર થાય અને પાણીમાં હજારો લાશો તરે એમ છે. કુદરતના એ ભયંકર રૂપની તલવાર ભારત પર લટકેલી જ છે. કુદરત હવે ભારતને એમાંથી કેવી રીતે બચાવે છે કે ડૂબાડે છે તે જ જોવાનું છે. હિમાલય જો ધણધણસે તો આપણી ખેર નથી. તે વખતે મૃત્યુનું તાંડવનૃત્ય ખેલાશે અને છેલ્લા ૨૦૦૦ વર્ષમાં ન થયો હોય તેટલો વિનાશ માનવજાત જોશે. જેટલી કુદરત સુંદર અને સોહામણી છે તેટલું તેનું રુદ્રરૂપ ભયંકર છે. જો હિમાલયમાં ૧૦ રિકટર-સ્કેલ પર ધરતીકંપ થાય તો હિમાલયના ઘણા ઉત્તુંગ શિખરો ધસી પડે અને ભારત ૫૦
વર્ષ પાછું ઠેલાઈ જાય.
આમાં ઓછું હોય તેમ બ્રહ્માંડમાંથી આવતા લઘુગ્રહો પણ પૃથ્વીને છિન્ન ભિન્ન કરી શકે તેમ છે. આજથી ૫૦,૦૦૦ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના લોનાર ગામની નજીક માત્ર ૫૦ મીટરનો એક લઘુગ્રહ પડ્યો હતો. તેણે બે કિલોમીટરના વ્યાસનો ઉલ્કાકુંડ બનાવી નાખ્યો છે. વિજ્ઞાનીઓ માને છે કે બે કરોડ ૬૦ લાખ વર્ષ પહેલાં એક પાંચ કિલોમીટરનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાયો હતો તેણે પૃથ્વી પરના બધા જ ડાયનોસોર્સના રામ રમાડી દીધાં હતાં. જો પૃથ્વી પર દશ કિલોમીટરના વ્યાસવાળો લઘુગ્રહ આવી પડે એટલે કે તેની સાથે અથડાય તો પૃથ્વી પરનું હાલનું જીવન પૂર્ણ રીતે નષ્ટ થઈ જાય. આમ આપણે દર ક્ષણે કુદરતની દયા પર જીવીએ છીએ. પણ આપણે માનીએ છીએ કે આપણે અજર- અમર છીએ. આ જ માનવીનું અજ્ઞાન છે.
શંકરાચાર્યે તેમના ચર્પટમંજરિકા સ્ત્રોતમાં કહ્યું છે. નલિનીદલગત જલમતિ તાલમ્ યદ્વતજીવિતં અતિશય અપલમ્! આધિ વ્યાધિ અભિમાનં ગ્રસ્તં લોકં શોક હતં ચ સમસ્તમ॥ અર્થાત માનવીનું જીવન ક્ષણભંગુર છે. સવારે કમળના પાન પર પડેલું ઝાકળનું ટીપું ગમે ત્યારે નાશ પામી શકે છે તેમ માનવીનું જીવન ગમે ત્યારે નાશ પામી શકે છે. તે આધિ-વ્યાધિ- ઉપાધિ અભિમાનથી ગ્રસ્ત છે. કુદરત જ્યારે રૂઠે છે ત્યારે તે કોઈની હોતી નથી તે ભયંકર વિનાશ કરે છે. તે સર્જન પણ કરે છે અને વિનાશ પણ તેટલો જ મોટો કરે છે.
હિમાલયને જોઈએ તો કુદરતનું સુંદરરૂપ દેખાય, કુદરતનું મહાકાવ્ય દેખાય. રાતે તેની ઊંડી ખીણોને જોઈએ તો તેનું મહાભયંકર રુદ્રરૂપ દેખાય. બાળક જન્મે ત્યારે કુદરતનું સર્જનરૂપ દેખાય, માનવી મરે ત્યારે તેનું ભયંકર વિસર્જન રૂપ દેખાય. યજ્ઞની જ્વાળા અને ચિતાની જ્વાળા સરખી જ હોય છે. તે બંને કુદરતના જુદા જુદા સ્વરૂપોને દર્શાવે છે. એક સર્જનનું અને બીજું વિસર્જનનું. નદીમાં ખળ ખળ વહેતું પાણી કેટલું સૌમ્ય લાગે પણ ઘોડાપૂર આવે ત્યારે તે મોતનો પ્રવાહ બની જાય. પવનની વાતી લહેરીઓ મનને અને તનને આનંદ આપે પણ ભયંકર વંટોળ હવામાં મોટરકારને ઉડાડે. ઘરના છાપરા જમીન પર લાવી દે.

No comments:
Post a Comment