૧૯૦૫માં આઈન્સ્ટાઈને વિશિષ્ટ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંતમાં આઈન્સ્ટાઈને બ્રહ્માંડને ચાર પરિમાણવાળું લીધું. ત્રણ પરિમાણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના અને ચોથું પરિમાણ સમય. આ ચારેય વળી પાછા એકબીજાને કાટખૂણે હોય. સમયનું પરિમાણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને કેવી રીતે કાટખૂણે હોય તે જલદીથી સામાન્ય માનવીને સમજાય નહીં. કેમ કે આપણા દૃશ્ય બ્રહ્માંડમાં આપણને ત્રણ પરિમાણો જ દેખાય છે. એક-પરિમાણ જ જોઈ શકે તેવા પ્રાણી કે જંતુને બીજું પરિમાણ દેખાય જ નહીં. બે-પરિમાણવાળું બ્રહ્માંડ કેવું દેખાય તે તેને ખબર જ ન પડે. તેવી જ રીતે બે પરિમાણ જોઈ શકે તેવા પ્રાણીને ત્રીજું પરિમાણ દેખાય જ નહીં. ત્રણ પરિમાણવાળું બ્રહ્માંડ કેવું હોય તેને ખબર જ પડે નહીં. તેવી જ રીતે ત્રણ-પરિમાણ જોઈ શકે તેવા પ્રાણીને ચોથું પરિમાણ દેખાય જ નહીં. ચાર-પરિમાણવાળું બ્રહ્માંડ કેવું દેખાય તેની તેને ખબર જ પડે નહીં. પણ આઈન્સ્ટાઈને આપણને ચાર - પરિમાણવાળું બ્રહ્માંડ જોવાની દૃષ્ટિ આપી જેમાં સમય તેનું ચોથું પરિમાણ છે. જેમ જેમ પરિમાણ વધતું જાય, તેમ તેમ પ્રાણી કે જંતુ સુપર બનતું જાય. ચાર-પરિમાણ જે જોઈ શકે તે સુપરમેન બની જાય. પણ શું જે માનવી બ્રહ્માંડના પાંચ પરિમાણ સમજી શકે તે વધારે સુપરમેન બની શકે? હા. તો બ્રહ્માંડને હકીકતમાં કેટલા પરિમાણો હોઈ શકે? તે કહી ન શકાય. સ્ટ્રીંગ થિઅરીના ક્ષેત્રે કાર્ય કરનારા વિજ્ઞાનીઓ માને છે કે બ્રહ્માંડને અગિયાર પરિમાણ હોઈ શકે. શું બ્રહ્માંડને અનંત પરિમાણ હોઈ શકે? કદાચ હોય પણ ખરાં. શું આપણે કુદરતને તેના ખરેખર વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકીશું. શું આપણે કુદરતનું અંતિમ રહસ્ય સમજી શકીશું - જાણી શકીશું? કદાચ નહીં જાણી શકીએ.
તો અંતિમ સત્ય જાણવાનો પ્રયાસ જ શા માટે કરવો, જે જાણી શકાય તેમ નથી? આ એક પ્રશ્ર્ન છે, જેનો જવાબ મળવો મુશ્કેલ છે. ન્યુટને એક સત્ય જોયું જેને તેણે આપણને સમજાવ્યું. આઈન્સ્ટાઈને વધારે આગળ સત્ય જોયું જેને તેણે આપણને સમજાવ્યું. પણ હવે શું? આપણે એક વસ્તુ જાણી શક્યાં કે બ્રહ્માંડમાં બધું જ સાપેક્ષ છે, કાંઈ પણ નિરપેક્ષ નથી. મનીષીઓ આ નિરપેક્ષ સત્યને જોવા માગે છે.
આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદે દર્શાવ્યું કે જ્યાં અંતરિક્ષ છે, ત્યાં સમય પણ હાજર છે અને સમય છે ત્યાં અંતરિક્ષ પણ હાજર જ છે. અંતરિક્ષ અને સમયને આપણે અલગ કરી શકીએ નહીં. અંતરિક્ષ મીટરમાં મપાય પણ સમય સેક્ધડમાં મપાય. તેને જોડતી કડી પ્રકાશની બ્રહ્માંડમાં અચલ અને સૌથી વધારે ગતિ છે. આ સિદ્ધાંતે એ પણ સાબિત કર્યું કે વિદ્યુતક્ષેત્ર છે ત્યાં ચુંબકીયક્ષેત્ર પણ છે અને ચુંબકીયક્ષેત્ર છે ત્યાં વિદ્યુતક્ષેત્ર પણ છે, એટલે કે સમય, અંતરિક્ષ, ચુંબકીયક્ષેત્ર, વિદ્યુતક્ષેત્ર બધાં ઉપર ઉપરથી અલગ અલગ દેખાય છે પણ તે બધાં એકના એક જ છે. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદે પદાર્થ અને ઊર્જાની એકરૂપતા સાબિત કરી. કમાલ કરી નાખી તેને વેદ અને શંકરાચાર્યની વૈજ્ઞાનિક રીતે અદ્વૈતવાદની સ્થાપના કરી દીધી કે છેવટે બધું એકનું એક જ છે. આવી રીતે આપણા મનીષીઓને તાત્વિક રીતે સાચા સાબિત કર્યાં. આની ઉપરથી જ આપણને બ્રહ્માંડમાં પદાર્થ અને ઊર્જાની જે રમત અને માયા ચાલે છે તેનું રહસ્ય આપણને સમજાયું. સૂર્ય કેવી રીતે પ્રકાશે છે તેની આપણને સૂર્યના જન્મ પછી ૪.૬ અબજ વર્ષ પછી ખબર પડી.
આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે આપણને સમજાવ્યું કે રંગો, આકારો, લંબાઈ, પહોળાઈ, પદાર્થ, સમય આ બધું સાપેક્ષ છે. તમે કયા પ્લેટફોર્મ પર રહીને ગતિ કરી રહ્યા છો તેના પર બધો આધાર છે.
તેમ છતાં આ સિદ્ધાંત માત્ર એવા જ બ્રહ્માંડમાં સાચો છે, જ્યાં કોઈ બળ લાગતું ન હોય. બધા ગ્રહો, ઉપગ્રહો, તારા, મંદાકિનીઓ બધાને જ ગુરુત્વાકર્ષણ છે અને તેમની આસપાસ પણ ગુરુત્વાકર્ષણ છે તો આ વિશિષ્ટ સાપેક્ષવાદ
ત્યાં કામ આવે નહીં. માટે તો તેને વિશિષ્ટ સાપેક્ષવાદ કહે છે. આ વિશિષ્ટ સાપેક્ષવાદને વિસ્તારવો પડે.
જો કોઈ વસ્તુ પર બળ નો લાગતું હોય તો સ્થિર વસ્તુ સ્થિર રહે અને ગતિ કરતી વસ્તુ એકધારી ગતિએ સીધી રેખામાં ચાલ્યા કરે. બળ લાગે કે તરત જ તેનો માર્ગ વક્ર બને. માટે જ્યાં બળ લાગતું હોય ત્યાં વસ્તુની ગતિ વક્ર બને. માટે આવી પરિસ્થિતિમાં યુક્લિડની ભૂમિતિ કામ આવે નહીં. માટે આ વસ્તુઓની ગતિવિધિનો અભ્યાસ કરવા વક્ર ભૂમિતિ (યુક્લિડ) અંતર ભૂમિતિ (નોન-યુક્લિડિયન ભૂમિતિ) યોગ્ય છે. ગૉસ, રીમાન, ચેબોશ્કી, ઓલ્પાઈ જેવા પ્રખર ગણિતવિદો અને ભૂમિતિવિદોએ વક્રભૂમિતિની શોધ કરી જ રાખી હતી. આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણનું વર્ણન કરવા આ વક્રભૂમિતિનો ઉપયોગ કર્યો અને દર્શાવ્યું કે વક્રભૂમિતિનું વર્ણન કરવા મેઝરીંગ ટેઈપ, મીટર સ્કેલ, ફૂટપટ્ટી પોતે જ વક્ર હોવી ઘટે. વાટકાની અંદરની સપાટીને માપવી હોય અને આપણે તેની પર સીધો સળિયો કે ફૂટપટ્ટી મૂકી તો તે માત્ર કાંઠાના બે જ બિન્દુઓને અડકે, અંદરની સપાટી પરથી તે ચાલ્યો જાય. વાટકાની અંદરની સપાટી માપવી હોય તો સળિયાને કે ફૂટપટ્ટીને વાંકો વાળી વાટકાની અંદરના ભાગમાં બેસાડવો પડે.
બ્રહ્માંડ કબીરના તાણા-વાણા વાળી ચાદર જેવું છે. તેમાં જો પદાર્થ ન હોય તો આ ચાદર સમતલ રહે છે પણ એમાં પદાર્થનો ગાળો મૂકીએ તો ચાદરમાં ઝોલાં પડે છે. જેમ આ ગોળો પદાર્થમાં ભારે તેમ ચાદરમાં મોટો અને ઊંડો ઝોલો પડે. આમ ચાદરમાં પડેલ વક્રતા જ ચાદર પર રહેલા પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપે. આમ બ્રહ્માંડના અંતરિક્ષરૂપ ચાદરમાં પડેલી વક્રતા એ જ ગુરુત્વાકર્ષણ. આ ગુરુત્વાકર્ષણની તીવ્રતા. બ્રહ્માંડના અંતરિક્ષની વક્રતાનારૂપે માપી શકાય, બ્રહ્માંડની ભૂમિતિની વક્રતારૂપે માપી શકાય. આ જ આઈન્સ્ટાઈનનો બ્રહ્માંડના અંતરિક્ષની ભૂમિતિની વક્રતાના રૂપમાં ગુરુત્વાકર્ષણને માપતો વિસ્તૃત સાપેક્ષવાદ આમ બ્રહ્માંડની ભૂમિતિ અને ગુરુત્વાકર્ષણ એકરૂપ થઈ ગયાં. આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદે દર્શાવ્યું કે પદાર્થ, ઊર્જા, બ્રહ્માંડના અંતરિક્ષની ભૂમિતિ, સમય બધું એકનું એક જ છે. બ્રહ્માંડના અંતરિક્ષની ચાદર પર ગોળો ગબડાવીએ તો તે બ્રહ્માંડની ચાદરમાં ઝોલાનારૂપે ગતિ કરતો દેખાશે. આમ પદાર્થને ભૂલી જઈને તેને અંતરિક્ષમાં પાડેલા ઝોલાની ગતિનો અભ્યાસ કરીએ તે પૂરતું થઈ જાય.
અંતરિક્ષ અને ગુરુત્વાકર્ષણ બંને એકના એક જ છે. અંતરિક્ષને કેદ કરી શકાય નહીં, તેમ ગુરુત્વાકર્ષણને પણ કેદ કરી શકાય નહીં. અંતરિક્ષ લાગે છે સ્થિર પણ તે સ્થિર નથી તે જીવરું છે, જીવંત છે. હર ક્ષણે ગતિવિધિ કરે છે. એે અંતરિક્ષ જ જીવંત છે, માટે બ્રહ્માંડની બધી જ વસ્તુ જીવંત છે, ગતિવિધિ કરે છે, પરત જવાબ આપે છે.
આઈન્સ્ટાઈનનો આ વિસ્તૃત સાપેક્ષવાદ દર્શાવે છે કે, જ્યારે આકાશીપિંડ પ્રવેગી બને છે ત્યારે તેનો અર્થ એમ થાય કે બ્રહ્માંડની ચાદર એટલે કે અંતરિક્ષ પ્રવેગી બને છે અને તે તરંગો ઉત્પન્ન કરે છે. જેમ સરોવરના સ્થિર પાણીમાં પથ્થર ફેંકીએ અને તેમાં તરંગો ઉત્પન્ન થાય, તેમ અંતરિક્ષની ચાદરમાં તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગોને ગુરુત્વાકર્ષણના તરંગો કહે છે.
અવાજના તરંગો છે, ધરતીકંપના તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, તેમ ગુરુત્વાકર્ષણના તરંગો છે. વિદ્યુત -
ચુંબકીય તરંગોને વહન કરનાર પ્રકાશકણ ફોટોન છે. તેમ ગુરુત્વાકર્ષણ તરંગોને વહન કરનાર
ગ્રેવીટોન છે. વિદ્યુત - ચુંબકીય તરંગોની માફક, ગુરુત્વાકર્ષણના તરંગો પ્રકાશની ગતિથી ચાલે છે. ગુરુત્વાકર્ષણ તરંગોની તરંગ લંબાઈ વધારે છે, તેમાં ઊર્જા ઓછી છે માટે તેને પકડવા ઘણું કઠિન કામ છે.
આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણના તરંગો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ એવી જાહેરાત કર્યા પછી જોસેફ વેબર જેવા ઘણા ખગોળવિદોએ તેનું અસ્તિત્વ સાબિત કરવા પ્રયોગો સ્થાપિત કરેલા પણ તેઓ આ તરંગોને પકડવામાં નિષ્ફળ ગયેલાં, એટલા તે નબળા તરંગો છે. હવે જઈને લેઝર ઈન્ટરફીઅરોમીટર ગ્રેવીટેશનલ વેવ્ઝ ઓબ્ઝર્વેટરીએ આ તરંગોનું વાસ્તવિક અસ્તિત્વ સાબિત કર્યું છે.
આ અગાઉ હલ્ઝ અને ટેઈલર નામના બે ખગોળવિદોએ બે ન્યુટ્રોન તારા જે યુગ્મ સિસ્ટમ બનાવે છે અને ઘણા નજીક નજીક છે તેનો અભ્યાસ કરીને તેમાંથી ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડે છે તેવી જાહેરાત કરેલી પણ આ તરંગોને પકડ્યા નહોતાં.
આ મોટી શોધ છે. તેમાં ભારતીય વિજ્ઞાનીઓનું પ્રદાન પણ છે જે આપણને ગર્વાન્વિત બનાવે છે.
અતિ અતિ ભારે તારાના અતિમહાવિસ્ફોટ સમયે કે એકબીજાની ફરતે પરિક્રમા કરતાં બે બ્લેકહોલ જ્યારે ઘણા નજીક આવે ત્યારે ગુરુત્વાકર્ષણના તરંગો બહાર પડે છે. જ્યારે અંતરિક્ષની ચાદરમાં - ગુરુત્વાકર્ષણની ચાદરમાં ખલેલ પહોંચે ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન થાય. આઈન્સ્ટાઈને તેના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનું વર્ણન કરતા સમીકરણમાં ખલેલ પહોંચાડી ત્યારે તેને માલૂમ પડ્યું કે તેમાંથી તરંગો ઉત્પન્ન થાય છે જેને બે કમ્પોનન્ટ છે અને તે પ્રકાશની ગતિથી ચાલે છે.
ગુરુત્વાકર્ષણ તરંગો અદૃશ્ય બ્રહ્માંડના રહસ્યને શોધી આપવા સક્ષમ છે. આ તરંગોરૂપી બારીમાંથી આપણે બ્રહ્માંડના ગૂઢ રહસ્યને જોઈ શકીશું. આઈન્સ્ટાઈને તેની થિઅરીને આધારે કરેલી આ કદાચ છેલ્લી આગાહી છે. સૈદ્ધાંતિક વિજ્ઞાનની આ મહાન સફળતા ગણાય. આ ગુરુત્વાકર્ષણ તરંગો ભવિષ્યમાં ખગોળવિજ્ઞાનમાં કયા નવા દરવાજા ખોલશે તે તો સમય જ બતાવશે.

No comments:
Post a Comment