પુરાતન માનવી સૂર્યોદય થાય, બધે પ્રકાશ ફેલાય અને સૂર્યની ગરમી લાગે એટલે જાગી જતો. તે સૂર્યથી પ્રભાવિત હતો. આકાશમાં સૂર્ય ઉપર ચઢે, મધ્યાહ્ન થાય અને સાંજે સૂર્યાસ્ત થાય. આમાંથી તેને સમયનો ખ્યાલ આવ્યો. સૂર્ય શું છે તેની તેને ખબર ન હતી. સૂર્યોદય થાય અને બધું દેખાવા માંડે તેથી તેને સૂર્ય પ્રત્યે અહોભાવ જાગ્યો અને તેને નમન કરતો. તેને થતું કે ફરીથી બંધુ દૃશ્યમાન કરવા સૂર્ય આવી ગયો છે. સવારે આકાશમાં લાલિમા પથરાતી, સાંજે પણ આકાશમાં લાલિમા પથરાતી. સવારે પ્રકૃતિ જાગી ઊઠતી, પશુ-પંખીઓ કલરવ કરવા માંડતાં. સાંજે સૂર્યાસ્તની લાલિમાના બેકગ્રાઉન્ડમાં કાળા કાગડા ઉડતા. આ બધું તેને આહલાદક લાગતું અને આજે પણ આપણને તે આહલાદ્ક લાગે છે. રાત થાય એટલે તારાનો ચંદરવો દૃષ્ટિમાન થતો. તેમાં વળી પ્રકાશિત તારા ને એવા પ્રકાશિત આકાશપિંડને સ્થિર તારા વચ્ચે જગ્યા બદલતા દેખાતા. રાત્રિ આકાશમાં વિવિધ કલા કરતો ચંદ્ર વિહાર કરતો. તેને આ બધા વિષે કાંઇ ખાસ ખબર ન હતી.
પુરાતન માનવી દિવસ અને રાત જોતો. તે તેના સમયને, સમયના ગાળાને સમજવા લાગ્યો. તે તેને યાદ રાખી શકતો નહીં. પણ જ્યારથી તેણે ચંદ્રદર્શન કરવાનું શરૂ કર્યું ત્યારથી તેણે સમયની આંકડા વગર, માત્ર ચંદ્રના આકારથી ગણતરી કરવી શરૂ કરી અને આપણી પાસે શુક્લ પક્ષની અષ્ટમી (અંજવાળિયા પક્ષની અષ્ટમી)પૂર્ણિમા, કૃષ્ણ પક્ષની અષ્ટમી અને ચંદ્રના દર્શન ન થાય તે દિવસ અમાસ અસ્તિત્વમાં આવ્યાં. આમ આંકડા વગર દિવસો ગણવાની પદ્ધતિ મહિનો, અઠવાડિયા, પખવાડિયા અસ્તિત્વમાં આવ્યા. પુરાતન માનવીએ જોયું કે ચંદ્ર આકાશમાં ચક્કર મારી લે છે તે સમય દરમિયાન સૂર્ય એક તારાસમૂહમાંથી તે જ તારા સમૂહમાં પાછો ફરે છે. આમ આંકડા વગર વર્ષ અસ્તિત્વમાં આવ્યું. આ આકાશદર્શનનું માનવીના જીવનમાં મૂળભૂત અને પ્રથમ યોગદાન હતું. મહિનાઓ, રાશિઓ, નક્ષત્રો અસ્તિત્વમાં આવ્યાં, કારણ કે ચંદ્ર અને સૂર્ય દરરોજ અને દર મહિને તારક સમૂહ બદલતાં રહેતાં.
વર્ષ અસ્તિત્વમાં આવ્યા પછી શું? કાંઇ જ નહીં, તેની દૃષ્ટિથી ગણતરી કરવી ત્યારે શક્ય ન હતી. આંકડા અસ્તિત્વમાં આવ્યા પછી તેની ગણતરી શક્ય બની. બાળકની જ્ન્મતિથિની પુરાતન માનવીને ખબર પડતી પણ કેટલામી જ્ન્મતિથિ તે જાણી શકાતું નહીં. અષ્ટમી આવે પણ કેટલામી અષ્ટમી તે ખબર પડતી નહીં. આંકડા આવ્યા પછી ગણતરી શક્ય બની. શરીરના વિકાસ પરથી માલૂમ પડતું કે માનવી મોટો થાય છે. પણ મુશ્કેલી એ હતી કે ખબર પડતી ન હતી અને આજે પણ ખબર પડતી નથી કે સમય ફેરફાર કરે છે કે ફેરફારો સમય માપે છે.
પછી રાત્રિના આકાશ દર્શન કરતાં માલૂમ પડતું કે લગભગ સરખા સમયના ગાળે રાતે ૧૨ પ્રકાશિત તારા એક પછી એક પૂર્વ ક્ષિતિજે ઉદય પામે છે. તેના રાત્રિના ૧૨ ભાગ પાડ્યા જે કલાકો તરીકે જાણીતા થયા અને તેવી જ રીતે ૧૨ કલાક દિવસના આમ રાત-દિવસ એટલે કે પૂર્ણ દિવસના ૨૪ કલાક થયા. પુરાતન સમયમાં તે મુહૂર્તો કે ઘડી કહેવાતા.
રસપ્રદ વાત એ છે કે ભારતીયો અને ગ્રીકોને ગ્રહણોના ૧૮ વર્ષના સારાંસ સાઇકલ (સારોસ સમયચક્ર)ની ખબર હતી જે તે વખતે સમયનો મોટામાં મોટો એકમ હતો.
સમયને માપવા સન-ડાયલ, સૂર્યઘટિકાયંત્ર, જળઘટિકાયંત્ર વગેરે અસ્તિત્વમાં લાવવામાં આવ્યાં હતાં. સમયને ચંદ્રમાં માપી શકાય છે તે ચંદ્રની કળાના મહિને પુરાતન માનવીને જાણ કરી હતી.
પ્રાચીન મનીષીઓને એ ખબર હતી કે વસંતસંપાત બિન્દુ ખસે છે. તે ખસવાના દરની પણ તેમને જાણ હતી. પછીથી છેક સાતમી-આઠમી સદીમાં ખબર પડી કે તે ચક્ર છે અને તેનું સમયચક્ર ૨૫૬૦૦ વર્ષનું છે. આમ ઇસુની પ્રથમ સહસ્રાબ્દીમાં વસંતસંપાતના ચક્રનો સમય મોટામાં મોટો સમયનો યુનિટ (એકમ)હતો. વિજ્ઞાનીઓમાં પણ સમયચક્ર છે કે વીસમી સદી સુધી મોટામાં મોટો સમયચક્ર રહ્યો, જ્યારે ખગોળવિજ્ઞાનીઓને ખબર પડી કે આપણો સૂર્ય આકાશગંગા મંદાકિનીને ફરતે પ્રદક્ષિણા કરે છે અને તેને એક પરિક્રમા પૂરી કરતાં ૨૨ કરોડ વર્ષ લાગે છે. આ સમયચક્ર નો લાંબામાં લાંબો સમયનો એકમ બન્યો. પછી ખગોળવિજ્ઞાનીઓને ખબર પડી કે આપણી મંદાકિની તેની ધરી પર ગોળ ગોળ ઘૂમે છે અને તેને આ ધરી ભ્રમણ કરતાં લગભગ એક અબજ વર્ષ લાગે છે. આમ આકાશગંગાનો ધરીભ્રમણ સમય લાંબામાં લાંબો સમયચક્રનો એકમ બન્યો.
ખગોળવિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું કે આપણું બ્રહ્માંડ વિસ્તરે છે અને તેઓ માનતા થયા હતા કે બ્રહ્માંડ લગભગ પચીસેક અબજ વર્ષ સુધી વિસ્તરશે અને પછી સંકોચાશે. જો કે બ્રહ્માંડ સંકોચાય તે સમજ્વું અઘરું છે પણ તેમ છતાં તેઓ માનતા થયા હતા કે બ્રહ્માંડ સંકોચાશે અને તે વળી પાછું બિન્દુ બની જશે. આ સમયચક્રનો તેમનો અંદાજ ૪૦ અબજ વર્ષનો હતો. હજી આ બાબત ચાલતી હતી ત્યાં જાણવા મળ્યું કે આપણું બ્રહ્માંડ તો ડિસ્લરેટિંગ નથી પણ એક્સલરેટિંગ છે, પ્રવેગી છે. તેથી સમયચક્રનો આ લાંબામાં લાંબો એકમ નિરર્થક સાબિત થયો અને ઊડી ગયો. વિજ્ઞાનીઓમાં હાલમાં સમયચક્રનો લાંબામાં લાંબો એકમ (યુનિટ)આપણી આકાશગંગા મંદાકિનીના ધરીભ્રમણના ચક્રનો એક અબજ વર્ષનો જ છે.
આ બાજુ ભારતીય મનીષીઓ ટૂંકામાં ટૂંકા સમયનું માપ તો જાણતા હતા, પણ સમયનો લાંબામાં લાંબો એકમ પણ સ્થાપ્યો છે. હાલનું વિજ્ઞાન પણ આ કરી શક્યું નથી. તેની પાછળનું કારણ વિજ્ઞાન પ્રયોગાત્મક છે અને તેને સાબિતી જોઇએ છે. વિજ્ઞાને સમયનો ટૂંકામાં ટૂંકો યુનિટ પ્લાન્કટાઇમ સ્થાપ્યો છે જે ૧૦-૪૪ સેક્ધડ છે. તેને પેલેપાર આપણે સમયને જાણી શકતાં જ નથી પણ વિજ્ઞાન પાસે હાલમાં ગેલેક્સીના ધરીભ્રમણવાળી એક અબજ વર્ષના સમયચક્ર કરતાં લાંબા સમયનું ચક્ર નથી.
પ્રાચીન મનીષીઓના મત મુજબ સતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષનો, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો અને કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે. મહાભારતના યુદ્ધ પછી કલીયુગ શરૂ થયો અને તેનાં હજુ માત્ર ૫૦૦૦ વર્ષ ગયાં છે અને ૪,૨૭,૦૦૦ વર્ષ બાકી છે. આ ચારેય યુગો મળી ૪૩,૨૦,૦૦૦ વર્ષનો મહાયુગ થાય છે. દેવોનું વર્ષ ૪,૩૨,૦૦૦૦૦૦૦(ચાર અબજ બત્રીસ કરોડ વર્ષ)નું છે. આ સમયચક્ર હાલના વિજ્ઞાનીઓના ગેલેક્સીની સમયચક્ર કરતાં ઘણું મોટું છે. તે સમય માપવા માટે લાંબો સમયનો એકમ છે. ભારતીય મનીષીઓએ સમયના બહુ લાંબા એકમની સ્થાપના કરી છે. આ આશ્ર્ચર્ય પમાડે તેવી વાત છે. ગીતામાં પણ આ વાતની રજૂઆત છે.
એટલું જ નહીં આ તો બ્રહ્માનો એક દિવસ કે એક રાતનો જ સમય છે. તેને કલ્પ કહેવામાં આવે છે. બે કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ અને એક રાત એટલે પૂર્ણ દિવસ જે ૮,૬૪,૦૦૦૦૦૦૦ વર્ષનો છે. આ વળી એનાથી લાંબો સમયનો એકમ બ્રહ્માંનું વર્ષ ૭૨૦ કલ્પોનું થાય અને બ્રહ્માનાં સો વર્ષ એટલે ૭૨૦૦૦ કલ્પ એટલે ૭૨૦૦૦ ડ્ઢ ૪૩૨૦૦૦૦૦૦૦=૩,૧૧,૦૪૦,૦૦૦,૦૦૦,૦૦૦= ૩૧૧ ટ્રીલિયન વર્ષ. = ૩૧૧ હજાર અબજ વર્ષ = લગભગ ૩૧ લાખ અબજ વર્ષ. આટલો મોટો સમયનો એકમ આપણા મનીષીઓ જાણતા હતા તે ખરેખર નવાઇ પમાડે છે. આ થોડું કાલ્પનિક પણ લાગે છે કે ક્યારે શરૂઆત અને ક્યારે અંત કેમ ખબર પડે. આર્યભટ્ટે વૈજ્ઞાનિક રીતે પ્રયત્ન કર્યો છે. હાલનો કલીયુગ ઇશુના ૩૧૦૨ વર્ષ પહેલાં ૧૮ ફેબ્રુઆરીએ શરૂ થયો છે.

No comments:
Post a Comment