Saturday, March 28, 2015

Wisdom Teeth

Wisdom Teeth Dental Scam & Why You Need Your Wisdom Teeth

The truth is, I am writing this article about the importance of wisdom teeth while all of mine have been extracted. They have been gone for years. I am pretty sure many of yours have been long gone as well. I didn’t know any better. We trust our dentists to do the best job possible while often not even questioning their methods. I should’ve questioned and should’ve researched myself. But now I can share my research and finding with you so you can make the decisions for yourself and not just listen to your dentist just because he tells you so.  Many of us have been told that wisdom teeth need to be extracted just because they are not really needed. According to the dentists, they are just unnecessary teeth that just inconveniently crowd out mouths.

What are wisdom teeth

Wisdom teeth, also called the Third Molars, are the furthest back teeth. They usually come in when you are in your late teens or early twenties.  According to a report published  in the American Journal of Public Health, more than 67 % of preventative wisdom teeth removals are unnecessary. Out of 10 million wisdom teeth extractions in America each year, only 20 proved to be necessary. You have to understand that the old tale about wisdom teeth causing all kind of illnesses, is simply not true. Let’s look at it realistically, it’s a big money maker (around a billion dollars a year) for the dental industry.

In the 1900s, Dr. Weston A. Price did extensive research on the connection between oral health and diseases. He discovered native tribes, with their traditional diets, that were almost 100 percent free of tooth decay. He came to the conclusion that dental and overall health lie in nutrition. Fortunately, this discovery is practiced by holistic dentists nowadays whom understand that when you supply enough nutrients to the jaw bone during its development, all 32 teeth will have proper space in your mouth without crowding. This means that proper nutrition is the key behind trouble free wisdom teeth.
Dr. Weston Price also discovered that once these tribes started consuming sugar and white flour, their perfect healthy teeth, quickly deteriorated.
I highly recommend reading his fascinating and eye-opening  book Nutrition and Physical Degeneration

Why You Need Your Wisdom Teeth
Our teeth are vital, living organs within and connected to the body as a whole. Wisdom teeth are connected (according to acupuncture meridians) to our small intestine and the front of our pituitary gland.  In fact, 46 percent of the motor and sensory nerves in your brain’s cerebral cortex are interconnected to your mouth and face.  So any time a tooth is removed, it disturbs and breaks an acupuncture meridian that flows through the area of that tooth.  The meridian acupuncture system, known in Traditional Chinese Medicine for more than 5000 years, shows the vital relationship between your teeth and your  joints,  spinal segments, vertebrae, organs and endocrine glands.

Wisdom teeth extractions can be dangerous.
Did you know that between 57,000 and 175,000 people after wisdom teeth extractions  have had permanent tingling, prickling or numbness caused by nerve damage. This, again, proves the point that all of our teeth are connected via nervous system pathways to every part of our body.  Though it is a common surgery for a lot of  Americans, wisdom tooth extraction involves very serious risks which can lead to sudden death. (here)
 So for all these reasons, I do not recommend removing wisdom teeth unless there is a good reason to do so. According to Jay Friedman, a California-based dental consultant, more than two-thirds of all wisdom tooth extractions are medically unnecessary, and that most patients would be perfectly fine if they just left their wisdom teeth alone.
References:
Stockton, S., “Jawbone Cavitations: Infarction, Infection and Systemic Disease”, Townsend Letter for Doctors & Patients, April 2000.






http://worldtruth.tv/wisdom-teeth-dental-scam-why-you-need-your-wisdom-teeth/































Friday, March 27, 2015

જીવન-જગત ક્યારેય સીધીલીટીમાં ચાલતાં નથી -- ડી. જી. વણજારા --- સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=154065

જીવન-જગત ક્યારેય સીધીલીટીમાં ચાલતાં નથી
મૅન ટુ મૅન - સૌરભ શાહ
મારી તીવ્ર ઈચ્છા હતી કે જેલમાંથી બહાર જતાં પહેલાં આ એક કેદીનાં દર્શન કરું. ૨૦૦૮ની વાત. મારું સદ્ભાગ્ય કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટાઈટ સિક્યુરિટી વચ્ચે, મારી બૅરેક નંબર ૬થી લગભગ ૫૦૦ પગલાં દૂર આવેલા સરદાર યાર્ડમાં રાખવામાં આવેલા એ કેદીને પૂરા એક કલાક માટે મળી શક્યો. એક કેદીનું નામ ડાહ્યાજી ગોબરજી વણજારા (તેઓ વણઝારાને બદલે આમ જ લખે છે). જન્મ: ૧ જૂન ૧૯૫૪. છેલ્લો હોદ્દો ડી.આઈ.જી. - ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, ગુજરાત સ્ટેટ. બાહોશ આઈ.પી.એસ. ઑફિસર તરીકે નામના મેળવનાર અને ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડના ચીફ તરીકે બજાવેલી કામગીરીને કારણે ગુજરાતભરમાં સૌના આશીર્વાદ મેળવનાર વણજારા તે વખતે એક વર્ષથી જેલમાં હતા. અન્ય આક્ષેપો ઉપરાંત એમના પર એ પણ આક્ષેપ હતો કે સોહરાબુદ્દીન શેખ નામના સેક્યુલરોના લાડકવાયા બની ગયેલા ખતરનાક ગુંડાને એક એન્કાઉન્ટરમાં એમણે મારી નાખ્યો. વણજારાસાહેબ પરનો એ આક્ષેપ પુરવાર થાય તો એમને ફાંસીની સજા પણ થઈ શકે. ગયા અઠવાડિયે ડી. જી. વણજારાને સાત-આઠ વર્ષના કારાવાસ બાદ જામીન પર છોડવામાં આવ્યા. કેસ હજુય ચાલુ જ છે. પ્રાર્થના કરીએ કે કોર્ટમાં તેઓ નિર્દોષ પુરવાર થાય અને બને એટલા વહેલા આ લટકતી તલવાર જેવી પરિસ્થિતિમાંથી નિષ્કલંક ઉગરી જાય.
હું વણજારાને જેલમાં તે પછી પણ કેવી રીતે મળતો રહ્યો એની વાત ‘મારા જેલના અનુભવો’માં આવશે. અહીં મારે છ વર્ષ પહેલાંની એક બપોરે મારા ઘરે વણજારાસાહેબે મોકલાવેલા એક પૅકેટ વિશે તેમ જ એમાંથી નીકળેલી સ્ફોટક સામગ્રી વિશે વાત કરવાની છે. ડી. જી. વણજારાએ કારાવાસનાં આરંભિક વર્ષોમાં જે અનુભવ્યું, જેની અનુભૂતિ કરી તે બધી જ લાગણીઓ બે કાવ્યસંગ્રહોમાં ઠાલવી દીધી છે. આ બંને કાવ્યસંગ્રહોની વણજારાએ લખેલી પ્રસ્તાવનાના કેટલાક અંશ આજે તમારી સમક્ષ રજૂ કરું છું:
ડી. જી. વણજારા લખે છે, "જીવન અને જગત ક્યારેય સીધી લીટીમાં ચાલતાં નથી. તે અત્યંત રહસ્યમય અને આશ્ર્ચર્યોથી ભરપૂર હોય છે. ધરતીના પેટાળમાં સમયાંતરે ટેક્ટોનિક હલચલ થતી રહેતી હોય છે, જેને કારણે ધરતીની સપાટી ઉપર ક્યારેક ભૂકંપ અને સુનામીનાં દૃશ્યો સર્જાય છે, તો ક્યારેક જ્વાળામુખી ફાટી નીકળતા હોય છે. ક્યારેક ડુંગરા પાદરમાં ફેરવાઈ જતા હોય છે, તો ક્યારેક પાદરના સ્થાને ડુંગરા ઊભા થઈ જતા હોય છે. જળના સ્થાને સ્થળ અને સ્થળના સ્થાને જળ ફરી વળતાં હોય છે. મહાન નદીઓ ક્યારેક અદૃશ્ય થઈ જતી હોય છે અથવા તો તેમના પ્રચંડ જળ-પ્રવાહોની દિશાઓ બદલાઈ જતી હોય છે. ક્યારેક નાનાં નાનાં નગર-રાજ્યોમાંથી મહાકાય સામ્રાજ્યો ઊભાં થતાં હોય છે, તો ક્યારેક મોટાં મોટાં સામ્રાજ્યોને ખંડેરમાં તબદીલ થઈ જતાં વાર લાગતી નથી.
વણજારાની પ્રસ્તાવનામાં વ્યક્ત થઈ રહેલી આ લાગણીઓને છ-સાત વર્ષ અગાઉની ગુજરાત-ભારતની પરિસ્થિતિના સંદર્ભમાં જોવાની છે. તે વખતે રાજકીય-સામાજિક વાતાવરણ કેવું હતું, કઈ રીતે દિલ્હીના સોદાગરો દેશપ્રેમીઓને ચારેકોરથી ઘેરી લેતા હતા, કઈ રીતે આ દેશપ્રેમીઓની સહાય કરવા માટે તીવ્ર ઈચ્છા હોવા છતાં ગુજરાતના સર્વેસર્વાના હાથ બંધાયેલા હતા. વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ જેમને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો હોદ્દો અપાવ્યો તે અમિત શાહ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી અને જેલ ખાતાના મંત્રી હતા ત્યારે ખુદ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમિત શાહ જેવા પોતાના જમણા હાથ સમા વફાદાર મિત્રને સાબરમતી જેલમાં જતાં બચાવી શક્યા નહોતા. મહિનાઓ સુધી એમણે પોતે જે ખાતાના મંત્રી હતા તેમાંની જ એક જેલ-સાબરમતી જેલમાં રહેવું પડતું હતું. કુદરતના આ ખેલને ધીરજ રાખીને, છટપટાહટ કર્યા વિના સાક્ષીભાવે જોતાં રહેવાનું, પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક આગળ વધારતાં રહેવાનું. આટલું શીખવાનું આ બધી ઘટના-દુર્ઘટનાઓના તારણરૂપે અકળાઈને હવાતિયાં મારવાને બદલે માનસિક સ્વસ્થતા, સ્થિરતા ટકાવી રાખવાનાં.
વણજારા આગળ લખે છે: "મારા આંતર બાહ્ય જીવનમાં પણ સમયાંતરે આવાં જ કોઈ ટેક્ટોનિક હલચલ અને ઊથલપાથલ થતાં રહ્યાં છે, જેના કારણે મારાં મન-બુદ્ધિ અને દેહજગતમાં ભૂકંપ અને સુનામી સર્જાતાં રહ્યાં છે, અને હૃદયના ઊંડાણમાં લાગણીઓનો લાવારસ હંમેશાં ઊભરાતો રહ્યો છે. મારા જીવનની સપાટી પર સતત ફૂંકાઈ રહેલાં આવાં આંધી, તોફાન અને વાવાઝોડાંઓએ મને એટલો બધો કઠોર રહેવા દીધો નથી જેટલો હું બહારથી દેખાઉં છું.
વણજારાએ આ પ્રસ્તાવના નીચે ૨૪-૪-૨૦૦૯ની તારીખ મૂકી છે. એ દિવસના બરાબર બે વર્ષ પહેલાં એટલે કે ૨૪-૪-૨૦૦૭ના રોજ એમની ધરપકડ થયેલી. એ પહેલાં પણ એમણે કાવ્યો લખ્યાં છે. ધરપકડ બાદ એમની ભાવનાઓ વધુ તીવ્ર બનીને શબ્દદેહ ધારણ કરવા લાગી. બે વર્ષના કારાવાસ દરમ્યાન ૪૦૦ જેટલી કવિતાઓનું સર્જન કર્યું (એ પછીનાં બીજાં પાંચેક વર્ષ દરમ્યાન જે સર્જન થયું તે જુદું). પણ આ કાવ્યોને એમણે ક્યારેય પ્રગટ કરવાનો વિચાર પણ નહોતો કર્યો. પોતે નિજાનંદ માટે લખતા. પણ જેલની સાપ્તાહિક ‘કૌટુંબિક મુલાકાતો’ દરમિયાન એમના પરિવારના સભ્યોનો સતત આગ્રહ રહ્યો કે આ કવિતાઓની સાહિત્યિક ગુણવત્તા અને વિષયવસ્તુને જોતાં લાગે છે કે એ કાવ્યોના સંગ્રહો વિનાવિલંબે પ્રગટ થવા જોઈએ. વણજારા હૈયાધારણ આપતા કે જેલમાંથી છૂટયા પછી છપાવીશું. પરંતુ જેલયોગ વધુ ને વધુ લંબાતો ગયો એટલે નાછૂટકે પરિવારજનોના અને મિત્રોના આગ્રહને વશ થઈને એમણે કવિતાઓ છપાવવાની સંમતિ આપવી પડી. પણ એ પોતે જેલમાં હોય અને બહાર કવિતાઓનું પ્રકાશન થાય તે કાર્ય અશક્ય ભલે ન હોય, અતિ કપરું તો હતું જ.
...પણ છેવટે એ બંને સંગ્રહો પ્રગટ થયા અને વણજારાએ એમના નજીકના મિત્રોને જેલમાં રહીને ભેટ મોકલ્યા. એ કાવ્યસંગ્રહોની ઘણી બધી કાવ્યપંક્તિઓ મેં તે વખતે પેન્સિલ માર્ક કરી રાખી છે. એનો આસ્વાદ ક્યારેક જરૂર માણીશું. આજે આટલું જ.


‘પહેરેદારો હિંમત રાખી, આંખ લાલ જો રાખે, શિંગ વગરના શૈતાનો આ, પૂંછ દબાવી ભાગે’

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

સોહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટર મામલામાં આરોપી તરીકે અલમૉસ્ટ ૮ વર્ષ સુધી અન્ડરટ્રાયલ કેદીના રૂપમાં જેલમાં રહેલા ગુજરાતના એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડના ચીફ, ડી.આઈ.જી. ડી.જી. વણજારા જામીન પર છૂટયા ત્યારે એમના વિશે અને જેલમાં એમણે લખેલાં કાવ્યોના સંગ્રહની એમની પ્રસ્તાવના વિશે લખ્યું હતું પણ કાવ્યો વિશે લખવાનું બાકી રહી ગયું હતું. આજે થોડુંક લખીએ, ‘સિંહગર્જના’ કાવ્યસંગ્રહ વિશે.

વણજારા કવિ નથી, પોલીસ ઑફિસર છે એ ધ્યાન રાખવાનું આ કાવ્યપંક્તિઓ વાંચતી વખતે. વણજારાની ધરપકડ થઈ, એમને સાબરમતી જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે મુસ્લિમપ્રેમી સેક્યુલરો અને આ સેક્યુલરવાદીઓના એજન્ટ જેવાં અંગ્રેજી છાપાંઓ ગેલમાં આવી ગયા હતાં. એ સૌને સંબોધીને સરદાર યાર્ડની ખોલી નં. ૧ના એકાંતવાસમાં વણજારાએ લખ્યું:

ઈજ્જત મારી મહા-અમૂલી, આભ-ગગનથી ઊંચી છે;

ના પાણી ન પરસેવાથી, રક્ત-ધારથી સીંચી છે.

સૂતા રહેતા સૌ કોઈ જ્યારે, હું જાગતો રે’તો તો;

સૌ કોઈ જ્યારે બેસી રહેતા, હું દોડતો રે’તો તો.

નહીં ડરાવો, ના ભડકાવો, ડરું નહીં હું કોઈનાથી;

ના શરમાવો બેશરમ સૌ, હલું નહીં હું કોઈનાથી.

કલ્પના કરો જે માણસથી ભલભલા ખૂંખાર ગુંડાઓ ધ્રૂજતા હોય એ જ્યારે લાચાર બનીને જેલના સળિયા પાછળ હોય, જેની એક પછી એક જામીન અરજીઓ રિજેક્ટ થતી હોય એટલું જ નહીં એ જીવે ત્યાં સુધી જેલની બહાર નીકળી ન શકે એવો કારસો રચીને નવા નવા કેસ જેના પર ઝીંકાતા હોય એની માનસિકતા કેવી બની જાય? પણ ડી. જી. વણજારા જુદી માટીના માણસ છે. સળિયા પાછળ પણ એમની ખુમારી અકબંધ હતી:

મુશ્કેલી તું તક મારી છે, કેશ પકડું તારા;

આંટી મારી તને પછાડું, કામ કઢાવું મારા.

નિમંત્રું છું હે મુશ્કેલી, રે’તું મારી પડખે;

સફળતાની સીડી છે તું, શા માટે તું વલખે?

માણસને જ્યારે ભરોસો હોય

કે પોતે જે કંઈ કર્યું છે તે ખોટું નથી, એનો અંતરાત્મા સાફ હોય, એનું ધ્યેય અડગ હોય ત્યારે એ ઘરમાં કુટુંબીજનો સાથે જીવન ગાળતો હોય કે પછી જેલમાં બીજા કેદીઓ સાથે, એ નિશ્ર્ચિંત રહેવાનો:

શું ખોયું મેં, કંઈ જ નહીં, આંધી વચ્ચે સ્થિર રહ્યો;

સિંહ રહે વનરાજ સદાયે, ભલે ક્યાંય તે વાસ કરે.

કાયર મનના શત્રુ મારા, પીઠ પાછળ વા’ર કર્યો;

આજ સલામત છાતી મારી, આંધી વચ્ચે સ્થિર રહ્યો.

એ સમય હતો જ્યારે વણજારાની પડખે રહેનારાઓ, એમના આત્મીયજનો અને શુભેચ્છકો સૌ કોઈએ માની લીધેલું કે વણજારાનું ભવિષ્ય અંધકારમય છે. કદાચ, ખુદ વણજારાએ માની લીધું હશે કે પોતે હવે ક્યારેય બહારની દુનિયાનું અજવાળું જોઈ શકવાના નથી, કદાચ. વણજારાની સાથે એમના જે બીજા દોઢેક ડઝન પુલીસસાથીઓને સોહરાબુદ્દીન કેસમાં પકડવામાં આવ્યા હતા તેમાંના એક સબ-ઈન્સ્પેક્ટર વિજયસિંહ રાઠોડને વણજારાથી દૂર રાખવામાં આવ્યા હતા. રાઠોડે વણજારાની ખિલાફ સરકારી (તાજના સાક્ષી) બનવાનું પસંદ કર્યું હતું. સાબરમતી જેલની નવી બૅરેક નંબર છમાં મારી અને રાઠોડની જગ્યા બાજુબાજુમાં હતી અને વિધિની વક્રતા જુઓ કે વણજારાના પરમ ચાહક એવા મારી સાથે રાઠોડને પણ ભાઈબંધી થઈ ગઈ. વણજારાએ જેલવાસને ખૂબ ધીરજથી, સમતા રાખીને સ્વીકાર્યો હતો એનો પુરાવો એમની આ પંક્તિઓ છે, જે જેલમાં લખાયેલી. (કાવ્યસંગ્રહની બધી જ કવિતાઓ જેલમાં જ લખાયેલી છે).

દોડાદોડી ઘણી કરી મેં, આજ અહીં વિશ્રામ છે;

નથી યાર્ડ સરદારતણો આ, સદ્ગુરુ તારો આશ્રમ છે.

અવનવા આ ભાવજગતમાં, શરણ ઈશનું શાશ્ર્વત છે;

કોણ કહે આ જેલ ભયાનક, સદ્ગુરુ તારો આશ્રમ છે.

અને આ જ વાત બીજા એક કાવ્યમાં તેઓ દોહરાવે છે:

વલ્લભ તારાં પદ્ચિહ્નો પર, આજ અહીં હું ચાલું છું;

વંદું છું હું શિશ નમવી, પગ તને હું લાગું છું.

નથી જેલ આ મારા માટે, મંદિર વલ્લભ તારું છે;

ભારત મા છે દેવી અહીંયાં, અહોભાગ્ય આ મારું છે.

તે વખતે સેક્યુલરો મંડી પડ્યા હતા: સોહરાબુદ્દીન જેવા ભલા માણસને વણજારાએ ફેક એન્કાઉન્ટરમાં ખતમ કરી નાખ્યો. ઈશરતજહાન નામની ભલીભોળી મુસ્લિમ યુવતીને ઠાર કરી નાખી. (બાય ધ વે, પેલો ખતરનાક ગુંડો હતો, અનેક ખૂન કેસમાં ઈન્વોલ્વ્ડ હતો. અને પેલી ગુંડાઓની સાગરીત હતી. પણ સેક્યુલર મીડિયાએ એને હીરોઈન બનાવી દીધી જેને કારણે મુમ્બ્રાના એના વતનમાં એના જનાજામાં હજારો લોકો સામેલ થયા હતા). લોકો જે આક્ષેપો કરે તે કરે, વણજારાને ખબર હતી કે પોતે શું કરી રહ્યા છે. સમાજની ગંદકી સાફ કરવાની પોતાની ફરજ બજાવવાનું એ ચૂક્યા નહીં; પરિણામની પરવા એમણે કરી નહીં:

નડું નહીં હું સકલ જગતને, જગત નડે તો ડરું નહીં;

અંગદનો અવતાર છું હું, યુદ્ધ ક્ષેત્રથી હટું નહીં.

સાહસ કરતો પૂર્ણ સમજથી, બાળકનો બૂચકાર નથી;

જીવન હાજર દેશ માટે, અહમ તણો હુંકાર નથી.

ના લડતો હું મારા માટે, મમતામાં મશગુલ નથી;

સહજ કર્મો કરી રહ્યો છું, ફલ-ઈચ્છા બિલકુલ નથી.

મારો ચાહે હજાર શસ્ત્રો, એક થકી પણ મરું નહીં;

ધર્મયુદ્ધ સાકાર છું હું, યુદ્ધક્ષેત્રથી હટું નહીં.

જિંદગી આખી અસામાજિક તત્ત્વો સામે લડ્યા પછી વણજારાને કલ્પના પણ નહીં હોય કે ૨૦૦૨ના ગોધરાકાંડ પછી ગુજરાતને બદનામ કરવા માટે ફૂંકાયેલા વાવાઝોડામાં પોતાના ઘરનું છાપરું પણ ઊડી જશે. એ સમયગાળો ગુજરાતને, ગુજરાતના ગુજરાતીઓને, હિન્દુત્વને, નરેન્દ્ર મોદીને અને હિન્દુત્વને આદર આપતા તમામ દેશવાસીઓને બદનામ કરવા માટેનો સમયગાળો હતો. કટ્ટર સેક્યુલરવાદીઓ અને સેક્યુલરવાદનું મહોરું પહેરેલા આતંકવાદીઓનો જમાનો હતો એ. જેલવાસ દરમ્યાન વણજારા લખે છે:

મોટા મોટા હત્યારાઓ, રાખે નામ ‘છોટા’;

‘છોટા’ રાજન, શકીલ ‘છોટા’, કાપે માથા ‘મોટા’.

દાઉદ બેઠો સપ્તસિંધમાં, માને ખુદને વાઘ;

લૂંટ ચલાવે રક્ત વહાવે, ના આપે કોઈ સાથ.

અરુણ ગવલી, શા’બુદ્દીન મુક્તિયાર સૌ ઘેટા;

હોવા જોઈએ જેલોમાં આ, સંસદમાં જઈ બેઠા.

અપહરણના ઉદ્યોગો આ, ચાલે દિવસરાત;

નિર્દોષોના સિસકારાને, ના આપે કોઈ દાદ.

પહેરેદારો હિંમત રાખી, આંખ લાલ જો રાખે;

શિંગ વગરના શૈતાનો આ, પૂંછ દબાવી ભાગે.

આ ‘છોટા’ ઓને આશ્રય આપનારાઓ આ દેશના જ નાગરિકો છે જે દેશદ્રોહીઓ છે. આતંકવાદીઓને અને અસામાજિક તત્ત્વોને આશ્રય આપનારા આશ્રયદાતાઓ આપણી આસપાસમાં જ વસે છે. આ આશ્રયદાતાઓ વિના કોઈ પરદેશથી આવીને વળી કેવી રીતે આપણી સંસદ પર કે વી.ટી. સ્ટેશન પર હુમલો કરી શકે:

જયચંદ તારા બીજ અહીંયાં, મીરઝાફરના કુવા;

મબલખ ખેતી દેશદ્રોહની, મરદ જીવતા મૂવા.

એક પાપથી જયચંદ તારા, પૃથ્વીરાજ હણાયો;

અફઘાનોની બલિવેદી પર, ભારત દેશ ફસાયો. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=158224

Thursday, March 26, 2015

કુછ તો લોગ કહેંગે! --- આશુ પટેલ

મુલ્લા નસરુદ્દીન ચાર જણને ખતમ કરી દેવાના ઝનૂન સાથે નીકળી પડ્યા ત્યારે...


પાસવર્ડ - આશુ પટેલ


અમારા એક મિત્ર તેમના પુત્રને સલાહ આપતા હતા કે આમ કર અને તેમ નહીં કર નહીં તો સમાજમાં ચાર જણા વાતો કરશે. મિત્રના પુત્રના ચહેરા પરના ભાવ જોઈને વર્ષો અગાઉ વાંચેલી એક કટાક્ષ કથા યાદ આવી ગઈ.

મુલ્લા નસરુદ્દીન એકવાર ધૂંઆપૂંઆ થતા ઘરની બહાર નીકળ્યા. તેમની આંખો લાલચોળ થઈ ગઈ હતી અને તેમના ચહેરા પર ભારે ગુસ્સાના ભાવ હતા.

મુલ્લા નસરુદ્દીન ભાગ્યે જ આવા રૂપમાં જોવા મળતા હતા. તેમને આવી સ્થિતિમાં જોઈને પાડોશીને આશ્ર્ચર્ય થયું તેણે મુલ્લાને પૂછ્યું કે, "શું વાત છે? કેમ આટલા ભડકેલા છો? કોઈ સાથે ઝઘડો થયો છે કે શું?

મુલ્લા નસરુદ્દીને કહ્યું, "મારે ચાર જણને શોધીને મારી નાખવા છે!

પાડોશી અચંબો પામી ગયો. તેણે મુલ્લા નસરુદ્દીનને હંમેશા બીજા લોકોને ઝઘડો ના કરવાની સલાહ આપતા જોયા હતા અને કોઈની વચ્ચે જામી પડે તો તેમને મધ્યસ્થી કરતા જોયા હતા. એને બદલે આજે મુલ્લા પોતે કોઈનું ખૂન કરવાની વાત કરતા હતા અને એ પણ એક સાથે ચાર - ચાર જણના ખૂનની!

પાડોશીએ મુલ્લાને કહ્યું, "તમને આટલા ગુસ્સામાં ક્યારેય જોયા નથી. એ ચાર જણ કોણ છે, જેને મારી નાખવાનું ઝનૂન તમારા દિમાગ પર સવાર થઈ ગયું છે?

મુલ્લા કહે કે, "મનેય ખબર નથી કે આ ચાર જણ કોણ છે નહીં તો મેં અત્યાર સુધી તેમને જીવતા જ ના રહેવા દીધા હોત!

પાડોશીને વધુ નવાઈ લાગી. તેણે કહ્યું કે, તમારી વાત કંઈ સમજાતી નથી. જેમને તમે મારી નાખવા માગો છો એ માણસો કોણ છે એની જ તમને ખબર નથી?

મુલ્લાએ કહ્યું, "હા. એ જ સૌથી મોટી તકલીફ છે. મને ખબર જ નથી કે એ ચાર જણા કોણ છે જેણે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. હું બાળક હતો ત્યારે મારી માતા કહેતી કે, ચડ્ડી પહેર્યા વિના ઘરની બહાર ના નીકળતો. નહીં તો ચાર જણ જોશે અને અમને સંભળાવશે. ક્યારેક શાળામાં જવાની ઈચ્છા ના હોય તો પિતા કહેતા કે, નિશાળે જા નહીં તો ચાર માણસો શું કહેશે? મોટો થયો અને મારે શાદી નહોતી કરવી તો માતાપિતા રોજ કહેતા કે શાદી કરી લે નહીં તો ચાર જણા શું કહેશે? એકવાર ભૂલમાં જુગાર રમવા બેસી ગયો તો મારા પિતાએ મને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો અને જુગાર ન રમવાની તાકીદ કરતા કહ્યું કે, ખબરદાર હવે જુગાર રમ્યો છે તો! ચાર માણસો જોશે તો શું કહેશે? અને આજે તો હદ થઈ ગઈ. સહેજ શરાબ પી લીધો તો મારી પત્નીએ કહ્યું કે, તમે શરાબ પીશો તો ચાર માણસો આપણી બદનામી કરશે! હદ થઈ ગઈ. હવે હું વધુ સહન નહીં કરી શકું. એ ચાર જણાનું મેં કંઈ નથી બગાડ્યું પણ તેમણે મારી જિંદગી ખરાબ કરી નાખી છે. એ ચાર જણાને શોધીને ફેંસલો લાવી દઉં એ પછી હું શાંતિથી જીવી શકીશ.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=158090

Wednesday, March 25, 2015

મોડી ટ્રેનનું મોટું વળતર --- પ્રકાશ દેસાઈ

રોલિંગ માને છે હવે મારી પાસે પૈસા છે તો મારી ફરજ છે કે સમાજને પાછું આપવું જોઇએ.
ઓપિનિયન - પ્રકાશ દેસાઈ


ભારતમાં અને ખાસ કરીને મુંબઇમાં સામાન્ય માણસની જિંદગીનો સારો એવો સમય તો લાઇનમાં નંબર લગાવવામાં જ જાય છે. પછી તે હૉસ્પિટલ હોય કે પાસપોર્ટ ઓફિસ, સ્કૂલનું એડમિશન, બસની લાઇનમાં કે ટ્રેનના રિઝર્વેશન હોય. આ લાઇનમાં ઊભા રહેતા મોટાભાગના લોકો તેના માટે પ્રશાસનને જવાબદાર ઠેરવી એક બીજા પર બળાપો કાઢીને ટાઇમપાસ કરતા હોય છે. અમિતાભ બચ્ચન ‘દિવાર’ ફિલ્મમાં ‘હમ જહાં ખડે રહેતે હૈ લાઇન વહીં સે શુરૂ હોતી હે’ એવો ડાયલોગ શું ફટકારે છે કે લોકો તાળીઓ પાડે, પણ આ બચ્ચનને પણ મુંબઇ, લંડન કે ન્યૂ યૉર્કના એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભા જ રહેવું પડે ત્યાં એ ઊભો હોય ત્યાંથી લાઇન શરૂ ના થાય!

આ તો વાત થઇ એ જગ્યાએ લાઇનમાં ઊભા રહેવાની કે જ્યાં જતાં પહેલાં આપણને ખબર છે કે લાઇનમાં ઊભા રહેવું પડશે પણ ક્યારેક એવું થાય કે આપણે મેલ ટ્રેનમાં મુસાફરી કરવાની હોય અને અચાનક જાહેરાત થાય કે તમારે જેમાં મુસાફરી કરવાની છે તે ટ્રેન ચાર કલાક મોડી પડી છે ત્યારે જે ગુસ્સો આવે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

આપણે મનમાંને મનમાં આખી સરકાર ઉથલાવી નાખીએ પછી રેલવે સ્ટેશનના સ્ટોલ પરથી કોલ્ડ ડ્રિન્ક કે વડાપાંઉ ખાઇને બેન્ચ ઉપર એકાદ ઊંઘ ખેંચીને ગમે તેમ ચાર કલાક કાઢી નાખીએ છીએ, પણ આપણે ક્યારેય એવો વિચાર કર્યો છે કે આ ચાર કલાક મને મારી પોતાની જાતને વિચારવા, સમજવા કે નવું સંશોધન કરવા માટે ગિફ્ટમાં મળ્યા છે તેનો સદુપયોગ કરીએ? વર્ષ ૧૯૯૦ની જ વાત છે. એક દિવસ માન્ચેસ્ટર રેલવે સ્ટેશને એક યુવતી લંડન જવા માટે ટ્રેનની રાહ જોતી હતી ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર અનાઉન્સમેન્ટ થઇ કે ટ્રેન ચાર કલાક મોડી પડી છે. આ છોકરી એક બેન્ચ પર બેસીને વિચારવા લાગી અને તેમાં જન્મ થયો વિશ્વવિખ્યાત ‘હેરી પોટર’નો. ને હવે કહેવાની જરૂર ખરી કે આ યુવતી એટલે હેરી પોટર નવલકથાઓની લેખિકા જે કે રોલિંગ.

હેરી પોટરની જન્મદાતા જે. કે. રોલિંગઃ ૩૧ જુલાઇ, ૧૯૬૫માં ઇંગ્લેન્ડમાં જન્મેલી રોલિંગ એટલી શરમાળ છોકરી હતી કે તેને આ ચાર કલાકના વિલંબ દરમિયાન હેરી પોટરના પાત્રની કલ્પના આવી પણ તેની પાસે પેન ન હોવાથી તે ફક્ત કાગળ ઉપર ઉતારી શકી. કોઇ પાસે પેન માંગવામાં શરમ આવતી હતી, તેથી રોલિંગે મનમાં જ આખું પાત્ર અને વાર્તા ઘડી કાઢ્યા. જેવી ઘરે પહોંચી કે રોલિંગે એક જ બેઠકે કલાકો બેસીને હેરી પોટરના પાત્રને ડેવલપ કરવા માંડ્યું.

રોલિંગ પંદર વર્ષની હશે ત્યારે તેની માને મોટી બીમારી થઇ જેના કારણે તેની નર્વસ સિસ્ટમ ડાઉન થવા લાગી હતી. થોડા સમય બાદ ૩૦ ડિસેમ્બર, ૧૯૯૦ના રોજ તેનું ૪૫ વર્ષની યુવાન વયે મૃત્યુ થયું. આ આઘાત રોલિંગ સહન ન કરી શકી. તે ડિપ્રેશનનો શિકાર થઇ ગઇ. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે રોલિંગે પોર્ટુગલમાં અંગ્રેજી વિષયની શિક્ષિકા તરીકેની નોકરી સ્વીકારી અને સાથે હેરી પોટરની મૅન્યુસિ્ક્રપ્ટ પણ લઇ ગઇ અને તેમાં નવાં નવાં પાત્રો ઉમેરતી ગઇ. પણ, માના મૃત્યુ બાદ હેરી પોટરની તેની વાર્તાઓમાં નવા વળાંકો આવવા લાગ્યા, જેમાં હેરીની ફિલિંગ્સ તેના મૃત માતાપિતા માટે વધારે સહાનુભૂતિવાળી થવા લાગી. રોલિંગની માના મૃત્યુના તેના માનસ ઉપર એટલી અસર થઇ ગઇ કે હેરી પોટરની બધી વાર્તાઓમાં મૃત્યુનો ઉલ્લેખ છે. પોર્ટુગલમાં તેણે પ્રેમલગ્ન કર્યાં. જેની ફળશ્રુતિ તરીકે એક દીકરી પણ થઇ પણ કોઇ કારણસર તેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું. રોલિંગને આશા હતી કે તેના પોર્ટુગલના વસવાટ દરમિયાન હેરી પોટરનું પુસ્તક લખાઇ જશે તે તો એક બાજુએ રહ્યું અને રોલિંગ તેની દીકરી સાથે પોર્ટુગલ છોડી સ્વૈચ્છિક સંસ્થાઓના સહારે ધર્માદા પર જીવવા લાગી. સ્નાતક થયાના સાત વર્ષ પછી પણ તેની પાસે સુરક્ષિત નોકરી નહોતી. લગ્નજીવનમાં ભંગાણ અને પોતાની દીકરીને ઉછેરવાની જવાબદારી. આવા કપરા કાળમાં તેને ઘણી વખત આપઘાતના વિચારો પણ આવ્યા હતા પણ મનને સાચી દિશામાં વાળીને મક્કમ નિર્ધાર કર્યો કે જે થાય તે પણ હેરી પોટરની પહેલી નવલકથા પૂરી કરવી જ છે. વર્ષ ૧૯૯૩માં રોલિંગ સ્કોટલેન્ડના એડિનબરો શહેરમાં તેની બહેનના ઘરે તેની દીકરી સાથે રહેવા ગઇ અને દીકરી સૂઇ જાય પછી ભાગીને કોફી શોપમાં હેરી પોટરનું પુસ્તક લખવા લાગે અને મહામહેનતે હેરી પોટરની સિરીઝની પહેલી નવલકથા ‘ફિલોસોફર્સ સ્ટોન’ પૂરી કરી અને તેને બહાર પાડવાના સ્વપ્નાઓ જોવા લાગી.

હેરી પોટરે બદલી રોલિંગની દુનિયાઃ નવા લેખકને તેનું પહેલું પુસ્તક બહાર પાડવામાં કેટલી તકલીફો પડે છે તે તો જે કે રોલિંગથી વધારે કોઇ નહીં જાણતું હોય! વર્ષ ૧૯૯૫માં ‘હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર’સ સ્ટોન’ની મૅન્યુસિ્ક્રપ્ટ તૈયાર થઇ અને રોલિંગે તેના પ્રથમ ત્રણ પ્રકરણ ટાઇપ કરીને સુંદર ફોલ્ડરમાં પબ્લિશરને પુસ્તક છાપવા અને તેના અભિપ્રાય માટે મોકલાવ્યું પણ તે ફોલ્ડર એટલું ઝડપથી પરત આવ્યું કે શંકા પડે કે કોઇએ ખોલ્યા વગર જ પાછું મોકલી આપ્યું હશે. આવા એક નહીં પણ બાર-બાર પબ્લિશર્સે પુસ્તક છાપવાનો નનૈયો ભણ્યો. એક વર્ષ પછી લંડનની બ્લૂમ્સબરી પબ્લિશિંગ કંપનીને આ પુસ્તકનું પહેલું પ્રકરણ મોકલ્યું તો આ ચિલ્ડ્રનબુક હોવાના કારણે કંપનીના ચૅરમેને આ પ્રકરણ તેની આઠ વર્ષની દીકરી ન્યુટનને વાંચવા આપ્યું. તેણે આ પ્રકરણ વાંચ્યા બાદ બીજા પ્રકરણો વાંચવા માગતા બ્લૂમ્સબરીને થયું કે આ પુસ્તક તો સારું હોવું જોઇએ, તેથી રોલિંગને ૧,૫૦૦ પાઉન્ડ ચૂકવીને તેને છાપવાનું નક્કી કર્યું પણ રોલિંગને જણાવ્યું કે ‘જેન. રોલિંગ એ મહિલા નામ હોઇ તેણે લખેલી ચિલ્ડ્રનબુક કોઇ છોકરાઓ વાંચશે નહીં, તેથી પુસ્તકમાં લેખિકા તરીકે તેનું નામ છાપ્યું જે. કે. રોલિંગ.’

બ્લૂમ્સબરીના ચૅરમેને રોલિંગને સલાહ આપી કે ‘ભલે હેરી પોટરની પહેલી નવલકથા છપાઇ પણ બહુ આશા નહીં રાખવાની અને નિયમિત આવક માટે તેણે કોઇ નોકરી શોધી લેવાની જરૂર છે.’ આ બાજુ સ્કોટિશ આર્ટ્સ કાઉન્સિલે રોલિંગને તેનું લખાણ ચાલુ રાખવા માટે ૮,૦૦૦ પાઉન્ડનું વળતર આપ્યું. અમેરિકન પબ્લિશર્સ સ્કોલેસ્ટિકે સપ્ટેમ્બર, ૧૯૯૮માં આ બુક ‘હેરી પોટર એન્ડ ધ સોર્સરર સ્ટોન’ના નામે અમેરિકામાં બહાર પાડીને રોલિંગને ૧,૦૫,૦૦૦ અમેરિકન ડૉલર ચૂકવ્યા, જે તે સમયે કોઇ પણ ચિલ્ડ્રનબુકની નવી લેખિકાને અપાયેલી રકમમાં સર્વોત્તમ હતી અને આ સમાચાર સાંભળીને રોલિંગ લગભગ બેભાન થઇ ગઇ હતી.

જૂન, ૧૯૯૭માં ‘હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન’ પુસ્તકની ૧,૦૦૦ નકલ પ્રકાશિત કરી હતી, જેમાંથી ૫૦૦ નકલ તો પુસ્તકાલયમાં આપી હતી. આજની તારીખે આ પુસ્તક ‘ઓરિજિનલ પ્રિન્ટ ક્લેક્ટર્સ આઇટમ’ ગણાય છે અને તેની માર્કેટમાં કિંમત છે ૨૫,૦૦૦ પાઉન્ડ મતલબ લગભગ ૨૨ લાખ રૂપિયા. આમ હેરી પોટરની સિરીઝના પ્રથમ પુસ્તકે કેટલાય પારિતોષિકો જીત્યા અને રાતોરાત જે કે રોલિંગની દુનિયા બદલાઇ ગઇ.

હેરી પોટરનું આ પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ત્યારે બધા ઇનામો તેને જ મળતા હતા, તેથી જ્યારે તેની ચોથી આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે રોલિંગે ઇનામો માટે તેના પુસ્તકોની ગણતરી નહીં કરવાની વિનંતી કરી કે જેથી બીજા લોકોને તેનો લાભ મળી શકે. હેરી પોટર સિરીઝના પ્રથમ પુસ્તકનો ઓર્ડર ૧૯૯૭માં ૧,૦૦૦ નકલનો હતો અને ૧૬ જુલાઇ, ૨૦૦૫માં તેની છઠ્ઠી બુક ‘હેરી પોટર એન્ડ ધ હાફ-બ્લડ પ્રિન્સ’ પ્રકાશિત કરવામાં આવી ત્યારે ૨૪ કલાકમાં ૯૦ લાખ નકલનું અધધધ વેચાણ થયું હતું. વર્ષ ૧૯૯૮માં જ્યારે અમેરિકાના વોર્નર બ્રધર્સે હેરી પોટરની વાર્તા ઉપરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેણે રોલિંગને ૧૦ લાખ પાઉન્ડ રોયલ્ટીના ચૂકવ્યા હતા અને સાથે વોર્નર બ્રધર્સે શરત પણ કરેલી કે ફિલ્મના બધા કલાકારો બ્રિટિશર જ જોઇએ. હેરી પોટરનું પુસ્તક મધરાત્રે બહાર પડે છે તે બહાર પાડવાના ૨૪ કલાક પહેલા બ્રિટન, અમેરિકા અને વિશ્વના અન્ય દેશોમાં છોકરા-છોકરીઓ વિક્રેતાની દુકાનની બહાર લાઇન લગાવે છે અને એક જ બેઠકે પુસ્તક વાંચી કાઢે છે. હેરી પોટરનું પુસ્તક દુનિયાની ૬૭ ભાષામાં ટ્રાન્સલેટ થયું છે અને રોલિંગ દુનિયાની પ્રથમ એવાં લેખિકા છે કે જેમનું પુસ્તક આટલી બધી ભાષામાં ટ્રાન્સલેટ થયું છે. હેરી પોટરની વાર્તા પર કેટલીય ફિલ્મો બની છે અને હેરી પોટરના નામથી વિશ્વમાં ભાગ્યે જ કોઇ બાળક અજાણ હશે.

ફોર્બ્સ સામયિકે વર્ષ ૨૦૦૪માં રોલિંગને પ્રથમ બિલિયોનેર મહિલા લેખિકા કહી છે. ૨૦૦૮માં ધનાઢ્ય બ્રિટિશર્સમાં તે ૧૪૪મા ક્રમે છે. ૨૦૦૧માં તેણે સ્કોટલેન્ડમાં મોંઘીદાટ પૌરાણિક હવેલી ખરીદેલ છે. રોલિંગના ચાહકોમાં બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉનની પત્ની સારાહ બ્રાઉન સમાવિષ્ટ છે. ૨૦૦૦ના વર્ષમાં રોલિંગે ૧.૫ મિલિયન કે ૧૫ લાખ પાઉન્ડનું દાન કરીને વોલન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે જેનો મુખ્ય ઉદ્દેશ સિંગલ પેરેન્ટ ચિલ્ડ્રનને મદદ કરવાનો છે. રોલિંગ કહે છે કે ‘ભગવાને મને જોઇએ કરતા ઘણું વધારે આપ્યું છે એક સમય એવો હતો કે હું ધર્માદા પર જીવતી હતી હવે જ્યારે મારી પાસે પૈસા છે ત્યારે મારી ફરજ છે સમાજને પાછું આપવું જોઇએ.’

બ્લૂમ્સબરીના ચૅરમેનને દાદ આપવી પડે કે તેણે નવી ઊભરતી લેખિકામાં વિશ્વાસ મૂકી તેને તક આપી. અને હા, તેની વ્યવહારુ બુદ્ધિકુશળતા પણ પ્રશંસાને પાત્ર છે કે ચિલ્ડ્રનબુક માટે તેણે મોટેરાઓનો નહીં પણ બાળકોનો અભિપ્રાય મહત્ત્વનો છે તેમ સમજીને તેની દીકરીને પુસ્તકનું પ્રથમ પ્રકરણ વાંચવા આપ્યું ને હેરી પોટર સિરીઝની પહેલી નવલકથા છાપવાનો નિર્ણય કર્યો.

કહેવાય છે ને તક ક્યારેય દસ્તક દઇને નથી આવતી. મતલબ તક આવતી નથી તેને પેદા કરવી પડે છે અને તેથી જ વિન્સ્ટન ચર્ચિલનું પણ કહેવું છે કે ‘અ પેસિમિસ્ટ સીસ ધ ડિફિકલ્ટી ઇન એવરી ઓપોર્ચ્યુનિટીઃ એન ઓપ્ટિમિસ્ટ સીસ ધ ઓપોર્ચ્યુનિટી ઇન એવરી ડિફિકલ્ટી.’

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=55658

મોદીની તાજપોશી, ભાજપન્ો મોડે મોડે ડહાપણની દાઢ ફૂટી --- રાજીવ પંડિત

લાંબી ખેંચતાણ અન્ો ભારે ગડમથલ પછી આખરે ભાજપ્ો ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીન્ો ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટેની પ્રચાર સમિતિના ચેરમેન બનાવી દીધા અન્ો અડવાણી આણિ મંડળી હાથ ઘસતી રહી ગઈ. આ નિમણૂક પહેલાં ભાજપમાં જોરદાર ભવાઈ ભજવાઈ અન્ો અડવાણી આણિ મંડળીએ રીસાવાનાં ન્ો એવાં નાટકો કરીન્ો નરેન્દ્ર મોદીન્ો ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન બનતા રોકવા ત્ોમનાથી થાય એ બધા ઉધામા કરી જોયાં પણ ભાજપના પ્રમુખ રાજનાથસિંહે મચક ના આપી ન્ો ત્ોના પરિણામે આખરે મોદીની તાજપોશી થઈ ગઈ. ભાજપની બુંદ બ્ોસાડી દેનારી અડવાણી આણિ કંપનીએ મોદીની તાજપોશી રોકવા બહુ ટિટિયારો કર્યો પણ ત્ોમનો મેળ ના પડ્યો ન્ો મોદી પ્રચાર સમિતિના ચેરમેન બની જ ગયા. 

આમ તો ભાજપ પ્રમુખ રાજનાથસિંહે મોદીના ખાસમખાસ મનાતા અમિત શાહન્ો ઉત્તર પ્રદેશનો હવાલો સોંપ્યો એ વખતથી જ લાગતું હતું કે મોદીન્ો આજે નહીં તો કાલે ભાજપના પ્રચારનો હવાલો સોંપાશે જ પણ સામે લાલકૃષ્ણ અડવાણીની ડોહા મંડળી જીવ પર આવી ગયેલી ત્ોથી મોદીની નિમણૂકની વાત ઘોંચમાં પડી ગયેલી. રાજનાથે એ પછી વારંવાર સંકેત આપ્ોલા કે એ મોદીન્ો જ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પ્રચારનો હવાલો આપવા માગ્ો છે પણ ત્ોની સામે ભાજપમાંથી જ ડખા ઊભા કરાતા હતા ત્ોથી મુદતો પડતી જતી હતી. રાજનાથ જેવા મોદીન્ો આગળ કરવાની વાત કરે કે તરત જ અડવાણી અન્ો ત્ોમના ચમચા તલવાર તાણીન્ો કૂદી પડે ન્ો કોઈ ન્ો કોઈ બહાન્ો વાતન્ો લટકાવી દે એવો ખેલ ચાલ્યા જ કરતો હતો. ભાજપની રાષ્ટ્રીય કારોબારી વખત્ો પણ એ જ ખેલ ભજવાયો અન્ો એક તબક્કે તો એવંં લાગતું હતું કે આ વખત્ો પણ મોદીનો મેળ નહીં પડે પણ ગમે ત્ો કારણોસર રાજનાથસિંહની મર્દાનગી જાગી ન્ો ત્ોમણે અડવાણી આણિ મંડળીન્ો ઘોળીન્ો પી જવાનું નક્કી કર્યું ન્ો મોદીન્ો આગળ કરવાની જાહેરાત કરી નાંખી. રાજનાથે મોડે મોડે પણ આ મર્દાનગી બતાવી એ સારું કર્યું. ભાજપ માટે મોદીની નિમણૂક એ દેર આયે દુરસ્ત આયે જેવી છે. ભાજપના ન્ોતાઓન્ો મોડે મોડે ડહાપણની દાઢ ફૂટી એ સારું થયું. 

મોદીની ભાજપની લોકસભા માટેની પ્રચાર સમિતિના ચેરમેન બનવા સાથે જ એક પ્રકરણની સમાપ્તિ થઈ છે અન્ો એક નવા પ્રકરણની શરૂઆત થઈ છે અન્ો આ પ્રકરણ ભાજપ માટે સુવર્ણ પ્રકરણ બની રહે ત્ોવી આશા બધાં રાખે છે. આ આશા પાછળ મોદીનો રેકોર્ડ જવાબદાર છે. મોદીએ છેલ્લા એક દાયકામાં એક વાત સાબિત કરી છે કે અત્યારે ભાજપ પાસ્ો ત્ોમની હેડીનો કોઈ ન્ોતા નથી. ભાજપ પાસ્ો રાજનાથ ન્ો સુુષ્મા સ્વરાજ ન્ો અરૂણ જેટલી ન્ો નિતીન ગડકરી ન્ો એવાં મોટાં મોટાં નામ બહુ છે પણ એ બધામાં ઝાઝો ભલીવાર નથી. આ ચંડાળ ચોકડી ભાજપમાં સ્ોક્ધડ કેડરમાં આગળ ગણાય છે પણ એ બધા કાગળના વાઘ છે. આ બધામાંથી કોઈનામાં ભાજપન્ો રાષ્ટ્રીય સ્તરે તો છોડો પણ પોતપોતાના રાજ્યમાં પણ જીતાડવાની તાકાત નથી. એ લોકો વરસોથી દિલ્હીમાં પડ્યાપાથર્યા રહે છે ત્ોથી ત્ોમના નામ ગાજ્યા કરે એ ઠીક છે પણ આ બધા ન્ોતાઓમાં ઝાઝો વેતો નથી ન્ો ભાજપન્ો જીતાડવાની તાકાત પણ નથી. 

રાજનાથસિંહ ઉત્તર પ્રદેશમાં ભાજપનું અચ્યુતમ કેશવમ કરાવી ચૂક્યા છે તો સુષ્મા સ્વરાજ નવી દિલ્હીમાં ભાજપનું રામ બોલો ભાઈ રામ કરાવીન્ો બ્ોઠાં છે. નિતીન ગડકરીન્ો તો ન્ોતા જ ના કહેવાય. એ રાજકારણીના બદલે કંદોઈ જેવા વધારે લાગ્ો છે ન્ો જ્યારે જ્યારે મોં ખોલે ત્યારે પ્ૌસા પડી જાય એવો ઘાટ થાય છે. રાષ્ટ્રીય સ્વયંસ્ોવક સંઘના ન્ોતાઓની ચમચાગીરી કરીન્ો એ ભાજપના પ્રમુખ ભલે બની બ્ોઠા પણ ત્ોમની હેસિયત જિલ્લા કક્ષાના ન્ોતાની પણ નથી. અરૂણ જેટલી સફળ વકીલ છે એટલે બોલવામાં હોંશિયાર છે એ ત્ોમની લાયકાત. એ સિવાય ત્ોમનામાં ઝાઝું કમાવાનું નથી. 

ભાજપમાં રાજ્ય કક્ષાએ જે ન્ોતાઓ છે એ બધો આ ચંડાળ ચોકડી કરતાં પણ ગયેલો ન્ો સાવ કંડમ માલ છે. શિવરાજસિંહ ચૌહાણ, ડો. રમણસિંહ અન્ો મનોહર પારિકર એ ભાજપના ત્રણ મુખ્ય મંત્રીઓ ચોક્કસપણે સફળ છે ન્ો ત્ોમણે ભાજપન્ો પોતાના રાજ્યોમાં મજબ્ાૂત બનાવ્યો છે પણ ત્ોમનામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપન્ો જીતાડવાની વાત તો છોડો પણ ભાજપના કાર્યકરોમાં જીતનું ઝન્ાૂન ઊભું કરવાની પણ ક્ષમતા નથી. કેટલાક ક્રિકેટરો એવા હોય કે રણજી ટ્રોફી ન્ો બીજી ફર્સ્ટ ક્લાસ મેચોમાં બોલરોનાં છોતરાં ફાડી નાંખે ન્ો રનના ઢગલા ખડકી દે પણ જેવા ત્ોમન્ો ભારતની ટીમમાં લો ન્ો ઈન્ટરન્ોશનલ મેચોમાં રમાડો એટલે એ લોકો પિચ પર આવતાં જ ગરબા ગાવા માંડે. ઝૂમ ઝૂમ કરતા આવતા બોલ જ ત્ોમન્ો ના દેખાય. શિવરાજ, રમણસિંહ ન્ો પારિકર વગ્ોરે રણજી ટ્રોફીના રાજા છે પણ ઈન્ટરન્ોશનલ મેચોમાં ત્ોમનું ગજુ નથી. 

મોદી આ ન્ોતાઓ કરતાં અલગ છે ત્ોમાં બ્ોમત નથી. મોદીએ ગુજરાતમાં જે કંઈ કર્યું ત્ોની વાત વારંવાર કરવી એ ખરેખર મોદીનું અપમાન કહેવાય પણ છતાં અછડતો ઉલ્લેખ કરી જ લઈએ. મોદી ગુજરાતમાં આવ્યા ત્યારે કેશુભાઈએ ભાજપનું ઉઠમણું જ કરી નાંખેલું. મોદીએ અહીં એવા ખિલા ઠોકી દીધા કે આજે ગુજરાતમાંથી ભાજપન્ો ઉખાડવાની વાત કોઈ કરે તો એ મૂર્ખ લાગ્ો. જો કે મોદીની સિદ્ધિ આ જ નથી. મૂળ વાત મોદીની ભાજપના કાર્યકરોમાં જીતવાનું ઝન્ાૂન પ્ોદા કરવાની જે તાકાત છે ત્ો છે. મોદી ભાજપના બીજા ન્ોતાઓ કરતાં ઘણી બધી રીત્ો ચડિયાતા છે પણ ત્ોમની સૌથી મોટી તાકાત એ છે કે ત્ોમણે ભાજપના કાર્યકરોમાં એ આત્મવિશ્ર્વાસ પ્ોદા કર્યો છે કે આપણે દસ વરસથી જામી ગયેલી કોંગ્રેસ સરકારન્ો ઉખાડી ફેંકી શકીએ એમ છીએ. પરિણામે મોદી પ્રચાર સમિતિના ચેરમેન બન્યા એ પહેલાં જ ભાજપના કાર્યકરોમાં એક ઝન્ાૂન પ્ોદા થઈ ગયું છે. 

અડવાણી કે ભાજપના બીજા મડદાલ ન્ોતાઓ બોલે ત્યારે બગાસાં આવવા માંડે એવી હાલત થતી. મોદીના કિસ્સામાં એવુંં થતું નથી અન્ો જંગ હંમેશાં ઝન્ાૂનથી જ જીતાતા હોય છે. તમે મડદાલોનું લશ્કર લઈન્ો નિકળો તો કદી ના જીતી શકો. અડવાણીની ઘાઘરા પલટણના કારણે જ ભાજપ ૨૦૦૯માં હારી ગયેલો કેમ કે એ પલટણમાં ભાજપના કાર્યકરોમાં જીતવાનું ઝન્ાૂન પ્ોદા કરવાની તાકાત જ નહોતી. મોદીએ અત્યારથી એ ઝન્ાૂન પ્ોદા કરી દીધું છે એટલે ત્ોનો ફાયદો ત્ોન્ો મળશે. 

મોદી ભાજપન્ો ૨૦૧૪ની લોકસભા ચૂંટણી જીતાડશે કે નહીં એ કહેવું અત્યારે બહુ વહેલું છે પણ મોદીની નિમણૂકના કારણે ભાજપ ૨૦૧૪ની ચૂંટણી માટે વ્યવસ્થિત રીત્ો ત્ૌયારી કરી શકશે એ નક્કી છે. મોદીના કારણે ભાજપન્ો એક સારો સ્ોનાપતિ પણ મળ્યો છે ન્ો પ્રચાર માટે એક નક્કર મુદ્દો પણ મળ્યો છે. ગુજરાતમાં મોદીએ કરેલા વિકાસના નામે ભાજપ હવે મત માગી શકશે. બાકી અડવાણી કે રાજનાથ કે બીજા કોઈના નામે ભાજપ શું તંબ્ાૂરો માગવાનો હતો ? 

મોદી માટે ભાજપના સાથી પક્ષો એક અવરોધ છે પણ મોદી એ બધાંની ભરી પીએ એટલા સક્ષમ છે. જેડીયુ અન્ો શિવસ્ોનાએ મોદીની નિમણૂક સામે જે રીતની પ્રતિક્રિયા આપી છે ત્ોના પરથી સાફ છે કે એ બધા ઓછે લાકડે બળે એવા નથી ન્ો મોદીન્ો હવે રહેવા દેવાના નથી પણ રાજકારણમાં એ બધું ચાલતું જ હોય છે. મોદી એ બધી વાતોથી ટેવાયેલા છે એટલે વાંધો નહીં આવે. આ દુનિયાનો એક સિધ્ધાંત છે કે સફળતાથી મોટો કોઈ માપદંડ નથી. તમે સફળ થાઓ એટલે તમારા બધા ગુના, તમારા બધા વાંક માફ થઈ જતા હોય છે. મોદીએ ગુજરાતમાં સફળતા મેળવી છે ન્ો એ રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપન્ો સફળતા અપાવશે એટલે બધાંની બોલતી બંધ થઈ જશે. મોદી પાસ્ો એ ક્ષમતા છે ત્ોમાં કોઈ શક નથી. સવાલ માત્ર રાષ્ટ્રીય સ્તરે એ ક્ષમતા સાબિત કરવાનો છે ન્ો મોદી એ કામ કરી શકશે એવું અત્યારે તો લાગ્ો છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=94308

અંગ્રેજીમાં શિક્ષિત, ગુજરાતીમાં દીક્ષિત: બંને જોઈએ! --- ચંદ્રકાંત બક્ષી

ચાર વર્ષની કેયા અને છ વર્ષનો રેવન્ત, એમને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાં જોઈએ કે ગુજરાતી માધ્યમમાં, એ એક એવી ચર્ચા છે જે વ્યક્તિગત પૂર્વગ્રહોના ધુમ્મસમાં ખોવાઈ જવાની છે. તલાકના કેસોમાં જેમ સ્ત્રી અને પુરુષ બંને સાચાં છે, એમ અહીં બંને માધ્યમોના તરફદારો સાચા છે. અંગ્રેજી જરૂર શીખવવું જ જોઈએ, પણ માત્ર અંગ્રેજી જ શીખવવું જોઈએ એ તર્ક વિદ્યાર્થીને માનસિક વિકલાંગ બનાવી નાખશે.

અંગ્રેજી પ્રથમ ધોરણથી શીખવવું જોઈએ એવો ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારનો આગ્રહ છે, બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ભારતીય સંસ્કૃતિનો હાસ દેખાઈ રહ્યો છે. દરેક રાજ્યમાં એ રાજ્યની ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ, અને દસમાં ધોરણ સુધી ફરજિયાત શીખવવી જોઈએ, પણ આજે અંગ્રેજી મરજિયાત ભાષા રહી નથી, એ ગરજિયાત ભાષા બની ગઈ છે. વિશ્ર્વની, ભવિષ્યની, નોકરીની, ઉચ્ચ શિક્ષણની ભાષા છે. ચીન અને રશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા સર્વત્ર એ બીજી ભાષા તરીકે ઊભરી ચૂકી છે. ગુજરાત જો અંગ્રેજીથી વંચિત રહી જશે, અથવા ગુજરાતની આવતી પેઢીઓને જબરજસ્તી વંચિત રાખવામાં આવશે તો એ ભયાનક બેવકૂફી હશે, ભૂલ હશે, ઈટ વિલ બી ક્રિમિનલ...

પણ અંગ્રેજીથી જ માણસ બની શકે છે એ વાત વાહિયાત છે. જે વસ્તુ જરૂરી છે એ બે કાન વચ્ચે છે, એ બુદ્ધિ છે. પંડિત જવાહરલાલ નહેરુ કહેતા હતા કે સફેદ (ખાદીની) ટોપી મહત્ત્વની નથી, એ ટોપીની નીચે શું છે એ મહત્ત્વનું છે! એક જ તાલીમ પામેલા બે માણસો બે જુદી દિશાઓ પકડી શકે છે અને એને માટે ભારતના ઈતિહાસમાં એક વિચિત્ર દૃષ્ટાંત છે. પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતવર્ષના બે મેધાવી ઈતિહાસપુરુષો, એક જ સમયે લંડનના ઈનર-ટેમ્પલમાં બેરિસ્ટર થવા માટે ભણી રહ્યા હતા પણ એ વખતે એકબીજાને મળ્યા ન હતા! અને પછી એમણે સાથે સાથે ઈતિહાસને સાકાર કર્યો! નહેરુનું અંગ્રેજી શ્રેષ્ઠ કક્ષાનું હતું, સરદારને અંગે્રજીમાં પ્રભુત્વની ખાસ જરૂર પડી જ ન હતી. નહેરુ વિશે વ્યંગમાં કહેવાતું હતું કે એ હિન્દુસ્તાનના અંતિમ વાઈસરૉય હતા! સરદાર એકસો ટકા ‘દેશી’ હતા, રાષ્ટ્રીય હતા. બંનેનાં વ્યક્તિત્વો બે ધ્રુવો જેવાં વિરોધી હતાં, અને અંગ્રેજી ભાષાએ એમના ચારિત્ર્યગઠનમાં કેટલો ભાગ ભજવ્યો એ અભ્યાસનો વિષય છે. 

ગુજરાતી બાળકોએ અંગ્રેજી શીખવું જોઈએ કે નહીં એ કોઈ ચર્ચાનો વિષય જ નથી. આવતી કાલના જગતમાં જીવવું હોય, સ્પર્ધામાં ટકી રહેવું હોય, વન-અપ થવું હોય, ગ્રંથિમુક્ત થવું હોય, ભૌતિક સફળતા પ્રાપ્ત કરવી હોય તો અંગ્રેજી વિના ઉદ્ધાર નથી. સંસ્કૃતિની ચિંતા કર્યા વિના અંગ્રેજીનું વાતાયન ખોલીને દુનિયાના પ્રવાહોમાં ડૂબકી મારવી જોઈએ. આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિ એવી તકલાદી અને બરડ નથી કે અંગ્રેજીના ચાર શબ્દો શીખવાથી નામશેષ થઈ જાય અને જો એટલાથી જ તહસનહસ થઈ જતી હોય તો કાલે નહીં, આજે જ થઈ જવી જોઈએ!

૧૯મી સદીના ઈતિહાસમાંથી આપણે માર્ગદર્શન મેળવી લેવું જોઈએ. મેકોલેએ અંગ્રેજી દાખલ કરવાનો સુઝાવ આપ્યો અને કંપની સરકારે એ સુઝાવને અનુમોદન આપ્યું, અને અંગ્રેજી સરકારી સ્તરે દાખલ થયું. એ વખતે અંગ્રેજીના શિક્ષણ સામે મુસ્લિમોએ ઘોર વિરોધ કર્યો, જ્યારે હિન્દુઓએ અંગ્રેજી સહર્ષ સ્વીકારી લીધું. એ એડ્વાન્ટેજ વર્ષો સુધી ચાલ્યો, હિન્દુઓ અંગ્રેજીમાં દીક્ષિત થતા ગયા, નોકરીપેશાઓમાં અગ્રેસર થતા ગયા, મુસ્લિમો અંગ્રેજીથી દૂર ભાગવાને કારણે પછાતમાંથી પછાતતર થતા ગયા અને એમને માટે ‘નવ-શૂદ્ર’ જેવા શબ્દો વપરાવા લાગ્યા. આજે પણ મુસ્લિમોમાં અંગ્રેજી શિક્ષણ બહુ જ ઓછું છે, માટે જોબમાર્કેટમાં એ જ કારણે એમને સહન કરતા રહેવું પડ્યું છે. અંગ્રેજી પ્રગતિનાં દ્વાર ખોલી આપે છે, એ હકીકત છે. 

બીજી તરફ, ગુજરાતી અસર કેવી હોય છે? ઈરાનમાં મુસ્લિમ જુલ્મ બેહિસાબ વધી ગયો ત્યારે ઝોરોસ્ટ્રિઅનો વતન છોડીને બહાર નીકળી ગયા, અને એમના કાફલાઓ જહાજો દ્વારા આવીને ગુજરાતના સંજાણ ગામમાં સ્થાયી થતા ગયા. ગુજરાતની ધરતીએ એમને સ્વીકારી લીધા, એ ફારસ (પર્શીઆ) દેશથી આવતા હતા એટલે ફારસી... પારસી કહેવાયા. ગુજરાતી સંસ્કૃતિમાં પારસીઓનું અપ્રતિમ યોગદાન ઈતિહાસનાં પૃષ્ઠો પર અંકિત છે, પણ એક જરા પેચીદો પ્રશ્ર્ન ઊઠે છે: પારસીઓ ગુજરાતના સંજાણને બદલે જો મહારાષ્ટ્રના રત્નાગીરી કે કર્ણાટકના મેંગલોર કે કેરાલાની કાલીકટ બંદરે ઊતર્યા હોત તો આ યોગદાન કરી શક્યા હોત? કે ઈતિહાસના દલદલમાં ખોવાઈ ગયા હોત? ગુજરાતની ધરતી પર પારસીઓ સંપૂર્ણત: ઝળહળી શક્યા કારણ કે ગુજરાતમાં જે મુક્ત હવામાન હતું એ એમના વિકાસ માટે ઉપકારક હતું...! ઘણાને ખબર નથી પણ ઈસ્લામના જુલ્મથી બચવા માટે ઝોરોસ્ટ્રિઅનોની ત્રણ શાખાઓ નીકળી હતી. એક જર્મની તરફ ગઈ હતી, બીજી ચીન તરફ ગઈ, અને ત્રીજી ગુજરાતમાં આવી. પ્રથમ બે શાખાઓ પૃથ્વી પર ખોવાઈ ગઈ, ગુજરાતમાં જે શાખા આવી એ દેશના ઈતિહાસને રોશન કરતી ગઈ...

આપણા અંગ્રેજીની પણ કેટલીક વિશેષતાઓ છે. આપણે એન.આર.આઈ. જેવા એક શબ્દ બનાવી દીધો છે, અને આ એક્રોનીમ કે પ્રથમાક્ષરો નોનરેઝિડેન્ટ-ઈન્ડિયન તરીકે મશહૂર છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના કાર્યકાલમાં એન.આર.જી. શબ્દ લોકપ્રિય બન્યો જેનો અર્થ થતો હતો: નોન-રેઝિડેન્ટ ગુજરાતી! આપણે અંગ્રેજીનું બધું જ નકારાત્મક સ્વીકારી લઈએ છીએ? આપણે ત્યાં ‘નો એડમિશન, વિધાઉટ પરમિશન’ જેવું બોર્ડ જોવા મળે છે જેમાં બે નેગેટિવ છે! અમેરિકામાં આ જ ભાવ પ્રકટ કરવા માટે સાફ લખાય છે: ‘એડમિશન વિથ પરમિશન!’ શા માટે સામંતશાહી, નકારાત્મક, હુકમનુમા વિધાન કરવું જોઈએ, જો સહજતાથી સકારાત્મક વાત થઈ શકતી હોય તો? પણ આપણે અંગ્રેજીના ‘નોન’ માટે એક વિચિત્ર દુરાગ્રહ હોય એવું લાગે છે. 

નોન-રેઝિડેન્ટ ચાઈનીઝ એમ ચીનાઓ કહેતા નથી, ત્યાં ‘ઓવરસીઝ ચાઈનીઝ’ શબ્દ વપરાય છે. આપણે એન.આર.જી. જેવો કુત્સિત પ્રયોગ કરવા કરતા ઓવરસીઝ ગુજરાતીઝ અથવા ડાયાસ્પોરા ગુજરાતીઝ જેવા સ્વચ્છ શબ્દો શા માટે નથી વાપરતા? પણ આપણે ‘નોન’ના શોખીન છીએ. નોન-વાયોલન્સ, નોન-કોઓપરેશન, નોન-એલાઈનમેન્ટ,નોન-વેજિટેરિઅન, નોન-બેંગોલી, નોન-રેઝિડેન્ટ, નોન-ટીચિંગ સ્ટાફ વગેરે! એક દિવસ એવો પણ આવી શકે છે જ્યારે આપણે વેશ્યા માટે નોન-વાઈફ કે ગધેડા માટે નોન-હોર્સ જેવા ઉટપટાંગ શબ્દો વાપરવા માંડીશું...!

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=157577

નામ મેં રખા હૈ ક્યા... ક્યા...? --- સુનીલ મેવાડા

માણસે ક્યા સમયથી, માનવ ઈતિહાસના વિશાળ પટ પર કયા બિંદુએથી સજીવોને નામ દઈને બોલાવવાનું શરૂ કર્યું?                      સુનીલ મેવાડા


નામ! માણસની સૌથી રોચક શોધોમાંની એક શોધ એટલે ‘નામ’ની પરંપરા. માણસને સૌથી વધારે વ્હાલુ હોય તો એ છે પોતાનું નામ(હા, નિ:શંકપણે!) નામ શું કામ જરૂરી હોય છે? બધાને જ અળવીતરા અવાજો કરીને કે સીટી મારીને અથવા ‘એય છીછ છીછ’ કરીને બોલાવું થોડું અસભ્ય ન લાગે? વળી કોઇ વ્યક્તિને એના નામ સિવાય કેવી રીતે ઓળખી શકાય? નામ જરૂરી છે અને તે વાત મનુષ્ય બહુ વહેલા સમજી ગયો હોવો જોઇએ. તે સંગઠનમાં રહેતો થયો ત્યારથી એકબીજા માટે ‘નામ’ વાપરતો થઇ ગયો હશે એમ માની લેવામાં કંઇ ખોટું નથી. માણસે નામ પાડવાની પ્રથા શોધી કાઢી... એ તો ઉત્ક્રંાતિનો એક હિસ્સો હતો પણ પ્રશ્ર્ન એ છે કે માણસે કયા સમયથી, માનવઇતિહાસના વિશાળ પટ પર કયા બિંદુએથી સજીવોને નામ દઇને બોલાવવાનું શરૂ કર્યું? આ પ્રશ્ર્નનો, ‘જ્યારથી તેને એકબીજાની જરૂર પડવા લાગી ત્યારથી’ એવો તાર્કિક ઉત્તર મેળવીને ઊભા રહી જાઉ પડે છે.

જોકે એ વાતનો આધાર છે કે જેટલી જૂની મૌખિક પરંપરા છે ત્યારથી માણસે નામ વાપર્યાં છે, તે પણ મોટે ભાગે અર્થસભર. અમુક કાળખંડમાં-કે અમુક સામાજિક પ્રગતિ પહેલાં ડોલ્ફિન માછલીની જેમ માણસો પણ એકબીજાને જુદા જુદા સ્વરોથી(આધુનિક ભાષામાં સીટીઓથી) બોલવતા હતા એવું અનુમાન છે. જો કે જુદા જુદા વિસ્તારનો જે કંઇ ઇતિહાસ મળે છે એ બધામાં માણસના ‘નામપ્રયોગ’ની પ્રથાના પ્રાચીનતમ ઇતિહાસ વિશે અંધકાર જ અંધકાર છે. ત્યાંથી બસ દરેક નામનાં કૂળ-મૂળ અને અર્થ જાણવાં મળે છે, માણસનું પહેલું નામ શોધવાનું કાર્ય દુષ્કર જ નહીં અશક્ય થઇ પડ્યું છે. પણ આજે, અત્યારે, આ ઇતિહાસબિંદુ પર, જ્યારે નામપ્રથા માનવ અને માનવવિકાસનું અભિન્ન અંગ બની ગઇ છે, ત્યારે ચીજવસ્તુઓની નામપ્રથા બાજુ પર મૂકીને એટલીસ્ટ માનવીઓની નામપ્રથાનું વૈવિધ્ય જાણવા-માણવા જેવું છે.

ભારતમાં વિધિસરની નામપ્રથાનું આગવું મહત્ત્વ છે. ભારતમાં કોઇ પણ વ્યક્તિને તેના નામનો અર્થ પૂછવું અસામાન્ય નથી, કારણ આપણે ત્યાં લગભગ બધાં જ નામો અર્થસભર હોય છે, પરંતુ રખેને કોઇ અંગ્રેજી અળવીતરા નામનો અર્થ પૂછવા કે શોધવા બેસે તો આ જન્મમાં એની મુક્તિ થવી મુશ્કેલ છે, કારણ કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ‘પોલીફોની’ એટલે કે મનભાવન સ્વરોચ્ચારવાળા ‘શબ્દ’ને નામ તરીકે રાખવાની પ્રથા ઘણા દેશોમાં પ્રચલિત છે તેમ છતાં મોટા ભાગના અંગ્રેજી નામોનો કંઇક અર્થ તો હોય જ છે અને જૂના દસ્તાવેજોમાં ખાંખાખોળાં કરતાં ક્યાંકને ક્યાંક બધાં નામોનો અર્થસભર સંદર્ભ મળી રહે છે. આ ટ્રેન્ડ પ્રમાણે ભારતમાં પણ આગળ જઇને ‘ધીંકચીકા’ કે ‘હૂડ હૂડ’ જેવાં લોકપ્રિય સ્વરોનાં ‘નામ’વાળી વ્યક્તિઓ મળવાં લાગે તો નવાઇ નહીં.

બ્રિટનમાં નવજાત શિશુઓને અપાતાં નામોમાં અત્યારે ‘હેરી’ નામ સૌથી વધારે લોકપ્રિય છે. તેની પાછળ ‘હેરી પોર્ટર’ સિરિઝની અસર હોઇ શકે. જોકે હાલ તો ‘જ્હોન’નામ ૧,૪૪૨,૦૦૦ના આંકડા સાથે ત્યાં ટોચ પર છે. બ્રિટનમાં આજે પણ ધર્મ, બાઇબલ, સંતો, ઐતિહાસિક પ્રતિભાઓનાં નામ વગેરે શિશુનાં નામકરણ માટેના મુખ્ય સ્રોતો છે. ભારતમાં મોટા ભાગનાં નામો પુરાણો, ધર્મગ્રંથો અને વેદોમાંથી આવે છે. લગભગ બધે જ સામાન્યપણે ત્રણ નામો હોય છે-ફર્સ્ટ(પર્સનલ નૅમ), સેક્ધડ(ફાધર નૅમ) અને લાસ્ટ(સરનૅમ)! દક્ષિણ ભારત અને બીજા અમુક વિસ્તારોમાં મોટા ભાગના લોકો સરનૅમ(થર્ડ નૅમ)ને બદલે દાદાનું નામ લખે છે. જોકે રશિયાની એક પ્રથા જાણવા જેવી છે. ત્યાં ફર્સ્ટ નૅમ ઉપરાંત દરેક વ્યક્તિનું ‘પેટ્રોનીમિક નૅમ’ કે સેક્ધડ નૅમ હોય છે, અને એ સેક્ધડ નૅમ ફક્ત ફાધર નૅમ નથી હોતું. સન્માનથી બોલાવવા માટે ત્યાં વ્યક્તિના ફર્સ્ટ અને સેકેન્ડ નૅમ સાથે બોલાય છે. તે ‘શ્રીમાન’ કે ‘શ્રીમતી’ જેવાં સંબોધનોની ગરજ સારે છે. રશિયાના સેક્ધડ નૅમની ખાસિયત એ છે કે આપણે ત્યાં પૌરાણિક કાળમાં જેમ માતા અથવા પિતાના નામે પણ સંતાનની ઓળખ થતી હતી (દા.ત. રાધાનો પુત્ર રાધેય કે હનુમાન માટે પવનપુત્ર ઇ.) તેમ પિતાના નામની આગળ ‘ઓવિક’ પ્રત્યય લગાવીને પુત્ર અને ‘ઓવના’ પ્રત્યય લગાવીને પુત્રીને સંબોધવામાં આવે છે. આ સંબોધનો પેટ્રોનીમિક નૅમ અથવા સેક્ધડ નૅમ ગણાય છે. એટલે પિતાનું નામ સમજો ‘ઇવાન’ હોય તો પુત્રને ‘ઇવાનોવિક’ અને પુત્રીને ‘ઇવાનોવના’ તરીકે સંબોધી શકાય!

અમેરિકામાં તો વળી દર વર્ષે મધર્સ ડેને દિવસે ‘સૌથી લોકપ્રિય નામો’ની યાદી બહાર પડે છે. ૨૦૧૧ની યાદી મુજબ પુત્ર માટે ‘જેકબ’નામ (જે ૧૯૯૯થી હજી સુધી ટોપ પર જ છે) અને પુત્રી માટે ‘સોફિયા’ નામ ત્યાં સૌથી વધારે પ્રચારમાં છે. એ સિવાય અમેરિકનો નવાં નવાં નામો જન્માવવામાં અગ્રેસર છે. નામ સાથે સૌથી વધારે પ્રયોગો કરવાનો સ્વભાવ પણ તેમનો જ છે. સરનૅમને ફર્સ્ટ નૅમ કરી દેવી, અસામાન્ય ટર્મ્સને નામ બનાવી દેવાં, પૅટ નૅમને પ્રોપર નૅમ તરીકે વાપરવું, જુદા જુદા સ્પેલિંગ્સ જન્માવવા- નામોર્પાજનમાં થતી આવી આડખીલીઓમાં અમેરિકીઓ માહિર અને મોખરે છે. અમેરિકામાં પણ બ્રિટનની જેમ સેક્ધડ નૅમની પ્રથા છે પરંતુ તે ભાગ્યે જ વપરાય છે. ત્યાં પિતા અને પુત્ર માટે એક જ નામ સાથે જુનિયર-સિનિયર લગાવી વાપરવાની પરંપરા હજી પ્રચલિત છે. જપાનમાં પહેલાંના સમયમાં મોટા ભાગના યુગલોને એકથી વધારે સંતાનો હોવાથી નામની પ્રથા-નંબર જેવી હતી, દા.ત. પુત્ર એક, પુત્ર બે, પુત્રી ત્રણ વગેરે જેવાં નામ અપાતાં હતાં. પછીથી સંતાનોની સંખ્યા એક-બે સુધી સીમિત થઇ ગઇ અને વાલીઓે સંતાનો માટે જુદાં જુદાં નામ રાખવાનાં હિમાયતી થયાં. જપાનનાં નામોની વિશિષ્ટતા એ કે ત્યાં એક જ નામ અનેક રીતે લખી શકાય છે અને તે દરેકનો અર્થ જુદો થાય. જેમ આપણી 

ભાષામાં એક જ શબ્દનો અર્થ તેની જોડણીને લીધે બદલાઇ જાય કંઇક એમ જ. બસ આપણે ત્યાં એક શબ્દ લખવાની બે કે ત્રણ જુદી રીત હશે પણ જપાનમાં ઘણાં એવાં નામ છે જે ૫૦-૬૦ રીતે લખી શકાય છે અને બધાંના અર્થ અલગ થાય! નામ પાડવા માટે જપાની લોકો વૃક્ષ અને પ્રકૃતિની પસંદગીમાં આગળ પડતા છે. ‘મોટું વૃક્ષ’ કે ‘લાંબું વૃક્ષ’ જેવા અર્થ ધરાવતાં નામો પણ જપાનમાં સાંભળવાં મળે છે. ત્યાં એક રસપ્રદ પ્રથા છે ફેમિલી નૅમને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ નૅમ રાખવાની. આ પ્રથા ઉદાહરણથી સમજીએ તો આપણા જાણીતા હાસ્યલેખક અશોક દવેએ જેમ તેમના પુત્રનું નામ સમ્રાટ 

રાખ્યું છે જેથી તેમના પુત્રનું આખું નામ ‘સમ્રાટ અશોક’ દવે વંચાય કે લખાય-જેનો વળી સ્વતંત્ર અને વિશિષ્ટ અર્થ નીપજે છે. જપાની પ્રથામાં બસ સેક્ધડ નૅમ(અશોક)ને બદલે ફેમિલી નૅમ(દવે)ને ટાર્ગેટ રાખવામાં આવે છે. જપાનમાં મિડલ નૅમની પ્રથા નથી પરંતુ ફેમિલી નૅમનું ચલણ બહુ વ્યાપક અને મહત્ત્વનું છે. લખતી વખતે જપાનીઓ ફર્સ્ટ નૅમ પહેલાં ફેમિલી નૅમ લખે છે. જપાનના બીજા ક્રમના સૌથી પ્રચલિત ફેમિલી નૅમથી આપણે બધા પરિચિત છીએ-સુઝૂકી! ફેમિલી નૅમના મહત્ત્વ છતાં મોટા ભાગના લોકો એકબીજાને લાસ્ટ નૅમ-થી જ સંબોધે છે, ફક્ત અંતરંગ મિત્રો અને બાળકો જ એકબીજા માટે પહેલું નામ વાપરે છે. જપાનની નામપ્રથાની બીજી વિશિષ્ટતા એ છે કે ત્યાં કોઇ એકબીજાને ફક્ત ‘નામ’થી સંબોધતા નથી, પણ નામની પાછળ આપણી જેમ માનાર્થે પ્રત્યય લગાવીને જ બોલાવે છે અને તેવી જ રીતે તેઓ પોતાના વિદેશી મિત્ર માટે પણ એવા જ માનાર્થ પ્રત્યય લગાવે છે. એટલે કે આપણે ‘રેખા’નામની સ્ત્રીને માનથી બોલાવવા ‘રેખાબહેન’ કહીશું પણ કોઇ જપાની ‘નાત્સુકી’ નામક સ્ત્રીને માનાર્થે બોલાવવા ‘નાત્સુકીબહેન’ નહીં કહીએ. જોકે જપાનીઓ એવું બધા માટે કરશે. ત્યાં માનાર્થે વપરાતો સૌથી જાણીતો પ્રત્યય ‘સેન’ છે માટે મારા જપાની મિત્ર ‘કાઝુકી’ને મારે ‘કાઝુકીસેન’ કહીને સંબોધવાનો હોય, તો તેવી જ રીતે તે પણ મને ‘સુનીલસેન’ કહીને જ બોલાવશે... મારે બંગાળી નહીં બનવું હોય તો પણ! જપાન અને ચીનની નામપ્રથા ખૂબ નજીક છે અને તેમાં જપાન પર ચીનની સ્પષ્ટ અસર છે. ચીનમાં વળી ફર્સ્ટ નૅમ સાથે સરનૅમ કે લાસ્ટ નૅમ કે ફેમિલી નૅમ સજ્જડ કહી શકાય એ રીતે જોડાયેલાં હોય છે. સરનૅમ વાપરનાર વિશ્ર્વની પહેલી સંસ્કૃતિ ચીનની છે, જેના આરંભ ઇ. પૂ. ૨૮૦૦ની આસપાસ મળે છે તેથી ત્યાં સરનૅમનું ચલણ કેટલા વ્યાપક પ્રમાણમાં હોય તે કલ્પી શકાય છે. ચીનમાં તો ખૂબ નજીકના મિત્રો પણ એકબીજાને મોટે ભાગે પૂરું નામ દઇને જ બોલાવતા હોય છે. ત્યાં ફર્સ્ટ નૅમનું પ્રમાણ અઢળક છે પણ સરનૅમ ઓછી છે અને મિડલ નૅમની પ્રથા નથી. ચીનમાં ફર્સ્ટ નૅમનું પ્રમાણ અધધધ હોવાનું કારણ એ છે કે ચાઇનીઝ ભાષાના દરેક અક્ષર(કેરેકટર)ને નામ તરીકે વાપરી શકાય છે. અંગ્રેજીના ૨૫ અને ગુજરાતીના ૩૬ અક્ષર યાદ રાખવામાં હાંફી જનારાઓને એ પણ કહી દેવાનું કે ચાઇનીઝ ભાષામાં અક્ષરો(કેરેકટરો)ની સંખ્યા ૮૦ હજાર જેટલી છે. જો કે સરનૅમની સંખ્યા માંડ ૫૦૦ જેટલી છે. આપણને ચાઇનીઝ નામ ખૂબ જ અટપટાં લાગે તેનું પણ કારણ છે. નામકરણ વિશ્ર્વના કોઇ પણ દેશમાં થયું હોય, મોટે ભાગે છોકરા અને છોકરીનાં નામોમાં સ્પષ્ટ ફરક દેખાતો હોય છે પણ ચાઇનીઝ નામો એમાંથી અપવાદ છે. તમે કોઇ પણ ચાઇનીઝ વ્યક્તિને ફક્ત ફર્સ્ટ નૅમ પરથી તે છોકરો હશે કે છોકરી તે સરળતાથી નક્કી ન કરી શકો. તે જ રીતે એક જ કેરેકટરના નામ હોવાથી ચીનનાં દરેક નામનો અર્થ નથી હોતો, પણ તે કેરેકટરને બીજા કેરેકટર સાથે વાપરીને તેનો અર્થ નીપજાવી શકાય છે. આપણી ભાષામાં સમજવું હોય તો એકનું નામ ફક્ત ‘આ’ છે, જે અર્થપૂર્ણ નથી, અને બીજાનું નામ ફક્ત ‘ભ’ છે એ પણ અર્થપૂર્ણ નથી પરંતુ બંને નામ-કેરેકટર સાથે વાપરીએ તો બનતો શબ્દ ‘આભ’ અર્થપૂર્ણ છે. જો કે ત્યાં એકથી વધારે કેરેકટરવાળાં નામો પણ વપરાય તો છે જ. મોટા ભાગની ચાઇનીઝ સરનૅમ એક જ ઉચ્ચારણની હોય છે (દા.ત. લી, યી, યંગ, વાંગ ઇત્યાદી)! અત્યારે ચીનમાં ‘લી’ સરનૅમ ધરાવતા લગભગ ૨૭૦ મિલિયન લોકો છે. બેશક, એ ચીનની સૌથી વધુ વપરાતી સરનૅમ છે. ત્યાં નામ જેવી મર્યાદા સરનૅમમાં નથી, દરેકે દરેક ચાઇનીઝ સરનૅમનો અર્થ છે. 

ઇઝરાયલનાં નામો પર પણ ધાર્મિક અસર સ્પષ્ટ છે. ઇઝરાયલની હિબ્રુ ભાષામાં ‘યલ’નો અર્થ ઇશ્ર્વર થાય, જે ત્યાંના (ઇઝરા‘યલ’ સહિત) ઘણાં બધાં નામોની પાછળ પ્રત્યય તરીકે આવે છે. ભારતનાં ‘એશ(ઇશ)’(જે પ્રત્યય ઇશ્ર્વર માટે વપરાય છે)સીરિઝનાં નામોની જેમ ઇઝરાયલમાં ‘યલ’ સીરિઝનાં નામોની ભરમાર છે એ સમાનતા આશ્ર્ચર્યજનક છે. ભારતમાં દિનેશ, ભાવેશ, કલ્પેશ જેવાં ‘એશ’ પ્રત્યય સાથે પૂરાં થતાં અનેક નામ બધા એ જ સાંભળ્યાં હશે અને એવી જ રીતે ઇઝરાયલમાં ઇમીલ, એરિયલ, ઇમાન્યુઅલ, મિખેઇલ, સેમ્યુલ અને ડેનિયલ જેવાં અનેક નામો જેનો અંત ‘યેલ’ પ્રત્યયથી થાય છે. આપણે ત્યાં ‘રામ’ નામથી બધા પરિચિત છે તે વપરાય પણ છે પરંતુ એની સાથે જ જોડાયેલું રાવણ નામ નથી વપરાતું, અર્જુન વપરાય છે પણ દુશાસન નામ નથી વપરાતું. તેવાં નામોની પણ યાદી તો થઇ જ શકે. યેસ, ઇઝરાયલના માસ્તરોએ ૨૦૦૫માં યહુદી માતાપિતાએ પોતના સંતાન માટે કયાં નામ ન રાખવાં જોઇએ એની યાદી બહાર પાડી હતી.

નામ પાડવા માટે જન્મતારીખ, સમય, વાર, વર્ષ વગેરે પણ ભાગ ભજવે છે તે ભારત અને શ્રીલંકા જેવાં અમુક દેશોમાં જ જોવા મળે છે. શ્રીલંકાનાં નામા સૌએ સાંભળ્યાં જ હશે, શ્રીલંકી નામો મહદઅંશે બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી આવ્યાં છે. નામપ્રથામાં શ્રીલંકા જાણીતું છે, વિશ્ર્વમાં સૌથી લાંબાં નામો માટે! બર્મામાં ફેમિલી નૅમની પ્રથા નથી પણ સ્પેન અને પોર્ટુગલમાં તો દરેક વ્યક્તિના બે બે ફેમિલી નૅમ હોય છે...

આટલી વાતો કર્યા પછી એવું તારણ આપવાનું રહે છે કે આ તો ‘નામ’ વિષયની ચર્ચાફલકનું વાતાયનમાંથી દેખાતું એક દૃશ્ય માત્ર છે! નામ ક્યારથી પડ્યાં? એ પ્રશ્ર્ન નિરુત્તર જ રહી જાય છે. આ મૂંઝવણ એકવાર આપણા હાસ્યસમ્રાટ બકુલ ત્રિપાઠીને પણ થઇ હતી અને તેમણે એક હાસ્યનાટક લખ્યું: ‘ભગવાને નામ પાડ્યાં’. તેમાં માનવીય ફરિયાદો લઇને જ્યારે માનવો દેવલોકમાં ભગવાન પાસે સમાધાન કરવા જાય છે, ત્યારે બધા જ ‘ઓલો’ ને ‘પેલો’ હતા તેથી ભગવાન ગૂંચવાયા અને લોકોને નામ આપવાનું સૂચવ્યું. તપેલી અને ટોપલીઓ લઇને નામ લેવા આવેલા મનુષ્યોને ભગવાને એવું ગોઠવી આપ્યું કે પૃથ્વી પર જઇને જે તમને સૌથી પહેલું દેખાય એ તમારું નામ- સાથે લાલ-ભાઇ-રામ-દાસ જેવા પ્રત્યયો આપ્યા. મનુષ્યો ધરતી પર આવ્યા, કોઇને પોપટ દેખાયો-તે બન્યા પોપટલાલ, કોઇને વાઘ દેખાયો તો તે બન્યો વાઘભાઇ, તો કોઇએ વળી પાછું ફરીને ભગવાનને જોયા-તે ભગવાનદાસ બન્યા. આમ થઇ નામ પડવાની શરૂઆત. જ્યાં સુધી કોઇ માની શકાય એવો ઇતિહાસ નથી મળતો ત્યાં સુધી એવું માનવામાં કોઇ વાંધો નથી કે... નામપ્રથાની શરૂઆત આવી રીતે જ થઇ (હશે)!

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=96518



જિયા ખાન અને અમિતાભ બચ્ચન: ડિપ્રેશન બે જનરેશનનું --- ગીતા માણેક

જિયા ખાને નાનકડા સંઘર્ષથી ગળાફાંસો ખાધો અને અમિતાભ બચ્ચને ‘જીવન હૈ તો સંઘર્ષ હૈ’ એ બ્રહ્મવાક્યના આધારે સંઘર્ષને ગળે ટૂંપો દીધો!.    યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

૧૮ વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનની હિરોઈન તરીકે બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર જિયા ખાને એટલી જ આઘાતજનક એક્ઝિટ કરી લીધી. જિયા ખાનને અંગત રીતે ન જાણનાર કે તેને ફિલ્મના પડદે એકવાર પણ ન જોઈ હોય એવા લોકોથી માંડીને આખું બોલીવુડ સ્તબ્ધ થઈ ગયું. ૨૫ વર્ષીય છોકરી આમ પંખા પર લટકી જાય એ દુ:ખદ ઘટના છે. નિશ્ર્ચિતપણે આઘાતજનક ઘટના છે. મિડિયાએ જિયા ખાનના મૃત્યુના સમાચારમાંથી જેટલા લીરાં ફાડી શકાય એટલા ફાડી લીધા છે, પરંતુ ટૂંકમાં કહીએ તો તૂટેલા સંબંધોની કરચો સાથે મતલબ કે તૂટલા-ફૂટલા પરિવારમાંથી આવતી આ ટીનએજર છોકરીએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ‘હાઉસફૂલ’ને ‘ગઝની’ જેવી ફિલ્મોમાં કામ કર્યંુ. આશાઓ, આકાંક્ષાઓ અને સપનાંઓ સીમા બહારનાં હતાં. યુવાન વયે શરીરમાં હોર્મોન્સનો ડાન્સ ચાલી રહ્યો હોય ત્યારે પ્રેમમાં પડવું સ્વાભાવિક હતું. આજના જમાનામાં લૈલા-મજનૂ, શિરી-ફરહાદ કે ફૉર ધૅટ મેટર એક દૂજે કે લિએ જેવા પ્રેમી કે પ્રેમિકાઓ મળવા લગભગ ઈમ્પોસિબલ હોય છે. આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી સાથે જિયા ખાનનું અફૅર હતું, પણ સૂરજ પંચોલીને અનુભવી પિતાએ સલાહ આપી હતી કે જ્યારે તે સુભાઈ ઘાઈની બ્લોકબસ્ટર ફિલ્મ હીરોની રીમેઈકમાં સુનીલ શેટ્ટીની દીકરી સામે આવી રહ્યો છે ત્યારે જિયા ખાન જેવી હવે ફલોપ સ્ટાર ગણાતી હિરોઈન સાથે તેનું નામ જોડાયેલું હોય એ તેની કારકિર્દી માટે ખતરનાક છે. આજના યુવાનોની જેમ કદાચ સૂરજ પંચોલીનો પણ ફંડા બહુ ક્લિઅર હતો, કૅરિયર ફર્સ્ટ પ્રેમ-બ્રેમ તો બધું ઠીક છે કે પછી કદાચ તેના જીવનમાં કોઈ વધુ બોલ્ડ, સેક્સી છોકરી આવી ગઈ. વ્હોટેવર, પણ જિયા ખાન બધા મોરચે ડિપ્રેસ્ડ હતી અને તેણે ઉપર ચાલતા પંખાનું આમંત્રણ સ્વીકારીને આપઘાત કરી લીધો.

જિયા ખાને જેની હિરોઈન તરીકે એન્ટ્રી કરી હતી તે અમિતાભ હરિવંશરાય બચ્ચન પણ એક તબક્કે સખત ડિપ્રેસ્ડ રહ્યા હશે. જે અભિનેતાનો ઘેરો, ઘૂંટાયેલો અવાજ આજે તેમના વ્યક્તિત્વની અમૂલ્ય મિલકત ગણાય છે એ જ અવાજને ઓલ ઈન્ડિયા રેડિયોએ ધુત્કારી કાઢેલો. તાડ જેવો હીરો ન ચાલે એમ કહીને દિગ્દર્શકોએ પાછો મોકલી દીધો હતો. સાત હિંદુસ્તાની ફિલ્મથી એક્ટિંગ કારકિર્દી શરૂ કરનાર આ હીરોને કોઈ રોલ દેવા તૈયાર નહોતું. મોટા દીકરા હોવાને નાતે ઘરની આર્થિક જવાબદારી નિભાવવાની હતી. એ યુવાન વયે પણ અમિતાભે હતાશા, નિરાશા અને આજે જેને ડિપ્રેશનનું નામ અપાય છે એ સ્થિતિ અનુભવી હશે. પછી તો સફળતાનાં શિખરો સામે ચાલીને આવવા માંડ્યા. કુલી ફિલ્મ વખતનો લગભગ મૃત્યુના મુખ સુધી પહોંચાડી આવનાર અકસ્માત, રાજકારણી તરીકેની પછડાટ અને બોફર્સકાંડમાં અમિતાભ બચ્ચનનું નામ ખરડાયું હતું. મુશ્કેલીઓનો એક લાંબો દૌર હતો.

ત્યાર પછી આવ્યું એબીસીએલ, એબીસીએલમાં પણ જબરદસ્ત પછડાટ ખાધી અને બેન્ક બેલેન્સનું તળિયું આવી ગયું હતું. માથા પર દેવાના ડુંગર ખડકાયેલા હતા અને ઘર લિલામ થઈ જાય ત્યાં સુધીની નોબત આવી હતી. એ ભયાનક દિવસોની વાત ખુદ અમિતાભ બચ્ચને જ એક ઈન્ટરવ્યૂમાં કરી હતી. એ સમય હતો જ્યારે અમિતાભ ઉંમરના એક એવા પડાવ પર હતા, જ્યારે મોટા ભાગના લોકો રિટાયરમેન્ટ પ્લાન્ટ કરવા માંડ્યા હોય એટલે કે ૬૦ની ઉંમર પર પહોંચવામાં હતા.

ઈન્ટરવ્યૂ લેનાર તેમના પરિવાર સાથે ગાઢ સંબંધ ધરાવનાર પુષ્પા ભારતીજી હતાં. એ વખતે તેમણે અમિતાભ બચ્ચનને પૂછ્યું હતું કે તારા પિતા સાઠ વર્ષની આસપાસ હતા ત્યારે તેમણે કવિતા લખી હતી:

હવે શિખર એવું

કે આપણે બંને એકબીજા માટે નથી પર્યાપ્ત

કોઈ ત્રીજો જ હાથ મને અને તને સહારો આપે.

મુલાકાત લેનારે પૂછ્યું કે તને પણ આવા કોઈ સહારાની જરૂર મહેસૂસ નથી થઈ રહી? અમિતાભ બચ્ચને જવાબ આપ્યો હતો કે ‘મારો સ્વભાવ જ એવો છે કે મને કોઈ મિત્ર કે સાથીની જરૂર નથી પડી. આ જ મુલાકાતમાં તેમણે પોતાની આર્થિક અને માનસિક સ્થિતિની વાત કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું હતું.’ હું બિલકુલ વ્યવહારકુશળ નથી. જ્યાં સુધી ફાઈનાન્સ એટલે કે પૈસાની લેવડદેવડ, પૈસા રાખવા-સાચવવા અંગેનો સવાલ છે તો મને કંઈ જ નથી આવડતું. તમે મને જડ, મૂર્ખ કહી શકો છો. હું મારી જાતને ઓળખી શક્યો ત્યારે પોતાનો વ્યવસાય સંભાળવા અજિતાભ લંડન ચાલ્યો ગયો હતો. મારા મેનેજરોએ કરેલા વિશ્ર્વાસઘાતને કારણે મેં શરૂ કરેલી કંપની એબીસીએલ નિષ્ફળ ગઈ હતી. મને ધંધો કરતા આવડ્યું નથી. મારા માથા પર દેવું વધતું જતું હતું. મને સમજાતું નહોતું કે તાંતણો ક્યાંથી પકડું કે ગૂંચવણ ઉકેલવાનો કોઈ તો છેડો મળે. હું દિવસ-રાત વિચારતો રહેતો કે આ બધું કેવી રીતે ક્યારે અને શા માટે થયું? હું એક સારી નોકરીની તલાશમાં હતો અને તે શોધતાં-શોધતાં ફિલ્મોમાં આવી ગયો હતો. ફિલ્મોમાં પૈસા મળતા હતા અને તે સિવાય મને એવું પણ લાગતું હતું કે મારી ભીતર એક કલાકાર છે. મને કળા વ્યક્ત કરવાની અભિલાષા હતી. ફિલ્મ ક્રાફ્ટ માટેની જિજ્ઞાસા હતી. હું એટલો લાલચુ ક્યારેય નહોતો કે ક્રીએટીવ અર્જને ભૂલીને પૈસાની પાછળ દોડું... મેં ક્યારેય એનું નહોતું વિચાર્યંુ કે આજે મારો સૂરજ મધ્યાહ્ને તપે છે તો તેની રોશનીમાં હું કંઈ પણ કરી શકું. સાચું કહું છું, મને બરાબર ખ્યાલ રહ્યા કરતો હતો કે અત્યારે બપોરનો ઉજાસ છે- જરૂર છે, પણ કાલે સાંજ પડશે. એટલે જ જ્યારે સારા સમયનો નિરંતર દોડતો ઘોડો થાકવા અને હાંફવા માંડ્યો ત્યારે હું બિલકુલ વિચલિત નહોતો થયો, કારણ કે આવા સમય માટે હું માનસિક રીતે હંમેશાં તૈયાર રહ્યો હતો. હું જાણતો હતો કે હંમેશાં ઊંચાઈ પર રહેવું શક્ય નથી.

અમિતાભ બચ્ચને કહ્યું કે હું અંદરથી ત્યારે તૂટવા માંડ્યો જ્યારે મને જાણ થઈ કે જેમના પર હું પૂરેપૂરો વિશ્ર્વાસ રાખતો હતો તેઓ જ મને ઉધઈની જેમ અંદરથી કોરી રહ્યા હતા, જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે તો હું ચારે તરફથી ઘેરાઈ ગયો હતો, ચક્રવ્યૂહમાં ફસાયેલા અભિમન્યુની જેમ. જેના માટે ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવું તો સહેલું હતું પણ એમાંથી બહાર નીકળતા તેને આવડતું નહોતું.

મારું બૅન્ક અકાઉન્ટ ‘નીલ’ હતું અને કોર્ટમાં મારી સામે પંચાવન કેસ દાખલ થઈ ચૂક્યા હતા. મારી પાસે એક ઘર બચ્યું હતું અને એ પણ લિલામ થવાની તૈયારીમાં હતું. મારી પાસે કોઈ ફિલ્મ નહોતી. અભિષેકની કારકિર્દી હજુ શરૂઆતના તબક્કામાં હતી. લોકોની કે સમાજની મને પરવા નહોતી પણ અંદરથી હું ઘૂંટાઈ-ઘૂંટાઈને મરી રહ્યો હતો કે મારા પોતાના પરિવારને કઈ રીતે મોઢું દેખાડીશ. ક્યાંથી શરૂ કરું, શું કરું, કેવી રીતે કરું? પણ મારે કંઈકને કંઈક ઉદ્યમ તો કરવો જ પડશે એની મને ખબર હતી. મેં એક બાળકની જેમ શીખવાનું શરૂ કર્યંુ. હાથ ફેલાવીને, હાથ જોડીને શીખ્યો, બે-અઢી વર્ષ સુધી હું વિદ્યાર્થી બની રહ્યો. હું શીખી તો ઝડપથી રહ્યો હતો પણ ઈન્કમટેક્સ, કોર્ટ-કચેરીના ચક્કર ચાલુ થઈ ગયાં હતાં, કારણ કે હું દેવાદાર હતો. લેણદારોની ઉઘરાણી વધી રહી હતી. ઑફિસમાં મારે રોજ-રોજ અપમાનોના ઘૂંટડા ગળવા પડતા હતા. કોણ, ક્યારે એલફેલ બોલી જશે, ગાળ આપી જશે એનો ડર હંમેશાં રહેતો હતો. હું દિવસભર ભયાનક પરિસ્થિતિઓમાંથી પસાર થતો હતો અને રાતે મને ઊંઘ આવવાની બંધ થઈ ગઈ હતી. કોણ જાણે કેટલીય રાતો મેં આંખો ફાડી-ફાડીને, શૂન્યમાં તાકતાં વીતાવી હતી. મને કોઈ ઉંધાચત્તા વિચારો નહોતા આવતા, પણ હું રાતના અંધકાર, બાદ આવનારી સવાર મોં ફાડીને મારી રાહ જોતી બેઠી હશે કે ક્યારે આને પકડું અને ગળું દબાવું. હું ડરનો માર્યો રાતભર લાઈટ ચાલુ રાખતો હતો અને કમબખ્ત એવી આદત પડી ગઈ છે કે આજે પણ લાઈટ ચાલુ રાખીને જ ઊંઘી શકું છું.’

આ તબક્કે અમિતાભ બચ્ચનને ડાહ્યા માણસોએ સલાહ આપી હતી કે દેવાળું ફૂંકી દો અને લેણદારોમાંથી મુક્ત થઈ જાઓ, પરંતુ અમિતાભ બચ્ચને એ ઉકેલ ન અપનાવ્યો. ઊલટું તેમણે વધુ દેવું કરીને એ જ લાઈફ સ્ટાઈલ સાથે જીવવાનું ચાલુ રાખ્યું, કારણ કે તેઓ પોતાના પરિવારને આ બધી વાતની જાણ કરવા નહોતા માગતા.

કોઈ પણ સામાન્ય માણસ તૂટી પડે, ભાંગી પડે અને આ સખત મુશ્કેલ સ્થિતિમાં આત્મહત્યા કરવાનું પણ વિચારે, પણ ઊલટું તેમણે જીમ જવાનું શરૂ કર્યંુ, શરીરની વધુ સારી રીતે સંભાળ લેવાનું શરૂ કર્યંુ, કારણ કે તેમના જ શબ્દોમાં કહીએ તો ‘મને ખબર હતી કે મારે જીવતા રહેવાનું છે, નહીં તો મારા મા અને બાબુજીનું શું થાય? તેમની મૅડિકલ ટ્રીટમેન્ટનું શું થાય? તેમની સારવાર અંગેના નિર્ણયો કોણ લે? મારા પરિવારની સંભાળ કોણ લે?’

એ વખતે અમિતાભ બચ્ચન પર ૯૦ કરોડનું દેવું હતું. એવી અફવા ફેલાવા માંડી હતી કે તેમના બંગલાનું લિલામ થવાનું છે. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન કેવી રીતે ટકી રહ્યા? નાનપણમાં તેમના પિતા હરિવંશરાય બચ્ચને તેમને આપેલી એક પંક્તિના આધારે: ‘મન કા હો તો અચ્છા હૈ ઔર મન કા ના હો તો ઔર ભી અચ્છા હૈ’ તેમણે તેમના પિતાના આ વાક્યને બ્રહ્મવાક્ય ગણીને એના પર અતૂટ વિશ્ર્વાસ રાખ્યો હતો.

આફતો બટેલિયનમાં આવી હોય એવા એક-બે દિવસ નહીં પૂરા અઢી વર્ષ અમિતાભ બચ્ચને કાઢ્યા. આ મુશ્કેલીના ગાળા વખતે તેમના પિતા હરિવંશરાય બચ્ચન વૃદ્ધ અને શારીરિક રીતે ખૂબ અસ્વસ્થ પણ હતા. તેઓ એટલા વૃદ્ધ થઈ ગયા હતા કે તેમની સાથે લાંબી વાતચીત પણ થઈ શકે એમ નહોતી, પણ એ ડિપ્રેશનના કાળમાં અમિતાભ બચ્ચનને તેમના પિતા પાસે બેસીને ય શાંતિનો અનુભવ થતો. એક દિવસ આ જ રીતે અમિતાભ બચ્ચન તેમના પિતા પાસે બેઠા હતા અને તેમના મોંમાંથી નીકળી ગયું, ‘બાબુજી! જીવન મેં બડા સંઘર્ષ હૈ.’

હરિવંશરાય બચ્ચને તત્ક્ષણ જવાબ આપ્યો, ‘બેટા, જીવન હૈ તો સંઘર્ષ હૈ. જબ તક જીવન હૈ તબ તક સંઘર્ષ હૈ’

બસ, હરિવંશરાયના પુત્ર અમિતાભને બાકીનું જીવન જીવવા માટેનું એક બ્રહ્મવાક્ય મળી ગયું. અમિતાભ બચ્ચને કહ્યું કે એ ક્ષણથી હું સંઘર્ષ અને જીવનને એક દૃષ્ટિથી જોવા માંડ્યો. હવે કોઈ સંઘર્ષ મને તોડી નહીં શકે એવો વિશ્ર્વાસ અંદરથી વધવા માંડ્યો. હવે તો સંઘર્ષ પણ વહાલો લાગવા માંડ્યો અને જીવન પણ!

કાશ! જિયા ખાને અમિતાભ બચ્ચન સાથે એક્ટિંગ કરતાં-કરતાં અભિનયના પાઠ લેવાની સાથે-સાથે જીવન જીવવાના પાઠ શીખી લીધા હોત તો તેણે ગળે ફાંસો ખાવો ન પડ્યો હોત!

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=94053


કેટલીક વાતો કોઈને કહેવાની નહીં: કઈ કઈ વાતો --- સૌરભ શાહ

માર્ચ યર-એન્ડિંગને આ કૉલમ સાથે વળી શું લેવા દેવા? ઘણી બધી. જેમ હિસાબના ચોપડા આ મહિનાના અંત સુધીમાં સરખા કરી નાખવાના, જેમ આ ફાઈનાન્શ્યલ યર પૂરું થતાં પહેલાં ડિપાર્ટમેન્ટના બજેટ પ્રમાણે મળેલી ગ્રાન્ટ વાપરી નાખવી પડે એમ કૉલમમાં અધૂરા રહી ગયેલા વિષયોની સિરીઝ પૂરી કરી લેવાની.

બે-ત્રણ વિષયો જે આપણે શરૂ કર્યાં પણ અધૂરા રહી ગયા એને થર્ટી ફર્સ્ટ માર્ચ પહેલાં અંજામ પર લઈ આવવા પડશે. અને એવું કે સિરીઝ લખવાના ઈરાદે વિષયની માંડણી કરી હોય ત્યાં જ કોઈક એવો ધગધગતો કરંટ ટૉપિક ફૂટી નીકળે કે એ વિશે દિમાગમાં ચાલતી ધમાચકડી તમારી સમક્ષ વ્યક્ત કર્યે જ છૂટકો. એટલે એ અધૂરાં કામ આ અઠવાડિયે પૂરાં કરીએ (જો કોઈ એવો નવો કરન્ટ ટૉપિક ફૂટી ન નીકળે તો).

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આધુનિક ચાણક્ય કહીએ છીએ એ સંદર્ભમાં મોદી કયા કયા ચાણક્ય સૂત્રને અનુસરી રહ્યા છે એ વિશેની વાત આ મહિનાના આરંભે શરૂ કરી હતી. મોદીની વાત એ જ લેખમાં પૂરી થઈ ગઈ પણ ચાણક્યવાળી વાત બાકી રહી ગઈ હતી. પૂરી કરી લઈએ.

‘ચાણક્ય નીતિ’ના સાતમા અધ્યાયના પ્રથમ શ્ર્લોકમાં રોજિંદા વ્યવહારોમાં આપણે સૌ જે ભૂલ વારંવાર કરતા હોઈએ છીએ એનો નિર્દેશ છે:

અર્થનાશં મનસ્તાપં ગૃહિણી ચરિતાનિ ચ

નીચવાક્યંચાપમાનં મતિમાન્ન પ્રકાશયેત્॥

બુદ્ધિમાન માણસ આટલી વાતોને મનમાં જ રાખે છે, કાયરેય એને પ્રગટ થવા દેતો નથી: પોતાને થયેલું આર્થિક નુકસાન, કોઈનાં વાણીવ્યવહારથી થયેલું મનદુખ, પત્નીની ચારિત્ર્યહીનતાની વાત, કોઈ નીચ વ્યક્તિ તરફથી સાંભળેલી હલકી વાતો અને કોઈના દ્વારા થયેલા પોતાના અપમાનની વાતો.

પોતાને ધંધામાં કેવું નુકસાન થયું, કોઈએ તમારી સાથે કઈ રીતે આર્થિક બાબતમાં ઠગાઈ કરી, કેવી રીતે તમે દેવાના કળણમાં ફસાઈ ગયા એવી કથા કહેવાનું ઘણાને ગમતું હોય છે. એમને લાગતું હોય છે કે આવી વાતો સાંભળીને બીજા લોકો સહાનુભૂતિ દર્શાવશે, પોતે અત્યારની પોતાની કંગાલિયતને જસ્ટિફાય કરી શકશે. હકીકતમાં આવી વાતો કરવાનું પરિણામ ઊંધું જ આવે છે. જેને પોતાનો પૈસો સાચવતાં નથી આવડતું એને આર્થિક મદદ કરીશું તો પણ એ ઊંચો નથી આવવાનો એવી છાપ સર્જાય છે. પોતાની નિર્ધનતા માટે બીજાનો વાંક કાઢનારાઓ પ્રત્યે કોઈનેય સહાનુભૂતિ થતી નથી. નિર્ધન વ્યક્તિની નજીક આવતાં લોકો ડરે છે અને નજીકની વ્યક્તિઓને તમારી નિર્ધનતાની જાણ થતાં જ તે તમારાથી ધીમે ધીમે દૂર સરકી જાય છે: ખબર નહીં, ક્યારે તમે એમની પાસે તમારાં રોદણાં રડીને પૈસા માગી બેસો.

કોઈ પણ બાબતે માનસિક સંતાપ વેઠી રહ્યા હો ત્યારે એ સંતાપ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય પોતાની જાત સાથે વાતચીત કરવાનો જ છે. બીજાઓની સમક્ષ તમારા સંતાપનો ઊભરો ઠાલવવાની ટેવ જ ખોટી. તમે વાતે વાતે ફરિયાદ કરો છો, તમારો સ્વભાવ જ કચકચિયો છે, તમને તો દુનિયામાં બધું જ તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે એવું લાગે છે - આવી છાપ બીજાઓના પર પડશે તો તેઓ તમને દૂર રાખશે. કયારેક કોઈક ગંભીર પ્રૉબ્લેમ જીવનમાં સર્જાયો હોય અને એ વખતે તમે તમારા નિકટના મિત્ર / સાથી / કુટુંબીજન સાથે એની ચર્ચા કરો ત્યાં સુધી ઠીક છે. પણ જ્યારે મળો ત્યારે એમની આગળ તમારા સંતાપનો પટારો ખોલીને બેસી જશો તો કોઈ તમારી સાથે સંબંધ નહીં રાખે. લોકો બે ઘડી મોજ માટે તમને મળે છે, કંઈક નવી - ઈન્ટરેસ્ટિંગ વાતોની આપલે માટે મળે છે. દર વખતે તમારાં આંસું લૂછવા માટે એમને પોતાનો રૂમાલ આપવાનું ગમવાનું નથી.

પત્નીની ખરાબ ચાલચલગત વિશેની વાત ત્રીજી કોઈ વ્યક્તિને ન થાય. ત્રીજી વ્યક્તિ ગમે એટલી નિકટની હોય તો પણ. આ વાત એટલી સેન્સિટિવ છે કે દાવાનળની જેમ ફેલાઈ જશે. સરવાળે તો તમારું જ ખરાબ દેખાવાનું છે. અને શક્ય છે કે જેને તમે આ વાત કહેશો તે પુરુષ હશે તો એ જ તમારી પત્નીની નિકટ જવાની કોશિશ કરશે અને કોઈ સ્ત્રીને આ વાત કહેશો તો એ સ્ત્રી તમારી નજીક સરકવાની કોશિશ કરશે. છેવટે તો આવી વાતો કરવાનો અંજામ દાંપત્યજીવનની તિરાડ વધારે પહોળી થવામાં જ આવવાનો છે. ચાણક્યે ગૃહિણીના ચારિત્ર્યનો જ શ્ર્લોકમાં ઉલ્લેખ કર્યો છે. પત્ની જ નહીં, પતિના ખરાબ ચારિત્ર્ય વિશે પણ પત્નીએ કોેઈની સાથે ચર્ચા ન કરવી જોઈએ. બીજું એક કારણ એ કે જો તમારા સ્પાઉઝને ખબર પડી ગઈ કે તમે ત્રીજી વ્યક્તિ સાથે આવી ચર્ચા કરો છો તો શક્ય છે એ આ રસ્તેથી પાછા વળવાનું વિચારતી હોય તો માંડી વાળે: મારી આબરૂ એની આંખમાં એવી જ છે તો ભલે, જાઓ હું એવી જ / એવો જ રહીશ. નુકસાન તમારું જ છે એમાં.

સમાજમાં નીચ લોકો ઘણા હોવાના. તમારી હાજરીમાં તેઓ બીજાઓ વિશે ટીકા કરશે, એમના વિશે જોક્સ કરશે, એમની ખરાબ બાબતો વિશે કહેશે. તમને એમ થાય કે હું ક્યાં આવું બોલું છું, ને તમે સાંભળ્યા કરો. પણ આમાં જોખમ છે. તમે એ નીચ વ્યક્તિની વાતમાં ટાપશી નહીં પૂરી હોય, ઈવન એનો કદાચ વિરોધ પણ કર્યો હશે ને તોય એ નીચ વ્યક્તિ તમારાથી છૂટા પડતા પછી ગામ આખામાં કહેતી ફરશે કે હમણાં જ હું ફલાણાને (એટલે કે તમને) મળીને આવ્યો ને અમે ઢીકણા (એટલે કે કોઈ ત્રીજા જ માણસ વિશે) આવી આવી વાતો

કરી. આવું સાંભળનારના મનમાં નક્કી એવી છાપ પડવાની કે તમે જે વાત સાંભળી લીધી એ એટલા માટે સાંભળી કે તમે પણ પેલી ત્રીજી વ્યક્તિ વિશે એવું જ માનો છો. આમ નીચ વ્યક્તિ પોતાના અભિપ્રાયોને તમારી ઈચ્છા વિના તમારા નામે ચડાવી દેવામાં સફળ થઈ જાય છે.

તમારું કોઈએ અપમાન કર્યું હોય ત્યારે બે જ વ્યક્તિને એ વાતની ખબર છે - તમને અને જેણે તમારું અપમાન કર્યું છે એને. અપમાન કરનારી વ્યક્તિ આ વાત કદાચ ચાર જણને કહેશે પણ એ ચાર જણમાંથી બે જણ તો એમ જ વિચારશે કે ખરેખર આ માણસે એનું અપમાન કર્યું હશે કે પછી અમસ્તી જ વાત કરે છે. પણ તમે જ્યારે કોઈને તમારા અપમાનની વાત કરો છો ત્યારે સાંભળનાર સાચું જ માનશે. પોતાનું અપમાન થયું છે એવું કોઈ ખોટેખોટું થોડું કહે. કોઈ જ્યારે તમારું અપમાન કરે છે ત્યારે તમારામાં જ લાગણીઓ સર્જાય છે - સમસમી જવાની, ભોંઠા પડવાની, શરમની - એ બધી જ લાગણીઓ ફરી ત્યારે તમારામાં સર્જાય છે જ્યારે તમે એ કિસ્સાની વિગતો કોઈ ત્રીજાને કહો છો. આમ ફરી વખત તમે જ તમારામાં એ બધી લાગણીઓ સર્જવા માટે જવાબદાર બનો છો. પોતાના અપમાનની વાત કોઈને કહેવાનો મતલબ એ કે આ વખતે તમે જ તમારું અપમાન કર્યું.

જિંદગીમાં આ પાંચ જ નહીં બીજી એવી ઘણી વાતો હશે જે કોઈને ન કહેવામાં જ માલ છે. ચાણક્યે આ પાંચ કહી એટલે આપણે એ પાંચને વિગતે સમજી લીધી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=157826

કાશ, સોનામાં સુગંધ હોત અને વિદ્વાનો પાસે ધન હોત
જિંદગીમાં અનેક પ્રયત્નો કર્યા પછી, કડી મહેનત કર્યા પછી પણ કેટલાક લોકો ઉપર નથી આવતા એનું કારણ શું? ઈમોશનલ ક્વોશન્ટ - ઈ. ક્યુ.-ની ટર્મ તો હમણાં હમણાંની છે. ચાણક્યે આવી કોઈ ટર્મ કૉઈન કર્યા વિના ચાણક્યનીતિના સાતમા અધ્યાયના ૧૬મા શ્ર્લોકમાં કહ્યું: ‘જેનો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો છે, જે સદા કટુ વાણી બોલે છે, જે પોતાની દરિદ્રતામાં રચ્યોપચ્યો રહે છે, પોતાના સ્વજનો સાથે વેરભાવથી વર્તે છે, જે નીચ લોકોની સંગતમાં પડ્યોપાથર્યો રહે છે અને જે કુળહીન લોકોની ચાકરી કરે છે એ લોકો નરકમાંથી આ પૃથ્વી પર અવતરેલા હોય છે.’

ક્રોધિત સ્વભાવ અને હંમેશાં કડવાં વેણ બોલવા - એ બે કુલક્ષણોવાળી વ્યક્તિ ગમે એટલી પ્રતિભાવાન અને મહેનતી હશે તો પણ પૃથ્વી પર પોતાના માટે નવું નરક બનાવીને જ રહેશે. દરિદ્રતા માત્ર ધનની નહીં, હૃદય જેનું સાંકડું છે, જેનામાં ઉદારતા નથી એ પણ દરિદ્ર છે. બીજાઓને નિ:સ્વાર્થભાવે જે મદદ નથી કરી શકતો એ પણ દરિદ્ર જ છે. નકામાં લોકોની કંપનીને કારણે વ્યક્તિમાં સુવિચારો ક્યારેય આવતા નથી, આવે તો ટકતા નથી. જે માણસ સ્વભાવે ખાનદાન નથી એની સેવા કરવાનો, એના માટે કંઈ પણ કામ કરવાનો કોઈ ફાયદો

નથી.

ધનની મહત્તા વિશે ચાણક્ય આઠમા અધ્યાયના પ્રથમ શ્ર્લોકમાં જ જણાવી દે છે: ‘નાના લોકો ધનને જ સર્વસ્વ માને છે, મધ્યમ સ્તરના લોકો ધનની સાથે પોતાના સન્માનને પણ મહત્ત્વ આપે છે પણ ઉત્તમ સ્તરના લોકો કેવળ પોતાના સન્માનને સર્વશ્રેષ્ઠ ગણે છે.’

દુ:ખ અનેક પ્રકારનાં હોવાના જીવનમાં. પણ એમાંય સૌથી મોટું દુ:ખ કયું? ચાણક્યની દૃષ્ટિએ પોતાની વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ થાય ત્યારે, ભાઈભાંડુઓ મિલકત હડપી લે ત્યારે અને બે ટંકના ભોજન માટે બીજાઓ પર આધાર રાખવો પડે ત્યારે વ્યક્તિ સૌથી વધુ દુખી હોય છે.

વિદ્વતાના ગુણને ચાણક્ય સર્વોચ્ચ ગણે છે અને કહે છે: વિદ્વાનની જ સર્વત્ર પ્રશંસા થાય છે, વિદ્વાનની સર્વત્ર પૂજા થાય છે. વિદ્યા દ્વારા સંસારની તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે.

પણ વિદ્યા સાથે ધન કેમ નથી આવતું? સરસ્વતી અને લક્ષ્મી સાથે કેમ એક ઘરમાં રહી શકતાં નથી? કુદરતનો આ જ નિયમ છે, એવું આશ્ર્વાસન આપતાં ચાણક્ય કેટલીક ઉપમાઓ સાથે સમજાવે છે: સોનામાં સુગંધ હોત, શેરડીના સાંઠામાં ફળ લાગતું હોત, ચંદનના ઝાડને પુષ્પ ઉગતાં હોત, વિદ્વાનો ધનિક હોત અને રાજાઓ દીર્ઘાયુ હોત તો કેટલું સારું થાત!

કોઈ તમારું કહ્યું માનતું નથી, તમને ગણતું નથી, તમારી કોઈને પરવા નથી એવી લાગણી થઈ છે ક્યારેય? એનું કારણ જાણવાની કોશિશ કરી છે? નવમા અધ્યાયના નવમા શ્ર્લોકમાં ચાણક્ય કહે છે: ‘જે રૂઠી જશે એવો ભય ન હોય, જે સંતુષ્ટ થશે તો એની પાસેથી ધનની પ્રાપ્તિ થશે એવી લાલચ ન હોય, જે નથી કોઈનું બગાડી શકતો કે નથી કોઈને લાભ કરાવી શકતો એવો માણસ પ્રસન્ન થાય કે અપ્રસન્ન - કોઈને શું કામ એની પડી હોય.’

દસમા અધ્યાયના ત્રીજા શ્ર્લોકમાં ચાણક્યના વિચારો વાંચીને તમારી આંખો ઉઘડી જશે, તમે તમામ ઉધામા છોડીને તમને જે મળી રહ્યું છે એમાંથી સંતોષ મેળવી લેશો. કહે છે: જે વ્યક્તિ સુખની ઈચ્છા રાખે છે એણે વિદ્યાપ્રાપ્તિની આશા છોડી દેવી જોઈએ. અને જો એ વિદ્યા પ્રાપ્ત કરવા માગે છે તો સુખનો પરિત્યાગ કરવો જોઈએ કારણ કે સુખાર્થીને વિદ્યા અને વિદ્યાર્થીને સુખ ક્યારેય મળતું નથી.

આપણને ખબર હોય છે કે આપણામાં કયા ગુણો છે, કયા નથી. કેટલાક ગુણ જન્મજાત હોય છે, સ્વભાવગત હોય છે - કહો કે એ તમારા ડીએનએને કારણે જ તમારામાં આવે છે. પ્રયત્ન કરવાથી થોડો ઘણો સુધારોવધારો થાય, દંભ કરવાથી બીજાઓને તમે દેખાડી શકો કે તમારામાં એ ગુણો છે પણ ચાણક્ય કહે છે કે આ ચાર ગુણ ઈશ્ર્વર તમને જન્મથી જ આપે છે, એ કેળવી શકાતા નથી, ગમે એટલા પ્રયત્ન પછી પણ મેળવી શકાતા નથી. કયા ચાર ગુણ: દાનશીલતા અથવા ઉદાર સ્વભાવ. પ્રિય અથવા મધુર વાણી. ધીરજ અને વિવેક અથવા તો સારા-નરસાનું જ્ઞાન કે પછી ઉચિત શું, અનુચિત શું એવી નીરક્ષીર બુદ્ધિ.

કોની પાસેથી શું શીખી શકાય? ચાણક્ય કહે છે: રાજપુત્રો પાસેથી વિનય અને નમ્રતા, વિદ્વાનો પાસેથી ઉત્તમ વિચારો, જુગારીઓ પાસેથી જુઠ્ઠું બોલવાની કળા અને સ્ત્રીઓ પાસેથી છળકપટની વિદ્યા શીખી શકાય.

આની સાથે જ ચાણક્ય કહે છે કે આવકનાં સાધનોનો વિચાર કર્યા વિના આડેધડ ખર્ચા કરતી વ્યક્તિ, વારંવાર કલહ કરતી વ્યક્તિ અને બધી જ સ્ત્રીઓ સાથે સંભોગ કરતો નર બહુ જલદી નષ્ટ પામે છે.

રજનીશે કહ્યું હતું કે વર્તમાનમાં જીવો? એમણે તો કહ્યું જ હતું. ચાણક્યે રજનીશના જન્મના સેંકડો વર્ષ પહેલાં કહ્યું, તેરમા અધ્યાયના બીજા શ્ર્લોકમાં: ‘વીતી ગયેલી ઘટનાને યાદ કરીને શોક કરવો નહીં, ભવિષ્યની ચિંતા કરવી નહીં. બુદ્ધિમાન એ છે જે વર્તમાન વિશે જ વિચારે છે.’

ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ જવાની દિશા જડી ગઈ છે. ચાણક્ય હવે ધીમે ધીમે એ તરફ લઈ જાય છે. આ જ અધ્યાયના ૧૩મા શ્ર્લોકમાં કહે છે: સંસારમાં કોઈનેય મનચાહ્યું સુખ મળતું નથી. સુખદુખની પ્રાપ્તિ ઈશ્ર્વરને આધીન છે (મનુષ્યના પ્રયત્નોને નહીં) માટે જે કંઈ સુખ મળે એમાં સંતોષ માની લેવો, વધુ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરીને દુખી થવું નહીં.

જિંદગીમાં શું કરવું છે એની સ્પષ્ટતા જેનામાં નથી એવા લોકો દુખી જ રહેવાના. ૧૫મા શ્ર્લોકમાં ચાણક્યે કહ્યું છે: પોતાના કર્તવ્યપથ વિશેનો નિર્ણય નહીં કરી શકનારા લોકોને ન ઘરમાં સુખ મળે છે, ન વનમાં. ઘરમાં તેઓ મનોમન બળ્યા કરે છે અને વનમાં પોતાના પરિવાર-આપ્તજનોને છોડી દેવાની પીડા એમને બાળે છે.

ઘણું મોટું આશ્ર્વાસન છે આ શ્ર્લોકમાં - ૧૪મો અધ્યાય, ત્રીજો શ્ર્લોક:

પુનર્વિત્તં પુનર્મિત્રં પુનર્ભાર્યા પુનર્મહી

એતત્સર્વં પુનર્લભ્યં ન શરીરં પુન: પુન:॥

ધન નવેસરથી મળી શકે છે, નવા મિત્રો ફરી મળી શકે છે, પત્ની બીજી મળી શકે છે, જમીન પાછી મળી શકે છે પણ આ શરીર ફરી કયારેય મળવાનું નથી (માટે આરોગ્ય સાચવો, શરીરની ર્જીણાવસ્થા વહેલી ન આવે એની તકેદારી રાખો).

ચાણક્યનીતિ અને ચાણક્યસૂત્રોનો અભ્યાસ કરીને, એને જીવનમાં ઉતારીને નરેન્દ્ર મોદીની જેમ આપણે પણ વડા પ્રધાન બનીશું કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી પણ એક સારા મતદાતા તો જરૂર બની શકીએ. પૂરું.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=157912