પાણીની સપાટી કોઈ પણ પ્રવાહીની સપાટી કે બ્રહ્માંડમાં કોઈ પણ સપાટી આપણે જોઈએ તો ઉપર ઉપરથી લાગે કે તે મુલાયમ - ઢીલી ઢીલી કે લચેલી લાગે, ન લાગે કે તે બધી દિશામાંથી તણાયેલી સપાટી છે. - સ્ટ્રેચ્ડ મેજબ્રૅન છે. હકીકતમાં તે બધી દિશાઓમાંથી તણાયેલી સપાટી હોય છે, બધી દિશાઓમાંથી તણાયેલી ચાદર જેવી હોય છે. સપાટીના આ ગુણને સપાટી પર અંદરના ભાગમાંથી લાગતું બળ કહે છે. અંગ્રેજીમાં તેને સરફેસ ટેન્શન કહે છે. પ્રવાહીમાં આપણે આ ગુણ જોઈ શકીએ છીએ.
પ્રવાહીની સપાટીના આ ગુણને લીધે જીવ - જંતુઓ તેના પર ચાલી શકે છે અને મચ્છરોએ તેની પર મૂકેલાં ઇંડાં તેની પર આસાનીથી તરી શકે છે, તે ડૂબી જતાં નથી અને જીવે છે. કુદરતે આ રીતે મચ્છરોનાં ઇંડાં પણ જીવી શકે તેની વ્યવસ્થા કરી છે. - કુદરતે ઠંડા પ્રદેશમાં જળચરોને જીવાડવા ૪ અંશ સેલ્સિયશ ઉષ્ણતામાનવાળા પાણીને સૌથી ભારે બનાવી રાખ્યું છે જેથી કડકડતી ઠંડીમાં પાણીનું ઉષ્ણતામાન ઘટે ત્યારે પાણી જ્યારે ૪ અંશ સેલ્સિયશ ઉષ્ણતામાને પહોંચે ત્યારે તે સૌથી ભારે થઈ જાય અને તળિયા પર બેસે જ્યારે વધારે ઠંડીમાં ઉપરનું પાણી બરફ થઈ જાય ત્યારે જળચરો તળિયે રહેલા હૂંફાળા પાણીમાં આવી જાય અને જીવી જાય. એવી ભયંકર ઠંડી ભાગ્યે જ પડે કે તળિયાના ૪ અંશ ઉષ્ણતામાનવાળા પાણીને પણ બરફ બનવું પડે. આમ આપણા બધા ઉપર, જીવંત જળચર, ખેચર, ભૂચર પ્રાણીઓ ઉપર કુદરતની ઘણી દયા છે. આપણે કુદરતની દયા પર જ જીવીએ છીએ પણ આપણે માનીએ છીએ કે આપણે કુદરત પર દયા કરીએ છીએ.
આપણી સ્થિતિ પાણીની સપાટી પર જીવતા મચ્છરો જેવી જ છે. કુદરતે પૃથ્વી બનાવી. તેને જીવંત રાખવા તેના પેટાળમાં ધગધગતો લાવા રાખ્યો પણ તેના પર સપાટી બનાવી જેને આપણે પોપડો કહીએ છીએ અને તેની પર આપણે જીવીએ છીએ. આ પોપડો જો ડૂબે તો આપણા બધાંનું આવી જ બને. ગરમ દૂધ પર જેમ પોપડો બંધાય અને તેની નીચે ગરમ દૂધ હોય તેવું જ પૃથ્વીની સપાટીનું છે. આપણને જીવાડવા કુદરતે પૃથ્વી ફરતે વાયુમંડળ બનાવ્યું જેથી તેની હૂંફથી આપણે જીવી શકીએ. પૃથ્વીની બહારથી સૂર્યમાંથી કે બ્રહ્માંડમાંથી આવતાં શક્તિશાળી કિરણો અને વિદ્યુત ભારવાહી પદાર્થકણોથી બચાવવા પૃથ્વીની ફરતે ચુંબકીય ક્ષેત્રે (મેગ્નેટિક ફિલ્ડ) બનાવી રાખ્યું. બોલો, કુદરતની આપણા પર કેવી દયા છે? પણ આપણે એકબીજા પર દયા રાખતાં નથી. આપણે બધી વાતે નગુણા છીએ માટે જ દુ:ખી થઈએ છીએ.
જો પાણીમાં કેરોસીન રેડીએ તો પાણીનું સરફેસ ટેન્શન ઓછું થઈ જાય છે અને સપાટીની ચાદર ઢીલી પડી જાય છે અને મચ્છરોનાં ઇંડા પાણીમાં ડૂબી જઈ નાશ
પામે છે.
પાણીના રેણુઓમાં આકર્ષણ શક્તિ છે. તે એકબીજાને આકર્ષે છે. સપાટી પરના રેણુઓ પ્રવાહીમાં રહેલા રેણુઓથી નીચેની તરફ આકર્ષાય છે, તે પ્રવાહીની સપાટીને બધી દિશાઓમાંથી તાણે છે. સપાટી તણાયેલી ચાદર બને છે. આ કુદરતનું મહાન સ્વરૂપ છે. રસ્તાઓ પર કે કોઈ પણ સપાટી પર આ ક્રિયા થાય છે.
વનસ્પતિના મૂળમાંથી પાણી તેની છેક ટોચે પહોંચે છે. તે પ્રવાહીના કેશાકર્ષણના ગુણથી ચઢે છે. તેને અંગ્રેજીમાં કેપિલારિટી એકશન કહે છે. તે આ સરફેસ ટેન્શનની દેન છે, આમ ન થતું હોત તો વૃક્ષો પૃથ્વી પર હોત જ નહીં. આપણી નસો અને તેની પેટાનસોમાં પણ આ ક્રિયા કાર્યરત છે જેથી આપણે જીવી શકીએ છીએ.
કેશાકર્ષણ બે પ્રકારના હોય છે. જો પ્રવાહી જે વાસણમાં રાખ્યું હોય તેને ભીંજવે. દા. ત. પાણી તો પ્રવાહીમાં રાખેલ નળીમાં પાણી ઊંચે ચઢે છે અને જો પ્રવાહી વાસણને ન ભીંજવે. દા. ત. પારો (મરક્યુરી) તો તેમાં પ્રવાહી નીચે ઊતરે છે. પ્રવાહીના અણુઓ કે રેણુઓ વચ્ચે જે આકર્ષણનું બળ હોય છે તેને કોહેસીવ ફોર્સ કહે છે અને પ્રવાહી અને વાસણના રેણુઓ કે અણુઓ વચ્ચે જે બળ હોય છે તેને અડહેસીવ ફોર્સ કહે છે. ફેવિકોલ જેવા પદાર્થો અડહેસીવ છે.
કેશાકર્ષણ છેવટે ગુરુત્વાકર્ષણ પર આધારિત છે. જો ગુરુત્વાકર્ષણ વધારે તો કેશાકર્ષણ વડે પાણીની નળીમાં પાણી ઓછું ઊંચે ચઢે છે. પણ જો ગુરુત્વાકર્ષણ ઓછું હોય તો પાણીની નળીમાં પાણી વધારે ઊંચે ચઢે છે. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ, પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણથી છ ગણું ઓછું હોય છે. તેથી ચંદ્ર પર પાણી નળીમાં છ ગણું વધારે ઊંચે ચઢે છે. મંગળ પર ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ કરતાં ત્રણ ગણું ઓછું હોય છે. તેથી ત્યાં પાણીની નળીમાં કેશાકર્ષણથી પાણી ત્રણગણું વધારે ચઢે છેે. આ નળી પાતળી હોય તે જરૂરી છે.
ગુરુગ્રહ પર ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ કરતાં ૨.૬ ગણું વધારે છે. તેથી ત્યાં પાણીની નળીમાં પાણી ૨.૬ ગણું ઓછું ચઢે છે.
અંતરીક્ષમાં ગુરુત્વાકર્ષણ લગભગ નહીંવત્ છે ત્યાં પાણીની પાતળી નળીમાં પાણી અસીમિત ઊંચે ચઢે છે. જો નળી અસીમિત લાંબી હોય તો તેમાં પૂરા મહાસાગરનું પાણી ઊંચે ચઢી જાય અને મહાસાગર ખાલી થઈ જાય. જો કે આવડી મોટી નળી બનાવવી અઘરી પડે.
અંતરીક્ષમાં આવી નળી બનાવી શકાય પણ પૃથ્વી પર આવી લાંબી નળી ન બનાવી શકાય. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ માત્ર ૧૦ કિલોમીટર ઊંચે નળીને જ સ્વીકારે, નહીં તો તેને તોડી નાખે અથવા તો વધારાની ઊંચાઈ પૃથ્વીની અંદર ઘૂસી જાય. જો અંતરીક્ષમાં આવી નળી બનાવી શકાય અને તેની વચ્ચે કોઈ ગુરુત્વાકર્ષણ ન આવે તો આ નળી ૧,૪૦,૦૦૦ અબજ અબજ કિલોમીટર લાંબી એટલે કે ઊંચી બની શકે આ સૈદ્ધાંતિક રીતે શક્ય બને પણ વાસ્તવિક રીતે શક્ય ન બને.
આશ્ર્ચર્યની વાત એ છે કે કુદરતે આપણને પશુ-પંખી - વનસ્પતિને, પૃથ્વી પરના પૂરા જીવનને જીવવા બધી જ સુવિધા કરી આપી છે. તો પણ આપણે પૃથ્વી પર દુ:ખી દુ:ખી છીએ તેના જવાબદાર આપણે જ છીએ.
વિસ્તૃત થતાં બ્રહ્માંડની ખુદની ચાદર ટેન્શનમાં છે તો આપણે વળી કઈ વાડીના મૂળા? હરેક માનવી
કોઈને કોઈ પ્રકારના ટેન્શનમાં છે. કોઈ દુ:ખી ટેન્શનમાં છે, તો કોઈ સુખી ટેન્શનમાં છે. ટેન્સન વગર બ્રહ્માંડમાં કોઈ જગ્યા નથી. સ્થિતિસ્થાપકતા ટેન્શનને ગળી જાય છે. બ્રહ્માંડની દરેક વસ્તુ પર ટેન્શન છે. ટેન્શન ખતમ થઈ જાય તો ફુગ્ગો ફૂટી જાય છે. બ્રહ્માંડમાં ગતિ વગર જીવી શકાય નહીં અને ગતિ હોય ત્યાં ટેન્શન રહેવાનું જ. બ્રહ્માંડમાં જાતજાતના ટેન્શન છે અને સરફેસ ટેન્શન તેમાંનું એક છે. કોઈને કામનું ટેન્શન છે. તો કોઈને દામનું ટેન્શન છે. કોઈને રોટીનું, તો કોઈને કપડાંનું, તો કોઈને મકાનનું. જીવનનો અર્થ જ ટેન્શન છે. ટેન્શન વગરનું જીવન, જીવન હોતું નથી. દબાણ (પ્રેસર, ટેન્શન) કોના પર નથી.
સૂર્ય પર, તારા પર, ગ્રહો પર, મંદાકિનીઓ પર. દબાણ બધા જ પર છે. ગમે તેટલો મોટો માણસ હોય તે ટેન્શન નીચે જ હોય છે. ટેન્શનથી જ કુદરત કામ કરે છે અને કરાવે છે. જે દરેક પ્રકારના ટેન્શન મુક્ત હોય તેણે મોક્ષ પ્રાપ્તિ કરી છે તેમ જાણવું. શંકરાચાર્ય, નરસિંહ મહેતા, જ્ઞાનદેવ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેવા મહાત્માઓ મોક્ષ પ્રાપ્ત હતા, કારણ કે તેઓ કોઈ પણ પ્રકારના ટેન્શન મુક્ત મહાત્માઓ હતા.

No comments:
Post a Comment