Sunday, October 11, 2015

બ્રહ્માંડમાં જીવન કેવી રીતે ઉત્પન્ન થયું? --- ડૉ. જે. જે. રાવલ

28-06-2015

આપણે આપણી આજુબાજુ જોઈએ તો ઘરમાં માતા-પિતા હોય, આપણો મોટો ભાઈ હોય, નાનો ભાઈ હોય, મોટી બેહન હોય, નાની બહેન હોય, ન પણ હોય. હવે તો કુટુંબમાં બે જ બાળકોનો રિવાજ છે, તેથી આપણને એક ભાઈ કે બહેન હોય, તે મોટી બહેન, મોટો ભાઈ, નાની બહેન કે નાનો ભાઈ હોય. કુટુંબમાં એક જ બાળક હોય તો તેને સગો ભાઈ કે બહેન ન હોય. આપણી ઉપર માતા-પિતા સ્નેહ વરસાવતાં હોય, આપણી ચિંતા કરતાં હોય. આજુબાજુ કુટુંબોમાં આવી જ પરિસ્થિતિ હોય, પણ તેઓ માત્ર તેના જ કુટુંબની ચિંતા કરતા હોય. આપણી સાથે ભાવ રાખે પણ તે તેટલા જ પૂરતો. શહેર કે ગામમાં આમ બધા ભેગા પણ આમ જુદા જુદા. સૌ પોતપોતાની ચિંતા કરે. ઉત્સવમાં ભેગા હોય. એકબીજા સાથે દોસ્તી હોય. એક જ ગામ કે શહેરમાં બધા અલગ અલગ હોય પણ તેમ છતાં તે બધા એક ગામના કે શહેરના ગણાય. તેમાં કાંઈક ગુણો સરખા આવી જાય. કાળિયા સાથે ધોળિયો બાંધીએ તો વાન ન આવે પણ હાન આવે. આમ વિવિધતામાં એકતા દેખાય. આમ એક ગામના લોકો કે એક શહેરના લોકોને ગામનું લેબલ લાગે, જેમ કે મુંબઈકર, અમદાવાદી, દિલ્હીઆઈટ વગેરે.

બીજે નજર નાખીએ તો આપણી આજુબાજુ પશુ-પંખી અને પ્રાણીઓ નજરે પડે. તેમના પ્રકારો વિવિધ. જરા આગળ નજર દોડાવીએ તો જાતજાતનાં વૃક્ષો, જાતજાતનાં ફળો, ફૂલો. ઉપર આકાશ નીચે ધરતી. રાતે આકાશમાં અગણિત તારા દેખાય. દિવસે સૂર્ય તપે તો રાતે ચંદ્ર શીતળતા પાથરે. તારા વચ્ચે ગ્રહો વિહાર કરતા દેખાય.

બીજી બાજુ નદી, નાળાં, સરોવરો, તળાવો, ખાબોચિયાં, પહાડો એમ ઘણું નજરે દેખાય. થાય કે શું આ બધું આપણા માટે હશે? કહેવાય છે કે પૃથ્વી પર ૮૪ લાખ જીવન યોનિઓ છે. મચ્છર, માંકડ, બેક્ટેરિયા. જીવનની કેટલી બધી જાતો! બધા જ આપણી માફક જ છે. જુદા જુદા પણ ભેળા. તો થાય કે આવું જીવન પૃથ્વી પર કેવી રીતે ઉદ્ભવ્યું હશે? કેળ પર કેળાં જ થાય અને આંબા પર કેરીઓ. આ બધું ખરેખર આપણને નવાઈ પમાડે. પ્રશ્ર્ન એ છે કે કેળને કેળાં જ કેમ થાય અને આંબે કેરીઓ જ કેમ થાય? આ પ્રશ્ર્ન વિદ્વાનો અને વિદ્યાર્થીઓમાં ચર્ચાતો રહ્યો. હવે વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે આ ગુણ તો માનવીના ડીએનએ - આરએનએ અને જીન્સમાં હોય છે. તો થાય કે આવો ગુણ શા માટે. શું પૃથ્વી પરની ૮૪ લાખ યોનિઓના જીન્સ અલગ અલગ હશે? શું તેમના ડીએનએ - આરએનએ અલગ હશે? પૃથ્વી પરની ૮૪ લાખ યોનિઓમાં ૮૪ લાખ જીન્સ હશે? શું આ યોનિઓની સંખ્યા વધતી જશે? શું માનવીની દરેક જાતમાં પણ વધારે ને વધારે વિકાસ થશે?

આ બધી જુદી જુદી જાતની યોનિઓમાં જીવનસ્તર અલગ અલગ છે. બધામાં જ જીવન છે. ઉદાહરણસ્વરૂપ વૃક્ષોમાં જીવન છે પણ તે ચાલી નથી શકતાં. આપણા કરતાં તે ઊતરતું જીવન નથી, પણ ઊંચું જીવન છે, કારણ કે આપણે તો રોટલા માટે દોડધામ કરવી પડે છે, જ્યારે તે પોતાની જગ્યાએ જ રહીને ખોરાક મેળવે છે. તેને ઘરની જરૂર નથી, કપડાંની પણ જરૂર નથી. તેને રોટી, કપડાં, મકાનની ચિંતા નથી. શું તે આપણા કરતાં ઉચ્ચ જીવન નથી? પથ્થરનું જીવન તો વૃક્ષોના જીવન કરતાં પણ ઊંચું છે. તેને તો ખોરાકની પણ જરૂર નથી. આ બ્રહ્માંડમાં કોઈ વસ્તુ એવી નથી જે જીવંત નથી. માત્ર ફરક એટલો છે કે તેમાં જીવનના સ્તરો અલગ અલગ છે. માટે જ આપણે હાલ સુધી માનતા હતા કે વૃક્ષો સજીવ નથી, પથ્થર જીવંત નથી. મહાવીર સ્વામીએ કહ્યું છે કે કારણ વગર પથ્થરને પણ ઠેસ મારવી નહીં. પથ્થર જીવંત છે. પથ્થર જીવંત નથી તો પૃથ્વી જીવંત નથી, તો સૂર્ય જીવંત નથી, તો બ્રહ્માંડ જીવંત નથી અને આપણે પણ જીવંત નથી. બ્રહ્માંડ છે તો મંદાકિની (ગેલેક્સી) છે. ગેલેક્સી છે તે સૂર્યો છે - તારા છે. તારા છે તો ગ્રહો છે અને ગ્રહો છે તો આપણે છીએ.

આપણે સ્વતંત્ર છીએ જ નહીં. આપણને બહારથી જ ખોરાક, હવા, પાણી મળે છે. જો એ ન મળે તો આપણું અસ્તિત્વ જ ન રહે. આપણે એકબીજા પર જ આધાર રાખીએ છીએ. આપણે ખરા અર્થમાં સ્વનિર્ભર નથી. આપણને હવા-પાણી, ખોરાક પંચમહાભૂતો જ પૂરા પાડે છે. પૂરા બ્રહ્માંડમાં પંચમહાભૂતો છે. પંચમહાભૂતો પોતે જ જીવંત છે. આંખો આપણી છે પણ પ્રકાશ તો બહારથી જ આવે છે જે આપણને જોવામાં મદદ કરે છે.

હવે પ્રશ્ર્ન એ છે કે જીવન એટલે શું? જીવન શું કેમિસ્ટ્રી (રસાયણ) છે. આપણા વડ-દાદા કોણ? પ્રથમ જીવન ક્યારે ઉત્પન્ન થયું હશે અને કેવી રીતે ઉત્પન્ન થયું અને તે શેનું બનેલું હતું અને હાલમાં શેનું બનેલું છે? વિજ્ઞાનીઓ કહે છે કે જીવન હાઈડ્રો-કાર્બનનું બનેલું છે, એટલે કે હાઈડ્રોજન અને કાર્બનનું.

બ્રહ્માંડમાં જીવન કેવી રીતે ઉત્પન્ન થયું હશે તે જાણવા પ્રથમ પ્રયોગ ભારતીય - બ્રિટિશ વિજ્ઞાની જે. બી. એસ. હલધન અને રૂસી વિજ્ઞાની ઑપરીને કરેલો. તેનો બીજો પ્રયોગ સ્ટેન્લી મિલર અને હેરોલ્ડ યૂરીએ કરેલો. તેઓએ પ્રયોગશાળામાં પૃથ્વી જન્મી તે વખતનું વાતાવરણ સર્જ્યંુ. જોયું કે ખૂબ જ ઉચ્ચ ઉષ્ણતામાને ગ્રીનહાઉસ વાયુઓના માધ્યમમાં જ્યારે વીજળી પસાર કરવામાં આવે છે ત્યારે એમિનો એસિડ ઉતપ્ન થાય છે જે જીવનનો મૂળ જીવનરસ છે. એટલે કે જીવન બહુ ભયંકર પરિસ્થિતિનું પરિણામ છે. તે એરકન્ડિશન્ડ પરિસ્થિતિમાં ઉત્પન્ન થયું નથી. પૃથ્વી જન્મી ત્યારે નાઈટ્રોજન, કાર્બનડાયોકસાઈડ, સલ્ફરડાયોકસાઈડ અને પાણીની વરાળથી ઘેરાયેલી હતી. આ વાયુમંડળનું તાપમાન બહુ જ ઊંચું હતું. તેમાં ભયંકર વીજળી ઝબૂકતી હતી. આવા ભયંકર વાતાવરણમાં પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયું છે. જો આ વાયુમાં ઓક્સિજન ઉમેરવામાં આવે તો જીવન ઉત્પન્ન થતું નથી. એટલે કે ઓક્સિજન ભલે પ્રાણવાયુ હોય પણ તે જીવન ઉત્પન્ન કરનાર વાયુ નથી પણ તે જીવન ઉત્પન્ન થતું અટકાવનાર વાયુ છે. એટલે કે જીવન ગ્રીનહાઉસ વાયુઓમાંથી ઉત્પન્ન થયું છે જેને આપણે ગંદા વાયુઓ કહીએ છીએ. એટલે કે જીવન ગંદકીમાંથી ઉત્પન્ન થયું છે, માટે જ જ્યાં જ્યાં ગંદકી હોય છે ત્યાં જીવન ઉત્પન્ન થાય છે. જીવનનો મૂળ પદાર્થ પ્રોટીન છે. ડીએનએ-આરએનએ અને જીન્સ જીવનની ઈંટો છે. માટે જીવનને જાણવું હોય તો આપણે જીન્સને જાણવા પડે. તે જીવનનું બધું જ રહસ્ય જાણે છે. જીન જ ઈશ્ર્વરનો એક ચહેરો છે. બ્રહ્માંડમાં બીજે જીવન શોધવું હોય, મંગળ પર જીવન શોધવું હોય તો આપણે ત્યાંના થોડા જીન્સ મળી જાય તો વાત બને. પૃથ્વીના વાયુમંડળમાં આમ પહેલા ડીએનએ-આરએનએ,જીન્સ બન્યા, એમિનો એસિડ ઉત્પન્ન થયો અને જીવને વિકાસ શરૂ કર્યો.

વાસ્તવમાં જીવન શું છે? કુદરતે બ્રહ્માંડને કયા કારણસર ઉત્પન્ન કર્યું છે? શા માટે ચલાવે છે? તેનો કોઈ હેતુ છે કે નિરંજન નિરાકાર પણ આકારવાળી કુદરતે એમ જ તેને ઉત્પન્ન કર્યું છે. હકીકતમાં આપણા વડ-દાદા કોણ હતા? ભારતીય પૌરાણિક કથામાં વિષ્ણુ મહાસાગરમાં પોઢયા છે. તે શેષનાગની શૈયામાં સૂતા છે. આ શૈયા શેના પર આધારિત છે? તેની આપણને જાણ નથી. તેમની નાભિમાંથી કમળ પ્રગટ થયું, તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને તેમણે આ દુનિયા બનાવી. વિષ્ણુ ભગવાનની નાભિમાંથી પ્રથમ કમળ જ કેમ ઉત્પન્ન થયું? બ્રહ્માએ પ્રથમ માનસપુત્રો ઉત્પન્ન કર્યાં અને એ ઋષિ - મુનિઓએ દુનિયા રચી. આ બધી વાતો તર્કથી સમજાય તેમ નથી. બ્રહ્માંડનાં મૂળભૂત રહસ્યોને કોઈ જાણતું નથી. માટે જ ઈશ્ર્વરને ચિત્રમાં લાવવામાં આવ્યા છે. બ્રહ્માંડ શા માટે ઉત્પન્ન થયું તે જ મૂળ પ્રશ્ર્ન છે.

આજથી પાંચસો વર્ષ પૂર્વે લોકો આપણા પોતાના શરીરની આંતરિક રચના વિષે પણ કાંઈ જાણતા ન હતા. શરીરને દૈવી માનતા. ઈશ્ર્વરે ઉત્પન્ન કર્યું છે તેમ માનતા હતા. ધીરે ધીરે વિજ્ઞાનીઓ જીવવિજ્ઞાનશાસ્ત્ર સમજતા થયા. જીવન માત્ર પંચમહાભૂતની કેમિસ્ટ્રીથી ઉત્પન્ન થયું છે અને છેવટે પંચમહાભૂતમાં મળી જાય છે, પણ આ બધું શા માટે કોઈ જાણતું નથી. બ્રહ્માંડની વસ્તુઓમાં રહેલું સંવેદન અદ્ભુત બાબત છે. તેજ જીવનને ભવ્ય બનાવે છે, જીવંત બનાવે છે. જીવનમાં માયા કેટલી જબરી છે.

એક બાળક જન્મે કે તરત જ રડે છે. તે તરત જ સ્તનપાન કરવા લાગે છે. આ વાત આશ્ર્ચર્ય પમાડે છે. શરૂઆતમાં તો તે નિદ્રાને આધીન રહે છે. પછી આંખો ખોલે છે. તેને જે જોઈએ તે માટે વિવિધ પ્રકારે રડે છે. તે માતાને ઓળખે છે, મોટું થયા પછી બાળક બીજા માણસ આગળ જવા માટે ઈનકાર કરે છે. પછી તેના મગજમાં બધી માહિતી એકઠી થાય છે. તેને માહિતી હોય તેજ કાર્ય બરાબર કરી શકે છે માટે જ માનવીને શિક્ષણની જરૂર છે. મગજ એક અદ્ભુત કોમ્પ્યુટર છે. માનવીનું મગજ પોતે જ વિચારી પોતાનો રસ્તો નક્કી કરી શકે છે. કોમ્પ્યુટરમાં આ શક્તિ નથી. ભવિષ્યમાં કોમ્પ્યુટર પોતે જ વિચારી શકશે, પણ માનવીના મગજની જેમ ઓરિજિનલ વિચાર નહીં કરી શકે. માનવીના મગજની શક્તિ અદ્ભુત છે. માનવી અને મશીનમાં આટલો ફરક પડે છે. (ક્રમશ:)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=166436

05-07-2015

બ્રહ્માંડમાં આપણે એકલા જ છીએ?

પૃથ્વી ઉપર અનેક યોનિઓનું જીવન છે, પણ તેની મૂળભૂત ક્રિયાઓ તો સરખી જ છે અને બધું જ જીવન હાઇડ્રોકાર્બન પર આધારિત છે. આ પૃથ્વી પરના જીવનની વિશિષ્ટતા છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે બીજા ગ્રહ પર જીવન સીલીકેટ પર આધારિત પણ હોઇ શકે. પૂરા બ્રહ્માંડમાં હાઇડ્રોકાર્બન પર આધારિત જીવન હોય તે જરૂરી નથી. પણ બ્રહ્માંડમાં જે દિશામાં આપણે દૂરબીન તાંકીએ તે દિશામાં એમિનો એસિડના રેણુઓ મળી આવે છે. માટે મહદ્અંશે લાગે છે કે બ્રહ્માંડમાં જીવન હાઇડ્રોકાર્બન પર આધારિત હશે.

અંતરિક્ષમાંથી જે ઉલ્કા આવે છે તેમાં પણ એમિનો એસિડ મળી આવે છે. ધૂમકેતુઓમાં પણ પાણી અને હાઇડ્રોકાર્બનના રેણુઓ મળી આવે છે. માટે લાગે છે કે બ્રહ્માંડમાં આપણે એકલા નથી. બીજે પણ જીવન હોવું જોઇએ.

જ્યાં સુધી આપણી ગ્રહમાને લાગેવળગે છે ત્યાં સુધી આપણા જેવું વિકસિત જીવન કયાંય પણ નથી. બુધ ગ્રહ પર દિવસે ઉષ્ણતામાન ૪૦૦ અંશ સેલ્સિયસ હોય છે. અને રાતે ઓછા ૨૬૦ અંશ સેલ્સિયસ હોય છે. આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિમાં ત્યાં જીવન હોવાની શકયતા નથી. બુધ ગ્રહ ખડકાળ છે અને તેને વાયુમંડળ નથી.

સૂર્યથી જાણીતા ગ્રહોમાં બીજે નંબરે આવે છે શુક્ર ગ્રહ. શુક્ર ગ્રહ સાંજે પશ્ર્ચિમમાં અને સવારે પૂર્વમાં દેખાય છે. તે બહુ પ્રકાશિત ગ્રહ છે. તેની પ્રભા પાછળનું કારણ તેની ફરતેનું ઘટ્ટ વાયુમંડળ છે. શુક્ર પર જે વાયુમંડળ છે તે પૃથ્વી પરના વાયુમંડળ કરતાં ૧૦૦ ગણું વધારે ઘટ્ટ છે. એટલે આપણે ત્યાં જઇએ તો આપણો તો રોટલો જ થઇ જાય. શુક્ર ગ્રહના વાયુમંડળમાં કાર્બનડાયોકસાઇડ અને સલ્ફરડાયોકસાઇડ જેવા વાયુઓ છે અને તેમાં થોડું પાણી છે, તેની સાથે તે કાર્બોનિક એસિડ અને સલ્ફયુરીક એસિડ બનાવે છે. શુક્ર ઉપર આ એસિડોનો વરસાદ વરસે છે. શુક્ર પર ઉષ્ણતામાન ૫૦૦ અંશ સેલ્સિયસ છે. માટે શુક્ર પર આપણા જેવું જીવન પાંગરવાની શક્યતા જ નથી. બીજું શુક્ર તેની ધરી પર પૃથ્વીને મુકાબલે ઊલટો ઘૂમે છે. તે પૂર્વથી પશ્ર્ચિમ તરફ ઘૂમે છે. તેથી ત્યાં સૂર્યોદય પશ્ર્ચિમમાં થાય છે અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે. થોડું વિચિત્ર લાગે છે, ખરું ને? પણ આ હકિકત છે. શુક્રની બીજી વિચિત્રતા એ છે કે તેનો દિવસ તેના વર્ષ કરતાં લાંબો છે. વર્ષ ખતમ થઇ જાય પણ દિવસ ખતમ ન થાય. એટલે કે તે સૂર્યની પરિક્રમા કરી રહે પણ તે પોતાની ધરી પર ઘૂમી ન રહે. શુક્રને તેની ધરી પર ઘૂમી રહેતા પૃથ્વીના ૨૪૩ દિવસ લાગે છે અને તેને સૂર્યની પરિક્રમા કરતાં પૃથ્વીના ૨૨૪ દિવસ લાગે છે. માટે શુક્રનો દિવસ, તેના વર્ષ કરતાં લાંબો છે. કોઇપણ ગ્રહનો દિવસ એટલે તેને ધરીભ્રમણ કરતાં જેટલો સમય લાગે છે તે સમય. તે એટલો તો ધીરે ઘુમે છે કે તેને પોતાની ધરી પર એક વાર ફરી રહેતાં પૃથ્વીના ૨૪૩ દિવસ લાગે છે. એટલે કે પૃથ્વી પર ૨૪૩ દિવસ ચાલ્યા જાય ત્યારે શુક્ર પર માત્ર એક દિવસ જ પસાર થાય. એટલે કે શુક્રનો દિવસ પૃથ્વીના દિવસના ૨૪૩ ગણો લાંબો છે. એટલે કે ત્યાં પૃથ્વીના ૧૨૧.૫ દિવસ બરાબર દિવસ અને ૧૨૧.૫ દિવસ બરાબર રાત દિવસ થાય એટલે પૃથ્વીના ૧૨૧.૫ દિવસ કામ કરતા જ રહો અને પછી પૃથ્વીના ૧૨૧.૫ દિવસ સુધી ઉંઘતા જ રહો. પૃથ્વીનો દિવસ ૨૪ કલાકનો છે. ૧૨ કલાકની રાત અને ૧૨ કલાકનો દિવસ. વિજ્ઞાનીઓ માને છે કે શુક્રનું ધરીભ્રમણ બહુ ધીમુ છે. માટે તેને ઉપગ્રહો નથી. શુક્રનું કદ, ઘનતા અને ગુરુત્વાકર્ષણ પૃથ્વીના કદ, ઘનતા અને ગુરુત્વાકર્ષણ જેટલાં જ છે. આમ તે પૃથ્વીનો જોડિયો ભાઇ છે. તેમ છતાં પૃથ્વી પર જીવન છે અને ત્યાં જીવન નથી. તેની પાછળનું કારણ તેનું ભયંકર વાયુમંડળ છે. શુક્રને આવું વાયુમંડળ મળ્યું છે. કારણ કે તે સૂર્યની નજીક છે. માટે તેમાં બહુ જ થોડું પાણી રહ્યું, તેથી વરસાદ વરસ્યો નહીં અને તે પૃથ્વીની માફક જીવનથી ભરપૂર નંદનવન બની શકયો નહીં.

વિજ્ઞાનીઓ માને છે કે જો કોઇ ધૂમકેતુ શુક્ર પર ખાબકે તો શુક્રના વાયુમંડળમાં પાણી આવી જાય અને કાર્બનડાયોકસાઇડનું કાર્બન અને ઓક્સિજનમાં વિઘટન થઇ જાય અને સલ્ફરડાયોકસાઇડનું સલ્ફર અને ઓક્સિજનમાં વિઘટન થઇ જાય. આમ શુક્રના વાયુમંડળમાં પાણી અને ઓક્સિજન આવી જાય અને તે બીજી પૃથ્વી બની શકે, પણ આમ બનવું જોઇએ. તે ક્યારે બને? કુદરત જ એમ કરી શકે. જો એમ બને તો આપણી પડોશમાં જ બીજી પૃથ્વી બની રહે. આપણે ત્યાં જઇ શકીએ. તે સેટેલાઇટ સિટીની જેમ સેટેલાઇટ પૃથ્વી થઇ રહે. ત્યાં ગુરુત્વાકર્ષણ પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જેટલું જ હોઇ ત્યાં જઇને રહેવું તે પૃથ્વી પરના બીજા શહેરમાં જઇ રહેવું બરાબર થાય. પૂરા સૂર્યમંડળમાં પૃથ્વીની નજીકમાં નજીક જો કોઇ ગ્રહ હોય તો તે શુક્ર છે. જોકે પૃથ્વીની સૌથી નજીકનો આકાશીપિંડ ચંદ્ર છે, પણ ચંદ્ર, પૃથ્વીનો ઉપગ્રહ છે. બીજું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી છ ગણું ઓછું છે અને ત્યાં વાયુમંડળ નથી. આમ ચંદ્ર પૃથ્વીવાસીઓને રહેવા માટે સાનુકૂળ ન કહેવાય. ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકનો આકાશીપિંડ છે. તે પૃથ્વીથી માત્ર ૩,૮૪૦૦૦ કિલોમીટર દૂર છે જે વિશ્ર્વસ્તરે એક મિલીમીટર જ દૂર ગણાય. ચંદ્રનો દિવસ પૃથ્વીના દિવસનો ૩૦ ગણો લાંબો છે. ત્યાં દિવસ પૃથ્વીના ૫ દિવસનો છે અને તેટલી જ લાંબી તેની રાત છે. ચંદ્રનું વર્ષ પણ ૩૦ પૃથ્વીવર્ષ દિવસ લાંબુ છે. એટલે કે ચંદ્રનો દિવસ અને તેનું વર્ષ બંને સરખાં છે. અડધા વર્ષમાં ત્યાં દિવસ હોય અને પાછલા અડધા દિવસમાં ત્યાં રાત હોય. આપણે ત્યાં જઇએ તો પૃથ્વીના ૧૫ દિવસ સુધી સતત ત્યાં દિવસ હોય અને બીજા ૧૫ દિવસ સુધી સતત ત્યાં રાત હોય. આ પણ કુદરતની માયા છે. પૃથ્વી પર પણ ધ્રુવ પ્રદેશ પર પૃથ્વીના છ મહિના સુધી સતત દિવસ હોય છે અને પાછલા છ મહિના સતત રાત હોય છે. આની પાછળનું કારણ પૃથ્વીની ૨૩.૫ અંશ ઝુકેલી ધરી છે.

શુક્ર પર ઘટ્ટ વાયુમંડળ હોવાથી ત્યાં દિવસે તો તારા ન દેખાય, કદાચ સૂર્ય પણ ધુંધળો દેખાય, અથવા ન દેખાય અને રાતે તો તારા દેખાય જ નહીં. રાત્રિઆકાશ તારા વગરનું કાળુંધબ દેખાય. ત્યાં બ્રહ્માંડનો અભ્યાસ કરવો અને ત્યાંની ભૂમિ પર રહી બ્રહ્માંડને જાણવું અને નીરખવું અઘરું પડે.બીજી બીજી બાજુ ચંદ્ર પર વાયુમંડળ નહી હોવાને લીધે આકાશ રાત અને દિવસ કાળુંધબ દેખાય અને દિવસે કાળાધબ આકાશમાં તારા વચ્ચે સૂર્ય વિચરતો દેખાય. શુક્ર પર ઉષ્ણતામાન દિવસ અને રાત લગભગ સરખું ૫૦૦ અંશ સેલ્સિયસ રહે કારણ કે ત્યાં ઘટ્ટ વાયુમંડળ છે અને વાયુમંડળ જલદી ગરમ થાય નહીં અને જલદી ઠંડુ પડી જાય નહીં. જયારે ચંદ્ર પર વાયુમંડળ જ નથી માટે ત્યાં દિવસે ભયંકર ગરમી અને રાતે ભયંકર ઠંડી પડે. બુધ ગ્રહ પર પણ વાયુમંડળ નહી હોવાથી પરિસ્થિતિ બહુ વિચિત્ર છે, ચંદ્ર જેટલી જ વિચિત્ર બુધ, શુક્રની ધરી લગભગ સીધી છે. 

ચંદ્ર પર પરિસ્થિતિ બુધ અને શુક્ર પર જેવી ભયંકર નથી. ત્યાં સેલ્ફક્ધટેઇન્ડ કોલોની બનાવી રહી શકાશે. ચંદ્ર આપણને ભવિષ્યમાં ખૂબ જ મદદ કરવાનો છે. ત્યાં પૃથ્વીવાસીઓ રહેવા જશે. ચંદ્ર પૃથ્વીનું ઘર બની શકે ખરો. ત્યાં વાયુમંડળ નહીં હોવાથી બ્રહ્માંડનો અભ્યાસ ઉત્તમ રીતે થઇ શકે. અહીનું કોઇ પણ દૂરબીન લઇ જઇએ. ચંદ્ર પર આકાશના ઉંડાણમાં જોવાની તેની ક્ષમતા પચાસગણી વધી જાય. ચંદ્ર પર વાયુમંડળ નહીં હોવાથી તે વેક્યુમ રેફરીજરેટર બની રહ્યો છે. ત્યાં વર્ષો સુધી ખોરાક બગડે નહીં પણ ત્યાં રહેવા જવું હોય તો બહાર નીકળીએ ત્યાર સ્પેશસૂટ પહેરવું પડે, નહીં તો નાની નાની ઉલ્કા આપણા શરીરને ચાળણી કરી નાંખે અને તરત જ આપણે મૃત્યુના શરણે થઇ જઇએ.

ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ ઓછું હોવાથી હાર્ટના ઓપરેશન સારી રીતે થાય. હોસ્પિટલો કે વાતાવરણમાં ઇન્ફેકશન લાગે નહીં. વાતાવરણ નહીં હોવાથી અને ગુરુત્વાકર્ષણ નબળું હોવાથી ત્યાં સ્ફટીકો ખૂબ જ વિકાસ પામે. ત્યાં ફેકટરીઓ નાંખીએ તો દુષિત વાયુ વિશાળ બ્રહ્માંડમાં ચાલ્યા જાય. જોકે તે પણ વિશાળ બ્રહ્માંડમાં પ્રદૂષણ ફેલાવી શકે અને બ્રહ્માંડમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મજીવનને હાનિકારક બની શકે. ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી તે પૃથ્વીનું હકીતકતમાં સેટેલાઇટ સિટી, સેટેલાઇટ ગ્રહ બની શકે. પૃથ્વી સાથે તેનો વ્યવહાર પણ અકબંધ રહે. પૃથ્ની પરનું અંતરીક્ષયાન હાલની તેની ઝડપ પ્રમાણે આપણને આઠ જ કલાકમાં ચંદ્ર પર પહોંચાડી દેશે. ભવિષ્યમાં તે સ્પીડ વધશે અને તે આપણને છ જ કલાકમાં ચંદ્ર પર પહોંચાડી દેશે. અમદાવાદ જતી ગાડી અમદાવાદ પહોંચાડતાં આઠ કલાક લે છે. આમ વાહન- વ્યવહાર ઝડપી હશે. ચંદ્ર પર વાયુમંડળ નહીં હોવાથી રાત અને દિવસ આકાશનો અભ્યાસ થઇ શકે છે, રાતે તો બ્રહ્માંડનો ઉત્કૃષ્ટ અભ્યાસ થઇ શકે. વળી પાછો ચંદ્ર તો આપણો નજીકનો બ્રહ્માંડનો ઉત્કૃષ્ટ અભ્યાસ કરવા આનાથી વધારે સારી જગ્યા આપણા માટે એક પણ નથી. બીજું કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ કરતાં છગણું ઓછું છે માટે ત્યાં પલાયનગતિ (ઊતભફાય દયહજ્ઞભશિું) બહુ નાની છે. તેથી અંતરીક્ષમાં રોકેટ મોકલવા બહુ સરળ અને સસ્ત પડે. ભવિષ્યમાં પૃથ્વી અને ચંદ્ર જોડિયા હશે. અંતરીક્ષ યુગે હરણફાળ ભરી હશે. ચંદ્ર પરથી દેખાતી પૃથ્વીનું દૃશ્ય આપણને રોમાંચિત કરશે. પૃથ્વી પરથી ચંદ્ર જોવાનું જેટલું રોમાંચકારક છે તેના કરતા ચંદ્ર પરથી પૃથ્વી જોવાનું વધુ રોમાંચકારી હશે. સોળગણું વધારે રોમાંચકારી કારણ કે ચંદ્ર પરથી દેખાતી પૃથ્વી ચંદ્ર કરતાં ૧૬ ગણી વધારે પ્રકાશિત હોય છે અને પૃથ્વી પર મહાસાગરો, પ્રકૃતિ, પર્યાવરણ તેને બહુ સુંદર બનાવી રાખે છે. ચંદ્ર તો વાયુમંડળ વગરનો અને ખાડા ટેકરાવાળી કુબડો હોવાથી તેનું દૃશ્ય એટલું બધું રોમાંચકારી નથી બનતું.

ચંદ્રનો દિવસ અને વર્ષ એક સમાન એક જ મહિનાના હોય છે. તેથી ચંદ્ર તેનો એક જ ભાગ પૃથ્વી સામે રાખે છે. એટલે ૧૫ દિવસ રાતના ભાગે આકાશ દર્શન કરી પછી બીજા ૧૫ દિવસ રાતના ભાગે સ્થળાંતર કરો તો આપણા માટે સતત રાત રહે અને બ્રહ્માંડનું દર્શન આમ સતત ચાલ્યા જ કરે. ચંદ્ર પર દાળ-શાક બનાવ્યા હોય તો તે વર્ષો સુધી તાજા રહે છે, બગડતાં નથી કારણ કે એનું વેક્યુમ રેફરીજરેટર છે. ફળો પણ ત્યાં વર્ષો સુધી તાજા જ રહે છે.

ચંદ્ર હાલક-ડોલક થતો હોવાથી પૃથ્વી પરથી ઘણીવાર તેનો ૬૦ ટકા ભાગ આપણે જોઇ શકીએ છીએ. ચંદ્રનું ડાયનામિક્સ સમજવું ઘણું અઘરું છે. પૃથ્વી વિષુવવૃત્ત પર ફૂલેેલી છે અને તેની ઝૂકેલી છે તેથી તેના પર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના બળો લાગે છે તેથી પૃથ્વીની ધરી પરાંચગતિ (ઠજ્ઞબબહક્ષલ ળજ્ઞશિંજ્ઞક્ષ, ાયિભયતતશજ્ઞક્ષ, હાલકડોલક) કરે છે તેથી વસંતસંપાત બિન્દુ પશ્ર્ચિમ તરફ ખસે છે. અને તેના રિએકશનમાં. ચંદ્ર દર વર્ષે બે સેન્ટિમીટર દૂર જાય છે. તેથી ભવિષ્યમાં તે પૃથ્વી પરથી ખગ્રાસ સૂર્યગ્રહણ નહીં દર્શાવે. કંકણાકૃતિ ગ્રહણો વધતા જશે અને છેવચટે તે સૂર્યનું અતિક્રમણ (ઝફિક્ષતશિ)ં કરતો થશે અને ત્યારે સૂર્યની થાળી પર નાના ટપકા જેવું દેખાશે. આવે વખતે ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ નહીં થાય. માત્ર તેનું છાયાગ્રહણ જ દેખાશે. આપણી નજીકની ચંદ્રની અદ્ભુત દુનિયા છે. બાર અમેરિકી ચંદ્રયાત્રીઓએ ચંદ્ર પર ડગ માંડયા છે. ભારતે પણ ચંદ્રાયન નામનું અંતરીક્ષયાન ચંદ્ર પર મોકલ્યું હતું, સફળ રહ્યું હતું. હવે ભારત માનવ સહિતનું યાન ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. કયો ભારત કે કઇ ભારતી ચંદ્ર પર ઊતરેે છે તે જોવાનું રહે છે. ચંદ્ર પર ઊતરનાર ભારતીય છોકરા-છોકરી હાલમાં દશ-પંદર વર્ષનું ટીનેજર હશે. ચંદ્ર આપણું બીજું ઘર પણ થઇ શકે તેમ છે.(ક્રમશ:)


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=167072

12-07-2015


બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંય જીવન છે?

ચંદ્ર પર જીવન હોવાની શક્યતા નથી પણ સૂક્ષ્મ જીવન હોઈ શકે છે, કારણ કે ત્યાં પાણીના સ્ટ્રેસીસ મળ્યાં છે. તેની સપાટી પાસે પદાર્થ ગરમ થતો હોવાથી પાતળું એક મિલીમીટરનું વાયુમંડળ રચે છે. ચંદ્રના ઉલ્કાકુંડોમાં ધૂમકેતુઓ ખાબકે છે. ધૂમકેતુમાં જીવનરસ હોય છે. તેથી ચંદ્રના ઉલ્કાકુંડમાં સૂક્ષ્મ જીવન સંભવી શકે. 

હવે જ્યારે ચંદ્ર પર વિકસિત જીવનની શક્યતા નથી તો વિજ્ઞાનીઓની મંગળ પર જીવન છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે, ચંદ્ર પછી તરત જ બીજો ટારગેટ મંગળ છે. મંગળ પૃથ્વીથી સરાસરી સાડાસાત કિલોમીટર દૂર છે. તે નાનો ગ્રહ છે અને રંગે લાલ છે. કારણ કે તેમાં લોખંડના ક્ષારો છે જે મંગળને લોખંડના કાટનો લાલ રંગ પ્રદાન કરે છે. મંગળને લાલ રંગ હોવાથી ભૂતકાળમાં લોકો મંગળને લડાઈનો દેવતા માનતા. ૧૮૭૭ના ઓગષ્ટ મહિનામાં એઝાફ હોલે મંગળના બે નાના નાના ઉપગ્રહો શોધી કાઢ્યા તેનાં અંગ્રેજી નામો ફોબોઝ (ફીઅર રયયિ, ભય) અને ડાઈમોઝ (ટેરર-યિંિજ્ઞિિ, આંતક) રાખવામાં આવ્યા છે. મંગળની નજીકનો ઉપગ્રહ ધીરે ધીરે તૂટતો જાય છે, જે મંગળના પાંખાં વલયો બનાવે છે. 

મંગળ પૃથ્વીની કક્ષાની બહાર હોઈ તે પૃથ્વી પરથી જોતાં ઘણી વાર વક્ર (યિિિંજ્ઞલફિમય) ગતિ દેખાડે છે, તેથી લોકો ગભરાય છે. લોકો મંગળ, મંગળ ગ્રહ હોવા છતાં તેને અમંગળ માને છે. તે લોકોનું અજ્ઞાન છે. મંગળનો દિવસ પૃથ્વીના દિવસ જેવડો જ લાંબો ૨૪ કલાકનો છે. તેની ધરી પૃથ્વીની માફક ર૪ અંશે ઝૂકેલી છે. સૂર્યની પરિક્રમા કરતાં મંગળને બે વર્ષ લાગે છે. મંગળનું એક વર્ષ પસાર થતાં પૃથ્વીના બે વરસ પસાર થાય છે. જો મંગળ પર માનવી જન્મે અને તે રપ વર્ષનો થાય તો પૃથ્વી પર માનવી પચાસ વર્ષના થઈ જાય છે. મુસ્લિમ બિરાદરોની હીજરી સંવત ચંદ્રને આભારી હોવાથી તેનું વર્ષ નાનું છે અને તેથી હિન્દુ કેલેન્ડર પ્રમાણે તેની વય વધતી જાય છે. પૃથ્વી સૂર્યની બે પરિક્રમા કરી રહે છે તે સમય દરમિયાન મંગળ સૂર્યની એક જ પરિક્રમા પૂરી કરે છે. આમ મંગળનું વર્ષ લાંબું છે, પૃથ્વીના વર્ષ કરતાં અડધું. મંગળ પર તેથી ઋતુઓ પૃથ્વી પર ઋતુઓના સમયથી બમણા સમયની હોય છે. 

મંગળ પર સતત ધૂળની ડમરીઓ ઊડે છે. અને તેનું આકાશ તેથી ગુલાબી-રાતા-પીળા રંગનું હોય છે. ઉનાળામાં ત્યાં મોટી ડમરીઓ ઊડે છે. મંગળ પર પહાડો પૃથ્વી પરના પહાડો કરતાં ત્રણ ગણા વધારે ઊંચા છે, કારણ કે મંગળનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં ત્રણ ગણું ઓછું છે. જે ગ્રહનું ગુરુત્વાકર્ષણ ઓછું ત્યાં વસ્તુની ઊંચાઈ વધારે હોય છે, તેવો કુદરતનો નિયમ છે. મંગળ પરનો ઓલિમ્પસ મોન્સ નામનો પહાડ એવરેસ્ટ કરતાં ત્રણ ગણો ઊંચો છે. ચંદ્ર પર પણ પહાડો વધારે ઊંચાઈ ધરાવે છે. મંગળ પર વિશાળ કેન્યન છે. મંગળ પરથી સૂર્ય નાની તકતી દર્શાવે છે. મંગળના ચંદ્ર રાતે નાનાં નાનાં બિન્દુઓ જેવાં દેખાય છે. જ્યારે તે રાત્રિ આકાશમાં હોય ત્યારે તે દૃશ્યમાન થાય છે. મંગળીઓ છોકરો અને મંગલી છોકરી એ લોકોમાં પ્રવર્તતું અજ્ઞાન છે. 

મંગળ પર પાતળું વાયુમંડળ છે તે પૃથ્વીના વાયુમંડળથી સો ગણું પાતળું છે. તેમાં કાર્બનડાયોક્સાઈડ વાયુ છે. ત્યાં ઉષ્ણતામાન ઘણું નીચું રહેતું હોવાથી ત્યાં કાર્બનડાયોક્સાઈડ બરફ થઈ ગયો છે. મંગળના ધ્રુવ પ્રદેશો પર કાર્બનડાયોક્સાઈડના બરફો દૂરબીનમાંથી દેખાય છે. મંગળ પૃથ્વી પરથી જોતાં વક્રગતિ (યિિિંજ્ઞળજ્ઞશિંજ્ઞક્ષ) કરતો દેખાય છે. હકીકતમાં માયા છે. તે વક્રગતિ કરતો જ નથી. તે તો માત્ર સાપેક્ષ ગતિને લીધે એવું દેખાય છે. પણ લોકો મંગળ વક્રગતિ કરતો દેખાતો હોવાથી તેને અમંગળ ગ્રહ માને છે. 

મંગળનું દૂરબીનમાંથી પ્રથમ દર્શન કરનાર મિલાનનો ગીઓવાની સિયાપરેલી હતો. તેણે મંગળના જે રેખા ચિત્રો પ્રકાશિત કર્યાં તેમાં મંગળ પર નેટવર્ક દેખાડી હતી. આ ચિત્રો જોઈ અમેરિકી ધનાઢ્ય રાજકારણી પર્સીવલ લોવલને ખૂબ જ પ્રેરણા મળી. તેણેે મંગળનો અભ્યાસ કરવા ન્યુ મેક્સિકોના કલાગસ્ટાફમાં ટેકરી પર પૂરી વેધશાળા સ્થાપી, જે માર્સ હિલથી ઓળખાય છે. તેણે મંગળનેા તેના સારા એવા મોટા દૂરબીનથી અભ્યાસ કર્યો અને જાહેર કર્યું કે સિયાપરેલીએ મંગળ પર જે નેટવર્ક જોઈ હતી તે મંગળ પર મંગળવાસીઓએ મંગળના ધ્રુવપ્રદેશમાંથી પાણી લાવવા ખોદેલી નહેરો છે. મંગળ પર મંગળવાસીઓ રહે છે. તેથી લોકો ત્યારે માનતાં થઈ ગયા હતા કે મંગળ પર માણસો વસે છે. ઘણા તો માનતા થયાં હતાં કે તેઓ દૂરબીનથી આપણને જુએ છે અને ક્યારે પણ તેઓ પૃથ્વી પર ચઢાઈ કરશે. પૃથ્વીવાસીઓ મંગળવાસીઓથી ડરવા લાગ્યા હતાં. એવામાં એમ.જી. વેલ્સે ‘વોર ઓફ ધ વર્લ્ડ’ નામની નવલકથા લખી, જેમાં મંગળવાસીઓ પૃથ્વી પર ચઢાઈ કરે છે એવી વાત અને તેનું વર્ણન કરેલું એક રેડિયો પ્રોડ્યુસરે. 

આ કથા પરથી રેડિયો પ્રહસન બનાવ્યું અને સવારમાં જ્યારે એ બ્રોડકાસ્ટ થયું ત્યારે તેમાં આવતા શબ્દો ભાગો, ભાગો મંગળવાસીઓ પૃથ્વી પર ચઢી આવે છે. તે સાંભળી અમેરિકામાં લોકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતાં. કેટલાક તો ઘરમાં સંતાઈ ગયા હતાં. હકીકતમાં તે રેડિયો બ્રોડકાસ્ટ હતું. લોકોએ માની લીધું કે તે સરકાર તરફથી સૂચના છે. 

અમેરિકીયાનો ચંદ્ર પર ઊતર્યાં અને તપાસ કરી કે ચંદ્ર પર કોઈ જીવન નથી. તો પછી સૂર્યમાળામાં બીજે જીવન છે કે નહીં તે માટે બીજી જગ્યા કઈ રહી? મંગળ જ તો પૃથ્વીની કક્ષાની બહાર મંગળ પરિક્રમા કરે છે. અમેરિકી નાસાએ ૧૯૭૨માં એમઈઆર યાનને પ્રાથમિક નિરીક્ષણ કરવા મંગળ પર મોકલ્યું.

૧૯૭૬માં માનવવિહોણા બે અંતરીક્ષયાનો વાઈકિંગ-૧ અને વાઈકિંગ-ર મંગળ પર ઊતર્યા. તેમાં પ્રયોગશાળા હતી અને રોબોટ-હાથ હતો. આ રોબોટ હાથે મંગળની માટી ખોદી અને પ્રયોગશાળામાં આપી. પ્રયોગશાળાએ દર્શાવ્યું કે મંગળની માટીમાં કોઈ સેન્દ્રિય પદાર્થો નથી. એનો અર્થ એમ થાય કે મંગળ પર કોઈ જ પ્રકારનું જીવન નથી. આ જાણી વિજ્ઞાનીઓ હતાશ થઈ ગયાં. તેમને હતું કે ચંદ્ર પર જીવન નથી અને હવે મંગળ પર પણ જીવન નથી. તેમ છતાં વિજ્ઞાનીઓ આ માનવા તૈયાર ન હતા. 

વાઈકિંગના મંગળ ઉતરાયણ વખતે બહુ રસપ્રદ પ્રસંગ બન્યો. વાઈકિંગ-૧ને બનાવતા કરોડો રૂપિયા ખર્ચાયા, તેને બનાવતા બે વરસ લાગ્યાં. તેને સફળતાપૂર્વક છોડવામાં આવ્યું તેને સતત એક વર્ષ મંગળ સુધી પહોંચાડવા ચલાવવામાં આવ્યું, તે મંગળની કક્ષામાં પ્રવેશ્યું. મંગળની નજીક જઈ તેને પેરાસૂટ વડે વાઈકિંગ-૧નો મંગળ પર ડ્રોપ કર્યું. વાઈકિંગ-૧ મંગળ પર ઊતર્યું, પણ મંગળથી તેની ઊંચાઈ ૩૦ ફૂટ રહી ત્યારે તે ત્યાં જ અટકી ગયું, હેંગ થઈ ગયું. અંતરિક્ષમાં અટકી ગયું કેમે કરતાં તે મંગળ પર ઊતરે જ નહીં. નાસાના વિજ્ઞાનીઓને આશ્ર્ચર્ય થયું કે વાઈકિંગ છેક મંગળની ભાગોળે આવીને કેમ હેંગ થઈ ગયું. આખી રાત બધાએ ચકાસ્યું, એકોએક યંત્રો તપાસ્યા.

એરકન્ડિશન્ડમાં તેઓ પરસેવે રેબ-ઝેબ થઈ ગયાં તો પણ ફોલ્ટ મળ્યો નહીં. સવાર પડતાં તો તેમના મોઢાં કાળા થઈ ગયાં. હવે તો તેમને આ બાબત જાહેર કરવી જ પડે, તેના વગર છૂટકો જ નહીં. અમેરિકાના પ્રમુખને પણ જણાવવું પડે. ત્યાં પછી તેમને ક્લીક થયું કે પ્રોજેક્ટમાં એવો સોફ્ટવેર રાખવામાં આવ્યો છે કે જ્યાં વાઇકિંગ-૧ ઊતરે ત્યાં ઉલ્કાકુંડ ન હોવો જોઈએ. જો એ જમીન પર ઉલ્કાકુંડ હોય તો વાઈકિંગ ત્યાં ઊતરે નહીં. તો વિજ્ઞાનીઓએ જોયું કે જ્યાં વાઈકિંગ હેંગ થઈ ગયું હતું અને જ્યાં તે ઊતરવાનું હતું ત્યાં નીચે ઉલ્કાકુંડ છે. તેમને પછી તેમની ભૂલ સમજાઈ અને વાઈકિંગને ૧૫૦ મીટર દૂર ક્ષિતિજની સમાંતરે લઈ ગયાં. વાઈકિંગે તરત જ સૂચનાનો અમલ કર્યો. તે ક્ષિતિજને સમાંતર ૧૫૦ મીટર ગયું. ત્યાર પછી નાસાના વિજ્ઞાનીઓને તેને મંગળની જમીન પર ઊતરવાનો આદેશ આપ્યો કે તરત જ વાઈકિંગ-૧ સડસડાટ મંગળની જમીન પર ઊતરી ગયું. નાસાના વિજ્ઞાનીઓ ત્યારે ચિચિયારી કરી ઊઠ્યાં. આમ વિજ્ઞાનમાં અને અંતરીક્ષ ખેડાણમાં આવા શ્ર્વાસ ઊંચા થઈ જાય તેવા પણ પ્રસંગો બને છે જે છેવટે આનંદમાં પરિણમે છે.

વાઇકિંગ પછી અમેરિકી અને રુસી વિજ્ઞાનીઓએ લગભગ અડધો ડઝન અંતરીક્ષયાનો મંગળ પર ઉતારવા કે મંગળની પરિક્રમા કરવા મોકલ્યા. બધા જ નિષ્ફળ નીવડ્યા. દુનિયાના અંતરીક્ષ વિજ્ઞાનીઓમાં હોપો પડી ગયો. બધા હતપ્રભ અને હતાશ થઈ ગયાં. તેમને હવે અંતરીક્ષ ખેડાણ માટે ફંડ મળ મળવાનું લગભગ બંધ થઈ જવાની ભીતિ લાગી. તેઓ ધીરે ધીરે તેમની ઈજ્જત પણ ગુમાવવા જતાં હતાં. નાસાના વિજ્ઞાનીઓના અંતરીક્ષ ખેડાયણ ફંડમાં પણ જબ્બર કાપ આવી ગયો. તેમણે હવે પહેલા જે યાનો મોકલેલા તેના જે વધારાના સ્પેરપાર્ટ પડ્યા હતા તેમાંથી એક અંતરીક્ષયાન બનાવ્યું, જેનું નામ માર્સ પાથફાઈન્ડર રાખવામાં આવ્યું. વિજ્ઞાનીઓના લગભગ બધાં જ મંગળ પર મોકલેલા યાનો નિષ્ફળ ગયા હતા, તેથી તેઓ એટલા બધા હતાશ થઈ ગયા હતાં કે તેમને એ યાન સફળ થશે તેમાં જરા પણ વિશ્ર્વાસ નહોતો તેથી તેમણે એ યાન પણ નિષ્ફળ જશે માની અંતરીક્ષમાં તેને સીધે સીધું ફેંક્યું જેમ પથ્થરનો ઘા કરે. યોગાનુયોગ એક વર્ષ પછી એ યાન હેમખેમ મંગળ પર ઊતર્યું. વિજ્ઞાનીઓને એ માનવામાં આવ્યું નહોતું તેઓ હવે ખુશ થઈ ગયા. તેઓ હવે ભયંકર હતાશામાંથી બહાર આવ્યાં. માર્સ પાથફાઈન્ડર અંતરીક્ષયાને અંતરીક્ષ ખેડાણમાંથી આખી બાજી જ પલટી નાખી.(ક્રમશ:)


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=167756

19-07-2015




































No comments:

Post a Comment