બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
૧૯૬૦ના દાયકામાં ખગોળવિદોને એક નવા જ પ્રકારના આકાશીપિંડનાં દર્શન થયાં. આ આકાશીપિંડના પ્રકાશમાં ફ્રોનહૉફર સલાકા રંગપટના લાલ ભાગ પર ઘણે દૂર સરકી ગઈ હતી. આનો અર્થ એમ થાય કે આ આકાશીપિંડની ગતિ ખૂબ જ છે અને તેનું અંતર પણ આપણાથી દૂર છે અથવા તો તે દૂર તો છે અને તેની ગતિ પણ વધારે છે, સાથે સાથે તેનું ગુરુત્વાકર્ષણ પણ ખૂબ જ બળવાન છે, પણ ધાર્યા કરતાં તે નજીક છે. જો તેનું ગુરુત્વાકર્ષણ વધારે ન હોય તો તે અબજો પ્રકાશવર્ષ દૂર હોય. આ આકાશીપિંડને તેઓએ ક્વેઝાર નામ આપ્યું. ક્વેઝાર એટલે કવાસી સ્ટેલર ઓબ્જેક્ટ. ક્વેઝાર વિષે આશ્ર્ચર્યની વાત એ હતી કે તે અબજો કિલોમીટર દૂર છે તો પણ તે દેદીપ્યમાન રીતે ઝળઝળતા પ્રકાશે છે.
વિજ્ઞાનીઓ પછી માનવા લાગ્યા કે ક્વેઝાર પૂરેપૂરી મંદાકિનીનું કેન્દ્ર છે. દૂર છે માટે ઝળઝળતું કેન્દ્ર (નાભિ) દેખાય છે પણ તેના બીજા ભાગો દેખાઈ શકતા નથી. તે મંદાકિનીના બધા જ તારાના પ્રકાશનો સરવાળો કરો તેનાથી પણ વધારે પ્રકાશિત છે.
રસપ્રદ વાત એ છે કે આ બધાં ક્વેઝાર્સની ધરીઓ એકબીજાને સમાન્તર છે. ક્વેઝાર્સ એકબીજાથી અબજો પ્રકાશવર્ષ દૂર છે. તેમ છતાં બ્રહ્માંડમાં બધાં ક્વેઝાર્સની ધરીઓ એકબીજાને સમાંતર છે તે બ્રહ્માંડનું મોટું આશ્ર્ચર્ય છે. કુદરત આપણને દરરોજ પોતાનું નવું નવું સ્વરૂપ દર્શાવે છે.
ક્વેઝાર ખૂબ જ દૂરના આકાશીપિંડો છે. તે બ્રહ્માંડના છેવાડે વસતા આકાશીપિંડો છે. બેલ્જિયમની લાઇગ યુનિવર્સિટીના ખગોળવિદ્ ડેમીઅન હટસમીકર અને તેની ખગોળવિદ્ોની ટુકડીએ ૯૩ ક્વેઝારનો અભ્યાસ કર્યો. તે એકબીજાથી અબજો કિલોમીટર નહીં પણ અબજો પ્રકાશવર્ષ દૂર છે. તેઓએ જોયું કે માત્ર આ ક્વેઝારની ધરીઓ સમાંતર નથી પણ બ્રહ્માંડની વિશાળ રચના સાથે પણ, આ રચનાની ધરી સાથે પણ તેમની ધરીઓ સમાંતર છે. આ બ્રહ્માંડનું એક અદ્ભુત ચિત્ર છે. બ્રહ્માંડના આકાશીપિંડો વચ્ચેનો આ સંબંધ ઘણો અદ્ભુત ગણાય. આ સંબંધ શું સૂચવે છે? તેમાંથી શું સંદેશ મળે છે?
બ્રહ્માંડમાંવિશાળ અંતરે મંદાકિનીઓ એક સરખી રીતે ફેલાયેલી નથી. તે ફિલામેન્ટ્સની એક કોસ્મિક વેબ રચે છે અને તેમની વચ્ચે વિશાળ ખાલી જગ્યાઓ છે. આ બ્રહ્માંડમાં પદાર્થની રહસ્યમય અને અતિસુંદર રચના છે. તેને બ્રહ્માંડનું લાર્જસ્કેલ સ્ટ્રકચર કહે છે, બ્રહ્માંડની વિશાળ સ્તરે રચના કહે છે. આ બધા ક્વેઝારની ધરીઓ આ લાર્જસ્કેલ સ્ટ્રકચરની ધરીને સમાંતર છે અને બધા ક્વેઝાર તેમાં જ આવેલાં છે. ક્વેઝાર વચ્ચે અને બ્રહ્માંડના લાર્જસ્કેલ સ્ટ્રકચર વચ્ચે આ સંબંધ કૃત્રિમ નથી, માત્ર અકસ્માત નથી. આના પરથી આપણું વિશ્ર્વ કેવી રીતે વિકાસ પામ્યું હશે તેનો અણસાર મળે છે. વિશાળ સ્તરે બ્રહ્માંડનું આ ચિત્ર વિજ્ઞાનીઓને પ્રથમવાર જોવા મળ્યું છે. આ દર્શાવે છે કે બ્રહ્માંડના ગર્ભભાગમાં ભલે ઘમસામણ ચાલતું હોય, અરાજકતા પ્રવર્તતી હોય પણ તેની સપાટી પર તો નિયમિતતા પ્રવર્તે છે. આ જ બ્રહ્માંડનું મોટું રહસ્ય છે. થપ્પડ મારીને મોઢું લાલ રાખવાની વાત છે.
અઢારમી અને ઓગણીસમી સદીના વિખ્યાત ગણિતશાસ્ત્રી જે. એલ. લાગ્રાન્જે ત્રણ આકાશીપિંડો વચ્ચેના ગુરુત્વાકર્ષણનાં સમીકરણોનો ઉકેલ શોધ્યો. એટલે કે, ઉદાહરણ સ્વરૂપ, પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. હવે આ બે વચ્ચે એક ત્રીજો આકાશીપિંડ હોય તો તેની ગતિવિધિ કેવી હોય. આ સંશોધનમાં તેને જાણવા મળ્યું કે કોઈ પણ આકાશીપિંડ જો બીજા આકાશીપિંડની પરિક્રમા કરે તો તેની કક્ષાને સંલગ્ન પાંચ બિન્દુઓ હોય જ્યાં ગુરુત્વાકર્ષણ શૂન્ય હોય. આ પાંચ બિંદુઓને લાગ્રાંજના માનમાં લાગ્રાંજબિન્દુઓ કહે છે. જ્યારે લાગ્રાંજે આ બિન્દુઓ શોધ્યાં ત્યારે બીજા વિજ્ઞાનીઓને આ વાત માન્યમાં આવી ન હતી. તેઓ કહેતા કે સાગ્રાંજ મહાન ગણિતશાસ્ત્રી છે માટે આવું શોધી શકે, પણ આવું શક્ય નથી. પણ ૧૫૦ વર્ષ પછી ગુરુની કક્ષાને સંલગ્ન નાના નાના આકાશીપિંડો શોધાયા જેના પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તે હજારો-લાખો સાલથી ત્યાં જ છે. તેને ગુરુના ટ્રોજન એસ્ટેરાઈડ કહેવામાં આવે છે. આ શોધે લાગ્રાંજને સાચા સાબિત કર્યા અને આવાં બિન્દુઓ હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે તેમ સાબિત થયું. હાલમાં પૃથ્વીની કક્ષાને સંલગ્ન લાગ્રાંજ બિન્દુ પર એક એસ્ટેરોઈડ મળી આવ્યો છે. એટલે કે ચંદ્ર પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ નથી. તેને ભાઈ પણ છે. સૂર્યમંડળના ઉપગ્રહોની કક્ષાને સંલગ્ન લાગ્રાંજ બિન્દુઓ પર પણ નાના આકાશીપિંડો મળી આવ્યાં છે. એટલે કે દરેકેદરેક આકાશીપિંડની કક્ષાને સંલગ્ન પાંચ લાગ્રાંજ બિન્દુઓ છે જ્યાં નાના નાના આકાશીપિંડો લગભગ કાયમ માટે અસ્તિત્વ ધરાવતા હોઈ શકે છે. જો બહારના ગુરુત્વાકર્ષણ બળે તેમને તેમની જગ્યા છોડવા મજબૂર કર્યા ન હોય તો. સૂર્ય આપણી મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરે છે. માટે સૂર્યની આ કક્ષાને સંલગ્ન પાંચ લાગ્રાંજ બિન્દુઓ અસ્તિત્વ ધરાવે છે જ્યાં તારાના ઝુંડ કાયમ માટે અસ્તિત્વ ધરાવતા હોય. આમ પૂરા બ્રહ્માંડમાં લાગ્રાંજ બિન્દુઓ પથરાયેલાં છે જ્યાં આકાશીપિંડો કાયમી અસ્તિત્વ ધરાવતા હોય, કેમ કે ત્યાં બીજું કોઈ ગુરુત્વાકર્ષણનું બળ લાગતું નથી. એટલે કે બ્રહ્માંડના અંતરીક્ષરૂપી ચાદરમાં આવાં કાયમી ટપકાં છે, ચાંદરણા-ચાંદલા છે. બ્રહ્માંડની રચના આમ અદ્ભુત છે. બ્રહ્માંડના રહસ્યોને પામવાનું ઘણું દુષ્કર છે.
આપણે હીંચકે બેસીએ તો હીંચકો સામયિક ક્રિયા છે. તે જ્યારે છેડે (અંતિમ બિન્દુએ) આવે ત્યારે આપણે થોડી ઠેસી મારીએ છીએ. આમ હીંચકો ચાલ્યા કરે છે. આપણે જે ઠેસી મારીએ છીએ તે પણ સામયિક ક્રિયા છે. આ બંને ક્રિયા સામયિક છે અને તેના પરિણામથી જ હીંચકો ચાલે છે. જો આપણે હીંચકા ખાતા તેના છેવટના બિન્દુએ નહીં પણ વચ્ચે ગમે ત્યાં ઠેસી મારીએ તો હીંચકાની ગતિવિધિ છિન્ન-વિછિન્ન થઈ જાય છે. આ ક્રિયાને સ્પંદનની ક્રિયા કહે છે. સૂર્યમાળામાં ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે. તેની કક્ષાને અંતર્ગત અને બહાર પણ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે. આ બધી સામયિક ક્રિયાઓ છે. અહીં ગુરુત્વાકર્ષણીય સ્પંદનો થાય છે. સ્પંદનોની ક્રિયામાં ઊર્જાનું આદાન-પ્રદાન થાય છે. બ્રહ્માંડમાં બધે જ સ્પંદનોની ક્રિયા ચાલે છે. તેને અંગ્રેજીમાં રેઝોનન્સ કહે છે. માનવી-માનવી વચ્ચે પણ રેઝોનન્સની ક્રિયા ચાલે છે. માનવી-માનવી વચ્ચે સારા સંબંધો હોય તો તે બે માનવી રેઝોનન્સમાં છે તેમ કહેવાય છે. પૂરા બ્રહ્માંડમાં રેઝોનન્સની ક્રિયા ચાલે છે. સૂર્યમાળામાં ગ્રહો વચ્ચે જે રેઝોનન્સ ચાલે છે તે બે-તૃત્યાંશ (૨/૩) રેઝોનન્સ છે. સૂર્યમાળામાં આ એક નિયમિતતા છે. આમ બ્રહ્માંડમાં નિયમિતતા છે. જ્યારે આ નિયમિતતામાં ખલેલ પહોંચે છે ત્યારે સિસ્ટમ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. બ્રહ્માંડમાં જે વિનાશની ક્રિયા ચાલે છે તે રેઝોનન્સમાં ખલેલ પહોંચે છે તેને લીધે થાય છે. સુનામી, આકાશમાંથી લધુગ્રહો-ઉલ્કા-ધૂમકેતુઓનું પૃથ્વી પર અથડાવું, ધરતીકંપ-જ્વાળામુખીનું ફાટવું, વાવાઝોડું, ચક્રવાત, વંટોળ વગેરે મોટી હોનારતો જે થાય છે તે રેઝોનન્સના તૂટવાથી થાય છે. પતિ-પત્ની વચ્ચેના સારા સંબંધો પણ રેઝોનન્સનું પરિણામ છે. બ્રહ્માંડમાં જે સમતુલન દેખાય છે તે રેઝોનન્સનું પરિણામ છે.વિજ્ઞાનીઓ પછી માનવા લાગ્યા કે ક્વેઝાર પૂરેપૂરી મંદાકિનીનું કેન્દ્ર છે. દૂર છે માટે ઝળઝળતું કેન્દ્ર (નાભિ) દેખાય છે પણ તેના બીજા ભાગો દેખાઈ શકતા નથી. તે મંદાકિનીના બધા જ તારાના પ્રકાશનો સરવાળો કરો તેનાથી પણ વધારે પ્રકાશિત છે.
રસપ્રદ વાત એ છે કે આ બધાં ક્વેઝાર્સની ધરીઓ એકબીજાને સમાન્તર છે. ક્વેઝાર્સ એકબીજાથી અબજો પ્રકાશવર્ષ દૂર છે. તેમ છતાં બ્રહ્માંડમાં બધાં ક્વેઝાર્સની ધરીઓ એકબીજાને સમાંતર છે તે બ્રહ્માંડનું મોટું આશ્ર્ચર્ય છે. કુદરત આપણને દરરોજ પોતાનું નવું નવું સ્વરૂપ દર્શાવે છે.
ક્વેઝાર ખૂબ જ દૂરના આકાશીપિંડો છે. તે બ્રહ્માંડના છેવાડે વસતા આકાશીપિંડો છે. બેલ્જિયમની લાઇગ યુનિવર્સિટીના ખગોળવિદ્ ડેમીઅન હટસમીકર અને તેની ખગોળવિદ્ોની ટુકડીએ ૯૩ ક્વેઝારનો અભ્યાસ કર્યો. તે એકબીજાથી અબજો કિલોમીટર નહીં પણ અબજો પ્રકાશવર્ષ દૂર છે. તેઓએ જોયું કે માત્ર આ ક્વેઝારની ધરીઓ સમાંતર નથી પણ બ્રહ્માંડની વિશાળ રચના સાથે પણ, આ રચનાની ધરી સાથે પણ તેમની ધરીઓ સમાંતર છે. આ બ્રહ્માંડનું એક અદ્ભુત ચિત્ર છે. બ્રહ્માંડના આકાશીપિંડો વચ્ચેનો આ સંબંધ ઘણો અદ્ભુત ગણાય. આ સંબંધ શું સૂચવે છે? તેમાંથી શું સંદેશ મળે છે?
બ્રહ્માંડમાંવિશાળ અંતરે મંદાકિનીઓ એક સરખી રીતે ફેલાયેલી નથી. તે ફિલામેન્ટ્સની એક કોસ્મિક વેબ રચે છે અને તેમની વચ્ચે વિશાળ ખાલી જગ્યાઓ છે. આ બ્રહ્માંડમાં પદાર્થની રહસ્યમય અને અતિસુંદર રચના છે. તેને બ્રહ્માંડનું લાર્જસ્કેલ સ્ટ્રકચર કહે છે, બ્રહ્માંડની વિશાળ સ્તરે રચના કહે છે. આ બધા ક્વેઝારની ધરીઓ આ લાર્જસ્કેલ સ્ટ્રકચરની ધરીને સમાંતર છે અને બધા ક્વેઝાર તેમાં જ આવેલાં છે. ક્વેઝાર વચ્ચે અને બ્રહ્માંડના લાર્જસ્કેલ સ્ટ્રકચર વચ્ચે આ સંબંધ કૃત્રિમ નથી, માત્ર અકસ્માત નથી. આના પરથી આપણું વિશ્ર્વ કેવી રીતે વિકાસ પામ્યું હશે તેનો અણસાર મળે છે. વિશાળ સ્તરે બ્રહ્માંડનું આ ચિત્ર વિજ્ઞાનીઓને પ્રથમવાર જોવા મળ્યું છે. આ દર્શાવે છે કે બ્રહ્માંડના ગર્ભભાગમાં ભલે ઘમસામણ ચાલતું હોય, અરાજકતા પ્રવર્તતી હોય પણ તેની સપાટી પર તો નિયમિતતા પ્રવર્તે છે. આ જ બ્રહ્માંડનું મોટું રહસ્ય છે. થપ્પડ મારીને મોઢું લાલ રાખવાની વાત છે.
અઢારમી અને ઓગણીસમી સદીના વિખ્યાત ગણિતશાસ્ત્રી જે. એલ. લાગ્રાન્જે ત્રણ આકાશીપિંડો વચ્ચેના ગુરુત્વાકર્ષણનાં સમીકરણોનો ઉકેલ શોધ્યો. એટલે કે, ઉદાહરણ સ્વરૂપ, પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. હવે આ બે વચ્ચે એક ત્રીજો આકાશીપિંડ હોય તો તેની ગતિવિધિ કેવી હોય. આ સંશોધનમાં તેને જાણવા મળ્યું કે કોઈ પણ આકાશીપિંડ જો બીજા આકાશીપિંડની પરિક્રમા કરે તો તેની કક્ષાને સંલગ્ન પાંચ બિન્દુઓ હોય જ્યાં ગુરુત્વાકર્ષણ શૂન્ય હોય. આ પાંચ બિંદુઓને લાગ્રાંજના માનમાં લાગ્રાંજબિન્દુઓ કહે છે. જ્યારે લાગ્રાંજે આ બિન્દુઓ શોધ્યાં ત્યારે બીજા વિજ્ઞાનીઓને આ વાત માન્યમાં આવી ન હતી. તેઓ કહેતા કે સાગ્રાંજ મહાન ગણિતશાસ્ત્રી છે માટે આવું શોધી શકે, પણ આવું શક્ય નથી. પણ ૧૫૦ વર્ષ પછી ગુરુની કક્ષાને સંલગ્ન નાના નાના આકાશીપિંડો શોધાયા જેના પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તે હજારો-લાખો સાલથી ત્યાં જ છે. તેને ગુરુના ટ્રોજન એસ્ટેરાઈડ કહેવામાં આવે છે. આ શોધે લાગ્રાંજને સાચા સાબિત કર્યા અને આવાં બિન્દુઓ હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે તેમ સાબિત થયું. હાલમાં પૃથ્વીની કક્ષાને સંલગ્ન લાગ્રાંજ બિન્દુ પર એક એસ્ટેરોઈડ મળી આવ્યો છે. એટલે કે ચંદ્ર પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ નથી. તેને ભાઈ પણ છે. સૂર્યમંડળના ઉપગ્રહોની કક્ષાને સંલગ્ન લાગ્રાંજ બિન્દુઓ પર પણ નાના આકાશીપિંડો મળી આવ્યાં છે. એટલે કે દરેકેદરેક આકાશીપિંડની કક્ષાને સંલગ્ન પાંચ લાગ્રાંજ બિન્દુઓ છે જ્યાં નાના નાના આકાશીપિંડો લગભગ કાયમ માટે અસ્તિત્વ ધરાવતા હોઈ શકે છે. જો બહારના ગુરુત્વાકર્ષણ બળે તેમને તેમની જગ્યા છોડવા મજબૂર કર્યા ન હોય તો. સૂર્ય આપણી મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરે છે. માટે સૂર્યની આ કક્ષાને સંલગ્ન પાંચ લાગ્રાંજ બિન્દુઓ અસ્તિત્વ ધરાવે છે જ્યાં તારાના ઝુંડ કાયમ માટે અસ્તિત્વ ધરાવતા હોય. આમ પૂરા બ્રહ્માંડમાં લાગ્રાંજ બિન્દુઓ પથરાયેલાં છે જ્યાં આકાશીપિંડો કાયમી અસ્તિત્વ ધરાવતા હોય, કેમ કે ત્યાં બીજું કોઈ ગુરુત્વાકર્ષણનું બળ લાગતું નથી. એટલે કે બ્રહ્માંડના અંતરીક્ષરૂપી ચાદરમાં આવાં કાયમી ટપકાં છે, ચાંદરણા-ચાંદલા છે. બ્રહ્માંડની રચના આમ અદ્ભુત છે. બ્રહ્માંડના રહસ્યોને પામવાનું ઘણું દુષ્કર છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=159656
No comments:
Post a Comment