આજકાલ નવરાત્રિના દિવસો ચાલે છે, મા આદ્યશક્તિની ઉપાસનાના દિવસો ચાલે છે, મા ઘણા સ્વરૂપે દર્શન દે છે તેમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ભવાનીમા, અંબામા, બહુચરામા, કામખ્યામા, કાત્યાયિનીમા, ચામુંડામા, ક્ધકાઈમા, રાંદલમા, ઊમિયામા, પાર્વતીમા, ખોડિયારમા, આશાપુરામા વગેરે. માના ઘણાં સ્વરૂપો છે પણ શક્તિ એક જ છે. બ્રહ્માંડમાં પણ ગુરુત્વાકર્ષણશક્તિ માનું એક રૂપ છે. વિદ્યુતશક્તિ બીજું રૂપ છે. ચુંબકીય શક્તિ ત્રીજું રૂપ છે, અણુશક્તિ એક ચોથું રૂપ છે, રેડિયો-એક્ટિવિટી પાંચમું રૂપ છે. રેડિયેશન ફિલ્ડ છઠ્ઠું રૂપ છે. પ્રકાશ સાતમું રૂપ છે, ગરમીશક્તિ આઠમું રૂપ છે, જો કે આ બધાં જ રેડિયેશન ફિલ્ડ ગણાય પણ તે રેડિયેશન ફિલ્ડના જુદા જુદા રૂપો છે, ગતિશક્તિ છે તો સ્થાનને આધારે સ્થિતિશક્તિ () છે. એમાં વળી વિજ્ઞાનીઓ હવે ડાર્ક એનર્જીની વાત કરે છે. ડાર્ક એનર્જી કાળી માતા ગણાય. વિજ્ઞાનીઓ કહે છે કે આ ડાર્ક એનર્જી (કાળી માતા)માં એટલી બધી શક્તિ છે કે તે પ૦૦ અબજ કે ૧૦૦૦, ર૦૦૦ અબજ સૂર્ય જેવા તારા ભરેલી મંદાકિનીઓ ()ને પ્રકાશની ગતિએ દોડાવે છે. બોલો તેમાં કેટલી શક્તિ હશે. એક સૂર્યમાં બે અબજ અબજ અબજ ટન પદાર્થ છે. મંદાકિનીમાં કેટલાય એવા તારા છે જે સૂર્ય કરતાં કદ અને વજનમાં હજારો ઘણા મોટા છે. તેમ છતાં સરસ્વતી સૂર્ય જેવા તારા જ લઈએ તો બે અબજ અબજ અબજ૫૦૦ અબજ એટલે કે એક હજાર અબજ અબજ અબજ અબજ ટન સરાસરી આ તો સરાસરી એક જ મંદાકિનીનું વજન (પદાર્થ) છે. બ્રહ્માંડમાં આવી ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. આ બધી જ મંદાકિનીઓને ડાર્ક એનર્જી (કાળી માતા) પ્રકાશની ગતિએ દોડાવે છે. એટલે કે એક લાખ અબજ અબજ અબજ અબજ અબજ ટન પદાર્થને તે પ્રકાશની ગતિએ દોડાવે છે. બોલો ડાર્ક એનર્જીમાં કેટલી શક્તિ હશે.
શક્તિ બ્રહ્માંડમાં ક્યાંથી આવી એ જ આશ્ર્ચર્ય છે. કદાચ બિગબેંગમાંથી આવી છે. બ્રહ્માંડની શક્તિ સ્વયંભૂશક્તિ છે. તેના ઉદ્ભવની વાત આપણે જાણતા નથી તે જ બ્રહ્માંડના બધા બળોને જન્મ આપે છે. તે પછી ગુરુત્વાકર્ષણબળ હોય, વિદ્યુતબળ હોય ચુંબકીયબળ હોય, અણુબળ હોય કે ગમે તે બળ હોય, બ્રહ્માંડની ચેતના, આપણી ચેતના, આ બધું શક્તિ જ છે. બ્રહ્માંડ શક્તિનો પરપોટો છે. શક્તિ છે-ઊર્જા છે તો બધું છે.
અંતરીક્ષ જ ઊર્જા છે. અંતરીક્ષમાંથી બધું ઉત્પન્ન થયું છે અને અંતરીક્ષમાં સમાયું છે. અંતરીક્ષમાંથી જ બધું ઉત્પન્ન થાય છે અને અંતરીક્ષમાં સમાય છે. અંતરીક્ષ જ બધાનું ઉદ્ગમસ્થાન છે અને અંતિમસ્થાન છે. અંતરીક્ષ જ ઊર્જા છે. આપણે પોતે ઊર્જાનું ગઠન છીએ. પદાર્થ એ ઊર્જા (E =mc2) સૂર્ય તારા બધું છેવટે ઊર્જા છે. અણુમાં ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધા ઊર્જાના જ ગઠન છે. ન્યુટ્રોન ઈલેક્ટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. પ્રોટોનમાં કવાર્ક, તેમાં ગોડ-પાર્ટિકલ તેમાં વળી ચેતના, છેવટે બધું ચેતના છે. શક્તિ અદૃશ્ય હોવા છતાં બધું ચલાવે છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પણ શક્તિની મદદથી જ કાર્ય કરે છે. ઘણા વળી પ્રોટોન, ઈલેક્ટ્રોન, ન્યુટ્રોનને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ગણે છે. પણ છેવટે ઈલેક્ટ્રોન અને પ્રોટોન જ છે, કારણ કે ન્યુટ્રોન પ્રોટોન અને ઈલેક્ટ્રોનનો બનેલો છે. ઈલેક્ટ્રોન-પ્રોટોન લક્ષ્મી-વિષ્ણુની જોડી છે. અણુની નાભિ શબ્દ બહુ સરસ છે. આ બ્રહ્માંડ છેવટે એક ગોડ-પાર્ટિકલ અથવા તેનાથી પણ સૂક્ષ્મ પાટિકલ જે છેવટે ચેતના છે તેણે જ બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું છે.
વિજ્ઞાનમાં મલ્ટિ-યુનિવર્સની વાત થાય છે. ક્વોન્ટમ થીઅરી પ્રોબેબિલિટી પર આધાર રાખે છે. ક્વોન્ટમ મિકેનિકલનું શ્રોડીંજર સમીકરણ દર્શાવે છે કે આપણું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે, સાથે સાથે બીજા બ્રહ્માંડો પણ ઉત્પન્ન થયાં છે અને તે બરાબર આપણા બ્રહ્માંડ જેવાં જ છે. વિષ્ણુ પુરાણમાં એક સરસ કથા છે. એ કથા પ્રમાણે બ્રહ્મા-વિષ્ણુ-મહેશમાં ચડસાચડસી થાય છે કે કોણ મોટો? તેનો નિર્ણય કોઈ કરતું નથી. તેથી ત્રણેય મહાદેવોએ વિચાર કર્યો કે આનો તોડ લાવવા મા આદ્યશક્તિ જ સમર્થ છે. તેથી ત્રણેય મહાદેવો મા આદ્યશક્તિ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે તે દર્શાવે ત્રણેય દેવમાં કોણ મોટો? માતાજીએ કહ્યું તમને ત્રણેયને અહંકાર થઈ ગયો છે. ચાલો, મારી સાથે. માતાજીએ ત્રણેયને સાથે લીધા અને તેમને કેટલાંય બ્રહ્માંડ દેખાડ્યાં તેમને ત્રણેયને બ્રહ્માંડે બ્રહ્માંડે ફેરવ્યા અને દરેકે દરેક બ્રહ્માંડમાં તેમને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ દેખાડ્યાં. એ ત્રણેયને થયું કે તેમનું બ્રહ્માંડ એક જ નથી આવા કેટલાય બ્રહ્માંડો છે અને દરેકે દરેક બ્રહ્માંડને પોતપોતાના બ્રહ્મા-વિષ્ણુ-મહેશ છે. આ જોઈને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રણેયનો ગર્વ ગળી ગયો.
મા આદ્યશક્તિનું અસ્તિત્વ આ રીતે આપણે સમજી શકીએ. આપણા પૂર્વજોએ તેને એ રીતે વર્ણવ્યું છે તે ઘણું સૂચક, સાચું અને રસપ્રદ છે. સપ્તષતી ચંડીમાં આદ્યશક્તિ રૂપને બહુ જ વિદ્મત્તાથી વર્ણવામાં આવ્યું છે પણ આપણે લોકોમાં તેને સમજવાની શક્તિ ક્યાં છે? તેમાં કહ્યું છે કે
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ, વિદ્યારૂપેણજી
લક્ષ્મીરૂપેણ, શાંતિરૂપેણ... સંસ્થિતા!
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:॥
શક્તિ જ સર્વસ્વ છે તે જ વિદ્યા છે, લક્ષ્મી છે અને શાંતિ છે. ઘણા લોકો કહેવા માંડ્યા છે કે યા દેવી સર્વભૂતેષુ, શાંતિરુપેણ સંસ્થિતા
‘નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:॥
એટલે આ બધાને શાંતિ આપે છે. આ સ્ત્રી તો છે અને ઊર્જા જ છે. માટે આ વાત પણ સાચી જ છે.
દેવીના માથે ગરબો છે એટલે કે શક્તિના માથે ગરબો છે. ગરબામાં જે છિદ્રો છે તે આકાશની જ્યોતિઓ છે. આ ગરબો એટલે બ્રહ્માંડ. આ બ્રહ્માંડરૂપી ગરબો શક્તિના માથે છે અને હકીકતમાં બ્રહ્માંડ શક્તિથી જ ચાલે છે તે જ આદ્યશક્તિ.
નવરાત્રિમાં માતાજીની ફરતે રાસ લેવામાં આવે છે. આ બ્રહ્માંડમાં બધે જ શક્તિના રાસ છે. ગ્રહો સૂર્યની ફરતે રાસ રમે છે. એટલે કે મહાશક્તિની ફરતે રાસ રમે છે. ઈલેક્ટ્રોન્સ અણુની નાભિ ફરતે રાસ રમે છે. નટરાજ નૃત્ય અને રાસના દેવતા છે. મંદાકિની પોતે રાસ રમે છે. કૃષ્ણનો શરદપૂર્ણિમાની રાતે ગોપીઓ સાથેનો રાસ આનું જ સૂચન છે. નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, મા બ્રહ્મ પોતે જ આદ્યશક્તિ છે. આ બ્રહ્માંડ શબ્દ જ બ્રહ્મ પરથી આવેલો છે. ગાર્ગીએ યાજ્ઞાવલ્કયને પ્રશ્ર્નો પૂછેલાં કે આ પૃથ્વી શેમાં સમાયેલી છે. યાજ્ઞાવલ્કયે જવાબ આપ્યો કે આકાશમાં ગાર્ગીએ, બીજો પ્રશ્ર્ન પૂછયો કે આકાશ શેમાં સમાયેલું છે. તો યાજ્ઞાવલ્ક્યે જવાબ આપ્યો અંતરીક્ષમાં. ગાર્ગીએ ત્રીજો પ્રશ્ર્ન પૂછયો કે અંતરીક્ષ શેમાં સમાયેલું છે તો યાજ્ઞાવલ્કયે જવાબ આપ્યો બ્રહ્મન માં: અને સાથે સાથે એમ પણ કહ્યું કે હવે આગળ પ્રશ્ર્ન કરતી નહીં. તેનો અર્થ એમ થાય કે પછી તેની પાસે જવાબ નથી.
નવરાત્રિમાં આપણે શક્તિની આરાધના કરવી જોઈએ. આપણે કેટલા શક્તિશાળી છીએ. કેટલી શક્તિ આપણે હજુ પણ જોઈએ છીએ જેથી મહાન બનાય. દેશની ઊર્જાની જરૂરિયાત કેટલી છે. તેના વિષે શું કરવું. આમ આપણે આદ્યશક્તિની આરાધના કરવી જોઈએ. એને બદલે આપણે નવરાત્રિને રંગ-રાગ, ડિસ્કો અને ગંદા વાતાવરણમાં ફેરવી નાખી છે. તેને ધંધાદારીમાં ફેરવી નાખી છે. આદ્યશક્તિ શું છે જગતમાં અને બ્રહ્માંડમાં તેનું કાર્ય શું છે તે સમજવાને બદલે તેને મનોરંજનનું સાધન બનાવી દીધી છે. બધા મળીને શક્તિ-ઊર્જા પર મનન-ચિંતન કરીને આપણે અને આપણા દેશને કેવી રીતે શક્તિશાળી બનાવી શકાય તે કાર્ય કરવું જોઈએ
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=176311

No comments:
Post a Comment