આજે રવિવાર છે. નિરાંત છે. સવારે થોડાક મોડા ઊઠશો તોય ચાલશે પણ રાત્રે સમયસર જ નહીં પણ થોડાક વહેલા સૂઈ જવું પડશે. આવતી કાલે સવારે સાડાદશ વાગ્યે એક મીટિંગમાં પહોંચવાનું છે. રોજ જાઓ છો એ કરતાં એક ગાડી વહેલી પકડવી સારી. કાલની મીટિંગ ભવિષ્યનાં કેટલાંય કામ માટે ભારે ઉપયોગી છે. સમયસર ન પહોંચાય તો પહેલી જ મીટિંગમાં એવી છાપ પડે કે-
બીજે દિવસે સવારે તમે વહેલા સ્ટેશને પહોંચી જાઓ છો. પ્લેટફોર્મ ઉપર ભારે ભીડ છે. ગાડી આજે મોડી પડી છે. ક્યાંક ભાયંદર કે કલ્યાણ કે વલસાડ કે ઈગતપુરી અકસ્માત થયો છે. તમારું ટેન્શન વધી જાય છે. ગાડીઓને હવે તમે સમયસર કરી શકો એમ નથી. ટેક્સી લઈને પહોંચી શકો પણ ટેક્સી ઉપર તો ભાદરવાના શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ ઉપર કાગડાઓ તૂટી પડે એમ સહુ ઝળૂંબી રહ્યા છે. પ્રતિક્ષણ તમારા હૈયાની ધડકન વધે છે.
રોજ સાંજે સાડાસાત વાગ્યે તમે ઘરે પહોંચો છો. તમે નહીં તો તમારા લાઈફ પાર્ટનર આ સમયે ઘરે આવે છે. તમારી પત્ની કે પતિ, પુત્ર કે પુત્રી કોઈક તો આ સમયે પહોંચે જ છે. આજે સવાઆઠ થવા આવ્યા છે અને સાડાસાતે ઘરે પહોંચનાર હજુ પહોંચ્યું નથી. તમે મોબાઈલ ઉપર આંગળીઓ ફેરવો છો. ફોન લાગતો નથી. હવે શું કરવું? ક્યાંક અકસ્માત તો નહીં થયો હોય? એનો સ્વભાવ બહુ ઉતાવળિયો છે, આકરો પણ છે. નજીવી વાતમાં વણજોઈતી મારામારી વહોરી લે, ક્યાંક મારામારી કરી હશે તો-
તમારી આંખ સામે એક ક્ષણમાં કોઈક અકસ્માતનું અરેરાટી ઊભરાવી દે એવું દૃશ્ય ખડું થાય છે. પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલોનું વાતાવરણ નજરે તરે છે. બાપ રે! હવે શું થશે? કંઈ થયું નથી અને છતાં ‘થશે’ એની ચિંતા શરૂ થઈ
જાય છે.
આવું તમને જ થાય છે એવું નથી. મને પણ થાય છે. વાતમાં કંઈ માલ ન હોય અને ટેન્શનનો કોઈ પાર ન હોય! આવા ટેન્શન કંઈ નવી વાત નથી. ગાયો ચરાવવા ગયેલો કાનજી સાંજે સમયસર પહોંચતો નહીં ત્યારે નંદલાલ અને યશોદાજી પણ આવી જ ચિંતા કરતાં. વાત નાની નાની હોય પણ ટેન્શન મોટાં મોટાં. નંદ-યશોદા ચિંતા કરતાં હોય અને કાનો રાસ રમતો હોય. હવે નંદ-યશોદાને કોણ સમજાવે કે કાનાની ચિંતા છોડો, કાનો તો લીલાલહેર કરે છે.
તમારુંય બરાબર આવું જ છે. કાનજી કોઈનીય ચિંતા કરતો નહીં. ભગવાન બુદ્ધે કોઈની ચિંતા કરી હોય કે પછી એમને ટેન્શન થયું હોય એવું તમે ક્યાંય વાંચ્યું છે? સાંભળ્યું છે? ઘટનાઓ તો ત્યારે પણ ઘટતી હતી, ત્યારે પણ નંદ-યશોદા કે રાજા શુદ્ધોધન તો હતાં જ. એમને ટેન્શન થતું પણ કાનજીને કે બુદ્ધને નહોતું થતું. કાનજીને કે બુદ્ધને એવું કેમ નહોતું થતું એ તમને સમજાય છે? એ તમને નથી સમજાતું એટલે તમે તનાવમુક્તિ માટેના સેમિનારમાં જાઓ છો, શિબિરોમાં જાઓ છો. ત્રણ દિવસના કે પાંચ દિવસના પ્રશિક્ષણ માટે થોકડોએક નવી નોટો ભરીને પ્રશિક્ષણ આપતા આચાર્યને શરણે જાઓ છો. આચાર્ય તમને શિક્ષણ આપે છે. દુનિયાભરનાં ક્વોટેશનો આપે છે. જેમને તમારી આજની પરિસ્થિતિનો કક્કો સુધ્ધાં ખબર નથી એવા ઢગલોએક ઊછીનાં વાક્યો ખડકીને તમને તનાવમુક્ત થવાનું શીખવવામાં આવે છે. વર્ગમાં બેઠા હોવ ત્યાં સુધી તમે તનાવમુક્ત હો છો. સાંજે ઘરે જતી વખતે પેલાં સુવાક્યો કડકડાટ મોઢે હોય છે અને છતાં રસ્તા ઉપર કશીક બઘડાટી જોઈને તમારું ટેન્શન વધી જાય છે. કાઠિયાવાડમાં એક કહેવત છે. (ઘણુંખરું બ્રાહ્મણોએ બનાવેલી હશે.) ‘માંગેલ ઘીએ ચૂરમા ન થાય.
ચૂરમું સ્વાદિષ્ટ છે, પૌષ્ટિક છે, પણ ચૂરમું કરનારે ઘીનો ઘાડવો અગાઉથી જ તૈયાર રાખવો જોઈએ. ચૂરમાનો લાડુ વાળતી વખતે પડોશી પાસેથી ઘીની વાટકી માંગવાથી ઘરમાં ચૂરમું તૈયાર થાય નહીં. તનાવ મુક્તિના વર્ગો ભરવાથી સુવાક્યો સાંપડશે, પણ સુવાક્યોની પૂર્વશરત એ હોય છે કે એને તમારે અંદર ઉતારવા જોઈએ. નર્યાં સુવાક્યોથી તમે તનાવમુક્ત નહીં થાઓ. બહુ બહુ તો આવાં વાક્યોથી તમે વોટ્સઅપ પર ધમ્માલ મચાવી શકો. આવા વર્ગોના આયોજકો આ દરમિયાન ટેન્શનમુક્ત થઈ ગયા હોય છે.
અહીં લાખ રૂપિયાનો સવાલ એ પેદા થાય છે કે આમાંથી રોગમુક્ત શી રીતે થવું? તમે તમારી જાતનો અભ્યાસ કરી જોજો. આ અભ્યાસના અવતરણો કોઈને આપવાની જરૂર નથી. તમારું આંતરવિશ્ર્વ જેટલું નાનું હશે, તમારા ટેન્શનના પહાડો એટલા જ મોટા હશે. આ દુનિયામાં તમે આવ્યા ત્યારે તમે પરમાત્માને અહીં જન્મ લેવાની કોઈ અરજી કરી હતી ખરી? ના, તમારી ઈચ્છા, અનિચ્છાની બિલકુલ પરવા કર્યા વિના ઈશ્ર્વરે તમને અહીં મોકલી આપ્યા છે. માતા-પિતાની પસંદગી તમે નથી કરી. તમારા ભાઈ કે બહેન, પતિ કે પત્ની, સંતાનો આ બધા કોઈક અજાણ પરિબળે તમારી આસપાસ સજીવન કર્યા છે. (કોઈક યોગીબાબાઓ અને અગમ્ય વ્યક્તિત્વો ભલે તમને એમ કહેતા હોય કે ચોર્યાસી લાખ ભવની આત્માની યાત્રામાં તમારા પોતાનાં કર્મો તમને આ બધા તરફ દોરી જાય છે. આમાં કર્મોની ગાણિતિક ચોક્સાઈની વાત કદાચ સાચી હોઈ શકે, પણ એવી જ ચોક્સાઈપૂર્વક આ વાત સિદ્ધ નથી થઈ. આમાં મતમતાંતર હોઈ શકે.)
હવે બને છે એવું કે જે જગતમાં તમારું હોવું તમારા હાથમાં નથી, જે જગતમાં તમારી આસપાસ જે કંઈ છે એમાં તમારો ફોળો નહીંવત્ છે એ જગત વિશે તમે ચિંતા કરવા માંડો છો અથવા તો તમને ચિંતા થવા માંડે છે. જેમાં તમે કંઈ કરી શકવાના નથી એ ઘટનાઓ વિશેનું ટેન્શન તમને પીંખી નાખે છે. તમે તમારા વ્યવસાયને, પરિવારજનોને, મિત્રોને, તમારી સામાજિક પ્રતિષ્ઠાને અને તમે સેવેલાં સ્વપ્નાઓને કેન્દ્રમાં રાખીને ચિંતા કર્યા કરો છો.
જાપાનમાં ત્સુનામી મોજાંઓ કાંઠા પ્રદેશ ઉપર ત્રાટક્યાં. હજારો ઘરો નાશ પામ્યાં. હજારો માણસો ડૂબી મર્યા. હજારો નિરાધારો ઉપર આભ અને નીચે ધરતી એમ ભટકી રહ્યા. આ દુર્ઘટનાના સમાચાર વાંચીને તમને માનવ સહજ અનુકંપા થાય છે, કોઈ ટેન્શન નથી થતું. આવા જ વિનાશના
સમાચાર કાશ્મીરમાં પણ થઈ રહ્યાં છે એ વાંચીને તમને દુ:ખ અને ચિંતા બંને થાય છે. આનું કારણ સ્પષ્ટ છે. જાપાન તમારું નથી, અને કાશ્મીર તમારું છે એવું તમે માનો છો. આમ મારું હોવું કે મારું ન હોવું એ બે વચ્ચેનો તફાવત ટેન્શનની માત્રાને પેદા કરે છે. હવે આવા જ કોઈ કુદરતી હોનારતની આગાહી તમે રહો છો એ સ્થળ કાંઠે થાય છે ત્યારે તમારું ટેન્શન એકદમ વધી જાય છે, કારણ કે હવે આ વાત તમને પોતાને સ્પર્શે છે, તમારા પોતીકાંને સ્પર્શે છે જેને તમે તમારા માનો છો એવા લોકો સુધી આ વાત સ્પર્શી જાય છે. તમારું ટેન્શનનું કારણ આ જ છે-મારું હોવું!
આમ હું જે સ્થળે રહું છું એ સ્થળ ઉપર ત્રાટકનારી આપત્તિની આગાહીમાત્રથી હું વિચલિત થયો છું, ચિંતિત થયો છું, ટેન્શન હેઠળ દબાયો છું. હવે ભાવનગર વિશે આવા જ કોઈ સમાચાર મને આપે છે. ભાવનગરમાં કશીક કુદરતી આપત્તિ ત્રાટકી છે. મારા મનમાં ભાવનગરના બધા જ વિસ્તારો તાજાં થઈ જાય છે. કૃષ્ણનગર, ઘોઘા સર્કલ, વડવા, પીરછલ્લા આ બધા સ્થળોનો ફાળો મારા ઘડતરમાં છે. આ સ્થળોએ મારા ઘડતરમાં ક્યાં અને કેવો ફાળો આપ્યો છે એ બધું સાંભરી આવે છે. નજર સામે આ સ્થળોમાં ‘હું’ સંકળાઈ જાય છે. જેના વિશે હું હવે કશું કરી શકું એમ નથી એના વિશે મારું ટેન્શન એકાએક વધી જાય છે.
જો એક વાર આ વાત સમજાઈ જાય તો એ પછી ટેન્શનનું મૂળ હાથમાં આવી જાય છે. આપણા ભાવ-વિશ્ર્વનો વિસ્તાર જેમ ઓછો થતો જાય છે એમ ટેન્શનની માત્રા વધતી જાય છે. ભગવાન બુદ્ધે આ વિષયમાં એક ઉપાસિકા મિગાર માતા વિશાખાને આ વાત આ રીતે સમજાવી છે. વિશાખાની એક પૌત્રી મૃત્યુ પામી એટલે એ બહુ વ્યગ્ર થઈ ગઈ. એણે આંસું સાર્યાં. એની નિદ્રા હણાઈ ગઈ. એણે ભોજન ત્યજ્યું. બુદ્ધે એને કહ્યું, ‘વિશાખા, તું શોક શા માટે કરે છે? બીજા પૌત્ર વિશાખાએ કહ્યું. પૌત્રી તો તારે છે જ.’
હા, પણ મને હવે એમના વિશેય ચિંતા થાય છે.’
‘તો પછી શું તારા ગામમાં બીજા કોઈ બાળકનું મૃત્યુ નથી થયું?’
‘થયું છે.’ વિશાખા બોલી ‘પણ મને આવું નહોતું લાગ્યું.’
‘હવે પણ નહીં લાગે, જો તું તારા બાળકો અને અન્ય બાળકો વચ્ચે એકાત્મતા સાધી લઈશ. હવે પછી કોઈ બાળક તારું નહીં હોય. તું સહુની સાથે હોઈશ પણ તારી સાથે કોઈ નહીં હોય. બસ પછી તું આ રૂદનથી મુક્ત થઈ જઈશ.’ બુદ્ધે એને સમજાવ્યું.
બુદ્ધે ચીંધેલો તનાવમુક્ત થવાનો આ રાજમાર્ગ નથી, પણ કાંટાળી કેડી છે. ગંતવ્યસ્થાન દૂર છે, પણ દિશા આ જ છે.

No comments:
Post a Comment