http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=102476
પૃથ્વી પર ઉત્પન્ન થયેલી જીવસૃષ્ટિમાં ધૂમકેતુમાંથી ઊતરી આવેલા જીવનરસનું મોટું યોગદાન છે.

એડમન્ડ હેલી અને તેમના સંશોધનને કારણે જેને તેમનું નામ અપાયું એ હેલીનો ધૂમકેતુ
બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ
ધૂમકેતુ સૂર્યમાળા જન્મી ત્યારે જ જન્મ્યા છે. તે સૂર્યમાળાનો મૂળભૂત પદાર્થ જાળવીને બેઠા છે. તે સૂર્યમાળાના જન્મને સમજવાની ચાવી પોતાની પાસે રાખીને બેઠા છે. જો આપણે ધૂમકેતુઓને સમજીએ, ધૂમકેતુમાં રહેલા પદાર્થનો અભ્યાસ કરીએ તો આપણને સૂર્યમાળા કયા પદાર્થમાંથી જન્મી તેનો ખ્યાલ આવી શકે. આ વિદૂષક જેવા દેખાતા ધૂમકેતુઓ હકીકતમાં સૂર્યમાળાનાં બહુ ગંભીર રહસ્યોને પોતાનામાં ધરબી બેઠા છે. જ્યારે તે સૂર્યની નજીક આવે છે ત્યારે તેના બરફનું એક પડ પીગળે છે. તેની સૂર્યની બીજી પરિક્રમા વખતે તેનું બીજું બરફનું પડ પીગળે છે. આમ જેમ ડુંગળી (કાંદા)નું એક પડ ખોલીએ તો નીચે તેનું બીજું પડ નીકળે છે અને તેનું બીજું પડ ખોલીએ તો નીચે તેનું ત્રીજું પડ નીકળે છે. આમ પડની નીચે પડ એમ નીકળ્યા જ કરે છે. તેવી જ રીતે ધૂમકેતુના બરફના પડો એક પછી એક ખૂલ્યા જ કરે છે. આમને આમ પેટીની અંદર પેટી અને એની અંદર પેટીમાં સૂર્યમાળાનો મૂળભૂત પદાર્થ સચવાઈ રહ્યો છે.
ધૂમકેતુમાં કાર્બનડાયોક્સાઈડ, પાણી, અમોનિયા, મિથેન, ઈથેન વગેરેના વાયુઓ છે. આ પદાર્થો બરફોના તે બનેલા છે. સૂર્યમાળાનું ઉર્ટનું ધૂમકેતુનું વાદળ સૂર્યમાળાની સીમા બનાવે છે. ત્યાં પછી સૂર્યમાળાનો અંત આવે છે. સૂર્ય ત્યાં સુધી જ પદાર્થ પર તેના ગુરુત્વાકર્ષણથી નિયંત્રણ રાખે છે. ગ્રહોની ઉપગ્રહમાળાના ઉર્ટના ધૂમકેતુઓનાં વાદળો ઉપગ્રહમાળાની સીમા બનાવે છે. તે દૂર દૂર રહીને ગ્રહની પરિક્રમા કરે છે. તે ઉપગ્રહમાળામાં ખરી પડીને ઉપગ્રહમાળાના અંતરીક્ષમાં વિહાર કરે છે. જો બહાર ખરી પડે તો સૂર્યના કબજામાં આવી જાય છે. સૂર્યના ઉર્ટ વાદળના ધૂમકેતુઓ સૂર્યની ફરતે દૂર દૂર રહીને સૂર્યની પરિક્રમા કરે છે. જો તે સૂર્યમાળામાં ખરી પડે તો બધા ગ્રહોની વચ્ચે થઈ સૂર્યની પરિક્રમા કરતા થઈ જાય છે. બીજા તારાના ગુરુત્વાકર્ષણને લીધે તે સૂર્યમાળાની બહાર પણ ફેંકાઈ જાય છે અને બીજા તારાની ફરતે પરિક્રમા કરતા થઈ જાય છે. એક ગ્રહનો ધૂમકેતુ બીજા ગ્રહનો ધૂમકેતુ બની જાય છે. માટે ધૂમકેતુને જોઈને આપણે કહી ન શકીએ કે ખરેખર તે કોનો ઉપગ્રહ છે. સૂર્ય અને ગ્રહો નજીક આવતા ધૂમકેતુને કબજે કરતા હોય છે. આમ ધૂમકેતુ ખરા અર્થમાં ધુમક્કડ છે. ધૂમકેતુનો બધો જ વાયુ થઈ ઊડી જાય તેવો પદાર્થ નષ્ટ થાય છે ત્યારે તે લઘુગ્રહ બની જાય છે. લઘુગ્રહ, ધૂમકેતુ, ઉલ્કા બધા કુટુંબીજનો છે. જો ધૂમકેતુના કેન્દ્રમાં બે-ત્રણ પહાડો જેવા ખડકો ગુરુત્વાકર્ષણથી બંધાયેલ હોય અને તેની ઉપરના બરફો પીગળી જાય તો તે પહાડો છૂટા પડી જાય છે અને પૃથ્વીની નજીકમાં જો ધૂમકેતુ હોય તો તે પૃથ્વી પર આવી મહાવિનાશ સર્જે છે. ઘણી વાર ધૂમકેતુ સૂર્યની નજીકથી પસાર થતો હોય ત્યારે જો તે સૂર્યના ગુરુત્વાકર્ષણની ચૂડમાં આવી જાય તો તેને સૂર્ય ગળી જાય છે. ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે સૂર્યની નજીક છૂપાયેલો ધૂમકેતુ નજરે ચઢે છે,ક્યારેક તો ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે જ તે સૂર્યમાં ખાબકતો નજરે ચઢે છે.
પ્રાચીન સમયમાં લોકોને ખબર ન હતી કે ધૂમકેતુઓ શું છે. સૌપ્રથમ બ્રિટિશ ખગોળવિજ્ઞાની એડમન્ડ હેલીએ એક ધૂમકેતુનો અભ્યાસ કરી દર્શાવ્યું કે એ ધૂમકેતુ ભૂતકાળમાં ઘણી વાર સૂર્યની પરિક્રમા કરીને ગયો છે. તે એકનો એક જ ધૂમકેતુ છે અને તે સૂર્યની પરિક્રમા કરે છે. જેમ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે. ફરક માત્ર એટલો જ છે કે તે નાનો આકાશીપિંડ છે અને તેની કક્ષા ઘણી દીર્ઘવૃત્ત છે. એટલે કે ધૂમકેતુઓ ગ્રહો જ છે. જો એ બરાબર હોય તો ૧૭૫૮ની નાતાલના દિવસોમાં ફરી પાછો દેખાશે અને હકીકતમાં તે ૧૭૫૮ના નાતાલના દિવસોમાં પૃથ્વીના આકાશમાં દેખાયો. હેલી ત્યારે જીવતા ન હતા. તે મૃત્યુ પામ્યા હતા. હેલીની યાદમાં તેને હેલીનો ધૂમકેતુ કહે છે. હેલીએ સર્વપ્રથમ ધૂમકેતુઓનું ડાયનામિક્સ દર્શાવ્યું હતું. તે ન્યુટનના નિયમોની પ્રથમ એપ્લિકેશન હતી. હેલી ન્યુટનના પરમ મિત્ર હતા. ન્યુટનના પ્રિન્સિપિયા નામના પુસ્તક કે જેમાં ન્યુટને તેની ગુરુત્વાકર્ષણની થિયરી અને ગતિના નિયમો આપ્યા હતા તેના પ્રકાશનની આર્થિક જવાબદારી હેલીએ પોતાના માથે લીધી હતી. હેલી પૈસાપાત્ર હતા અને તેનું ધન તેને વિજ્ઞાનને આગળ ધપાવવા વાપર્યંુ હતું.
ભારતના વિખ્યાત ખગોળવિજ્ઞાની પ્રોફેસર જયંત નારળીકરના ગુરુ, પ્રોફેસર ફ્રેડ હોયલ અને તેમના વિદ્યાર્થી પ્રોફેસર વિક્રમસિંધીએ ધૂમકેતુનો અને તેના પદાર્થનો ખૂબ જ ગહન રાસાયણિક અભ્યાસ કર્યો અને દર્શાવ્યું કે પૃથ્વી પર જે જીવન ઉત્પન્ન થયું છે તેમાં ધૂમકેતુઓનું મોટું યોગદાન છે. ધૂમકેતુ જીવનબંધારણના રસ ધરાવે છે અને જ્યારે તે નજીક આવે છે ત્યારે તેની પૂંછડી વાટે આ જીવનરસ પૃથ્વી પર ઊતરી આવે છે. પૃથ્વીનું વાયુમંડળ ખૂબ જ નંદનવન જેવું હોઈ તેમાં તે પાંગરે છે. એટલે કે ધૂમકેતુઓ આપણા વડવા છે. ખગોળવિજ્ઞાનીઓ આ માનવા તૈયાર ન હતા, પણ જ્યારે ૧૮૮૫-૮૬માં હેલીનો વિખ્યાત ધૂમકેતુ પૃથ્વીની નજીકમાં આવ્યો ત્યારે ગિઆરા નામનું અંતરીક્ષયાન ધૂમકેતુની નાભિની નજીકમાંથી પસાર થયું હતું અને તેણે દર્શાવ્યું કે ધૂમકેતુ જીવનરસ ધરાવે છે. તેને હોયલ અને વિક્રમસિંધીની ધારણાને મોટો ટેકો આપ્યો છે. ખગોળ વિજ્ઞાનીઓ હવે માનવા લાગ્યા છે કે હોયલ અને વિક્રમસિંધી ઘણેખરે અંશે સાચા છે. બીજી તરફ ભારતમાં પ્રોફેસર જયંત નારળીકર, પ્રોફેસર એસ. રામાદુરાઈ અને એની ટીમ અંતરીક્ષમાં ૪૦ કિલોમીટર ઊંચેથી ઈસરોની મદદથી રોકેટ છોડી એ ઊંચાઈએ વાયુમંડળનાં સેમ્પલો લીધાં. ત્યાંથી તેમને તદ્દન નવા જ પ્રકારના બેકટેરિયા મળી આવ્યા. આ બેક્ટેરિયા પૃથ્વી પર ઊતરી જીવન ઉત્પન્ન કરવામાં યોગદાન આપતા હોવા જોઈએ. એટલે કે અંતરીક્ષમાં પ્રચુર પ્રમાણમાં માઈક્રોસ્કોપિક જીવન છે જે પૃથ્વી પર ઊતરી આવી અહીં જાતજાતનું જીવન ફેલાવવાની કામગીરી કરતા હોય. લગભગ એક સદી પહેલાં વિખ્યાત રાસાયણિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અરહેનિયસ પરસ્પર્તીયા થિયરી આપેલી અને પ્રતિપાદન કરેલું કે પૃથ્વી પર જીવન અંતરીક્ષમાંથી ઊતરી આવ્યું છે. આમ ધૂમકેતુઓમાંથી બેકેટરિયા અને જીવનરસ પૃથ્વી પર ઊતરી આવતો હોય તે કથનમાં વજૂદ છે. પૃથ્વી પર જીવન કેવી રીતે ઉત્પન્ન થયું હશે તે મહાકોયડો છે જે હજુ સુધી સમજાયો નથી.

No comments:
Post a Comment