આજથી ૭૦૦૦ વર્ષ પૂર્વે અગસ્ત્સ મુનિ થઈ ગયા. તેમની પત્નીનું નામ લોપામુદ્રા હતું. અગસ્ત્ય ઋષિએ વેદોનું એક પ્રકરણ લખ્યું છે. તેમની પત્ની લોપામુદ્રા પણ મહાજ્ઞાની હતી. તેઓ વિંધ્ય પર્વતની પેલે પાર ઉત્તર પ્રદેશમાં આશ્રમ બાંધીને રહેતા હતાં. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે ચૌદ વર્ષના વનવાસમાં હતાં ત્યારે તેઓ અગસ્ત્ય મુનિના આશ્રમે મહેમાન બન્યાં હતાં. વિદુષી લોપામુદ્રાએ સીતાજીને ઉપદેશ આપેલો.
અગસ્ત્ય મુનિનું શરીર ઘણું ભારે હતું. અગસ્ત્ય મુનિએ દક્ષિણ ભારતના લોકોમાં સંસ્કૃતિ, શિક્ષણ અને જ્ઞાન પ્રસરે તેવા વિચારે દક્ષિણમાં યાત્રા કરવાનો નિશ્ર્ચય કર્યો, પણ વચ્ચે વિંધ્ય પર્વત આવતો હતો. વિંધ્ય પર્વતને ઋષિએ પાછા ન ફરે ત્યાં સુધી ઊંચે નહીં વધવા વિનંતી કરી. વિંધ્યે ઋષિની તે વિનંતી માન્ય રાખી અને ઊંચે નહીં વધવાનું વચન આપ્યું. જોકે અગસ્ત્ય મુનિ કદી ફરી વિંધ્ય ઓળંગી ઉત્તર પ્રદેશમાં પાછા ફર્યા નહીં અને તેમના પાછલા જીવનમાં દક્ષિણ એશિયામાં જ રહ્યાં. સિલૉન, કોરિયા વગેરે દેશો ત્યારે વિશાળ ભારતના ભાગો હતા. ત્યાં તેમણે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. આજે પણ દક્ષિણ કોરિયા વગેરે જગ્યાએ અગસ્ત્ય ઋષિની મૂર્તિઓ જોવા મળે છે. ઋષિ પાછા ફર્યા નહીં તેથી હાલ સુધી વિંધ્ય બિચારો ઊંચો થઈ શક્યો નથી. તેણે ઋષિની પાછા ફરવાની રાહ જોઈ પણ ઋષિ પાછા ફર્યા જ નહીં. આ ઘટનાને અગસ્ત્યના વાયદા કહેવામાં આવે છે. આપણે કોઈ વાયદો કરીએ અને તે પાળીએ નહીં, તેને અગસ્ત્યના વાયદા કહેવામાં આવે છે. તો આપણા મનમાં પ્રશ્ર્ન થાય કે શું ત્યારે વિંધ્ય પર્વત ઊંચો થતો હતો જેમ હાલમાં હિમાલય દર વર્ષે બે ઇંચ ઊંચો થતો જાય છે. તો બીજો પ્રશ્ર્ન એ થાય કે અગસ્ત્ય મુનિને તેની ખબર કેવી રીતે પડી હશે? તેમને વિંધ્ય ઊંચો થાય છે તેની ખબર હોય તો જ તે આવો વાયદો વિંધ્ય સાથે કરે ને? આ ખરેખર રસપ્રદ બાબત છે. વિંધ્ય પર્વત હવે ઊંચે ઊઠતો નથી તેની પાછળનું એક કારણ હવે તે અરવલ્લીના પર્વતો માફક દુનિયાનો સૌથી વૃદ્ધ, પ્રથમ જન્મેલો સૌથી મોટી વયનો પર્વત છે એટલે કદાચ તેની નીચેની આંતરખંડીય પાટો હવે કાર્યરત નહીં હોય. હિમાલય પર્વતમાળાની નીચેની પાટો અથડાય છે અને કાર્યરત છે તેથી હિમાલય દર વર્ષે બે ઇંચ ઊંચો થતો જાય છે. હકીકતમાં હિમાલયને પાંચ કરોડ વર્ષ પૂર્વે ખંડીય પાટોની અથડામણે જ જન્મ આપ્યો છે. હજુ પણ હિમાલયની નીચે પાટોની અથડામણ ચાલુ જ છે, જે દર વર્ષે હિમાલયને ઊંચો કરતી જાય છે. હિમાલયની ઊંચાઈ દર વર્ષે લેઝરથી માપવામાં આવે છે. હિમાલય છે ત્યાં પ્રાચીન સમયમાં મહાસાગર હતો. હિમાલય પર કેટલાય મરિન બાયોલોજીના ફોસીલ્સ મોજૂદ છે. અગસ્ત્ય ઋષિને વિંધ્ય પર્વત ઊંચો થતો જાય છે તે વાતની ખબર હતી તે જ આશ્ર્ચર્યકારક છે. ઋષિના દક્ષિણ એશિયામાં સદ્ભાવના, સંસ્કાર અને શિક્ષણ પ્રસારવાના કાર્યની યાદમાં દક્ષિણ આકાશના પ્રકાશિત તારાને અગસ્ત્ય (ઈફક્ષજ્ઞાીત) નામ આપવામાં આવ્યું છે. અગસ્ત્ય ઋષિએ વહાણમાં દક્ષિણ એશિયામાં કાર્ય કર્યું હતું. તેથી અગસ્ત્યનો તારો જે તારક સમૂહમાં છે તેનું નામ વહાણ તારામંડળ છે. અગસ્ત્યનો તારો આપણાથી ૯૦૦ પ્રકાશવર્ષ દૂર છે. અંતરીક્ષયાનો જે અંતરીક્ષમાં પ્રવાસ કરે છે તે અગસ્ત્યના તારાના સંદર્ભે પ્રવાસ કરે છે. તે અંતરીક્ષયાનોની દીવાદાંડી છે. તે ખૂબ જ દૂર અને તેજસ્વી છે માટે અંતરીક્ષયાનો તેની જગ્યા બરાબર દર્શાવે છે. ધ્રુવના તારાનું અંતર અગસ્ત્યના તારાના અંતરની સરખામણીમાં ઘણું ઓછું છે અને વળી તે તદ્દન ઝાંખો તારો છે. ધ્રુવનો તારો સ્થિર છે, કારણ કે તે પૃથ્વીની ધરીની સીધી રેખામાં છે. જોકે તેમ છતાં તે બરાબર પૃથ્વીની ધરી પર નથી. અગસ્ત્યનો તારો દક્ષિણ ગોળાર્ધની પૃથ્વીની ધરીથી સારા પ્રમાણમાં દૂર છે, તેમ છતાં તેને અંતરીક્ષયાનો દીવાદાંડી તરીકે લે છે. ભવિષ્યમાં ૧૧૦૦૦ વર્ષ પછી તે લગભગ દક્ષિણ ધ્રુવ તારો બનશે. મુંબઈ પરથી અગસ્ત્યનો તારો માર્ચ, એપ્રિલ, મેમાં દેખાય છે. તે નર-તુરંગ (ઇંફહરળફક્ષ-ઇંફહરવજ્ઞતિય) અને ત્રિશંકુ (ઈિીડ્ઢ) તારામંડળોની તદ્દન નજીક છે.
બીજી એક પૌરાણિક કથા છે જે પણ આપણને વિચાર કરતા કરી મૂકે છે. જોકે આ બધી પૌરાણિક કથા છે, પણ વિચારવા જેવી ખરી. એક વખત લક્ષ્મીજી પાર્વતીજીને મળવા આવ્યાં. તેમણે પાર્વતીજીની સુંદર ઝૂંપડીની આજુબાજુ રાખના ઢગલેઢગલા જોયા. પાર્વતીજીને જોયાં તો તદ્દન સાદા વેશમાં, શરીર પર કોઈ આભૂષણ નહીં. પાર્વતીજીની હાલત જોઈને લક્ષ્મીજી ખિન્ન થઈ ગયાં. લક્ષ્મીજીએ પાર્વતીજીને કહ્યું, તું મારી નાની બહેન ગણાય અને તારી પરિસ્થિતિ બહુ કંગાળ છે. આપણે થોડા તોરમાં રહેવું જોઈએ. તું કહે તેટલો વૈભવ, સોનું, આભૂષણો હું તને આપું. ત્યારે પાર્વતીજીએ કહ્યું, અમારે કાંઈ પણ જોઈતું નથી. અમારો અપરિગ્રહનો સિદ્ધાંત છે. શંકર ભગવાન તો ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન અને કલ્યાણના દેવતા છે. પણ લક્ષ્મીજીના ખૂબ આગ્રહથી પાર્વતીજીએ પછી એ રાખના ઢગલેઢગલા પડ્યા હતા તેમાંથી ચપટી રાખ લઈ એક પાંદડામાં રાખી, પડીકી વાળી લક્ષ્મીજીને આપીને કહ્યું, મહાલક્ષ્મી આ પડીકીના વજન જેટલું સોનું આપશો તો વાંધો નહીં આવે. શંકર ભગવાન ક્રોધે નહીં ભરાય. હું તેમને તમારા આગ્રહની પણ વાત કરીશ, ત્યારે લક્ષ્મીજી મનમાં બોલ્યાં કે ગરીબનાં ભાગ્ય પણ ગરીબ જ હોય છે. મેં તેમને વૈભવ આપવાની વાત કરી તો તેણે જરા જેટલી પડીકીના વજન જેટલું જ સોનું માંગ્યું.
પછી તો લક્ષ્મીજી વૈકુંઠમાં ગયાં અને વજન-કાંટો લઈ તે ભસ્મની પડીકીના વજન જેટલા વજનનું સોનું તોળવા બેઠાં. થોડું પાંચ-દશ ગ્રામ સોનું ત્રાજવાના એક પલ્લામાં રાખ્યું અને બીજા પલ્લામાં પેલી ભસ્મની પડીકી રાખી, પણ પેલી પડીકી ઉપર આવી નહીં. તો લક્ષ્મીજીએ વધારે સોનું પહેલા પલ્લામાં રાખ્યું તોય તે ભસ્મની પડીકી ઉપર ન આવી. પછી તો બે-ત્રણ કિલો સોનું પ્રથમ પલ્લામાં રાખ્યું તો પણ તે ભસ્મની પડીકી ઉપર ન આવી. પછી લક્ષ્મીજીએ ત્રાજવું બદલ્યું અને મોટું ત્રાજવું લીધું. આમ ને આમ તેઓએ મોટું ને મોટું ત્રાજવું લઈ તે ભસ્મની પડીકીના વજન જેટલું સોનું તોળવા મથવા લાગ્યાં. પછી તો બ્રહ્માંડ જેવડું મોટું ત્રાજવું લઈ એક પલ્લામાં પૂરા બ્રહ્માંડનો વૈભવ અને બીજા પલ્લામાં પેલી નાની ભસ્મની પડીકી. તો પણ પેલી ભસ્મની પડીકી ઉપર ન આવી. લક્ષ્મીજી તો પરેશાન પરેશાન થઈ ગયાં. તેમને થયું કે કાંઈક કાચું કપાઈ ગયું છે, આ ભસ્મની પડીકી ઊંચી આવતી જ નથી. તે પછી પોતે પહેલા પલ્લામાં બેઠાં તો પણ પેલી નાની ભસ્મની પડીકીવાળું ત્રાજવું ઊંચે ન આવ્યું. ત્યાં વિષ્ણુ ભગવાનનો પ્રવેશ થયો. તેમણે કહ્યું, દેવીજી આ બધું શું ચાલી રહ્યું છે. નાનાંમોટાં હજારો ત્રાજવાં, આ વળી બ્રહ્માંડ જેવડો કાંટો, એક પલ્લામાં મહાલક્ષ્મી, તમારા સમેત બ્રહ્માંડનો વૈભવ અને બીજા પલ્લામાં આ કોઈ નાનકડી પડીકી? ત્યારે લક્ષ્મીજીએ રડતાં રડતાં આખી વાત વિષ્ણુ ભગવાનને કહી. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, દેવી તમે જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય અને કલ્યાણને ધનથી તોળવા બેઠાં છો. આ તો હજુ આ ભસ્મની નાની પડીકી જ છે, શંકર ભગવાનના ઘરે તો રાખના ઢગલેઢગલા પડ્યા છે. જો પાર્વતીજીએ તેને આપ્યા હોત તો આપણું શું થાત? એમ કહી વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીના પલ્લામાં બેઠા. ત્યારે છેક તે ભસ્મની પડીકી ઉપર આવી. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે આપણે બંને પણ શંકર ભગવાનના દાસ બની ગયાં છીએ. ચાલો જઈને પાર્વતીજીની માફી માગી આવીએ.
તો પ્રશ્ર્ન થાય કે શું આવી ભારે ભસ્મ હોઈ શકે? હાલનું વિજ્ઞાન કહે છે કે હા, આટલી ભારે ભસ્મ હોઈ શકે.
સૂર્ય જેવા તારાનો અંત શ્ર્વેતવામન તારાના રૂપમાં થાય છે. આ શ્ર્વેતવામન તારો એ તારાની રાખ છે. તારાના મૃત્યુ પછીની રાખ. તેનું ચમચીભર દ્રવ્ય હજારો ટન થાય છે. સૂર્ય કરતાં મોટા તારા મૃત્યુ પામે છે ત્યારે તે ન્યુટ્રોન તારાના રૂપમાં મૃત્યુ પામે છે. આ ન્યુટ્રોન તારા પણ તારાના મૃત્યુ પછીની રાખ જ છે. તેનું એક ચમચીભર દ્રવ્ય લઈએ તો તેનું વજન અબજો ટન થાય છે. ભયંકર મોટા તારાનું મૃત્યુ બ્લેકહોલના રૂપમાં થાય છે. આ બ્લેકહોલ તારાની રાખ જ છે જેનું વજન થઈ શકે નહીં.
આમ બ્રહ્માંડમાં ભારે રાખ સંભવી શકે છે. આપણે કબ્રસ્તાન-સ્મશાનમાં જ જીવી રહ્યા છીએ. કોઈ પણ એવી જગ્યા નહીં હોય જ્યાં કોઈ વસ્તુનું મૃત્યુ ન થયું હોય. બ્રહ્માંડમાં પણ તારાઓનાં મૃત શરીરો-રાખ છે. શંકર ભગવાનનું રૂપક સમજવું બહુ કઠિન છે. તે કાળને જ પહેરીને બેઠા છે. શંકર ભગવાનની ભસ્મ બહુ જ વિચિત્ર છે. તેનું વજન કરવું પણ કઠિન છે. હાલનું જગત ત્યાગ, કલ્યાણ, વૈરાગ્ય, જ્ઞાનને ધનથી તોળવા જ પ્રયત્ન કરે છે તેથી જ તેની અધોગતિ છે.