આપણે સવારે ઉદય થતા સૂર્યને જોઇએ તો આપણું હદય આનંદથી ભરાઇ જાય. સૂર્યોદય સાથે જાણે આપણો જ ઉદય થયો હોય તેવું લાગે. ખરેખર સૂર્ય જેમ જેમ માથે આવે તેમ તેમ દુનિયાનો ઉદય થતો જ આવે છે. નવો સૂર્ય દરરોજ આપણા માટે નવું જીવન લાવે છે. નવું ભવિષ્ય લાવે છે. પ્રભાતે ઉષાના દર્શન ખૂબ જ આહ્લાદક હોય છે, તેવું જ સંધ્યા સમયે જબ્બર લાલ સૂર્યને ક્ષિતિજ પર ડૂબતો જોઇએ ત્યારે મન નાચી ઊઠે. સંધ્યા સમયે લાલ આકાશમાં ઊડતા કાળા કાગડા આકાશની શોભા વધારે છે.
મધ્યાહ્ન સમયે સ્વચ્છ નીલુ આકાશ તપસ્વીના હૃદય જેવું લાગે. તેમાં ઊંચે ઊંચે ઊડતી સમડીઓ આપણને ઊંચા શિખરો સર કરવા પ્રેરણા આપે છે.
રાતે તારાભર્યા ચંદરવાની શોભા તો આડો આંક વાળી દે છે. આપણને તે અતીતમાં લઇ જાય છે, બ્રહ્માંડની દાર્શનિકતાના દર્શન કરાવે છે. રાતે દેખાતી ચંદ્રની કળા, આકાશમાં પ્રકાશની રેખા તાણતી ઉલ્કા કે ચંદ્રની આડે આવતી વાદળી સુંદર દૃશ્ય સર્જે છે. રાત્રિ આકાશ જો સ્વચ્છ હોય અને ઉનાળાના દિવસો હોય ત્યારે વીંછુડાની પૂંછડીમાંથી પસાર થતી આકાશગંગા શુભ્ર પટ્ટો સર્જે છે જેને જોઇને આપણા પૂર્વજોએ તેને આકાશગંગા કહી. વાસ્તવમાં ગંગાનું બરફરૂપે આકાશમાંથી જ અવતરણ થાય છે.
આકાશ રાત-દિવસ આટઆટલી શોભા દેખાડતું હોવા છતાં ઘણા લોકો કહે છે કે આના સિવાય આકાશમાં કાંઇ પણ નાવીન્ય નથી. હાં, જેમ વિશ્ર્વરૂપ દર્શન જોવા શ્રીકૃષ્ણ ભગવાને દિવ્યચક્ષુ આપ્યાં હતાં તેમ આ કુદરતના, ઇશ્ર્વરના વિશ્ર્વરૂપ દર્શન કરવા ઇશ્ર્વરે આપણને દૂરબીનોરૂપી દિવ્યચક્ષુ આપેલાં જ છે.
દૂરબીનમાંથી ચંદ્ર જોઇએ તો લાગે કે તે ચાંદીનો ગોળો છે. ગુરુને તેના ચાર ચંદ્ર સાથે જોઇએ તો લાગે કે ગ્રહોનો મોટો ભાઇ પૂરા દોર-દમામમાં છે. શનિ પૂરા બ્રહ્માંડમાં સૌથી વધારે સુંદર છે. શું રાત્રિ-આકાશની શોભા આટલી જ છે? નહીં. તમે શક્તિશાળી દૂરબીન મૃગતારામંડળમાં તેના વચ્ચેના ત્રણ તારા ઓખા-અનિરુદ્ધ અને ચિત્રલેખાની નીચે સ્થિર કરો. આકાશની ભવ્યતા જોઇને તમે વાહ વાહ પોકારી ઊઠો. અહીં તમે રંગ-બેરંગી ઝળહળતી મૃગનિહારિકા જોઇ શકો છો. તેની બાજુમાં અશ્ર્વમુખ નિહારિકાના દર્શન કરી શકો. આ બંને નિહારિકાઓમાં આજે પણ તારા જન્મ લઇ રહ્યા છે.
હવે તમે દૂરબીન વૃષભના દક્ષિણ શિંગડા પર તાકો તમને કરચલા આકારની કર્ક નિહારિકા દેખાશે. તે તારાનું મૃત શરીર છે. આ તારાનું મૃત્યુ વિસ્ફોટ સાથે થયેલું. તે ૪ જુલાઇ ૧૦૫૪ની સાલમાં થયેલું. તેની નોંધ ચીની ખગોળશાસ્ત્રીઓએ કરેલી છે. તે દિવસે પણ દૃશ્યમાન થતી હતી અને મહિના સુધી દેખાયેલી. હકીકતમાં તેનું મૃત્યુ ૭૦૦૦ વર્ષ પહેલાં થયેલું, કારણ કે પ્રકાશને કર્ક નિહારિકાથી આપણા સુધી પહોંચતાં ૭૦૦૦ વર્ષ લાગે છે. એટલે કે એ તારાનો વિસ્ફોટ આજથી ૭૦૦૦ વર્ષ પહેલાં થયેલો જ્યારે સરસ્વતી મહા નદીના કિનારે ભારતીય મનીષીઓ વેદો લખતા હતા, કર્ક નિહારિકાના કેન્દ્રમાં પલ્સાર (ન્યુટ્રોન)તારો દેખાય છે જે સૂર્યથી ત્રણ ગણો ભારે છે પણ તેનો વ્યાસ માત્ર ૧૦ કિલોમીટર છે, તેનું ચમચીભર દ્રવ્યનું વજન એક અબજ ટન થાય. તે એક સેક્ધડમાં ૩૩ વખત પોતાની ધરી પર ઘૂમી રહે છે. તેની શોધ કરનાર મહિલા ખગોળશાસ્ત્રી જોસલીન ર્બલ હતી. અને તેના પર પ્રકાશ પાડનાર બ્રિટિશ ખગોળશાસ્ત્રી હ્યુઇશ હતો. તેને આ માટે નૉબેલ પારિતોષિક મળેલું. વીસ લાખ કિ.મી.નો વ્યાસ ધરાવતો એ તારો માત્ર ૧૦ કિ.મી.ના વ્યાસનો બની ગયો છે. એક રહસ્ય છે. જો આપણે દેવયાની તારામંડળમાં આપણું દૂરબીન તાકીએ તો ભવ્ય દેવયાની મંદાકિનીના દર્શન થાય સર્પિલ ભુજાવાળી આ મંદાકિની ૨૦૦૦ અબજ તારાનું આવાસ છે. તેની ફરતે ઉપમંદાકિનીઓ પ્રદક્ષિણા કરે છે. જેમ ગ્રહો સૂર્યની ફરતે અને ઉપગ્રહો ગ્રહોની ફરતે પરિક્રમા કરે છે. આવી તો બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. તે બધી એકબીજાથી દૂર લાગે છે. એક એક મંદાકિનીનાં રૂપ-રંગ અને છટા જોઇને આપણે મોહી જઇએ. તેવી જ રીતે બ્રહ્માંડમાં મૃગ નિહારિકા, અશ્ર્વમુખ નિહારિકા, કર્ક નિહારીકા જેવી સૌંદર્યથી ભરપૂર હજારો નિહારીકાઓ છે. વાયુનાં, ધૂલીકણોનાં વિશાળ વાદળો અને તારાના ગુચ્છો છે. આપણી આકાશગંગા મંદાકિનીની પરિક્રમા કરતી મેગેલેનનું નાનું વાદળ અને મેગેલેનનું મોટું વાદળ નામની આપણી મંદાકિનીની ઉપમંદાકિનીઓ છે.
બ્રહ્માંડ નિતનવું રૂપ ધારણ કરે છે. તે જોવા માટે આપણી પાસે દૃષ્ટિ પણ જોઇએ અને દૂરબીન પણ જોઇએ. બ્રહ્માંડની ભવ્યતાનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે જ.
બ્રહ્માંડમાં ક્યાંક તારા જન્મ લે છે તો ક્યાંક મૃત્યુ પામે છે. બ્રહ્માંડમાં શૂન્યાવકાશ હોવાથી અને અવાજના તરંગો માધ્યમ વગર શૂન્યાવકાશમાં ગતિ નહીં કરી શકતા હોવાથી તારાના વિસ્ફોટ સમયે થયેલા ધડાકાનો અવાજ પૃથ્વી સુધી આવી શકતો નથી, નહીં તો પૃથ્વી પર જીવન જન્મતાં જ બાષ્પીભવન થઇ જાય. બ્રહ્માંડ લાગે શાંત પણ વિધ્વંસક છે. તેમાં હર ક્ષણે તારાનો મહા વિસ્ફોટ થતો જ રહે છે. તે ઘટોત્કચના હાથીની જેમ હરક્ષણે વિસ્તૃત થતું જ રહે છે. તે મુજબ નિરપેક્ષ રીતે માપી શકાય તેમ નથી.
બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. દરેકમાં સરાસરી ૫૦૦ અબજ તારા છે. તેમાં ૫૦ ટકા સૂર્ય જેવા છે માટે આપણે માનવું ન જોઇએ કે આપણે બ્રહ્માંડમાં એકલા છીએ.
આ બ્રહ્માંડ આટલું વિશાળ હોવા છતાં તેને આપણે સમજી શકીએ છીએ તે જ મોટો ચમત્કાર છે. બ્રહ્માંડની ભવ્યતાનો કોઇ પાર નથી.
કુદરતે આટલું સુંદર અને વિશાળ બ્રહ્માંડ રચ્યું તેની પાછળ કુદરતનો હેતુ શું હશે? કુદરતે આપણને બનાવીને પોતાને સમજવાની પ્રક્રિયા શરૂ કરી હોય તેમ લાગે છે.
૫૦૦ અબજ તારાથી ભરેલી વળી પાછું બે તારા વચ્ચે સરાસરી ૪૦,૦૦૦ અબજ કિલોમીટરનું અંતર અને તેથી તેની સાઇઝે લગભગ ૩ લાખ પ્રકાશવર્ષ અને આવી મહાકાય મંદાકિનીની ફરતે તારા ભરેલાં વલયો, ખરેખર બ્રહ્માંડ અદ્ભુત છે. ગ્રહોનાં વલયો ખડકોનાં બનેલાં છે. જ્યારે મંદાકિનીનાં વલયો તારાનાં બનેલાં છે. આપણા બ્રહ્માંડની બહાર આપણે જોઇ શકતા નથી, નહીં તો તેને પણ કદાય વલયો હોય અને જો બ્રહ્માંડની ફરતે વલયો હોય તો તે નાની મોટી સર્પિલ ભુજાવાળી કે સર્પિલ ભુજા વગરની મંદાકિનીઓનાં બનેલાં હોય.
બ્રહ્માંડને દૃશ્યસ્વરૂપ છે તો તેને અદૃશ્ય સ્વરૂપ પણ છે જેને ડાર્કમેટર કે ડાર્ક એનર્જી કહે છે. તેણે પૂરા બ્રહ્માંડને પ્રવેગી બનાવી રાખ્યું છે. તો પ્રશ્ર્ન થાય કે શું બ્રહ્માંડને મૃત્યુ નથી? વિજ્ઞાનીઓ કહે છે કે બ્રહ્માંડનો જન્મ ઇશલ ઇફક્ષલ થી થયો છે, પણ શું તેનું મૃત્યુ નથી? તે ઊદયિ ઊડ્ઢાયક્ષમશક્ષલ છે? તો તો ગીતામાં કૃષ્ણ કહે છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે અને જેનું મૃત્યુ થાય છે તેનો જન્મ નિશ્ર્ચિત છે જાતસ્ય હી ધ્રુવં મૃત્યુ ા ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ા ખોટું પડે, ચર્પટમંજરિકા સ્તોત્રમાં શંકરાચાર્ય કહે છે કે પુનરપિજનનં પુનરપિ મરણં, પુનરપિજનની જઠરે શયનમ ા અર્થાત ફરી ફરી જન્મવાનું હોય છે, ફરી ફરી મરવાનું હોય છે અને ફરી ફરી માના પેટમાં શયન કરવાનું હોય છે તે પણ ખોટું પડે. શંકર ભગવાનને અજન્મા કહે છે. તો શું શંકર ભગવાન જ બ્રહ્માંડનું રૂપક છે. શંકર ભગવાન વિષે વિવિધ કથાઓ વાંચીએ તો લાગે કે શંકર ભગવાન જ બ્રહ્માંડનું રૂપક છે. તે ગળે સાપરૂપી કાળને લગાવીને બેઠા છે, સ્મશાન જ તેનો આવાસ છે અને ભસ્મ તેનો શણગાર છે. બ્રહ્માંડ જ દિકકાળ છે. બ્રહ્માંડ જ સ્મશાન છે, કારણ કે બ્રહ્માંડમાં કોઇ પણ જગ્યા એવી નથી જ્યાં કોઇને કોઇ જીવનું મૃત્યુ ન થયું હોય, તેનું શબ ન રહ્યું હોય. ઘર ઘરમાં મૃત્યુ, બ્રહ્માંડ પણ તારાનું કબ્રસ્તાન છે. બ્લૅક હૉલ મોટા તારાની ભસ્મ છે, એવી ભારે ભસ્મ કે તોળી ન શકાય.
બ્રહ્માંડની અદ્ભુતતામાં વધારો કરતા શ્ર્વેતવામન તારા (ૂવશયિં ઉૂફરિ તફિંતિ), ન્યુટ્રૉન સ્ટાર્સ-પલ્સાર, બ્લૅક હૉલ અને કવેઝાર્સ છે. કવેઝાર્સ અબજો પ્રકાશ વર્ષ દૂર હોવા છતાં ચમકે છે તેની પાસે કેટલી બધી ઊર્જા હશે? તેનો અંદાજ લગાવવો અઘરો છે.
આપણું શરીર સૌથી વધારે અદ્ભુત છે. આટલા વિશાળ વિશ્ર્વને આપણું નાનું મગજ આત્મસાત કરી શકે છે તે શું આશ્ર્ચર્ય નથી? આપણા મનીષીઓનું વિધાન છે કે પિંડે તે બ્રહ્માંડે તે વિજ્ઞાન સાબિત કરે છે, નરસિંહ મહેતાનાં વિધાનો કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં અતેં તો હેમનું હેમ હોયે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે આજનું વિજ્ઞાન સાબિત કરે છે. વિજ્ઞાનીઓ કહે છે કે બ્રહ્માંડ બીજું કાંઇ જ નથી ચેતનાનો ગોળો છે, માયા છે. રાતે અંધારામાં દોરડી આપણને સાપ લાગે પણ અજવાળું થાય તો તે દોરડી દેખાય, સત્ય લાધે. માટે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આ બ્રહ્માંડ સત્ય લાગે પણ જ્ઞાન થાય પછી તેની માયા સમજાય, નહીં તો માયા જ સત્ય લાગે. શંકરાચાર્યે કહેલું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એટલે કે જગત મિથ્યા નથી, તે પણ સાચું છે, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે તે માયા લાગે, મિથ્યા લાગે, માયા બની જાય. દોરડી અને સાપની વાર્તાની જેમ.

No comments:
Post a Comment