Friday, November 24, 2017

આપણે કદી સમયને જાણી શકીશું? -- ડૉ. જે. જે. રાવલ

સમય બધે જ છે પણ દેખાતો નથી. સમયને જાણવું તે એક કોયડો છે. સમય શું છે તે આપણે મનથી- મગજથી કે અમૂર્ત રીતે જાણીએ છીએ, તેમ છતાં આપણે તે બીજાને સમજાવી શકીએ નહીં કે સમય શું છે? તેની આપણે વ્યાખ્યા કરી શકીએ નહીં. કોઈ આપણને પૂછે નહીં કે સમય શું છે, ત્યાં સુધી આપણે માનીએ છીએ કે આપણે જાણીએ છીએ કે સમય શું છે. જેવું કોઈ આપણને પૂછે કે સમય શું છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે સમય શું છે તેના વિષે કશું જ જાણતાં નથી. 

આપણે સમયનાં જ બાળકો છીએ તેમ છતાં આપણે તેમાંથી છટકવા માંગીએ છીએ, અજર- અમર થવા માંગીએ છીએ.

નદીમાં પાણીનો પ્રવાહ વહે છે. આપણને ઉપર ઉપરથી જોતાં લાગે કે સમય પણ જતો જાય છે. તેથી લોકો બોલવા લાગ્યાં કે સમયનો પ્રવાહ, સમય વહે છે. જો કે સમયને પોતાને કોઈએ જોયો નથી. એ તો આપણી આસપાસની ક્રિયાઓમાં ફેરફાર થતાં આપણે જોઈએ છીએ. હજુ પણ એ નક્કી નથી થયું કે સમય ફેરફારો કરે છે કે ફેરફારો સમય માપે છે. સમય માપવા ફેરફાર થવાની જરૂર છે. માટે ફેરફાર સમય માપતા હોય તેમ લાગે. તો બીજી બાજુ લોકો માને છે કે સમય ફેરફારો કરે છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ફેરફારો થતાં ચાલે છે.

સમયનો પ્રથમ વિચાર આપનાર આપણો ચંદ્ર છે. ચંદ્ર જે કળા કરે છે તેથી આપણને ખબર પડે છે કે સમય વહે છે. સુદ પ્રથમાનો ચંદ્ર, દ્વિતીયાનો ચંદ્ર, આઠમનો, પછી પૂનમનો, પછી તે ઘટતો જાય છે અને અમાસને દિવસે તે દેખાતો નથી. આ ક્રિયાએ આપણને સમયનો વિચાર આપ્યો. સમયચક્રનો વિચાર આપ્યો. અમાસથી અમાસનો સમય તે જ આપણો મહિનો. આમ સીધો ચાલતો સમય હકીકતમાં સમયચક્ર વડે મપાય છે તે પણ કુદરતની કમાલ છે. આપણા પૂર્વજોએ જોયું કે આકાશમાં જ્યારે ચંદ્ર ૧૨ ચક્કર લગાવી લે છે ત્યાં સુધી સૂર્ય આકાશમાં એક ચક્કર લગાવી લે છે. તેજ આપણું વર્ષ. સૂર્ય દર મહિને રાશિ બદલતો દેખાય છે.

તો આપણને થાય કે દિવસના ૨૪ કલાક કેવી રીતે થયાં? આપણા પૂર્વજો તારા નિરીક્ષણમાં નિપુણ હતા. દિન અને રાત તેઓ આકાશીપિંડાનું અધ્યયન કરતાં, કેમ કે તેમને સમજ પડી ગઈ હતી કે આકાશ આપણા જીવનનો ભાગ છે. તેને ઘણું કહેવાનું છે. તેથી રાત્રિ- નિરીક્ષકોએ જોયું કે પૂરી રાત દરમિયાન ક્ષિતિજ પર એક પછી એક ૧૨ પ્રકાશિત તારા લગભગ સરખા સમયને અંતરે ઉદય પામે છે. તેથી તેમણે રાત્રિના ૧૨ ભાગ કર્યાં. તેવી જ રીતે દિવસના પણ ૧૨ ભાગ થાય. આમ ૨૪ કલાકનો દિવસ અસ્તિત્વમાં આવ્યો. પહેલા ૪૮ મિનિટની ઘડી હતી. આમ ૧૫ ઘડીનો દિવસ હતો અને ૧૫ ઘડીની રાત. તે જ આપણા ચોઘડિયા.

સૂર્યોદય અને સૂર્યાસ્ત, ચંદ્રોદય અને ચંદ્રાસ્ત પણ સમયના વિચારને પુષ્ટિ આપી તો આ બાજુ ઋતુચક્રે પણ સમયના વિચારને પુષ્ટિ આપી.

પશુ- પંખીને દિવસ રાતની ખબર પડે. તેમના બચ્ચા મોટા થાય તેની પણ ખબર પડે પણ સમયના વિચારની તેમને ખબર નહીં પડતી હોય.

સમય આપણા જીવનમાં એવો તો ઘડાઈ ગયો છે કે તે જ આપણી જીવનરેખા બની ગઈ છે. પૂરી દુનિયા સમયથી બંધાયેલી છે, જેને હજુ કોઈએ જોયો નથી. આ તો ઈશ્ર્વર જેવું છે. ઈશ્ર્વરને કોઈએ જોયો નથી, પણ લોકો માને છે કે ઈશ્ર્વર છે.

પુરાતન સમયમાં સમયને બહુ ઉંડાણમાં લેવાની જરૂર ન હતી. કલાક, મિનિટ સેક્ધડની જરૂર ન હતી. ત્યારે સવાર, બપોર, સાંજ પૂરતા રહેતા. હવે તો મિલીસેક્ધડ, નેનો સેક્ધડ, પીકો સેક્ધડ અસ્તિત્વમાં આવ્યાં છે અને પ્લાન્ક ટાઈમ એટલે કે એક સેક્ધડના અબજ અબજ અબજ અબજ અબજમો ભાગ. સમયના આ બધા ભાગો સૂક્ષ્મ દુનિયાની ગતિવિધિનું 

પરિણામ છે. 

સાથે સાથે આપણી પાસે સ્થાનિક સમય (કજ્ઞભફહ ઝશળય), પ્રામાણિત સમય (જફિંક્ષમફમિ ઝશળય) અને ગ્રીનીચ મિન ટાઈમ (ૠખઝ) સમય છે. આ પાછળનું કારણ આપણી પૃથ્વી ગોળ છે અને તેની ધરી પર ગોળ ગોળ ફરે છે તે છે. જ્યારે સ્થાનિક સમય કુદરતી છે, પ્રમાણિત સમય અને ગ્રીનીચ મિન ટાઈમ એક સિસ્ટમ છે કે જ્યારે દેશના એક સમયે સ્થાનિક ૧૨ વાગ્યે સૂર્ય બરાબર માથે આવે તેને આખા દેશનો સમય ગણવો અને ગ્રીનીચ રેખાંશવૃત્ત પર રાતે ૧૨ વાગે ત્યારે તારીખ બદલાવવી. સ્થાનિક સમય અને પ્રમાણિત સમય, દેશના સમયે વ્યવહાર માટે છે અને પ્રમાણિત સમય અને ગ્રીનીચ ટાઈમ વ્યવહાર માટે છે. (યુનિવર્સસ ટાઈમ) પૃથ્વી પરના દેશ દેશ વચ્ચેનો સમય છે.

No comments:

Post a Comment