એક બિન્દુ અંતરિક્ષ ઉત્પન્ન કરી શકે નહીં. તે માત્ર બ્લેકહૉલ જ ઉત્પન્ન કરે. બિન્દુ બહુ રહસ્યમય છે. ભૂમિતિમાં જો ખૂબ જ મહત્ત્વનું પણ ખૂબ રહસ્યમય હોય તો તે બિન્દુ છે. તીક્ષ્ણ અણીવાળી પેન્સિલથી બિન્દુ કરો તો તે પણ બિન્દુ અને તદ્દન બુઠ્ઠી અણીવાળી પેન્સિલથી બિન્દુ કરો તો તે પણ બિન્દુ જ કહેવાય. બિન્દુ બ્રહ્માંડ જેટલું વિશાળ હોઇ શકે છે અને તમે કલ્પના કરી શકો તેના કરતાં પણ નાનું (સૂક્ષ્મ) હોઇ શકે છે. બિન્દુની ભૂમિતિમાં કોઇ વ્યાખ્યા નથી.
હવે જ્યારે બીજું બિન્દુ અસ્તિત્વમાં આવે ત્યારે આપણે બે બિન્દુ વચ્ચેનું અંતર માપી શકીએ અને તે અંતરિક્ષ ઉત્પન્ન કરે, અંતરીક્ષને વ્યાખ્યાયિત કરે, કેમ કે તે બે બિન્દુ વચ્ચે સંબંધ ઉત્પન્ન કરે.
બે બિન્દુ વચ્ચેનું અંતર રૈખિક પરિમાણ ઉત્પન્ન કરે. તે અનંત રેખા પણ ઉત્પન્ન કરી શકે.
કલ્પના કરો કે એક જંતુ છે જેને માત્ર એક જ પરિમાણ નું જ્ઞાન છે. તે જતું હોય અને બાજુમાં કોઇ બીજું ટપકું કે પથ્થર પડ્યો હોય તો તેને તે દેખાય જ નહીં. હવે કલ્પના કરો કે એ જતુને માત્ર બે જ પરિમાણનું જ્ઞાન છે, તો તેના રસ્તાની નજીકમાં કોઇ બિન્દુ હોય તો તે જોઇ શકે. આપણે ત્યાં ઊભા હોઇએ તો તે આપણને જોઇ શકે નહીં. માત્ર આપણા પગની છાપ જ જોઇ શકે. જો તે જંતુને ત્રણ પરિમાણનું જ્ઞાન હોય તો તે આપણને પૂરા જોઇ શકે, અંતરિક્ષ, આકાશમાં ઊડતાં પંખી, પહાડ, વૃક્ષો બધાને જ તે જોઇ શકે, કારણ કે તેને ત્રણ પરિમાણનું જ્ઞાન છે.
આ બ્રહ્માંડમાં કોઇ જ વસ્તુને એક કે બે પરિમાણ નથી. બ્રહ્માંડની દરેકેદરેક વસ્તુને ત્રણ પરિમાણ તો છે જ. આપણે આપણા માથાનો વાળ લઇએ તો તેને પણ ત્રણ પરિમાણ છે. તેનાં બે પરિમાણો ઢંકાયેલાં છે, તેની લંબાઇની સરખામણીમાં દેખાતાં નથી. પણ બેકટેરિયાને તે જબ્બર ટનલ લાગે. ઊંચા આકાશમાંથી ગંગા નદી જોઇએ તો તે માત્ર વાંકીચૂંકી રેખા જેવી લાગે. કાગળની સીટ આપણને બે પરિમાણવાળી (લંબાઇ અને પહોળાઇ) લાગે પણ તેને ઊંચાઇ પણ છે. બેકટેરિયાને કે અણુની નાભિને તે જબ્બર ઊંચી દીવાલ લાગે.
ન્યુટને તેના ગતિશાસ્ત્રમાં યુકલિડની સપાટ ભૂમિતિનો ઉપયોગ કર્યો હતો અને સમયને અલગ રીતે બહારથી માપવાનું કર્યું હતું. તેને સમયને એક પેરામીટર તરીકે લીધો હતો જે ઘડિયાળથી મપાતો. આમ ન્યુટને આખું ગતિશાસ્ત્ર ખડું કર્યું હતું અને તે પ્રતિ સેક્ધડની ૧૫૦૦૦૦ (દોઢ લાખ) કિલોમીટરની ગતિ માટે બરાબર જવાબ આપે છે. આટલી મોટી ગતિ સામાન્યપણે બ્રહ્માંડમાં વસ્તુને હોતી જ નથી. પૃથ્વી પર કે બ્રહ્માંડમાં સામાન્યપણે વસ્તુને ગતિ એક સેક્ધડના ૨૫૦ કે ૫૦૦ કિલોમીટર હોય છે. માટે ન્યુટનના ગતિશાસ્ત્રમાં કોઇ ખામી દેખાતી નહોતી. પણ જ્યારે પ્રકાશની ગતિ સેક્ધડની ૩ લાખ કિલોમીટરની મપાઇ કે ઓગણીસમી સદીના અંતે નવા શોધાયેલા ઇલેકટ્રોન્સની ગતિ પ્રતિ સેક્ધડની ૨ લાખ કે ૨,૯૦,૦૦૦ કિલોમીટર મપાઇ ત્યારે ન્યુટનનું ગતિશાસ્ત્ર ખોટું પડ્યું. તે નિરીક્ષણને સમજાવી શકતું ન હતું. તેમાં બીજી બે-ત્રણ ખામીઓ પણ નજરે ચઢી. તે બુધની કક્ષાને પણ બરાબર સમજાવી શકતું ન હતું.
આઇન્સ્ટાઇને જોયું કે ન્યુટનનું ગતિશાસ્ત્ર ઘણી સફળ રીતે વિશ્ર્વના ગતિશાસ્ત્રને સમજાવી શકે છે પણ તે બે-ત્રણ બાબતે ખોટું પડે છે. તેની આ ખામીઓ દૂર કરવી જોઇએ. ત્યારે વૈજ્ઞાનિકોએ એ સાબિત કરી દીધું હતું કે શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ પ્રતિ સેક્ધડની ૩ લાખ કિલોમીટર છે જે અચલ છે અને પ્રકાશની ગતિથી વધારે ગતિ બ્રહ્માંડમાં કોઇ પણ વસ્તુની હોઇ શકે નહીં. ન્યુટનના ગતિશાસ્ત્ર પ્રમાણે પૂરા બ્રહ્માંડમાં કાંઇ પણ ફેરફાર થાય, તેની અસર ત્ક્ષણે આપણાથી અનુભવાય. તે સમજમાં આવતું નથી. આઇન્સ્ટાઇને જોયું કે બ્રહ્માંડમાં કોઇ પણ ઘટના બને તેની સાથે સમય જોડાયેલો જ છે પણ ન્યુટન સમયને બહારથી ઘડિયાળથી માપે છે. તેને સમયને પણ અંતરિક્ષના સ્તરે લેવો જોઇતો હતો. હવે જો પ્રકાશ સૂર્યમાંથી આવતા સવાઆઠ મિનિટનો સમય લે તો ગુરૂત્વાકર્ષણની અસર પણ સમય લે તેના જેટલો અથવા તેનાથી ઓછો કેમ કે પ્રકાશની ગતિથી વધારે ગતિથી કોઇ પણ ગતિવિધિ સંભવી શકે નહીં.
આઇન્સ્ટાઇનનો જિનિયસ વિચાર એ હતો કે સમય બ્રહ્માંડનું ચોથું પરિમાણ છે, લંબાઇ-પહોળાઇ-ઊંચાઇ (અંતરિક્ષ) એ બ્રહ્માંડનાં ત્રણ પરિમાણ છે અને સમય બ્રહ્માંડનું ચોથું પરિમાણ. એટલે કે આઇન્સ્ટાઇને બ્રહ્માંડને ત્રણ પરિમાણવાળું નહીં પણ ચાર પરિમાણવાળું લીધું જેનું ચોથું પરિમાણ સમય છે.
પણ પ્રશ્ર્ન એ હતો કે લંબાઇ-પહોળાઇ-ઊંચાઇ એટલે કે અંતરિક્ષ મીટર, કિલોમીટર, ફૂટ અથવા વારમાં મપાય પણ સમય સેક્ધડમાં મપાય. તો સમયને લેન્થમાં કેવી રીતે ફેરવાય? આઇન્સ્ટાઇનનો બીજો જિનિયસ વિચાર વૈશ્ર્વિક અચલ પ્રકાશની ગતિને તેણે સમય સાથે ગુણી જેને સમયને લંબાઇ અર્પી. પ્રકાશ વર્ષ કે પ્રકાશ કલાક કે પ્રકાશ મિનિટ કે પ્રકાશ સેક્ધડ એ સમયનું માપ નથી પણ લંબાઇ (લેન્થ)નું માપ છે. એક પ્રકાશ સેક્ધડ એટલે ૩ લાખ કિલોમીટર, એક પ્રકાશવર્ષ એટલે લગભગ ૧૦,૦૦૦ અબજ કિલોમીટર.
આઇન્સ્ટાઇને સમયને બ્રહ્માંડના ચોથા પરિમાણ તરીકે લઇને એટલે કે સમયને અંતરિક્ષના સ્તરે (લંબાઇ-પહોળાઇ-ઊંચાઇના સ્તરે) લઇને ન્યુટનના ગતિશાસ્ત્રને વિસ્તૃત કર્યું. સમયને અંતરિક્ષના બંધારણમાં જ સમાવી દીધો. ન્યુટન સમયને અંતરિક્ષથી અલગ બહારથી માપતો હતો. આઇન્સ્ટાઇનનું આ કાર્ય એટલે આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ .
આ કારણે આઇન્સ્ટાઇન બતાવી શક્યા કે જ્યારે વસ્તુ ગતિમાં હોય છે ત્યારે ગતિની દિશામાં તેની લંબાઇ ઘટે છે જે તેની ગતિ પર આધાર રાખે છે, તેથી ત્રણ પરિમાણવાળી વસ્તુનો શેપ (જવફાય) બદલાય છે, તે બેડોળ બનતી જાય છે. ગતિમાં આવેલી ઘડિયાળ ધીમી ચાલે છે અને તેનું ધીમાપણું તેની ગતિ પર આધાર રાખે છે. આઇન્સ્ટાઇન એ પણ બતાવી શક્યા કે જ્યાં અંતરીક્ષ છે ત્યાં સમય હાજર જ છે અને જ્યાં સમય છે ત્યાં અંતરિક્ષ હાજર જ છે. અંતરિક્ષ અને સમયને અતૂટ સંબંધ છે. આઇન્સ્ટાઇને એ પણ દર્શાવ્યું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને પણ અતૂટ સંબંધ છે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર જ છે અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે. છેવટે આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે પદાર્થ અને ઊર્જાનો પણ અતૂટ સંબંધ છે. પદાર્થમાંથી ઊર્જા ઉત્પન્ન કરી શકાય ઊર્જામાંથી પદાર્થ ઉત્પન્ન કરી શકાય. આઇન્સ્ટાઇન પહેલાં એમ મનાતું કે પદાર્થ અને ઊર્જાને કાંઇ લેવા દેવા નથી. પણ આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે પદાર્થ અને ઊર્જા એકનાં એક છે.
છેવટે આ બધું પરિમાણોનું પરિણામ છે. પરિમાણ અંતરિક્ષ છે, ઊર્જા છે, બ્રહ્માંડ છે અને સમય પણ છે. આ બધા એકનાં એક છે. પરિમાણ બધાથી સ્વતંત્ર હોય છે. લંબાઇ, પહોળાઇ, ઊંચાઇ, સમય બધા એકબીજાથી સ્વતંત્ર છે અને બીજું પરિમાણ પૂરા બ્રહ્માંડમાં વિસ્તરેલું હોવું જોઇએ. ઉપરોક્ત ચાર ભૌતિક રાશિ માટે જ પરિમાણ છે. પરિમાણ ન હોય તો આપણું અસ્તિત્વ સંભવી શકે નહીં. પરિમાણ ન હોય તો આપણને લંબાઇ, ઊંચાઇ, પહોળાઇ હોઇ શકે નહીં. આપણને હાડકાં પણ ન હોઇ શકે, કારણ કે જીન્સ, બેકટેરિયા ભલે ગમે તેટલા સૂક્ષ્મ હોય પણ તેને ત્રણ પરિમાણો હોય જ, સમય બધા જ પ્રસંગ (ઘટના)માં હોય જ.
પદાર્થ બ્રહ્માંડનું પાંચમું પરિમાણ છે. તે સ્વતંત્ર છે અને પૂરા બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે. એક વૈશ્ર્વિક અચલ પદાર્થને લંબાઇમાં ફેરવે છે, પણ તેની લંબાઇ મીટરની દસ અબજ અબજ અબજ ગણી નાની છે. માટે તે અદૃશ્ય રહે છે. પણ જો વસ્તુમાં પદાર્થ દસ અબજ અબજ અબજ કિલોગ્રામ હોય તો તેના પદાર્થની પરિમાણની લંબાઇ એક મીટર થાય જેને આપણે જોઇ શકીએ. પદાર્થનું પરિમાણ સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે માટે આપણે તેને જોઇ શકતા નથી.

No comments:
Post a Comment