મહાભારતમાં વાત આવે છે કે પાંડવોને સદાને માટે મારી નાખવા લાક્ષાગૃહનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેમાંથી આગ લગાડનારને છટકવા ભોંયરું પણ રાખવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે તે વખતે લોકોને લાખના ઉપયોગની ખબર હતી. તે જરા વારમાં આગ પકડે છે તેવા લાખના ગુણની ખબર હતી.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં લૉનાર નામનું એક ગામ છે. તે ઔરંગાબાદથી ૮૦ કિમી. દૂર છે. ત્યાં લૉનાર ગામના પાદરે બે કિ.મી.ના વ્યાસવાળો સુંદર ઉલ્કાકુંડ છે. જાણે જમીનમાં બે કિ.મી.ના વ્યાસનો તવો (તાવડો) બેસાડ્યો હોય.તેની દીવાલો ખૂબ જ ઢાળવાળી છે. તેમાં હવે પાણી ભરાઇ ગયું છે તેથી તે તળાવ બની ગયું છે, તેથી તેને લૉનાર તળાવ કે (લૉનાર લેક)કહે છે. તેની નજદીકમાં પહાડમાંથી એક ઝરણું સતત વહ્યા કરે છે. આ લૉનાર તળાવ માનસરોવરની માફક તીર્થ ગણાય છે. પદ્મપુરાણમાં તેની કથા છે. લોનાર તળાવની નજીકમાં એક બીજો છીછરો ઉલ્કાકુંડ છે, અને નજીકમાં સૂતેલા હનુમાનજીનું મંદિર છે.
લૉનાર તળાવનું કે લૉનાર ગામનું નામ લવણાસુર રાક્ષસના નામ પરથી પડ્યું છે. પદ્મપુરાણની કથા પ્રમાણે લવણાસુર નામનો રાક્ષસ હતો. તેણે શંકર ભગવાનનું તપ કરીને તેમને પ્રસન્ન કર્યાં. શંકર ભગવાને તેને વરદાન માગવાનું કહ્યું,ત્યારે લવણાસુરે શંકર ભગવાન પાસે વરદાન માગ્યું કે મારું કોઇ અસ્ત્ર કે શસ્ત્રથી મૃત્યુ ન થાય. આવું વરદાન હોવાથી લવણાસુર દેવો સહિત બધાને રંજાડવા લાગ્યો. દેવો ત્રાહિમામ પોકારી ઊઠ્યા અને વિષ્ણુ ભગવાન પાસે લવણાસુરના ત્રાસમાંથી બચાવવા વિનંતી કરવા ગયા. વિષ્ણુ ભગવાને તેમને વરદાન આપ્યું કે તે લાવણાસુરને મારશે.
આ વાત સાંભળી લવણાસુર ડરી ગયો અને જબ્બર ખાડો ખોદી તેના પર સજ્જડ ઢાંકણું કરી સંતાઇ ગયો. માત્ર શ્ર્વાસોચ્છવાસ માટે કુંડમાં એક નાનું કાણું રાખ્યું. વિષ્ણુ ભગવાન પછી ત્યાં આવે છે અને જુએ છે તો કુંડમાં જવાનો ક્યાંય માર્ગ નથી. તેઓ પછી કુંડની ચારે તરફ ચક્કર મારે છે તો તેમને એક નાનું કાણું નજરે પડે છે. વિષ્ણુ ભગવાન પછી વામનરૂપ ધરે છે અને કુંડમાં પ્રવેશ કરે છે. ત્યાં વિષ્ણુ ભગવાન અને લવણાસુરની જબ્બર લડાઇ થાય છે. લવણાસુરને વરદાન હતું કે તે કોઇ અસ્ત્ર-શસ્ત્રથી મરે નહીં. તેથી વિષ્ણુ ભગવાને લવણાસુરની નાભિમાં તેમના પગનો અંગૂઠો ભરાવી તેને ગોળ ગોળ ફેરવી પછાડ્યો. લાવણાસુરના રામ રમી ગયા. મૃત્યુ પામતાં પહેલાં લવણાસુરના શરીરમાંથી એવડો મોટો છેલ્લો શ્ર્વાસ નીકળ્યો કે તેણે કુંડ ઢાંકણાને ઉછાળી નજીકમાં ફેંક્યું. ત્યારે વિષ્ણુ ભગવાનના અંગૂઠાને લવણાસુરને ચક્કર ચક્કર ફેરવવામાં જબ્બર શ્રમ પડ્યો હતો અને લોહી નીકળતું હતું. તે સાફ કરવા ત્યાં ગંગાજી ઉત્પન્ન થયાં.
આ કથાનો વૈજ્ઞાનિક અર્થ એવો છે કે તે નાના કાણાં વાટે એક ૧૫૦ ફૂટનો લઘુગ્રહ ત્રાંસી દિશામાંથી ત્યાં પૃથ્વી સાથે અથડાયો હતો. એ નાનો લઘુગ્રહ પોતે જ વિષ્ણુ ભગવાનનું વામન સ્વરૂપ હતું. તે લઘુગ્રહ ત્યાં અથડાયો તે ત્યાં ચક્કર ચક્કર ફર્યો હતો અને એનો એક મોટો ટુકડો ઉછળી બાજુમાં પડ્યો હતો જેને છીછરો ઉલ્કાકુંડ બનાવ્યો અને મુખ્ય લઘુગ્રહના ટુકડાએ બે કિલોમીટરના વ્યાસનો અને એક હજાર ફૂટ ઊંડો મોટો ઉલ્કાકુંડ બનાવ્યો. ત્યારે જે ગંગા અવતરણ થયું તે લઘુગ્રહની ત્યાં અથડામણથી બાજુના નાના પહાડ પર એટલું તો પ્રેશર આવ્યું કે ત્યાં ઝરણું ફૂટી નીકળ્યું. નજીકમાં સૂતેલા હનુમાનજીની જે કથા છે તે એવી છે કે લક્ષ્મણને મૂર્છા આવી ગઇ હતી તેથી હનુમાનજી હિમાલયમાંથી સંજીવની લેવા ગયા હતા. નાના પહાડમાં જે સંજીવની ઊગી હતી તે લઇને આવતા હતા તેથી હનુમાનજી થાક ઉતારવા બે ઘટી સૂઇ ગયા હતા. તે સૂતેલા હનુમાનજી હકીકતમાં ભારે લાંબો ઉલ્કાપાષાણ છે જે લઘુગ્રહ ત્યાં અથડાયો તેનો ટુકડો છે. જો એ સૂતેલા હનુમાનજીની નજીકમાં લોહચુંબક લઇ જઇએ તો તે આકર્ષાય છે, એટલે કે ઉલ્કાપાષાણ છે. આ કથા લવણાસુરની છે પણ આકાશમાંથી આવેલા લઘુગ્રહે ત્યાં પૃથ્વી સાથે અથડાઇ બે કિલોમીટરનો વિશાળ ઉલ્કાકુંડ બનાવ્યો તેની કથા છે.
અમેરિકી વિજ્ઞાનીઓએ તેનો અભ્યાસ કર્યો. ભારતીય વિજ્ઞાનીઓએ પણ તેનો અભ્યાસ કર્યો અને સાબિત કર્યું છે કે લોનાર તળાવ ઉલ્કાકુંડ છે અને તે ૫૦૦૦૦ વર્ષ પહેલાં બન્યો હતો. તેમાં હવે પાણી ભરાઇ જવાથી તે વિશાળ સુંદર તળાવના રૂપે આપણને દૃશ્યમાન થાય છે. તેનું પાણી ૫૦,૦૦૦ વર્ષ જૂનું છે. તે હવે બર્ડ સેન્કચ્યુઅરી થઇ ગયો છે. તેની કિનારીએ ઊભા રહીએ તો જબ્બર આહ્લાદક અનુભવ થાય છે. ત્યાંથી ખસવાનું મન જ ન થાય. ત્યાં પ્રદેશની ભૂમિ બસાલ્ટિકી છે. ચંદ્રની ભૂમિ પણ બલાસ્ટિક છે. એટલે ચંદ્ર પરના ઉલ્કાકુંડો આ લૉનાર ઉલ્કાકુંડ જેવો જ છે. લૉનાર ઉષ્ણકુંડ પણ ચંદ્ર પરના ઉષ્ણકુંડ જેવો બલાસ્ટિક ઉલ્કાકુંડ જ છે, માત્ર તેમાં પાણી ભરાઇ ગયું છે. લૉનાર ઉલ્કાકુંડ જોઇએ તો તેનો અર્થ એમ થાય કે આપણે ચંદ્ર પરનો ઉલ્કાકુંડ જ જોઇએ છીએ. ચંદ્ર પર ઉલ્કાકુંડ જોવા જવાની જરૂર નહીં.
ચોમાસામાં કે ચોમાસા પછી લૉનાર ઉલ્કાકુંડ જુઓ તો ખૂબ જ આહ્લાદક અનુભવ થાય, કારણ કે તેને કુદરતે બનાવ્યો છે. ઉત્તર-પશ્ર્ચિમમાંથી એક નાનો ૧૫૦ ફૂટની સાઇઝનો લઘુગ્રહ લગભગ ૪૫ અંશના ખૂણે આવીને ત્યાં અથડાયો હતો. જો તે પ૦ મીટરને બદલે ૫૦૦ મીટર (અડધો કિલોમીટર)ની સાઇઝનો હોત તો પૂરા વિદર્ભનો નાશ કરત અને જો તે ૫૦૦૦ મીટરનો હોત તો પૂરા મહારાષ્ટ્રને તહસ-નહસ કરી નાખ્યું હોત, કદાચ પૂરા ભારતને તહસ-નહસ કરી નાખ્યું હોત.
લૉનાર લેક વિષે પ્રારંભિક સંશોધન અમેરિકી વિજ્ઞાની ફ્રેડિક્સને કરેલું, પછી તાતા અને ઇન્ડિયન જિયોલોજિકલ સોસાયટી અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના નરેન્દ્ર ભંડારી સાહેબે કરેલું. લૉનાર લેકને પ્રકાશમાં લાવનાર લેખક હતા. લેખકે લોનાર લેક હકીકતમાં કેવી રીતે બન્યું, નાનો લઘુગ્રહ ત્યાં કેવી રીતે ખાબક્યો તેના વિષે સંશોધન કર્યું છે અને ઇન્ટરનેશનલ વિજ્ઞાન સંશોધન સામયિક ‘કરન્ટ સાયન્સ’માં પ્રગટ કર્યું છે.
લૉનાર ઉલ્કાકુંડ હકીકતમાં ભારતની શોભા છે. અને પૂરી દુનિયામાં ભારતની જેમ વિશિષ્ટ છે. આપણે નસીબદાર છીએ કે આવો ઉલ્કાકુંડ ભારતમાં બન્યો છે. ભારતનાં બાળકો, વિદ્યાર્થીઓ શિક્ષકો જ નહીં પણ બધા જ માણસોએ તે જીવનમાં જરૂર જોવો જોઇએ. કુદરતની લીલાનો સાક્ષાત્કાર કરવો જોઇએ. જેમ વરસાદ કલાકમાં બધા જ ડેમો ભરી દે છે અને ગામોનાં ગામો અને શહેરોનાં શહેરોને પાણીથી સાફ કરી દે તેવો જ લૉનાર લેક કુદરતનો કરિશ્મા છે.
ઇન્દ્રપ્રસ્થમાં કહે છે માયાવી સ્થપતિએ જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય એવી રચના કરેલી. હજુ સુધી અર્વાચીન વિજ્ઞાન એ કરી શક્યું નથી. હા, વિજ્ઞાને સ્થળ હોય ત્યાં જળ કેવી રીતે દેખાય તે આપણને સમજાવ્યું છે ખરું જેને આપણે મૃગજળ કહીએ છીએ.
આપણા પ્રાચીનોને દર વર્ષે ક્યારે લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત થાય, ક્યારે ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબી રાત થાય, ક્યારે દિવસ-રાત સરખા થાય, ધ્રુવપ્રદેશ પર છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થાય, કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે રહેતા માનવીનો પડછાયો અદૃશ્ય થાય છે તે બધી બાબતોની ખબર હતી પણ તેની પાછળનું વિજ્ઞાન તો અર્વાચીન વિજ્ઞાને જ સમજાવ્યું છે. પૃથ્વીની પરાંચન ગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમમાં ખસે છે અને કયા દરે ખસે છે તેની પણ તેમને ખબર હતી પણ તેની પાછળનું વિજ્ઞાન અને તે ૨૫,૮૦૦ વર્ષનું ચક્ર છે તે ખબર ન હતી.
ગીતામાં બ્રહ્માનો દિવસ, દેવોનો દિવસ, પૃથ્વી પરના માનવીઓનો દિવસ વગેરે રસપ્રદ વાતો કહેવામાં આવી છે, અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું માનવીના પેટમાં અગ્નિરૂપે રહેલો છું અને બધા જ પ્રકારનાં અન્ન શ્ર્વાસોચ્છવાસની ક્રિયા વડે પચાવું છું. તે ઘણી જ દિમાગ ઉઘાડી નાખે તેવી વાત છે.
પુરાણોમાં ઘણી બધી ઉટપટાંગ કથાઓ છે જે માની ન શકાય જે હાલની ટાઇમ ટ્રાવલ અને સ્પેશટ્રાવલ જેવી વાતો છે. ભવિષ્યમાં વિજ્ઞાન તેને સાચી પણ સાબિત કરે! પ્રાચીન ભારતમાં અણુવિજ્ઞાન, તબીબીશાસ્ત્ર, ઔષધીશાસ્ત્ર, ગણિતવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન, ધાતુશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર ભાષા અને વ્યાકરણ શાસ્ત્ર વગેરે ઘણાં વિકસ્યાં હતાં જે પતંજલિ, પાણિનિ, કણાદ, બૌધાયન, વેદ, ઉપનિષદ, સુશ્રૂત, ચરક, આર્યભટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, ભાસ્કર, નાગાર્જુનના કાર્યથી ખબર પડે છે.

No comments:
Post a Comment