Wednesday, October 15, 2014

માયાવી દુનિયા ધૂમકેતુની -- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=101767

ધૂમકેતુઓ જેટલા દેખાવમાં વિચિત્ર છે એટલા જ વર્તનમાં પણ વિચિત્ર છે


             

ધૂમકેતુ શબ્દ ભારતીયો માટે નવો નથી. ધૂમકેતુ એટલે કે જેની ધજા જ ધુમાડો છે. ભારતીયો પ્રાચીન સમયથી ધૂમકેતુઓનું નિરીક્ષણ અને અભ્યાસ કરતા આવ્યા છે. પુરાણોમાં નારદ, પરાશર, ગર્ગ વગેરે ઋષિ-મુનિઓનાં નામ પર ધૂમકેતુઓ છે. કદાચ એ ઋષિઓએ તેમને શોધ્યા હતા. પુરાણોમાં પૃથ્વીના આકાશમાં આવેલા ધૂમકેતુઓના આકારો, જગ્યા અને ગતિવિધિનાં બરાબર વર્ણન છે. વિખ્યાત વિદ્વાન ખગોળવિદ્ વરાહમિહિરે તેમની બૃહદ્સંહિતામાં પ્રાચીન ભારતીય ઋષિઓએ શોધેલા ૧૦૦૦ ધૂમકેતુઓનું વર્ણન કર્યું છે. અર્વાચીન સમય સુધી માનવીને ખબર ન હતી કે ધૂમકેતુઓ વાસ્તવમાં શું છે? ક્યાંથી આવે છે?, ક્યાં ગાયબ થઈ જાય છે?, ક્યાં જન્મે છે? અને શેના બનેલા છે. લોકોમાં ધૂમકેતુઓ વિષે જબ્બર અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી. તેની પાછળ તેમનું ધૂમકેતુઓ વિષેનું અજ્ઞાન હતું અને એ સમયમાં અને એ સમયની ધૂમકેતુઓ વિષેની જાણકારી જે લોકોમાં અને ખગોળ વિજ્ઞાનીઓ અને વિદ્વાનોમાં હતા તે પ્રમાણે ઠીક પણ હતું.

લોકો માનતા કે ધૂમકેતુઓ પૃથ્વીના વાયુમંડળમાં ઉત્પન્ન થાય છે. રાજાઓના જીવાત્મા છે વગેરે. સૌપ્રથમ એ ઑલ ટાઈમ ડચ ખગોળ નિરીક્ષક ટાયકો બ્રાહે હતો જેણે દર્શાવ્યું કે ધૂમકેતુઓ પૃથ્વીના વાયુમંડળમાં ઉત્પન્ન થતા નથી. તે તો ઘણા દૂરના આકાશીપિંડો છે. તેમ છતાં ધૂમકેતુઓ વિષે ઉપરોક્ત પ્રશ્ર્નો તો ઊભા જ હતા. 

૧૯૫૦માં બીજા ડચ ખગોળ વિજ્ઞાની જાન ઉર્ટે ૧૯ ધૂમકેતુઓનો ઊંડો અભ્યાસ કર્યો અને દર્શાવ્યું કે એ ધૂમકેતુઓ તો સૌરમંડળની બહારના પરિસરમાંથી આવે છે. સૌરમંડળના પાદરેથી આવે છે. તેણે ધારણા કરી કે સૌરમંડળની બહાર ધૂમકેતુઓની વસાહત છે. તેમના શિષ્યોએ ગુરુ ઉર્ટના માનમાં તેને ઉર્ટનું ધૂમકેતુઓનું વાદળ કહ્યું, ઉર્ટની ધૂમકેતુઓની વસાહતી કહી. તેમના શિષ્યો અને લોકોએ ઉર્ટને પ્રશ્ર્ન પૂછ્યો કે ધૂમકેતુઓ ત્યાં કેવી રીતે છે? ઉર્ટ પાસે તેનો જવાબ ન હતો એ પ્રશ્ર્નનો ઉર્ટ જવાબ શોધવા લાગ્યા. મંગળ અને ગુરુ વચ્ચે નાના નાના પિંડોનો એક પટ્ટો છે. ઉર્ટને લાગ્યું કે ત્યાં એક ગ્રહ હોવો જોઈએ અને તેનો વિસ્ફોટ થયો હોવો જોઈએ. આ વિસ્ફોટ સમયે નાના નાના ટુકડા સૂર્યમંડળને છેવાડેના અંતરીક્ષમાં ફેંકાયા હતા અને તે પાછા આવે છે. આ માત્ર ગુરુ ખગોળવિજ્ઞાનીનું વિધાન હતું. સાબિતી ન હતી. પણ પ્રશ્ર્નો પછી એ ઊભા થયા કે જો મંગળ અને ગુરુ વચ્ચે ગ્રહ હતો તેનો વિસ્ફોટ થઈ ગયો તે તેના વિસ્ફોટ પાછળનું કારણ કયું? હાલ સુધીની ૪.૬ અબજ વર્ષની સૌરમાળાની ઉંમરમાં માત્ર એક જ ગ્રહનો વિસ્ફોટ થયો? બીજા કોઈ ગ્રહો વિસ્ફોટ નથી પામ્યા? બીજું ધારો કે એ ગ્રહનો વિસ્ફોટ થયો હોય અને ૪૫ કરોડ કિલોમીટરના લઘુગ્રહ એના પટ્ટાના અંતરેથી તેના ટુકડા સૂર્યમાળાની બહાર છેક ૬૦૦ કરોડ કિલોમીટરના અંતરે ફેંકાયેલા હોય તો તે માત્ર પાંચીકા જ રહે, જ્યારે ધૂમકેતુઓની નાભિ તો બે, ત્રણ, પાંચ, દશ કિલોમીટરની કે તેથી પણ વધારે સાઈઝ ધરાવે છે, આ બધા પ્રશ્ર્નો ઊભા જ હતા. 

ધૂમકેતુઓનો છેલ્લાં ૬૦ વર્ષથી અભ્યાસ થાય છે. તેમાં માલૂમ પડ્યું કે આ બધા ધૂમકેતુઓ ઉર્ટના ધૂમકેતુના વાદળમાંથી આવતા હોય તો સૂર્યમાળામાં માત્ર પ૦૦ કે વધારેમાં વધારે ૧૦૦૦ ધૂમકેતુઓ જ હોય, કારણ કે તેમને ત્યાંથી આવતાં જ હજારો વર્ષ લાગે. સૂર્યમાળામાં તો હજારો ધૂમકેતુઓ છે. તો એ ક્યાંથી આવ્યા હશે? તેમાં વળી ર વર્ષથી માંડી ૪૦૦ વર્ષના સમયચક્રવાળા ધૂમકેતુઓ છે, અને તેમાં પણ વળી ધૂમકેતુઓનાં સંગઠનો છે. અમુક ધૂમકેતુઓ પ્લુટો સુધી જાય છે અને પાછા સૂર્યની પરિક્રમા કરવા આવે છે. અમુક નેપ્ચૂન સુધી જાય છે, અમુક યુરેનસ સુધી જાય છે, અમુક શનિ સુધી જાય છે. તો આ બધાં અલગ અલગ ઓછાં સમયચક્રવાળા ધૂમકેતુઓનાં સંગઠનો શા માટે? આમ આ ધૂમકેતુઓએ તો વિજ્ઞાનીઓ સામે કેટલાય પ્રશ્ર્નો ખડા કહી દીધા હતા અને વિજ્ઞાનીઓને પડકાર ફેંકતા હતા કે તેમની માયાનો પાર પામવો સહેલો નથી. તેઓ દેખાવમાં જેટલા વિચિત્ર છે તેટલા વર્તનમાં પણ વિચિત્ર છે. 

૧૯૫૦માં ધૂમકેતુઓના ઊંડા અભ્યાસુ ફ્રેડ વ્હિપલે દર્શાવ્યું કે ધૂમકેતુઓ તો ગંદા બરફના ગોળા છે. તેમાં કચરા સાથે પાણી, કાર્બનડાયોક્સાઈડ, અમોનિયા, મિથેન, ઈથેનના બરફો છે અને કેન્દ્રમાં સખત ચટ્ટાનોનું નાભિ છે. આ લેખના લેખકે ધારણા આપી સમજાવ્યું કે સૂર્યમાળા ગોળ ગોળ ફરતી સૌરનિહારિકાએ સમય સમયે પદાર્થનાં વલયો છોડ્યાં તેમાંથી બની છે. અને તેનું બહારનું વિશાળ વલય તે ઉર્ટનું ધૂમકેતુનું વાદળ, અને જેમ સૂર્યમાળા બની છે તેવી જ રીતે ગ્રહોની ઉપગ્રહમાળા બની છે અને ઉપગ્રહોનાં બહારનાં વલયોએ ગ્રહોના ધૂમકેતુઓ બનાવ્યા જે સૂર્યએ કબજે કરી લીધા. માટે ધૂમકેતુઓનાં સમયચક્રો બે વર્ષથી માંડી ૩૦૦ વર્ષનાં છે અને જે ધૂમકેતુઓ સૂર્યના ઉર્ટવાદળમાંથી આવે છે તેનાં સમયચક્રો હજારો વર્ષનાં હોય છે. આમ ધૂમકેતુઓના અસ્તિત્વ વિશે ઘણા પ્રશ્ર્નોના જવાબો આપણને મળ્યાં. છેલ્લાં ૬૦ વર્ષમાં ધૂમકેતુઓની દુનિયા વિષે આપણને સારું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેઓ હવે તદ્દન અજનબી નથી રહ્યાં.

ધૂમકેતુઓ નાના પાંચ-દશ કિલોમીટરની સાઈઝના અપારદર્શક આકાશીપિંડો હોઈ જ્યારે તે દૂર હોય, મંગળની કક્ષા સુધી દૂર હોય ત્યારે દેખાતા નથી. પૃથ્વીની નજીક આવે ત્યારે અચાનક દેખાવા લાગે છે અને થોડા મહિના સુધી દેખાય છે અને પછી દૂર ચાલ્યા જાય છે અને તેથી અચાનક અદૃશ્ય થઈ જાય છે. તેઓ તેમના ૯૫ ટકા પ્રવાસ આપણી આંખને ઓઝલ થઈને કરે છે. તે દૂર હોય છે તેથી અંતરીક્ષની ઠંડીને કારણે તેમાંના બરફો ઢીમ થઈને રહે છે. તેઓ સૂર્યની નજીક આવે છે ત્યારે સૂર્યની ગરમીને લીધે તેમાંનો બરફ પીગળે છે અને તેઓ પૂંછડી કાઢે છે. સૂર્યમાંથી સૌરપવનો ભયંકર ઝડપથી ફૂંકાય છે જે ધૂમકેતુમાંથી નીકળતા ધુમાડાને સૂર્યની વિરુદ્ધ દિશામાં ઘસડી જાય છે. આમ તેઓની પૂંછડી સૂર્યની વિરુદ્ધ દિશામાં બને છે. કોઈક ધૂમકેતુને સૂર્ય તરફ પણ નાની પૂંછડી ઊગે છે. આ પૂંછડી નાની જ હોય છે. ધૂમકેતુઓની સૂર્યની વિરુદ્ધ દિશામાં રહેલ પૂંછડીઓ લાખો કિલોમીટર લાંબી હોય છે. ધૂમકેતુઓને આયનિક પૂંછડી પણ હોય છે અને સૂર્ય પરિક્રમા કરતી વખતે તેની સાથે ઘસડાતી પણ સારી એવી વાંકી પૂંછડી પણ હોય છે. કેટલાક ધૂમકેતુઓને વિશાળ ઝાડુ જેવી પહોળી પૂંછડી પણ હોય છે. કેટલાકને વળી તલવારની જેવી વાંકી પૂંછડી પણ હોય છે. પૃથ્વીના આકાશમાંથી છેલ્લાં ૬૦ વર્ષમાં ઘણા ધૂમકેતુઓ પસાર થઈ ગયા છે.

વિકાસ માટે વરદાનરૂપ સંશોધનો -- વિજ્ઞાન - નરેન્દ્ર પટેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=62037

અંતરિક્ષ ટેક્નોલોજીના પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપયોગે આપણી જીવનશૈલી બદલી નાખી છે



આજથી પ૦ વર્ષ પહેલાંના જીવન વિશે વિચાર કરીએ તો જણાશે કે આજે આપણા જીવનમાં કેટલા બધા ફેરફાર થયા છે. ખેડૂત માત્ર તારા અને નક્ષત્ર પર આધાર રાખીને વરસાદની આગાહી કરતો હતો, તેને હવે હવામાનખાતા તરફથી ચિત્રો સાથે માહિતી મળે છે. પૃથ્વીના કયા ભાગમાં વાવાઝોડું, વંટોળિયો કે અનાવૃષ્ટિ થશે તેની આગોતરી જાણ થઇ શકે છે, અંતરિક્ષ નેવિગેશન ટેક્નોલોજીથી વાયુયાન અને સબમરીનની સુરક્ષામાં અનેક ગણો વધારો થયો છે. ગ્લોબલ પોઝિશનિંગ સેટેલાઇટ્સ (સ્થિતિ નિર્ધારણ ઉપગ્રહો-જીપીએસ)ની મદદથી સબમરીન બરફના પહાડ સાથે કે ખતરનાક સમુદ્રકિનારા સાથે ટકરાયા વિના મુસાફરી કરે છે. 

વિકાસનું મુખ્ય કારણઃ અંતરિક્ષના ઉપયોગમાં વધુ સગવડ ત્યારે થશે જ્યારે વૈજ્ઞાનિકો અંતરિક્ષના વિશિષ્ટ ગુણો જેવા કે વિકિરણોની વિભિન્ન અસરો અને પ્રક્રિયાઓ, સૂક્ષ્મ ગુરુત્વ, શૂન્યાવકાશ વિશે વધુ સંશોધન કરશે. રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઔષધિ વિજ્ઞાન, મિનિએચરાઇઝેશન (સૂક્ષ્મીકરણ), કમ્પ્યુટર, રિમોટ સેંસિંગ વગેરેમાં થયેલો વિકાસ અંતરિક્ષ વિજ્ઞાનને આભારી છે. અંતરિક્ષ ટેક્નોલોજીથી માનવકલ્યાણ માટે ઘણું બધું થયું છે. પેસમેકરનું ઉદાહરણ લઇએ તો અંતરિક્ષયાત્રા દરમિયાન અવકાશયાત્રીઓનું સ્વાસ્થ્ય મોનિટર દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ આજે એ જ પેસમેકર મોટે ભાગે હૃદયના રોગીઓ માટે જીવનરક્ષક બની ગયું છે. ‘કેટ’ (કમ્પ્યુટર એડેડ ટોમોગ્રાફી), એમ.આર.આઇ. (મેગ્નેટિક રેઝોનેન્સ ઇમેજિંગ) વગેરે સાધનોનો વિકાસ હકીકતમાં અંતરિક્ષયાત્રા દરમિયાન ચંદ્રની સપાટીના વિસ્તૃત ચિત્રો લેવા માટે થતો હતો. 

ફિટનેસ માટે ઉપયોગઃ ૧૯૯૮માં અંતરિક્ષમાં બની રહેલા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ‘આલ્ફા’ માટે પણ અનેક ટેક્નિક વિકસિત થઇ હતી, તેનો ઉપયોગ પૃથ્વી પર સફળતાથી થઇ રહ્યો છે. ‘આલ્ફા’ માટે કસરતનું એક સાધન ‘સ્પાઇરાફ્્લેક્સ’ વિકસાવાયું હતું તેના દ્વારા અંતરિક્ષયાત્રી સૂક્ષ્મ ગુરુત્વથી પોતાની માંસપેશીનું રક્ષણ કરે છે. આજે આ ટેક્નિકનો ઉપયોગ હેલ્થ ક્લબમાં ફિટનેસ માટે થાય છે. ‘આલ્ફા’ સ્ટેશનના બહારના ભાગમાં કામ કરનારા અંતરિક્ષયાત્રીઓને ઇમરજન્સીમાં બચાવીને તેમને તરત જ ‘આલ્ફા’ સ્ટેશનની અંદર લઇ જાય છે, તે માટે અનેક પ્રકારના રોબોટિક હાથનો વિકાસ કરવામાં આવ્યો હતો. જીવન સહાયક સાધનો, મનોરંજનના ક્ષેત્રમાં અને હવામાન શાસ્ત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ‘આલ્ફા’ સ્ટેશન માટે વિશિષ્ટ પ્રકારનું ઓવન વિકસિત કરવામાં આવ્યું છે, તેનાથી ભોજન પર સીધી ગરમ હવા ફેંકાય છે. તેથી ભોજન જલદી ગરમ થાય છે. હવે તેનો ઉપયોગ વ્યવહારમાં કરવામાં આવે છે. 

કેટ સ્કેનરઃ આજે આ સ્કેનરનો ઉપયોગ હોસ્પિટલની શાન ગણાય છે. કેટ સ્કેનરનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાયુયાનના ભાગો અને ઢાંચા માટે થાય છે. ‘કૂલ સૂટ’નો ઉપયોગ અપોલો અંતરિક્ષયાનના યાત્રીઓને ચંદ્રની સપાટી પર ચાલવા માટે થયો હતો. આ ‘કૂલ સૂટ’ હવે ડ્રાઇવરો કે જે રેસિંગ કાર ચલાવે છે તે પરમાણુ રિએક્ટરના ટેકિનશિયનો, સબમરીન બનાવતા કારીગરો, કંજેનિટલ ડિસઓર્ડરથી પીડાતાં બાળકો માટે થાય છે. ડાયાલિસિસ મશીનનો વિકાસ ખરેખર તો અંતરિક્ષયાનના ત્યાજ્ય પદાર્થોને હટાવવા માટે થતો હતો.

કોર્ડલેસ સાધનોનો ઉપયોગ અંતરિક્ષ વિજ્ઞાનને કારણે શક્ય બન્યો છે. કોર્ડલેસ ડ્રિલિંગ મશીનનો ઉપયોગ ચંદ્રની સપાટી પરના પથ્થરોને કાપીને પરીક્ષણ માટે પૃથ્વી પર લાવવા થયો હતો. આજના ખેલાડીના શૂઝની ડિઝાઇન, મૂર્તિ, ‘અપોલો’ અંતરિક્ષયાનમાં પાણીના બેક્ટેરિયા વાઇરસ અને અલ્ગેઇ (ફુગ)ને મારવા માટે થતો હતો. પાણીની ખેંચ હોય તેવા પ્રદેશમાં આ પ્રણાલીનો જ ઉપયોગ થાય છે. આ પાણીને શુદ્ધ કરવાનું યંત્ર પાણીમાં લેડ (સીસા)નું પ્રમાણ પણ ઘટાડે છે. 

એન્ટિબોડી દવાઓનું નિર્માણઃ સ્પેસ શટલના ઉષ્ણતામાન બચાવ યંત્રમાં વપરાતા પદાર્થનો ઉપયોગ આજે ‘નેસ્કર’ રેસિંગ કારના એંજિનના ઊંચા ઉષ્ણતામાનથી બચવા માટે થાય છે. અંતરિક્ષયાત્રી જ્યારે પૃથ્વી પર પાછા ફરે છે ત્યારે તેમના શરીરનું સમતોલન જાળવવા માટે તથા માથામાં માર વાગ્યો હોય તેવા રોગીઓના સ્નાયુતંત્રમાં ગરબડ થવાથી પીડાતા દર્દીની સારવાર માટે થાય છે. ‘બાયોરીએક્ટર’ નામના એક સાધનનો વિકાસ અંતરિક્ષ ઉપગ્રહમાં ચિકિત્સા સંશોધન માટે થતો હતો. તેમાંથી પેદા થતી અનેક પેદાશોમાંથી એન્ટિબોડી દવાઓ બને છે. 

‘નાસા’ દ્વારા વિકસિત ટેક્નિકથી લોહીનું વિશ્લેષણ ફક્ત ૩૦ સેકંડમાં કરવામાં આવે છે, તે માટે અગાઉ ર૦ મિનિટ લાગતી હતી. સ્પેસ શટલ માટે વિકસાવેલું ગેસ-લીક સૂચક યંત્ર આજે અમેરિકાની ફોર્ડ મોટર કંપની નેચરલ ગેસ આધારિત કારના નિર્માણ માટે કરી રહી છે. સ્પેસ શટલ દ્વારા, જંગલમાં લાગેલી આગની ભાળ મેળવવા માટે એક વિશિષ્ટ પ્રકારના ઇન્ફ્રારેડ કેમેરાનો ઉપયોગ ૧૯૯૬માં કેલિફોર્નિયાની આગની ભાળ મેળવવા માટે થયો હતો. આ આગથી ત્યાંના એક કસબા મૈલીબૂનો સર્વનાશ થયો હતો. 

આ પ્રકારે અનેક ક્ષેત્રમાં અંતરિક્ષ ટેક્નોલોજીનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય છે. વધુ ક્ષેત્રોની વિગત હવે પછી જોઇશું. (ક્રમશઃ)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=62027

સ્પેસ શટલના ટર્બો પંપની ટેક્નિકથી હૃદયરોગીઓ માટે વિકસાવાયો હાર્ટ પંપ
------------------------------------------------------------------------------------

                        

અંતરિક્ષ ટેક્નોલોજીથી બદલાયેલા આપણા જીવનની વાતને આગળ વધારીએ. અંતરિક્ષ ટેક્નોલોજીથી ઘણાં ક્ષેત્રોમાં ફેરફાર થયા છે અને ઉપકારક જણાયા છે. 

વિસ્ફોટકોનો નાશ કરવા માટે ઉપયોગઃ સ્પેસ શટલ બહારના ભાગે લગાડેલી ઔષ્ણિક શિલ્ડ સુરક્ષિત સોલ્ડરિંગ બેઝ આપે છે. તે ૧૪૦૦ અંશ ફેહરનહીટ જેટલી ગરમી સહન કરી શકે છે. સ્પેસ શટલને અંતરિક્ષમાં મોકલવા માટે વપરાતા રોકેટ હવે જમીનની અંદર ઢબૂરાયેલા વિસ્ફોટકોનો નાશ કરવા માટે વપરાય છે. સ્પેસ શટલના અભિયાન વખતે જે ટેક્નિકથી અંતરિક્ષમાં છોડ ઉગાડાય છે તે ટેક્નિક બાળકોના મગજની ગાંઠના ઇલાજ માટે વપરાય છે. તબીબો કેમોથેરપી માટે પ્રકાશ ઉત્સર્જક ડાયોડનો ઉપયોગ કરે છે તેના વડે કેન્સરવાળી ગાંઠથી છુટકારો મેળવી શકાય છે. 

ભવિષ્યમાં નફાકારક ધંધોઃ અંતરિક્ષ વિજ્ઞાનના સંશોધકોએ ૧૯૩૦માં અનુમાન કર્યું હતું કે વીસમી સદીના અંત સુધીમાં મનુષ્ય કામ કરતા હોય તેવી ફેક્ટરી અંતરિક્ષમાં ખોલી શકાશે, પરંતુ અંતરિક્ષની યાત્રા માટે ટ્રાન્સપોર્ટેશન સરળ અને સસ્તું ન હોવાથી આવું શક્ય બન્યું નથી. આજે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ‘આલ્ફા’ સાથે ધંધાદારી એકમો જોડાવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અંતરિક્ષ ઉપગ્રહોનું ઇંધણ ખતમ થાય છે ત્યારે તે નિષિ્ક્રય બને છે. જો નિષિ્ક્રય ઉપગ્રહોને વધુ ઇંધણ પહોંચાડવા માટે સસ્તો માર્ગ મળી શકે અને ઉપગ્રહોનું સમારકામ અંતરિક્ષમાં જ થઇ શકે તો ભવિષ્યમાં ઘણો નફાકારક ધંધો મળી શકે એમ છે. ર૦૦૦માં ઉપગ્રહની કુલ કમાણી ૮૬.૮ અરબ ડોલર હતી તેમાંથી ઉપગ્રહ સેવા ૪૯.૮ અરબ ડોલર અને ડી.ટી.એચ. ટેલિવિઝન સેવાઓના ૪૨ અરબ ડોલર હતા. 

રોગ અને ગુનાખોરીની સમસ્યા ઉકેલવામાંઃ સ્પેસ શટલના ટ્રેકિંગ માટે અપાતી સૂચનાનો ઉપયોગ ગાડીઓના ટ્રેકિંગ માટે થાય છે. સ્પેસ શટલ છોડતી વખતના વિડિયો ક્લિપિંગ્સનો ઝીણવટથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આજે તેનો ઉપયોગ ગુનાખોરીની સમસ્યા ઉકેલવામાં થઇ રહ્યો છે. સ્પેસ શટરના ટર્બો પંપની ટેક્નિકથી હૃદયના રોગીઓ માટે હાર્ટ પંપ વિક્સાવવામાં આવ્યો છે. આ પંપ છ મહિના સુધી હૃદયના વિકલ્પ તરીકે કામ આપે છે. આ હાર્ટ પંપની લંબાઇ બે ઇંચ, વ્યાસ એક ઇંચ અને વજન ચાર ઔંસથી પણ ઓછું હોય છે. તેથી તેને બાળકની છાતીમાં પણ ફિટ કરી શકાય છે. અમેરિકા અને યુરોપમાં ‘હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ’ માટે રાહ જોનારા હજારો દર્દીઓને આવા પંપ લગાડવામાં આવ્યા છે. પૃથ્વીથી ૩૬૦૦૦ કિ.મી. દૂર સ્થિત ત્રણ ઉપગ્રહ સંપૂર્ણ પૃથ્વીમાં સંચાર વ્યવસ્થા કરી શકે છે. આધુનિક યુગમાં ઉપગ્રહ સંચાર સેવા, પૃથ્વી પરના દરેક ઉદ્યોગમાં વધુ નફાકારક ધંધો મળી શકે એમ છે. રશિયા, અમેરિકાના ઉપગ્રહો ગ્લોનાસ અને જી.પી.એસ. દ્વારા તેના ગ્રાહકોને સિગ્નલ દ્વારા તેમની સ્થિતિની જાણ કરે છે. આજે જી.પી.એસ. સિસ્ટમ ૧૦૦ ડોલરમાં મળે છે. જી.પી.એસ.નો ધંધો વાર્ષિક ૧૨ અરબ ડોલરનો છે. રિમોટ સેન્સિંગને સૌથી મોટા ઉદ્યોગમાં બીજું સ્થાન આપવામાં આવે છે. આ ટેક્નિકથી પૃથ્વીની ભૂગર્ભ સંપત્તિ-તેલ, પાણી, ખનિજ, પાકની સ્થિતિ વગેરેની ભાળ મેળવી શકાય છે. હવે સુદૂર સંવેદન ટેક્નિકનો ધંધો વિકસ્યો છે.

સૌર ઊર્જા ઉપગ્રહઃ અંતરિક્ષની ત્રણ પરિયોજના પર મનુષ્ય યુદ્ધના ધોરણે કામ કરી રહ્યો છે. એસ.પી.એસ. તરીકે ઓળખાતો સૌર ઊર્જા ઉપગ્રહ પૃથ્વીની ઊંચી કક્ષામાં સ્થાપિત કરવાથી, સૌર ઊર્જાનું રૂપાંતર માઇક્રોવેવ ઊર્જામાં થાય છે. આ માઇક્રોવેવ ઊર્જાને વિદ્યુત ઊર્જામાં પરિવર્તિત કરવામાં આવશે. જે દિવસે આ શક્ય બનશે તે દિવસથી પૃથ્વી પર વીજળીની કટોકટી સમાપ્ત થશે. 

ધરતીકંપની આગાહીઃ ધરતીકંપની આગાહી કરવામાં હજુ સુધી મનુષ્યને સફળતા મળી નથી, પરંતુ માનવો આ હારનો સ્વીકાર પણ કર્યો નથી, અને આગાહી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. એ સાબિત થયું છે કે વિશાળ ધરતીકંપ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં નીચી આવૃત્તિમાં પરિવર્તન કરે છે. ભવિષ્યમાં ઉપગ્રહો દ્વારા આ આવૃતિઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને તથા ગ્લોબલ પોઝિશનિંગનો ઉપયોગ કરીને ધરતીકંપની આગાહી કરવાનું શક્ય બનશે. અમેરિકા અને ફ્રાન્સ તરફથી અવકાશમાં ડીમીટર ઉપગ્રહ છોડવામાં આવ્યા છે. તેનાથી આ દિશામાં મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે. સિન્થેટિક અપર્ચર રડાર ટેક્નિક પણ ધરતીકંપની આગાહી માટે મહત્ત્વનો ભાગ ભજવવાની છે. સ્પેસ એલિવેટર અંતરિક્ષ પરિવહન યોજના પર પણ ઘણી ઝડપથી કામગીરી થઇ રહી છે. અત્યારે સ્પેસ શટલ પરિવહનનો ખર્ચ દર કિલોગ્રામે આઠ હજાર ડોલર જેટલો છે. સ્પેસ એલિવેટર અંતરિક્ષ પરિવહન યોજનાથી આ ખર્ચ ઘટીને દર કિલોગ્રામે ૧૦૦ ડોલર થવાની આશા છે. અંતરિક્ષ ટેક્નોલોજીથી હજુ ઘણાં ક્ષેત્રોમાં પરિવર્તન આવવાનું છે. દિન-પ્રતિદિન ટેક્નોલોજીને કારણે ઉપકરણોમાં ફેરફાર થતા રહે છે. કમ્પ્યુટર ટેક્નોલોજીમાં પણ સમયાંતરે નવા નવા ફેરફાર જોવા મળે છે.


















Tuesday, October 14, 2014

મહામાનવ - દિનકર જોશી પ્રકરણ-૧ --- પ્રકરણ-૧૦

મહામાનવ - દિનકર જોશી


નવલકથા (પ્રકરણ-૧)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=90360


-------------------------------------------------------------------------


નવલકથા (પ્રકરણ-૨)


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=91135


--------------------------------------------------------------------------------------------------

નવલકથા (પ્રકરણ-૩)

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=91857

------------------------------------------------------------------------------

નવલકથા (પ્રકરણ-૪)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=92576


-------------------------------------------------------------------------------------------------------------------
નવલકથા (પ્રકરણ-૫) 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=93370

-------------------------------------------------------------------------

નવલકથા (પ્રકરણ-૬)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=94147

---------------------------------------------------------------------------------------------------------

નવલકથા (પ્રકરણ-૭)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=94872

-------------------------------------------------------------------------------

નવલકથા (પ્રકરણ-૮)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=95559


--------------------------------------------------------------------
(પ્રકરણ-૯)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=96284

---------------------------------------------------------------------

નવલકથા (પ્રકરણ-૧૦)

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=96912

--------------------------------------------------------------------------------

નવલકથા (પ્રકરણ-૧૧

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=97589

--------------------------------------------------------------------------
નવલકથા (પ્રકરણ-૧૨)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=98337

--------------------------------------------------------------------

(પ્રકરણ-૧૫)


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=100379




















જ્ઞાન, વિજ્ઞાન, ઉદ્યોગ, કલાની નાતેદારી -- સગપણનાં ફૂલ - બકુલ ટેલર

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=62027


ભાભા અને ટાટા કુટુંબો વચ્ચેના સંબંધો અનેક રત્નોનો પરિચય કરાવે છે


જહાંગીર ભાભા, હોમી ભાભા, જમશેદજી ભાભા, દોરાબજી ટાટા, મહેરબાઈ, રતિ ઝીણા

એ તો બહુ સ્પષ્ટ છે કે અંગ્રેજોના શાસન દરમ્યાન આધુનિક જ્ઞાન, વિજ્ઞાન અને વિવિધ પ્રકારનાં કૌશલ્ય તથા સાહસો બાબતે જેમણે સૌથી વધુ તત્પરતા દાખવી હતી તે પારસીઓ હતા. આ બધા કારણે આધુનિક ભારતના ઘડતરમાં તેઓ અનેક ક્ષેત્રે પાયોનિયર પુરવાર થયા. આ વિશે વર્તમાન સંદર્ભમાં વધુ કાંઈ ઉમેરવાનુંય નથી. જરાક ઐતિહાસિક સંદર્ભોમાં જાઓ તો આ બધું આપોઆપ પ્રગટ થશે. તેમાં એકાદ પ્રકરણ હોમી ભાભાનું હોઈ શકે. તેઓ પરમાણુ વિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક તરીકે હંમેશ યાદ કરાતા રહ્યા છે અને રહેશે. ૩૦ ઓકટોબર ૧૯૦૯ના રોજ મુંબઈમાં જન્મેલા હોમી ભાભા ટાટા ઈનિ્સ્ટટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના સ્થાપક હતા. ભારતના એટોમિક એનર્જી કમિશનના તેઓ પ્રથમ અધ્યક્ષ રહેલા. સંયુકત રાષ્ટ્રની જ્યારે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ વિશેની જીનિવા ખાતે પ્રથમ કોન્ફરન્સ મળી ત્યારે તેના અધ્યક્ષપદનું ગૌરવ પણ હોમી ભાભાને જ પ્રાપ્ત થયેલું. ૧૯૫૬માં એશિયાનું પ્રથમ એટોમિક રિએકટર ટ્રોમ્બેમાં કાર્યરત થયું તે પણ હોમી ભાભાનાં ગૌરવશાળી કાર્યોનું એક વધુ યશસ્વી પ્રકરણ છે. જહાંગીર હોરમસજી ભાભા જેવા પિતા અને મહેરબાઈ ફરામજી જેવાં માતાના આ પુત્રની તેજસ્વિતાને કુટુંબ સંસ્કારે વેગ આપેલો. જહાંગીર ભાભા ઓકસફર્ડમાં એમ. એ. થયેલા અને બેરિસ્ટર હતા. ભારત આવ્યા પછી ટાટા કંપનીના કાયદાકીય સલાહકાર બન્યા અને ટાટાની અનેક કંપનીઓના બોર્ડ પર સક્રિય રહ્યા. હોમી ભાભાના પિતા જ નહીં, દાદા પણ કાંઈ કમ ન હતા. ડો. કોલોનિયલ હોરમસજી જે. ભાભા પણ એમ. એ. થયેલા અને ઈંગ્લેન્ડમાં જ ડી. લિટ થયેલા. એ જમાનો રજવાડાંઓનો હતો અને તેઓ મૈસુર રાજ્યમાં ઈન્સ્પેકટર જનરલ ઓફ એજ્યુકેશન તરીકે વરાયેલા. મૈસુર રાજ્ય તે સમયે પણ શિક્ષણ બાબતે ખૂબ સભાન હતું અને રાજ્યને હોમી ભાભાના દાદાનું નેતૃત્વ પ્રાપ્ત થયેલું.

ભાભા કુટુંબ અને ટાટા કુટુંબ વચ્ચે હોમી ભાભાના પિતાથી વ્યવસાયી નાતો શરૂ થયો તે પહેલાં કુટુંબનાતો બંધાઈ ચૂકયો હતો. ડો. કોલોનિયલ હોરમસજી જે. ભાભા જ્યારે મૈસુર રાજ્યમાં અધિકારી તરીકે હતા ત્યારે જમશેદજી નસરવાનજી ટાટા અને હીરાબાઈ જે. ટાટા (પતિ-પત્ની)ના પુત્ર દોરાબજી ટાટાને ભાભાના સહાયક તરીકે મૈસુર મોકલાવાયેલા. ટાટા કંપનીના સ્થાપક નસરવાનજી ટાટાના પૌત્ર દોરાબ ટાટા (૨૭ ઓગસ્ટ ૧૮૫૯ થી ૩ જૂન ૧૯૩૨) કેમ્બ્રિજ, ઈંગ્લેન્ડથી ભણીને આવ્યા પછી આ રીતે મૈસુર ગયા ત્યાં હોરમસજી ભાભાનાં પુત્રી મહેરબાઈ સાથે નાતો રચાયો અને એ નાતો લગ્નમાં પરિણમ્યો. હોમી ભાભાનાં આ ફોઈ ૧૯૩૧માં જ્યારે લ્યુકેમિયાથી મૃત્યુ પામ્યાં ત્યારે તેમની સ્મૃતિમાં લેડી ટાટા મેમોરિયલ હોસ્પિટલ બની. દોરાબજી ટાટા જબરદસ્ત વિઝનવાળા માણસ હતા. ૧૯૧૦માં તેમને નાઈટહૂડ (સર)ની પદવી પ્રાપ્ત થઈ તે પહેલાં અને પછી પણ પોતાના નાના ભાઈ સર રતન ટાટા અને કાકાના પુત્ર જે. આર. ડી. ટાટા સાથે ટાટા કંપનીઓને નવી ઉડાન આપી. કળા, વિજ્ઞાન ક્ષેત્રે પણ એવી સંસ્થાઓ સ્થાપી જે ભારતમાં વર્ષો સુધી રચનાત્મક પ્રદાન કરી શકે.

હોમી ભાભા કેમ્બ્રિજમાં ગયા ત્યારે પિતાજીની ઈચ્છા મુજબ મિકેનિકલ એન્જિનિયરીંગ જ ભણ્યા અને તે પણ ફર્સ્ટ કલાસ સાથે. પણ પછી થિયોરેટિકલ ફિઝિક્સ રિસર્ચમાં સ્કોલર થયા, કારણ કે તેમનો મૂળ રસ આ જ હતો. ભારત આવ્યા પછી નેહરુજીના નેતૃત્વમાં જે વિરાટ દષ્ટિથી યોજનાઓ બની રહી હતી તેને સાકાર કરવામાં એક સૂત્રધાર હોમી ભાભા બની ગયા. આ હોમી ભાભાના ભાઈ જમશેદજી ભાભા (૨૧ ઓગસ્ટ ૧૯૧૪થી ૩૦ મે ૨૦૦૭) પણ કુટુંબ પરંપરા પ્રમાણે તેજસ્વી હતા અને કેમ્બ્રિજમાં ગ્રેજ્યુએટ થયા પછી લિંકન ઈનમાં બાર થવામાં હતા ત્યાં બીજા વિશ્વયુદ્ધની સ્થિતિ સર્જાતાં ભારત આવી ગયા. તેમના પિતાની જેમ તેઓ ટાટામાં જોડાયા. ૧૯૪૨માં જે.આર.ડી. ટાટાના અંગત સહાયક બન્યા. ટાટાની અનેક કંપનીના ચેરમેન અને ડાયરેકટર તરીકે પણ તેઓ સતત પ્રવૃત્ત રહ્યા. હોમી ભાભાના અવસાન પછી તેઓ હોમી ભાભા મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્ય કરવા ઉપરાંત સર દોરાબજી ટાટા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પણ હતા. ૧૯૬૯માં તેમણે નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોમિંગ આટ્઱્સની યોજના બનાવી અને પાર પાડી ત્યારે મુંબઈને જ નહીં ભારતના અનેક કલાકારોને પણ એક મંચ પ્રાપ્ત થયો. હોમી ભાભા આજીવન કુંવારા જ રહ્યા પણ તેમના આ ભાઈ ૧૯૪૬માં બેટ્ટી આયરનને પરણેલા. હોમી ભાભા ઊંડા કલારસિક હતા અને સ્વયં ચિત્રકાર પણ હતા. ‘મહેરાંગીર’ નામના વિશાળ ઘરમાં જહાંગીર ભાભાને દાદા હોરમસજી, માતા મહેરબાઈ અને મોટા ભાઈ હોમી ભાભાની વિશાળ લાઈબ્રેરી સાચવી હતી.

હોમી અને જમશેદજી ભાભાનાં માતા મહેરબાઈનું મૂળ નામ મહેરબાઈ ફરામજી. આમ સર દિનશા પેટીટ (પ્રથમ બેરોનેટ)નાં પૌત્રી હતાં. સર દિનશા પેટિટ સાકરબાઈને પરણેલા અને ૫૩ વર્ષના લગ્ન જીવનથી ચૌદ સંતાનો - છ પુત્ર, આઠ પુત્રી-ના પિતા થયેલા.

સાકરબાઈ ફરામજી ભીખાજી પાંડે(?) અને ગુલેસ્તાન બાનુના પુત્રી હતાં. હોમી અને જમશેદ ભાભાનાં માતાની પિયરની અટક પણ એ જ હતી. તેઓ જે કુટુંબમાંથી આવેલાં તે કુટુંબનાં રતનબાઈ (રતિ) મોહમ્મદ અલી ઝીણાને પરણેલાં, એટલે હોમી અને જમશેદ ભાભાને માત્ર ઝીણા જ નહીં, નસલી વાડિયા સાથે પણ એક નાતો હતો. ભાભા અને ટાટા વચ્ચેના આ સગપણનો હજુય વિસ્તાર થઈ શકે, કારણ કે ગઈ સદીમાં મુંબઈનાં મોટાં પારસી કુટુંબો વચ્ચે આ રીતે કાંઈનાં કાંઈ સગપણો રચાતાં હતાં. એ બધાની ઓળખ શોધો તો અનેક રત્નોનો પરિચય થાય. 




























Monday, October 6, 2014

Links

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87194

સઉદી સરકારના નિશાન પર મક્કાની અલહરમ મસ્જિદ    


દીનદુનિયા - મુઝફ્ફર હુસેન

-----------------------------------------------------------------------------



હૈદરાબાદના નિઝામ સામે જીવસટોસટની બાજી ખેલનાર નેતાઓ આજે ક્યાં છે? -- ભગવત પ્રજાપતિ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=100374

હૈદરાબાદ આઝાદ રહ્યું હોત તો ભારતમાં બીજું પાકિસ્તાન સર્જાત

શત્રુ અને રોગને ઊગતા જ ડામી દેવાની ચાણક્ય નીતિ દેશ આઝાદ થયો ત્યારે સરદાર, મુનશી અને પંડિત નેહરુએ અપનાવીને અમલ ન કર્યો હોત તો આજે ભારતમાં જ કદાચ ત્રીજુમ પાકિસ્તાન (અગાઉનું પૂર્વ પાકિસ્તાન બંગલા દેશ પાકિસ્તાનના જ નક્શેકદમ પર ચાલી રહ્યું છે) અસ્તિત્વમાં આવી ગયું હોત અને દેશ માટે મોટું શિરદર્દ બની ગયું હોત.

ત્યારના શક્તિશાળી દેશી રજવાડાં-હૈદરાબાદ સ્ટેટનો નિઝામ હૈદરાબાદને ભારતસંઘમાં સામેલ કરવા તૈયાર નહોતો. નિઝામ પોતાનું બાહુબળ દાખવીને ભારતીય નેતાઓને પડકારતો હતો, પરંતુ ત્યારના નેતાઓ કંઈ માટીપગા નહોતા. નિઝામના તમામ પેંતરા, કાવાદાવા અને પડકારોને પહોંચીવળીને નિઝામને ઘૂંટણીએ પાડીને સરન્ડર થવાની તેમણે ફરજ પાડી હતી.

ભારતથી અલગ આઝાદ રહીને નિઝામની યોજના હૈદરાબાદને એક મુસ્લિમ દેશ બનાવવાની હતી. રઝાકાર ઉદ્દામવાદી મુસ્લિમ સંગઠન સમાન્તર લશ્કરની જેમ ભારત વિરોધી પ્રવૃત્તિઓ દ્વારા નિઝામને તમામ મદદ કરી રહ્યું હતું. એટલે નિઝામ સફળ થયો હોત તો ધર્માંધ કટ્ટરવાદી રઝાકાર સંગઠન તેના પર હાવી થઈ જાત અને ભારત માટે આફતો ઊભી કરત. ગુજરાતના લોહપુરુષ સરદાર પટેલની હૈદરાબાદ કબજે કરવાની આખી લશ્કરી યોજનાને ગુજરાતના બીજા સપૂત સ્વપ્નદૃષ્ટા મુત્સદ્દી રાજપુરુષ કનૈયાલાલ મુનશીએ અંજામ આપ્યો. 

આ લશ્કરી ઓપરેશનનો સમગ્ર ઘટનાક્રમ રૂંવાડાં ઊભાં થઈ જાય એવી દિલધડક થ્રિલર વાર્તાને ટક્કર મારે એવો છે. તાજેતરમાં જ આંધ્ર પ્રદેશના તેલંગણાના વિસ્તારને કેન્દ્ર સરકારે અલગ રાજ્ય બનાવવાની જાહેરાત કરી એ સાથે જ નિઝામના હૈદરાબાદ સ્ટેટ અને મુનશીએ અદા કરેલી ઐતિહાસિક ભૂમિકા સહેજે નજર સમક્ષ તરવરે છે. 

મુનશીની જ સાહિત્યિક કૃતિ ‘પૃથ્વી વલ્લભ’ના મુંજની નીડરતા મુનશીએ આત્મસાત કરીને હૈદરાબાદની કટોકટીનો સામનો કર્યો. હૈદરાબાદ, તેલંગણા અને મુનશી પરસ્પર સંકળાયેલા હોવાનું કહેવાય છે. ‘પૃથ્વી વલ્લભ’ માટે ઔતિહાસિક કથાવસ્તુ પણ તેમને તેલંગણાના હિન્દુ રાજાઓની કથામાંથી સાંપડ્યું હોવાનું પણ મનાય છે. 

આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મદ્રાસ (હાલનું તમિલનાડુ) તમામ પ્રાંતો મળીને એક રાજ્ય એ પહેલાં હતું, નામે હૈદરાબાદ સ્ટેટ.

ભારતને ૧૯૪૭માં સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે દેશમાં અનેક દેશી રાજવાડાં હતાં. દેશી રાજાઓ અને નવાબો પોતાના સ્થાપિત પ્રદેશોમાં હકૂમતો ચલાવતા. આ તમામ દેશી રજવાડાં ભારતસંઘમાં ભળી જાય તો જ ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બને. ગાંધીજીની રાહબરીમાં નહેરુ, સરદાર સહિતના નેતાઓએ આઝાદી પછી દેશનું સુકાન તો સંભાળ્યું, પરંતુ બધાં રજવાડાંને એકતાંતણે બાંધી રાષ્ટ્રમાં ભેળવી દેવાં એ તેમની સમક્ષ મોટો પડકાર હતો.

સરદાર વલ્લભભાઈ પટેલને દેશના પ્રથમ ગૃહ પ્રધાન તરીકે લોખંડી મનોબળ સાથે નિર્ણયો લેવાના હતા. પડકારો અનેક હતા. તેમણે રાજાઓ સામે પાસા નાખ્યાં. મુત્સદ્દીથી સામ, દામ, દંડ અને ભેદની કુટિલ નીતિ અપનાવી. પરિણામે રાજાઓ ઝૂકી ગયા અને સત્તા છોડી દઈ ભારતસંઘનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. 

અલબત્ત, હૈદરાબાદ સ્ટેટના નિઝામ સત્તા છોડવા રાજી નહોતા. સરદારે કળથી, સમજાવટથી આગળ વધીને પરિણામ મેળવવાનું વિચાર્યું. ભારત સરકારના પ્રતિનિધિઓ સાથે નિઝામના પ્રતિનિધિમંડળની વાટાઘાટો દ્વારા સમજૂતી કરવાની લાખ કોશિશો છતાં પરિણામ કંઈ મળ્યું નહીં. મુસ્લિમ લીગ દેશી રજવાડાંને આઝાદ રહેવાની પ્રેરણા આપતો હતો. હૈદરાબાદના નિઝામ ઈત્તેહદુલ મુસલમિન નામના એક સંગઠનનાં અસર-બહેકાવામાં આવી ગયા અને હૈદરાબાદને સ્વતંત્ર દેશ જાહેર કરવાનો ઈરાદો જાહેર કર્યો. હૈદરાબાદને તેમણે એક મુસ્લિમ દેશ બનાવવાની પણ પડદા પાછળથી રાજરમત શરૂ કરી દીધી.

શરીર પર એક ગૂમડું વિકરાળ બની જીવલેણ બને એ પહેલાં જ તેનું નસ્તર કરી નાખવાની ડૉક્ટર સલાહ આપતા હોય છે. સરદારને નિઝામ નામનું ‘ગૂમડું’ વિકરાળ બને એ પહેલાં જ તેના પર નસ્તર મૂકવાનું જરૂરી લાગ્યું. અને મનોમન નિર્ણય લઈ લીધો, પરંતુ આ કાર્ય કોને સોંપી શકાય? એ પ્રશ્ર્નનો જવાબ તેમને કનૈયાલાલ માણેકલાલ મુનશીમાં મળ્યો.

સાથી નેતાઓમાં મુનશી સરદાર પટેલની અત્યંત નિકટ ગણાતા. તેમના પર વિશ્ર્વાસ મૂકી સરદારે મુનશીને ‘ગૂંમડા’ પર નસ્તર મૂકવાની વ્યૂહરચના સમજાવીને હૈદરાબાદના એજન્ટ જનરલ તરીકે તેમની નિમણૂક કરી. 

બધાં જ રજવાડાં-રાજાઓ ભારતસંઘમાં (કેન્દ્ર સરકારમાં) ભળી ગયાં, પરંતુ હૈદરાબાદ સ્ટેટના નિઝામે કેન્દ્રને મચક ન આપી એનું કોઈક તો કારણ જરૂર હતું. ભૌગોલિક રીતે દેશના હાર્દમાં તેનું એક વ્યૂહાત્મક સ્થાન હતું. વસતી, મહેસૂલ આવક અને સંસાધનોને ધ્યાનમાં રાખીને દેશમાં એ રાજ્યનું આગવું સ્થાન હતું. તેના પોતાના ચલણી સિક્કા, ચલણી નોટો અને સ્ટેમ્પ હતા. નિઝામ આ બધો વૈભવ અને સત્તા જતી કરવા માગતો નહોતો. નિઝામનાં કીમતી જરઝવેરાત અને દાગીના બેસુમાર હતા. અંગ્રેજ શાસનમાં ભારતમાં બ્રિટિશ રાજા-ક્રાઉનની સત્તા સર્વોપરી હોવાનું વાઈસરોયે ઠરાવ્યું હતું. ભારતના કોઈ પણ દેશી રાજાના કારોબારમાં માથું મારવાનો બ્રિટિશ ક્રાઉનનો અબાધિત અધિકાર હતો. આમ છતાં અંગ્રેજ સત્તાધીશોને ખુશ રાખી નિઝામ અબાધિત સત્તા ભોગવતો હતો. એમ કહી શકાય કે હૈદરાબાદનો નિઝામ દેશનાં તમામ રજવાડાં કરતાં સમૃદ્ધ હતો. તેનાં જરઝવેરાત, કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતા દાગીનાઓની વાતો આજે પણ અવારનવાર પ્રસિદ્ધ થતી રહે છે. 

નિઝામની સંપત્તિ અને શ્રીમંતાઈની બાબત આપણે જોઈ. અલબત્ત, તેની લશ્કરી તાકાત પણ ઓછી નહોતી. ‘ખીલાના જોરે વાછરડું કૂદે’ એ કહેવત મુજબ ભારતથી ઉચાળા ભરીને ગયેલા અંગ્રેજોના પણ તેને છૂપા આશીર્વાદ હતા. ત્યાં સુધી કે ભારત વિરુદ્ધ હૈદરાબાદનો કેસ ‘યુનો’માં લઈ જવાની પણ નિઝામને સલાહ મળી હતી એટલું જ નહીં, ‘યુનો’માં તેના પ્રતિનિધિએ ધા પણ નાખી હતી. જોકે ભારત સરકારે વળતું પગલું ભરીને ‘યુનો’માં નિઝામની દાદ-ફરિયાદ ખારિજ કરાવી દીધી હતી. 

હૈદરાબાદ સ્ટેટ પાસે ચુનંદુ લશ્કર હતું. તેનો લશ્કરી વડો મેજર જનરલ ઈદ્રોસની કમાન્ડરશિપ હેઠળની બટાલિયનો બ્રિટિશ શાસકોની ભલામણથી પહેલા અને બીજા વિશ્ર્વયુદ્ધમા સામેલ થઈ હતી. એટલું જ નહીં, નોંધપાત્ર દેખાવ કરીને હૈદરાબાદ પાછી ફરી હતી. 

હૈદરાબાદ પાસે રાબેતા મુજબનું લશ્કર તો હતું જ, પરંતુ ઈત્તેહાદ તરીકે ઓળખાતા રઝાકાર ઉદ્દામવાદીઓનું એક સંગઠન પણ ભારત સરકાર સામે યુદ્ધે ચડ્યું હતું. આ રઝાકારા ઉદ્દામવાદીઓ જાસૂસી અને મુસ્લિમ સમુદાયમાં કુપ્રચાર માટેની એક સ્કૂલ પણ ચલાવતા હતા. જેમાં બ્રાહ્મણ પૂજારીઓના સ્વાંગમાં કેટલાક લોકોેએ હૈદરાબાદનાં ગામોમાં ભારત સરકાર વિરુદ્ધ હિંદુઓને ભડકાવવાની તાલીમ પણ લીધી હતી. ભારત સરકાર હુમલો કરે તો ભારતના શહેરો પર બૉમ્બમારો કરવાની પણ નિઝામે તૈયારી કરી હોવાના ત્યારે અખબારોમાં અહેવાલો વહેતા થયા હતા. 

પહેલા અને બીજા વિશ્ર્વયુદ્ધમાં હૈદરાબાદના દળોએ શસ્ત્રસરંજામ વાપરી નાખ્યો હોઈ ફરીથી શસ્ત્રસજ્જ બનાવવાના નિઝામે પ્રયાસો શરૂ કરી દીધા હતા. નિઝામે તેના લશ્કરી વડાને નવાં શસ્ત્રો ખરીદવા (ભારત સરકાર સામે લડવા માટે જ) યુરોપ મોકલ્યો હતો, પરંતુ ભારત સરકારે યુરોપમાં નકાબંધી કરીને એ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, એ બાદ નિઝામે ઓસ્ટ્રેલિયામાં કોઈ વેપારી ‘સાહસિક’ પાસે બિઝનેસ કરવાના સ્વાંગમાં પોતાની માલિકીનાં વિમાનોમાં બંદૂકો અને અન્ય દારૂગોળા સાથેના સામાન મગાવી લીધો હતો.

સરદાર પટેલને આ તમામ બાબતોની ગંધ આવી ગઈ હતી અને હવે તેઓ ‘ઓપરેશન’ પાર પાડવામાં સહેજ પણ વિલંબ કરવા માગતા નહોતા. 

હૈદરાબાદ કબજે કરવા માટે લશ્કરી કાર્યવાહી ‘ઓપરેશન પોલો’નું સુકાન સંભાળવા માટે સરદારે હૈદરાબાદ જવા મુનશીને લીલી ઝંડી આપી. હૈદરાબાદ પર આક્રમણ અંગેની નિઝામને ગંધ પણ ન આવે એ રીતે તૈયારી થઈ ચૂકી હતી.

જાન્યુઆરી પ, ૧૯૪૮ના રોજ મુનશીનું હૈદરાબાદ આગમન જ એક નાટકીય ઘટના બની ગઈ.

મુનશી માટે કપરી કામગીરી હતી. નિઝામના ગુપ્ત સૈનિકો અને રઝાકાર-ઉદ્દામવાદીઓ બંને તરફથી ખતરો હતો. ભારત સરકાર અને નિઝામ વચ્ચેના સંબંધો ખૂબ જ વણસી ગયા હતા. ગમે ત્યારે ‘ભડકો’ થવાની સંભાવના હતી. 

હૈદરાબાદ જતા પૂર્વે મુનશીએ કહ્યું હતું: ‘કીર્તિની જ્વાળાઓમાં હું જઈ રહ્યો છું.’ આ જ્વાળાઓ એવી છે જે બાળીને ભસ્મ પણ કરી શકે છે યા તો ઝળહળતા કીર્તિવાન પણ બનાવી શકે છે. 

આ અંગે મુનશીના પુત્ર ગિરીશ મુનશીએ લખ્યું છે: ‘ભારતના એજન્ટ જનરલ નિમાયા એ બાદ હું બાપાજીને હૈદરાબાદ મળવા ગયો હતો. રઝાકારો તેમને દુશ્મન લેખાવતા. રઝાકારોની ધમકીઓ અને પ્રવૃત્તિઓથી હૈદરાબાદ તંગ હતું. કોઈ પણ સમયે તેમના ઉપર ખૂની હુમલો થવાની શક્યતા હતી.’ 

મુનશી હૈદરાબાદમાં હતા તો બીજી તરફ નિઝામના વડા પ્રધાનના છેલ્લાં દીવાન લઈક અલી માઉન્ટબેટન અને ભારતના નેતાઓ સાથે મંત્રણા માટે દિલ્હીમાં હતા. હૈદરાબાદ આઝાદ રહે એ કોઈ પણ રીતે નેતાઓને મંજૂર નહોતું અને મંત્રણા પડી ભાંગી.

૨૧ જૂન ૧૯૪૮ના રોજ માઉન્ટબેટન ભારતથી રવાના થયા. એ બાદ ભારતે હૈદરાબાદને અલ્ટિમેટમ આપી દીધું. નેહરુ અને સરદાર બંનેએ આકરું વલણ અખત્યાર કર્યું. તાબે થાવ યા યુદ્ધનો સામનો કરો.

એ દરમિયાન લઈક અલી ગુપ્ત રીતે પાકિસ્તાન પહોંચ્યા અને સહાયતા માટે મહમ્મદઅલી ઝીણાને મળ્યા. હૈદરાબાદે ‘યુનો’ની સલામતી સમિતિ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવા ગુપ્ત મિશન મોકલ્યું જેથી ત્યાંથી યુદ્ધવિરામનો આદેશ આવે અને આંતરરાષ્ટ્રીય મંચ પર આ ઘટના અંગે ધ્યાન ખેંચાય. અલબત્ત, યુનોની કોઈ દરમિયાનગીરી ન થઈ.

ગુપ્તચરોના અહેવાલો મુજબ ર૦મી સપ્ટેમ્બરે ભારતે આક્રમણ કર્યું. નિઝામે એ સામે વળતો હુમલો કરવાનો પોતાના સૈન્યને આદેશ આપ્યો, પરંતુ મજાની વાત એ થઈ કે હૈદરાબાદના લશ્કરી વડા અલ ઈદ્રોસે ભારતની તાકાતનો અંદાજ પારખીને પોતાના કમાન્ડરોને પ્રતિકાર ન કરવા ગુપ્ત આદેશ મોકલ્યો અને છેવટે કમાન્ડરો એક પછી એક સરન્ડર થયા.

હૈદરાબાદ કબજે કરવા માટે એજન્ટ જનરલની ભૂમિકા ભજવનાં મુનશીએ જીવસટોસટની બાજી ખેલી હતી એનો ઈતિહાસે સુવર્ણ અક્ષરોમાં નોંધ લીધી છે.

મુનશીએ જે કુનેહ, હિંમત અને નિષ્ઠાથી હૈદરાબાદને ભારત સાથે જોડવાનું વિકટ કાર્ય પાર પાડ્યું એ બદલ તેમને બિરદાવીને સરદાર પટેલ લખે છે: ‘તમે લોકસેવાની ફરજરૂપે આ ઓફિસ સ્વીકારી અને ખૂબ કુશળતાપૂર્વક જે ફરજો નિભાવી તેથી ધાર્યું પરિણામ મળ્યું.’

ડૉ. રાધાકૃષ્ણને મુનશી માટે લખ્યું છે: ભારતના જાહેર જીવનમાં મુનશીનો ફાળો બહુ અમૂલ્ય છે. સ્વતંત્રતા સંગ્રામના એ બહાદુર સેનાની હતા. મુંબઈ રાજ્યના એ પ્રધાન હતા. કેન્દ્રીય પ્રધાન તરીકે તેમણે સેવા આપી. કાબેલ ધારાશાસ્ત્રી અને પ્રતિભા સંપન્ન સાહિત્યકાર મુનશીનું મોટું સ્મારક ભારતીય વિદ્યા ભવન છે. મુંબઈને જ કર્મભૂમિ બનાવનાર સાંસ્કૃતિક-શૈક્ષણિક સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરનાર કનૈયાલાલ મુનશીની હાલમાં જ ૧૨૫મી જયંતી ઊજવાઈ જ્યારે ભારતીય વિદ્યા ભવનની ૭૫મી જયંતીની ઉજવણી થઈ હતી. મુનશીજીના કાર્ય અને સંદેશની અસર વર્ષો સુધી રહેશે.

નેપ્ચૂનની ઉપગ્રહમાળાની ભવ્યતા-ગહનતા -- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=100387

નેપ્ચૂનનો સૌથી મોટો ઉપગ્રહ ટ્રાઈટન એની ઊંધી પરિક્રમા કરે છે

૧૭૮૧માં વિલિયમ હર્ષલે શનિ પછીના એક નવા ગ્રહની શોધ કરી. તે પૃથ્વી પરના માનવીએ શોધેલો પ્રથમ ગ્રહ હતો. તે પહેલાં કોઈએ પણ, ખગોળવિજ્ઞાનીએ પણ, કલ્પના કરી ન હતી કે શનિ પછી પણ કોઈ ગ્રહ હોઈ શકે છે. શનિ સૂર્યમંડળનો છેલ્લો ગ્રહ ગણાતો. તે અકસ્માતે જ શોધાયેલો ગ્રહ હતો. હર્ષલ આકાશગંગાના તારાનો અભ્યાસ કરતા હતા ત્યારે તેને મિથુન રાશિમાં આ પિંડને જોયો હતો. હર્ષલ માનતો હતો કે તેણે એક ધૂમકેતુ શોધી કાઢ્યો છે. પછી ખબર પડી કે તે તો સૂર્યનો એક ગ્રહ છે. તેનું નામ પછી યુરેનસ રાખવામાં આવ્યું. ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે યુરેનસ શનિનો પિતા છે.

પછી ખગોળવિજ્ઞાનીઓ યુરેનસનો અભ્યાસ કરવા લાગ્યા. આ અભ્યાસના આધારે એલેક્સિસ બોવાર્ડેે તારણ કાઢ્યું કે યુરેનસ પછી પણ એક ગ્રહ હોવો જોઈએ, જે યુરેનસને ખલેલ પહોંચાડે છે અને તેને તેની કક્ષામાં સરળ રીતે ચાલવા દેતો નથી. બોવાર્ડેના આ વિધાને બે ખગોળવિજ્ઞાનીઓને યુરેનસ પછી ગ્રહ છે કે નહીં તે શોધવા ગણતરી કરવા પ્રેર્યા. તેઓ જાણવા માગતા હતા કે આવો ગ્રહ હોય તો ક્યાં હોય અને તેને કેવી રીતે શોધવો? આ બે ખગોળવિજ્ઞાની હતા જે. સી. આદમ્સ અને અરબન લા વેરીઅર. તેમણે આ અજાણ્યા ગ્રહની જગ્યા વિષે વેધશાળાના ખગોળવિજ્ઞાનીઓને લખ્યું અને તેને શોધવા વિનંતી કરી. બ્રિટીશ ખગોળવિજ્ઞાની ચાલીઝે તે શોધવા મહિનાઓ સુધી પ્રયત્ન કર્યો પણ તેને તેમાં સફળતા મળી નહીં. આ બાજુ લે વેરીઅરે બર્લિનની વેધશાળાને એ ગ્રહ શોધવા વિનંતી કરી. અહીં સપ્ટેમ્બર ૨૩, ૧૮૪૬ના દિને જોહાન ગોટફ્રીડ ગાલે તેને શોધી કાઢ્યો. તેનું નામ મહાસાગરોના દેવતા નેપ્ચૂન પરથી નેપ્ચૂન રાખવામાં આવ્યું.

નેપ્ચૂનની શોધ થઈ કે તરત જ ૧૭ દિવસ પછી વિલિયમ લાસ્સેલે નેપ્ચૂનનો સૌથી મોટો ઉપગ્રહ ટ્રાઈટન શોધી કાઢ્યો, પણ આ ઉપગ્રહ બહુ વિચિત્ર છે. તે નેપ્ચૂનની પરિક્રમા ઊલટી દિશામાં કરે છે. તેથી થોડા ખગોળવિદ્ો તેને નેપ્ચૂન વડે પકડાયેલો ઉપગ્રહ માને છે. તે નેપ્ચૂનની પરિક્રમા ઊલટી દિશામાં કરે છે તેથી ઘણાખરા કહો કે બધાં જ અમેરિકી વિજ્ઞાનીઓ માનતા કે નેપ્ચૂનને વલયો નહીં હોય.

૧૯૮૧માં આ લેખના લેખકે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંશોધન સામાયિક-અર્થ, મુન એન્ડ પ્લેનેટ્સમાં એક સંશોધનપત્ર રજૂ કર્યું અને તેમાં દર્શાવ્યું કે નેપ્ચૂનને વલયો છે. પછી ૧૯૮૭માં તે જ સામાયિકમાં એક બીજું સંશોધન પત્ર રજૂ કરી દર્શાવ્યું કે નેપ્ચૂનની ફરતે ચાર વલયો છે અને બીજા ઘણા વણ શોધાયેલા ઉપગ્રહો છે. આ સંશોધનની દુનિયાના ખગોળવિદ્ોએ જબ્બર નોંધ લીધેલી.

હવે જ્યારે ૧૯૮૯માં વૉયેજર-૨ અંતરિક્ષયાન નેપ્ચૂન પાસે ગયું ત્યારે તેણે લેખકના સંશોધનને નિરીક્ષણાત્મક ટેકો આપ્યો. વૉયોજરે નેપ્ચૂનના બીજા છ ઉપગ્રહો પણ શોધી કાઢ્યા. તે સમયે નેપ્ચૂનને માત્ર બે જ ઉપગ્રહો હતા. એક ટ્રાઈટન અને બીજો નિરીયક. નેપ્ચૂન ૧૮૪૬માં શોધાયો. તરત જ ૧૭ દિવસમાં ટ્રાઈટન શોધાયો, પણ નેપ્ચૂનનો બીજો ગ્રહ નિરીયક ૧૦૩ વર્ષ પછી છેક ૧૯૪૯માં શોધાયો. તેના શોધક જીરાર્ડ કુઈપર હતા. નેપ્ચ્યુનના વલયો ૧૯૮૯માં શોધાયાં.

તાજેતરમાં કેલિફોર્નિયાના માઉન્ટ વ્યુ સ્થિત ‘સેટી’-ઈન્સ્ટિટયૂટના ખગોળવિજ્ઞાની માર્ક સોવાલ્ટર. છેલ્લાં સાત વર્ષથી હબલ ટેલિસ્કોપે લીધેલા નેપ્ચૂન ઉપગ્રહમાળાના ફોટાનો અભ્યાસ કરતા હતા. એમણે જોયું કે હબલ સ્પેસ ટેલિસ્કોપે નેપ્ચૂનની વલયમાળાની નજીક નેપ્ચૂનથી લગભગ એક લાખ કિ.મી.ના અંતરે એક નાના ઝાંખા આકાશીપિંડના ફોટા લીધા છે. આ આકાશીપિંડ નરી આંખે દેખાતા ઝાંખામાં ઝાંખા તારા કરતાં પણ દશ કરોડગણો વધારે ઝાંખો છે. તેનો વ્યાસ માત્ર ૨૦ કિલોમીટર છે. આ કારણે વૉયોજર-૨ અંતરિક્ષયાન જ્યારે ૧૯૮૯માં નેપ્ચૂન પાસે ગયું ત્યારે તેને જોઈ શક્યું ન હતું, પણ હબલ ટેલિસ્કોપે તેને સાડા ચાર અબજ કિ.મી.ના અંતરેથી પકડી પાડ્યો. હબલ અંતરિક્ષ દૂરબીનની આ શક્તિને દાદ આપવી પડે. તે કેટલું સક્ષમ ગણાય! ભવિષ્યમાં ખગોળવિજ્ઞાનીઓ હબલ દૂરબીન કરતાં સોગણું વધારે શક્તિશાળી દૂરબીન અંતરિક્ષમાં તરતું મૂકવાના છે. ત્યારે આપણે બ્રહ્માંડનાં ઘણાં રહસ્યોને જાણતાં થશું.

નેપ્ચૂનના આ ઉપગ્રહનું હંગામી નામ એસ/૨૦૦૪ એન૧ રાખવામાં આવ્યું છે. તે ૨૩ કલાકમાં નેપ્ચૂનની પરિક્રમા પૂરી કરે છે. તે નેપ્ચૂનનો ૧૪મો ઉપગ્રહ છે.

લેખકના સંશોધનપત્ર પ્રમાણે નેપ્ચૂનને હજુ પણ ઘણા વણ શોધાયેલા ઉપગ્રહો છે. શક્તિશાળી દૂરબીનો વડે તે ભવિષ્યમાં શોધાશે.

૧૯૮૦ના દાયકામાં લેખકે એક સંશોધનપત્રમાં દર્શાવેલું કે નેપ્ચૂનના મોટા ઉપગ્રહ ટ્રાઈટન પર જ્વાળામુખી હોવા જોઈએ. વૉયોજર-૨ અંતરિક્ષયાને હકીકતમાં ટ્રાઈટન પર જીવતા જ્વાળામુખી શોધી કાઢ્યા છે. આ બાબતે લેખકે નેપ્ચૂન ટ્રાઈટન પર કેવડી મોટી ભરતી-ઓટ કરે છે તે મુદ્દો ધ્યાનમાં લીધો હતો. અને ગણતરી કરી હતી.

નેપ્ચૂન ગ્રહ સૂર્યથી સાડા ચાર અબજ કિલોમીટર દૂર છે અને પૃથ્વીથી ૪ અબજ ૩૫ કરોડ કિલોમીટર દૂર છે. ત્યાં ઉષ્ણતામાન ઓછા ૨૨૫ અંશ સેલ્શિયસ છે. તેનો રંગ વાદળી છે. તેની સપાટી પર કાળું ધાબું છે. તેના પર મિથેનના બરફો છે. હાલમાં તે સૂર્યમાળાનો છેલ્લો અને આઠમો ગ્રહ છે, કારણ કે ખગોળવિદ્ોએ પ્લૂટોને ગ્રહના સ્થાનેથી પદોચ્યુત કર્યો છે. નેપ્ચૂન સૂર્યની પરિક્રમા કરવા ૧૩૫ વર્ષ લે છે. તે શોધાયા પછી ૨૦૧૧માં તેણે સૂર્યની પ્રથમ પરિક્રમા પૂર્ણ કરી છે અને હવે બીજી પરિક્રમાના રસ્તે છે. તે સૂર્યમાળાની ભાગોળે રહીને સૂર્યની પરિક્રમા કરે છે અને આ પરિક્રમા કરતાં કરતાં સૂર્યમાળાની બહારનું અંતરિક્ષ જુએ છે. તેની બહાર લાખો, કરોડો અને અબજો ધૂમકેતુઓ સૂર્યની પરિક્રમા કરે છે.

જૂનાં જીવનમૂલ્યોનું કોઈ વજૂદ નથી રહ્યું? -- આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=105737

મેધાવિન શુચિતાબેનનો કોઈ સગો નથી, કોઈ જૂનો સંબંધ પણ નથી પણ એ યુવક એના મનમાં ઊઠતા પ્રશ્ર્નોના જવાબ શુચિતાબેનને પૂછે છે અને શુચિતાબેન ગમે એટલા કામમાં હોય એ કામ એમના માટે ખૂબ મહત્ત્વનું હોય તો પણ એ કામ બાજુ પર મૂકીને મેધાવિનના પ્રશ્ર્નોના જવાબ આપે. ક્યારેક તેઓ પ્રશ્ર્નને ઊંડાણથી સમજવા મેધાવિનને વિગતો પૂછે, મેધાવિન પૂરેપૂરી નિખાલસતાથી એમને જવાબ આપે.

શુચિતાબેન વિચારે કે કેટલી શ્રદ્ધાથી અને આશાભર્યા હૈયે મેધાવિન એની મુશ્કેલીઓ, મૂંઝવણ મને જણાવે છે તો મારી ફરજ બને છે કે મારા અનુભવજન્ય જ્ઞાનથી મને જે ઉકેલ સૂઝે એ એને બતાવવો જ જોઈએ.

માત્ર મેધાવિન જ નહીં પણ કેટલાય અજાણ્યા યુવક, યુવતીઓ અને પ્રૌઢો શુચિતાબેનની સલાહ પૂછતાં અને તેઓ કંટાળ્યા વગર સલાહ આપતાં.

તેઓ વિચારતા દરેક સિનિયર સિટીઝન યુવાનપેઢીની મૂંઝવણો સમજે અને ઉકેલ આપે તો યુવાનપેઢીની કેટલી બધી તકલીફો દૂર થઈ જાય અને યુવાનપેઢી સુખી થાય.

તાજેતરમાં જ લગ્ન કરેલા યુવાન હૈયા મુંઝાય ત્યારે જો કોઈ વડીલ પ્રેમથી એમની સમસ્યા સાંભળે અને સમાધાન કરાવે તો વધારે બગડતી વાત બગડે નહિ. ગુસ્સામાં આવીને તેઓ કોઈ વાત વણસાવી ના દે એ જોવાની ફરજ વડીલોની છે.

મેધાવિને ઘણી હોંશથી દામ્પત્યજીવનનો આરંભ કર્યો હતો. અત્યારનો એનો જીવનકાળ લગ્નજીવનનું પરોઢ છે, પણ એના જીવનમાં એ મધુર, સુંદર, શીતળ હવા કે સુવર્ણ પ્રકાશ નથી. છે માત્ર હકની ભાષા બોલતી પત્ની જે વાતે વાતે મહેણાં ટોણાં અને આક્ષેપો કરવામાં જ રસ ધરાવે છે અને વાતાવરણ બગાડી મૂકે છે.

એની પત્નીને જીભે હર ક્ષણે શબ્દો રમેે છે - "હું તમારી જવાબદારી છું, તમારે હું માગુ એટલા પૈસા અને સગવડો મને આપવા જ જોઈએ.

મેધાવિન કહે, "તને સુખી કરવાની મારી ફરજ છે અને અંત:કરણપૂર્વકની મારી ઈચ્છા છે, હું એ માટે જ પ્રયત્નો કરું છું. મેધાવિનના અવાજમાં નમ્રતા અને પ્રેમ હોય છે. જવાબમાં એની પત્ની બેલા કઠોરતાથી કહે છે, "તમે મને સુખી કરવા પ્રયત્ન કરો એમાં નવાઈ નથી કરતા, મારા જેટલું ભણેલું અને રૂપાળું તમારા ઘરમાં ક્યાં કોઈ છે? મારી પાસે ત્રણ ત્રણ ડિગ્રીઓ છે. તમારું સદ્ભાગ્ય કે હું તમને મળી. મને તમારા ઘરમાં કોઈની સાથે ઊઠવા બેસવાનું ગમે નહિ એ તો હું સારી છું કે વિવેક ખાતર એમની જોડે બોલું છું. પણ હું એમના માટે મારાપણાની ભાવના નહિ અનુભવી શકું.

પત્નીએ કહેલા કડવા શબ્દો મેધાવિન સાંભળ્યા ન સાંભળ્યા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ‘પ્રભુ મારા જીવનના આ ઝેરનું અમૃત માત્ર તમે જ બનાવી શકશો.

મેધાવિન પત્ની આગળ શાંત રહે પણ એના હૈયે તો ભડભડ અગ્નિ બળતો હોય છે, એ શુચિતાબેનને ફોન કરે અને પોતાની વેદના ઠાલવે. શુચિતાબેન એને શાંત પાડે અને આશા બંધાવે કે શુભ શુભ વિચાર નક્કી બેલામાં પરિવર્તન આવશે. એ તને સમજી શકશે. આપણા ભારતીય સંસ્કાર એળે નહિ જાય.

મેધાવિન કહે, "આન્ટી હું પરદેશમાં રહું છું, કેટલીય પરદેશી છોકરીઓ મને પરણવા માગતી હતી પણ મેં ભારતમાં જન્મેલી, ભારતમાં ઉછરેલી અને ભારતમાં રહેતી ભારતીય ક્ધયા પસંદ કરી કારણ કે આપણા ભારતમાં લગ્નસંબંધને જન્મોજન્મનો સંબંધ માનવામાં આવ્યો છે. જો કે આજે એ પરંપરાગત માન્યતા એનું વજૂદ ગુમાવી બેઠી છે, સમયના વહેવા સાથે માન્યતાઓ બદલાઈ રહી છે, આપણા જીવનમૂલ્યો બદલાઈ રહ્યાં છે, અત્યારે તો ચારેબાજુ અસંતોષ અને અવિશ્ર્વાસના વાદળો છવાયાં છે તેથી મન ઉદાસ થઈ જાય છે.

"તો ય ભાઈ મેધાવિન આજેય સેંકડો હજારો યુવાનો સુખની આશામાં લગ્નગ્રંથિથી જોડાય છે, ઢોલ ઢબુકે છે અને મંગલગીતો ગવાય છે. તેઓ ઉત્સાહથી નાચે છે અને ગાય છે. શુચિતાબેન બોલ્યા.

"મંગલ ગીતો ગવાય છે પણ મંગલ થતું નથી. આન્ટી, આપણા ત્યાં લગ્નને તોય પવિત્ર સંસ્કાર કેમ ગણવામાં આવે છે? આજે તો બીજા ક્ષેત્રોની જેમ અહીં પણ પશ્ર્ચિમની ભૌતિકવાદી વિચારસરણી અને ટી.વી. કલ્ચરની અસર સ્પષ્ટ દેખાય છે. આપણે બધાં ખોટી ભ્રમણામાં જીવીએ છીએ? કેમ આપણે આંખો બંધ કરીને જીવીએ છીએ? બેલા પર આ આધુનિક કલ્ચરની ગજબની અસર દેખાય છે. એની સાથે કદાચ હું મેળ નહિ રાખી શકું. ‘યુ.કે.ના મારા સર તો કહે છે કે તું જિંદગીના વરસો વેડફી રહ્યો છે. વહેલામાં વહેલી તકે તું બેલાથી છૂટો થઈ જા.’

"તો છૂટા થવામાં તું કેમ વિલંબ કરે છે? થઈ જાને છૂટો. હવે તો ભારતમાં ય છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે અને છૂટાછેડા એટલા બધા નામોશીભર્યા નથી ગણાતા. ભારતની આધુનિક પેઢીનાય જીવનમૂલ્યો બદલાયા છે, હવે ધૈર્ય, સમતા, સંયમ, ત્યાગ, સહનશીલતા જેવા મૂલ્યોની બહુ મહત્તા રહી નથી. શુચિતાબેન બોલ્યા. એમના અવાજમાં કંટાળો હતો, નારાજગી હતા.

"આન્ટી, હું આધુનિક નથી, ભલે આધુનિક જમાનાના યુવાન તરીકે મારી ઓળખ છે પણ મારી નસોમાં પરંપરાગત ભારતીય સંસ્કાર ભળેલા છે. હું પડ્યું પાનું ફગાવી દેવામાં નથી માનતો, એટલે તો મારી સમસ્યા તમારી સાથે ચર્ચુ છું. જો મારે છૂટાછેડા લેવા હોય તો કોઈ મને રોકનાર નથી, યુ.કે.ના મારા ફ્રેન્ડઝ તો કહે છે, ટૂંકી આ જિંદગીમાં રાહ જોવામાં વરસો વીતાવવા એ બેવકૂફી છે અને આન્ટી વારંવાર એમની સલાહ હું સાંભળું તો કદાચ હું છૂટાછેડા લઈ પણ લઉં, પણ એમ કરવામાં કદાચ હું બેલાને અન્યાય કરી બેસું તો? હું બેલાને સમજવા પ્રયત્ન કરું છું અને એ મને સમજે એના માટે એને તક આપવા માગું છું. હા, જો કદાચ એ છૂટા થવાની માગણી કરે તો હું તૈયાર છું, એ માગે એટલા પાઉન્ડ, ડોલર એને આપીશ. મેધાવિન બોલ્યો. શુચિતાબેન એને શું જવાબ આપે?


બ્રહ્માંડની ક્ષિતિજ કેટલે દૂર છે? -- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=105736

જેમ જેમ દૂર જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે અને તેના પરપ્રેક્ષ્યમાં પૃથ્વી નાની નાની ગોળાકારની દેખાય છે

                     

આપણે ઊંચા પહાડ પર જઈએ અને આજુબાજુ નજર નાખીએ તો આપણી ચારે તરફ ક્ષિતિજ દેખાય, જ્યાં આકાશ, ધરતીને મળતું હોય તેમ લાગે. નાના બાળકને લાગે કે ક્ષિતિજ પર આકાશ, આભને મળે છે અને એક ગૂંબજ બનાવે છે. ક્ષિતિજ કદી હાથમાં આવે જ નહીં. જ્યાં પણ જઈએ આપણને લાગે કે આપણે આકાશી ગુંબજના કેન્દ્રમાં છીએ આપણી ફરતે તેટલે જ અંતરે ક્ષિતિજ છે. આપણે ચાલીએ તો ક્ષિતિજ આપણી સાથે ચાલવા લાગે, પણ તેનું અંતર તો આપણાથી સરખું જ રહે. 

ક્ષિતિજ આપણાથી કેટલા અંતરે છે, તે અંતર શોધવું અઘરું પડે. સામાન્ય રીતે તે શોધી શકાય નહીં. પણ વિજ્ઞાનીઓએ પાયથાગોરસ (બૌધાયન)ના પ્રમેયની મદદથી તે શોધ્યું છે. પૃથ્વી પર વાયુમંડળની સામાન્ય પરિસ્થિતિમાં તે લગભગ સાડા ચાર કે પોણા પાંચ કિલોમીટર થાય. જો પૃથ્વી પર તે સાડા ચાર કે પોણા પાંચ કિલોમીટરના અંતરે હોય તો ચંદ્ર પર ગુરુ પર કે મંગળ પર તે કેટલા અંતરે હોય? આ અંતરો ક્ષિતિજના સૂત્ર પરથી શોધી શકાય. ક્ષિતિજ માત્ર ગ્રહના વ્યાસ (ત્રિજ્યા) પર જ આધાર રાખે છેે. જેમ ગ્રહ વ્યાસમાં મોટો તેમ તે ગ્રહ પર ક્ષિતિજ વિસ્તૃત પૃથ્વીની ત્રિજ્યા ૬૦૦૦ કિલોમીટર છે. તો તેના પર ક્ષિતિજ માત્ર સાડાચાર કે પોણાપાંચ કિલોમીટરની ત્રિજ્યા ધરાવે પણ લઘુગ્રહ તો માત્ર ૧૦, ૫૦, ૧૦૦ કે પ૦૦ કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા હોય છે. તો ત્યાં ક્ષિતિજ આપણાથી થોડા ફૂટને અંતરે જ હોય, ૧૦૦ કે ર૦૦ ફૂટ. ત્યાં દુનિયા ઘણી નાની હોય છે. 

આપણી દૃશ્ય દુનિયા ક્ષિતિજ સુધી જ પથરાયેલી હોય છે. આપણે માત્ર ક્ષિતિજ સુધી જ જોઈ શકીએ. કોઈ પણ વસ્તુ ક્ષિતિજને વટે એટલે તે આપણી આંખથી ઓઝલ થઈ જાય. ગાડી જતી હોય. તે દૂર દૂર જાય અને આપણી ક્ષિતિજને વટી જાય એટલે તે આપણને દેખાતી બંધ થાય. ગાડી દૂરથી આવતી હોય અને તે આપણી ક્ષિતિજની અંદર પ્રવેશે એટલે તે દેખાય. આ બધા ક્ષિતિજના ગુણધર્મો છે. 

ક્ષિતિજના સૂત્રમાં માનવીની ઊંચાઈની પણ એક ટર્મ (પદ) હોય છે. જો આપણે પૃથ્વીની સપાટી પર રહીને ક્ષિતિજને જોઈએ તો તે સાડાચાર કે પોણાપાંચ કિલોમીટર દૂર હોય, પણ જો આપણે કુતૂબમિનાર, પન્હાલા હિલ કે એવરેસ્ટ પરથી જોઈએ તો સ્વચ્છ આકાશમાં તે ખૂબ જ દૂર દૂર હોય. આપણે દૂર દૂર સુધી જોઈ શકીએ. માટે જ આપણા પૂર્વજોએ ક્ષિતિજનું સૂત્ર શોધ્યું ન હતું, ન તો તેમને ખબર હતી કે ક્ષિતિજ ઊંચાઈ પર આધાર રાખે છે. તેમ છતાં પ્રયોગોથી  તેમને ખબર હતી કે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજનું અંતર વિસ્તરે છે. માટે જ આપણા પ્રાચીન રાજા મહારાજાએ પહાડ પર કિલ્લા બાંધ્યા હતાં જેથી તેમને દૂર દૂરથી દુશ્મનનું લશ્કર આવે તેની ખબર પડી જતી.

આપણે એરોપ્લેનમાં ઉપર જઈએ તો પૃથ્વીથી ઊંચા જ ગયા કહેવાઈએ. માટે આપણી ક્ષિતિજ ઘણી વિસ્તરે છે. પૃથ્વી પર હોઈએ ત્યારે તે માત્ર સાડાચાર કે પોણાપાંચ કિલોમીટરની ત્રિજ્યાની હોય છે. એટલે કે નવ કે સાડા નવ કિલોમીટરના વ્યાસની હોય છે. તેથી આપણે પૃથ્વીનો નાનો વિસ્તાર જ જોઈ શકીએ છીએ. પૃથ્વીનો પરિઘ ૪૦,૦૦૦ કિલોમીટર છે તેમાંથી આપણે માત્ર તેનો નવ કે સાડા નવ કિલોમીટરનો ભાગ જ જોઈ શકીએ છીએ. તેથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણને સપાટ લાગે છે. જેમ જેમ ઉંચે જઈએ તેમ તેમ પૃથ્વીના ગોળાનો મોટો અને મોટો વિસ્તાર આપણે જોતાં હોઈએ છીએ. અને હકીકતમાં તે ગોળ છે, તે ગોળો છે તેમ તેની વક્રતા આપણે જોઈ શકીએ છીએ, જેમ જેમ દૂર જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે અને તેના પરપ્રેક્ષ્યમાં પૃથ્વી નાની નાની ગોળાકારની દેખાય છે. પૃથ્વી નાની થતી જતી નથી પણ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે અને તેના પરપ્રેક્ષ્યમાં પૃથ્વી નાની નાની થતી જાય છે. ખૂબ જ દૂર જઈએ તો તે રજકણ જેવડી દેખાય છે અને પછી તે દેખાતી પણ નથી.

તારા સૂર્ય જેવડા મોટા છે. પણ તે આપણાથી એટલા બધાં દૂર છે કે તે પ્રકાશબિન્દુ જેવડા દેખાય છે. કોઈ પણ જ્ઞાનમાં કે કાર્યમાં આપણે ઊંચે અને ઊંચે જતાં જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે. આપણા પ્રશ્ર્નો મોટા હોય પણ જો આપણે આપણી ક્ષિતિજ વિસ્તારીને વિરાટ બનીએ તો આપણાં તે પ્રશ્ર્નો નાના થતાં જાય છે. સામાન્ય માનવીને રૂપિયા ૧૦ લાખ આપવાના થાય તો તે હાશકારો અનુભવે છે કારણ કે તેની ક્ષિતિજ નાણાકીયક્ષેત્રે વિસ્તાર પામી નથી. તાતા, બિરલા કે અંબાણીને રૂ. દસ લાખ દેવાનાં થાય તો તેને તે સામાન્ય છે. કારણ કે નાણાક્ષેત્રે તેની ક્ષિતિજ (horizon) ખૂબ જ વિસ્તરેલી છે. આમ ક્ષિતિજમાંથી ઘણા સંદેશા પણ મળે છે.

આપણે બોરીવલીમાં હોઈએ તો આપણે આપણી નરી આંખે બોરીવલીની નાની દુનિયાને જોઈએ છીએ. કાંદિવલીમાં આવીએ ત્યારે કાંદિવલીની દુનિયાને જોઈએ છીએ. આમ પૃથ્વી પર જ નવ સાડાનવ કિલોમીટરનો વ્યાસ ધરાવતી અલગ અલગ લાખો દુનિયા છે. ૪૫.૩૬ કરોડ દુનિયા છે. 

દુનિયાનો વિચાર જ મહાન છે. આપણી પોતાની એક દુનિયા છે. આપણા ઘરના માણસો સાથેના સંબંધોની એક દુનિયા છે. આપણા સગા-વહાલા, કુટુંબની, આપણે જ્યાં રહેતા હોઈએ તે સોસાયટી, ગલી, ગામ, રાજ્ય, દેશ અને દુનિયાની એટલે કે પૃથ્વીની અલગ અલગ દુનિયા છે. આપણું સૂર્યમંડળ કે આપણી મંદાકિની આકાશગંગાની દુનિયા છે. દરેકે દરેકને પોતાની ક્ષિતિજ છે. આમ દુનિયામાં દુનિયા અને તેનામાં દુનિયાનું જટિલ ચિત્ર ખડું થાય છે. 

આ દુનિયાઓમાં સૌથી મોટી દુનિયા આપણા બ્રહ્માંડની દુનિયા છે. તેનાથી વિશાળ કોઈ દુનિયા નથી. એ દુનિયાનો વ્યાસ લગભગ ર૮ અબજ પ્રકાશ વર્ષ છે. કિલોમીટરમાં તે ર,૬૪,૯૦૮ અબજ કિલોમીટરનો થાય. આપણા બ્રહ્માંડની ક્ષિતિજ ખૂબ જ વિશાળ છે. વિશ્ર્વમાં કેટલે દૂર છે તેનાં સૂત્રોની શોધ લેખકે કરી હતી. આપણા બ્રહ્માંડની ક્ષિતિજ કેટલે દૂર છે તેના સૂત્રની શોધ ઈડવીન હબસે ૧૮૨૦ના દાયકામાં કરી હતી. ક્ષિતિજ (horizon) દુનિયાની સીમા (હદ) નક્કી કરે છે. મોટા માણસોની ક્ષિતિજ ખૂબ જ વિસ્તરેલી હોય છે.

લંડનની ટ્રેનોમાં પણ મહિલાઓ માટે અલગ ડબ્બા રખાશે? -- ઘટના અને અર્થઘટન - સોનલ શુક્લ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=142635

‘અરે વાહ! તમારે ત્યાં તો અલગ સ્ત્રીઓનો ડબ્બો ટ્રેનમાં હોય છે!’ બરાબર ત્રીસ વર્ષ અગાઉની આ વાત છે. બે અમેરિકન યહૂદી યુવતીઓ કોઈક કારણસર મારું ઘર શોધતી આવેલી. આ એ જમાનો હતો જ્યારે અમેરિકન મહિલા આંદોલનની કોઈ બહેનો ભારત આવે તો રસ્તા ઉપર કે મંદિરોની બહાર દેવીઓના ફોટા જુએ કે એ પોસ્ટરો ખરીદી લે. ગાંડીઘેલી થઈ જાય કે આપણે ત્યાં એક પ્રણાલીમાં ઈશ્ર્વરને પણ સ્ત્રી તરીકે જોઈ શકાય છે. આ બંને પણ માધવબાગની બહાર ઊભા રહીને કંઈ લઈ આવેલી તેમાં વાઘ કે કૂકડા ઉપર સવારી કરતી કે અસુરને પગ તળે છૂંદતી આઠ હાથવાળી દેવીઓના ફોટા હતા. ખાસ સરસ પોસ્ટર તરીકે એ પોતાની બહેનપણીઓને ભેટ આપવાના હતા. એમનો ફોન આવ્યો ત્યારે એ બંને વી.ટી. પાસે ક્યાંક હતી. સૂચના આપી તે મુજબ ટ્રેન પકડી, વાંદરા સ્ટેશને બદલાવી વેસ્ટર્ન રેલવે પકડી પરામાં મારે ઘરે આવી પહોંચેલી. લેડીઝ કંપાર્ટમેન્ટ જોઈને ગાંડીઘેલી થઈ ગયેલી. આવું ક્યારેય જોયેલું નહીં. ‘ત્યાં કોઈ આંખો ફાડીને તમને ટગરટગર ઝાંખ્યા ન કરે. કોઈ આડાઅવળા હાથ લગાડીને અડપલાં ન કરી જાય.’ બંને ખુશખુશાલ હતી. પૈસા બચાવીને બંને વિશ્ર્વ પ્રવાસે નીકળી પડેલી. થોડુંક યુરોપમાં જઈ પછી ઈઝરાયલ ગયેલી. ઈરાના ચિત્રો દોરતી અને જોની ગીતો લખે. ‘હોલી લેંડ’ - પવિત્ર પુુણ્યભૂમિ નામે એણે ગીત લખેલું કે જ્યાં પણ પુણ્ય કાર્યો થાય તે મારું હોલી લેંડ છે. ઈઝરાયલ યહૂદીઓની પુણ્યભૂમિ ગણાય એટલે એણે આવું ગીત લખેલું. તે વખતે ઈઝરાયલથી સીધા ભારત અવાતું નહીં. આપણા દેશે ઈઝરાયલને માન્યતા તો આપેલી, પણ આપણી સહાનુભૂતિ ત્યાંથી નિરાશ્રિત બનાવેલા પેલેસ્ટિની લોકો સાથે હતી. આરબ દેશો સાથે ઘનિષ્ઠતા હતી. સોવિયેત દેશ અને અમેરિકા વચ્ચે સમતોલન જાળવવાની નીતિ હજી ચાલુ હતી. દક્ષિણ આફ્રિકા ગોરી લઘુમતીના આતંકી શાસન તળે હતું અને આપણા પાસપોર્ટ ઉપર સ્પષ્ટ સૂચના હતી કે એ દક્ષિણ આફ્રિકા માટે માન્ય નથી. આપણા લોકો સગાંને મળવા કે વધુ તો એ દેશ જોડે હીરાનો વેપાર કરવા બેલ્જિયમ કે હોલેન્ડ જઈ કાગળ પર અલગ વિઝા લઈ ત્યાં જતા, પાકિસ્તાન, ચીન કે ઈઝરાયલ માટે પણ લગભગ એવું જ સમજો. ત્યાંથી ઈરાન થઈને અવાતું. ખોમેની આવ્યા પછી તે પણ બંધ થઈ ગયેલું. ઈજિપ્ત કે એકે આરબ દેશમાં થઈને આવવાનો તો સવાલ જ ઊભો થતો નહોતો. બંને બહેનો ગ્રીસ થઈને મુંબઈ આવેલી. 

આ બધા દેશોમાં ક્યાંયે એમણે ‘લેડીઝ’ ડબ્બા જોયેલા નહીં. પછી તો આવા ડબ્બાઓમાં બેસી બેસીને આખા ભારતમાં પાંચ મહિના ફરી. કેરળના એક ગામડામાં કૂવામાંથી પાણી ખેંચવું પડે તેવા ઝૂંપડા જેવા ઘરમાં પણ રહી અને હિમાલચ પ્રદેશની ધર્મશાળાઓમાં પણ રહી. બંને હિપ્પીઓ નહોતી. વિયેતનામી યુદ્ધ સામે તેમ જ મહિલા આંદોલનમાં કાર્યકર તરીકે બંને બહુ જ સક્રિય રહેલી. હિપ્પીઓની જેમ ચલમો ફૂંકી ફૂંકીને વાસ્તવ અને વ્યવહારથી દૂર રહેવાનું એમને જચે નહીં. એ તો જુદા જુદા સાંસ્કૃતિક વાતાવરણોને ઝીલવા નીકળેલી. અગાઉ ગોરા લોકો ભપકાથી પ્રવાસ કરતા અને મોંઘી હોટેલોમાં રહેતા. સિત્તેરના દાયકાથી આપણે ત્યાં ઓછા પૈસે અને સાદાઈથી ફરવા પરદેશીઓ આવવા મંડેલા. અહીંથી પછી થાઈલેન્ડમાં ક્યાંક ક્યાંક ફરી, તે અગાઉ બંગલાદેશ ગયેલી. એક પતાકડું આવેલું તેમાં લખેલું કે હવે તેઓ તાઈવાનમાં રહીને અંગ્રેજી ભણાવવાના વર્ગોમાં કામ કરતા હતા અને એમને એમાં સારા પૈસા મળતા હતા, તે વખતે અને આજે પણ ઘણા દેશોમાં અંગ્રેજી અને તેમાં પણ અમેરિકન અંગ્રેજી શીખવા સંખ્યાબંધ યુવાનો અને યુવતીઓ આતુર હોય છે. વૈશ્ર્વિકરણમાં અમેરિકાનાં આર્થિક હિતોને અગ્રક્રમ છે. તેમની જોડે કામ કરવા માટે અંગ્રેજી તો જોઈએ. ચીની, ઈન્ડોનેશિયન, ગ્રીક વગેરે લોકોને અંગ્રેજી આવડે નહીં એટલે મોટી ફી આપીને તેઓ અંગ્રેજી શીખે, આજે ચાઈનામાં પણ તેમ જ છે, ઈરાના અને જોની તો ફાવી ગયાં. કરકસર એ તો એમનો જીવન સિદ્ધાંત. વળી જ્યાં જાય ત્યાં ‘અઠે જ દ્વારકા’ કરીને બેસી જાય અને ભારે ઉત્સુકતાથી પ્રત્યેક સ્થળની સંસ્કૃતિ માણે, ભાગ્યે જ કોઈ ખરીદી કરે. ઘણી વાર માર્કેટમાં બેસીને ઈરાના ચિત્રો દોરે અને જોની એની ગિટાર વગાડે કે આમ તેમ હરેફરે. થોડીવાર લોકોને જોણું થાય પણ બંને બહેનો એટલી મળતાવડી અને નિરાભિમાની કે સૌ જોડે ભાષા વિના પણ હળીભળી જાય. ઈરાના તો પૂર્વના દેશોની મહિલાઓ દ્વારા ચલાવાતી જૂની માર્કેટો જોઈને સ્તબ્ધ થઈ ગયેલી. મણિપુર કે મ્યાનમાર - બર્માની જેમ રોજિંદો વેપાર બધો મહિલાઓના હાથમાં! એક જ બાઈનાં બે ચિત્રો દોરે, એક એને આપે અને એક પોતે રાખે. આખા પ્રવાસનો એની પાસે આ રીતનો ચિત્રસંગ્રહ છે. ૧૯૮૪માં આ બહેનો ભારત આવેલી તે ૧૯૮૭માં હું એમના દેશમાં ગઈ ત્યારે માંડ ઘરે પહોંચેલી. આપણી પૂર્વના દેશોના પ્રવાસો પછી એ લોકો હવાઈથી અમેરિકા પાછાં ફર્યાં. ત્યાં અને કેલિફોર્નિયામાં પોતાના મિત્રોને મળ્યાં. એક જૂની ગાડી ખરીદીને છેક ત્યાંથી ફરતા ફરતા પોતાને ગામ બર્લિંગ્ટન, વરમોટુ પહોંચ્યા. જાપાન બહુ મોઘું એટલે ત્યાં નહીં ગયેલા. તાઈવાનમાં કમાયેલા પૈસા બચાવેલા તે હજી વાપરતા હતા, એક મોટું મકાન લઈ કોઈ સહનિવાસ જેવું મિત્રોએ બનાવેલું તેમાં રહેતાં હતાં. ઘર સરોવરને કિનારે, મારે માટે ઘર પાછળ મોટી બેકયાર્ડમાં સંગીતનો નાનો જલસો કરીને પાર્ટી પણ ગોઠવેલી. જોની હજી એ વિસ્તારમાં બિનસરકારી નાનકડી શાળામાં ઓછે પૈસે ભણાવેે છે, સરકારની યુદ્ધખોરી એને ગમતી નથી. ઈરાના બીજા રાજ્યમાં રહી નોકરી કરે છે. જોની અને ઈરાના યાદ આવ્યાં, કારણ કે ગયે અઠવાડિયે જ ‘એશિયન એજ’માં સમાચાર છે કે સ્ત્રીઓની છેડતી થાય છે એટલે લંડનમાં ટે્રેનોમાં મહિલાઓ માટે અલગ ડબ્બા અંગે વિચારણા થઈ રહી છે. કાગડા બધે જ કાળા, બીજું શું?

જેમની પાસે કંઈ નથી હોતું એમની પાસે રાત હોય છે -- ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=142663

રાતના આકાશમાં સૌથી તેજસ્વી દેખાતા તારાનું નામ શું? શહેરમાં ઊછરેલી પેઢીને શુક્ર અને ધ્રુવ વચ્ચેનો તફાવત પણ ખબર નથી હોતી, સપ્તર્ષિ વિશે તો માહિતી પણ ક્યાંથી હોય?

વીસી- ત્રીસીના જમાનામાં ગાંધીવાદીઓ જેલમાં જતા ત્યારે તેઓનો ફેવરિટ પાસટાઈમ આકાશદર્શનનો રહેતો. ‘કુમાર’માં બચુભાઈ રાવત એક જમાનામાં નિયમિતરૂપે ‘આ માસનું આકાશદર્શન’ હેઠળ ગ્રહો- નક્ષત્રોની પોઝિશન દર્શાવતો વિગતવાર નકશો પૂરેપૂરી સમજૂતીની સાથે છપાતો.

શહેરમાં તો રાત્રે ચાલુ રહેતી સ્ટ્રીટલાઈટ્સ, નિયોન સાઈન્સ અને પ્રદૂષણને લીધે આકાશ અને આંખો વચ્ચે અર્ધપારદર્શક પડદો રચાઈ જાય છે.

નિરભ્ર આકાશ હોય અને શહેર બહારની જગ્યા હોય ત્યારે ઉપર તરફ મીટ માંડીને જોતાં આકાશ તારાઓથી ફાટફાટ થતું લાગે. ગામના ઘરની અગાશીમાં સૂતાં સૂતાં ક્યારેક, નસીબદાર હોય તો, ક્ષિતિજ પર ખરતો તારો દેખાય. નાનપણમાં ખબર નહોતી કે ખરતો તારો જોતી વખતે મનમાં વ્યક્ત કરેલી ઈચ્છા ભગવાન પૂરી કરી દેતા હોય છે. માત્ર તારાના ખરવાની ક્રિયા જોવાનો રોમાંચ થતો. મોટા થયા પછી ખબર પડી કે ખરતો તારો જોઈને ભગવાન પાસે કશુંક માગી લેવાનું હોય. પણ આ ઉંમરે ઈચ્છાઓની યાદી એટલી લાંબી થઈ ગઈ હોય કે એટલી વારમાં કશું માગી ન શકીએ. રાતના એકલવાયા અંધારામાં તારાઓ હજુય ખર્યા કરે છે.

છોટુભાઈ સુથારને આજની સિત્તેર પ્લસની પેઢીના ગુજરાતના દાદા-દાદીઓ ભૂગોળ તથા ગણિતનાં પાઠ્યપુસ્તકોના લેખક તરીકે યાદ કરતાં હશે. છોટુભાઈ સુથારે પચાસ વર્ષની ઉંમર વટાવ્યા પછી ખગોળશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી લીધી હતી. આ મહાનિબંધ એમણે હરિહર શુકલ ‘એક જ દે ચિનગારી મહાનલ’ પ્રાર્થનાના રચયિતા તથા પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી ડૉ. પી. સી. વૈદ્ય (ખારની પ્યુપિલ્સ ઓન સ્કૂલના પ્રિન્સિપાલ મધુસૂદન ચૂ. વૈદ્યના નાના ભાઈ)ના હાથ નીચે ગુજરાતીમાં લખ્યો.

આયુષ્યના ઉત્તરાર્ધમાં ખગોળશાસ્ત્રી તરીકે પંકાયેલા છોટુભાઈ સુથારને એકવીસ વર્ષની ઉંમર સુધી આકાશદર્શન કરતાં ફાવતું નહોતું. છોટુભાઈએ કાકાસાહેબ કાલેલકરનાં લખાણો ખૂબ વાંચ્યા હતાં એટલે એમને હોંશ ઘણી હતી, પણ ખગોળ વિશે જાણકારી નહોતી. એક દિવસ છોટુભાઈના હાથમાં મદ્રાસના અંગ્રેજી દૈનિક ‘ધ હિન્દુ’માં

છપાયેલો વર્તુળાકાર તારાનકશો આવી ગયો. એ રાત્રે નડિયાદના સંતરામ મંદિરની અગાશીમાં મિત્રો સાથે બેસીને એ નકશા મુજબ તારાદર્શન કરવાની કોશિશ કરી પણ કોઈ શિખવાડનાર નહોતું એટલે આગળ વધાયું નહીં. બે-ત્રણ રાત સુધી પ્રયત્નો કર્યા પછી મૃગાનુસારી વ્યાધ (વ્યાઘ્ર નહીં, વ્યાધ અર્થાત્ પારધી) તારો ઓળખાઈ આવ્યો. બધા ખુશખુશાલ થઈ ગયા. ત્યાર બાદ બાર વર્ષ સુધી એમણે ખગોળનો સખત અને સતત અભ્યાસ કર્યો. અમદાવાદની વેધશાળા સ્થપાઈ એમાં ડૉ. છોટુભાઈ સુથારનો ઘણો મોટો ફાળો હતો.

કાકાસાહેબ કાલેલકરે ‘તારાઓનો આહાર’ નામના એક નાનકડા ગદ્યખંડમાં કુદરતની અદ્ભુત લીલાને પોતાના અંદાજમાં વર્ણવી છે: ‘સાંજે સૂરજ આથમી ગયો ત્યારે તે સાવ થાકી ગયેલો દેખાતો હતો... અંતે રાત પૂરી થઈ. સવારે સૂરજના આવવાનો વખત થયો પણ બિચારો તેજ ક્યાંથી આણે?... સાડા ત્રણ ચાર વાગ્યાથી એ પોતાની જીભો બહાર કાઢી તારાઓ ચાટતો જાય છે... નવલખ તારાનું તેજ ગળી એ તેજસ્વી થાય છે, અને પ્રસન્ન થઈને પૂર્વ દિશાને વીંધી બહાર નીકળી આવે છે. સૂરજ નીકળ્યા પછી પણ કોક કોક વાર શુક્ર બચી જાય છે. શુક્ર આગળ દોડે અને સૂરજ એને પકડવા ચડતો રહે. બધા તારાઓ ગયા છતાં પોતે રહ્યો છે, એ જોઈને અહંકારમાં આવીને શુક્ર પોતાને જ શુક્રિયા અદા કરે છે પણ એટલામાં એ પણ ખવાઈ જાય છે. અહંકારી વ્રજત્યઘ: ...’

ખગોળશાસ્ત્ર સહિતની વિજ્ઞાનની દરેક શાખા રોમાંચક છે. આકાશદર્શનનો એક નાનકડો સરખો શોખ છોટુભાઈ સુથારને મોટી ઉંમરે ખગોળશાસ્ત્રમાં રિસર્ચ કરીને પીએચ.ડી. કરવા સુધી લઈ જઈ શકે એ વાત પુરાવો છે કે આ વિષયો કેટલા રોમાંચક છે.

ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઈને સ્વામી આનંદે ‘શુક્રતારક સમા’ ગણાવ્યા હતા તે આ સંદર્ભમાં: સ્વામી આનંદ લખે છે, ‘આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે... આ તેજસ્વી તારાને દુનિયા સમી સાંજે કે વહેલી સવારે કલાક- બે કલાકથી વધુ દેખી શકતી નથી. તે ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષાકાળે પોતાની તેવી જ આભાથી આપણા આકાશને ઝળાંહળાં કરી, દેશ અને દુનિયાને મુગ્ધ કરી, શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા!’

સુરતથી એક જમાનામાં, ગુણવંત શાહની ફિયાટમાં મકરંદ દવેના નિવાસસ્થાને નંદીગ્રામ વાયા વલસાડ જવાનું હતું. સાંજ તીથલના દરિયા કિનારે મોટરની ડિકી પર ઘરેથી લાવેલી સામગ્રીની સ્વરચિત ભેળપૂરી ખવડાવવામાં ઢળી ગઈ. રાત જામી ગયા પછી વલસાડથી ધરમપુરના માર્ગ પરની યાત્રા શરૂ થઈ. નંદીગ્રામ આવવાને હજુ વાર હતી. સૌને ખબર કે ખાસ્સું મોડું થઈ ગયું છે એટલે કુન્દનિકાબહેનને ઊંઘમાંથી જગાડવા પડશે. મોડું થયું જ છે તો થોડું વધારે. ઘા ભેગું લસરકો. રસ્તાના કિનારે ગાડી થોભાવીને ગુણવંતભાઈ કહે: ‘હવે ચૂપચાપ માત્ર જુઓ અને સાંભળો.’

જંગલના સૂમસામ રસ્તાની વચ્ચે અટકી જઈને ચોખ્ખાચણાક આકાશનું દર્શન કરવાનું. શેષ અંધારું માણવાનું. અંધારાના સૌંદર્યનું અને ભેંકાર વાતાવરણમાં તમરાનાં અવાજનું ઑડિયોવિઝયુઅલ. આવું જિંદગીમાં ક્યારે માણવા મળે. કોઈ જ કારણ વિના કવિ ડૉ. મુકુલ ચોકસી યાદ આવી જાય:

આજથી પત્રોને બદલે

લખજે નક્ષત્રો, સજનવા

માણસથી દૂર જવા માટે તો ક્યારેક માણસ સાથે નિકટતા સાધવા માટે- બેઉ બાબતોમાં કુદરત ઉપયોગી. નિસર્ગ તારો અનેક આશ્ર્ચર્યો છે. શહેરનું જીવન કુદરતી વાતાવરણથી તમને દૂર લઈ જાય છે એ વાત સાચી હોવા છતાં એમાં અતિશયોક્તિ છે. સૂર્યોદય શહેરમાં પણ થતા હોય છે, સંધ્યા શહેરમાં પણ ખીલે છે. પણ રોજ સવારે સાડા નવ વાગ્યે ઊઠવાની જેને ટેવ હોય એ સૂર્યોદય ન જોઈ શકવાની ફરિયાદ કરી શકે નહીં. જેમની સાંજો ઑફિસના કામમાં કે બિયરબારમાં વીતતી હોય એમનાથી સૂર્યાસ્ત ન જોઈ શકવાનો અફસોસ વ્યક્ત ન થઈ શકે. આ એ લોકો છે જેઓ હિલ સ્ટેશન પર જઈને ય સાડા નવે જ ઊઠવાના અને ત્યાં પણ એમની સાંજો હૉટેલના બારમાં જ વીતવાની.

કુદરતનાં તત્ત્વો સાથે નિકટતા અનુભવવા માંડ્યા પછી વ્યક્તિઓની ખોટ ઓછી સાલે છે. અફાટ દરિયા તરફ સળંગ નજરે જોયા કરવાથી શું મહેસૂસ થાય છે? તમામ સંબંધો, તમામ આવેશ અને દરેક તરફડાટ વામણા લાગવા માંડે છે. જિંદગીના એકેએક વસવસા વારાફરતી ઓગળતા જાય છે. એકાદ નાનકડા પંખીને ધ્યાનથી એકટશે જોયા કરવાથી એના વિશ્ર્વનો પરિચય થાય છે અને તમારું પોતાનું વિશ્ર્વ જ એકમાત્ર વિશ્ર્વ નથી એવી ખાતરી થાય છે.

કુદરત ઘણા બધા ભ્રમ તોડી નાખે છે. શબ્દો દ્વારા જ લાગણી વ્યક્ત થઈ શકે એવો સૌથી મોટો ભ્રમ માણસો સેવે છે. ન બોલાયેલા શબ્દોનું મૂલ્ય પવનની લહેરખીથી સ્પંદન કરતી ફૂલની પાંખડી સમજાવે છે. વૃક્ષ સાથે તમે કલાકો ગાળી શકો. ઝાડના થડ પર ચાલતા મંકોડાથી માંડીને એના પર માળો બાંધીને રહેતાં પંખીઓ સુધીનાં સૌ કોઈને એમની પોતપોતાની સૃષ્ટિ હોય છે, જેમાં કોઈ એકબીજાના જીવનમાં દખલગીરી કરતું નથી, કોઈ એકબીજાને ભારરૂપ થતું નથી.

દૂર ક્ષિતિજ સુધી ફેલાયેલા આકાશમાં ખોવાઈ જવાનું મન થાય એનો અર્થ એ કે હવે જિંદગીના તમામ સંબંધો નગણ્ય બની ગયા છે. નગણ્ય એટલે અર્થહીન નહીં. નગણ્ય એટલે હવે જેની ગણના નથી કરવી એવા સંબંધો, જેને કેન્દ્રમાં રાખીને હવાઈ કિલ્લા ચણવાના નથી એવા સંબંધો. જે કંઈ સફર કરવાની છે તે એકલાએ જ કરવાની છે, સાથ માત્ર કુદરતનો જ રહેવાનો છે.

કુદરતમાં રહેલા બેઉ અંતિમો પાસે પોતપોતાનું આગવું સૌંદર્ય છે. અંધકાર પાસે વધારે છે. સવારનું આકાશ દુનિયાની કરોડો વ્યક્તિઓમાં વહેંચાઈ ગયેલું છે, રાતનું આપણા એકલાનું. જેમની પાસે કંઈ નથી હોતું એમની પાસે રાત હોય છે. રાતના અંધકારમાં બધું જ ઓગળી જાય છે, જાત સહિતનુું બધું જ.

આજનો વિચાર

આનંદી માણસ પોતાની સાથે પોતાનું મંદિર લઈને ફરતો હોય એવું તમને લાગે.

- ઓશો

એક મિનિટ!

સ્વચ્છ ભારતના નિર્માણમાં સદીઓથી જેઓ પોતાનો ફાળો આપી રહ્યા છે તે ઝવેરીઓ અને સોનીઓ છે. એ લોકો પોતાનો કચરો ક્યારેય સડક પર ફેંકતા નથી.

ગાંધીજી, જે ગાંધીવાદી ન હતા... -- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=142397

૧૯૪૮માં ગાંધીજીના અવસાન પછી ચાર વર્ષ બાદ બી.બી.સી.એ ગાંધીજી વિષે એક મોટો રેડિયો-પ્રોગ્રામ આપવાનું નક્કી કર્યું અને એમની સાથે જીવેલી વ્યક્તિઓના ટૂંકા ઈન્ટરવ્યૂ સાથે એ પ્રોગ્રામ તૈયાર કર્યો. એક જ વ્યક્તિ વિષે બી.બી.સી.નો આ લાંબામાં લાંબો કાર્યક્રમ હતો. ત્રણ વર્ષ પછી પરિણામ એ આવ્યું કે ૨૭ કલાકનું રેકોર્ડિંગ થયું હતું, ટેપની લંબાઈ સાડાપંદર માઈલ જેટલી હતી, ૯૦ કલાકનું એડિટિંગ થયું હતું. ૭૮ ટેપો હતી. પણ આ પરિશ્રમ પછી જે નિષ્પત્તિ થઈ એમાં ગાંધીજી વિષે ઘણી અંતરંગ માહિતી પ્રકાશમાં આવી હતી.

"ગાંધીના ગુજરાતમાં આવું થઈ શકે? જેવા બાલિશ પ્રશ્ર્નો પૂછનારાઓની આંખો પહોળી થઈ જાય એવું ગાંધીજીનું વ્યક્તિત્વ આ રેકોર્ડિંગમાંથી સાફ ઊભરે છે. ઉમાશંકર જોષી વારંવાર કટાક્ષમાં કહેતા અને એમાં સંપૂર્ણ સત્ય હતું. ગાંધીજી ગાંધીવાદી ન હતા! જેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે એ લોકો ગાંધીજીની સૌથી નિકટ હતા અને એમના પ્રતિભાવ હિંદુસ્તાનના મૌખિક ઈતિહાસનો એક અંશ બની જાય છે. કેટલીક માહિતી ખરેખર રોચક પણ છે.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સર્વપ્રથમ ૧૯૧૭માં બિહારમાં ગાંધીજીનાં સંપર્કમાં આવ્યા. ગાંધીજી પ્રથમવાર અમદાવાદની ક્લબમાં આવ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજ રમી રહ્યા હતા, અને એમની સાથે માવળંકર પણ હતા, જે પાછળથી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. ઔંધના એક નાના દેશી રાજ્યના રાજપુત્ર આપા પંત ત્રણચાર વર્ષ પછી આશ્રમમાં બેહોશ થઈ ગયા ત્યારે ગાંધીજીએ આપા પંતને માંસાહાર કરવાનો આદેશ આપ્યો હતો અને લખ્યું હતું કે જો તમે શાકાહારી પ્રોટેઈન પચાવી ન શકતા હો તો તમારે માંસાહારી પ્રોટેઈન લેવું જ જોઈએ. તમારે માંસાહાર કરવો જ જોઈએ. (એક વાત એવી પણ છે કે અબ્દુલ ગફારખાન માટે પણ આવી વ્યવસ્થા થઈ હતી.)

રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ માટે ગાંધીજી ઈંગ્લૅંડ ગયા ત્યારે બર્નાર્ડ શો અને ચાર્લી ચેપ્લીન ગાંધીજીને મળ્યા હતા. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જનરલ સ્મટ્સે ગાંધીજીને મળીને ૧૭ વર્ષ પહેલાં ગાંધીજીએ જેલમાં બનાવીને સ્મટ્સને ભેટ આપેલાં ચપ્પલ પાછાં આપ્યાં હતાં! ગાંધીજીને અમેરિકા આવવાનું આમંત્રણ અપાયું ત્યારે ગાંધીજીએ મજાકમાં કહ્યું હતું કે અમેરિકામાં ૨૪ કલાક પછી મને પ્રાણીબાગમાં મૂકી દેવામાં આવશે. ઈંગ્લૅંડમાં બે ડિટેક્ટિવો સાર્જન્ટ અવન્સ અને સાર્જન્ટ રોજર્સને ગાંધીજીની સાથે જ સતત રાખવામાં આવ્યા હતા, જેમની સાથે ગાંધીજીની એટલી મૈત્રી થઈ ગઈ હતી કે હિંદુસ્તાન આવ્યા પછી બ્રિટિશ માલની હોળી કરનાર ગાંધીજીએ એમને માટે ખાસ આગ્રહપૂર્વક સરસ ઈંગ્લિશ ઘડિયાળોની ભેટ મોકલી હતી. ડૉ. વેરીઅર એલવીને જ્યારે પોતાની ધર્મપરિવર્તન કરવાની ઈચ્છા વિષે લખ્યું ત્યારે ગાંધીજીએ એમને પોતાના જ ખ્રિસ્તી ધર્મમાં રહેવાની સ્પષ્ટ સલાહ આપી હતી. ગાંધીજી લંડનની રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ માટે સ્ટીમરમાં કૅબિન-બર્થમાં નહીં પણ ડેકના સામાન્ય પ્રવાસી તરીકે ગયા હતા, જ્યાં ખાવાનું, સૂવાનું, પ્રાર્થના કરવાનું, બધું ખુલ્લામાં હતું. બાળકોએ આવીને ગાંધીજીની રજા માગી કે અમે ડેક પર નાચી શકીએ છીએ ત્યારે ગાંધીજીએ કહ્યું કે મારી સૂવાની જગ્યાની આસપાસ તમે નાચી શકો છો, પણ મારા ઉપર નહીં નાચતા! લંડનથી પાછા ફરતાં સ્વિટ્ઝર્લેન્ડમાં ગાંધીજી પ્રખ્યાત ફ્રેંચ લેખક અને ગાંધીજીની જીવનકથા લખનારા રોમાં રોલાને મળ્યા હતા, જેમણે પિયાનો પર ગાંધીજીને બિટોવનની સિમ્ફની વગાડીને સંભળાવી હતી. રોમમાં ગાંધીજી વેટિકનમાં ગયા હતા, મીચેલ એન્જેલોનાં અમર ચિત્રો જોયાં પણ એમને સૌથી વધારે રસ પિત્તળના વિરાટ ક્રોસમાં પડ્યો હતો. એ ક્રોસની પાછળ જઈને જોઈ આવ્યા હતા, જ્યાં જવાની મનાઈ હતી.

નોઆખાલી પાસેના ગામમાં ગાંધીજી એક ધોબીના ઘરમાં રહ્યાં હતાં, કેરોસીનના લાલટેનના અજવાળામાં પત્રો લખતા, રોજ સવારે પાંચ મિનિટ બંગાળી શીખતા, એક ગામથી બીજા ગામ સુધી માઈલો ઉઘાડા પગે ચાલતા. એક આંધળી વૃદ્ધાએ ગાંધીજીને કહ્યું હતું, હું તમને જોવા માગું છું, બાપુ! હું તમને હાથથી અડું! ગાંધીજીએ એ વૃદ્ધાનો હાથ પકડ્યો ત્યારે એમની આંખોમાં આંસુ હતાં. એ વખતે ગાંધીજી ૭૭ વર્ષના હતા.

ગાંધીજીની અંગ્રેજ શિષ્યા મીરાંબહેન ઉર્ફ માર્ગરેટ સ્લેડે કહ્યું છે કે ગાંધીજીનો નિર્ણય હતો કે કૂતરાઓ મારી નાખવામાં અહિંસાના સિદ્ધાંતનું કોઈ ઉલ્લંઘન ન હતું. આશ્રમમાં એક વાછરડાંના શરીરમાં કીડા પડી ગયા, અને રોગ અસાધ્ય બની ગયો ત્યારે ગાંધીજીએ એ વાછરડાંને મારી નાખવાની અનુમતિ આપી હતી. મીરાંબહેને વર્ણન કર્યું છે કે બાપુ ઝૂક્યા, વાછરડાંનો આગલો પગ હાથમાં લીધો, ડૉક્ટરે એની પાંસળીઓમાં એક ઈંજેક્શન આપ્યું, એક ઝટકો લાગ્યો, અને વાછરડું મરી ગયું. બાપુ એક શબ્દ બોલ્યા નહીં, વાછરડાંના મોઢા પર એક કપડું ઢાંકીને ચાલ્યા ગયા. આ ઘટનાની બહુ તીવ્ર પ્રતિક્રિયા આવી. રેહાના તૈયબજીએ કહ્યું કે બાપુએ મને એક પત્ર બતાવ્યો જે એક જૈન મિત્ર તરફથી આવ્યો હતો, લખ્યું હતું: ગાંધી, તમે વાછરડું મારી નાખ્યું છે. તમે ગૌહત્યા કરી છે, જો હું બદલામાં તમારી હત્યા ન કરું તો હું જૈન નથી.

ડૉ. ઝાકિર હુસેન કહે છે કે ગાંધીજી હંમેશને માટે રેંટિયો વપરાય એમ ઈચ્છતા ન હતા. ગાંધીજી એ મશીનના વિરોધી હતા જે મનુષ્યનું શોષણ કરે છે. જે વિરાટ મશીનોનો કોઈ માલિક નથી એ મશીનોના ગાંધીજી વિરોધી હતા. એ કહેતા કે જે મશીનનો માણસ પોતે માલિક બની શકે, વાપરી શકે એ આદર્શ મશીન હતું. (આજનાં કૉમ્પ્યુટરો માટે ગાંધીજીનો કદાચ વિરોધ ન હોત!) જેલમાં ગાંધીજીની પાછળ પ્રતિમાસ બ્રિટિશ સરકાર ૧૫૦ રૂપિયા ખર્ચ કરતી હતી ત્યારે જેલ સુપરિન્ટેન્ડન્ટે ઉપરી અધિકારીઓને લખ્યું કે આવા મહાન પુરુષ માટે સરકારે વધારે ખર્ચ કરવો જોઈએ. ગાંધીજીને ખબર પડી ત્યારે એમણે કહ્યું કે આ પૈસા ઈંગ્લૅંડથી આવતા નથી, મારા દેશવાસીઓના ખિસ્સામાંથી આવે છે. મારી પાછળ મહિને ૩૫ રૂપિયાથી વધારે તમે ખર્ચો એવું હું ઈચ્છતો નથી. ગાંધીજી માનતા કે અંકુશો વ્યક્તિના પ્રયત્નો અને જવાબદારીને રૂંધી નાંખે છે. ગાંધીજીની હત્યાની આગલી સાંજે, જાન્યુઆરી ૨૯, ૧૯૪૮ને દિવસે ઈંદિરા (ગાંધી) એમના નાનકડા પુત્ર રાજીવને લઈને ગાંધીજીને મળવા ગયાં હતાં. ઈંદિરા ગાંધી કહે છે કે બાપુ મારા નાના છોકરા સાથે રમવા લાગ્યા. અમે ગોળાકાર બનાવેલો એક ફૂલગુચ્છ લઈને બાપુ પાસે ગયાં હતાં, જે વાસ્તવમાં વાળમાં નાખવા માટે હતો. બાપુએ મારા દીકરા રાજીવને પૂછ્યું કે આ ફૂલો હું ક્યાં લગાવું? મારા માથા પર પહેરી લઉં? મારા દીકરાએ બાપુને કહ્યું: માથા પર તમે કેવી રીતે લગાવશો? તમારે વાળ તો છે જ નહીં? દાંડીકૂચ માટે એક પણ સ્ત્રીને પસંદ કરવામાં આવી ન હતી. અને દરેક આશ્રમવાસીએ ડાયરી લખવાની હતી. દાંડીકૂચ પછી ગાંધીજીને પકડવા માટે પુલિસ આવી ત્યારે ૧૮૨૭ના ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કાનૂન નીચે વૉરંટ જારી થયું હતું. ગાંધીજીએ પુલિસની રજા લઈને બાવળનું દાતણ લઈને દાતણ કરવું શરૂ કર્યું હતું અને પુલિસને વૉરંટ વાંચવાની વિનંતી કરી હતી...! 

----------------

ક્લોઝ અપ

છોકરાઓ માટે થોડાં નવાં નામો: ઓમ, અતીશ, આલાપ, આયુધ, અર્ચન, અતીત, લવ, લેખ, વિક્રાંત, વરદ, વિપાશ, વર્ધન, વાદન, વરદાન, વિરાગ, વીર, વર્ચસ, વિધાન, ઉત્તર, ઉત્સવ, ઉદાત્ત, ઉદિત, ઉર્જિત, કનિષ્ક, કુણાલ, કલાપ, કુશ, કુશાન, કેન, કબીર, કોનારક, કીર્તિમાન, હવિષ્ક, હવન, માનવ, મુંજ, માન, મેઘ, પાર્થ, પ્રતીક, પ્રવીર, પ્રેમ, પ્રથમ, પલાશ, પ્રહર, પોરસ, પ્રતિમ, પવન, રજત, રાગ, રજસ, તિલક, તથાગત, તપ, રૂપ, તાપસ, નિનાદ, નીલ, નિશિત, નિગમ, નચિકેતા, નિમિષ, યુધિષ્ઠિર, યોગ, યજુર, યશ, યમન, ભીષ્મ, ભોજ, ભૈરવ, ધૈવત, ખંજન, ખરવેલ, જય, જીત, ગિરનાર, શાલીન, શર્મન, સરોષ, સ્વાગત, સ્તવન, શાશ્ર્વત, સામ, સંકેત, સમર્થ, સપ્તક, સંગીત, સવ્યસાચી, શ્ર્લોક, દીપ, ચાર્વાક, ચિન્મય, દેવ, રનીલ, મલ્હાર, તેજ, ગૌતમ, અરામ, અંકુશ, તરંગ, કર્ણ, અગ્નિદેવ.