http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=105736
જેમ જેમ દૂર જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે અને તેના પરપ્રેક્ષ્યમાં પૃથ્વી નાની નાની ગોળાકારની દેખાય છે
આપણે ઊંચા પહાડ પર જઈએ અને આજુબાજુ નજર નાખીએ તો આપણી ચારે તરફ ક્ષિતિજ દેખાય, જ્યાં આકાશ, ધરતીને મળતું હોય તેમ લાગે. નાના બાળકને લાગે કે ક્ષિતિજ પર આકાશ, આભને મળે છે અને એક ગૂંબજ બનાવે છે. ક્ષિતિજ કદી હાથમાં આવે જ નહીં. જ્યાં પણ જઈએ આપણને લાગે કે આપણે આકાશી ગુંબજના કેન્દ્રમાં છીએ આપણી ફરતે તેટલે જ અંતરે ક્ષિતિજ છે. આપણે ચાલીએ તો ક્ષિતિજ આપણી સાથે ચાલવા લાગે, પણ તેનું અંતર તો આપણાથી સરખું જ રહે.
ક્ષિતિજ આપણાથી કેટલા અંતરે છે, તે અંતર શોધવું અઘરું પડે. સામાન્ય રીતે તે શોધી શકાય નહીં. પણ વિજ્ઞાનીઓએ પાયથાગોરસ (બૌધાયન)ના પ્રમેયની મદદથી તે શોધ્યું છે. પૃથ્વી પર વાયુમંડળની સામાન્ય પરિસ્થિતિમાં તે લગભગ સાડા ચાર કે પોણા પાંચ કિલોમીટર થાય. જો પૃથ્વી પર તે સાડા ચાર કે પોણા પાંચ કિલોમીટરના અંતરે હોય તો ચંદ્ર પર ગુરુ પર કે મંગળ પર તે કેટલા અંતરે હોય? આ અંતરો ક્ષિતિજના સૂત્ર પરથી શોધી શકાય. ક્ષિતિજ માત્ર ગ્રહના વ્યાસ (ત્રિજ્યા) પર જ આધાર રાખે છેે. જેમ ગ્રહ વ્યાસમાં મોટો તેમ તે ગ્રહ પર ક્ષિતિજ વિસ્તૃત પૃથ્વીની ત્રિજ્યા ૬૦૦૦ કિલોમીટર છે. તો તેના પર ક્ષિતિજ માત્ર સાડાચાર કે પોણાપાંચ કિલોમીટરની ત્રિજ્યા ધરાવે પણ લઘુગ્રહ તો માત્ર ૧૦, ૫૦, ૧૦૦ કે પ૦૦ કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા હોય છે. તો ત્યાં ક્ષિતિજ આપણાથી થોડા ફૂટને અંતરે જ હોય, ૧૦૦ કે ર૦૦ ફૂટ. ત્યાં દુનિયા ઘણી નાની હોય છે.
આપણી દૃશ્ય દુનિયા ક્ષિતિજ સુધી જ પથરાયેલી હોય છે. આપણે માત્ર ક્ષિતિજ સુધી જ જોઈ શકીએ. કોઈ પણ વસ્તુ ક્ષિતિજને વટે એટલે તે આપણી આંખથી ઓઝલ થઈ જાય. ગાડી જતી હોય. તે દૂર દૂર જાય અને આપણી ક્ષિતિજને વટી જાય એટલે તે આપણને દેખાતી બંધ થાય. ગાડી દૂરથી આવતી હોય અને તે આપણી ક્ષિતિજની અંદર પ્રવેશે એટલે તે દેખાય. આ બધા ક્ષિતિજના ગુણધર્મો છે.
ક્ષિતિજના સૂત્રમાં માનવીની ઊંચાઈની પણ એક ટર્મ (પદ) હોય છે. જો આપણે પૃથ્વીની સપાટી પર રહીને ક્ષિતિજને જોઈએ તો તે સાડાચાર કે પોણાપાંચ કિલોમીટર દૂર હોય, પણ જો આપણે કુતૂબમિનાર, પન્હાલા હિલ કે એવરેસ્ટ પરથી જોઈએ તો સ્વચ્છ આકાશમાં તે ખૂબ જ દૂર દૂર હોય. આપણે દૂર દૂર સુધી જોઈ શકીએ. માટે જ આપણા પૂર્વજોએ ક્ષિતિજનું સૂત્ર શોધ્યું ન હતું, ન તો તેમને ખબર હતી કે ક્ષિતિજ ઊંચાઈ પર આધાર રાખે છે. તેમ છતાં પ્રયોગોથી તેમને ખબર હતી કે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજનું અંતર વિસ્તરે છે. માટે જ આપણા પ્રાચીન રાજા મહારાજાએ પહાડ પર કિલ્લા બાંધ્યા હતાં જેથી તેમને દૂર દૂરથી દુશ્મનનું લશ્કર આવે તેની ખબર પડી જતી.
આપણે એરોપ્લેનમાં ઉપર જઈએ તો પૃથ્વીથી ઊંચા જ ગયા કહેવાઈએ. માટે આપણી ક્ષિતિજ ઘણી વિસ્તરે છે. પૃથ્વી પર હોઈએ ત્યારે તે માત્ર સાડાચાર કે પોણાપાંચ કિલોમીટરની ત્રિજ્યાની હોય છે. એટલે કે નવ કે સાડા નવ કિલોમીટરના વ્યાસની હોય છે. તેથી આપણે પૃથ્વીનો નાનો વિસ્તાર જ જોઈ શકીએ છીએ. પૃથ્વીનો પરિઘ ૪૦,૦૦૦ કિલોમીટર છે તેમાંથી આપણે માત્ર તેનો નવ કે સાડા નવ કિલોમીટરનો ભાગ જ જોઈ શકીએ છીએ. તેથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણને સપાટ લાગે છે. જેમ જેમ ઉંચે જઈએ તેમ તેમ પૃથ્વીના ગોળાનો મોટો અને મોટો વિસ્તાર આપણે જોતાં હોઈએ છીએ. અને હકીકતમાં તે ગોળ છે, તે ગોળો છે તેમ તેની વક્રતા આપણે જોઈ શકીએ છીએ, જેમ જેમ દૂર જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે અને તેના પરપ્રેક્ષ્યમાં પૃથ્વી નાની નાની ગોળાકારની દેખાય છે. પૃથ્વી નાની થતી જતી નથી પણ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે અને તેના પરપ્રેક્ષ્યમાં પૃથ્વી નાની નાની થતી જાય છે. ખૂબ જ દૂર જઈએ તો તે રજકણ જેવડી દેખાય છે અને પછી તે દેખાતી પણ નથી.
તારા સૂર્ય જેવડા મોટા છે. પણ તે આપણાથી એટલા બધાં દૂર છે કે તે પ્રકાશબિન્દુ જેવડા દેખાય છે. કોઈ પણ જ્ઞાનમાં કે કાર્યમાં આપણે ઊંચે અને ઊંચે જતાં જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિસ્તરતી જાય છે. આપણા પ્રશ્ર્નો મોટા હોય પણ જો આપણે આપણી ક્ષિતિજ વિસ્તારીને વિરાટ બનીએ તો આપણાં તે પ્રશ્ર્નો નાના થતાં જાય છે. સામાન્ય માનવીને રૂપિયા ૧૦ લાખ આપવાના થાય તો તે હાશકારો અનુભવે છે કારણ કે તેની ક્ષિતિજ નાણાકીયક્ષેત્રે વિસ્તાર પામી નથી. તાતા, બિરલા કે અંબાણીને રૂ. દસ લાખ દેવાનાં થાય તો તેને તે સામાન્ય છે. કારણ કે નાણાક્ષેત્રે તેની ક્ષિતિજ (horizon) ખૂબ જ વિસ્તરેલી છે. આમ ક્ષિતિજમાંથી ઘણા સંદેશા પણ મળે છે.
આપણે બોરીવલીમાં હોઈએ તો આપણે આપણી નરી આંખે બોરીવલીની નાની દુનિયાને જોઈએ છીએ. કાંદિવલીમાં આવીએ ત્યારે કાંદિવલીની દુનિયાને જોઈએ છીએ. આમ પૃથ્વી પર જ નવ સાડાનવ કિલોમીટરનો વ્યાસ ધરાવતી અલગ અલગ લાખો દુનિયા છે. ૪૫.૩૬ કરોડ દુનિયા છે.
દુનિયાનો વિચાર જ મહાન છે. આપણી પોતાની એક દુનિયા છે. આપણા ઘરના માણસો સાથેના સંબંધોની એક દુનિયા છે. આપણા સગા-વહાલા, કુટુંબની, આપણે જ્યાં રહેતા હોઈએ તે સોસાયટી, ગલી, ગામ, રાજ્ય, દેશ અને દુનિયાની એટલે કે પૃથ્વીની અલગ અલગ દુનિયા છે. આપણું સૂર્યમંડળ કે આપણી મંદાકિની આકાશગંગાની દુનિયા છે. દરેકે દરેકને પોતાની ક્ષિતિજ છે. આમ દુનિયામાં દુનિયા અને તેનામાં દુનિયાનું જટિલ ચિત્ર ખડું થાય છે.
આ દુનિયાઓમાં સૌથી મોટી દુનિયા આપણા બ્રહ્માંડની દુનિયા છે. તેનાથી વિશાળ કોઈ દુનિયા નથી. એ દુનિયાનો વ્યાસ લગભગ ર૮ અબજ પ્રકાશ વર્ષ છે. કિલોમીટરમાં તે ર,૬૪,૯૦૮ અબજ કિલોમીટરનો થાય. આપણા બ્રહ્માંડની ક્ષિતિજ ખૂબ જ વિશાળ છે. વિશ્ર્વમાં કેટલે દૂર છે તેનાં સૂત્રોની શોધ લેખકે કરી હતી. આપણા બ્રહ્માંડની ક્ષિતિજ કેટલે દૂર છે તેના સૂત્રની શોધ ઈડવીન હબસે ૧૮૨૦ના દાયકામાં કરી હતી. ક્ષિતિજ (horizon) દુનિયાની સીમા (હદ) નક્કી કરે છે. મોટા માણસોની ક્ષિતિજ ખૂબ જ વિસ્તરેલી હોય છે.

No comments:
Post a Comment