http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=62027
ભાભા અને ટાટા કુટુંબો વચ્ચેના સંબંધો અનેક રત્નોનો પરિચય કરાવે છે
જહાંગીર ભાભા, હોમી ભાભા, જમશેદજી ભાભા, દોરાબજી ટાટા, મહેરબાઈ, રતિ ઝીણા
એ તો બહુ સ્પષ્ટ છે કે અંગ્રેજોના શાસન દરમ્યાન આધુનિક જ્ઞાન, વિજ્ઞાન અને વિવિધ પ્રકારનાં કૌશલ્ય તથા સાહસો બાબતે જેમણે સૌથી વધુ તત્પરતા દાખવી હતી તે પારસીઓ હતા. આ બધા કારણે આધુનિક ભારતના ઘડતરમાં તેઓ અનેક ક્ષેત્રે પાયોનિયર પુરવાર થયા. આ વિશે વર્તમાન સંદર્ભમાં વધુ કાંઈ ઉમેરવાનુંય નથી. જરાક ઐતિહાસિક સંદર્ભોમાં જાઓ તો આ બધું આપોઆપ પ્રગટ થશે. તેમાં એકાદ પ્રકરણ હોમી ભાભાનું હોઈ શકે. તેઓ પરમાણુ વિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક તરીકે હંમેશ યાદ કરાતા રહ્યા છે અને રહેશે. ૩૦ ઓકટોબર ૧૯૦૯ના રોજ મુંબઈમાં જન્મેલા હોમી ભાભા ટાટા ઈનિ્સ્ટટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના સ્થાપક હતા. ભારતના એટોમિક એનર્જી કમિશનના તેઓ પ્રથમ અધ્યક્ષ રહેલા. સંયુકત રાષ્ટ્રની જ્યારે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ વિશેની જીનિવા ખાતે પ્રથમ કોન્ફરન્સ મળી ત્યારે તેના અધ્યક્ષપદનું ગૌરવ પણ હોમી ભાભાને જ પ્રાપ્ત થયેલું. ૧૯૫૬માં એશિયાનું પ્રથમ એટોમિક રિએકટર ટ્રોમ્બેમાં કાર્યરત થયું તે પણ હોમી ભાભાનાં ગૌરવશાળી કાર્યોનું એક વધુ યશસ્વી પ્રકરણ છે. જહાંગીર હોરમસજી ભાભા જેવા પિતા અને મહેરબાઈ ફરામજી જેવાં માતાના આ પુત્રની તેજસ્વિતાને કુટુંબ સંસ્કારે વેગ આપેલો. જહાંગીર ભાભા ઓકસફર્ડમાં એમ. એ. થયેલા અને બેરિસ્ટર હતા. ભારત આવ્યા પછી ટાટા કંપનીના કાયદાકીય સલાહકાર બન્યા અને ટાટાની અનેક કંપનીઓના બોર્ડ પર સક્રિય રહ્યા. હોમી ભાભાના પિતા જ નહીં, દાદા પણ કાંઈ કમ ન હતા. ડો. કોલોનિયલ હોરમસજી જે. ભાભા પણ એમ. એ. થયેલા અને ઈંગ્લેન્ડમાં જ ડી. લિટ થયેલા. એ જમાનો રજવાડાંઓનો હતો અને તેઓ મૈસુર રાજ્યમાં ઈન્સ્પેકટર જનરલ ઓફ એજ્યુકેશન તરીકે વરાયેલા. મૈસુર રાજ્ય તે સમયે પણ શિક્ષણ બાબતે ખૂબ સભાન હતું અને રાજ્યને હોમી ભાભાના દાદાનું નેતૃત્વ પ્રાપ્ત થયેલું.
ભાભા કુટુંબ અને ટાટા કુટુંબ વચ્ચે હોમી ભાભાના પિતાથી વ્યવસાયી નાતો શરૂ થયો તે પહેલાં કુટુંબનાતો બંધાઈ ચૂકયો હતો. ડો. કોલોનિયલ હોરમસજી જે. ભાભા જ્યારે મૈસુર રાજ્યમાં અધિકારી તરીકે હતા ત્યારે જમશેદજી નસરવાનજી ટાટા અને હીરાબાઈ જે. ટાટા (પતિ-પત્ની)ના પુત્ર દોરાબજી ટાટાને ભાભાના સહાયક તરીકે મૈસુર મોકલાવાયેલા. ટાટા કંપનીના સ્થાપક નસરવાનજી ટાટાના પૌત્ર દોરાબ ટાટા (૨૭ ઓગસ્ટ ૧૮૫૯ થી ૩ જૂન ૧૯૩૨) કેમ્બ્રિજ, ઈંગ્લેન્ડથી ભણીને આવ્યા પછી આ રીતે મૈસુર ગયા ત્યાં હોરમસજી ભાભાનાં પુત્રી મહેરબાઈ સાથે નાતો રચાયો અને એ નાતો લગ્નમાં પરિણમ્યો. હોમી ભાભાનાં આ ફોઈ ૧૯૩૧માં જ્યારે લ્યુકેમિયાથી મૃત્યુ પામ્યાં ત્યારે તેમની સ્મૃતિમાં લેડી ટાટા મેમોરિયલ હોસ્પિટલ બની. દોરાબજી ટાટા જબરદસ્ત વિઝનવાળા માણસ હતા. ૧૯૧૦માં તેમને નાઈટહૂડ (સર)ની પદવી પ્રાપ્ત થઈ તે પહેલાં અને પછી પણ પોતાના નાના ભાઈ સર રતન ટાટા અને કાકાના પુત્ર જે. આર. ડી. ટાટા સાથે ટાટા કંપનીઓને નવી ઉડાન આપી. કળા, વિજ્ઞાન ક્ષેત્રે પણ એવી સંસ્થાઓ સ્થાપી જે ભારતમાં વર્ષો સુધી રચનાત્મક પ્રદાન કરી શકે.
હોમી ભાભા કેમ્બ્રિજમાં ગયા ત્યારે પિતાજીની ઈચ્છા મુજબ મિકેનિકલ એન્જિનિયરીંગ જ ભણ્યા અને તે પણ ફર્સ્ટ કલાસ સાથે. પણ પછી થિયોરેટિકલ ફિઝિક્સ રિસર્ચમાં સ્કોલર થયા, કારણ કે તેમનો મૂળ રસ આ જ હતો. ભારત આવ્યા પછી નેહરુજીના નેતૃત્વમાં જે વિરાટ દષ્ટિથી યોજનાઓ બની રહી હતી તેને સાકાર કરવામાં એક સૂત્રધાર હોમી ભાભા બની ગયા. આ હોમી ભાભાના ભાઈ જમશેદજી ભાભા (૨૧ ઓગસ્ટ ૧૯૧૪થી ૩૦ મે ૨૦૦૭) પણ કુટુંબ પરંપરા પ્રમાણે તેજસ્વી હતા અને કેમ્બ્રિજમાં ગ્રેજ્યુએટ થયા પછી લિંકન ઈનમાં બાર થવામાં હતા ત્યાં બીજા વિશ્વયુદ્ધની સ્થિતિ સર્જાતાં ભારત આવી ગયા. તેમના પિતાની જેમ તેઓ ટાટામાં જોડાયા. ૧૯૪૨માં જે.આર.ડી. ટાટાના અંગત સહાયક બન્યા. ટાટાની અનેક કંપનીના ચેરમેન અને ડાયરેકટર તરીકે પણ તેઓ સતત પ્રવૃત્ત રહ્યા. હોમી ભાભાના અવસાન પછી તેઓ હોમી ભાભા મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્ય કરવા ઉપરાંત સર દોરાબજી ટાટા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પણ હતા. ૧૯૬૯માં તેમણે નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોમિંગ આટ્્સની યોજના બનાવી અને પાર પાડી ત્યારે મુંબઈને જ નહીં ભારતના અનેક કલાકારોને પણ એક મંચ પ્રાપ્ત થયો. હોમી ભાભા આજીવન કુંવારા જ રહ્યા પણ તેમના આ ભાઈ ૧૯૪૬માં બેટ્ટી આયરનને પરણેલા. હોમી ભાભા ઊંડા કલારસિક હતા અને સ્વયં ચિત્રકાર પણ હતા. ‘મહેરાંગીર’ નામના વિશાળ ઘરમાં જહાંગીર ભાભાને દાદા હોરમસજી, માતા મહેરબાઈ અને મોટા ભાઈ હોમી ભાભાની વિશાળ લાઈબ્રેરી સાચવી હતી.
હોમી અને જમશેદજી ભાભાનાં માતા મહેરબાઈનું મૂળ નામ મહેરબાઈ ફરામજી. આમ સર દિનશા પેટીટ (પ્રથમ બેરોનેટ)નાં પૌત્રી હતાં. સર દિનશા પેટિટ સાકરબાઈને પરણેલા અને ૫૩ વર્ષના લગ્ન જીવનથી ચૌદ સંતાનો - છ પુત્ર, આઠ પુત્રી-ના પિતા થયેલા.
સાકરબાઈ ફરામજી ભીખાજી પાંડે(?) અને ગુલેસ્તાન બાનુના પુત્રી હતાં. હોમી અને જમશેદ ભાભાનાં માતાની પિયરની અટક પણ એ જ હતી. તેઓ જે કુટુંબમાંથી આવેલાં તે કુટુંબનાં રતનબાઈ (રતિ) મોહમ્મદ અલી ઝીણાને પરણેલાં, એટલે હોમી અને જમશેદ ભાભાને માત્ર ઝીણા જ નહીં, નસલી વાડિયા સાથે પણ એક નાતો હતો. ભાભા અને ટાટા વચ્ચેના આ સગપણનો હજુય વિસ્તાર થઈ શકે, કારણ કે ગઈ સદીમાં મુંબઈનાં મોટાં પારસી કુટુંબો વચ્ચે આ રીતે કાંઈનાં કાંઈ સગપણો રચાતાં હતાં. એ બધાની ઓળખ શોધો તો અનેક રત્નોનો પરિચય થાય.

No comments:
Post a Comment