Friday, December 20, 2013

સારે ગાંવ કી ફિકર

 
સારે ગાંવ કી ફિકર

મધ્યપ્રદેશમાં કૉન્ગ્રેસે કહ્યું છે કે ચૂંટણીની, આચારસંહિતા મુજબ ચૂંટણી પંચે ભાજપના ચૂંટણીચિહ્ન કમળને જ્યાં ત્યાં દેખાવા નહીં દેવા જોઈએ અને રાજયના જે જે તળાવમાં કમળ દેખાય તે બધા તળાવને ઢાંકી દેવા જોઈએ.

કૉન્ગ્રેસની, વાત બિલકુલ સાચી છે. મધ્યપ્રદેશના મતદારો તળાવમાં કમળ જોઈને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણીચિહ્ન પર ઠપ્પો લગાવી આવશે એટલે કે કમળ સામેનું બટન દબાવી આવશે.

ચૂંટણી પંચને અમારું સૂચન છે કે મધ્યપ્રદેશની બધી જ પ્રાથમિક શાળાઓમાં ‘ક’ કમળનો ‘ક’ શીખવવાનું બંધ કરી દેવામાં આવે જેથી, બાળકોના કુમળા માનસ પર ભાજપના કુસંસ્કાર ન પડે. મધ્યપ્રદેશ જ શું કામ આખા દેશની શાળાઓમાં ‘ક’ કમળનો ‘ક’ ભણાવવાનું બંધ કરી દેવું જોઈએ. અને આખા દેશમાં જે કોઈ તળાવમાં કમળ ઊગતાં હોય તે તળાવોને ચૂંટણીનાં રિઝલ્ટ ડિક્લેર ન થાય ત્યાં સુધી ઢાંકી દેવાં જોઈએ.

કમળનો પ્રૉબ્લેમ તો સૉલ્વ થઈ જશે. પણ પછી કૉન્ગ્રેસના ચૂંટણીપ્રતીકનું શું કરીશું. ઍરપોર્ટ, રેલવે સ્ટેશનો અને એસ.ટી. બસના ડેપો પર વળાવવા આવેલા તેમ જ બહારગામ કે પરદેશ જઈ રહેલા લોકો એકબીજાને કૉન્ગ્રેસનું ચૂંટણીપ્રતીક બતાવીને ભાવભીની વિદાય લે છે તેનું શું કરીશું?

દરેક ઠેકાણે પોલીસ બેસાડીશું. જેવું કોઈ ‘આવજો’ કહેવા માટે હાથ ઊંચો કરે કે તરત જ પોલીસે એના આ ચૂંટણીપ્રતીકમાં હાથકડી પહેરાવી દેવાની.

પણ પોલીસવાળા પોતે જ ચૂંટણી પંચના નિયમનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ચાર રસ્તા પર ઊભા રહીને પોલીસવાળાઓ વાહનચાલકોને કૉન્ગ્રેસનું ચૂંટણીપ્રતીક બતાવીને ચૂંટણીપ્રચાર કરતા હોય છે. કૉન્ગ્રેસશાસિત રાજ્યોમાં જ નહીં ભાજપશાસિત રાજ્યોમાં પણ ઉઘાડેછોગ આવું કૃત્ય કરતા પોલીસકર્મીઓ જોવા મળે છે. અરે જે અલમોસ્ટ વડા પ્રધાન બની જ ગયા છે તે ભાજપ શિરોમણિ મોદીજીના રાજ્યનાં નગરોમાં પણ પોલીસવાળાઓ ગુજરાત સરકારનો પગાર ખાઈને કામ સોનિયા ગાંધીનું કરી આપતા હોય છે.

કૉન્ગ્રેસના આ પ્રચારને કેવી રીતે ખાળવો એની ચર્ચા ગાંધીનગરના ઉચ્ચ સરકારી બાબુઓ કરી રહ્યા છે. કલાકોની મથામણ પછી, સાહેબને વહાલા થવા માગતા એક સરકારી બાબુએ ઠરાવ તૈયાર કર્યો છે કે હવેથી ગુજરાતના ટ્રાફિક પોલીસો ખુલ્લા હાથે વાહનચાલકોને ઈશારો કરવાને બદલે હાથમાં કમળનું ફૂલ રાખીને ‘થોભો’ અને ‘જાઓ’ની સૂચના આપશે. પ્રૉબ્લેમ એ છે કે રોજેરોજ હજારો કમળ લાવવાં ક્યાંથી? ગાંધીનગરના બાબુઓ પાસે એનું પણ સૉલ્યુશન છે. મધ્યપ્રદેશનાં તળાવોમાંથી.

સુનીલ મેવાડા - ભાષાને પણ વળગે ભૂર..

ભાષાને પણ વળગે ભૂર...

સુનીલ મેવાડા

‘ભાષા’ અને ‘બોલી’ વચ્ચે મૂળભૂત તફાવત લિપિનો હોય છે. દરેક બોલીને લિપિ હોય તે જરૂરી નથી પણ દરેક ભાષાને લિપિ અને બોલી હોય છે.

વિશ્ર્વમાં કેટલી ભાષાઓ અને બોલીઓ છે? ખબર નહીં ! અંદાજ કહે છે(ભાષાઓ માટે) ૬૦૦૦ થી ૭૦૦૦ની વચ્ચેનો કોઈ આંકડો છે. ૨૦૦૫નો અંદાજિત આંકડો ૬, ૯૧૨ હતો, જે આજે કદાચ ઘણો ઘટી ગયો હોઇ શકે! કહેવાય છે કે ૨૧૦૦ની સાલ આવતા આવતા આ ૬, ૯૧૨માંથી ૫૦થી ૯૦ ટકા સુધીની ભાષાઓ લુપ્ત થઇ ગઇ હશે. બોલીઓનું વિલુપ્તીકરણ ભાષાના વિલુપ્તીકરણમાં આવી જાય છે. ભાષા અને બોલીની વિલુપ્તીનાં અનેક સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક તેમ જ પ્રાકૃતિક કારણો છે, તેમાં આપણે ઊંડા નથી ઊતરવું.

આમ તો ભાષા વિલુપ્તીની આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા ક્યારનીય શરૂ થઇ ગઇ છે. ઇતિહાસની ગર્તામાં અનેક મહાન ભાષાઓ ગર્ક થતી આવી છે. આ પ્રક્રિયા ચાલતી રહેવાની છે એ પણ નિશ્ર્ચિત લાગે છે ત્યારે બધાને પોતપોતાની ભાષાઓ વિશે ચિંતા થાય તે સ્વાભાવિક છે.

જોકે વિશ્ર્વ સ્તરની અનેક સરકારી ને બિનસરકારી સંસ્થાઓ આ વિશે સભાન થઇ તેને અટકાવવાની દિશામાં કાર્યરત થઇ છે. યુનેસ્કોએ આ બાબતને સંપૂર્ણ ગંભીરતાથી સ્વીકારી છે અને તેની અનુલક્ષી સાધનો પૂરાં પાડ્યાં છે. ૧૯૮૦ની આસપાસ યુનેસ્કોએ જ્યારે સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં ભાષાઓના મહત્ત્વ વિશે વિધાન કર્યું ત્યારથી આ ‘ભયગ્રસ્ત ભાષાઓ’(ઍનડેન્જર્ડ લેન્ગવેજીઝ)ના કાર્યક્રમનાં મૂળ નખાયાં હતાં એવું કહી શકાય! છેક ૨૦૦૧માં યુનેસ્કો દ્વારા ભયગ્રસ્ત ભાષાઓની જાળવણી માટે ખાનગી કાર્યક્રમ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એ જ વર્ષથી લુપ્ત થતી ભાષાઓની જાળવણીના કાર્યને વૈજ્ઞાનિક સ્વરૂપ મળ્યું અને તે દિશામાં પગલાં ભરાવાની શરૂઆત થઇ. યુનેસ્કોએ આપેલી વ્યાખ્યા પ્રમાણે કઇ ભાષા ભયગ્રસ્ત છે એ તેનો યુવાવર્ગ નક્કી કરે છે. ભાષા ભયગ્રસ્ત ત્યારે ગણાય છે જ્યારે તેના મૂળ વપરાશકર્તાઓમાં તેનો વપરાશ બંધ થાય, ભાષાનાં કાર્યક્ષેત્રો બંધ થઇ જાય અને એ રીતે એક પેઢીથી બીજી પેઢી સુધી ભાષાની સફર અટકી જાય... એટલે અંતે તેનો કોઇ યુવા કે નવજાત વપરાશકર્તા ન રહે... ત્યારે તે ભાષા ભયગ્રસ્ત ગણાય છે. 

યુનેસ્કો દ્વારા તૈયાર કરવામાં આવેલો ભયગ્રસ્ત ભાષાઓ માટેનો કાર્યક્રમ ત્રણ પગલાંમાં વિભાજિત છે. તેમાં પહેલું એ તે ભાષાનું દસ્તાવેજીકરણ, બીજું ભાષાનો પુનરોદ્ધાર અને ત્રીજું તે ભાષાની જાળવણી! આમ યુનેસ્કોનો કાર્યક્રમ ભયગ્રસ્ત ભાષાઓના અમૂલ્ય વારસાની જાળવણી માટે સક્રિય છે. યુનેસ્કોની યાદી પ્રમાણે અત્યારની ૬૦૦૦માંથી ૩૦૦૦ જેટલી એટલે કે અડધી ભાષાઓ ભયગ્રસ્ત છે અને ૪૦૦ જેટલી ભાષાઓ અત્યંત ગંભીરપણે ભયગ્રસ્ત છે. ઉપરાંત આજે લગભગ ૨૦૦ ભાષા એવી છે જેના વપરાશકર્તાઓ ૧૦ કરતાં ઓછી સંખ્યામાં છે. ભારતની અનેક ભાષા ને બોલીઓ પર જોખમ તોળાઇ રહ્યું છે ત્યારે પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા આ દિશામાં પ્રભાવક રીતે કાર્યશીલ છે. તાજેતરમાં જ તેમના દ્વારા જ એક પ્રચંડ સર્વે હાથ ધરાયો હતો, જેના પરથી ભારતના અપૂર્વ અને સમૃદ્ધ ભાષાવૈવિધ્ય પર પ્રકાશ પડ્યો છે. વિશ્ર્વના જુદા જુદા ખૂણામાં ઘણી ભાષા ને બોલીઓ લુપ્ત થઇ રહી છે (તેમાં પાછી અનેક સાઇન-લેન્ગવેજીઝનો પણ સમાવેશ થાય છે!) તેની વિગતવાર ચર્ચા મર્યાદિત અવકાશમાં જરૂરી નથી લાગતી પણ તેની નોંધ કેટલી રસપ્રદ બની રહશે, વિશ્ર્વની એવી કેટલીક ભાષાઓ પર પણ એક નજર નાખીએ જે આવનારાં વર્ષોમાં તેનું અસ્તિત્વ નહીં જ ધરાવતી હોય તે નિશ્ર્ચિત છે. આમાંથી લગભગ તમામ ભાષાનાં નામના અમારા ગુજરાતી ઉચ્ચારો ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા છે. અનેક વાર વાંચીને પણ આ ભાષાઓનાં નામનો શુદ્ધ ઉચ્ચાર અમારાથી શક્ય બન્યો હોય એવું નથી લાગતું એટલે અંગ્રેજી સ્પેલિંગ સાથે તેનો મનગમતો ઉચ્ચાર કરવાનું તમારા પર છોડી દીધું છે. એમાં સૌથી રસપ્રદ અને કરુણ બાબત ‘ઝોક્યુ-યાપાનેકો’(ુજ્ઞિીય-ફુફાફક્ષયભજ્ઞ) નામની ભાષાની છે. આ ઇન્ડોજિનિયસ-મેક્સિકન ભાષા જાણનારા આજે ફક્ત બે જ વ્યક્તિ હયાત છે અને તે બે એકબીજા સાથે વાત કરવા તૈયાર નથી!!! અને એનું કારણ એવું કોઇ નથી કે તે દૂર રહે છે કે સંપર્ક કરી શકે એમ નથી. દક્ષિણ મેક્સિકોના ટાબાસ્કો પ્રદેશના અયાપા ગામમાં એકબીજાની નજીક જ વસતા માન્યુઅલ સેગોવિઆ અને ઇઝીદ્રો વેલાઝ્ક્યુઝ જણાવે છે કે તેમની પ્રકૃતિ એકબીજાથી તદ્દન અલગ છે માટે તેઓ એકબીજા જોડે વાત કરવાનું પસંદ નથી કરતા. બેઉની ઉંમર ૭૦થી વધુ છે! પેસેફિક સમુદ્રમાં ઓસ્ટ્રેલિયાથી લગભગ ૧,૭૫૦ કિલોમીટરના અંતરે આવેલા દ્વીપદેશોમાંના એક ટાપુ વાનુઆટુની મૂળ ભાષા ‘લિમરિજ’(હયળયશિલ) હવે માત્ર બે જ જણ અસ્ખલિતપણે બોલી શકે છે. લિમરિજ આમ એક મજબૂત ભાષા હતી અને તેની ચાર જુદી જુદી બોલીઓ હતી, જે હવે લુપ્ત થઇ ચૂકી છે. મૂળ પેરુની ભાષા ‘તૌશિરો’(ફિંીતવશજ્ઞિ) સંપૂર્ણપણે હવે અમાડિઓ ગાર્શિઆ પર અવલંબે છે, કારણ કે આજે આ ભાષા જાણનાર તે એક માત્ર હયાત વ્યક્તિ છે અને તેને બીજા બધા સાથે સ્પેનિશ ભાષામાં જ સંપર્ક કરવો પડે છે. તૌશિરો ભાષા વિશે અમાડિઓભાઇએ એવું કહ્યું કે ‘સાલ્લુ મારી ભાષામાં સૌથી મોટી તકલીફ આંકડાઓની છે, તેમાં દસથી ઉપરનો આંકડો કહેવો હોય તો કોઈ શબ્દ જ નથી, દસ ઉપરની સંખ્યા બતાવવા માટે વારે ઘડીએ અશિન્ટો(દસ) કહીને અંગૂઠો ઊંચો કરવો પડે...’

તેવી જ કંઇક હાલત સોલોમન આઇલેન્ડના ટેમોટુ પ્રદેશમાં વસતા લાઇનોલ નાલો (હફશક્ષજ્ઞહ ક્ષફહજ્ઞ)ની છે. તેમની મૂળ ભાષા ‘તાનેમા’(ફિંક્ષયળફ) પણ તેના સિવાય કોઇ સમજી કે બોલી નથી શકતું. તેમણે પણ હવે સ્થાનિકો સાથે વાત કરવા પ્રચલિત પીજિન ને ટીનુ ભાષા શીખી લીધી છે. જોકે આ ભાષાના અમુક શબ્દોએ ત્યાંની વપરાતી ભાષામાં સ્થાન જમાવી લીધું છે.

એક સમયે પેરુમાં ખૂબ જ સામાન્યપણે વપરાતી ચામીકુરો (ભવફળશભીજ્ઞિ)... (ભાષાના નામનો ‘ખોટો’ ઉચ્ચાર કરતા કરતા પણ જીભ મરડાઇ જાય છે નહીં?) ભાષા એ ભયગ્રસ્ત હોવા ઉપરાંત વિશિષ્ટ પણ છે. આજે ફક્ત આઠ જ જણ આ ભાષાને સારી પેઠે બોલી જાણે છે. (પણ તેમાંથી કોઇ યુવા કે બાળક નથી.) જોકે તેના ભાષાના શુભચિંતકોએ તાજેતરમાં જ, તેની વિલુપ્તી પહેલા જ ભાષાનો વિશાળ શબ્દકોશ તૈયાર કરી નાખ્યો છે કે જેથી ચામીકુરો ભાષા નાશ ન પામે... કમસે કમ કાગળ પર તો જીવે!

કહેવાય છે ધર્મ માણસને વિશિષ્ટ ઉપહારો આપે છે, ઇન્ડોનેશિયાના પાંચ લોકો માટે તે ઉપહાર એટલે ભાષા ‘લિકિ’(હશસશ) કે મૌર(ળજ્ઞફિ), જે ઇન્ડોનેશિયાના ટાપુ પર ચર્ચના કાર્યકર્તાઓ વચ્ચે સંવાદ માટે વપરાતી હતી. અત્યારે પાંચ વ્યક્તિ જ આ ભાષાના વારસદાર છે.

ચીલીમાં ભાષા ‘યાઘન’(ુયલવફક્ષ) પણ હવે એકમાત્ર વ્યક્તિ પર આધાર રાખી જીવી રહી છે. જ્યારે યુરોપના ખણખોદ્યાઓ અને મિશિનરોએ દક્ષિણ અમેરિકાની ભાષાઓની પહેલીવહેલી નોંધ તૈયાર કરી હતી તેમાં આ ઇન્ડોજિનિયસ ભાષાનો સમાવેશ કર્યો હતો. ચીલીના નાવારિનો ટાપુ પર રહેતી ક્રિસ્ટિના કાલ્ડેરોન યાઘન ભાષા જાણનાર એકમાત્ર હયાત વ્યક્તિ છે, તે યાઘન ભાષા સાથે સાથે યાઘન પ્રજાતિની પણ અંતિમ વ્યક્તિ મનાય છે.

મૂળ ચીલીની જ બીજી એક ભાષા, નામે ‘કાવાસ્કર’(ફિૂફતફિિ) પણ વિલુપ્તીને આરે છે કારણ કે તેને જાણનારા પણ હવે માંડ ૨૦ લોકો વધ્યા છે અને તે બધા વૃદ્ધ! જોકે આ ભાષા આંતરિક રીતે ખૂબ સમૃદ્ધ હોવાની જાણ થઇ છે અને તેની બે વિભિન્ન બોલીઓ હોવાનું જણાયું છે.

કેલિફોર્નિયાના વિન્ટુ જાતિ દ્વારા વાપરવામાં આવતી ‘વિન્ટુ-નોમ્લાકી’(ૂશક્ષિીં-ક્ષજ્ઞળહફસશ) ભાષા પણ બે બોલીઓ ધરાવતી લુપ્ત થવા જઇ રહેલી ભાષા છે. ૨૦૦૮ના રિપોર્ટ પ્રમાણે આજે તેનો ફક્ત એક હયાત જાણકાર વધ્યો છે. જોકે આ ભાષાની સંપૂર્ણ નહીં પણ થોડીઘણી જાણકારીઓ રાખતા હોય તેવા અમુક લોકો મળી આવ્યા છે.

તેવી જ રીતે કોલમ્બિયાની ટિનિગુઆ (શિંક્ષશલીફ) અને કોલિફોર્નિયાની જ ટોલોવા (જ્ઞિંહજ્ઞૂફ) ભાષા, આર્જેન્ટિનાની વિલેલા (દશહયહફ) ઓસ્ટ્રેલિયાની વોલોવ (દજ્ઞહજ્ઞૂ) વગેરે ભાષાઓ પણ મૂળ ભાષાને વાપરી જાણનાર ફક્ત એક વ્યક્તિ સાથે ટકી રહી છે.

જોકે હવે આ ભાષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે એ નક્કી.

આ વિશ્ર્વ ભાષાદૃશ્યની એક ઝલક જોયા પછી આપણી ભાષાનો વિચાર આવ્યા વગર રહે? તમને શું લાગે છે? આપણી ભાષા ભયગ્રસ્ત ગણાય? કે હજી ગુજરાતી વિશે ચિંતા કરવાનો સમય થોડો દૂર છે? મારા કે તમારા જેવા કોઇ એકાદ બે-નો સહારો લઇ ભાષા જીવતી હશે એ સમય હજી ઘણો દૂર નથી લાગતો? આટલું લખીને ગુજરાતી ભાષાને બિન સત્તાવાર રીતે ‘ભયગ્રસ્ત’ની યાદીમાં મૂકી હોહા કરનારાઓને અમારે વધારે કંઇ કહેવાનું રહે છે?

---

કઇ ભાષાને વિનાશના આરે 

ઊભેલી ગણી શકાય?

યુનેસ્કો ભયગ્રસ્ત ભાષાની રસપ્રદ વ્યાખ્યા આપે છે: ભાષાના વર્તમાન વપરાશકર્તાઓના આંકડા માત્ર ઉપરથી તે ભયગ્રસ્ત છે કે નહીં તે નક્કી નથી થતું. કોઇ એકાદ ભાષાના લાખો વપરાશકર્તા છે પરંતુ, તે ભાષાનો યુવાવર્ગ જો તેને અપનાવી નથી રહ્યો કે કોઇ રીતે તેનાથી વિમુખ થઇ રહ્યો છે તો તે ભાષા ભયગ્રસ્ત ગણાય. બીજુ બાજુ જો કોઇ સ્થાનિક કે પ્રાદેશિક ભાષા જે ફક્ત ૫૦૦ જેટલા વપરાશકર્તા ધરાવતી હોય પણ તેના સમુદાયમાં તે મુખ્ય ભાષા હોય, પરિવારની પ્રાથમિક ભાષા હોય અને તે સમુદાયનો યુવાવર્ગ-બાળકો માતૃભાષા તરીકે એ જ ભાષાને સૌથી પહેલા શીખતા હોય-ને સામાન્ય વ્યવહારમાં તેનો જ વપરાશ થતો હોય તો એ ભાષા ફક્ત ૫૦૦ વપરાશકર્તાઓ સાથે પણ સંપૂર્ણપણે જીવિત અને સમૃદ્ધ છે એવું કહી શકાય!

---

ભાષા એટલે સ્વતંત્ર વ્યાકરણરચના અને/અથવા ૭૦ ટકા કરતાં વધારે પોતાનું વિશિષ્ટ શબ્દભંડોળ ધરાવતી બોલી! અને ‘બોલી’ એટલે ‘ભાષા’નો અંતર્ગત મૂળભૂત વિભાગ, જે પ્રાદેશિક હોય છે.

- લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા

---

ભારત અને ભાષા:

મિશ્ર દૃશ્ય!

ભારતની ભાષાઓનો સૌપ્રથમ સર્વે ૧૯૨૮માં ડૉ. જ્યોર્જ અબ્રાહમ ગ્રેરસને કર્યો હતો, જેમાં ૭૩૩ ભાષાઓ નોંધાયેલી છે.

૧૯૬૧ના સેન્સસ દ્વારા દેશમાં ૧,૧૦૦ ભાષાઓ નોંધાઈ હતી. જોકે તેમાંથી અનેક ભાષાઓના વપરાશકર્તાઓની સંખ્યા ૧૦,૦૦૦ કરતાં ઘણી ઓછી હતી. ૧૦,૦૦૦થી વધારે વપરાશકર્તા હોય તેવી આજે ભારતમાં ૧૨૨ સરકારી માન્યતાપ્રાપ્ત ભાષાઓ છે. ભારતની કુલ લોકવસ્તીમાંથી ૯૯.૮૨ ટકા લોકો એ ૧૨૨ ભાષાઓમાંથી જ કોઇ ને કોઇ માતૃભાષા ધરાવે છે જ્યારે બાકીના ૦.૧૮ ટકા લોકો અલગ અલગ ૧૦૦૦થી પણ વધુ ભાષા બોલે છે એવું કહેવાયું છે.

ભારતની ૨૨ સત્તાવાર અને પાંચ પારંપારિક ભાષાઓ(પાલી, પાકૃત, અરબી, ફારસી અને તિબેટિયન) વગેરેને વિકાસાર્થે અને જાળવણી માટે સરકાર તરફથી ભંડોળ પ્રાપ્ત થાય છે. સર્વે પ્રમાણે આજે ભારતમાં ૭૮૦ ભાષાઓ છે. ભાષા વૈવિધ્યમાં ભારત વિશ્ર્વમાં નવમા સ્થાને છે.

જોકે બીજા સૂત્રોની ગણતરી પ્રમાણે ૧૯૮ ભયગ્રસ્ત ભાષા સાથે ભારત આ યાદીમાં મોખરે છે. ૧૯૫૦થી અત્યાર સુધી ફક્ત ભારતમાં જ ૨૩૦થી વધારે ભાષા નિશ્ર્ચિતપણે નાશ પામી છે એવું તાજેતરના સર્વેએ બહાર પાડ્યું છે. ભારતની અકા, બેલારી, બોદો, ચોકરી, ગોંડી, જારવા(આંદામાન ટાપુ), કોન્ડા, કુર્રુ, તુલુ વગેરે જેવી અનેક ભાષાઓ (બોલીઓ) પર જોખમની તલવાર તોળાઈ રહી છે.

ચંદ્રકાંત બક્ષી - ચા, ચાહ, ચાય, ત્ચા અને ટી.

 
ચંદ્રકાંત બક્ષી

ચા, ચાહ, ચાય, ત્ચા અને ટી.

ગુજરાતીઓ પાન ખાય છે, ઉત્તર ભારતીયો પાનને મોઢામાં જમાવે છે. ગુજરાતીઓ ચા પીએ છે, ઉત્તર તરફ ચાયની ચુસ્કી લેવાય છે. ચા વિશે ગુજરાતી ભાષામાં જેટલું લખાવું જોઈએ એટલું લખાયું નથી, અને ચા ન પિવાવી જોઈએ, એટલી બધી પિવાય છે. કહેવાય છે કે જેની ચા બગડે છે એનો દિવસ બગડે છે. અમારી પેઢી જ્યારે શિશુપેઢી હતી, અને બાળપોથીથી અમે ગુજરાતી ભાષા વાંચવી શરૂ કરી ત્યારે પહેલો પાઠ બહુ મોટા અક્ષરોમાં છાપ્યો હતો. અને એની પ્રથમ લીટી હતી: બા ચા પા! એ વાક્યની અસર જીવનભર રહી. અને બીજું વાક્ય હતું: ના ભા મધ ખા! બાળક વાંચી શકે એ માટે જોડાક્ષરો વિનાની અને બારાખડીના અમુક જ અક્ષરો વાંચતાં આવડે એવી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ વખતે ચાહ શબ્દ ન હતો. અમે ગુજરાતી ભાષામાં પહેલો શબ્દ ‘ચા’ શીખ્યા હતા!

ર૦૦૪નું વર્ષ ચાના આશિકો માટે સંવત્સરીનું વર્ષ છે. બરાબર ૧૦૦ વર્ષ પહેલાં ટોમસ સલીવાન નામનો એક અમેરિકન પતરાના ડબ્બાઓમાં ચા વેચતો હતો, કે જેથી ચાની પત્તીઓને ભેજ ન લાગે. આ બહું મોંઘું પડતું હતું. એટલે એણે રેશમની સીવેલી નાની પોટલીઓમાં ચા વેચવા માંડી. આશય એ હતો કે આ પોટલી કાપીને ચાની ભૂકી કપમાં નાખવાની, પણ એના ઘરાકો પોટલી જ ગરમ પાણીમાં ડુબાડવા લાગ્યા! એનાથી ચાનો ભીનો ભૂકો સાફ કરવાની, અને વાસણ ધોવાની માથાકૂટ ચાલી ગઈ. અને ટી-બૅગનો જન્મ થયો! ટોમસ સલીવાનને મજા પડી ગઈ, એણે રેશમને બદલે પાતળા ગોઝનો ઉપયોગ પોટલી બનાવવામાં કરવા માંડ્યો, જે ગોઝ રેશમ કરતાં સસ્તું હતું. કિસ્મતે બીજી રીતે પણ યારી આપી. ર૦મી સદીના આરંભે જ્યારે ઈન્ફલ્યૂએન્ઝા અથવા ફલૂનો ઉપદ્રવ વધી ગયો ત્યારે આ ટી-બૅગ ખરેખર લોકપ્રિય બની ગઈ. આનાથી ચેપ ફેલાવાનો ડર બહુ ઓછો હતો. એક અકસ્માતથી જન્મેલી વસ્તુને બીજા અકસ્માતે વિશ્ર્વપ્રિય બનાવી દીધી, અને ટી-બૅગ દુનિયાભરમાં સ્વીકારાઈ ગઈ.

ચા વિશે પ્રકાર પ્રકારની દંતકથાઓ પ્રવર્તે છે. આજથી ૪૦૦૦ વર્ષો પહેલાં ચીનનો સમ્રાટ શેન-નુંગ ઈસા પૂર્વે ર૭૩૭માં એક ઝાડ નીચે બેઠો હતો અને સેવક પીવાનું પાણી ઉકાળી રહ્યો હતો ત્યારે એક પાંદડું પાણીમાં પડ્યું. આ એક જંગલી ચા-વૃક્ષનું પત્તું હતું. સમ્રાટ કવિ અને વનસ્પતિશાસ્ત્રી હતો. આ પાણી પીને એણે તાજગી અનુભવી, દરબારીઓને આ પીવા માટે આદેશ આપ્યો, સમ્રાટને ખુશ કરવા બધા પીવા માંડ્યા અને સન ૬૧૮માં તેંગ વંશ આવતા સુધીમાં આ પીણું જનપ્રિય થઈ ચૂક્યું હતું. એનું નામ હતું: ત્ચા!

ચાનો ઈતિહાસ રસિક અને રોચક છે. કહેવાય છે કે ઝેન બુદ્ધિઝમના સ્થાપક બૌદ્ધ ભિક્ષુ બોધિધર્મ જાપાન ગયા હતા અને જાપાનમાં એમણે ચાનું ચલણ શરૂ કર્યું. બોધિધર્મે જાપાનની પ્રજાને સમજાવ્યું કે ભગવાન બુદ્ધ સ્વયં એમની ૭ વર્ષની તપસ્યાના પાંચમાં વર્ષે જાગૃત રહેવા માટે એક ચાના વૃક્ષનાં પાંદડાં ચાવી ગયા હતા. નવમી સદીમાં આરબ વેપારીઓએ ઈટલીના વેનિસના ગણરાજ્ય દ્વારા યુરોપમાં ચા દાખલ કરી. ઇંગ્લેન્ડનો રાજા ચાર્લ્સ બીજો પોર્ટુગીઝ રાજકુમારીને પરણ્યો હતો, જે ચા પીવાની શોખીન હતી. (દહેજમાં મુંબઈનો ટાપુ, ઇંડિયા, ચા... આ બધાને કોઈ સંબધ છે?). એક એવો પણ જમાનો હતો જ્યારે શ્રમિકોની ડિમાન્ડ હતી કે એમને પગાર ચાની પત્તીમાં ચૂકવાય!

આજે ચા એક આંતરરાષ્ટ્રીય પીણું બની ગઈ છે. હિંદુસ્તાન અને ચીનમાં ચા સૌથી વધારે પિવાય છે એવું એક અનુમાન છે. અને હિંદુસ્તાનમાં ચા પીવામાં પ્રથમ નંબર ગુજરાતનો હોય એવી સંભાવના મજબૂત છે. અને ગુજરાતમાં પણ કાઠિયાવાડ તરફ ગરમ ચા, અને એમાં શરબત બને એટલી ખાંડ નાખીને, રકાબી ભરીને, ચૂસી ચૂસીને ચાની મજા લૂંટવાની વાત છે. તિબ્બતમાં ચાની અંદર નિમક અને માખણ નખાય છે, તો ઇંગ્લેન્ડમાં વ્હાઈટ-ટીનું પ્રલચન છે. આપણે સૂંઘી સૂંઘીને ચા ખરીદીએ છીએ, અને એની મુલાયમ, માદક ફ્લેવર માટે વધારેમાં વધારે પૈસા આપીએ છીએ! અને પછી એમાં ચાનો ગરમ મસાલો નાખીએ છીએ! ઉચ્ચ ક્વૉલિટીની ચાની મુલાયમ રાજસિક ખુશ્બૂ અને ઉચ્ચ ક્વૉલિટીના મસાલાની તીવ્ર તામસિક વાસને કુશ્તી કરાવીને આપણે ગુજરાતીઓ ચાના સબડકા લેતા લેતા મહાઆનંદયોગમાં ડૂબતા જઈએ છીએ. ગુજરાતીઓની ચા એક માદક પીણું છે...

ચાનું વિશ્ર્વ હવે ફેલાઈ ચૂક્યું છે. જાતજાતની જ્ઞાનવર્ધક જાહેરખબરો વાંચવા મળતી રહે છે. લંડનના ‘ડેઈલી એક્સપ્રેસ’માં જૂન ર, ર૦૦૩ના અંકમાં ચાથી શું શું લાભાલાભ થઈ શકે એ વિશે એક લેખ હતો. દિવસના ૩ કપ ચા પીઓ તો કૅન્સરનો પ્રતિકાર કરી શકો છો. અંગ્રેજો કહે છે એમ ‘ડેઈલી કપ્પા’થી હૃદયરોગ સામે લડી શકાય છે. હર્બલ ટી છે. ઉકાળેલા પાણીમાં ચાની પત્તી બફાતી રહે છે. પિપરમિન્ટ ટી મળે છે. ગ્રીન ટી છે. એકવાર એક ચાઈનીઝ હોટેલમાં જમ્યા પછી ગોલ્ડન (કે ગ્રીન) ટી પીધી હતી, હિંદી લેખક કમલેશ્ર્વર અને હું સાથે હતા. એ માઉથવૉશ જેવી હતી. જમ્યા પછી મોઢાને ખુશ્બૂદાર બનાવતી હતી. બહુ જ નાના કપોમાં બહુ જ મોટી કીટલીમાંથી ચા રેડતા જવાની, અને ધીરે ધીરે પીતા જવાનું. એ ચા રેડાતી હોય ત્યારે એમાં સોનેરી, પહેલદાર ચમક દેખાતી! થાક્યા હો તો કેફીનવાળી ચા પી શકાય છે. ચા તમારા શરીરને ‘ડી-ટોક્ષીફાય’ કરે છે! અને માટે લિવર અને કિડની માટે સારી છે, એવું નવા ઉત્સાહી ડૉક્ટરો કહે છે.

ઇંગ્લેન્ડમાં ચાને ઉકાળતા નથી અને આપણે ત્યાં ઉકાળ્યા વિના ચા પીતા નથી. નરસિંહ મહેતા ચા પીધા વિના પ્રભાતિયાં ગાતા હશે એ વિચાર જ ક્રાંતિકારી છે! ચા માટે બે શબ્દો મશહૂર છે: ટી અને ચા, અને આ બંને શબ્દોનું ગોત્ર ચીની છે. યુરોપની ભાષાઓમાં ‘ટી’ શબ્દ આવ્યો છે, એશિયાની ભાષાઓમાં ‘ચા’ શબ્દ સ્વીકારાયો છે. દક્ષિણ ચીનની કેન્ટોનીઝ ભાષામાં (કેન્ટોન નગર, જે હવે ગેંગઝાઉ નામથી ઓળખાય છે.) ‘ત્ચા’ શબ્દ હતો. આ ત્ચા શબ્દ કેન્ટોનથી કલકત્તા આવ્યો, અને પૂરા એશિયામાં ફેલાઈ ગયો. જાપાન, રશિયા, ઈરાન, હિંદુસ્તાનમાં ચા છે. ચીનની આમાંય ભાષાનો ‘ટ્ટી’ શબ્દ ૧૭મી સદીમાં ડચ જહાજીઓ જાવા લઈ ગયા, અને ત્યાંથી એ શબ્દ યુરોપમાં ગયો, અને યુરોપના દેશોએ ટી સ્વીકારી લીધું. હિંદુસ્તાનમાં ત્ચા શબ્દમાંથી ચા, ચાય, ચાહ શબ્દો પ્રકટતા થયા. આજકાલ હિંદુસ્તાનમાં કૉફી-બ્રેક અને હાઈ-ટી બંને ચાલે છે...



ક્લૉઝ અપ:

લલનાઓની દોસ્તીની મજા મદિરા સાથે છે, ચા સાથે નહીં. - લિન યુતાંગ

સ્વામી આનંદાચાર્ય - સિમ્પલ ભગવદ્ ગીતા

સ્વામી આનંદાચાર્ય

સિમ્પલ ભગવદ્ ગીતા

ગીતામાં ભક્તિયોગ નામના બારમા અધ્યાયનું આગવું મહત્ત્વ છે. ગીતાના ઘણા ટિપ્પણકારો કર્મયોગને, ભક્તિયોગને અને જ્ઞાનયોગને ભિન્ન માને છે. ઈશ્ર્વરની પ્રાપ્તિ આ ત્રણેયમાંથી કોઈ એક માર્ગે થઈ શકે એવું મનાય છે.

અમારું માનવું જુદું છે. આ ત્રણેય યોગ્ય પ્રમાણમાં ભેગાં થાય ત્યારે ઈશ્ર્વરની પ્રાપ્તિ થાય છે. ઈશ્ર્વરની પ્રાપ્તિ એટલે શું? મોક્ષ. અને મોક્ષ એટલે? ગાંધીજીએ ‘અનાસક્તિયોગ’માં મોક્ષની જે વ્યાખ્યા આપી છે તે આજના સમય માટે સૌથી વધુ ઉપયોગી છે. મોક્ષ એટલે પરમ શાંતિ. પરમ શાંતિ ક્યારે મળે? તમામ ચિંતાઓથી મુક્ત થઈએ ત્યારે. આવું ક્યારે બને? જ્યારે તમારા તમામ કામનું પરિણામ શુભ આવે ત્યારે. અને આ માટે શું શું કરવું પડે? પહેલી વાત, કામ તો કરવું જ પડે. કર્મ કર્યા વિના, નિષ્ક્રિય બેસી રહીને કોઈનો ઉદ્ધાર થયો નથી અને થવાનો પણ નથી. નિવૃત્તિની વય પછી રિટાયરમેન્ટ લેનારાઓએ પણ જીવનના અંત સુધી પોતાની મનગમતી પ્રવૃત્તિમાં મન પરોવવું પડે. નવરા બેઠા નખ્ખોદ વાળે એવી કહેવત અમસ્તી નથી પડી. ધંધામાં મંદી હોય કે કામ વિનાના માણસની બેરોજગારી હોય તો પણ એ ગાળામાં દરેક વ્યક્તિએ પ્રવૃત્તિમય તો રહેવું જ પડે. ગીતાને જે સારી રીતે સમજે છે, અનુસરે છે તે જીવનભર કર્મ કરતો રહે છે. માત્ર કર્મ કરતા રહેવાથી માણસ કર્મયોગી નથી થઈ જતો. અંડરવર્લ્ડનો ડૉન ચોવીસે કલાક પોતાની પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહે તો તે કર્મયોગી નથી ગણાતો. આખો દિવસ ખટપટ કરતો રહે, બીજાનું નુકસાન કરતો રહે, કુથલી-નિંદા કરતો રહે તે માણસ પોતાના કર્મમાં ઓતપ્રોત હોવા છતાં કર્મયોગી નથી કહેવાતો. કઈ દિશામાં કર્મ થાય છે તે અગત્યનું છે. અને તે નક્કી કરવા માણસ પાસે જ્ઞાન જોઈએ. કામ કરવાની યોગ્ય દિશા નક્કી કરવાની સૂઝ માત્ર જ્ઞાનીમાં જ આવે. અન્યથા એ કામ માત્ર ઢસરડો થઈ જાય, ક્યારેક કુકર્મ બની જાય.

અને સાચી દિશામાં થતા કામમાં જ્યારે એ કામ પ્રત્યેનો લગાવ ઉમેરાય, એ કામ માટેનો પ્રેમ, ભક્તિ ઉમેરાય ત્યારે એ કામ ખરેખર ઊગી નીકળે. કોઈ નક્કી કરે કે મારે સાચી દિશામાં કામ કરવું છે અને શિક્ષણની દિશા સમાજ માટે ઉપયોગી છે અને રોજ નિયમિત વર્ગમાં ભણાવે, મહિનાને અંતે પગાર લઈને જીવનનિર્વાહ ચલાવે તો શું એટલું પૂરતું છે? ના. એના ભણાવવામાં શિક્ષણ માટેનો, વિદ્યાર્થીઓ માટેનો, શાળા માટેનો પ્રેમ નહીં ઉમેરાય તો એની ગમે એટલી નિષ્ઠા હોવા છતાં એણે આપેલું શિક્ષણ અધૂરું રહેશે. માણસ જે કામ કરે તે સાચી દિશામાં કરે અને એમાં એ કામ માટેનો એનો લગાવ ઉમેરાય તો જ એ કામ નીખરી ઊઠે.

ભગવદ્ ગીતાના ભક્તિયોગને હું મંજીરાયોગ નથી માનતો, ભજનયોગ પણ નથી માનતો. ભક્તિ આંધળી હોઈ જ ન શકે. અને દેખતી ભક્તિ, પૂરેપૂરો વિચાર કર્યા પછી તમે જેમાં મન લગાવ્યું છે તેવી ભક્તિવાળું કર્મ માણસને ક્યાંનો ક્યાં લઈ જઈ શકે. ‘ભક્તિયોગ’ નામે ઓળખાતા બારમા અધ્યાયમાં પ્રવેશતી વખતે આટલી નિખાલસ વાત જરૂરી હતી જેથી ભક્તિ સાથે જોડાયેલી વેવલી લાગણીઓની બાદબાકી કરીને આપણે આગળ વધી શકીએ. તમને પૂજનારાઓમાંથી શ્રેષ્ઠ કોણ છે એવા અર્જુનના સવાલનો ઉત્તર આપતાં શ્રીકૃષ્ણ બીજા શ્ર્લોકમાં કહે છે:

પભ્રળમજ્ઞશ્ર પણળજ્ઞ ્રૂજ્ઞ પર્ળૈ રુણટ્ટ્રૂ્રૂૂ્રુટળ ઈક્ષળલણજ્ઞ

હથ્રળ ક્ષફ્રૂળજ્ઞક્ષજ્ઞટળશ્ર્નટજ્ઞ પજ્ઞ ્રૂૂ્રુટટપળ પટળ: ॥

પરુ્રૂ = મારામાં

અળમજ્ઞશ્ર = જોડીને

પણ: = મનને

્રૂજ્ઞ = જે (જે ભક્ત)

પળપ્ર = મને

રુણટ્ટ્રૂ્રૂૂ્રુટળ: = ચિત્તથી નિરંતર યુક્ત થઈને

ઈક્ષળલણજ્ઞ = પૂજે છે

હથ્રળ = શ્રદ્ધાથી

ક્ષફ્રૂળ = અનન્ય

ઈક્ષજ્ઞટળ: = યુક્ત થઈને

ટજ્ઞ = તેઓ

પજ્ઞ = મારા

્રૂૂ્રુટટપળ: = શ્રેષ્ઠ યોગી

પટળ: = મનાયા છે

શ્ર્લોકના શબ્દોનો અર્થ સમજી લીધા પછી આને ગદ્યમાં, સાદા વાક્યરૂપે ઢાળીને જોઈએ:

પરુ્રૂ પણ: અળમજ્ઞશ્ર રુણટ્ટ્રૂ્રૂૂ્રુટળ: ્રૂજ્ઞ પળપ્ર ક્ષફ્રૂળ હથ્રળ ઈક્ષજ્ઞટળ: ઈક્ષળલણજ્ઞ ટજ્ઞ પજ્ઞ ્રૂૂ્રુટટપળ: પટળ:॥

ગાંધીજીએ ‘અનાસક્તિયોગ’માં આનો અર્થ આપ્યો: ‘નિત્ય ધ્યાન ધરતા, મારામાં મન આરોપીને જેઓ પરમ શ્રદ્ધાપૂર્વક મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું.’ અર્જુનનો પ્રશ્ર્ન હતો કે સગુણ-સાકારની ભક્તિ કરવી કે પછી નિર્ગુણ-નિરાકારની? આ બેમાંથી ઉત્તમ ભક્તિ કઈ અને આ બે પ્રકારના ભક્તોમાંથી ઉત્તમ ભક્ત કયો?

શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે એમાંથી જે પ્રકારે ભક્તિ કરવી હોય તે કરે. કોઈ શ્રેષ્ઠ નથી, કોઈ ઊતરતું નથી. રાહ બેઉ સરખા છે. એ રાહ પર ચાલવાની જે વૃત્તિ છે તે મહત્ત્વની છે. જે પથિક પરમેશ્ર્વરમાં મન લગાવીને, નિત્યયુક્ત રહીને અર્થાત્ કાયમ માટે જોડાઈને (આજે ભગવાનમાં શ્રદ્ધા છે, કાલે નથી, પરમ દિવસે પાછી શ્રદ્ધા આવી-એવું નહીં), અડગ શ્રદ્ધા સાથે કોઈ પણ માર્ગે ચાલે - સગુણ, સાકારને પૂજે કે પછી નિર્ગુણ, નિરાકારને પૂજે - તે જ પથિક શ્રેષ્ઠ છે.

કિશોરલાલ ઘ. મશરૂવાળા ‘ગીતા ધ્વનિ’માં આ જ શ્ર્લોકનો પદ્ય અનુવાદ આપે છે:

"મારામાં મનને પ્રોઈ, નિત્યયુક્ત થઈ મને,

ભજે પરમ શ્રદ્ધાથી, તે યોગી ચડતા ગણું.

મહાદેવભાઈ દેસાઈ આ શ્ર્લોકને અંગ્રેજીમાં સમજાવે છે:

’ઝવજ્ઞતય ઈં યિલફમિ ફત વિંય બયતિં ુજ્ઞલશક્ષત ૂવજ્ઞ, શિદયશિંક્ષલ વિંયશિ ળશક્ષમત જ્ઞક્ષ ખય, યદયિ ફિિંંફભવયમ, ૂજ્ઞતિવશા ખય, ૂશવિં વિંય વશલવયતિં રફશવિં.’
1
Add a comment...

મુઝફ્ફર હુસેન - મહંમદઅલી ઝીણા: પાકના નાયક કે ખલનાયક?

 
મુઝફ્ફર હુસેન

મહંમદઅલી ઝીણા: પાકના નાયક કે ખલનાયક?

ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે ભારતના વિભાજન માટે જો કોઈ જવાબદાર હોય તો તે માત્ર ને માત્ર મહંમદઅલી ઝીણા છે. મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬માં ઢાકાના નવાબ સલીમુલ્લાહે કરી હતી, પરંતુ પાકિસ્તાન નિર્માણ માટે મિત્રને ઉપયોગ કરનાર એકમાત્ર કેવળ મહંમદઅલી ઝીણા હતા. બ્રિટિશ સત્તાધીશોએ પોતાના મનની મુરાદ પૂરી કરવા તેમને વિશ્ર્વાસપાત્ર બનાવ્યા હતા.

આજે પણ ઝીણા સાથે જોડાયેલી અનેક વાતો છે. જો આવા પાપ માટે માત્ર તેઓ એકલા જવાબદાર હોય તો પછી તત્કાલીન મુસ્લિમ સમાજે તેમને કાયદે આઝમની પદવી કેમ આપી હતી? તેમના જીવનના છેલ્લા દિવસો તો સમ્રાટ શાહજહાંથી પણ વધુ ખરાબ હતા. કરાચીમાં તેમની કબર વર્ષો સુધી અધૂરી રહી હતી. તેને પૂરી કરવામાં ૧૦ વર્ષ નીકળી ગયાં હતાં. પાકિસ્તાન સરકારને તે વખતે એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો તો જવાબમાં કહેવાયું હતું કે સિમેન્ટ ઉપલબ્ધ નથી!

ઝીણાની કબર પર બે સૈનિક મૂકવામાં આવ્યા હતા. બલૂચિસ્તાનનો એક પઠાણ આ કબર જોવા આવ્યો હતો. તેને આ બાબતે કોઈ બહુ માહિતી નહોતી. આથી તેણે સૈનિકને આ બાબતે પૂછ્યું હતું. તેણે જવાબ આપ્યો કે અંદર જે છે તે બહાર નીકળી ન જાય એટલે તેઓ ચોકી પહેરો કરે છે! આ વાતને ભલે મજાકમાં કહેવામાં આવી હોય, પરંતુ આ બાબતથી નક્કી થાય છે કે પાકિસ્તાનના સ્થાપકને કોઈ ગંભીરતાથી લેતું નથી!

જો એવું ન હોય તે પછી પાકિસ્તાનના સંસ્થાપકની કોઈ આવી મજાક કરે ખરું? બલૂચિસ્તાનમાં કોઈ નજીકના સ્થળે એક હિલ સ્ટેશન છે તેનું નામ ઝિયારત છે. બ્રિટિશ રાજમાં અંગ્રેજી અધિકારીઓ ત્યાં રજા ગાળવા જતા હતા. અરબી ભાષામાં ઝિયારતનો અર્થ છે કબર. આ નગરમાં ભૂકંપના અનેક ઝટકા આવ્યા છે. ત્યાં ઘણા મૃત્યુ પામ્યા છે. બ્રિટિશ રાજમાં ઘણા મૃત્યુ થયા હતા.

મહંમદઅલી ગંભીર રીતે બીમાર પડ્યા. તે સમયે તેમના વિશ્ર્વાસુ પારસી ડૉક્ટર ડાયરીમાં જે કંઈ લખતા હતા તેને ફાતિમા ઝીણા તેમની બહેને પુસ્તક સ્વરૂપે લખ્યું છે ફાતિમા બે મહિના તેમની સાથે રહ્યા હતા. લિયાકતની છેલ્લી મુલાકાત પણ ત્યાં થઈ હતી. ઝિયારતમાં ડૉક્ટરોએ વારંવાર પાકિસ્તાન સરકાર પાસે ઓક્સિજન સિલિન્ડર માગ્યાં હતાં, પરંતુ સરકારે લાપરવાહી કરી હતી અને સિલિન્ડર આપ્યાં નહોતાં.

જ્યારે સ્થિતિ બગડી તે વખતે ઝીણાને લેવા કરાચીથી એક વિમાન આવ્યું હતું. ઝીણા અને તેમના બહેન ફાતિમા વિમાનથી એમ્બ્યુલન્સ દ્વારા ગવર્નર બંગલા ખાતે જવા રવાના થયા તો રસ્તામાં એમ્બ્યુલન્સ બગડી ગઈ હતી. ત્રણ કલાક બાદ બીજી મોટર આવી ઝીણા પોતાના સત્તાવાર નિવાસે પહોંચ્યા તેના થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું. આ બાબતે ઘણા વાદવિવાદ થયા છે, પરંતુ કરાચી પહોંચ્યા બાદ જીવિત રહ્યા નહોતા. હવે ઝિયારતનગર ફરી પાકિસ્તાનના મીડિયામાં ચર્ચામાં આવ્યું છે. ત્યાંથી મળતા સમાચારમાં જણાવાયું છે કે કાયદે આઝમની યાદ જીવિત કરવા પાકિસ્તાન સરકારે નિર્ણય કર્યો છે. ત્યાં સ્મારક બનશે તેને ઝિયારત રેસિડેન્સી નામ આપવામાં આવશે. જોકે આ સ્થળને સુરક્ષિત સ્થાન જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં એક ભવન બનાવાયું હતું, પરંતુ થોડા સમય પૂર્વે બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ તેને ધરાશયી કરી દીધું હતું.

પાકિસ્તાની આતંકવાદીઓ માત્ર ભારતના ધાર્મિક સ્થળે અને તાજમહાલ હોટલને જ ટારગેટ બનાવતા નથી, પરંતુ તેઓ સંસ્થાપક છે તેની યાદમાં બનાવાયેલાં મકાનોને પણ છોડતા નથી. બલૂચિસ્તાન સરકારે તે સ્થળને ઐતિહાસિક બનાવવા ઘોષણા કરી છે. બલૂચી નેતાઓ કહે છે કે ઝીણાએ વિભાજન વખતે તેમને ન્યાય આપ્યો નહોતો, પરંતુ પાકિસ્તાનની બુનિયાદ બનાવનારા એકમાત્ર નેતા તેઓ છે એટલે તેમનું સન્માન કરવું જોઈએ તે અમારી ફરજ છે. બલૂચિસ્તાનના અધિકારીઓ કહે છે કે એક ભવ્ય સ્મારક બનશે.

આ માટે વધારે બજેટની પણ ફાળવણી કરવામાં આવશે. આ બાબતે ‘ફ્રન્ટિયર પોસ્ટ’ દ્વારા લખવામાં આવ્યું છે કે તેઓ આ નિર્ણયનું સ્વાગત કરે છે, પરંતુ પ્રશ્ર્ન એ છે કે સરકાર આતંકવાદીઓથી તેની સુરક્ષા કેમ ન કરી શકી? કાયદેઆઝમની સ્મૃતિમાં બનેલી ઈમારતને તોડવી તે પાકિસ્તાનના સ્થાપકનું અપમાન નથી? પરંતુ બલૂચી સરકાર તે કામ પૂરું કરશે? પાકિસ્તાનની દરેક સરકાર ઘોષણા કરવામાં બહાદૂર હોય છે. પછી કંઈ જ થતું નથી. હમણા દિલીપકુમાર અને રાજકપૂરના સ્મારક બનાવવાની ઘોષણા થઈ હતી. આ બાબતે ઘણું છપાયું હતું. ભારતના બુદ્ધિજીવીઓ અને ખાસ કરીને સીને કલાકારોેએ પાકિસ્તાનની ઘણી પ્રશંસા કરી હતી. જ્યાં તેમના જન્મ થયા હતા તે મકાન શોધી કાઢવામાં આવ્યા છે.

પાકિસ્તાન સરકારે આ બાબતને લીલી ઝંડી આપી હતી, પરંતુ ત્યાર બાદ જાણવામાં આવ્યું છે કે આવી યોજના રદ કરવામાં આવી છે. એવું કારણ અપાયું છે કે જેમના કબજામાં સંપત્તિ છે તેઓ આપવા ઈન્કાર કરે છે. કેટલાક પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ ધમકી પણ આપી છે. પરિણામ એ આવ્યું છે કે યોજના ઘોંચમાં પડી છે. કાયદે-આઝમ સાથે પણ આવું જ થવાની શંકા પાકિસ્તાનનો સમજદાર વર્ગ વ્યક્ત કરી રહ્યો છે.

પાકિસ્તાનના દૈનિકો કહે છે કે ઝિયારતમાં ઝીણા જે સ્થળે રહેતા હતા તેમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. તે સ્થળ ૧૯મી સદીમાં બનેલો એક વિશાળ બંગલો હતો. ત્યાં એક પ્રાચીન મકાન હતું. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ત્યાં પોતાના બોમ્બ સુરક્ષિત રીતે રાખ્યા હતા. બોમ્બના ઢગલા હતા. ત્યાં આગ લાગવાથી આ ભવન ખતમ થયું. આ ભવનમાં ઝીણા સાથે સંકળાયેલી ઘણી વસ્તુઓ પણ ગઈ. તેમાં મહત્ત્વના દસ્તાવેજ હતા. એમ કહેવાય છે કે આ સ્થળને અંગ્રેજી અધિકારીઓએ ૧૮૯૨માં ગેસ્ટ હાઉસમાં પરિવર્તીત કર્યુ હતું. ઝીણાના મૃત્યુ બાદ આ બધી વસ્તુઓ એક મ્યુઝિયમમાં પરિવર્તીત કરવામાં આવી હતી. હવે ત્યાં રાખનો ઢગલો છે. આતંકવાદીઓ કહે છે કે પાકિસ્તાનને નષ્ટ કરી નાખવામાં આવે તો ઝીણા સાથેનો ઈતિહાસ પણ રાખના ઢગલામાં જતો રહે.
Show less
1

Editorial. M S. સ્વિસ બૅન્કમાં પડેલાં નાણાનો રૂટ હવે બદલાશે


સ્વિસ બૅન્કમાં પડેલાં નાણાનો રૂટ હવે બદલાશે

ભારત જેવા દેશને લાભની વાત બને તેવા સમાચાર છે. સ્વિસ બેન્કમાં પડેલી રકમની જાણકારી કરવેરાના સંદર્ભે હવેથી અન્ય રાષ્ટ્રને પૂરી પાડવા તેમ જ તેની વહીવટી સુગમતા માટેની ભૂમિકા સ્વિસ બૅન્ક તૈયાર કરશે. સ્વિસ બૅન્કો સામે જગતભરમાંથી દબાણ વધી રહ્યું હતું કે તેઓ અન્યને માહિતી આપતા નથી તે આપવી જોઈએ. આ અંગે ઘણી ચર્ચા-વિચારણા થઈ અને કાનૂની અવઢવ પણ હતી.

સ્વિસ ફેડરલ ઓથોરિટી કે જે સ્વિટ્ઝરલેન્ડની સૌથી ટોચની નિર્ણય લેનારી સત્તા છે, તેના દ્વારા પણ તે વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે હવેથી વિશ્ર્વના દરેક રાષ્ટ્રને આવી માહિતી પૂરી પાડવામાં આવે. સ્વિસ બૅન્કોમાં પડેલાં નાણાં વિશ્ર્વની ગરીબ પ્રજાના છે અને ત્યાં એટલી સંવેદના છે કે આવી વાતને સાંભળીને યોગ્ય નિર્ણય થયો છે.

ભારતના વિવિધ રાજકીય પક્ષોએ પણ સ્વિસ બૅન્કમાં પડેલાં નાણાં પરત લાવવાં ઘણી રજૂઆત અને માગણી કરી હતી. તે સિવાય ચીન - ફિલીપાઈન્સ - પાકિસ્તાન - બંગ્લાદેશ અને આફ્રિકાના ઘણાં રાષ્ટ્રોએ પણ સ્વિસ બૅન્કમાં તેમના રાજકારણીઓ અને ભ્રષ્ટ અધિકારીઓના નાણાં હોવાનો દાવો કર્યો હતો. સ્વિસ બૅન્કો દ્વારા વર્ષોથી આવાં નાણાંની ‘રખેવાળી’ કરવામાં આવતી હતી.

જોકે કદી પણ આ મુદ્દે કોઈ કામગીરી થઈ નહોતી. કારણ કે દરેકના સ્થાપિત હિત હોય છે. કોને પોતાનો વેપાર - ધંધો ઓછો થાય તેમાં રસ હોય? વળી દરેક લોકશાહી રાષ્ટ્રના શાસકો ભ્રષ્ટ હોય છે. તેમની સાથે કામ કરનારા અધિકારીઓ પણ તેમને જ અનુસરતા હોય છે. આ રીતે સમગ્ર બાબત ગૂંચવાડાભરી બની હતી. તેનો કોઈ ઉકેલ દેખાતો નહોતો.

સ્વિસ બૅન્કમાં પડેલી રકમનો કોઈ ચોક્કસ અંદાજ મળવો મુશ્કેલ હતો. ભારતની રકમ માટે ઘણા અતિશયોક્તિભર્યા દાવા થતા હતા. ભારતને ૩૦ વર્ષ સુધી કોઈ કરવેરા લાદવા ન પડે તેટલી રકમ હોવાનો અંદાજ હતો. કોઈ એમ કહેતું હતું કે શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલો સમગ્ર દેશમાં બાંધી શકાય તેટલી મોટી આ રકમ સ્વિસ બૅન્કમાં પડેલી છે.

માત્ર અનુમાન આધારિત આ બાબત છે. છતાં આ રકમ વર્ષોથી ત્યાં છે એટલે ખાસ્સી મોટી હોઈ શકે છે. હવે મુદ્દો તેમાં કર ભરવામાં આવ્યો નથી એટલે જે-તે રાષ્ટ્રનો તેના પર અધિકાર છે તે સ્થાપિત કરવાની પ્રક્રિયાને સહજ બનાવી દેવામાં આવી છે. આવી રીતે આ રકમ પર જે-તે રાષ્ટ્રનો અધિકાર સાબિત કરે છે. જે ત્યાંની પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે વાપરવી જોઈએ.

આજે વિશ્ર્વ બે ભાગમાં વિભાજિત છે તેનું કારણ આવી સ્વિસ બેન્કની સંપત્તિ છે. ગરીબ અને શ્રીમંત એમ બે ભાગ પડી ગયા છે અને તેનાથી વિશ્ર્વશાંતિ સામે જોખમ ઊભું થયું છે. યુરોપ તેની ટેકનોલોજી અને ઔદ્યોગિક સંપત્તિને કારણે શ્રીમંત બન્યું છે, જયારે ખેતી આધારિત રાષ્ટ્રો સંગઠિત 

અને મજબૂત નહીં હોવાથી શોષિત રહ્યાં છે. તેમના નાણા આવી સ્વિસ બૅન્કમાં છે.

આફ્રિકા અને એશિયાનાં અનેક રાષ્ટ્રના નાણાં માત્ર સ્વિસ બૅન્કમાં નથી પરંતુ યુરોપના ઘણાં રાષ્ટ્રોમાં આવી રીતે નાણાં પડેલાં છે. તેમાં બ્રિટન - જર્મની અને ઈંગ્લિશ આઈલેન્ડ જેવા ટચુકડા રાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. જોકે બહુ ઊંડાણથી વિશ્ર્લેષણ કરવામાં આવે તો કેટલાક રાષ્ટ્રોની કરવેરા નીતિ પણ આવી વિદેશી થાપણ માટે જવાબદાર બને છે.

કરચોરી - કાળાં નાણાં અને વિદેશી બૅન્કની થાપણને આ તમામ બાબત સાથે સીધો સંબંધ છે. જો કરવેરાના પ્રમાણ ઓછા કરી નાખવામાં આવે અને સરકારી ખર્ચા ઓછા થાય તો સ્વિસ બૅન્કનો કારોબાર નબળો પડી જાય. પરંતુ કદી આવી કામગીરી લોકશાહી રાષ્ટ્રમાં થવાની નથી, કારણ કે દરેકના સ્થાપિત હિત તેમાં છે.

ભારતમાં સ્વિસ બૅન્કની શાખા ખોલવાની પરવાનગી છેલ્લાં પાંચ વર્ષોથી આપવામાં આવી નથી. કારણ સ્પષ્ટ છે, અહીંથી રકમ ત્યાં ટ્રાન્સફર કરવી અતિ સરળ બાબત બની જાય તેવું છે. આથી તો સ્વિસ બૅન્કની એક પણ બ્રાન્ચ માટે અરજી મંજૂર થઈ નથી. આ બાબતે હવે ખુદ સ્વિસ બૅન્ક સત્તાવાળાઓએ જ વિચારણા કરવી રહી કે આવું કેમ બને છે.

દરેક બાબતને હવે તો વૈશ્ર્વિક સ્તરે પણ માનવ કલ્યાણ અને પ્રજાના અધિકારના દૃષ્ટિકોણથી મૂલવવામાં આવે છે. બીજા વિશ્ર્વયુદ્ધ બાદ તદ્દન નાની વ્યક્તિની સુખાકારી અને કલ્યાણના નવા આધાર વિકસ્યા છે. આવે વખતે જો સમૃદ્ધ રાષ્ટ્ર અન્યની લાગણી માટે કોઈ ખેવના નહીં રાખે તો કોઈ અર્થ રહેવાનો નથી.

સ્વિસ બૅન્ક દ્વારા થયેલો નિર્ણય ખૂબ જ ઉચિત છે. હવે ભારત સરકારે તે મુદ્દે સત્તાવાર રીતે પત્ર લખીને કેટલી રકમ પડી છે અને તેના પર કરવેરા વસૂલ કરવાના બાકી છે તેને આધાર બનાવીને કાર્યવાહી શરૂ કરવી જોઈએ. આ બાબતે ખૂબ વિલંબ થયો છે. તદ્દન મામુલી રકમ પણ ભારતની બેન્કિંગ સિસ્ટમમાં આવશે તો તે લાખની પાણ બની રહેશે.

અંકિતા પટેલ - બાળકો ઝંખે છે તમારો સહકાર

અંકિતા પટેલ
બાળકો ઝંખે છે તમારો સહકાર

કહેવાય છે કે બાળકો ફૂલની જેવાં કોમળ હૃદયનાં હોય છે. એને જેમ વાળો એમ એ વળે છે. તેઓ પોતાની લાગણીથી અજાણ હોય છે. માટે પોતાના ગુસ્સા પર કાબૂ નથી મેળવી શકતા. જો માતા-પિતા એમની લાગણીને સમજી-વિચારીને એમની સાથે સંતુલિત વ્યવહાર કરે તો આ મુશ્કેલી પર આસાનીથી કાબૂ મેળવી શકાય છે.

ઘણી નાજુક હોય છે બાળકોની દુનિયા. એ લોકો નાની-નાની વાતમાં ઘણાં વહેલાં ખુશ થઈ જાય છે, પરંતુ જો એમની ઈચ્છાને પૂરી કરવામાં ન આવે તો એ પાછાં રિસાઈ પણ વહેલા જાય છે. જેમ જેમ એમની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેઓ પોતાની લાગણીને નિયંત્રણમાં રાખતાં શીખવા માંડે છે. પણ ગુસ્સો એક એવી સહેજ અભિવ્યક્તિ છે કે એના પર એમનું નિયંત્રણ રહેતું નથી, જેને કારણે ફક્ત બાળકો જ નહીં, પરંતુ માતા-પિતાએ પણ હેરાન થવું પડે છે.

ક્યાં છે સમસ્યાનાં મૂળ

આપણે બાળકોની નાની-નાની વાતને ગંભીરતાથી નથી લેતા. નાનાં બાળકો જ્યારે કોઈ વાત પર રિસાઈ જાય તો આપણે એમને ધમકાવીને-ડરાવીને ચૂપ કરવાની કોશિશ કરીએ છીએ અથવા તો એની વાતને હસીને ટાળી દઈએ છીએ. આવું કરવું યોગ્ય નથી. આપણી જેમ જ બાળકોને પણ ગુસ્સો આવવો સ્વાભાવિક છે. એ એમની નકારાત્મક લાગણીને મનમાંથી બહાર કાઢવાનું એક સહજ માધ્યમ છે.

જ્યાં સુધી ઉદાસી અથવા નિરાશા જેવી નકારાત્મક લાગણી બાળકોના મનમાંથી બહાર નથી નીકળતી ત્યાં સુધી એ હેરાન-પરેશાન રહે છે.

ખાસ કરીને કોઈ અપ્રિય પરિસ્થિતિ અથવા એમની મરજી વિરુદ્ધ કરવામાં આવેલું કોઈ પણ કાર્ય બાળકને ગુસ્સો કરવા માટે ઘણું હોય છે. પછી ભલેને કોઈ મિત્રે એનું રમકડું ખેંચી લીધું હોય અથવા એનાં મોટા ભાઈ-બહેને એને પોતાનાં પુસ્તકોને હાથ ન લગાડવાની ના પાડી હોય કાં તો પછી મમ્મીએ એને ઘરમાંથી બહાર જવા રોકે. આવી નાની નાની વાતો પર બાળકોને તુરંત જ ગુસ્સો આવી જાય છે. એમની આવી બાળસહજ વૃત્તિ પર માતા-પિતાએ ઓવરરિએક્ટ ન કરવું જોઈએ, પણ એને પ્રેમથી સમજાવીને એનું ધ્યાન બીજી બાબતો પર દોરવાની કોશિશ કરવી જોઈએ. જેનાથી અમુક મિનિટમાં જ બાળકનો ગુસ્સો શાંત થઈ જાય અને એ એ પણ ભૂલી જાય કે એને કંઈ વાત પર ગુસ્સો આવ્યો હતો.

લાગણીને સમજો

જ્યારે એનો ગુસ્સો શાંત થઈ જાય ત્યારે એની પાસે એ બાબતે જરૂરથી વાત કરો અને સમજાવો કે એનાથી એમને કેટલું નુકસાન થઈ શકે છે.

ઉદાહરણ તરીકે જો એને કોઈ એવું મુશ્કેલ હોમવર્ક મળ્યું હોય જે પૂરું કરવામાં એને મુશ્કેલી નડતી હોય અને એ પોતાના પુસ્તકો ગુસ્સામાં ફેંકતો હોય તો એની પાસે જઈને એને પ્રેમથી સમજાવો કે આમ કરવાથી અને ગુસ્સો કરવાથી એની સમસ્યાનો હલ નહીં નીકળે. પછી તમે એની સાથે બેસીને એનું હોમવર્ક પૂરું કરવામાં એની મદદ કરો. ત્યાર પછી તમે એને સમસ્યાનો હલ શોધવા માટે પ્રેરણા આપો, જેથી કરીને એ ફરી કોઈવાર એવી પરિસ્થિતિમાં ગુસ્સો થવાને બદલે એ સમસ્યાનો હલ શોધવા લાગે. એને એ પણ જણાવો કે બાળપણમાં જ્યારે પણ તમને ગુસ્સો આવતો તો તમે એને કઈ રીતે ક્ધટ્રોલમાં લેતા-કરતા. જેનાથી એ ગુસ્સાની સ્થિતિને વ્યવહારિક રીતે સમજશે અને એના માટે આ એન્ગર મેનેજમેન્ટ ઘણું સરળ બની રહેશે.

ગુસ્સાને ઓળખો

ઘણીવાર બાળકો કોઈ વાત પર અચાનક રિસાઈ જાય છે તો ક્યારેક ધીમે-ધીમે એમના મનમાં ચિડિયાપણું અને ગુસ્સાની ભાવના પ્રબળ બને છે. માટે બાળકોને પોતાની લાગણી વિશે જાગૃત કરો. એનાથી એમને ગુસ્સે કરનાર લાગણીને ઓળખીને એને દૂર કરવામાં મદદ થશે. તમે પોતાનાં બાળકો સાથે નિરાંતે બેસીને વાતચીત કરવા માટે જરૂરથી સમય ફાળવો.

દરમિયાન એની સાથે પોતાની લાગણીને શેર કરો. જ્યારે પણ તમે પોતાને માટે સારું ફિલ કરો અથવા તો તમારો મૂડ ઓફ હોય તો એ વિશે તમારા બાળક સાથે ખુલ્લાદિલે ચર્ચા કરો. તમે એને એ સમજાવો કે કોઈ પણ માણસનો મૂડ કાયમ એકસરખો રહેતો નથી. ગુસ્સાનાં કારણનું બારીકાઈથી વિશ્ર્લેષણ કરે અને એનાં લક્ષણોને ઓળખીને એને દૂર કરવો એ પણ એક રોચક અનુભવ છે.

તમે એને એમ જણાવો કે ગુસ્સામાં કઈ રીતે માણસના શ્ર્વાસોશ્ર્વાસની ગતિ વધી જાય છે અને અવાજ ઊંચો થાય છે.

બાળકને પૂછો કે જ્યારે પણ એને ગુસ્સો આવે ત્યારે શું એ પણ એવું જ અનુભવે છે? એને સમજાવો કે ફરી વખત જ્યારે ગુસ્સો આવે ત્યારે જોરથી બરાડા પાડીને ન બોલે અને ધીરે-ધીરે ઊંડા શ્ર્વાસ લે. જેનાથી વહેલી તકે એનો ગુસ્સો શાંત થઈ જશે.

જ્યારે એ પોતાના ગુસ્સાનું ખરું કારણ અને લક્ષણોને ઓળખવા લાગશે તો એને માટે એને હેન્ડલ કરવો ઘણો સરળ બનશે.

તમે એને એમ પણ સમજાવો કે ગુસ્સાને મનમાં ને મનમાં દબાવી રાખવો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને સારું નથી. એના થકી ચિડિયાપણું અને માથાના દુ:ખાવાની સમસ્યા ઉદ્ભવે છે.

ગુસ્સાની અભિવ્યક્તિ જરૂરથી કરવી જોઈએ પરંતુ સંતુલિત રીતે કરવી જોઈએ. માટે જ્યારે પણ ગુસ્સો આવતો જણાય તો એને ક્ધટ્રોલમાં રાખવાની સાથે જ એ બીજાને પોતાની નારાજગીનો અનુભવ જરૂરથી કરાવે.

તક આપો?

જો ક્યારે એને ગુસ્સો આવે તો એણે એની પાસે એ ઈચ્છા ન રાખવી કે તમારા ફટકારથી એ તરત શાંત થઈ જશે, પરંતુ તમે એને શાંત થવાની તક આપો. તમે એને થોડીવાર માટે એકાંતમાં રહેવાની તક આપો. દરમિયાન એ જાતે વિચારશે કે એને ગુસ્સો કયા કારણસર આવી રહ્યો છે.

થોડીવાર પછી જ્યારે એનો મૂડ સારો થઈ જાય તો એને સમજાવો કે ગુસ્સાના માધ્યમ થકી આપણને સમસ્યાને ઓળખવામાં મદદ થાય છે, પણ એના થકી એનો હલ નથી શોધી શકાતો. એને માટે શાંત થવું જરૂરી છે.

તમે તમારાં બાળકને સમજાવો કે એ પોતાના મિત્રો અથવા ભાઈ-બહેનોની સાથે એવા અનુભવોની વહેંચણી કરે. એમની પાસે જાણવાની કોશિશ કરે કે જ્યારે પણ એને ગુસ્સો આવે ત્યારે એ સમસ્યા સાથે લડવા એ શું કરે છે? બીજાના અનુભવ પરથી પણ ઘણું શીખવાનું મળે છે.

જો બાળકો થોડાં મોટાં હોય તો એને ગુસ્સાને કાબૂમાં રાખવા માટેની ડાયરી બનાવવાનું જણાવો, જેમાં એ રાતે સૂવા પહેલાં એ લખવાની કોશિશ કરે કે આજે દિવસ આખામાં એને કેટલીવાર અને કંઈ બાબત પર ગુસ્સો આવ્યો હતો? પછી એને પોતાની આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે જણાવો. એને સમજાવો કે એને જે વાત પર ગુસ્સો આવે છે એને એ નજરઅંદાજ કરે. અથવા એની કોશિશ કરે.

દરરોજ પોતાની ડાયરીમાં જૂનાં પાનાંને ફેરવીને વર્તમાન સ્થિતિની સરખામણી કરે કે એના વ્યવહારમાં કોઈ સુધારો થયો કે નહીં? આના થકી એક-બે મહિનામાં જ એને જાતે સકારાત્મક ફેરફારનો અનુભવ થશે.

પોતાના મનમાં ડોકિયું કરો

બાળકોને કંઈ પણ શીખવવા પહેલાં એ ખાસ જરૂરી છે કે સૌ પ્રથમ આપણે ઈમાનદારીથી પોતાનું આત્મ મૂલ્યાંકન કરીએ. જે નિયમોનું આપણે જાતે પાલન કરતાં નહીં હોઈએ. એના માટે બાળકો પાસેથી કઈ રીતે આશા રાખી શકીએ?

જો માતા-પિતાને વાતવાતમાં ગુસ્સો આવતો હોય અને એ બાળકોને હંમેશાં શાંત રહેવાની શિખામણ આપતાં હોય તો એમના પર એની કોઈ અસર નહીં થાય માટે જરૂરી છે કે મુશ્કેલ અથવા વિકટ પરિસ્થિતિમાં તો જાતે શાંત રહેવાની કોશિશ કરો. સિવાય બાળકની કોઈ ભૂલ પર તમને ઘણો ગુસ્સો આવતો હોય તો એ સમયે બાળકની સામે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ના આપો અને જણાવો કે અત્યારે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી એમ કહીને તમે બીજી રૂમમાં જતા રહો. પછી જ્યારે તમારો ગુસ્સો શાંત થાય તો એને સમજાવો કે એના ખોટા વ્યવહારથી તમને ઘણો ગુસ્સો આવતો હતો, છતાં પણ તમે પોતાની જાતને કંઈ રીતે સાચવી તે તમે એને ઈમાનદારીથી જણાવો કે એનો એવો વ્યવહાર તમને ઘણો હેરાન કરતો હતો. માટે એ સમયે તમે એની સાથે વાત નહોતા કરતા. જો તમે સતતના પ્રયાસથી પોતાના ગુસ્સા પર ક્ધટ્રોલ કરવાનું શીખી જાઓ તો બાળકોને પણ શીખવાડવું ઘણું સરળ બની જશે, જ્યારે તેઓ માતા-પિતાની પ્રતિકૂળ પરિસ્થિતિમાં સંયમ ભરેલો વ્યવહાર જોશો તો તે પણ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનું શીખી જશે.
Show less
1