ભાષાને પણ વળગે ભૂર...
સુનીલ મેવાડા
‘ભાષા’ અને ‘બોલી’ વચ્ચે મૂળભૂત તફાવત લિપિનો હોય છે. દરેક બોલીને લિપિ હોય તે જરૂરી નથી પણ દરેક ભાષાને લિપિ અને બોલી હોય છે.
વિશ્ર્વમાં કેટલી ભાષાઓ અને બોલીઓ છે? ખબર નહીં ! અંદાજ કહે છે(ભાષાઓ માટે) ૬૦૦૦ થી ૭૦૦૦ની વચ્ચેનો કોઈ આંકડો છે. ૨૦૦૫નો અંદાજિત આંકડો ૬, ૯૧૨ હતો, જે આજે કદાચ ઘણો ઘટી ગયો હોઇ શકે! કહેવાય છે કે ૨૧૦૦ની સાલ આવતા આવતા આ ૬, ૯૧૨માંથી ૫૦થી ૯૦ ટકા સુધીની ભાષાઓ લુપ્ત થઇ ગઇ હશે. બોલીઓનું વિલુપ્તીકરણ ભાષાના વિલુપ્તીકરણમાં આવી જાય છે. ભાષા અને બોલીની વિલુપ્તીનાં અનેક સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક તેમ જ પ્રાકૃતિક કારણો છે, તેમાં આપણે ઊંડા નથી ઊતરવું.
આમ તો ભાષા વિલુપ્તીની આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા ક્યારનીય શરૂ થઇ ગઇ છે. ઇતિહાસની ગર્તામાં અનેક મહાન ભાષાઓ ગર્ક થતી આવી છે. આ પ્રક્રિયા ચાલતી રહેવાની છે એ પણ નિશ્ર્ચિત લાગે છે ત્યારે બધાને પોતપોતાની ભાષાઓ વિશે ચિંતા થાય તે સ્વાભાવિક છે.
જોકે વિશ્ર્વ સ્તરની અનેક સરકારી ને બિનસરકારી સંસ્થાઓ આ વિશે સભાન થઇ તેને અટકાવવાની દિશામાં કાર્યરત થઇ છે. યુનેસ્કોએ આ બાબતને સંપૂર્ણ ગંભીરતાથી સ્વીકારી છે અને તેની અનુલક્ષી સાધનો પૂરાં પાડ્યાં છે. ૧૯૮૦ની આસપાસ યુનેસ્કોએ જ્યારે સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં ભાષાઓના મહત્ત્વ વિશે વિધાન કર્યું ત્યારથી આ ‘ભયગ્રસ્ત ભાષાઓ’(ઍનડેન્જર્ડ લેન્ગવેજીઝ)ના કાર્યક્રમનાં મૂળ નખાયાં હતાં એવું કહી શકાય! છેક ૨૦૦૧માં યુનેસ્કો દ્વારા ભયગ્રસ્ત ભાષાઓની જાળવણી માટે ખાનગી કાર્યક્રમ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એ જ વર્ષથી લુપ્ત થતી ભાષાઓની જાળવણીના કાર્યને વૈજ્ઞાનિક સ્વરૂપ મળ્યું અને તે દિશામાં પગલાં ભરાવાની શરૂઆત થઇ. યુનેસ્કોએ આપેલી વ્યાખ્યા પ્રમાણે કઇ ભાષા ભયગ્રસ્ત છે એ તેનો યુવાવર્ગ નક્કી કરે છે. ભાષા ભયગ્રસ્ત ત્યારે ગણાય છે જ્યારે તેના મૂળ વપરાશકર્તાઓમાં તેનો વપરાશ બંધ થાય, ભાષાનાં કાર્યક્ષેત્રો બંધ થઇ જાય અને એ રીતે એક પેઢીથી બીજી પેઢી સુધી ભાષાની સફર અટકી જાય... એટલે અંતે તેનો કોઇ યુવા કે નવજાત વપરાશકર્તા ન રહે... ત્યારે તે ભાષા ભયગ્રસ્ત ગણાય છે.
યુનેસ્કો દ્વારા તૈયાર કરવામાં આવેલો ભયગ્રસ્ત ભાષાઓ માટેનો કાર્યક્રમ ત્રણ પગલાંમાં વિભાજિત છે. તેમાં પહેલું એ તે ભાષાનું દસ્તાવેજીકરણ, બીજું ભાષાનો પુનરોદ્ધાર અને ત્રીજું તે ભાષાની જાળવણી! આમ યુનેસ્કોનો કાર્યક્રમ ભયગ્રસ્ત ભાષાઓના અમૂલ્ય વારસાની જાળવણી માટે સક્રિય છે. યુનેસ્કોની યાદી પ્રમાણે અત્યારની ૬૦૦૦માંથી ૩૦૦૦ જેટલી એટલે કે અડધી ભાષાઓ ભયગ્રસ્ત છે અને ૪૦૦ જેટલી ભાષાઓ અત્યંત ગંભીરપણે ભયગ્રસ્ત છે. ઉપરાંત આજે લગભગ ૨૦૦ ભાષા એવી છે જેના વપરાશકર્તાઓ ૧૦ કરતાં ઓછી સંખ્યામાં છે. ભારતની અનેક ભાષા ને બોલીઓ પર જોખમ તોળાઇ રહ્યું છે ત્યારે પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા આ દિશામાં પ્રભાવક રીતે કાર્યશીલ છે. તાજેતરમાં જ તેમના દ્વારા જ એક પ્રચંડ સર્વે હાથ ધરાયો હતો, જેના પરથી ભારતના અપૂર્વ અને સમૃદ્ધ ભાષાવૈવિધ્ય પર પ્રકાશ પડ્યો છે. વિશ્ર્વના જુદા જુદા ખૂણામાં ઘણી ભાષા ને બોલીઓ લુપ્ત થઇ રહી છે (તેમાં પાછી અનેક સાઇન-લેન્ગવેજીઝનો પણ સમાવેશ થાય છે!) તેની વિગતવાર ચર્ચા મર્યાદિત અવકાશમાં જરૂરી નથી લાગતી પણ તેની નોંધ કેટલી રસપ્રદ બની રહશે, વિશ્ર્વની એવી કેટલીક ભાષાઓ પર પણ એક નજર નાખીએ જે આવનારાં વર્ષોમાં તેનું અસ્તિત્વ નહીં જ ધરાવતી હોય તે નિશ્ર્ચિત છે. આમાંથી લગભગ તમામ ભાષાનાં નામના અમારા ગુજરાતી ઉચ્ચારો ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા છે. અનેક વાર વાંચીને પણ આ ભાષાઓનાં નામનો શુદ્ધ ઉચ્ચાર અમારાથી શક્ય બન્યો હોય એવું નથી લાગતું એટલે અંગ્રેજી સ્પેલિંગ સાથે તેનો મનગમતો ઉચ્ચાર કરવાનું તમારા પર છોડી દીધું છે. એમાં સૌથી રસપ્રદ અને કરુણ બાબત ‘ઝોક્યુ-યાપાનેકો’(ુજ્ઞિીય-ફુફાફક્ષયભજ્ઞ) નામની ભાષાની છે. આ ઇન્ડોજિનિયસ-મેક્સિકન ભાષા જાણનારા આજે ફક્ત બે જ વ્યક્તિ હયાત છે અને તે બે એકબીજા સાથે વાત કરવા તૈયાર નથી!!! અને એનું કારણ એવું કોઇ નથી કે તે દૂર રહે છે કે સંપર્ક કરી શકે એમ નથી. દક્ષિણ મેક્સિકોના ટાબાસ્કો પ્રદેશના અયાપા ગામમાં એકબીજાની નજીક જ વસતા માન્યુઅલ સેગોવિઆ અને ઇઝીદ્રો વેલાઝ્ક્યુઝ જણાવે છે કે તેમની પ્રકૃતિ એકબીજાથી તદ્દન અલગ છે માટે તેઓ એકબીજા જોડે વાત કરવાનું પસંદ નથી કરતા. બેઉની ઉંમર ૭૦થી વધુ છે! પેસેફિક સમુદ્રમાં ઓસ્ટ્રેલિયાથી લગભગ ૧,૭૫૦ કિલોમીટરના અંતરે આવેલા દ્વીપદેશોમાંના એક ટાપુ વાનુઆટુની મૂળ ભાષા ‘લિમરિજ’(હયળયશિલ) હવે માત્ર બે જ જણ અસ્ખલિતપણે બોલી શકે છે. લિમરિજ આમ એક મજબૂત ભાષા હતી અને તેની ચાર જુદી જુદી બોલીઓ હતી, જે હવે લુપ્ત થઇ ચૂકી છે. મૂળ પેરુની ભાષા ‘તૌશિરો’(ફિંીતવશજ્ઞિ) સંપૂર્ણપણે હવે અમાડિઓ ગાર્શિઆ પર અવલંબે છે, કારણ કે આજે આ ભાષા જાણનાર તે એક માત્ર હયાત વ્યક્તિ છે અને તેને બીજા બધા સાથે સ્પેનિશ ભાષામાં જ સંપર્ક કરવો પડે છે. તૌશિરો ભાષા વિશે અમાડિઓભાઇએ એવું કહ્યું કે ‘સાલ્લુ મારી ભાષામાં સૌથી મોટી તકલીફ આંકડાઓની છે, તેમાં દસથી ઉપરનો આંકડો કહેવો હોય તો કોઈ શબ્દ જ નથી, દસ ઉપરની સંખ્યા બતાવવા માટે વારે ઘડીએ અશિન્ટો(દસ) કહીને અંગૂઠો ઊંચો કરવો પડે...’
તેવી જ કંઇક હાલત સોલોમન આઇલેન્ડના ટેમોટુ પ્રદેશમાં વસતા લાઇનોલ નાલો (હફશક્ષજ્ઞહ ક્ષફહજ્ઞ)ની છે. તેમની મૂળ ભાષા ‘તાનેમા’(ફિંક્ષયળફ) પણ તેના સિવાય કોઇ સમજી કે બોલી નથી શકતું. તેમણે પણ હવે સ્થાનિકો સાથે વાત કરવા પ્રચલિત પીજિન ને ટીનુ ભાષા શીખી લીધી છે. જોકે આ ભાષાના અમુક શબ્દોએ ત્યાંની વપરાતી ભાષામાં સ્થાન જમાવી લીધું છે.
એક સમયે પેરુમાં ખૂબ જ સામાન્યપણે વપરાતી ચામીકુરો (ભવફળશભીજ્ઞિ)... (ભાષાના નામનો ‘ખોટો’ ઉચ્ચાર કરતા કરતા પણ જીભ મરડાઇ જાય છે નહીં?) ભાષા એ ભયગ્રસ્ત હોવા ઉપરાંત વિશિષ્ટ પણ છે. આજે ફક્ત આઠ જ જણ આ ભાષાને સારી પેઠે બોલી જાણે છે. (પણ તેમાંથી કોઇ યુવા કે બાળક નથી.) જોકે તેના ભાષાના શુભચિંતકોએ તાજેતરમાં જ, તેની વિલુપ્તી પહેલા જ ભાષાનો વિશાળ શબ્દકોશ તૈયાર કરી નાખ્યો છે કે જેથી ચામીકુરો ભાષા નાશ ન પામે... કમસે કમ કાગળ પર તો જીવે!
કહેવાય છે ધર્મ માણસને વિશિષ્ટ ઉપહારો આપે છે, ઇન્ડોનેશિયાના પાંચ લોકો માટે તે ઉપહાર એટલે ભાષા ‘લિકિ’(હશસશ) કે મૌર(ળજ્ઞફિ), જે ઇન્ડોનેશિયાના ટાપુ પર ચર્ચના કાર્યકર્તાઓ વચ્ચે સંવાદ માટે વપરાતી હતી. અત્યારે પાંચ વ્યક્તિ જ આ ભાષાના વારસદાર છે.
ચીલીમાં ભાષા ‘યાઘન’(ુયલવફક્ષ) પણ હવે એકમાત્ર વ્યક્તિ પર આધાર રાખી જીવી રહી છે. જ્યારે યુરોપના ખણખોદ્યાઓ અને મિશિનરોએ દક્ષિણ અમેરિકાની ભાષાઓની પહેલીવહેલી નોંધ તૈયાર કરી હતી તેમાં આ ઇન્ડોજિનિયસ ભાષાનો સમાવેશ કર્યો હતો. ચીલીના નાવારિનો ટાપુ પર રહેતી ક્રિસ્ટિના કાલ્ડેરોન યાઘન ભાષા જાણનાર એકમાત્ર હયાત વ્યક્તિ છે, તે યાઘન ભાષા સાથે સાથે યાઘન પ્રજાતિની પણ અંતિમ વ્યક્તિ મનાય છે.
મૂળ ચીલીની જ બીજી એક ભાષા, નામે ‘કાવાસ્કર’(ફિૂફતફિિ) પણ વિલુપ્તીને આરે છે કારણ કે તેને જાણનારા પણ હવે માંડ ૨૦ લોકો વધ્યા છે અને તે બધા વૃદ્ધ! જોકે આ ભાષા આંતરિક રીતે ખૂબ સમૃદ્ધ હોવાની જાણ થઇ છે અને તેની બે વિભિન્ન બોલીઓ હોવાનું જણાયું છે.
કેલિફોર્નિયાના વિન્ટુ જાતિ દ્વારા વાપરવામાં આવતી ‘વિન્ટુ-નોમ્લાકી’(ૂશક્ષિીં-ક્ષજ્ઞળહફસશ) ભાષા પણ બે બોલીઓ ધરાવતી લુપ્ત થવા જઇ રહેલી ભાષા છે. ૨૦૦૮ના રિપોર્ટ પ્રમાણે આજે તેનો ફક્ત એક હયાત જાણકાર વધ્યો છે. જોકે આ ભાષાની સંપૂર્ણ નહીં પણ થોડીઘણી જાણકારીઓ રાખતા હોય તેવા અમુક લોકો મળી આવ્યા છે.
તેવી જ રીતે કોલમ્બિયાની ટિનિગુઆ (શિંક્ષશલીફ) અને કોલિફોર્નિયાની જ ટોલોવા (જ્ઞિંહજ્ઞૂફ) ભાષા, આર્જેન્ટિનાની વિલેલા (દશહયહફ) ઓસ્ટ્રેલિયાની વોલોવ (દજ્ઞહજ્ઞૂ) વગેરે ભાષાઓ પણ મૂળ ભાષાને વાપરી જાણનાર ફક્ત એક વ્યક્તિ સાથે ટકી રહી છે.
જોકે હવે આ ભાષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે એ નક્કી.
આ વિશ્ર્વ ભાષાદૃશ્યની એક ઝલક જોયા પછી આપણી ભાષાનો વિચાર આવ્યા વગર રહે? તમને શું લાગે છે? આપણી ભાષા ભયગ્રસ્ત ગણાય? કે હજી ગુજરાતી વિશે ચિંતા કરવાનો સમય થોડો દૂર છે? મારા કે તમારા જેવા કોઇ એકાદ બે-નો સહારો લઇ ભાષા જીવતી હશે એ સમય હજી ઘણો દૂર નથી લાગતો? આટલું લખીને ગુજરાતી ભાષાને બિન સત્તાવાર રીતે ‘ભયગ્રસ્ત’ની યાદીમાં મૂકી હોહા કરનારાઓને અમારે વધારે કંઇ કહેવાનું રહે છે?
---
કઇ ભાષાને વિનાશના આરે
ઊભેલી ગણી શકાય?
યુનેસ્કો ભયગ્રસ્ત ભાષાની રસપ્રદ વ્યાખ્યા આપે છે: ભાષાના વર્તમાન વપરાશકર્તાઓના આંકડા માત્ર ઉપરથી તે ભયગ્રસ્ત છે કે નહીં તે નક્કી નથી થતું. કોઇ એકાદ ભાષાના લાખો વપરાશકર્તા છે પરંતુ, તે ભાષાનો યુવાવર્ગ જો તેને અપનાવી નથી રહ્યો કે કોઇ રીતે તેનાથી વિમુખ થઇ રહ્યો છે તો તે ભાષા ભયગ્રસ્ત ગણાય. બીજુ બાજુ જો કોઇ સ્થાનિક કે પ્રાદેશિક ભાષા જે ફક્ત ૫૦૦ જેટલા વપરાશકર્તા ધરાવતી હોય પણ તેના સમુદાયમાં તે મુખ્ય ભાષા હોય, પરિવારની પ્રાથમિક ભાષા હોય અને તે સમુદાયનો યુવાવર્ગ-બાળકો માતૃભાષા તરીકે એ જ ભાષાને સૌથી પહેલા શીખતા હોય-ને સામાન્ય વ્યવહારમાં તેનો જ વપરાશ થતો હોય તો એ ભાષા ફક્ત ૫૦૦ વપરાશકર્તાઓ સાથે પણ સંપૂર્ણપણે જીવિત અને સમૃદ્ધ છે એવું કહી શકાય!
---
ભાષા એટલે સ્વતંત્ર વ્યાકરણરચના અને/અથવા ૭૦ ટકા કરતાં વધારે પોતાનું વિશિષ્ટ શબ્દભંડોળ ધરાવતી બોલી! અને ‘બોલી’ એટલે ‘ભાષા’નો અંતર્ગત મૂળભૂત વિભાગ, જે પ્રાદેશિક હોય છે.
- લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા
---
ભારત અને ભાષા:
મિશ્ર દૃશ્ય!
ભારતની ભાષાઓનો સૌપ્રથમ સર્વે ૧૯૨૮માં ડૉ. જ્યોર્જ અબ્રાહમ ગ્રેરસને કર્યો હતો, જેમાં ૭૩૩ ભાષાઓ નોંધાયેલી છે.
૧૯૬૧ના સેન્સસ દ્વારા દેશમાં ૧,૧૦૦ ભાષાઓ નોંધાઈ હતી. જોકે તેમાંથી અનેક ભાષાઓના વપરાશકર્તાઓની સંખ્યા ૧૦,૦૦૦ કરતાં ઘણી ઓછી હતી. ૧૦,૦૦૦થી વધારે વપરાશકર્તા હોય તેવી આજે ભારતમાં ૧૨૨ સરકારી માન્યતાપ્રાપ્ત ભાષાઓ છે. ભારતની કુલ લોકવસ્તીમાંથી ૯૯.૮૨ ટકા લોકો એ ૧૨૨ ભાષાઓમાંથી જ કોઇ ને કોઇ માતૃભાષા ધરાવે છે જ્યારે બાકીના ૦.૧૮ ટકા લોકો અલગ અલગ ૧૦૦૦થી પણ વધુ ભાષા બોલે છે એવું કહેવાયું છે.
ભારતની ૨૨ સત્તાવાર અને પાંચ પારંપારિક ભાષાઓ(પાલી, પાકૃત, અરબી, ફારસી અને તિબેટિયન) વગેરેને વિકાસાર્થે અને જાળવણી માટે સરકાર તરફથી ભંડોળ પ્રાપ્ત થાય છે. સર્વે પ્રમાણે આજે ભારતમાં ૭૮૦ ભાષાઓ છે. ભાષા વૈવિધ્યમાં ભારત વિશ્ર્વમાં નવમા સ્થાને છે.
જોકે બીજા સૂત્રોની ગણતરી પ્રમાણે ૧૯૮ ભયગ્રસ્ત ભાષા સાથે ભારત આ યાદીમાં મોખરે છે. ૧૯૫૦થી અત્યાર સુધી ફક્ત ભારતમાં જ ૨૩૦થી વધારે ભાષા નિશ્ર્ચિતપણે નાશ પામી છે એવું તાજેતરના સર્વેએ બહાર પાડ્યું છે. ભારતની અકા, બેલારી, બોદો, ચોકરી, ગોંડી, જારવા(આંદામાન ટાપુ), કોન્ડા, કુર્રુ, તુલુ વગેરે જેવી અનેક ભાષાઓ (બોલીઓ) પર જોખમની તલવાર તોળાઈ રહી છે.

No comments:
Post a Comment