Tuesday, March 3, 2015

‘ટાઈટલ’ વહી જો પબ્લિક કો લુભાએ! --- મિજાજ મસ્તી - સંજય છેલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=86152


સારું શીર્ષક બિકિની જેવું હોવું જોઈએ - જે છુપાવે ઓછું અને દેખાડે ઘણું બધું અથવા તો ઊલટું

સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી પાસે એક નિર્માતા આવ્યા અને કહ્યું કે ફિલ્મ માટે કોઈ સારું ટાઈટલ આપો. કલ્યાણજીભાઈએ તરત જ પૂછ્યું,

‘તુમ્હારી ફિલ્મ મેં ઢોલ હૈ?’

‘નહીં!’ નિર્માતા બોલ્યા.

‘નગાડા હૈ?’

‘નહીં! તો!’ નિર્માતા અકળાયા.

‘બસ તો ટાઈટલ મિલ ગયા, ‘ના ઢોલ, ના નગાડા!’ કલ્યાણજીભાઈએ તો મજાકમાં પેલાનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો પણ શીર્ષક કે ટાઈટલ શોધવાનું કામ એટલું સહેલું નથી. નોર્મલ માણસને ત્યાં બાળક જન્મે ત્યારે એક સાદું નામ શોધવા આખું ઘર ભેગું થઈને વિચારવામાં બિઝી થઈ જાય છે. તો નાટક-સિનેમા-સિરિયલોવાળા, નવલકથા-વાર્તાવાળા અને બિચારા કવિઓ, રોજેરોજ સારાં શીર્ષક ક્યાંથી કાઢે? પાછું એક સારું શીર્ષક પણ બિકિની જેવું હોવું જોઈએ- ‘જે છુપાવે ઓછું અને દેખાડે ઘણું બધું’ અથવા તો ઊલટું. એક જમાનામાં ગુજરાતી નોવેલનાં ટાઈટલો મજેદાર આવતાં. ‘આભ રૂએ એની નવલખ ધારે’, ‘મારે પણ એક ઘર હોય..’, ‘પીળા રૂમાલની ગાંઠ’, ‘હથેળી પર બાદબાકી...’ પછી ધીમે ધીમે જોડકાં ટાઈટલ શરૂ થયાં: ‘જડ-ચેતન’ ‘શેષ-વિશેષ’ વગેરે અને પછી તો ‘બ્રા-કોબ્રા’, ‘ફેણ-તરફેણ’ સુધી જવાનું જ બાકી રહ્યું. ગંભીર નવલકથાનાં શીર્ષકો તો અજીબ હોય છે જેમ કે ‘મને અડધો ચાંદો આપો!’ કે ‘સૂરજ કા સાતવાં ઘોડા!’ વગેરે. આવી કલાત્મક નવલકથાઓ સમજાવી તો બાજુએ રહી પણ એનું ટાઈટલ વાંચીને જ આપણે ક્લીન બોલ્ડ થઈ જઈએ!

પણ લેખકો-કવિઓ માટે ટાઈટલ શોધવું મગજમારીનું કામ છે. અમારો એક કવિમિત્ર છે (તમે એમ નહીં માનતા કે હું સાવ નવરો છું કે કવિઓ સાથે ફરું છું, આ તો જૂનો કોલેજકાળનો મિત્ર છે એટલે:) એ મિત્ર કવિતા લખવા કરતાં ‘શીર્ષક’ શોધવામાં વધારે મહેનત કરે છે, કારણ કે કવિતા તો ઝાકળ-સાંકળ-વાદળ-આગળ-પાછળ વગેરે તુકબંધીથી લખાઈ શકે પણ ધમાકેદાર શીર્ષક ક્યાંથી લાવવું? એટલે એ પહેલાં શીર્ષક લોક કરે. જેમ કે ‘દરિયાથી ભાગેલી માછલીની વેદના!’... વચ્ચે એણે ‘ચકલી’ પર એક કવિતા લખી. ભૂલથી એ કવિતા વખણાઈ એટલે એણે ચકલી-૧, ચકલી-૨, ચકલી-૩, એમ ચકલી સિરીઝ શરૂ કરી. છેક ચકલી-૯૬ સુધી સ્કોર ચલાવ્યો! જ્યાં મળે ત્યાં ચકલીઓ પકડીને કવિતાના પાંજરામાં પૂરવા માંડી. (વચમાં આપણા સાહિત્યમાં પંખીઓની સીઝન ચાલતી હતી. ત્યારે જટાયુ, કબૂતર, કાગડા, પારેવાં, ટિટોડી, ઘુવડ... ગુજરાતી કાવ્યના આકાશમાં ખૂબ ઊડાઊડ કરતાં:) પછી અમારા પેલા કવિમિત્રને થયું કે ચકલીઓ બહુ પકડી એટલે ચકલીને ઉડાડી મૂકી અને કવિ, ઝાડ પર ચઢી ગયો. ઝાડ પર કવિતા લખવા માંડી. વૃક્ષ-૧, વૃક્ષ-૨, વૃક્ષ-૩.. જેલમાં કેદી-નંબર હોય એમ દરેક કવિતામાં વૃક્ષને નંબર આપવા માંડ્યો. જોતજોતામાં વૃક્ષ-કાવ્યોનું જંગલ ઊભું કરી નાખ્યું. પણ બર્દાશ્તની પણ હદ હોય છે એટલે મેં એને સમજાવ્યું, ‘ભાઈ... તું આ ઝાડ, પંખી, નદીને છોડ. તું વૃક્ષ પર આટલું બધું લખીશ તો લોકો તને ફોરેસ્ટ ઓફિસર માની બેસશે!’ આપણા જેવા નોર્મલ લોકોને આખી લાઈફમાં એકાદ-બે વાર મેઘધનુષ જોવા મળે છે. ત્યારે કવિ-લેખકોને વાતવાતમાં મેઘધનુષ ક્યાંથી દેખાતાં હશે?

પણ સારા ક્લિયર ટાઈટલવાળા ફ્લેટની જેમ સારાં ટાઈટલો પણ માર્કેટમાં ઝટ મળતાં નથી! પછી એ કવિમિત્ર, નવલિકાઓ-ટૂંકી વાર્તાઓ લખવા માંડ્યો. એને થયું કે વાર્તા ભલે ટૂંકી હોય, ટાઈટલો તો લાંબાં જ રાખવાં! જેમ કે ‘ગુલમહોર મ્હોરી ઊઠેલાં પણ ત્યારે નળ આવ્યા નહીં!’ શીર્ષક વાંચીને મને એમ થયું કે નવલિકા, પાણીની સમસ્યા પર કે ઉનાળા વિશે હશે. પણ વાર્તામાં ના તો ગુલમોહર કે ના તો નળની વાત! એનું એમ કહેવું હતું ગુલમોહર એવી વનસ્પતિ છે કે જે ક્યાંક ને ક્યાંક તો ઊગી જ હશે અને ક્યાંક તો નળ નહીં જ આવ્યા હોય! એટલે આ વાર્તા જ્યાં ચાલી રહી હશે એની આસપાસ ક્યાંક તો આવું થયું જ હશેને? બોલો!! પણ નસીબ જુઓ, આવાં વિચિત્ર ટાઈટલોને લીધે વિવેચકો એને માન આપવા માંડ્યા. આર્ટ ફિલ્મોમાં પણ આવાં લાંબાં શીર્ષકો હોય તો ગંભીર દાઢીધારી લોકો બહુ જ ઈમ્પ્રેસ થતા હોય છે. જેમ કે, ‘આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યૂં આતા હૈ?’, ‘સલીમ લંગડે પે મત રો..’ એટલે પછી તો મારો એ વાર્તાકાર મિત્ર, ખિસ્સામાં એક ડાયરી રાખે. જ્યાં, જ્યારે સૂઝે એ ટાઈટલ ટપકાવી દે!! એવાં અટપટાં શીર્ષકો શોધે કે વાંચવાવાળો છક્ક થઈ જાય. શીર્ષકો પાછાં એટલાં લાંબા કે ઘણી વાર મૂળ વાર્તા એની સામે ટૂંકી લાગે! જેમ કે ‘૧૬ વર્ષની છોકરી ૧૬ વર્ષથી પ્રતીક્ષામાં ઊભી છે અને પતંગિયાએ પરેલમાં આત્મહત્યા કરી’, ‘ચંપલ પગમાં ડખ્યા કરે અને દિલમાં છાલાં પડ્યા કરે’, ‘ઈતિહાસ ગવાહ છે, કારણ કે કોર્ટમાં ગવાહ મળતા નથી!’ એક વાર તો હદ કરી. એણે મને પૂછ્યું કે ‘ચાંદનીનો રસ ધીમે ધીમે ટપકે અને કંદોઈ તીખું તીખું મલકે’ કેવું રહેશે? મારાથી રહેવાયું નહીં. મેં એનો કોલર પકડીને પૂછ્યું કે યાર, આ શું ચલાવ્યું છે? આવા ઉલઝુલૂલ ટાઈટલ પર તું શું વાર્તા લખવાનો? તો મને કહે, વાર્તા તો ગમે ત્યાંથી મળી જશે! તારા ધ્યાનમાં કંદોઈ પર કોઈ વાર્તા હોય તો બોલ, ટાઈટલ ફિટ કરી નાખશું. વાર્તાનો હીરો, ચાંદની રાતે મીઠાઈવાળાને ત્યાં મીઠાઈ ન ખાઈ શકે? એવો કોઈ કાનૂન છે?

ફિલ્મોમાં ટાઈટલો હંમેશાં વિવાદ, વિષાદ અને વ્યાપારનો વિષય રહ્યા છે... ’y’ પર ફિલ્મો નથી ચાલતી એવું મનાય છે. ’Yes Boss’ ફિલ્મનું ટાઈટલ અમે આપેલું જેને આખી ટીમ પાસે પાસ કરાવતાં કરાવતાં અમારે સંતોષી માતાના વ્રત કરવા પડે એવી હાલત થયેલી. ફિલ્મ ચાલી એટલે નાક રહી ગયું. હિંદી ફિલ્મોમાં અંગ્રેજી ટાઈટલો નથી ચાલતાં એવી એક ચિંતા ડિસ્ટ્રિબ્યુટરોને સતાવતી હોય છે. પણ ‘જ્વેલથીફ’, ‘ગાઈડ’ ચાલેલી અને સાવ ગ્રામીણ વિષય પરની ફિલ્મ ‘મધર ઇંડિયા’નું નામ અંગ્રેજીમાં હતું અને ધૂમ ચાલેલી પણ! ફિલ્મલાઈનમાં બીજી એક મિથ છે કે જે ફિલ્મમાં નાગ-નાગીનની વાત હોય કે ટાઈટલમાં ‘નાગ’ હોય એ ચાલે જ ચાલે. ‘નગીના’, ‘નાગીન’, ‘નાગ પંચમી’, ‘નાગ દેવતા’ કે ‘શેષનાગ’ ઘણી ખરી હિટ રહી છે. એક વાર રિશી કપૂર - રણધીર કપૂર - રાજીવ કપૂર એમ ત્રણેય બંધુઓ પાર્ટીમાં એકબીજાને ચીઢવી રહ્યા હતા. ત્યારે રિશી કપૂરે, નાના ભાઈ ચિમ્પુ ઉર્ફ રાજીવને કહ્યું, "સાલે, તેરી કોઈ ફિલ્મ નહીં ચલતી. નોર્મલી, અગર ટાઈટલ મેં ‘નાગ’ હો તો બૂરી સે બૂરી ફિલ્મ ભી હિટ જાતી હૈ પર તેરી તો ‘નાગ-નાગીન’ ફિર ભી ફ્લોપ હુઈ. તુને તો ‘નાગ’ કા ટ્રેક રેકોર્ડ બિગાડ દિયા. નાગ કો ભી ફ્લોપ કર દિયા... અબ ‘નાગ’ તુઝે છોડેગા નહીં!’

આજકાલ ફિલ્મોના મલ્ટિપ્લેક્સના શહેરી યંગ ઓડિયંસને આકર્ષવા શીર્ષકમાં અંગ્રેજી શબ્દ કમ્પલ્સરી હોય એવું થઈ ગયું છે. અમે એક ટાઈટલ આપેલું ‘કિસ્મત કનેક્શન’. એ નામે હવે સેંકડો મેરેજ-બ્યુરો, જ્યોતિષ-સલાહ કેંદ્રો ખૂલ્યાં છે! આ ટાઈટલને જો ‘પેટંટ’ કે ‘ટ્રેડમાર્ક’ કરાવ્યું હોત તો અમને ખૂબ કમાણી થાત. (અને ગુજરાતી છાપામાં કોલમ લખવાના દિવસો ન આવત:)

ગુજરાતી નાટકોનાં ટાઈટલો મસ્ત હોય છે. પણ પૂજા કરતી વખતે ‘સ્વાહા’ બોલવું જ પડે એમ આજકાલ અંગ્રેજી શબ્દો એમાં એવા કમ્પલ્સરી થઈ ગયા છે: વેલકમ, થેંક્યુ, હેલો, સોરી, કમ ઓન... વગેરે ન હોય તો વાત નથી બનતી! એક જમાનામાં કાંતિ મડિયાનાં નાટકોનાં શીર્ષકો કમાલનાં આવતાં.. જેમ કે ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘કોઈ ભીંતેથી આઈના ઉતારો’ કે પ્રવીણ જોષીનાં ‘સળગ્યાં સૂરજમુખી’, ‘સપનાંનાં વાવેતર’ વગેરે. લેખક પ્રવીણ સોલંકીનાં ટાઈટલો હંમેશાં રમતિયાળ રહેતાં. ‘સંબંધો સૂર્યાસ્ત પછીનાં’, ‘કોઈની આંખમાં સાપ રમે!’... થોડાં નટખટ નાટકોનાં નામ ગુદીગુદી કરી જતાં. જેમ કે ‘નાગાલેંડની નારી’, ‘છાનામાના બિછાનામાં’, ‘જલ્દી કર કોઈ જોઈ જશે’, ‘મારો લાઈન તો તબિયત ફાઈન’ વગેરે...

છતાંયે નાટક-સિનેમા-વાર્તા-કવિતાઓમાં શીર્ષક વિચારવા માટે પૂરતો સમય મળે પણ છાપાવાળાઓ તો બિચારા રોજેરોજ ન્યુઝને શું હેડિંગ આપે? એનાં એ કૌભાંડો, એના એ બળાત્કારો- અકસ્માતો, ભાવવધારાઓ. નવાં હેડિંગ્ઝ કે ટાઈટલો છેલ્લી ઘડીએ ક્યાંથી પેદા કરે? એ લોકો તો બિચારા ‘સત્તા કી સુરજ કે સાતવે ઘોડે કા રથ પંક્ચર હો ગયા’ એવું કલાત્મક મથાળું પણ ના આપી શકે નહીં તો વાચકો પાનું ઊથલાવી નાખે! છાપાવાળાઓ ઘણી વાર કરુણ અને હાસ્યરસને મિક્સ કરી દેતા હોય છે. ‘ભાયંદરમાં એક સ્ત્રીની બેરહેમીથી હત્યા’.. હવે ‘હત્યા’ તો બેરહેમીથી જ થાયને? કોઈ વહાલથી હત્યા કરે? ખેર, હમણાં એક નાનકડા શહેરના નાનકડા છાપામાં કમાલનાં હેડિંગ વાંચવા મળ્યાં: ‘યે કૌન મર ગયા?’, ‘એક ઔર કટ ગયા!’, ‘યે લાશ કિસ કી?’, ‘પુલિસ કા નંગા નાચ ઔર એસ. પી. ઘૂંઘટ મેં છુપા!’, ‘ઉસ કા રેટ ૩૦૦૦ સે કમ નહીં?’, ‘ઉન કો પડે જૂતે, જનતા મારે તાલી!’, ‘રંગે હાથોં બિસ્તર મેં બિજલી!’... સમાચારો ભલે રૂટિન હત્યા, આડા-સંબંધો, રુશવતખોરી કે ભ્રષ્ટ નેતા વિષે હતા પણ શીર્ષક એકદમ દબંગ! માણસ હેડિંગ વાંચે તો સમાચાર વાંચવા જ પડે!

સારાં ટાઈટલની રેસિપી શું? મસ્તીખોર પણ સંસ્કારી, લાંબું પણ આકર્ષક, ટિપિકલ પણ સારગર્ભિત, નાનકડું પણ વેધક ઊંચું પણ ચાલુ... આવા કોમ્બિનેશનવાળા ટાઈટલની બધા ક્રિયેટિવ લોકોને શોધ હોય છે. જેથી વાચક કે ગ્રાહક કે પ્રેક્ષક શબ્દજાળમાં ફસાય. પોતાનો માલ વેચવા માણસ લાખ તાતાથૈયા કરે જ. એમાં કશું ખોટું નથી. અને આમ જોવા જઈએ તો આપણી એકધારી-બોરિંગ-રૂટિન લાઈફને મજેદાર બનાવવા આપણે સૌ પણ એક સોલિડ ‘ટાઈટલ’ની તલાશમાં સતત હોઈએ જ છીએને?

સુખનું ટાઈટલ, સંતોષનું ટાઈટલ, સિદ્ધિનું ટાઈટલ, મોક્ષનું ટાઈટલ.

બ્રહ્માંડમાં ચાલે છે ફેમિલી પ્લાનિંગ --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=86160


નવા તારા જન્મવાનો દર ઘટી જતાં મંદાકિનીમાં બધા લાલ, વૃદ્ધ તારા દેખાશે, બ્રહ્માંડ વૃદ્ધ બની જશે




તાજેતરમાં સમાચાર આવ્યા હતાં કે બ્રહ્માંડમાં તારા બનવાનું ઘટી ગયુ ંછે. એટલે કે મંદાકિનીમાં (galaxy)માં નવા તારા જન્મવાનો દર અતિશય ઘટી ગયો છે. એટલે કે મંદાકિનીમાં એવો પદાર્થ ઘણો ઓછો થઈ ગયો છે, તારા જન્માવતા વાયુના વાદળોની સંખ્યા ઘણી ઘટતી ગઈ છે, જે તારાને જન્માવી શકે. આ વાત પૃથ્વી પરની ફેમિલી પ્લાનિંગ જેવી નથી. પૃથ્વી પરની ફેમિલી પ્લાનિંગની પ્રક્રિયા ઉલટાવી શકાય પણ આ તારાના જન્મની પ્રક્રિયા ઉલટાવી શકાય તેમ નથી. કારણ કે મંદાકિનીઓમાં તારા જન્માવાના પદાર્થની જ ઊણપ છે. બ્રહ્માંડ માટે આ મોટી કટોકટી (ક્રાઈસીસ)ની શોધ ગણાય. વિજ્ઞાનીઓ પૃથ્વીની ચિંતા કરે છે, સાથે સાથે બ્રહ્માંડની પણ ચિંતા કરે છે. આવી ચિંતા કરવાનું તેમને કોણે કહ્યું? ‘કાજી દૂબલે કયૂં’ તો કહે સારે ગાંવ કી ફિકર.
પૃથ્વી પર વસ્તી વધારો થઈ રહ્યો છે અને પૃથ્વી બધાને રોટી, કપડા અને મકાન આપી શકે તેમ નથી. માટે ફેમિલી પ્લાનિંગને કાર્યરત કરવામાં આવ્યું છે. મંદાકિનીનો પ્રોબ્લેમ અલગ છે. કૂવામાં હોય તો હવાડામાં આવે ને? બ્રહ્માંડમાં પદાર્થ હોય તો જ તારા બનેને? બ્રહ્માંડમાં પદાર્થ ઘટતો જાય છે, કહો કે ઘટી ગયો છે. માટે નવા તારા બનવાની પ્રક્રિયા ઘટતી જાય છે. બ્રહ્માંડમાં નવો પદાર્થ ઉત્પન્ન કરી શકાય નહીં. જે છે તેમાં ચલાવી લેવું પડે.

પૃથ્વીની વસ્તી સાત અબજ થઈ ગઈ છે. તેમાં મોટો ગોકીરો થઈ ગયો છે. જેમ પારસી કોમ્યુનિટીમાં વસ્તી વધારો થતો નથી અને ક્રાઈસીસ આવી ગઈ છે. તેવું બ્રહ્માંડમાં થયું છે. પારસીઓ બીજી જાતિમાં લગ્ન કરવા મંડે તો પારસીઓની ક્રાઈસીસ હળવી થાય, પણ તેમની જાતમાં ફેરફાર થઈ જાય. બ્રહ્માંડમાં આમ પણ થઈ શકે તેમ નથી.

પૃથ્વી પર ફેમિલી પ્લાનિંગ ચાલતું રહ્યું તો દરેક દેશ માટે વહીવટ ચલાવવા માનવીઓની અછત સર્જાશે. બધા વય શ્રેષ્ઠીઓની સંખ્યા વધી જશે. પછી cocession યુવાનોને આપવું પડશે. પૃથ્વી પર બધા વયોવૃદ્ધ માણસો વધારે દેખાશે. પૃથ્વી પર વસ્તી વધારાના અને ઘટાડાના પ્રશ્ર્નો છે તો બ્રહ્માંડમાં તારાની વસ્તી ઘટાડાનો બહુ જ એક્યુટ પ્રોબ્લેમ છે.

મંદાકિની અને બ્રહ્માંડમાં નવા તારા જન્મવાનો દર ભયંકર રીતે ઘટી ગયો છે તો શું થશે? મંદાકિનીમાં બધા લાલ વૃદ્ધ તારા દેખાશે. આકાશમાં પીળા, સફેદ અને નીલા રંગના તારા લગભગ અદૃશ્ય થશે. બ્રહ્માંડ વૃદ્ધ બની જશે. આ વખતે તારાના વિસ્ફોટોનું જ સામ્રાજ્ય થશે. આવા વિસ્ફોટો કદાચ નાના નાના તારા કે ગ્રહોને જન્મ આપે, પણ ધગધગતા યુવાન તારા બનતા અટકી જશે. જાપાનમાં જઈએ તો કેટલાય વૃદ્ધ જાપાની દેખાય. તેવું પૂરી દુનિયામાં અને મંદાકિનીમાં અને બ્રહ્માંડમાં દેખાશે.

કહેવાય છે કે ભૂતકાળમાં પૃથ્વી પર માણસો ખૂબ જ કદાવર અને ઊંચા હતા. ધીરે ધીરે તે નાના બનતા ગયા. કારણ કે માણસોને જે ઉત્તમ ખોરાક જોઈએ તે મળતો બંધ થઈ ગયો, તેવું જ બ્રહ્માંડનું ચિત્ર આપણી પાસે રજુ થાય છે. બ્રહ્માંડ જન્મ્યું ત્યારે મોટા મોટા તારા જન્મ્યા હતાં, તેથી તે પોતાનો પદાર્થ ઝડપથી વાપરી વિસ્ફોટ કરી તેમના ભારથી નાશ પામતા ગયાં અને તે પદાર્થમાંથી નાના અને નાના તારા બનતા ગયા. આવી રીતે બ્રહ્માંડમાં તારાની સાઈઝ અને પૃથ્વી પરના જીવનની સાઈઝ નાની બનતી ગઈ. ડાયનોસોર કેવા કદાવર હતાં?

પૃથ્વી પરના માનવીઓ તો પૃથ્વી કે દેશની શક્તિ છે પણ લોકોને આપણે રોટી, કપડાં, મકાન નથી દઈ શકતા માટે ફેમિલી પ્લાનિંગનો જમાનો આવ્યો છે. પૃથ્વી પર મહાવિનાશ થાય અને માનવોની સંખ્યા ઘણી ઘટી જાય તો ફેમિલી પ્લાનિંગને ઉલંઘવાનો વારો આવશે. બ્રહ્માંડમાં આ શક્ય નથી. માટે ખગોળવિદો ચિંતામાં પડી ગયાં છે અને ભવિષ્યમાં બે ચાર દશકા પછી નહીં પણ બે ત્રણ અબજ વર્ષ પછી તેની ખરાબ અસર બ્રહ્માંડમાં વર્તાશે. ત્યારે પૃથ્વી પર જે લોકો જીવતા હશે તે જોશે.

ભવિષ્યમાં બ્રહ્માંડ કાળું ધબ્બ બનતું જશે. મંદાકિનીઓ દૂર દૂર જાશે અને આપણી આંખથી ઓઝલ થતી જશે. બ્રહ્માંડ ખાલીખમ બનતું જશે. વિજ્ઞાનીઓ બ્રહ્માંડના ભવિષ્યનું ચિત્ર બહુ કાળું દોરે છે. આમ તો છેવટે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુના ભવિષ્યનું ચિત્ર કાળું જ હોય છે.



Monday, March 2, 2015

બ્રહ્માંડમાં વહેતા ગુરુત્વાકર્ષણ તરંગો, વૈશ્ર્વિક કિરણો અને પ્રકાશનાં કિરણો --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=154571




બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


વીસમી સદીમાં વૈશ્ર્વિક (બ્રહ્માંડીય) કિરણોની શોધ થઈ. તેને અંગ્રેજીમાં ઈજ્ઞતળશભ-ફિુત કહે છે. પૂરું સૂર્યમંડળ આ વૈશ્ર્વિક કિરણોમાં રાત-દિવસ સ્નાન કરે છે. તે સૂર્યમાંથી તો આવે જ છે પણ દૂર દૂરની મંદાકિનીઓ, ક્વેઝાર વગેરે આકાશીપિંડોમાંથી પણ આવે છે. આ વૈશ્ર્વિક કિરણો પૃથ્વી પર બધી જ દિશાઓમાંથી આવે છે. તે હકીકતમાં ક્યાંથી આવે છે તે હજુ વિજ્ઞાનીઓને ખબર પડતી નથી. તેમાં ધન વિદ્યુતભારવાળા, ઋણ વિદ્યુતભારવાળા અનેક પદાર્થકણો છે. સાથે સાથે ભારવિહીન પદાર્થકણો અને પ્રકાશ પણ હોય છે, તે ધસમસતા આવે છે.

આઈન્સ્ટાઈનની થીઅરી કહે છે કે કોઈપણ પદાર્થ ગતિમાં હોય ત્યારે તેની સાથેની ઘડિયાળ ધીમી ચાલે છે. ઈજ્ઞતળશભ-ફિુત માં રહેલા કિરણોએ આઈન્સ્ટાઈનની આ થીયરીને સાબિત કરી છે. પૂરા બ્રહ્માંડમાં માઈક્રોવેવનું પણ સામ્રાજ્ય છે. તેને ‘૩.૨ ડિગ્રી કૅલ્વિન ટેમ્પરેચર માઈક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિએશન’ કહે છે. તે બ્રહ્માંડની પ્રાર્શ્ર્વભૂમિ છે અને તેમનું અસ્તિત્વ બીગબેંગ થીયરીને ટેકો આપે છે. આમ બ્રહ્માંડમાં વૈશ્ર્વિક કિરણો છે અને ૩.૨ ડિગ્રી કેલ્વિન ટેમ્પરેચર માઈક્રોવેવ પણ છે.

બ્રહ્માંડમાં પ્રકાશનાં કિરણો તો છે જ પણ સાથે સાથે ચોથા પ્રકારના ગુરુત્વીય તરંગો (ૠફિદશફિંશિંજ્ઞક્ષફહ ઠફદયત) પણ છે. જોકે આ બધા ઊર્જાનાં જ સ્વરૂપો છે. ગુરુત્વાકર્ષણ તરંગોનું અસ્તિત્વ શંકાની પર છે પણ તેમને હજુ વિજ્ઞાનીઓ હકીકતમાં શોધી શક્યા નથી. તેની પાછળનું કારણ ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન કરતાં સ્ત્રોતો એટલા બધા દૂર છે કે ગુરુવાત્કર્ષણ તરંગો અને તેના સ્ત્રોતોને પકડવા અઘરા પડે છે. ગુરુત્વાકર્ષણ તરંગો હજુ પકડાયા નથી. તેની પાછળનું બીજું કારણ એ છે કે તે ખૂબ જ નબળા તરંગો છે. પણ હવે લીગો ડિટેકટર તેને શોધશે તેમ જણાય છે. આ માટે અમેરિકામાં બે પ્રયોગશાળા સ્થાપવામાં આવી છે. આ પ્રયોગ સાથે ભારત જોડાયેલું છે. બહુ જ થોડા સમયમાં ગુરુત્વાકર્ષણ તરંગો પકડવા ભારતમાં પણ પ્રયોગશાળા સ્થપાનાર છે. ભારતમાં આ માટે વિશાળ વૅક્યુમ ચેમ્બર સ્થપાશે. આ પ્રયોગશાળા સાબિત કરશે કે ક્યા આકાશીપિંડમાંથી અને કઈ દિશામાંથી ગુરુત્વાકર્ષણ તરંગો આવે છે. ખગોળ વિજ્ઞાનની આ શાખાને ‘ગ્રેવીટેશનલવેવ ઍસ્ટ્રોનોમી’ કહેવામાં આવે છે એટલે કે ગુરુત્વાકર્ષણ તરંગ ખગોળ વિજ્ઞાન. આ તરંગો પકડવા એ ખગોળ વિજ્ઞાનીઓ માટે પડકાર છે અને આ પડકાર ઝીલવા ખગોળ વિજ્ઞાનીઓએ કમર કસી છે. તેમાં ભારત પણ જોડાયેલું છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે.

ગુરુત્વાકર્ષણ તરંગો આઈન્સ્ટાઈનની થિયરીની ઊપજ છે. આઈન્સ્ટાઈને પોતે આ તરંગોના અસ્તિત્વની થિયરી આપી હતી. તે બે ન્યૂટ્રોન સ્ટાર વચ્ચેની ગતિવિધિ, બ્લેક હૉલ્સ, બે ગેલેકસી વચ્ચેનો ટકરાવ, વિસ્ફોટો પામતા મોટા તારા અને બ્રહ્માંડ જન્મ્યું વગેરે ક્રિયામાં ઉત્પન્ન થયા છે અને થાય છે. આ બધા સ્ત્રોતો પૃથ્વીથી એટલા બધા દૂર છે (હજારો અબજ કિલોમીટર) કે આ તરંગો પૃથ્વી પર આવતા ખૂબ જ નબળા પડી જાય છે. તેમને પકડવામાં આ મુસીબત છે. લીગો (કશલજ્ઞ) એ ‘લેઝર ઈન્ટરફેરોમેટ્રિક ગ્રેવીટેશનલવૅવ ઑબ્ઝર્વેટરી’ નું ટૂંકું રૂપ છે. હજુ સુધી આ ડિટેકટરે ગુરુત્વાકર્ષણ તરંગોને પકડ્યા નથી પણ હવે વધારે સંવેદનશીલ ડિટેક્ટર બનાવવામાં આવે છે જે ગુરુત્વાકર્ષણ તરંગોને પકડી શકશે એમ વિજ્ઞાનીઓ માને છે. આ પ્રયોગના સહભાગીઓમાં કેલિફોર્નિયા ઈન્સ્ટિીટયૂટ ઑફ ટેક્નોલોજી, મેસેચ્યૂસેટસ ઈન્સ્ટિીટયૂટ ઓફ ટેક્નોલોજી અને ભારત છે. જો આપણે આ તરંગો ક્યાંથી આવે છે તે જાણી શકીએ તો તે મોટી શોધ હશે. કદાચ એમ પણ બને કે તેના સ્ત્રોત હજુ સુધી ન જાણીતા આકાશીપિંડો પણ હોય. જો એ જાણી શકાય તો પછી તેનો અલગ અલગ પ્રકાશમાં અભ્યાસ થઈ શકે.

જેમ પાણીમાં તરંગો ઉત્પન્ન થાય છે તેમ ગુરુત્વાકર્ષણ તરંગો અંતરિક્ષમાં ઉત્પન્ન થતાં તરંગો છે. તેમાં અંતરિક્ષ આંદોલન કરે છે. આઈન્સ્ટાઈન પછી આ ક્ષેત્રે સૌપ્રથમ બ્રિટિશ ખગોળ વિજ્ઞાની હરમન બૉન્ડી અને તેના સહકાર્યકરોએ પદ્ધતિસર સંશોધનકાર્ય શરૂ કર્યું હતું અને દર્શાવ્યું કે ગુરુત્વાકર્ષણ તરંગો સંદર્ભ ચોકઠાને લીધે ઉત્પન્ન થતાં નથી પણ તે હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે. ન્યૂટનની થીઅરી પ્રમાણે ગુરુત્વાકર્ષણ તરંગો પ્રકાશના તરંગો જેવા જ છે અને પ્રકાશની ગતિએ ચાલે છે. તેમ છતાં તે અંતરિક્ષ તરંગો છે. તેમાં અંતરિક્ષ આંદોલન કરે છે. તેના બે કમ્પોનન્ટ (બ્રાંચ) છે. તે બંને તેની ગતિની દિશાને લંબ છે. પ્રકાશ વિદ્યુત-ચુંબકીય તરંગ છે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે તરંગોની દિશાને એકબીજાને લંબ રહીને આંદોલન કરે છે. કોઈપણ ઊર્જા કે પદાર્થ જ્યારે પ્રવેગી બને ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન કરે છે.

એવા પણ તારા છે, જેમાં ગુરુત્વીય પતન થયું છે. આવા તારા યુગલમાં પણ છે. આવા યુગ્મતારા એકબીજાની ફરતે ફરે છે. આ કારણે તેઓ ગુરુત્વીય તરંગો છોડે છે. આવા ન્યૂટ્રોન તારાનું યુગલ ખગોળ વિજ્ઞાનીઓને મળ્યું છે, જેમાંથી ગુરુત્વીય તરંગો બહાર પડે છે.

જ્યારે પદાર્થમાં જબ્બર ગુરુત્વાકર્ષણ શક્તિ હોય અને તે જ્યારે પ્રવેગી (અભભયહયફિયિંહ) બને ત્યારે તેમાંથી ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડે છે. જ્યારે મોટા તારાનો મહાવિસ્ફોટ થાય છે ત્યારે એકાએક ગુરુત્વાકર્ષણના તરંગો બહાર પડે છે. યુગ્મતારામાં જો બંને ખૂબ જ વજનદાર તારા હોય, ન્યૂટ્રોન તારા કે બ્લેકહૉલ હોય તો ગુરુત્વાકર્ષણના તરંગો બહાર પડે છે. આ તરંગો સતત બહાર પડે છે અને તેનો પ્રવાહ એકસરખો જ હોય છે.

ગુરુત્વાકર્ષણ તરંગોની તરંગ લંબાઈ વધારે હોવાથી તેને પકડવા પડકારરૂપ હોય છે. જે સ્ત્રોતમાંથી ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડતા હોય ત્યાંથી પ્રકાશને બહાર પડવું અઘરું પડે છે. માટે આવા સ્ત્રોત માત્ર ગુરુત્વાકર્ષણ તરંગો છોડતાં જ માલૂમ પડે છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પ્રવેગી બને છે ત્યારે પ્રકાશ બહાર પડે છે. જબ્બર પદાર્થ પ્રવેગી બને છે ત્યારે ગુરુત્વાકર્ષણ તરંગો બહાર પડે છે. ખૂબ જ વજનદાર આકાશીપિંડની અંદર શું ચાલી રહ્યું છે અને તેમાંથી શું બહાર નીકળે છે તે તપાસવા ગુરુત્વાકર્ષણના તરંગો એક સાધન છે.

દુનિયામાં ગુરુત્વાકર્ષણ તરંગોને પકડવા પ્રથમ પ્રયત્ન જો કોઈએ કર્યો હોય તો તે જોેસેફ વેબર હતા. આ કાર્યમાં જોકે તેઓ સફળ ન થયા પણ આ દિશામાં વિજ્ઞાનીઓને તેમણે કાર્ય કરતા કરી દીધા. હાલમાં જે ગુરુત્વાકર્ષણ તરંગ શોધક યંત્ર છે તે ઘણું જ ગૂંચવણ ભરેલું છે, પણ તે ગુરુત્વાકર્ષણ તરંગોને શોધવા સક્ષમ છે. ગુરુત્વાકર્ષણ તરંગો જ્યાંથી આવે છે તે સ્ત્રોતોને ગુરુત્વાકર્ષણ તરંગો આપણને બતાવશે. પછી ખગોળ વિજ્ઞાનીઓ મોટા મોટા અને વિવિધ પ્રકાશમાં કાર્યરત દૂરબીનોથી તેમને જોશે. ગુરુત્વાકર્ષણ તરંગોનું ક્ષેત્ર એક ઊગતું ખગોળ વિજ્ઞાનનું ક્ષેત્ર છે અને તે ખગોળ વિજ્ઞાનમાં નવાં દ્વારો ખોલી શકશે.

પૂરું બ્રહ્માંડ વિવિધ પ્રકારના તરંગોથી ભરપૂર છે. તેમાં વિવિધ પ્રકાશના તરંગો, વૈશ્ર્વિક કિરણો અને ગુરુત્વાકર્ષણ તરંગો છે. બ્રહ્માંડ આ બધા તરંગોનો ગોળો છે. બબલ (પરપોટો) છે. આ બધી છેવટે ઊર્જા છે. ચેતના છે. બ્રહ્માંડના બ્રહ્મની માયા અગાધ છે. નેતિ નેતિ બોલવું પડે. ગુરુત્વાકર્ષણ તરંગો આપણને બ્રહ્માંડની ગૂઢ રચના દેખાડશે, જે હજુ સુધી આપણે જોઈ શક્યા નથી. તે ક્વૉન્ટમ ગ્રેવીટી પર પણ પ્રકાશ પાડશે. જ્ઞાનનું આ એક ગુરુશિખર હશે.

હલ્સ અને ટેઈલર નામના બે ખગોળ વિજ્ઞાનીઓએ ન્યૂટ્રોન તારાની યુગ્મ સિસ્ટમ શોધી, જે ગુરુત્વાકર્ષણ તરંગોને છોડે છે. આ શોધે ગુરુત્વાકર્ષણ તરંગોના અભ્યાસની શાખાને વેગ આપ્યો. આ શોધ બદલ આ બંને ખગોળવિદ્ોને ૧૯૯૩માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું. આ ગુરુત્વાકર્ષણ તરંગોના અભ્યાસની અગત્ય છે.

બીલ ગેટ્સ અને વોરન બફેટના અબજો ડોલરના દાનનું રહસ્ય --- સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.marketoracle.co.uk/Article17644.html


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=154570

માઇક્રોસોફ્ટના સ્થાપક અને દુનિયાના સૌથી શ્રીમંત બીલ ગેટ્સે અમેરિકાના ૪૦૦ અબજોપતિઓને હિમાયત કરી છે કે તેઓ પોતાની ૫૦ ટકા મૂડી માનવજાતના કલ્યાણ માટેની પ્રવૃત્તિમાં ખર્ચીને ‘આપવાના આનંદ’નો અનુભવ કરે. બીલ ગેટ્સે તાજેતરમાં અમેરિકાના અબજોપતિઓની ડીનર પાર્ટી રાખી હતી અને તેમને દાન આપવાની અપીલ કરી હતી. બીલ ગેટ્સ હવે ભારતમાં અને ચીનમાં પણ આ પ્રકારની બેઠકો યોજીને આ દેશના અબજપતિઓને દાન દેવાની પ્રેરણા કરવાના છે. આ સમાચાર વાંચીને આપણને થશે કે બીલ ગેટ્સ અને તેમની પત્ની મિલીન્દા દાનપુણ્ય કરીને ગરીબ મનુષ્યોનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, પણ હકીકત કાંઇક અલગ જ છે.

ઇ.સ. ૧૯૯૪માં બીલ ગેટ્સે ૯.૪ કરોડ ડોલરનું દાન આપીને પોતાના પિતાના નામે વિલીયમ એચ. ગેટ્સના નામે ફાઉન્ડેશનની રચના કરી હતી. ઇ.સ. ૧૯૯૯માં તેણે ફાઉન્ડેશનનું નામ બદલીને ‘બીલ એન્ડ મિલીન્દા ગેટ્સ’ ફાઉન્ડેશન કર્યું હતું. ઇ.સ. ૨૦૦૦ની સાલમાં બીલ ગેટ્સે આ ફાઉન્ડેશનને બીજા ૧૨.૬ કરોડ ડોલરનું દાન આપ્યું હતું. આગળનાં વર્ષોમાં આ ફાઉન્ડેશનનું ભંડોળ વધીને બે અબજ ડોલર (આશરે ૯૦ અબજ રૂપિયા) ઉપર પહોંચી ગયું હતું. ઇ.સ. ૨૦૦૮ની જુલાઇએ બીલ ગેટ્સ માઇક્રોસોફ્ટની દૈનિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઇ ગયા હતા અને પોતાનો પૂરો સમય ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ પાછળ આપવા લાગ્યા હતા. ઇ.સ. ૨૦૦૬માં ત્યારના દુનિયાના સૌથી વધુ ધનિક વોરન બફેટે જાહેર કર્યું હતું કે તેઓ બીલ એન્ડ મિલીન્દા ગેટ્સ ફાઉન્ડેશનને અમુક વર્ષોના ગાળામાં કુલ ૩૦ અબજ ડોલરનું દાન આપશે. વોરન બફેટના આ દાનની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.

વોરન બફેટે એવી શરત કરી હતી કે બીલ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશન દર વર્ષે પોતાની સંપત્તિના પાંચ ટકાનો ખર્ચ કર્યા કરશે તો જ તેણે જે વચન આપ્યું છે તે મુજબનું દાન તે દર વર્ષે આપ્યા કરશે. તેનો અર્થ એવો થાય છે કે બીલ એન્ડ મિલીન્દા ગેટ્સ ફાઉન્ડેશને દર વર્ષે ઓછામાં ઓછા ૧.૫ અબજ ડોલરનું દાન તો આપવું જ જોઇએ. ભારતના કોઇ પણ અબજપતિને દાન આપવું હોય તો તે ક્યા લોકોને અન્ન, વસ્ત્ર, રહેઠાણ અથવા રોકડા રૂપિયાનું દાન કરશે. કોઇ અબજપતિ સ્કૂલમાં દાન આપશે તો કોઇ હોસ્પિટલમાં આપશે. કોઇ પાંજરાપોળમાં આપશે તો કોઇ ભોજનશાળામાં આપશે. કોઇ મંદિરનાં બાંધકામ માટે દાન આપશે તો કોઇ ધર્મશાળા બનાવશે. બીલ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશન આ પૈકી કોઇ પ્રકારે દાન આપતું નથી. તેઓ આરોગ્ય અને શિક્ષણનાં કાર્યો માટે જ દાન આપે છે. આરોગ્યના કાર્યમાં તેઓ નવી રસીઓની શોધખોળ માટે દવાઓ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓને દાન આપે છે, જેનો ફાયદો છેવટે આ કંપનીઓને જ થવાનો છે. શિક્ષણમાં તેઓ કોમ્પ્યુટર શીખવા માટે દાન આપે છે, જેને કારણે માઇક્રોસોફ્ટનો જ ધંધો વધવાનો છે.

બીલ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશને ઇ.સ. ૨૦૦૫ની સાલમાં ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન નામની એજન્સીને ૭૫ કરોડ ડોલરની લોન વિવિધ રોગોની રસીઓ વિકસાવી કાઢવા માટે આપી હતી. ઇ.સ. ૨૦૦૩માં તેમણે બાળકો માટેની રસીઓ તૈયાર કરતી પ્રોગ્રામ ફોર એપ્રોપ્રિએટ ટેકનોલોજી ઇન હેલ્થ નામની સંસ્થાને ૨.૭ કરોડ ડોલરની મદદ કરી હતી. તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ગ્લોબલ હેલ્થને ત્રણ કરોડ ડોલરનું દાન આપ્યું હતું. આ એજન્સીનું કામ આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં છે. તેમણે એચઆઇવી-એઇડ્સની રસી બનાવતી દુનિયાની ૧૬ અલગ અલગ સંસ્થાઓને કુલ ૨૮.૭ કરોડ ડોલરનું દાન એવી શરતે આપ્યું છે કે તેઓ જે કોઇ શોધ કરે તેની બાબતમાં એકબીજા સાથે સમન્વય સાધીને જ કામ કરે. તેમણે ગ્લોબલ ટીબી વેક્સીન ફાઉન્ડેશન નામની એજન્સીને ટીબીની નવી રસી શોધી કાઢવા માટે ૨૮ કરોડ ડોલરનું દાન આપ્યું છે. આફ્રિકાના ખેડૂતોને બીટી બિયારણના ગ્રાહક બનાવવા માટે એલાયન્સ ફોર એ ગ્રીન રિવોલ્યુશન ઇન આફ્રિકા (આગ્રા)નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થામાં બીલ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશને ૧૦ કરોડ ડોલરનું અને રોકફેલર ફાઉન્ડેશને પાંચ કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આ મૂડી વડે આફ્રિકામાં બીટી બિયારણ ઉપર પ્રયોગો ચાલી રહ્યા છે અને આફ્રિકાના ખેડૂતોમાં બીટીનો પ્રચાર ચાલી રહ્યો છે. આ પ્રવૃત્તિનો લાભ હકીકતમાં બીટી બિયારણનો અબજો ડોલરનો વેપાર કરતી મલ્ટીનેશનલ કંપનીઓને જ થવાનો છે. 

બીલ ગેટ્સ દ્વારા આરોગ્યના ક્ષેત્રમાં જે અબજો ડોલરની સહાય આપવામાં આવે છે તેનો ઇરાદો રસીઓનું ઉત્પાદન કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માટે ગરીબ દેશોમાં માર્કેટ ઊભું કરવાનો છે. હકીકતમાં આ રસીઓ પેદા કરતી કંપનીઓના શેરો બીલ ગેટ્સ અને વોરન બફેટ પાસે છે. આ કંપનીઓનો નફો જેટલો વધે તેટલો બીલ ગેટ્સને અને વોરન બફેટને લાભ થાય છે. આ ઉપરાંત રસીઓના ઉપયોગ દ્વારા ગરીબ દેશોની વસતિ ઘટાડવાનો પણ બીલ ગેટ્સનો ગુપ્ત પ્લાન છે. બીલ ગેટ્સે દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જાહેરાત કરી હતી કે તેમની સંસ્થા આગામી ૧૦ વર્ષમાં બાળકોની રસીઓ બનાવવા માટે ૧૦ અબજ ડોલરનું દાન આપવા માંગે છે. આ દાન આપવા પાછળ તેમનો ઇરાદો વિશ્ર્વની વધી રહેલી વસતિને ઘટાડવાનો છે. આ બાબતની ઘોષણા તેમણે આ વર્ષના માર્ચ મહિનામાં કેલિફોર્નિયામાં યોજાયેલી અમેરિકાના ઉદ્યોગપતિઓની એક ખાનગી બેઠકમાં કર્યો હતો. આ બેઠકમાં ભાષણ આપતાં બીલ ગેટ્સે જણાવ્યું હતું કે "આજની સૌથી વિકટ સમસ્યા વસતિવધારાની છે. આજે દુનિયાની વસતિ ૬.૮ અબજની છે અને તે નવ અબજ તરફ આગળ વધી રહી છે. જો આપણે નવી રસીઓ અને વસતિનિયંત્રણ ઉપર ધ્યાન આપીએ તો આ વસતિને ૧૦થી ૧૫ ટકા ઘટાડી શકીએ છીએ. 

બીલ ગેટ્સ દ્વારા જેટલી ખેરાત કરવામાં આવે છે, તેમાંની મોટા ભાગની રકમ ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇસેશન નામની એજન્સીના ફાળે જાય છે. આ એજન્સીની સ્થાપના રસીઓ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે. તેમાં વર્લ્ડ બેન્કની અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પણ ભાગીદારી છે. આ એજન્સીનો ઇરાદો ત્રીજા વિશ્ર્વના ગરીબ દેશોમાં પેદા થતાં તમામ બાળકોને રસીઓ મૂકવાનો છે. આ રસીઓથી બાળકોમાં રોગો સામે લડવાની શક્તિ નથી આવતી પણ તેઓ વધુ બીમાર પડે છે. ઘણી વખત બાળકોને રસી આપવાના નામે નવી રસીઓનું બાળકો ઉપર પરીક્ષણ કરી લેવામાં આવે છે. પશ્ર્ચિમના દેશોમાં જે રસીઓ નકામી અથવા હાનિકારક પુરવાર થઇ હોય તેને ગરીબ દેશોના માથે ઠોકી બેસાડવાનું કામ પણ આ સંસ્થા કરે છે. 

મલ્ટીનેશનલ કંપનીઓ ત્રીજા વિશ્ર્વના ગરીબ દેશો માટે જે સસ્તી રસીઓ બનાવે છે, તેમાં સંરક્ષક તરીકે પારાનું એક સંયોજન વાપરવામાં આવે છે, જેનું પ્રમાણ આશરે ૫૦ ટકા જેટલું હોય છે. આ રસી બાળકના મગજને નુક્સાન પહોંચાડી શકે છે. શ્રીમંત દેશોમાં તો રસીમાં પારાનાં સંયોજનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પણ ભારત જેવા ગરીબ દેશોમાં બાળકોને પલ્સ પોલિયો જેવા કાર્યક્રમો હેઠળ જે રસીઓ આપવામાં આવે છે, તેમાં પારો મોજૂદ હોય છે. આ કારણે જ ભારતમાં રસી લેવાને કારણે અનેક બાળકોનાં મોત થાય છે અથવા તેઓ અપંગ બની જાય છે. આ રસી લેવાને કારણે ઓટીઝમ નામનો મગજનો રોગ પણ થાય છે. આ રસીઓ લેનારા બાળકોની પ્રજનનક્ષમતા પણ ઓછી થતી જાય છે. આ રીતે દુનિયાની વસતિ ઘટાડવાનો હેતુ બર આવી જાય છે. 

રસીઓ દ્વારા માનવજાતની ફળદ્રુપતા ઘટાડવાની પ્રવૃત્તિ હકીકતમાં રોકફેલર ફાઉન્ડેશને શરૂ કરી હતી. રોકફેલર ફાઉન્ડેશન છેક ઇ.સ. ૧૯૨૦ની સાલથી દુનિયાની વસતિ ઘટાડવાની યોજનાઓનો અમલ કરાવી રહ્યું છે. સ્ત્રીઓ અને પુરુષો ઉપર વંધ્યીકરણની શસ્ત્રક્રિયાઓના વધતા વિરોધને કારણે રોકફેલર ફાઉન્ડેશને ઇ.સ. ૧૯૯૦ના દાયકામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને રસીકરણ દ્વારા દુનિયાની વસતિ ઘટાડવાની વ્યૂહરચના અપનાવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિકારાગુઆ, ફિલિપાઇન્સ અને મેક્સિકોમાં ટિટેનસની રસીની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મેક્સિકોની એક રોમન કેથોલિક સંસ્થાને આ ઝુંબેશના ઇરાદા ઉપર શંકા ગઇ એટલે તેમણે આ રસીના ડોઝનું પરીક્ષણ કર્યું તો તેમાં હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન નામનો હોર્મોન જોવા મળ્યો હતો. આ હોર્મોન જો ટિટેનસની રસી સાથે લેવામાં આવે તો તેનાથી ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભપાત થઇ જતા હતા. આ હોર્મોનની હકીકતમાં ટિટેનસની રસીમાં કોઇ જરૂર નહોતી. તે દેશોની વસતિ ઘટાડવા માટે જ ટિટેનસની રસીમાં આ હોર્મોન ઉમેરવામાં આવ્યો હતો.

મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા આજકાલ ત્રીજા વિશ્ર્વના દેશોમાં જે જિનેટીકલી મોડીફાઇડ (જીએમ) બિયારણનો પ્રચાર કરવામાં આવે છે તેનો ઉદ્દેશ પણ આ દેશોની વસતિ ઘટાડવાનો છે. અમેરિકાની સરકાર દ્વારા મેક્સિકો અને લેટિન અમેરિકાના દેશોમાં ઉપયોગ માટે જે જીએમ મકાઇ તૈયાર કરવામાં આવી છે તેમાં એક એવું તત્ત્વ ઉમેરવામાં આવે છે કે જેને કારણે પુરુષોના શુક્રાણુઓ નબળાં પડી જાય અને હલનચલનની શક્તિ ગુમાવી બેસે. આ જીએમ મકાઇનો આફ્રિકાના દેશોમાં પણ પ્રચાર કરવાનું ભંડોળ બીલ ગેટ્સ એન્ડ મિલીન્દા ફાઉન્ડેશનમાંથી આપવામાં આવી રહ્યું છે. બીલ ગેટ્સ અને વોરન બફેટ અબજો રૂપિયાનું દાન આપવાના જે દાવાઓ કરી રહ્યા છે તે હકીકતમાં તેમના વેપારી હિતોને આગળ વધારવા માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે.

જન ગણ મન અધિનાયક કોણ? --- સ્પોટ લાઈટ - સંજય વોરા


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87026

કવીવર રવીન્દ્રનાથ ટાગોરે શું પંચમ જ્યોર્જની પ્રશસ્તિ કરવા માટે આ ગીતની રચના કરી હતી?




આપણા રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક’માં ‘સિંધ’ શબ્દ અંગે એક વિવાદ ચાલી રહ્યો છે. ઇ. સ. ૧૯૧૧માં રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતની રચના કરી ત્યારે સિંધ પ્રાંત અખંડ ભારતનો એક હિસ્સો હતો. આજે સિંધ પાકિસ્તાનમાં છે. તો પછી રાષ્ટ્રગીતમાંથી ‘સિંધ’ શબ્દ કાઢી નાખવો જોઇએ કે નહીં? તેનો વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે. જોકે ભારતમાં રહેલા સિંધીઓ આવા કોઇ પણ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. તેમના માટે આ સંવેદનાત્મક મુદ્દો છે. તેઓ હિન્દુ હોવાના કારણે સિંધમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. હવે આપણા રાષ્ટ્રગીતમાંથી પણ તેમની માતૃભૂમિની હકાલપટ્ટી થઇ જાય એ તેમને મંજૂર નથી.

ભારતના રાષ્ટ્રગીત વિશે આજે જેવો વિવાદ ચાલી રહ્યો છે તેનાથી કંઇક અલગ પ્રકારનો વિવાદ ઇ. સ. ૧૯૧૧થી ૧૯૩૭ સુધી ચાલ્યો હતો. ત્યાર પછી ઇ. સ. ૧૯૪૭માં ભારત જ્યારે આઝાદ બન્યું અને નવું રાષ્ટ્રગીત પસંદ કરવાનો અવસર આવ્યો ત્યારે પણ આ વિવાદે માથું ઊંચક્યું હતું. આ વિવાદ અને તેના મુદ્દા વિશે આપણી આજની નવી પેઢીને ભાગ્યે જ કોઇ જાણકારી હશે.‘જન ગણ મન અધિનાયક’ ગીતની રચના કવીવર રવીન્દ્રનાથ ટાગોરે ઇ. સ. ૧૯૧૧માં કરી હતી. આ ગીત સ્ટેજ ઉપરથી પહેલી વખત ૨૭ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૨૭મા અધિવેશનનો, જે કોલકતામાં મળ્યું હતું. અધિવેશનનો પ્રારંભ બંકિમચંદ્ર ચેટરજીએ લખેલા ‘વંદે માતરમ્’ ગીત સાથે થયો હતો. બીજે દિવસે સ્ટેજ ઉપરથી ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું હતું.

કોંગ્રેસના જે અધિવેશનમાં ‘જન ગણ મન’ ગીત પહેલી વખત ગાવામાં આવ્યું તેના ત્રણ જ દિવસ પછી ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જ કોલકતાની મુલાકાતે આવવાના હતા. કવીવર રવીન્દ્રનાથ ટાગોરના ગીતમાં ‘જય હે ભારત ભાગ્યવિધાતા’ તરીકે જે વ્યક્તિનો ઉલ્લેખ હતો તે ઇંગ્લેંડના રાજા જ હતા, એવું લોકોએ સ્વાભાવિક જ માની લીધું હતું. રવીન્દ્રનાથ ટાગોર એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતના પ્રશંસક હતા એ જાણીતી વાત હતી. હકીકતમાં ઇંગ્લેંડના રાજાની આરતી ઉતારવા માટે જ તેમણે તેમના ભારતમાં આગમન પ્રસંગે આ ગીતની રચના કરી હતી.

કોલકતામાં કોંગ્રેસના અધિવેશનમાં ‘જન ગણ મન’ પછી ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જનું ખુશામત કરતું હિંદી ગીત કોંગ્રેસી ગાયક વૃંદ તરફથી રજૂ કરવામાં આવ્યું હતું. તે દિવસોમાં કોંગ્રેસી નેતાઓ પણ બ્રિટિશ તાજની ખુશામત કરવામાંથી ઊંચા નહોતા આવતા એટલે આ બાબતમાં કોઇને પણ કંઇ અજુગતું નહોતું લાગતું. કોલકતાના અંગ્રેજી દૈનિક ‘ધ ઇંગ્લિશમેન’માં બીજા દિવસે કોંગ્રેસના અધિવેશનનો અહેવાલ છપાયો હતો. તેમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે ‘અધિવેશનની કાર્યવાહીનો પ્રારંભ કવિ રવીન્દ્રનાથ ઠાકુરે ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જના સ્વાગત માટે ખાસ તૈયાર કરેલા ‘જન ગણ મન’ ગીત સાથે કરવામાં આવ્યો હતો.’ રવીન્દ્રનાથ ટાગોરે આ હેવાલ વાંચ્યો હતો પણ તેને રદિયો નહોતો આપ્યો. જોકે તે દિવસે ‘ધ બેંગાલી’ નામના અખબારે એવો રિપોર્ટ પ્રગટ કર્યો હતો કે ‘અધિવેશનની કાર્યવાહી શરૂ થાય તે અગાઉ બંગાળના નામાંકિત કવિ રવીન્દ્રનાથ ઠાકુરે રચેલું દેશભક્તિનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું.’ 

‘જન ગણ મન અધિનાયક’ ગીતમાં ભારતના જે ભાગ્યવિધાતા છે, તે ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જ છે કે બીજા કોઇ, એ બાબતમાં રવીન્દ્રનાથ ટાગોરને વારંવાર પ્રશ્ર્નો કરવામાં આવ્યા, પરંતુ તેમણે મૌન જ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે બ્રિટિશ સરકાર તો રવીન્દ્રનાથને પોતાના પ્રશંસક જ માનતી હતી. એટલે જ તેમણે ઇ. સ. ૧૯૧૫માં ટાગોરને ‘નાઇટહૂડ’ એટલે કે ‘સર’નો ખિતાબ આપ્યો હતો. આ ખિતાબ બ્રિટિશ તાજના વફાદાર પ્રજાજનને જ આપવામાં આવતો હતો. રવીન્દ્રનાથ ટાગોરે આ ખિતાબનો રાજીખુશીથી સ્વીકાર કર્યો હતો. તેને કારણે એ માન્યતા મજબૂત બની હતી કે ‘જન ગણ મન’ ગીત રાજા પંચમ જ્યોર્જની જ આરતી ઉતારવા માટે રચવામાં આવ્યું છે અને રાજાએ ટાગોરને ‘નાઇટહૂડ’ની નવાજેશ કરીને આ વફાદારીનો બદલો ચૂકવી આપ્યો છે.

‘જન ગણ મન’ ગીતની રચના કરવામાં આવી ત્યારે ભારતની અને બંગાળની રાજકીય પરિસ્થિતિ કેવી હતી તેનો અભ્યાસ કરવાથી પણ આ ગીતના પ્રયોજનનો ખ્યાલ આવે છે. ઇ. સ. ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા તેના ઘેરા પ્રત્યાઘાતો આખા હિન્દુસ્તાનમાં પેદા થયા હતા. કોંગ્રેસી આગેવાનોએ આ ભાગલાનો વિરોધ કર્યો હતો. ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જે કોંગ્રેસી આગેવાનોને વચન આપ્યું હતું કે તેઓ બંગાળને ફરી અખંડ બનાવશે. આ બાબતની સત્તાવાર જાહેરાત કરવા માટે ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જ ઇ. સ. ૧૯૧૧ના ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે જ ભારતમાં બ્રિટિશ રાજ્યની રાજધાની કોલકતાથી ખસેડીને નવી દિલ્હીમાં તેનું સ્થળાંતર કરવાનું હતું. આ પ્રસંગે ભારતના રાજામહારાજાઓને પંચમ જ્યોર્જના દરબારમાં નવી દિલ્હી ખાતે હાજર થવાનું કહેણ મોકલવામાં આવ્યું હતું. 

આખા દેશમાં પંચમ જ્યોર્જની જ ચર્ચા ચાલી રહી હતી. પંચમ જ્યોર્જે ઇ. સ. ૧૯૧૧ની ૧૨ ડિસેમ્બરે નવી દિલ્હીમાં ભવ્ય દરબાર ભર્યો હતો. તેમાં આશરે ૮૦,૦૦૦ પ્રજાજનો હાજર રહ્યા હતા. આ દરબારમાં જ તેમણે બંગાળને ફરી અખંડ બનાવવાની ઘોષણા કરી હતી. અગાઉ બિહાર અને ઓરિસ્સા પ્રાંત પણ બંગાળનો હિસ્સો ગણાતા હતા. નવી રચનામાં પંચમ જ્યોર્જે બે બંગાળનું એકીકરણ કરવાની સાથે બિહાર અને ઓરિસ્સાને તેમાંથી અલગ કરી નાખ્યા હતા. બંગાળીઓએ પણ આ નિર્ણયને વધાવી લીધો હતો. આ જાહેરાત પછી જ કવીવર રવીન્દ્રનાથ ટાગોરે ‘જન ગણ મન’ ગીતની રચના કરી હતી. આ કારણે જ તેમાં ‘પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ’ એવા શબ્દો મૂકવામાં આવ્યા હતા. અહીં ‘ઉત્કલ’ શબ્દ ઓરિસ્સાનો સૂચક છે અને ‘બંગાળ’ પ્રાંતથી તેને અલગ પાડ્યો છે. રવીન્દ્રનાથ ટાગોરનું ગીત સ્પષ્ટપણે જ પંચમ જ્યોર્જના દરબારની અસર હેઠળ, તેમને ભારતના ભાગ્યવિધાતા ઠરાવવા માટે જ લખવામાં આવ્યું હતું.

‘જન ગણ મન’ ગીતમાં ભારતનો ભાગ્યવિધાતા કોણ છે એ બાબતમાં કવીવર રવીન્દ્રનાથ ટાગોરનું મૌન આશરે ૨૫ વર્ષ ચાલ્યું. એ દિવસોમાં ભારતમાં રાજકીય તખતે ભારે પરિવર્તન થયું હતું. ગાંધીજીની આગેવાની હેઠળ આઝાદીની ચળવળ જોર પકડી રહી હતી. શહીદ ભગત સિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ વગેરે ક્રાંતિવીરોએ ભારતમાં અપૂર્વ ચેતના પ્રગટાવી હતી. હવે બ્રિટિશરો માટે ધિક્કારની લાગણી પ્રબળ બની હતી. રવીન્દ્રનાથ ટાગોરે પણ રાષ્ટ્રીય આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આ સંયોગોમાં બ્રિટિશ સલ્તનત વિશેના તેમના વિચારો પણ બદલાયા હોય તે શક્ય છે. એટલે તેમણે છેક ઇ. સ. ૧૯૩૭માં ખુલાસો કર્યો હતો કે, ‘જન ગણ મન અધિનાયક ગીતમાં જે ભારતના ભાગ્યવિધાતાની વાત કરવામાં આવી છે એ વિધાતા ઇંગ્લેંડનો રાજા પંચમ જ્યોર્જ નથી પણ સર્વશક્તિમાન ઇશ્ર્વર જ છે.’ 

જોકે રવીન્દ્રનાથ ટાગોરે મોડે મોડે કરેલો આ ખુલાસો પણ જલદીથી ગળે ઊતરે તેવો નહોતો. રવીન્દ્રનાથ ટાગોરે જ્યારે ‘જન ગણ મન’ ગીતની રચના કરી ત્યારે તેમાં કુલ પાંચ પરિચ્છેદો હતા. આ ગીતના અંતિમ ફકરામાં નીચે મુજબ પ્રશસ્તિ હતી, ‘જય જય જય દે, જય રાજેશ્ર્વર, ભારત ભાગ્ય વિધાતા.’ આ કડીમાં જે ‘રાજેશ્ર્વર’ શબ્દ હતો એ સ્પષ્ટ રીતે પંચમ જ્યોર્જને ઉદ્દેશીને જ લખવામાં આવ્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરે પોતે જ સંસ્કૃતમાં રચાયેલા ગીતનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. તેમાં ‘રાજેશ્ર્વર’ શબ્દનું ભાષાંતર ‘કિંગ ઓફ ઓલ કિંગ્સ’ તરીકે કરવામાં આવ્યું હતું. ઇ. સ. ૧૯૧૧માં આ ગીતની રચના કરવામાં આવી ત્યારે પંચમ જ્યોર્જની પ્રશસ્તિ પણ કિંગ ઓફ કિંગ્સ તરીકે જ કરવામાં આવતી હતી. 

ઇ. સ. ૧૯૪૭માં જ્યારે ભારતને આઝાદી આપવાની વાત આવી ત્યારે મોટા ભાગના નેતાઓ બંકિમચંદ્રના ગીત ‘વંદે માતરમ્’ને જ રાષ્ટ્રગીત બનાવવા માગતા હતા. ભારતના લાખો સ્વતંત્રતા સૈનિકોનું પ્રિય ગીત આ જ હતું. ‘વંદે માતરમ્’ ગીત ભારતની માતૃભૂમિને ઉદ્દેશીને લખાયેલું હોવાથી મુસ્લિમો તેનો વિરોધ કરતા હતા. તેઓ અલ્લાહ સિવાય કોઇને પણ વંદન કરવામાં નહોતા માનતા, જ્યારે આ ગીતમાં માતૃભૂમિને એટલે કે ભારતમાતાને દેવી કલ્પીને તેને વંદન કરવાની વાત હતી. મુસ્લિમોના વિરોધને કારણે કોંગ્રેસના અધિવેશનમાં પાછળથી આખું ‘વંદે માતરમ્’ ગાવાને બદલે તેની પ્રથમ બે પંક્તિઓ જ ગાવામાં આવતી હતી, જેમાં ભારતની માત્ર ભૌગોલિક સમૃદ્ધિનું જ વર્ણન છે, એમ કહીને મુસ્લિમોનું મન મનાવી લેવામાં આવ્યું હતું.

મુસ્લિમોને તેમનો અલગ દેશ મળી ગયો તે પછી ભારતને ‘વંદે માતરમ્’ ગીત રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં કોઇ વાંધો આવે તેમ નહોતો. પરંતુ કોઇ અકળ કારણોસર પંડિત નેહરુએ બંધારણ સભા ઉપર દબાણ લાવી ‘જન ગણ મન અધિનાયક’ને ભારતના રાષ્ટ્રગીત તરીકે મંજૂર કરાવી દીધું. આ દબાણને કારણે જ બંધારણ સભાએ ‘રાષ્ટ્રવિધાતા’ કોણ, એ ચર્ચા જ કરી નહીં. જોકે ‘જન ગણ મન’ ગીતના પ્રથમ ફકરાને જ રાષ્ટ્રગીત તરીકે માન્ય રાખવામાં આવ્યો એટલે તેમાં જે ‘રાજેશ્ર્વર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પ્રજા ભૂલી ગઇ.

ચૈત્રના રાત્રિ આકાશની શોભા અનેરી --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87014


ઉનાળાની રમ્ય સાંજ ખગોળપ્રેમીઓને તારાદર્શન માટે ઘણી મોકળાશ પૂરી પાડે છે



ફાગણ-ચૈત્રના આકાશમાં આંખે ઊડીને આવે એવું જો કોઈ નક્ષત્ર કે રાશિ હોય તો તે સિંહ રાશિ. સિંહ રાશિને ઓળખવા માટે આપણે આકાશમાં અવળું પ્રશ્ર્નાર્થચિહ્ન શોધવું પડે. તેમાં પ્રશ્ર્નાર્થચિહ્નની બિન્દી એ મઘા તારો? મઘા તારાને અંગ્રેજીમાં રેગુલસ (છયલીહીત) કહે છે. મઘા તારાની ખાસ વિશેષતા એ છે કે તે બરાબર રવિમાર્ગ પર આવેલો છે. એટલે કે જે દિવસે સૂર્ય આ બિન્દુએ આવે ત્યારે તે મઘા તારાની પિધાનયુતિ કરે. પણ દિવસે તારા દેખાય નહીં માટે આ પિધાનયુતિ આપણે પૃથ્વી પરથી દિવસે સૂર્યની હાજરીમાં જોઈ શકીએ નહીં. હા, પણ જો આપણે ચંદ્ર પર જઈએ તો એ ઘટના જોઈ શકીએ, કારણ કે ચંદ્ર પર સૂર્ય અને તારા ચંદ્રના કાળાધબ આકાશમાં સાથે પ્રકાશે છે. માટે જ ખગોળવિજ્ઞાનીઓ ભવિષ્યમાં ચંદ્ર પર વેધશાળા સ્થાપશે અને આવી બધી ઘટનાઓ જે પૃથ્વી પરથી જોઈ શકાતી નથી તેને જોશે. સિંહ રાશિના બે ભાગ પડે છે. એક ઉત્તરાફાલ્ગુની અને બીજો ભાગ પૂર્વાફાલ્ગુની. મધા તારો હકીકતમાં સિંહના આગલા પંજામાં છે. મહા મહિનાનું નામ સિંહ રાશિના તારા મઘા પરથી પડ્યું છે અને ફાગણ મહિનાનું નામ પણ સિંહ રાશિના ફાલ્ગુની નક્ષત્ર પરથી પડ્યું છે. હાલમાં સમી સાંજે રાત્રિના પ્રથમ પ્રહરમાં પૂર્વાકાશમાં સિંહ રાશિનો નજારો દૃષ્ટિગોચર થાય છે.

સિંહ રાશિને અનુસરતી બીજી એક વિશાળ રાશિ સિંહની પૂર્વ દિશામાં નજરે ચઢે છે. તે ક્ધયા રાશિ છે. ક્ધયા તેના બે હાથ ફેલાવીને આકાશમાં પડી છે. તેની નાભિમાં એક પ્રકાશિત તારો છે. તે ચિત્રા છે. તેને અંગ્રેજીમાં જાશભફ (સ્પાયકા) કહે છે. ચૈત્ર મહિનાનું નામ આ ચિત્રા પરથી પડ્યું છે. મઘા પૂનમ, ફાલ્ગુની પૂનમ અને ચૈત્રી પૂનમ આ દિવસો દરમિયાન આવે છે. ફાલ્ગુની પૂનમ એટલે હોળી - ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતી. આ મહિનાઓમાં જ ગૂડીપડવો આવે, શિવાજી જયંતી આવે, રામનવમી આવે, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર આવે. ચૈત્ર મહિનામાં સૂર્ય ધખે. વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોય, અથવા આવતી હોય અથવા પતી ગઈ હોય. ઉનાળાની સાંજ બહુ રમ્ય હોય. તારાદર્શન માટે ઘણી મોકળાશ ગણાય.

પુરાતન સમયમાં અગ્નિની શોધ થયા પછી તેને જાળવવા અગ્નિની ધૂણી રાત-દિવસ ધખાવી રાખવી પડતી. પછી તે ધરીના રૂપમાં આવી. સાંઝા ચૂલાના રૂપમાં આવી. આજે પણ પારસીઓ અને અગ્નિહોત્રીઓ રાત-દિવસ અગ્નિની ધૂણી ધખાવી રાખે છે. એ મહાદેવતા અગ્નિ છે. કોઈ પણ ઊર્જાનું સ્વરૂપ અગ્નિ જ છે. અગ્નિ આપણા પેટમાં છે, અગ્નિ બહાર છે. પૂરા બ્રહ્માંડમાં અગ્નિ છે. તેની જ્વાળા દેખાતી ન હોય તે જુદી વાત છે. એરકન્ડિશન્ડ રૂમમાં પણ અગ્નિ તો હોય જ છે. આ પૂરું બ્રહ્માંડ અગ્નિનો ગોળો છે. હોળી સર્વત્ર બળે છે. તે હોળીનું સ્વરૂપ છે. હોળી આવે એટલે ઠંડી રજા લે. ઠંડીનું છેલ્લું તાપણું એટલે હોળી.

ક્ધયા રાશિ ખગોળવિજ્ઞાનીઓ માટે ઘણી રસપ્રદ રાશિ છે. તેમાં મંદાકિનીઓનાં ઝુંડનાં ઝુંડ છે જેને વર્ગો કલસ્ટર કહે છે. ક્ધયા રાશિ એટલી વિશાળ છે કે સૂર્યને તેમાંથી પસાર થતાં મહિનો નહીં પણ દોઢ મહિનો લાગે છે.

સિંહ રાશિની અગ્નિ દિશામાં હસ્ત નક્ષત્ર છે. હસ્ત નક્ષત્રનો આકાર હાથ જેવો છે. તે પાંચ આંગળીએ રહેલા પાંચ તારાથી ઓળખાય છે. રાત્રિ આકાશમાં હસ્ત નક્ષત્ર સ્પષ્ટ દેખાય છે. ભાદરવા મહિનામાં સૂર્ય હસ્ત નક્ષત્ર રાશિમાં પહોંચે છે, ત્યારે ચોમાસાની સમાપ્તિ થાય છે. ચોમાસાની સમાપ્તિની છડી પોકારવા હાથિયો ગાજે છે. હાથિયો ગાજે એટલે સમજવું કે વરસાદ ગયો. આકાશની ઋતુઓની, તારા-નક્ષત્રોની કથા રમ્ય છે.

આ દિવસો દરમિયાન સપ્તર્ષિ દર્શન દેતા હોય છે. તે સિંહ રાશિની ઉત્તરે છે. ઉત્તર દિશા નક્કી કરવા સપ્તર્ષિ જ વધારે સગવડ ભરેલો છે. આપણા પૂર્વજોએ આ તારાનાં નામો સપ્તર્ષિના નામે રાખ્યાં છે, કારણ કે એ સપ્તર્ષિઓ ખગોળવિજ્ઞાનીઓ હતા. તે ઉત્તરાખંડમાં વસતા હતાં. ધ્રુવના તારાને દર્શાવનાર સપ્તર્ષિના હેન્ડલની વિરુદ્ધના તારા ક્રતુ અને પુલહ છે.

આ મહિનાઓ દરમિયાન મુંબઈથી એક વધુ વિખ્યાત તારો દક્ષિણ દિશામાં નજરે પડે છે. તે અગસ્ત્યનો તારો છે. તેને હાલમાં દક્ષિણ ધ્રુવના તારા તરીકે લેવાય છે. જોકે તે વાસ્તવિક દક્ષિણ ધ્રુવથી થોડો દૂર છે. અગસ્ત્યમુનિ દક્ષિણ ભારતમાં જ્ઞાન અને શિક્ષણનો ફેલાવો કરવા ગયા હતા. તેની યાદમાં દક્ષિણ આકાશના પ્રકાશિત તારાને અગસ્ત્ય મુનિનું નામ આપવામાં આવ્યું છે. અગસ્તય મુનિ દક્ષિણ એશિયાના દેશોમાં ફર્યા હતા અને તેમણે દક્ષિણ ભારત અને દક્ષિણ એશિયામાં શિક્ષણ અને જ્ઞાનનો ફેલાવો કર્યો હતો. તે જાવા-સુમાત્રા, લંકા, મલેશિયા, થાઈલેન્ડમાં ગયા હતા. ત્યાં અગસ્ત્ય મુનિની મૂર્તિઓ નજરે ચઢે છે. આજે પણ અંતરીક્ષયાનો અગસ્ત્યના તારાને ધ્યાનમાં રાખી દિશા જાણે છે. માટે તે અંતરીક્ષયાનોની દીવાદાંડી છે, તે આપણાથી ૯૦૦ પ્રકાશવર્ષ દૂર છે. એટલે કે જ્યારે આપણે અગસ્ત્યનો તારો જોઈએ ત્યારે તેની સ્થિતિ આપણે ૯૦૦ વર્ષ પહેલાંની જોઈએ છીએ, ૧૧૧૩ની જોઈએ છીએ. જ્યારે મહંમદ ગઝની ભારતને ધમરોળતો હતો.

અગસ્ત્ય ઋષિ ઋગ્વેદના દૃષ્ટા ઋષિ હતા. તેમની પત્નીનું નામ લોપામુદ્રા હતું. જ્યારે રામ વનવાસમાં હતા ત્યારે તેઓ અગસ્ત્ય ઋષિના આશ્રમે આવ્યા હતા.

રાત્રિ આકાશની મઝા માણવી હોય તો ગામ અને શહેરની લાઈટોથી દૂર જવું જોઈએ. લોનાર ઉલ્કાકુંડના કાંઠે કે દહાણુ - ચાંચણ - બોરડીના દરિયાકાંઠે. નવેમ્બરમાં એક પ્રકાશિત ધૂમકેતુ પૃથ્વીના આકાશમાં દર્શન દેવાનો છે. એક એવી ખાનગી સ્પેસ એજન્સી ઊભી થઈ છે જે આપને રૂ. પચીસ લાખમાં તે ધૂમકેતુની નજીક લટાર મરાવશે.

ઉનાળા દરમિયાન વૃષભ, રોહિણી, કૃત્તિકા, વ્યાધ, મૃગ, મિથુન, કર્ક નક્ષત્ર વગેરે પ્રકાશિત તારકસમૂહો તો દેખાશે જ પણ એક નાનું પણ રસપ્રદ નક્ષત્ર પણ દેખાશે. તે રાશિ કે નક્ષત્ર નથી પણ તારક સમૂહ છે તે દક્ષિણમાં નર-તુરંગ નક્ષત્રની નીચે છે. નર-તુરંગ એટલે નર અને અશ્ર્વ, તેમાં બે પ્રકાશિત તારા જય - વિજય કે મિત્ર અને મિત્રક છે. તે સ્વર્ગના દ્વારપાળો છે. ત્રિશંકુ બરાબર તેની નીચે છે. ત્રિશંકુ સ્વર્ગના દ્વારે છે.

ત્રિશંકુની કથા બહુ જ વિખ્યાત છે. રાજા ત્રિશંકુને સ્વર્ગમાં જવું હતું. ઋષિ વિશ્ર્વામિત્રને તેણે વિનંતી કરી. વિશ્ર્વામિત્રે તો ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો. ત્રિશંકુ સ્વર્ગને દ્વારે આવ્યો. ઈન્દ્રને કોઈ મૃત્યુલોકનો માનવી સદેહે સ્વર્ગમાં આવે તે પસંદ ન હતું, તેણે ત્રિશંકુને નીચે ફેંક્યો. આ તો વિશ્ર્વામિત્રની ઈજ્જતનો સવાલ હતો. તેણે ત્રિશંકુને નીચે જ પડવા નહીં દીધો. આ બે મહાન બળોની (શક્તિઓની) લડાઈમાં બિચારો ત્રિશંકુ આકાશમાં લટકી પડ્યો. શું તે ગુરુત્વાકર્ષણ અને તેની વિરુદ્ધ દિશામાં લાગતા બળોની વચ્ચે સમતુલનમાં આવી ગયો. હાલમાં વૈજ્ઞાનિકોએ લાગ્રાંજ બિન્દુઓ શોધી કાઢ્યા છે. જ્યાં સ્થિત વસ્તુ ન તો બહિર ગતિ કરી શકે ન તો અંદર. આ બિન્દુઓની પ્રથમ શોધ લાગ્રાંજ નામના મહાન ગણિતશાસ્ત્રીએ ૧૮મી - ૧૯મી સદીમાં ગણિતશાસ્ત્રની મદદથી કરી હતી. તે ન્યુટનના ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોના સમીકરણનો ઉકેલ હતો.

વાયુમંડળ જીવનપોષક અને જીવનરક્ષક --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=88665


વાયુમંડળ અને જીવનનો સંબંધ વાયુમંડળ છે તો પાણી પણ છે



બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ


દરેક ગ્રહને ગુરુત્વાકર્ષણબળ છે. જો ગ્રહ પરથી છટકવું હોય, ગ્રહમાંથી પલાયન થવું હોય તો વસ્તુને એક ગતિ ચોક્કસ ગતિ હાંસલ કરવી પડે. જ્યાં સુધી વસ્તુ તે ગતિ હાંસલ ન કરે ત્યાં સુધી તે ગ્રહમાંથી છટકી ન શકે. આ ગતિને ગ્રહ પરની પલાયન ગતિ કહે છે. ગ્રહ પરની પલાયનગતિ ગ્રહના ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત હોય છે. પૃથ્વી પરથી પલાયન થવું હોય તો પદાર્થે પ્રતિ સેક્ધડની ૧૧.૨ કિલોમીટરની ગતિ હાંસલ કરવી પડે. પ્રતિ સેક્ધડની ૧૧.૨ કિલોમીટર એટલે કલાકની લગભગ ૪૦,૩૨૦ કિલોમીટરની ગતિ થઈ. આ જબ્બર ગતિ છે. તે નાની સૂની ગતિ નથી. માટે જ આપણે પૃથ્વી પરથી છટકી શકતાં નથી. માત્ર રોકેટની ગતિ આપણને પૃથ્વી પરથી છટકવા સમર્થ બનાવે છે. પૃથ્વી જન્મી ત્યારે તેના પેટાળમાંથી જન્મેલા ઘણા ખરા વાયુઓની પોતાની ગતિ, પૃથ્વી પરની છટકગતિ કરતાં ઘણી ઓછી છે માટે તે પૃથ્વી પરથી છટકી શક્યા નથી. અને તેને ઘેરી વળેલા છે અને આ રીતે પૃથ્વી ફરતે વાયુમંડળ પૃથ્વીને ઘેરીને રહ્યું છે. અને હાલ સુધી પલાયન થઈ શક્યું નથી. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. તેની સાથે જ તે પણ ગોળ ગોળ ફરે છે. પૃથ્વી પ્રતિ સેક્ધડની ૩૦ કિલોમીટરની ગતિથી સૂર્યની પરિક્રમા કરે છે તેમ છતાં, જોરથી હવા આવતા બાલિકાની ચૂંદડી ઊડી જાય તેમ તે ઊડી જાતું નથી. પૃથ્વીની ગતિ સેક્ધડની ૩૦ કિલોમીટરની છે એટલે કે તે કલાકની એક લાખ આઠ હજાર (૧૦૮૦૦૦) કિલોમીટરની થઈ. રાજધાની ટ્રેન કલાકના ૧૩૦ કિલોમીટરની ઝડપે દોડે છે. ત્યારે કેટલી હવા પાછળ ફેંકાય છે. જો બારણામાં ઊભા હોઈએ અને હેન્ડલ બરાબર પકડી ન રાખીએ તો બહાર ફેંકાઈ જઈએ. તો આટલી મોટી ગતિથી પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેમ છતાં તેનું ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત છે કે તેનું વાયુમંડળ અંતરિક્ષમાં સરી પડતું નથી. પૃથ્વી ફરતે વાયુમંડળ ઉત્પન્ન થયું છે. તેથી જ પૃથ્વી ફરતે વાયુમંડળમાં પાણી છે અને તે વરસાદરૂપે વરસે છે અને તેથી જ પૃથ્વી પર જીવન પેદા થયું છે અને નભતું આવ્યું છે. તેમાં સૂર્યનો પણ મોટો રોલ છે. તેને પૃથ્વી પર પાણીના ચક્રને (હાઈડ્રોલિક સાઈકલને) શરૂ કર્યું છે. પૃથ્વી પરનું જીવન સૂર્ય અને પાણીની દેન છે. માટે જ આપણા ઋષિઓએ સૂર્યને દેવતા કહ્યાં છે અને પાણીને જળદેવતા કહ્યા છે. નદીઓ, તળાવ, સરોવર, મહાસાગરો જળદેવતાને રહેવાના સ્થાનો છે. માટે તે પવિત્ર છે અને પવિત્ર રાખવા જોઈએ. ગંગા-જમનાની હાલત જોઈને ખબર પડે કે આપણા દિવસો હવે ભરાઈ ગયા છે. જળદેવતાનું આપણે સન્માન કર્યું નથી. માટે તે આપણાથી રુઠતા જાય છે.

બુધ ગ્રહનું ગુરુત્વાકર્ષણ ઘણું ઓછું હોવાથી બુધ ગ્રહ તેના વાયુમંડળને ઝકડી રાખી શક્યો નથી. તે વાયુમંડળ વિનાનો ગ્રહ છે. વાયુમંડળને લીધે ગરમી-ઠંડીનું સમતુલન જળવાય છે. દિવસે તે ગરમી શોષે છે અને તેનો સંગ્રહ કરે છે. રાતે જ્યારે પૃથ્વી જેમ જેમ ઠંડી પડતી જાય છે તેમ તેમ ગરમ વાયુમંડળ તેને ગરમી આપતું જાય છે અને તેને તદ્દન ઠંડી પડવા દેતું નથી. બીજું વાયુમંડળ એ જ પાણી છે અને તેથી એ જ જીવન છે. પૃથ્વીના વાયુમંડળનો ઓક્સિજન લઈને આપણે જીવીએ છીએ. વૃક્ષો અને વનસ્પતિની દુનિયા વાયુમંડળને કાર્બનડાયોક્સાઈડ લઈને જીવે છે અને આપણા માટે ખોરાક બનાવે છે. વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ તો માત્ર ૦.૦૧ ટકો છે પણ તે જ આપણને હૂંફ આપે છે, તે વધી જાય તો ગ્લોબલ વૉર્મિંગ લાવે અને ઘટી જાય તો શીતયુગ લાવે. બંને પૃથ્વીના જીવન માટે ભયંકર નુકસાનકારક છે. નાઈટ્રોજન ઓક્સિજનની જલદતાને મંદ કરે છે. વાયુમંડળ બાહ્ય આકાશમાંથી આવતી ઉલ્કાને ભસ્મીભૂત કરી અથવા તેની શક્તિ ઘટાડી આપણું રક્ષણ કરે છે. વાયુમંડળ પૃથ્વીનું રક્ષાકવચ છે. બુધ ગ્રહને વાયુમંડળ નહીં હોવાથી ત્યાં જીવન નથી. ત્યાં દિવસે ઉષ્ણતામાન ૪૦૦ અંશ સેલ્સિયસ થઈ જાય છે અને રાતે ઓછા ર૬ અંશ સેલ્સિયસ થઈ જાય છે. વાયુમંડળ નહીં હોવાથી બુધ ગ્રહ પર ઉલ્કાઓ અથડાઈને ત્યાં હજારો નાના મોટા ઉલ્કાકુંડો બનાવી દીધા છે. ત્યાં આપણે ઉતરીએ તો ઉલ્કાઓ આપણું શરીર ચાળણી કરી નાખે, આ પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રહના વાયુમંડળને અને જીવનને કેવો સંબંધ છે.

ચંદ્રની સ્થિતિ પણ બરાબર બુધ ગ્રહની સ્થિતિ જેવી જ છે. તેનાથી બદ્તર છે. કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ તો બુધના ગુરુત્વાકર્ષણથી પણ નબળું છે.

શુક્ર ગ્રહનું કદ અને વજન પૃથ્વીના કદ અને વજન જેટલું જ છે અને તેથી ત્યાં પલાયન ગતિ પૃથ્વીની પલાયન ગતિ જેટલી જ છે, પણ તેની ધરી પૃથ્વીની ધરીની જેમ ર૩.૬ અંશે ઝૂકેલી નથી પણ સીધી છે. તેથી ત્યાં ઉષ્ણતામાનમાં પરિવર્તન થતું નથી. શુક્ર ગ્રહ સૂર્યની નજીક હોવાથી ત્યાં સૂર્યની ગરમીને લીધે પાણી અને બીજા બાષ્પીભવન થઈને ઊડી જાય તેવા વાયુઓ બાષ્પ થઈને ઊડી ગયા છે. શુક્રના વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડ અને સલ્ફરડાયોક્સાઈડ જેવા વાયુઓની પોતાની ગતિ તેના પરની પલાયનગતિથી ઓછી હોવાથી તે ઊડી શક્યા નથી, પલાયન થઈ શક્યાં નથી. આ વાયુઓએ શુક્રને ઘેરી લીધો છે ત્યાં આ વાયુઓનું ઘટ્ટ વાયુમંડળ છે. આ વાયુઓ ગ્રીનહાઉસ વાયુઓ હોવાથી તે સૂર્યની ગરમીને શોષે છે અને પછી તેને બહાર જવા દેતા નથી. માટે શુક્ર ગ્રહ પર ઉષ્ણતામાન પ૦૦ અંશ સેલ્સિયસ છે અને દિવસે દિવસે વધતું જાય છે અને તેનું વાયુમંડળ પારદર્શક નહીં હોવાથી અને ધરી વાંકી નહીં હોવાથી દિવસ-રાત તે જ ઉષ્ણતામાન રહે છે માટે જ ત્યાં જીવન પાંગળ્યું નથી.

કુદરતી કારણોસર અથવા જો શુક્રના વાયુમંડળમાં ધૂમકેતુ ખાબકે તો કાર્બનડાયોક્સાઈડનું વિઘટન થઈ કાર્બન અને ઓક્સિજન છૂટા પડે કાર્બન તેની સપાટી પર કણોના રૂપે પડે અને તેના વાતાવરણમાં ઓક્સિજનનો આવિર્ભાવ થાય તે જ રીતે સલ્ફરડાયોક્સાઈડનું વિઘટન થઈ સલ્ફર અને ઓક્સિજન ઉત્પન્ન થાય. સલ્ફરના કણો શુક્રની સપાટી પર પડે અને શુક્રના વાયુમંડળમાં ઓક્સિજન ફરતો થઈ જાય. જો આમ થાય તો શુક્ર બીજી પૃથ્વી બને ત્યાં ધૂમકેતુના ખાબક્યાને લીધે પાણી પણ આવે, ઓક્સિજન વાયુમંડળમાં આવે અને તે પૃથ્વી જેવો નંદનવન બની જાય. ત્યાં પછી જીવન પાંગળે, ભવિષ્યમાં આવું બને પણ ખરું. આમ બનવાની ઘણી શક્યતા છે કારણ કે કેટલાય ધૂમકેતુઓ સૂર્યંમાળામાં ચક્કર લવાવે છે. જેમ ૧૯૯૫માં ગુરુમાં ધૂમકેતુ શુમેકર-લેવી-૯ ખાબક્યો હતો તેમ ભવિષ્યમાં એકાદ મોટો ધૂમકેતુ શુક્રમાં ખાબકે પણ ખરો. ક્યારે તે શુક્રમાં ખાબકે છે તેટલી જ વાર છે. જ્યારે આમ થશે ત્યારે જીવનવાળી પૃથ્વીની નજીક જ જીવનવાળી બીજી પૃથ્વી અસ્તિત્વમાં આવશે.