Wednesday, June 4, 2014

હજાર કિલો મિક્સ ફ્રૂટ અને શાકભાજી= એક કિલો સ્પિરુલિના! --- ક્ધિનર આચાર્ય

સૂક્ષ્મતમ જીવાણુઓ અને વનસ્પતિના આવિર્ભાવ સંબંધિત ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં સ્પિરુલિના આ બંનેને જોડતો વચ્ચેનો સેતુ છે. આફ્રિકા, મધ્યપૂર્વ અને અમેરિકામાં અબજો વર્ષ દરમિયાન અનેક વખત આ પાણીની વનસ્પતિનો લોકો અને વિજ્ઞાને ઉપયોગ કર્યો છે અને ન જાણે કંઈ કેટલીય સંસ્કૃતિને તેણે પોતાની પોષણ ક્ષમતાથી સીંચી છે

ફૂડ સપ્લિમેન્ટ અને સુપર ફૂડના નામે આપણે ત્યાં એટલાં તૂત ચાલે છે કે ક્યારેક આપણે ચમત્કારિક ફૂડ સપ્લિમેન્ટને પણ ગંભીરતાથી લેતા નથી. સ્પિરુલિના આવું જ એક સુપર ફૂડ છે. યુનો દ્વારા ૧૯૭૪માં યોજાયેલી ‘વર્લ્ડ ફૂડ કોન્ફરન્સ’માં તેને ‘ભવિષ્યનું શ્રેષ્ઠ ફૂડ’ કહેવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક પરીક્ષણોથી પુરવાર થયું છે કે કોઈ એક જ વનસ્પતિમાં આટલાં પોષક મૂલ્યો ઠાંસી ઠાંસીને ભર્યાં હોય એવું દુનિયામાં સ્પિરુલિના સિવાય બીજું એકપણ ઉદાહરણ નથી. સંશોધનોએ તો એવું પણ સાબિત કર્યું છે કે એક હજાર કિલો મિક્સ ફ્રૂટ અને શાકભાજીમાં જેટલાં પોષક મૂલ્યો નથી મળતાં એટલાં માત્ર એક કિલો સ્પિરુલિનામાંથી મળે છે. એટલે જ જગતના અનેક મહાન સ્પોર્ટ્સમેન, એથ્લિટ અને પર્વતારોહકો તેનું સેવન કરે છે. તેના અગણિત ગુણોની સરખામણીએ તેના ભાવ પણ વાજબી હોય છે. સાંધાના દુખાવાથી લઈ, અશક્તિ, સ્નાયુઓની નબળાઈ, વિટામિનની ઊણપ વગેરેમાં તે અકસીર છે. ડાયેટિંગ કરનારા માટે તે આશીર્વાદરૂપ છે, કારણ કે તેના થકી શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે અને નબળાઈ નથી લાગતી. સૌથી અગત્યની વાત એ છે કે, વિટામિન બી-૧૨નો એ એકમાત્ર શાકાહારી સ્ત્રોત છે. સામાન્ય રીતે દરેક શાકાહારી લોકોમાં વિટામિન બી-૧૨ની ખામી જોવા મળતી હોય છે અને તેને લીધે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. સ્પિરુલિનામાં બી-૧૨ ભરપૂર પ્રમાણમાં છે. મજાની વાત એ છે કે કોઈ વ્યક્તિને બીમારી ન હોય તો પણ એ એક ફૂડ સપ્લિમેન્ટ તરીકે નિયમિત લઈ શકાય છે, તેના સેવનથી શરીરમાં એક અદ્ભુત સ્ફૂર્તિનો અનુભવ થાય છે. બજારમાં એ પાઉડર, કેપ્સ્યુલ, ટેબ્લેટ વગેરે અનેક સ્વરૂપે ઉપલબ્ધ છે. ધ્યાન એટલું રાખવાનું હોય છે કે એ ઉત્પાદન વિશ્ર્વસનીય હોવું જોઈએ. વળી એ સંપૂર્ણપણે ઓર્ગેનિક હોય એ પણ જરૂરી છે, તેના ઉત્પાદનમાં ઝેરીલા જંતુનાશક પણ ન હોવાં જોઈએ અને તેની સુકવણી સૂર્યપ્રકાશમાં થયેલી હોવી જોઈએ. મશીનમાં સૂકવાતા સ્પિરુલિનાના ગુણ ઘટી જાય છે.

સ્પિરુલિના આખરે છે શું?

સ્પિરુલિના (આર્થ્રોસ્પાઈશ પ્લાન્ટેસીસ) એ એક નાના કદની, ભૂરા અને લીલા રંગના મિશ્રણ જેવા વર્ણની શેવાળ છે. તેનો આકાર બિલકુલ કરોડરજ્જુના ગૂંચળા જેવો હોય છે. જીવ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો તે આ પૃથ્વી પરની કેટલીક સહુથી પ્રાચીનતમ વનસ્પતિઓ માંહેની એક છે. સંશોધનો થકી જાણવા મળેલાં તથ્યો મુજબ આશરે ૩.૬ અબજ વર્ષ પહેલાં પણ આ ધરતી પર તેની ઉપસ્થિતિ હોવાનું જાણવું મળ્યું છે. ખરું કહીએ તો સૂક્ષ્મતમ જીવાણુઓ અને વનસ્પતિના આવિર્ભાવ સંબંધિત ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં તે આ બંનેને જોડતો વચ્ચેનો સેતુ છે. આફ્રિકા, મધ્ય-પૂર્વ અને અમેરિકામાં અબજો વર્ષ દરમિયાન અનેક વખત આ પાણીની વનસ્પતિની મહત્તાનો લોકો અને વિજ્ઞાને ઉપયોગ કર્યો છે અને ન જાણે કંઈ કેટલીયે સંસ્કૃતિઓને તેણે પોતાની પોષણ ક્ષમતાથી સીંચી છે. સ્પિરુલિના નામની આ જળ વનસ્પતિ મોટા ભાગે જ્વાળામુખીની આસપાસના વિસ્તારોમાં આવેલા, ખનીજથી સમૃદ્ધ એવા આલ્કલાઈન સરોવરોમાં કુદરતી રીતે જ પાંગરે છે અને વિકસે છે. લગભગ દરેક ખંડોમાં આવી પરિસ્થિતિ પ્રાપ્ય હોવાથી તમામ ખંડોમાં તેનું અસ્તિત્વ આજ સુધી સંભવ બની રહ્યું છે. મેક્સિકોમાં ટેક્સકોકો સરોવર, મધ્ય અફ્રિકામાં ચાડ સરોવરની આસપાસ અને પૂર્વ આફ્રિકામાં ગ્રેઈટ રિફ્ટની દુર્ગમ ખીણોવાળા પ્રદેશોમાં સ્પિરુલિનાનાં વિરાટ જંગલો જોવા મળે છે.

"આપનો ખોરાક જ આપનું ઔષધ બની રહો અને આપનું ઔષધ એ જ આપનો ખોરાક હો.

(હિપોક્રેટસ- ૪૬૦, ઈસુના ૩૭૦ વર્ષ પૂર્વે)

સ્પિરુલિનાને ‘સુપર ફૂડ’ એટલે કે ઉત્કૃષ્ટ ખોરાક કહેવામાં આવે છે, તેની પાછળનું જે કારણ છે તે, એ છે કે આ જગતના અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ કરતાં તેની પોષણ ક્ષમતા ઘણી અધિક છે. આપણા શરીરને જે પોષક દ્રવ્યોની જરૂરત પડે છે તે માંહેના અનેક આ અદ્ભુત વનસ્પતિમાં કુદરતે ઠાંસી ઠાંસીને ભર્યાં છે. તેનું બંધારણ જોઈએ તો તેમાં ૬૦ ટકા સંપૂર્ણ વનસ્પતિજ પ્રોટીન છે, તેમાં તમામ જરૂરી વિટામિન્સ તેમ જ વિશેષ પ્રતિકારશક્તિ આપતાં દુર્લભ એવા જીએલએ સલ્ફોલિપાઈડસ અને ગ્લાયકોલિપિડસ જેવાં ફેટી એસિડ્સ પણ છે.

માંસની ચરબી અને કોલેસ્ટરોલ વિના જ પચવામાં ૬૦ ટકા આસાન એવું એક સંપૂર્ણ વનસ્પતિજન્ય પ્રોટીન તેમાં છે. સ્પિરુલિનામાં ચરબી નહીંવત્ છે. સ્પિરુલિનામાં કેલરી નિમ્નતમ છે. સ્પિરુલિના કોલેસ્ટરોલથી મુક્ત છે, જે પ્રોટીન છે તે ઝડપથી અને સહેલાઈથી પચી જાય છે. સ્પિરુલિનામાં તમામ એવા જરૂરી એમિનો એસિડ છે જે શરીરમાં ઉત્પન્ન થતાં નથી, પરંતુ બિનજરૂરી એમિનો એસિડના સફળ નિયમન માટે જરૂરી છે. સ્પિરુલિનાની કોષની દીવાલોમાં સેલ્યુલોઝ ન હોવાથી પાચનની દૃષ્ટિએ તે ખૂબ જ ઝડપી છે. લોહીમાં તેનાં પોષક દ્રવ્યો ખૂબ જ ઝડપથી અને સહેલાઈથી ભળી જાય છે.

નેચરલ બીટા કેરોટીન

(પ્રો વિટામિન-એ)

પ્રાકૃતિક બીટા કેરોટીન માટેનો સ્પિરુલિનાના સહુથી સમૃદ્ધ સ્ત્રોત છે. ૧૦૦ ગ્રામ ગાજરમાં જે માત્રામાં આ તત્ત્વ મળે તેના કરતાં દસ ગણી માત્રામાં એટલા જ પ્રમાણની સ્પિરુલિનામાંથી મળે છે. કૃત્રિમ બીટા કેરોટીન કરતાં કુદરતી બીટા કેરોટીન અનેક રીતે ચડિયાતું અને બહેતર છે, કારણ કે માનવ શરીર ફક્ત પોતાની જરૂરિયાત મુજબ જ બીટા કેરોટીનનું વિટામિન એમાં રૂપાંતર કરે છે. તેથી જ શરીરમાં ઘણી વખત કૃત્રિમ બીટા કેરોટીનનું વિટામિન એ બનતું નથી ત્યારે તે કૃત્રિમ પદાર્થ ઝેરમાં રૂપાંતર પામે છે. બીટા કેરોટીન એ એક ખૂબ જ મહત્ત્વનું વિષ પ્રતિરોધક છે. અનેક અભ્યાસ થકી એ પુરવાર થયું છે કે બીટા કેરોટીન અને વિટામિન-એથી ભરપૂર ખાદ્ય પદાર્થોના સેવનથી કેન્સરના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

ગામા લાઈનોલિનિક એસિડ

માતાના દૂધમાંથી મળી આવતું જૂજ એવું આ ફેટી એસિડ બાળકના સ્વાસ્થ્ય સુધાર માટે ખૂબ જ જરૂરી છે. શરીરની અનેક કામગીરીમાં જેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે તેવા સહુથી અગત્યના અને મળભૂત એવા હોર્મોન ‘પ્રોસ્ટેગ્લેન્ડિન્સ’ના નિયમનમાં જીએલએ અત્યંત ઉપયોગી છે. માતાના દૂધ ઉપરાંત સ્પિરુલિના સિવાય જીએલએ ક્યાંયથી પ્રાપ્ય હોવાનું આજ સુધી જાણમાં આવ્યું નથી.

લોહતત્ત્વની પૂર્તિ માટે

સર્વશ્રેષ્ઠ સ્ત્રોત

શરીરની તમામ સિસ્ટમને મજબૂત બનાવવા આયર્ન ખૂબ જ જરૂરી છે. આમ છતાં બહું મોટી બહુમતીના લોકો આયર્નની ખામીથી પીડાતા હોય છે. કેટલાયે અભ્યાસ પરથી એ સ્પષ્ટ થયું છે કે અન્ય કોઈ પણ આયર્ન સપ્લિમેન્ટ કરતાં સ્પિરુલિના માંહેનું આયર્ન ૬૦ ટકા વધુ અસરકારક છે.

વિટામિન બી-૧૨ અને બી-કોમ્પ્લેક્સની ઉચ્ચ માત્રા

સ્પિરુલિના વિટામિન બી-૧૨નો સહુથી સમૃદ્ધ સ્ત્રોત છે. પ્રતિ ૧૦૦ ગ્રામ આ પ્રમાણ ગાયના લિવરમાંથી મળતા બી-૧૨ કરતાં પણ ઘણું વધારે છે. રક્તકણોના વિકાસ માટે વિટામિન બી-૧૨ ખૂબ જ જરૂરી છે, પરંતુ શાકાહારી ખોરાકમાંથી બી-૧૨ની પ્રાપ્તિ મુશ્કેલ હોવાથી મોટા ભાગના શાકાહારીઓ તેની ઊણપથી પીડાતા હોય છે. સ્પિરુલિના બી-૧૨ માટેનો આદર્શ અને માનવીય સંવેદનાની સંભાળ લેતો સ્ત્રોત છે.

ફાઈટોન્યુટ્રીઅન્ટ્સ

સ્પિરુલિનાના માંહેનું ‘પોલીસેકેરીડસ’ ઈન્સ્યુલિનની દરમિયાનગીરી વિના જ શરીર આસાનીથી શોષી લે છે. પેન્ક્રિયાસ પર કોઈ વિપરીત અસર થવા દીધા વિના જ આ ફાઈટોન્યુટ્રીઅન્ટ્સ શરીરને ઝડપથી શક્તિ પૂરી પાડે છે.

સલ્ફોલિપિડસ

સ્પિરુલિના માંહેનો આ પદાર્થ માનવ શરીરના કોશ સાથે વાઈરસને જોડાવા નથી દેતો કે તેનો વિકાસ થવા નથી દેતો. આમ વાઈરલ ઈન્ફેક્શન સામે તે મજબૂત રક્ષણ આપે છે અને વળી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા મુજબ એઈડ્સ સામે પણ તે મજબૂત લડત આપી શકે છે.

ફાઈકોસીઆનીન

સ્પિરુલિનાનું આ રંગસૂત્ર સહુથી મહત્ત્વનું છે. તેના બંધારણમાં મેગ્નેશિયમ અને આયર્ન એમ બંને છે. આમ તે જીવનનો આધાર છે. પ્રાણી અને વનસ્પતિ બંનેમાં આ બાબત એકસમાન રીતે જોવા મળે છે. અભ્યાસ દર્શાવે છે કે હાડકાના માવા (બોનમેરો)ની અંદરના સ્ટેમ સેલ્સ પર તેની મોટી અસર પડે છે. શરીરને ઓક્સિજન પૂરી પાડવાની પ્રક્રિયા માટે જવાબદાર એવા રક્તકણો અને રોગ પ્રતિકારની દીવાલ ઊભી કરતા શ્ર્વેતકણો, એમ બંને માટે સ્ટેમ સેલ્સ અનિવાર્ય છે.

ક્લોરોફાઈલ

શરીરનું શુદ્ધીકરણ કરતા તેમજ તેમાંથી ઝેરને મિટાવતા ફાઈટોન્યુટ્રીઅન્ટસ તરીકે તે ખૂબ જ જાણીતું છે. સ્પિરુલિનામાં તેનું પ્રમાણ ૧૦ ટકા જેટલું છે. કુદરતી સ્ત્રોતમાં આ સહુથી વધુ માત્રા છે. તેમાં ક્લોરોફાઈલ- એનો સ્તર પણ ખૂબ જ ઊંચો છે.

કેરોટીનોઈડ્સ

કેરોટીનોઈડ સમૂહ શરીરમાં અલગ અલગ પ્રકારના ઝેર સામે સક્ષમ લડત આપી જીવનને સ્વસ્થ બનાવી રાખે છે. સ્પિરુલિનામાં તેનું પ્રમાણ ઘણું ઊંચું છે.

બ્રહ્માંડમાં પદાર્થ અને પ્રતિપદાર્થ --- ડૉ. જે. જે. રાવલ

વિજ્ઞાનીઓ માને છે કે જેમ આપણું બ્રહ્માંડ છેવટે પદાર્થનું બનેલું છે તેમ બીજું વિશ્ર્વ માત્ર પ્રતિપદાર્થનું બનેલું હશે. આપણા બ્રહ્માંડને છેવાડે ખૂબ જ પ્રકાશ દેખાય છે, તે દર્શાવે છે કે આપણું બ્રહ્માંડ અને તેનું પ્રતિપદાર્થનું બ્રહ્માંડ તેમની કિનારીએ એકબીજાને અડે છે જેથી બંને મળીને ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે

આપણા બ્રહ્માંડમાં જમણું છે તો ડાબું છે, ગરમ છે તો ઠંડું છે. ઊંચું છે તો નીચું પણ છે. ધન છે તો ઋણ છે. સારું છે તો ખરાબ છે. નાણાં છે તો કાળાં નાણાં પણ છે. અજવાળું છે તો અંધારું છે. ઈલેકટ્રોન ઋણ વિદ્યુત ભારવાહી પદાર્થકણ છે. તો પ્રોટોન ઘનવિદ્યુત ભારવાહી પદાર્થકણ છે. આમ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વિદ્યુતભારમાં એકબીજાના વિરોધી છે, પણ તેના વજન સરખા નથી. માટે પ્રોટોન, ઈલેક્ટ્રોનનાં વિરોધી પદાર્થકણ ન ગણાય. સત્ય છે તો અસત્ય પણ છે અને જ્ઞાન છે તો અજ્ઞાન પણ છે. વસ્તુ અસ્તિત્વમાં આવે છે, સાથે સાથે પ્રતિવસ્તુ પણ અસ્તિત્વમાં આવે જ છે.

વિજ્ઞાનીઓએ કણોનાં પ્રતિકણો શોધી કાઢ્યો છે. કણ અને પ્રતિકણના વિદ્યુતભાર સરખા અને વિરોધી છે, તેટલું જ નહીં તેમનામાં રહેલો પદાર્થનો જથ્થો પણ સરખો જ હોય છે. આ પૂર્ણ રીતે કણનો પ્રતિકણ છે. ઈલેકટ્રોનનો પ્રતિકણ પોઝિટીવ છે. તેમનામાં રહેલા દળ સરખા છે. વિદ્યુતભાર પણ સરખા છે પણ વિરોધી છે. હવે તો દરેકે દરેક વિદ્યુતભારવાળા પદાર્થકણોનાં પ્રતિકણો શોધી કાઢવામાં આવ્યા છે. આ હકીકતમાં મહાન શોધો ગણાય. કણ અને તેનો પ્રતિકણ અલગ અલગ રહે છે. જો તે મળે તો ઊર્જામાં રૂપાંતર થઈ જાય છે. પ્રોટોન ઘનવિદ્યુત ભારવાહી પદાર્થકણ છે અને ઈલેકટ્રોન ઋણવિદ્યુત ભારવાહી પદાર્થકણ છે. પણ ઈલેકટ્રોન, પ્રોટોનનો પ્રતિપદાર્થ નથી. તેથી તેઓ બંને મળે તો વિદ્યુતભારવિહીન ન્યુટ્રોન બને છે, તેમાં માત્ર પ્રકાશ સાથે તેમના વિદ્યુતભાર જ નષ્ટ પામે છે.

આપણું બ્રહ્માંડ માત્ર પદાર્થનું બનેલું છે, તેમાં પ્રતિપદાર્થ નથી. જ્યારે બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે પદાર્થ અને પ્રતિપદાર્થ બંને ઉત્પન્ન થયાં હતાં. પણ કોણ જાણે કેમ બ્રહ્માંડમાં પ્રતિપદાર્થ દેખાતો નથી. વિજ્ઞાનીઓ આ પાછળનું કારણ શોધે છે.

વિજ્ઞાનીઓ માને છે કે જેમ આપણું બ્રહ્માંડ છેવટે પદાર્થનું બનેલું છે તેમ બીજું વિશ્ર્વ માત્ર પ્રતિપદાર્થનું બનેલું હશે. આપણા બ્રહ્માંડને છેવાડે ખૂબ જ પ્રકાશ દેખાય છે, તે દર્શાવે છે કે આપણું બ્રહ્માંડ અને તેનું પ્રતિપદાર્થનું બ્રહ્માંડ તેમની કિનારીએ એકબીજાને અડે છે જેથી બંને મળીને ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. પ્રતિપદાર્થના બ્રહ્માંડમાં બધો જ પદાર્થ પ્રતિપદાર્થ છે.

આપણા બ્રહ્માંડમાં ઘનવિદ્યુત ભારવાહી પ્રોટોનની ફરતે ઋણ વિદ્યુત ભારવાહી ઈલેકટ્રોન પરિક્રમા કરે છે અને હાઈડ્રોજનનું અણુ બનાવે છે. વિજ્ઞાનીઓએ કલ્પના કરી કે આપણા જ બ્રહ્માંડમાં ઋણવિદ્યુત ભારવાહી પ્રતિપ્રોટોનની ફરતે ઘનવિદ્યુત ભારવાહી ઈલેકટ્રોન (જેને આપણે પોઝીટ્રોન કહીએ છીએ) પરિક્રમા કરતો હોવો જોઈએ. આ હાઈડ્રોજનના અણુનો પ્રતિઅણુ કહેવાય. મેટર, એન્ટીમેટર તેમ હાઈડ્રોજન એટમ, એન્ટી હાઈડ્રોજન એટમ, મેટર છે તો એન્ટીમેચટર છે. તેમ હાઈડ્રોજન એટમ છે તો એન્ટી હાઈડ્રોજન એટમ પણ હોવો જોઈએ. તેઓ એ લેબોરેટરીમાં એન્ટી હાઈડ્રોજન એટમ બનાવવા સમર્થ થયાં છે. હવે ધીરે ધીરે તેઓ પ્રતિપદાર્થ એન્ટીમેટર બનાવવાની તૈયારી કરે છે. કેમ કે જેમ હાઈડ્રોજન એટમમાંથી ધીરે ધીરે પદાર્થ બન્યો છે, તેમ એન્ટી હાઈડ્રોજન એટમમાંથી એન્ટીમેટર (પ્રતિપદાર્થ) બની શકે. બ્રહ્માંડના દરેકે દરેક પદાર્થનો પ્રતિપદાર્થ હોઈ શકે. સાકરના ગાંગડાને પ્રતિસાકર પદાર્થનો ગાંગડો હોઈ શકે. માનવીનો પ્રતિમાનવી હોઈ શકે. જો આવા બે માનવીઓ મળે તો માત્ર ઊર્જા ઉત્પન્ન થાય અને બંને અદૃશ્ય થઈ જાય.

આપણા બ્રહ્માંડમાં પ્રતિપદાર્થ બનાવવો તે બોયલરમાં બરફ ઉત્પન્ન કરવા જેટલું અઘરુું કાર્ય છે, પણ વિજ્ઞાનીઓએ એન્ટીહાઈડ્રોજન અણુઓ બનાવી તે સાબિત કર્યું છે કે તેઓ આવાં અણુઓ બનાવી શકે છે. આવા અણુ બનાવવામાં આવ્યાં છે, પણ તેમને અલગ રાખવામાં આવ્યા છે જેથી હાઈડ્રોજન અને એન્ટી હાઈડ્રોજનનાં અણુઓ મળીને પ્રકાશમાં ફેરવાઈ ન જાય.

હાઈડ્રોજનના અણુમાં ઈલેકટ્રોનને ઊર્જા આપી તેને હાયર ઓરબીટ પર લઈ જવામાં આવે છે, જે તરત જ નીચેની ઓરબીટ પર ઊતરી જઈ પ્રકાશ ફંેંકે છે. આવી જ રીતે એન્ટીહાઈડ્રોજન અણુમાં પોઝિટ્રોનને ઊર્જા આપી હાયર ઓરબીટ પર લઈ જવામાં આવે છે, જે તરત જ નીચેની ઓરબીટ પર ઊતરી જઈ પ્રકાશ ફેંંકે છે, આમ આ બંનેના વર્તનમાં કાંઈ ફરક દેખાતો નથી.

આપણે પદાર્થ અને પ્રતિપદાર્થના વર્તનમાં ફરક જોઈ શકતાં નથી. તેથી એ કળવું મુશ્કેલ છે કે આપણે પદાર્થ સાથે કામ કરીએ છીએ કે પ્રતિપદાર્થ સાથે, પણ જો આવો પદાર્થ ચૂંબકીયક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે તો તેમના વળાંક એકબીજાથી વિરોધી દિશામાં હોઈ આપણે કળી શકીએ કે એક પદાર્થ છે તો બીજો પ્રતિપદાર્થ છે.

જેમ મેટર છે તેમ એન્ટીમેટર છે. તે જ પ્રમાણે માનવી છે તો એન્ટીમાનવી પણ છે. આપણા બ્રહ્માંડમાં એન્ટીમાનવીઓ શોધવા જરૂરી છે. મેટરને એન્ટીમેટર છે તે થિયરીથી દર્શાવનાર પ્રથમ વિજ્ઞાની પી. એ. એમ. ડીરાક હતા. તે માટે તેમને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. ડીરાકના પટ્ટશિષ્ય ભારતીય ગણિતજ્ઞ હરીશચંદ્ર હતા. હરીશચંદ્રના નામે અલ્હાબાદમાં ભૌતિકશાસ્ત્રની સંસ્થા છે. તેમ છતાં ઈલેક્ટ્રોનનો પ્રતિકણ પોઝિટ્રોનને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. પોઝિટ્રોન પ્રથમ પ્રતિપદાર્થ હતો.

મેટર ઉત્પન્ન થાય સાથે સાથે એન્ટીમેટર પણ ઉત્પન્ન થાય જ. પણ આપણા બ્રહ્માંડમાં માત્ર મેટર દેખાય છે. એન્ટીમેટર દેખાતી નથી. તે વિજ્ઞાનીઓને આશ્ર્ચર્ય પમાડે છે. જોકે પોઝિટ્રોન જેવા પ્રતિપદાર્થકણો મળી આવે છે. હવે તો એવી કલ્પના થઈ છે કે આપણા બ્રહ્માંડમાં માનવી છે તો ક્યાંક તેનો એન્ટીમાનવી પ્રતિમાનવી પણ હશે જે બધું વિરુદ્ધનું કાર્ય કરતો હશે. તે વિરુદ્ધની દુનિયા હશે. લેખકોએ, મેટર-એન્ટીમેટર, માનવી-પ્રતિમાનવી વિષય પર કેટલીક વિજ્ઞાન પરીકથાઓ લખી છે. જેમ ટાઈમ-ટ્રાવેલ પર વિજ્ઞાન પરીકથા લખાઈ છે કે લખાશે તેમ મેટર-એન્ટીમેટર પર પણ વિજ્ઞાન-પરીકથા લખાઈ છે કે લખાશે. આ બંને વિજ્ઞાન-પરીકથા લખવા માટે બહુ હોટ ટોપીક છે.

વિશ્ર્વમાં પ્રતિપદાર્થના પૂરેપૂરા તારાનું પણ અસ્તિત્વ હોઈ શકે છે. એટલું જ નહીં પણ વિશ્ર્વમાં પ્રતિપદાર્થની પૂરેપૂરી મંદાકિનીઓનું અસ્તિત્વ હોઈ શકે છે, પણ હકીકતમાં તેઓ હજુ શોધાયાં નથી. પદાર્થકણ અને પ્રતિપદાર્થકણને ઉપર ઉપરથી જોવાથી તે ઓળખાય નહીં. આપણે એ પણ ભેદ કરી શકીએ નહીં કે આપણે પોતે પદાર્થ છીએ કે પ્રતિપદાર્થ, આપણે વિશ્ર્વમાં જીવીએ છીએ કે પ્રતિવિશ્ર્વમાં. એમ પણ બને કે વિશ્ર્વમાં એક કોલોનીમાં પદાર્થ રહે છે, દૂર બીજી કોલોનીમાં પ્રતિપદાર્થ રહે છે.

એન્ટીમેટર પદાર્થની પ્રતિકૃતિ ખરી પણ તદ્દન વિરુદ્ધ ક્લોનિંગ એ પદાર્થની આબેહૂબ કૃતિ છે. પણ પ્રતિકૃતિ નથી. ક્લોનિંગમાં દેખાવે તે સરખા હોય પણ તેમના મગજ જુદી રીતે વિચારી શકે. પ્રતિકણો બનાવવા બહુ અઘરાં નથી. પણ પ્રતિપદાર્થ એન્ટીહાઈડ્રોજન, એન્ટી હિલીયમ વગેરે બનાવવું તે હજુ પણ વિજ્ઞાનીઓ માટે પડકારરૂપ છે. પ્રતિપદાર્થ માટે વિવિધ એટમના પ્રતિએટમ (એન્ટીએટમ) બનાવવા પડે અને તે ઘણું અઘરું કામ છે.

જાપનીઝ કરોશી વિરુદ્ધ ભારતીય કર્મયોગ --- ગીતા માણેક

જાપાન જેવા દેશમાં સતત કામ અને એના વળતરનો મહિમા છે. એ વળતર મોટા ભાગે ભૌતિક જ હોય છે. જ્યારે આપણે ત્યાં તો કર્મ કરીને ફળની આશા કે અપેક્ષા ન રાખવા વિશે ભગવદ્ગીતા એક વાર પણ ન વાંચી હોય એવો નિરક્ષર પણ જાણે છે

તાજેતરમાં કાર બનાવતી જાપાનની ટોયેટો કંપનીના હિંદુસ્તાન ખાતેના પ્લાન્ટમાં તાળાં લાગી ગયાં છે. એનું કારણ મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચેનો ક્લેશ છે. આ અગાઉ હરિયાણામાં જાપાનની મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં તો મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે વાત એટલી વણસી હતી કે કંપનીના હ્યુમન રિસોર્સિસ અથવા એચ.આર. વિભાગના વડાની કામગારોએ હત્યા કરી નાખી હતી. આમ તો આ વ્યાપાર જગતના સમાચાર છે, પણ આ ઘટનાઓના મૂળ છે ભારતીય અને અન્ય દેશ ખાસ કરીને જાપાન જેવા દેશ વચ્ચેના મૂળભૂત જીવનલક્ષી અભિગમમાં. અણુબોમ્બને કારણે વિનાશ પામેલું જાપાન ફરી બેઠું થયું, સુનામી જેવી કુદરતી આફતો તેને હંફાવી નથી શકતી એ ચોક્કસપણે પ્રશંસનીય બાબત છે, પરંતુ એક બીજી બાજુ છે આ આખી વાતની. જાપાન કે અન્ય દેશોના ગુણગાન ગાતા લોકો કદાચ અડધું જ ચિત્ર રજૂ કરતા હોય છે. જાપાનમાં દર વર્ષે ૧૦,૦૦૦થી પણ વધુ લોકો કરોશીનો ભોગ બને છે. કરોશી એ જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ છે વધુ પડતા કામને કારણે થનારું મૃત્યુ! બીજો એક જાપનીઝ શબ્દ છે કારોજીસત્સુ જેનાથી જાપનીઝ પરિવારો થથરે છે. કારોજીસત્સુ એટલે વધુ પડતા કામને કારણે આવતા તનાવને લીધે કરવામાં આવતી આત્મહત્યા. જાપાનમાં દર વર્ષે ૩૧,૦૦૦થી પણ વધુ લોકો કામના દબાણને કારણે આત્મહત્યા કરે છે! અત્યાધુનિક ટેક્નોલોજીને કારણે વિશ્ર્વ એક ગામડું બની ગયું છે એવું ગાઈવગાડીને કહેવામાં આવે છે પણ જેટલી ઝડપથી ઈ-મેઈલ પહોંચે છે એટલી વારમાં સદીઓથી આપણા માનસમાં અંકિત થયેલા અને લોહીમાં વહેતા સંસ્કારો બદલાતા નથી. જે ઝડપે ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે એની સાથે માનવમન અને માનવસંસ્કૃતિ તાલ મિલાવી શકતી નથી.

માનવને ઔદ્યોગિક ઉત્પાદન માટેનું મશીન સમજતા જાપાનની કંપનીઓ ઉત્પાદનની કિંમત ઘટાડીને વધુમાં વધુ નફો કમાવવાના આશયથી ભારત જેવા દેશમાં આવી તો જાય છે, કારણ કે અહીં કામગારોની અછત નથી. આ કંપનીઓ પગાર તો ઊંચા આપે છે પણ અહીંના લોકોની માનસિકતા સમજવાની કોશિશ કરતી નથી અને એને કારણે જે દુર્ઘટનાઓ સર્જાય છે એનો દાખલો છે હરિયાણાના મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં થયેલી હિંસા.

જાપાનમાં આજીવન એક જ કંપનીમાં કામ કરવું, માલિકને વફાદાર રહેવું એવી સંસ્કૃતિ છે. પોતાના કામ અંગે ફરિયાદ કરવી એ શરમજનક ગણાય છે એટલું જ નહીં કામ, કામ અને બસ કામને જ પ્રાધાન્ય આપવામાં જાપનીઝ ધન્યતા અનુભવે છે. કામ જ સર્વોપરી ગણાય છે, પરિવારથી પણ અધિક કામને મહત્ત્વ આપવામાં આવે છે. હવે જો કે નવી પેઢીમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે પણ કારોશી અને કારોજીસત્સુના કિસ્સાઓ હજુ પણ એ જ માનસિકતા દર્શાવે છે.

આવી માનસિકતા ધરાવતા જાપનીઝ માલિકો જ્યારે હિંદુસ્તાન જેવા દેશમાં ઉત્પાદન અને વેપાર અર્થે આવ્યા ત્યારે તેમણે આ ફૂટપટ્ટીથી તેમ જ આ જ માપદંડ લાગુ કરવા માંડ્યો. હરિયાણા ખાતે તેમના પ્લાન્ટમાં કામગારો તેમનાં સગાં-સંબંધીના લગ્નપ્રસંગ કે ઉત્સવ માટે રજા માગે એ તો ધડ્ દઈને નામંજૂર કરી જ દેવામાં આવતી હતી પણ પરિવારના કોઈ સદસ્યના મૃત્યુપ્રસંગે પણ રજા આપવામાં આવતી નહોતી.

ભારતીયોના જીવનમાં હર્ષ કે શોકના પ્રસંગોએ પરિવાર અને સ્વજનોના પડખે રહેવાની સંસ્કૃતિ તેમ જ સંસ્કાર છે જેનો જાપાન, અમેરિકા જેવા દેશને ખ્યાલ પણ નથી. જુઓ, અણુબોમ્બ જેવી ઘટના અને સુનામી જેવી કુદરતી આફતો પછી પણ જાપાન કેવું ઊભું થઈ ગયું અને કેવો આર્થિક વિકાસ કરી નાખ્યો એવી પિપૂડી વગાડનારાઓની કમી નથી, પણ પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે માત્ર આર્થિક સમૃદ્ધિ એ જ માત્ર આપણા જીવનનું લક્ષ્ય હોઈ શકે ખરું?

ભારતીય સંસ્કૃતિ કંઈ કામચોર બનવાનું નથી શીખવતી. જે કામ કરીએ એ નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી કરવું એ તો ખરું જ પણ આપણે ત્યાં ઉત્સવો, લગ્ન-પ્રસંગો અને અન્ય તહેવારોનો પણ એટલો જ મહિમા છે. એ જ તો કારણ છે કે ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ માત્ર કામ, કામ અને કામ કરવાનું કલ્ચર પ્રવેશ્યું એ પહેલાં આપણા દેશના લોકોને મનોચિકિત્સકની જરૂર ઓછી પડતી હતી. હજુ પણ મેટ્રો સિટીઝ કે જ્યાં વધુને વધુ સફળતા હાંસલ કરવાનું ગાંડપણ પ્રવેશી ચૂક્યું છે એવાં નાનાં શહેરોને બાદ કરતા બાકીના હિન્દુસ્તાનને સાયકિયાટ્રિસ્ટની જરૂર ઓછી પડે છે. ઉત્સવોમાં નાચી-ગાઈને આપણા તનાવોનું ધોવાણ ક્યારે થઈ જાય છે એની આપણે ખબર પડતી નથી. પોતાના મનની વાત એકબીજા પાસે જઈને આપણે કરી શકીએ છીએ. આપણા કાકા, મામા, કઝીન કે મિત્ર પાસે આપણી વાત સાંભળવાનો સમય હોય છે. 

દિવસના કે મહિનાના અમુક કલાકો કામ કર્યા પછી આપણા પરિવાર, સ્વજનો, મિત્રો અને જાત માટે સમય ફાળવવાનું આપણને શીખવવામાં આવ્યું છે. કોઈક પરિચિતની દીકરી માટે મુરતિયો ન મળતો હોય તો ગાંઠના ગોપીચંદન કરીને અને ખાસ તો સમય ફાળવીને તેના લગ્ન માટે મથામણ કરનારાઓ આપણી આસપાસ મળી જ આવશે. એકબીજાના સુખ-દુ:ખમાં સહભાગી બનવાનું આપણને ગળથૂથીમાંથી મળ્યું છે. આપણા બાળકને ઘોડિયે હીંચકાવવાનો અને સાઈકલ પકડીને તેની પાછળ દોડતાં-દોડતાં તેને સાઈકલ શીખવવાનો સમય હિંદુસ્તાની મા-બાપ પાસે હોય છે.

અસાધ્ય બીમારીથી પિડાતી અને અમેરિકામાં ન્યુ યોર્કની હોસ્પિટલમાં જિંદગીના આખરના દિવસો વીતાવી રહેલી એક નાનકડી છોકરીએ એક કવિતા લખીને ઇન્ટરનેટ પર અને વ્હોટ્સ અપ પર વહેતી મૂકી છે. આ કવિતામાં એ તમામ કામઢા’ લોકો માટે હૃદયદ્રાવક 

સંદેશ છે

ધીમા પડો

તમે ક્યારેય બાળકોને ચકડોળમાં ફરતાં જોયાં છે?

કે પછી

વરસાદનાં ફોરાંનો ધરતી પર પડવાનો રણકાર સાંભળ્યો છે?

ક્યારેય પતંગિયાની પાછળ દોડ્યા છો?

કે પછી ક્ષિતિજ પર અંધકારમાં ઓગળતા સૂર્યને જોયો છે?

જરા ધીમા પડો

આટલા બધા જોરથી ડાન્સ ન કરો.

સમય ઝાઝો નથી

મ્યુઝિક બહુ લાંબો સમય ચાલવાનું નથી.

શું તમે સતત ઉતાવળમાં હો છો?

કેમ છો? તો પૂછો છો પણ 

જવાબ સાંભળવાની દરકાર કરો છો?

દિવસના અંતે જ્યારે તમે પથારીમાં પડો છો

ત્યારે વિશ્રામ કરો છો

કે પછી

આવતી કાલે કરવાના કામની માનસિક દોડમાં હો છો?

જરા ધીમા પડો

આટલા બધા જોરથી ડાન્સ ન કરો.

સમય ઝાઝો નથી

મ્યુઝિક બહુ લાંબો સમય ચાલવાનું નથી.

તમે તો તમારા બાળકને કહી દો છો

અત્યારે નહીં કાલે કરીશું

પણ એ ધાંધલમાં

શું તમે તેના ચહેરા પરની ઉદાસી વાંચી છે?

શું તમે તમારો એક સાચો મિત્ર ગુમાવ્યો છે

એટલા માટે કે

તમારી પાસે તેને ફોન કરીને 

હાય’ કહેવાનો સમય નહોતો?

જરા ધીમા પડો

આટલા બધા જોરથી ડાન્સ ન કરો.

સમય ઝાઝો નથી

મ્યુઝિક બહુ લાંબો સમય ચાલવાનું નથી.

જ્યારે તમે ક્યાંક પહોંચવા માટે

આટલા ઝડપથી દોડો છો

ત્યારે તમે એ પ્રવાસનો આનંદ

ગુમાવી બેસો છો

જ્યારે તમે દિવસભર

હાંફળાફાફળા દોડ્યા કરો છો

ત્યારે ઈશ્ર્વરે આપેલી આ સુંદર દિવસની

ભેટ પરનો રૂપેરી કાગળ

ખોલ્યા વિના જ ફેંકી દીધો હોય એવું નથી લાગતું?

જિંદગી એ દોડ નથી

ધીમા પડો

જીવનનું સંગીત સાંભળો

એ પહેલાં કે આ જિંદગીનું ગીત 

સમાપ્ત થઈ જાય.

વધુ સફળતા, વધુ સમૃદ્ધિ અને મોટા પદ પર પહોંચવા માટે દોડતા રહેતા મશીન જેવા માણસોને જિંદગીના આરે ઊભેલી આ છોકરીએ ચેતવણી ઉચ્ચારી છે. જાપાન જેવા દેશમાં સતત કામ અને એના વળતરનો મહિમા છે. એ વળતર મોટા ભાગે ભૌતિક જ હોય છે. જ્યારે આપણે ત્યાં તો કર્મ કરીને ફળની આશા કે અપેક્ષા ન રાખવા વિશે ભગવદ્ગીતા એક વાર પણ ન વાંચી હોય એવો નિરક્ષર પણ જાણે છે. આપણે ફક્ત કર્મ કરવામાં જ નહીં પણ એ કર્મ કેવી રીતે કર્યું છે અને એની પાછળની ભાવના કેવી છે એને પણ એટલું જ મહત્ત્વ આપીએ છીએ. ગીતા પ્રવચનોમાં વિનોબા ભાવે તો લખે છે કે કર્મમાં ભીનાશ પણ જોઈએ અને ભાવના પણ જોઈએ.’

ગીતા પ્રવચનોમાં વિનોબાજી લખે છે કે કર્મયોગી ખેડૂત વધારે પૈસાની આવક થાય એટલા ખાતર અફીણ અને તંબાકુની ખેતી નહીં કરે. પોતાની ખેતીના કર્મનો સંબંધ સમાજના કલ્યાણની સાથે છે એવી તેની ભાવના હોય છે. સ્વધર્મરૂપ કર્મ સમાજના કલ્યાણનું હશે. મારું વેપારનું કર્મ જનતાના હિતના માટે છે એવું સમજનારો વેપારી પરદેશી કાપડ નહીં વેચે. તેનો વેપાર સમાજને ઉપકારક હશે. પોતાની જાત વીસરી જઈ પોતાની આસપાસના સમાજ સાથે સમરસ થનારા આવા કર્મયોગી જે સમાજમાં નીપજે છે તે સમાજમાં સુવ્યવસ્થા, સમૃદ્ધિ તેમ જ મનની શાંતિ પ્રવર્તે છે.’ 

આપણે ત્યાં કામ કરવું અને પૈસા રળવા એટલી જ કર્મની વ્યાખ્યા નથી. એ જુદી વાત છે કે એ મૂળભૂત સિદ્ધાંતોને સમજ્યા વિના આપણે એનો આડેધડ અમલ કરીએ છીએ. એને કારણે એક નાનકડો વર્ગ છે એ કામચોર બની ગયો છે એ પણ હકીકત છે, પરંતુ વિનોબા ભાવેએ કહ્યું છે એમ સમાજમાં વ્યવસ્થા, સમૃદ્ધિ અને મનની શાંતિ એ ત્રણેય બાબતો પ્રાપ્ત કરી શકાય છે જો આપણે ભગવદ્ગીતાને અનુસરીએ. એ સંસ્કૃતિમાં કામ એ માત્ર વર્ક છે. આપણે ત્યાં કામ છે, કર્મ છે, નિષ્કામ કર્મ છે અને સેવા છે. સેવામાં માત્ર તન-મન-ધનથી ઘસાવાની ભાવના છે, કશું ય મેળવવાની નહીં. પશ્ર્ચિમના દેશોની જેમ કામ કરો અને વધુ કમાણી કરો એ સિદ્ધાંત આપણે અપનાવ્યો. આપણે પણ ધીમે-ધીમે કર્મયોગમાંથી કરોશી તેમ જ કારોજીસત્સુ ભણી જઈ રહ્યા છીએ એવું નથી લાગી રહ્યું?

સ્ટેવીઆ: ડાયાબિટીસના દર્દીઓ અને મેદસ્વીઓ માટે આશીર્વાદરૂપ --- ક્ધિનર આચાર્ય

સ્ટેવીઆ એક એવી અદ્ભુત વનસ્પતિ છે જે ડાયાબિટીશના દર્દીઓ માટે કોઇ આશીર્વાદથી કમ નથી. એ એક પ્રકારનું કુદરતી સ્વીટનર છે. સુગર ફ્રી કે તેના જેવા રસાયણ લેવાથી થતા નુકસાન 

જગજાહેર છે. જયારે સ્ટેવીઆ તો ગળ્યું હોવા છતાં અનેક પ્રકારના ફાયદા કરે છે. તેનામાં મીઠાશ તો છે પણ તેના સેવનથી બ્લડ સુગરનું લેવલ હાઇ થતું નથી. ચા, દૂધ, કોફી કે શરબત એવા અનેક

પ્રકારના પીણામાં અને મીઠાઇમાં પણ સ્ટેવીઆનો ઉપયોગ થઇ શકે છે. ચા વગેરેમાં ગરમ કરવા છતાં તેની મીઠાશ ઊડી જતી નથી. શરીર ઉતારવા માગતા લોકો માટે પણ સ્ટેવીઆ એક આશીર્વાદ છે. ખાંડના સેવનને લીધે શરીરની ચરબી ખાસ્સી હદે વધતી 

હોય છે.

ખાંડના સ્થાને ચા, કોફી વગેરેમાં નિયમિત સ્ટેવીઆનો ઉપયોગ કરવામાં આવે તો ડાયાબિટીસનો ખતરો પણ ટળે અને શરીર પર ઊતરતું જાય. સ્ટેવીઆનો આ છોડ અને તેની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણે વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયેલી છે. સ્ટેવીઆમાં ખાંડ કરતા ૩૦૦ ગણી મીઠાશ છે. 

બ્લડ-ગ્લુકોઝ પર તેની નહંીવત અસર હોવાના કારણે ગાર્બાહાઈડ્રેટસ ક્ધટ્રોલ્ડ ડાયટ લેતા લોકો 

માટે ઉપકારક છે. મહાન ભૌતિક વિજ્ઞાની 

પેટરસ જેકોબ્સ સ્ટીવ્સ (૧૫૦૦-૧૫૫૬)ની સ્મૃતિમાં આ વનસ્પતિનું નામ સ્ટેવીઆ રાખવામાં આવ્યું છે. દક્ષિણ અમેરિકા, મધ્ય અમેરિકા, મેક્સિકો, એટિઝોના, ન્યુ મેક્સિકો જેવા દેશોમાં વિપુલ માત્રામાં આ વનસ્પતિ થાય છે. જાપાનમાં ખાંડની બદલે દાયકાઓથી સ્ટેવીઆનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેવીઆઐનાં પાન સરકોઝ કરતાં ૪૦ ગણી મીઠાશ ધરાવે છે. વિશ્ર્વની કેટલીક પ્રજા ૧૫૦૦ કરતાં પણ વધુ વર્ષથી તેનો ઔષધ તરીકે ઉપયોગ 

કરે છે.

૧૮૯૯માં સ્વિસ બોટનીસ્ટ મોઈસીસ સેન્ટીઆગો બેર્ટોનીએ પ્રથમ વખત તેની લાક્ષણિકતાને પદ્ધતિસર રીતે ઓન પેપર લોકો સમક્ષ રજૂ કરી. ત્યારબાદ છેક ૧૯૩૧ સુધી આ બાબતે કોઈ જ સંશોધન થયા ન હતાં. ત્યાર બાદ બે ફ્રેંચ વૈજ્ઞાનિકોએ તેની મીઠાશને અલગ તારવવાનાં સંશોધનો કર્યાં. ૧૯૫૫માં એગ્લાયકોન અને ગ્લાયકોલાઇડના બંધારણ બાબતે સુસ્પષ્ટ વિગતો રજૂ કરવામાં આવી. 

૧૯૭૦ના દાયકામાં ખાંડ સિવાયના અન્ય સ્વીટનર કેન્સર નોતરતા હોવાની વાત બહાર આવ્યા બાદ પ્રથમ જાપાનમાં સ્ટેવીઆની ખેતીનો પ્રારંભ થયો. જાપાનમાં કોકો-કોલા સહિતના પીણામાં છેક ૧૯૭૧થી સ્ટેવીઆનો ઉપયોગ થાય છે. સ્ટેવીઆના અનેક ફાયદા છે. જેમાંથી કેટલાંક ફાયદાઓ નીચે મુજબ છે.

(૧) બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડી ડાયાબિટીસ સામે લડત આપે છે.

અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનનો અભિપ્રાય એવો છે કે સ્ટેવીઆ ખાંડનો બહેતર વિકલ્પ છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે, તેના પાંદડામાં ‘સ્ટેવીઆલ ગ્લાયકોસીડ’ નામનો એક એવો પદાર્થ હોય છે જેને માનવ શરીર શોષી શકતું નથી કે તેને તોડી શકતું નથી. તેનો સીધો જ નિકાલ થઇ જાય છે. ઈન્સ્યુલીન રેસિસ્ટન્સમાં તે વધારો કરતું હોવાથી ડાયાબિટીશના દર્દી માટે તે શ્રેષ્ઠ છે. કારણ કે આ રીતે બ્લડ સુગરના સ્તરને સ્થિર કરે છે. તે પેન્ક્રીઆસની સ્થિતિને બહેતર બનાવે છે. ડાયાબિટીસના દર્દી માટે સ્ટેવીઆચા આશીર્વાદરૂપ બની શકે છે.

(૨) હાઈ બ્લડપ્રેશરને અંકુશમાં રાખે છે.

બ્રાઝીલીઅન જર્નલ ઓફ બાયોલોજી એન્ડ ટેકનોલોજીમાં કહ્યા મુજબ સ્ટેવીઆનું લાંબા ગાળાનું સે વન હાઇ બ્લડપ્રેશરની સારવારમાં મદદરૂપ નીવડે છે. 

(૩) ખીલ અને ખોડાને દૂર કરે છે.

તેના એન્ટિ બેક્ટેરીઅલ, એન્ટી ફન્ગલ અને એન્ટિ ઈન્ફલેમેટરી ગુણઘર્મોને કારણે સ્ટેવીઆ જિદ્દી ખીલ અને ખોડાની સારવારમાં સારું પરિણામ આપે છે. શુષ્ક અને ર્જીણ વાળની સારવારમાં પણ સ્ટેવીઆ ઉપયોગી નીવડે છે.

(૪) ત્વચા પરની કરચલી દૂર કરી વૃદ્ધત્વને ધીમું પાડ છે.

સ્ટેવીઆમાં રહેલો રેટીનોઈક એસિડ નામનો પદાર્થ ત્વચાની કરચલીનો દુશ્મન છે. કોશની નાશ પામવાની પ્રક્રિયા પર નિયંત્રણ લાવી તે કોષના આયુષ્યને લંબાવે છે.

(૫) દાંત અને પેઢાનું પક્ષણ કરે છે.

ફક્ત મોંમાં જ થતાં કેટલાક બેકટેરીઆ પેઢાના જીંજીવાઈટસ નામના રોગ માટેનું કારણ બનતા હોય છે. સ્ટેવીઓમાં રહેલો એક પદાર્થ દાંતમાનાં થતા પોલાણને અટકાવે છે. દાંત પરની છારીને દૂર કરે છે અને બેકટેરીયા મારી હટાવે છે. આમ આ દર્દનાક વધી એવા જીંજીવાઈટીસ સામેની લડતમાં સ્ટેવીઆ મદદરૂપ બને છે. સ્ટેવીઆના પાંદડામાં રહેલા ટેનિલ્સ. વિટામિન-એ, સી, મેગ્નેશ્યમ, ઝિંક અને આયર્ન, દાંત અને દાઢની તકલીફોમાં સારું પરિણામ આપે છે.

(૬) પિત્ત- છાતીની બળતરા અને અપચામાં ઉપયોગી.

સ્ટેવીઆમાં રહેલું ગ્લાયકોસાઈડ અપચાની સારવારમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે છાતીની બળતરા પણ મટાડે છે. તેમાં ખૂબ જ ફાઇબર, કાર્બોહાઈડ્રેટસ, પ્રોટીન, ઝિંક અને આયર્ન હોવાથી આ તકલીફોમાં તે મદદ કરે છે.

(૭) ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

બીજા કૃત્રિમ સ્વીટનરની જેવી કડવાશ તેમાં બિલકુલ નથી અને તેમાં કેલરીનું પ્રમાણ શૂન્ય હોવાથી ગમે તેટલી માત્રામાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા ગ્લાયકોસાઈડના કારણે બેકેડ ડિશ તેમ જ ગરમ રસોઈમાં પણ તેનો ઉપયોગ થઇ શકે છે. સ્ટેવીઆના પાંદડાંમાં એક એવો ગુણ છે કે તે ચરબીવાળા ખોરાક માટેની તલપ મિટાવે છે. વધારાના ખોરાક માટેની ઈચ્છાને તે મિટાવે છે.

(૮) જખ્મોમાં ઝડપી રૂઝ લાવે છે.

સંશોધનો જણાવે છે કે સ્ટેવીઆના કેટલાક ઘટકો શરીરમાં થતી કેટલીક અનિચ્છનીય જૈવિક પ્રક્રિયાને થોભાવી દે છે. તેના આ ગુણધર્મના કારણે ચામડીના સામાન્ય એવા ચેપ અને કેટલાક હઠીલા ઝખ્મોને રૂઝવવામાં તે મદદરૂપ બને છે.

મંદાકિનીઓમાં ગ્રહમાળા કેવી રીતે જન્મે છે? --- ડૉ. જે. જે. રાવલ

આપણને બધાને થાય કે આપણી સૂર્યમાળા કેવી રીતે જન્મી હશે? શું તેના જન્મને આપણે સમજી શકીએ? જો આપણે મંદાકિનીના જન્મને સમજી શકીએ, પૂરા બ્રહ્માંડના જન્મને સમજી શકીએ તો આપણી સૂર્યમાળાના જન્મને શા માટે સમજી ન શકીએ?

પુરાતન સમયમાં રાતે તારા જોઈને આપણા પ્રાચીનોને આશ્ર્ચર્ય થતું. સૂર્ય, ચંદ્રને જોઈને આશ્ર્ચર્ય થતું. જળ આપણા માટે સર્વસ્વ છે. આપણા પૂર્વજોએ તેને સન્માનવા જળદેવતા કહ્યું. પૃથ્વીને માતા કહી, નદીઓને લોકમાતા કહી, અગ્નિ અને વાયુને દેવતા કહ્યાં. પુરાતન સમયમાં નીચે પૃથ્વી અને ઉપર આકાશ હતાં. પૃથ્વી જ બ્રહ્માંડ ગણાતી. સૂર્ય, ચંદ્ર, ગ્રહોને દેવતા કહ્યાં. પછી ખબર પડી કે પૃથ્વી તો દડા જેવી ગોળ છે. તેનો પરિઘ માપવામાં આવ્યો. પછી ખબર પડી કે પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરે છે.

ગ્રહો શા માટે વક્રગતિ કરે છે અને ગ્રહો શા માટે ક્યારેક ખૂબ જ નજીક અને પ્રકાશિત દેખાય છે અને બીજે સમયે ક્યારેક ખૂબ જ દૂર અને ઝાંખા દેખાય છે. તે મોટો કોયડો રહ્યો અને તે લગભગ ૧૫૦૦ વર્ષ સુધી વિદ્વાનોને સમજાયું નહીં.

કોપરનીકસ અને કેપ્લર જેવા ખગોળવિદોએ દર્શાવ્યું કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં નથી પણ સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને ગ્રહો અંડાકાર કક્ષાનાં સૂર્યની પરિક્રમા કરે છે. પૃથ્વી તો માત્ર સૂર્યનો એક ગ્રહ જ છે. ચંદ્ર તેનો ઉપગ્રહ છે. છેક ૧૭૮૧થી શનિ સુધીના ગ્રહો જ જાણીતા હતાં. આર્યભટ જેવા ખગોળવિદોને ખબર હતી કે સૂર્યમાળામાં માત્ર સૂર્ય જ સ્વયંપ્રકાશિત છે, ગ્રહો સ્વયંપ્રકાશિત નથી તે તો માત્ર સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરી પોતાને દર્શાવે છે.

ડેન્માર્કનો નબીરો ટાયકો બ્રાટે મહાન નિરીક્ષક ખગોળવિજ્ઞાની હતો. આકાશના પિંડોનો અભ્યાસ કરવા તેને ધાતુના મોટા કોણમાપક યંત્રો બનાવ્યા હતા અને આકાશનું નિરીક્ષણ કર્યું હતું અને તેની ખૂબ જ ચિવટથી નોંધ રાખી હતી. ગેલિલિયોએ પોતાનું દૂરબીન બનાવી આકાશ તરફ તાક્યું અને ખગોળના ઈતિહાસે વળાંક લીધો. ધૂમકેતુમાં હવે પૃથ્વીના વાયુમંડળની પ્રોડક્ટ રહ્યાં નહીં. સૂર્ય ગોળ ગોળ તેની ધરી પર ફરે છે. તે સાબિત થયું. ગ્રહો સૂર્યની જ પરિક્રમા કરે છે. તે શુક્ર પણ કળા કરતો દેખાય છે. તેના પરથી નિ:શંક સાબિત થયું. શા માટે ગ્રહો વક્રગતિ કરે છે અને શા માટે ગ્રહો કોઈના નજીક અને પ્રકાશિત દેખાય છે અને બીજી કોઈવાર દૂર અને ઝાંખા દેખાય છે તે વાત સમજમાં આવી. આકાશગંગા તો તારા ભરેલા ક્ષેત્રો છે તે સાબિત થયું.

ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે તે વાત તો બધા જાણતા હતાં પણ ગુરુની ફરતે પણ ચંદ્રો પરિક્રમા કરી રહ્યાં છે તે વાત સાબિત થઈ. શનિની ફરતે વલયો જોવાયાં. શનિના ઉપગ્રહો શોધાયાં. ગ્રહોનાં અંતરી ચોક્કસાઈથી મપાયાં. પ્રકાશની ગતિ પ્રતિ સેક્ધડની ૩ લાખ કિલોમીટરની મપાઈ. પ્રકાશની ગતિ ઈન્ફાયનાઈટ (શક્ષરશક્ષશયિં) અસીમ છે તે વાત ગેરસાબિત પુરવાર થઈ. ગેલિલિયોએ દર્શાવ્યું કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો પ્રવેગ અચળ છે. ન્યૂટને ગતિના નિયમો શોધ્યાં. ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. કેપ્લરના ગ્રહગતિના નિયમોની પ્રેરણામાંથી આ બધું અસ્તિત્વમાં આવ્યું. પણ સાચી હકીકત એ છે કે ભારતીય ઋષિ-મુનિઓને આ બધું જ્ઞાન હતું. તાત્ત્વિકપણે ભારતીય ઋષિ-મુનિઓ આ બધું જાણતા હતાં. તેમણે તેને ખૂબ વિસ્તૃત નહીં કરેલું, પણ તેઓ આ બધું જાણતા હતાં. આપણા ગ્રંથો ઉથલાવો તો ખબર પડે કે તેમને ખબર હતી કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે. ધ્રુવનો તારો સ્થિર છે પણ તે પણ બદલાય છે. આ બધા જ્ઞાનનો ફરીથી પશ્ર્ચિમમાં આવિર્ભાવ થયો અને તે કૂદકે ભૂસકે આગળ વધ્યું. અને તેનો ખૂબ જ વિસ્તાર થયો. લોકો માનવા લાગ્યાં કે આ જ્ઞાન પશ્ર્ચિમી વિજ્ઞાનીઓની જ દેન છે. અલબત્ત, પશ્ર્ચિમી વિજ્ઞાનીઓએ આ જ્ઞાનને ખૂબ જ આગળ વધાર્યું.

ન્યૂટનના ડાયનામિક્સની મદદથી હેલીએ સાબિત કર્યું કે ધૂમકેતુઓ સૂર્યમાળાના જ સભ્યો છે. તેમ છતાં ખબર ન હતી કે આ ઉલ્કા શું છે. ઈમેન્યુઅલ કાન્ડે મંતવ્ય દર્શાવ્યું કે અંતરીક્ષમાં કેટલાય વિશાળ વાયુનાં વાદળો છે. સૂર્યમાળા આવા વાયુના વાદળમાંથી જન્મી હોવાની શક્યતા છે. ગણિતશાસ્ત્રી ટીશ્યલે ગ્રહો સૂર્યમાળામાં કેવી રીતે ગોઠવાયેલ છે તેનું ઈમ્પીરીકલ સૂત્ર આપ્યું. તેના પરથી પ્રશ્ર્નો ઉદ્ભવ્યાં કે ગ્રહમાળામાં ગ્રહો ગમે તેમ વિખરાયેલાં નથી પણ ગાણિતીક સૂત્રને અનુસરે છે. ૧૭૮૧માં વિલીયમ હર્ષલે શનિ પછી એક આકાશીપિંડને સૂર્યની પ્રદક્ષિણા કરતો જોયો જેને તેણે ધૂમકેતુ કહ્યો, પણ બીજા ખગોળનિરીક્ષકોએ સાબિત કર્યું કે તે તો શનિ પછી સૂર્યની પરિક્રમા કરતો એક ગ્રહ છે. ત્યાર પછી મંગળ અને ગુરુ વચ્ચે નાના નાના ગ્રહો સૂર્યની પરિક્રમા કરતાં નજરે ચઢ્યાં. ખગોળવિદો પ્રશ્ર્ન કરવા લાગ્યાં કે મંગળ અને ગુરુ વચ્ચે એક મોટો ગ્રહ કેમ નહીં પેદા થયો.

આ તરફ લાટલાસે જેવા વિચક્ષણ ગણિતશાસ્ત્રીઓ માનવા લાગ્યાં કે સૂર્યમાળા એક વાયુના વાદળમાંથી જન્મી છે. જ્યારે ન્યૂટન બે વર્ષનો હતો ત્યારે રેને દેકાર્તે સૂર્યમંડળ કેવી રીતે જન્મ્યું હશે તેની કલ્પના કરેલી. તેણે કહ્યું કે સરોવરમાં જેમ મોટો લાકડાનો ટુકડો નાના નાના લાકડાના ટુકડાને હંકારે તેમ સૂર્ય, ગ્રહોને હંકારે છે. લાટલાસે કહ્યું કે એક વિશાળ વાયુનું વાદળ હતું. તે ગોળ ગોળ ફરતું હતું. તેથી તે તેના વિષુવવૃત્ત પર ફૂલતું જતું હતું. આ વાદળ ગુરુત્વાકર્ષણના કારણે સંકોચાતું જતું હતું. કોણીયવેગમાનના સંચના નિયમ મુજબ તે ખૂબ જ ઝડપથી ગોળ ગોળ ફરવા લાગ્યું. એટલે તે વિષુવવૃત્ત પર વધારે ફૂલવા લાગ્યું અને તેમાંથી કેન્દ્રીય ગોળાની ફરતે પદાર્થની થાળી (રકાબી, મશતસ) ઉત્પન્ન થઈ અને આ રકાબી વારે વારે ખંડિત થઈ અને તેમાં ગ્રહો બન્યાં. વચ્ચેનો કેન્દ્રનો ગોળો સૂર્ય તરીકે જન્મ્યો. કેન્દ્રમાં ખૂબ જ પદાર્થના કારણે ત્યાં ખૂબ જ દબાણ ઉત્પન્ન થયું અને ખૂબ ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થયો તે આપણો સૂર્ય.

લાટલાસના સૂર્યમાળા ઉત્પન્ન થવાનાં પ્રાથમિક વિચારો તો આવા છે પછી તેની થીયરી એ સમજાવી શકતી નથી કે તેમાં ગ્રહો-અંતરનો નિયમ કેવી રીતે ઉત્પન્ન થાય અને બીજું કે સૂર્યે માત્ર ૦.૦૦૧ ટકો પદાર્થ ફેંકી ૯૯ ટકા તેનું કોણીયવેગમાન કેવી રીતે ખંખેરી નાખ્યું.

તેથી ખગોળવિદો સૂર્યમાળા કેવી રીતે જન્મી તેના વિષે નવા વિચારો કરવા લાગ્યાં. એક વિચાર પ્રમાણે સૂર્યની બાજુમાંથી એક મોટો તારો પસાર થયો. તે તારાએ સૂર્યમાંથી પદાર્થ બહાર ખેંચી કાઢ્યો અને તેમાં ગ્રહમાળા જન્મી. પણ પછી બીજા ખગોળવિદોએ સાબિત કર્યું કે જો આવો પદાર્થ ઉત્પન્ન થયો હોય તો તે થોડા સમયમાં બહાર પલાયન થઈ જ જાય અને ગ્રહમાળા બનાવવા અક્ષમ રહે. તો વળી બીજા ખગોળવિદો માનવા લાગ્યાં કે સૂર્યને જોડિયો તારો હતો. તેમાં વિસ્ફોટ થયો. તેનો પદાર્થ સૂર્ય પાસે જઈને પડ્યો અને તેમાં સૂર્યમાળાના 

ગ્રહો બંધાયાં.

બીજા ખગોળવિદોએ કહ્યું કે સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરે છે. તેને રસ્તામાં જબ્બર વાયુના વાદળ સાથે મુલાકાત થઈ અને સૂર્યમાળાના ગ્રહો બંધાયાં.

આમ ઘણા બધા વિચારો સૂર્યમાળાના જન્મ વિકાસ અને રચના માટે અસ્તિત્વમાં આવ્યાં. પણ તે સૂર્યમાળાના એકાદ બે ગુણધર્મને સમજાવી શકે છે પણ લગભગ બધાં જ ગુણધર્મને સમજાવી શકતાં નથી. ખાસ કરીને શા માટે ગ્રહો ગ્રહ-અંતરના એક સૂત્રને અનુસરતા દેખાય છે. શા માટે સૂર્યે ૦.૦૦૧ ટકો પોતાના પદાર્થનો ત્યાગ કરી ૯૯ ટકા કોણીયવેગમાન ખંખેરી શક્યો. આ તથ્યો સમજાવી શકતાં નથી. બીજું કે સૂર્યમાળા વિષે નીચેના નિરીક્ષણો સમજાવવા જરૂરી છે.

૧. શા માટે બધા જ ગ્રહો લગભગ સૂર્યની વિષુવવૃત્તની સમતલ (ાહફક્ષય) માં છે?

૨. શા માટે લગભગ બધાં જ ગ્રહો પશ્ર્ચિમથી પૂર્વ તરફ પોતાની ધરી પર ફરે છે અને તે જ દિશામાં સૂર્યની પરિક્રમા કરે છે જે સૂર્યની પોતાની ધરી ભ્રમણની અને પરિભ્રમણની દિશા છે?

૩. શા માટે ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે?

૪. શા માટે ગ્રહો સૂર્યની અમુક ચોક્કસ અંતરે પેદા થઈ ગ્રહ-અંતરનો નિયમ બનાવે છે?

૫. શું સૂર્ય અને ગ્રહોનો મૂળભૂત પદાર્થ એક જ છે? હકીકતમાં તે એક જ છે અને શા માટે?

૬. સૂર્ય અને ગ્રહોના વય લગભગ સરખા શા માટે?

૭. શા માટે સૂર્યની નજીક બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જેવા ખડકાળ ગ્રહો છે અને દૂર ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યૂન જેવા વાયુમય (લફતયજ્ઞીત) છે?

૮. સૂર્યમાળાના ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યૂન જેવા ગ્રહોને શા માટે વલયો છે?

૯. શું સૂર્યને વલયો છે?

૧૦. શું સૂર્યની પેલે પાર ગ્રહો છે? ક્યાં સુધી?

૧૧. ધૂમકેતુઓ સૂર્યમાળામાં કેવી રીતે જન્મ્યા હશે?

૧૨. સૂર્યમાળાનો સ્વભાવ સાયક્લિક (ચક્રમય) છે. એટલે કે તે સામયિક ક્રિયા કરે છે. માટે તે હકીકતમાં એક ઝૂલો છે, એક હિંડોળો છે. તો સૂર્યમાળામાં આવું શા માટે?

૧૩. સૂર્યમાળામાં ગુરુત્વાકર્ષણીય સ્પંદનો (લફિદશફિંશિંજ્ઞક્ષફહ યિતજ્ઞક્ષફક્ષભય)ની ક્રિયા ચાલે છે. તો આ ક્રિયાને ભૌતિક રીતે કેવી રીતે સમજાવી શકાય? તેનું સૂત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું?

૧૪. શા માટે સૂર્યે માત્ર ૦.૦૦૧ ટકા તેનો પદાર્થ છોડી તેનો ૯૯ ટકા કોણીયવેગમાન છોડી દીધો?

૧૫. ગ્રહો ગોળ શા માટે છે?

૧૬. સૂર્યમાળાનો આકાર રોટલી વણવાના વેલણ જેવો શા માટે છે?

૧૭. ગ્રહોની ઉપગ્રહમાળાઓ, સૂર્યમાળાની નકલ કરે છે તો આ શામ્ય શા માટે?

૧૮. સૂર્યમાળાની હદ (લિમીટ હશળશિ)ં ક્યાં સુધી? અને તેની આવી હદ શા માટે?

૧૯. શા માટે સૂર્ય ગ્રહોનાં ઉપગ્રહોને તેના ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષતો નથી અને તેને ખેંચી લેતો નથી, તેમને તેના જ ગ્રહો બનાવી દેતો નથી?

૨૦. અમુક ગ્રહોની ધરી વાંકી શા માટે થઈ ગઈ છે?

૨૧. ગ્રહોની સાઈઝ, તેમાં રહેલો પદાર્થ, તેનું ધરીભ્રમણ, તેનું ચુંબકીયક્ષેત્ર વગેરેમાં શા માટે કોઈ સામાન્ય નિયમ નથી?

૨૨. શા માટે સૂર્યમાળામાં હજારો ધૂમકેતુઓ છે?

૨૩. શા માટે સૂર્યમાળામાં લઘુગ્રહોના પટ્ટા છે?

૨૪. શા માટે સૂર્યમાળામાં માત્ર સૂર્ય જ સ્વયં પ્રકાશિત છે?

૨૫. આકાશગંગા મંદાકિનીમાં ૫૦૦ અબજ તારા કેવી રીતે જન્મ્યા હશે? એટલે કે આકાશગંગા મંદાકિનીમાં તારાના અને ગ્રહમાળાનાં ગ્રહોનાં કમ્પાર્ટમેન્ટસ (ફ્લેટો, ઘરો) શા માટે?

સૂર્યમાળાના જન્મની થીયરી સૂર્યમાળાના આ ૨૫ ગુણધર્મોને સમજાવી શકે તે જ સૂર્યમાળાની સાચી થીયરી ગણાય. શું સૂર્યમાળાના જન્મની આવી થીયરી હજુ સુધી કોઈ આપી શક્યું છે?

હાલ સુધીમાં સૂર્યમાળાના જન્મ વિષે વિવિધ લગભગ ૪૦ થીયરીઓ છે.

સૂર્યમાળાનો જન્મ, વિકાસ અને રચના સમજવાની શા માટે જરૂર છે?

છેલ્લા ૨૦ વર્ષમાં આકાશગંગામાં સૂર્યમાળાની બહાર બીજા તારાની ફરતે ૧૦૦ જેટલા ગ્રહો શોધી કઢાયાં છે. તો પ્રશ્ર્ન એ છે કે આ તારાની ફરતેની ગ્રહમાળા અને આપણી ગ્રહમાળામાં શું સામાન્ય છે?

બ્રહ્માંડમાં ગ્રહમાળા શા માટે શોધવી જોઈએ?

બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે કે નહીં તે જાણવા માટે આપણે બીજા તારાની ફરતે ગ્રહમાળા છે કે નહીં, તે જાણવું બહુ જરૂરી છે. કારણ કે જીવન તારા પર ન હોય પણ ગ્રહ પર જ હોય.


બ્રહ્માંડને સમજવા ગાણિતિક સમીકરણો અનિવાર્ય નથી

શું સમીકરણો વગરનું વિજ્ઞાન શક્ય છે?જો વિજ્ઞાનમાં મોટી માથાકૂટ હોય તો તે સમીકરણો મેળવવાની છે અને પછી તેનાં ઉકેલો શોધવાની છે. આ બધું ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે કેલ્કયુલસ, ઈન્ટિગ્રેશન ડીફ્રન્સીયલ ઈક્વેશન્સ, સમીકરણોથી ભરેલું છે. લોકો તેના પર પ્રભુત્વ મેળવી શકતા નથી અને કંટાળી જાય છે. ગભરાઇ જાય છે અને છેવટે તે છોડી દે છે.

પણ જ્યારે તેનું ભૌમિતિકરૂપ જોઇએ તો આપણને આનંદ થાય. બધું સમજવું સહેલું લાગે. છેવટે ભૂમિતિ જ બધું છે. કેલ્કયુલસ આપણને શું બતાવે છે? કે કોઇ પણ ક્રિયા ચાલે છે તે સમયની સાથે કેવી રીતે બદલાય છે. તેની ભૂમિતિ દોરો એટલે બધું સમજાઇ જાય.

આપણા આર્યભટે પાંચમી સદીમાં ૨ડ-૧=૦ સમીકરણ શોધ્યું અને તેનો ઉકેલ પણ શોધ્યો. ભૂમિતિ રીતે શું દર્શાવે છે ખબર છે? આ એક રેખા જે ુ-યામને સમાંતર છે અને તેનાથી ૧/૨ યુનિટ દૂર છે. આમ ભારે લાગતું સમીકરણ, ભૂમિતિમાં જોતાં આનંદદાયક હોય છે અને તરત જ સમજાઇ જાય છે. ભૂમિતિ હંમેશાં સુંદર અને સમજવી સહેલી હોય છે કારણ કે તે દેખાય છે.

ચૂંટણીનું ગણિત અટપટું લાગે પણ ગ્રાફમાં જોેઈએ તો તરત જ સમજમાં આવી જાય. દૃશ્યચિત્રનો આ પ્રભાવ છે, આ તાકાત છે.

ઉપરોકત બીજગણિતનો ભૌતિક અર્થ શું? તે એવા એક પદાર્થ કણનો છે કે ગમે તે વસ્તુનો માર્ગ દેખાડે છે. જેવા પર કોઇ બળ લાગતું નથી. માટે તે રેખામાં ગતિ કરે છે. જેવું બળ લાગવા માંડે કે તેનો માર્ગ રેખામાર્ગ વંકાય. અને એ માર્ગનું બીજગણિતિક રૂપ રૈખિક સમીકરણ રહે નહીં પણ ડ્ઢ૨+ઢ૨=િ૨ જેવું રૂપ ધારણ કરે. તે વર્તુળ બને. દીર્ઘવૃત્ત બને, પરવલય કે અતિપરવલય બને.

કોઇ પણ બીજગણિતના સમીકરણને ભૂમિતિ હોય જ છે.આ ભૂમિતિ દોરીએ તો બીજગણિતના સમીકરણને આપણને શું કહેવાનું છે તે સમજાય. મોટા મોટા વિખ્યાત પેઇન્ટરો રંગના પટ્ટા મારતા હોય છે અને તેમાંથી અદ્ભુત ચિત્ર ઉત્પન્ન કરે છે અને તેનો અર્થ બહુ આધ્યાત્મિક હોય છે. તેને એબ્સ્ટ્રેક (ફબતિિંફભિ)ં પેઈન્ટિંગ કહે છે. તે માત્ર લીટા જ હોય છે. પટ્ટા જ હોય છે.

આપણે મોટી મોટી જગ્યાએ, મોટી મોટી હોટલોમાં કાંકરા અને નાના નાના પથ્થરોની અદ્ભુત રચનાઓ જોઇએ છીએ. કુદરતમાં કમળ, સૂર્યમુખી, ગુલાબ વગેરે ફૂલોની અદ્ભૂત ભૂમિતિ જોઇએ છીએ. મધપૂડાની અગાધ રચના જોઇએ છીએ. સુગ્રીના માળાની રચના જોઇએ તો આશ્ર્ચર્ય પામી જઇએ. પાણીમાં ફેલાતા તરંગો, નદીની ભેખડો, પર્વતોના શિખરો, અદ્ભુત ભૂમિતિના દર્શન કરાવે છે.

યુકિલડની ભૂમિતિને સમતલની ભૂમિતી (ાહફક્ષય લયજ્ઞળયિિંુ) કહે છે, કારણ કે સ્થાનિક છે પણ બ્રહ્માંડને વિસ્તૃત રીતે જોઇએ તો તે યુકિલડીએતર (ક્ષજ્ઞક્ષ-ઊીભહશમયફક્ષ) ભૂમિતિ છે. ભૂમિતિ જ આપણને દર્શાવે છે કે સ્થાનિક વ્યૂ અને ગ્લોબલ વ્યૂ બંને અલગ અલગ છે. આઈન્સ્ટાઇનને બ્રહ્માંડને સમજાવવા છેવટે યુકિલકીએતર (ક્ષજ્ઞક્ષ ઊીભહશમયફક્ષ) ભૂમિતિનો જ ઉપયોગ કરવો પડયો છે. તે ગુરુત્વાકર્ષણ સમજાવે છે. માટે સમીકરણ વગર પણ આપણે બ્રહ્માંડને સમજી શકીએ છીએ, ભૌતિકશાસ્ત્રને સમજી શકીએ છીએ. ગુરુત્વાકર્ષણ હોય ત્યાં વક્ર કેવો હોય તો કે ગળણી આકારનો (ઋીક્ષક્ષયહ તવફાયમ).

આપણે નાના મોટા પથ્થરોને બાજુ બાજુમાં મૂકતા જઇએ તો એક સુંદર ડિઝાઇન ઉત્પન્ન થાય છે. તે ઘણીવાર ભૌતિકશાસ્ત્રની ગુુહ્ય પ્રક્રિયા સમજાવતી હોય છે. ગોલક, લંબગોલક, બોક્ષ, શંકુ, નળાકાર, પિરામિડ બધી જ ભૂમિતિ તો છે. વર્તુળનું સમીકરણ પેદા થયું કે દીર્ઘવર્તુળનું સમીકરણ પેદા થયું તે પહેલા તેની ભૂમિતિ પેદા થઇ હતી. વસ્તુની સુંદરતા તેની ભૂમિતિ અને સુડોળતા, સિમેટ્રી પર તો આધાર રાખે છે. કોઇ પણ વક્ર એક ભૂૂમિતિ ઉત્પન્ન કરે છે અને તેને બીજગણિતમા ઢાળીએ તો તે એક સમીકરણ ઉત્પન્ન કરે છે. ઢ=ર(ડ) એ એક નાનું સમીકરણ છે. તે પૂરા બ્રહ્માંડની ભૂમિતિ અને ગાજગણિતિક સમીકરણોનો તેનામાં સમાવેશ કરે છે.

હવે વિજ્ઞાનીઓ એમ માનવા લાગ્યા છે કે ભૌતિકશાસ્ત્રનો કે ગણિતશાસ્ત્રનો અભ્યાસ સમીકરણોને ઉકેલ શોધવા વગર પણ થઇ શકે છે. તેના કોમ્પ્યુટર સોફટવેર બનાવો તો સમીકરણ ઉકેલવાની જરૂર ન પડે. મંદાકિનીની રચના કે ફોબોનાસી શૃંખલા આધારીત સમજી શકાય છે. શંખલાની રચનાને પછી બીજગાણિતિકમાં સમીકરણમાં ઢાળી શકાય છે. વિજ્ઞાનીઓ જે ભૌતિક ક્રિયાઓને કોમ્પ્યુટર સિમ્યુલેશન કરી તેનો અભ્યાસ કરે છે તે આ જ પ્રક્રિયા છે, બીજગણિતના સમીકરણનો ઉકેલ શોધ્યા વગર ભૌતિક ક્રિયા સમજવી, સ્પિનર, કવોન્ટમ લૂખ થીઅરી સ્ટ્રીંગ થીઅરી, અસ્થે વેરીએબલ્સ આ માટેની ભૌતિક અને ભૌમિતિક આકૃતિઓ છે.

ઘરમાં જે ટાઈલ્સ, લાદીઓ નંખાય છે તે ભૌમિતિક તો છે. ફૂટપાથ પર નખાતી લાદીઓ પણ ભૌમિતિક રચનાઓ જ છે. ફૂટપાથ કે સીડીના પગથિયા ખરબચડા રાખવામાં આવે છે તે પણ ભૈમિતિક જ્ઞાનના જ આધારે છે. જો આ બધું ભૌમિતિક ચિત્રોથી જ છેવટે સમજાતું હોય તો બીજગણિત - સમીકરણો બ્રહ્માંડને સમજવા અનિવાર્ય નથી જ. ક્વોન્ટિમ મિકેનીકસ પણ વેવમિકેનિક્સ છે. બધે જ જાતજાતના ગ્રાફસ જોઇ શકાય છે. કુદરત તદ્દન સાદી રીતે પ્રારંભ કરે છે. અને તેમાંથી આગળ જતાં તે કોમ્પલેક્સ બને છે. માટે કોઇ પણ ગૂંચવણભરેલી વસ્તુ કે ક્રિયા હકીકતમાં પ્રારંભમાં બહુ જ સાદી અને સરળ જ હોય છે. 

એક નાનો ચોરસ લો. તેને લાલ રંગથી રંગો. તેની બાજુમાં કાળા રંગનો ચોરસ રાખો. આમને આમ હારમાળા કરો. તેની નીચે બીજી આવી હારમાળા કરો. છેવટે તમને તેમાંથી સુંદર પણ કોમ્પલેક્સ ભાત મળશે. તે આખી આકૃતિ જટિલ લાગશે પણ તેનો એકમ તો તદ્દન સરળ છે. બાળક જન્મે ત્યારે સરળ હોય પછી તે ગૂંચવણભરેલું બનતું જાય છે. આમ આપણે સમીકરણ વગર પણ ગણિત શીખી શકીએ છીએ. બ્રહ્માંડના ગણિતને સમજી શકીએ એમ છીએ. એક વર્તુળ ઉપર નજીકમાં બીજું વર્તુળ દોરો. એમને એમ સો વર્તુળો દોરો. અને તેને જોશો તો એક પરમ આકૃતિ દેખાશે. કેલિડોસ્કોપમાં આવી જ રીતે આકૃતિ બને છે. દોરાને ભેગા કરી તેને વળ આપવાથી પણ સુંદર ભૂમિતિ ઉત્પન્ન થાય છે. શ્રીયંત્રો જે મંદિરોમાં રાખવામાં આવે છે કે આમ ભૌમિતિક આકૃતિઓ છે. બ્રહ્માંડમાં ભૂમિતિ જ છે. શરીરમાં રહેલી પેશીઓ કે ઉગઅ છગઅની ડબલ હેલીથી ભૌમિતિક આકૃતિઓ છે. આપણા હાથના આંગળા કેટલી આકૃતિ બનાવી શકે છે. તે ગણતરી કરવામાં નિપુણ છે. બ્લેકહોલની ભૂમિતી, બ્લેક હોલના સમીકરણો દેખાડે છે.

ભૂમિતિ ગમે તેટલી ગૂંંચવણ ભરેલી હોય પણ તે બધાને જ સમજાય છે. સમીકરણો સમજાતાં નથી. તેના ઉકેલો શોધવા અઘરાં પડે છે. માટે ગણિતશાસ્ત્ર સામાન્ય લોકોને અઘરું પડે છે.

લીનીયર ભૌતિક ક્રિયામાં ગાણિતીક સમીકરણો સંપૂર્ણ જવાબ આપે છે. તેની ભૂમિતિ પણ સરળ હોય છે. જો ભૌતિક ક્રિયા નોન-લીનીયર હોય તો તેનું ગણિત અઘરું પડે છે. દા. ત. આઈન્સ્ટાઇના વિસ્તૃત સાપેક્ષવાદના સિદ્ધાંતો નોન- લીનીયર છે. માટે તેનો સંપૂર્ણ ઉકેલ મેળવવો અઘરો છે. આવી બાબતોમાં સમીકરણ વગર ક્રિયાને સમજવી સહેલી પડે. તેની ભૂમિતિ પરથી ક્રિયા સરળી રીતે સમજી શકાય. આપણા મગજમાં પણ નોન-લીનીયર ક્રિયાઓ આકાર લેતી હોઈ. મગજને સમજવા, તેને દૃષ્ટિમાન કરવા સમીકરણ વગરનું ભૌમિતિક ગણિત કારગત નીવડે. તે કોમ્પ્યુટર મોડલિંગથી તેના સિમ્યુએશનથી દૃષ્ટિમાન થઇ શકે. કોઇ પણ ક્રિયાને ગાણિતિક સમીકરણ વગર સમજવી થોડી વિચાર તો માગી લે છે. તે મિકેનિકલી થઈ શકે નહીં. અહીં થોડી મુશ્ક્ેલી નડે ખરી.

હાલ સુધી વિજ્ઞાનીઓએ ગાણિતિક સમીકરણોની મદદ વડે કુદરતને સમજવા પ્રયત્નો કર્યા છે. અને તે પરીક્ષામાં સફળ ઊતર્યાં છે. પણ હદુ એવી ભૌતિક ક્રિયાઓ સમજવાની બાકી છે, જેને ગાણિતિક સમીકરણો સંપુર્ણપણે સમજાવવામાં ઊણા ઉતરે છે. કારણે જ આ કોમ્પ્યુટર જનરેટેડ પ્રોગ્રામ સમીકરણ વગર તેને સમજાવવા પ્રયત્ન કરે તો તે નવી દિશા ખુલ્લી કરશે. આ રીત ક્યાં સુધી કારગત નીવડશે તે જોવાનું બાકી છે. આ બાબત ઓડીયો - વિઝયુઅલ એઈડથી ભણાવવાની પ્રથા જેવી છે. મનોવૈજ્ઞાનિક અને જીવ-વૈજ્ઞાનિક બાબતોને સમીકરણોમાં ઢાળવી અને તેનો પછી અભ્યાસ કરવો ખરેખર મુશ્કેલ છે. આવી બાબતોમાં આ સમીકરણ વગરના ભૌમિતિક કોમ્પ્યુટર પ્રોગ્રામો કારગત નીવડી શકે છે.

હકીકત એ છે કે જેને આપણે નિયમો કહીએ છીએ તે નિયમો છે જ નહીં. જે છે તે ભૌતિક ક્રિયાઓ છે. આ ભૌતિક ક્રિયાઓને કેવી રીતે સમજવી તે વાત છે. તે ગાણિતિક સમીકરણો વડે પણ સમજી શકાય અથવા તો ભૂમિતિની મદદથી અથવા મોડેલ બનાવીને અથવા તો કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી સમજી શકાય.

૨ડ્ઢ+૩ુ-૫૨=૦ અને ૩ડ્ઢ - ુ+૩=૦ બીજગણિતમાં લિનિયર સમીકરણ છે. લિનિયર સમીકરણ એટલે એક ઘાતવાળું સમીકરણ. આ બંને સમીકરણનો ઉકેલ શોધી શકાય. ભૂમિતિ રીતે આ બંને રેખાઓ છે. આ બંને રેખાઓ એકબીજાને કયાં મળે છે તે તેનો ઉકેલ છે, તો ગ્રાફ દોરીને પણ જાણી શકાય. તેનો બીજગણિત રીતે ઉકેલ શોધવાની જરૂર નથી.

શેરબજારમાં અધીરા લોકોનાં નાણાં ધીરજવાનો લઈ જાય છે --- જયેશ ચિતલિયા

ચૂંટણીના પરિણામ આવી ગયા છે, અર્થતંત્ર અને બજારો તેમ જ સમગ્ર ઈન્વેસ્ટમેન્ટ જગત હવે નવી દિશા તરફ આગળ વધશે. આ સંજોગોમાં રોકાણકારોએ શું કરવું અને શું ન કરવું તેની સમજ સાથે સંયમ રાખવો જરૂરી છે. રાતોરાત કંઈ બદલાઈ જવાનું નથી, આ સમયમાં વોલેટિલીટી વધી શકે, સેન્ટિમેન્ટ સતત ઊંચા સ્તરે જઈ શકે, પ્રવાહિતા વધી શકે, જોકે આર્થિક ફંડામેન્ટલ્સ સુધરતા વાર લાગશે. આ સમયમાં તેજીમાં વધુ પડતા તણાઈ જવું નહીં અને માર્કેટ તૂટે તો ગભરાઈ જવું નહીં. સ્ટોક માર્કેટ કે ઈન્વેસ્ટમેન્ટ જગતના વ્યવહારોમાં આપણે કયાંક નફો તો કયાંક ખોટ કરતા હોઈએ છીએ. કોઈ નિર્ણયમાં સ્માર્ટ રહયા હોઈએ તો વળી કોઈ નિર્ણયમાં ભૂલ પણ કરી હશે. જોકે આપણી ભૂલોમાંથી પણ આપણે ઘણીવાર શીખવાનું ટાળીએ છીએ અથવા ચૂકી જઈએ છીએ. બાકી, જો આપણે આપણા જ નિર્ણયોની સમયાંતરે સમીક્ષા કરતા રહીએ અને તેમાંથી પણ પાઠ મેળવવાનો પ્રયાસ કરીએ તો જીવનમાં કાયમ કામ આવે એવા અનુભવોનો ખજાનો જમા થઈ શકે છે. ખૈર, આપણે વેલ્થ ચેક અપમાં આ વખતે વૈશ્ર્વિક ઈન્વેસ્ટમેન્ટ ગુરુઓના અનુભવોને યાદ કરી કંઈક નવું શીખીએ. અત્યારે આ સમજવાનો વિશેષ સમય છે.

શેરબજારની વાત હોય ત્યાં વોરેન બફેટ યાદ ન આવે એવું તો બને જ નહીં. વોરેન બફેટ તેની સાદી પણ સ્પષ્ટ ભાષામાં કહે છે કે જો તમારી દસ વરસ માટે શેરો ધરાવી રાખવાની ઈચ્છા ન હોય તો તમે એ દસ મિનિટ માટે પણ ન રાખો. માત્ર ને માત્ર રોકાણકારોને જ માફક આવે એવી આ વાતમાં લાંબા ગાળાના રોકાણને જ પ્રાધાન્ય આપવા પર ભાર છે. વળી બફેટ સાહેબ એવું પણ ઉમેરે છે કે તમારા શેરોના ભાવો પચાસ ટકા તૂટી જાય ત્યારે તમે જરાપણ ગભરાટ કે ચિંતા વિના તેને જોઈ શકવાની તૈયારી રાખી શકતા હો તો જ શેરબજારમાં પ્રવેશ કરજો. બોલો , પહેલી નજરે બફેટ સાહેબની આ બે વાત સાંભળીને જ આપણા તો હોંશ ઊડી જાય ને! એક તો આટલા લાંબા સમય માટે રોકાણ કરવાનું અને તેના ભાવ પચાસ ટકા ઘટી જાય તો પણ તેને સ્વીકારવા તૈયાર રહેવાનું . જવા દો યાર, શેરબજારમાં પ્રવેશવું જ નથી એવો નિર્ણય કરવાનું દિલ થઈ જાય તો નવાઈ નહીં. પરંતુ દોસ્તો, આ શબ્દોને એઝ ઈટ ઈઝ પકડવાને બદલે તેના ભાવ અને અર્થને સમજશો તો શેરબજારમાં રોકાણ કર્યા બાદ નિષ્ફળ થવાની સંભાવના નામશેષ થઈ શકે છે. અને હા, રાતોરાત લખપતિ થઈ જવાની ભ્રમમાંથી પણ મુકિત મળી શકે છે. ઈન શોર્ટ, શેરબજાર જોખમી છે અને તેમાં તમારી મૂડી સાફ થઈ જાય એવું પણ બની શકે છે. 

ઈતિહાસ પાસેથી આપણે એટલું જ શીખીએ છીએ કે આપણે ઈતિહાસ પાસેથી કંઈ શીખતા નથી, બેન્જામિન ડીઝરાઈલી નામના ગુરુ આમ કહે છે ત્યારે આપણી ભૂલોમાંથી પણ નહીં શીખવાની મનોવૃત્તિ ખુલી પડે છે. એટલે જ શેરબજારમાં મહેતાઓ, પારેખો અને કહેવાતા પંડિતો, લેભાગુ પ્રમોટરો- ઓપરેટરો આવતા રહે છે અને રોકાણકારોને છેતરીને જતા રહે છે. કારણ કે દર વખતે આપણે પ્રલોભનોમાં અથવા પેનિકમાં આવી પરંપરાગત ભૂલો કરતા રહીએ છીએ.

શેરબજાર એવું સ્થળ છે , જે ખૂબજ અધીરા લોકોના નાણાં ખૂબ જ ધીરજવાન લોકોને ટ્રાન્સફર કરી આપે છે, એવું કહેનાર વોરેન બફેટ આપણી મૂર્ખતા પર કટાક્ષ કરે છે. શેરબજારમાં એકસો જણાંમાંથી માંડ પાંચ કે દસ જણાં કમાય છે, જયારે કે નેવું થી પંચાણું જણાં ગુમાવે છે. એનું કારણ ઉપરના સંદેશમાં સમાઈ જાય છે.

શેરબજાર આમ તો ઘણા અને વિવિધ પરિબળોને આધારે ચાલે છે, કિંતુ તેમાં સૌથી સંવેદનશીલ પરિબળ સેન્ટિમેન્ટ મનાય છે. અર્થાત બજારનું માનસ અને વ્યક્તિગત સ્તરે ઈન્વેસ્ટરનું માનસ. જેને લીધે અનેકવાર એવું બને છે કે બજારમાં નાણાંકીય સિધ્ધાંતો કરતા સાઈકોલોજી આપણા નિર્ણયોને વધુ અસર કરે છે. આપણે બે મનોવૃતિનો સતત સામનો કરતા રહીએ છીએ, એક પ્રલોભનવૃત્તિ અને બીજી ગભરાટમાં આવી જવાની મનોવૃત્તિ . આ બંને બાબતો આપણી સાઈકોલોજી આધારિત નિર્ણય લેવડાવે છે અને મોટે ભાગે તેમાં આપણે સહન કરવાનું આવે છે. આ સમયમાં વિવેક અને સંયમ આપણને સફળ થવામાં આપણને સહાય કરે છે. નવી સરકાર પાસે ઘણી આશા છે, નવો ઉત્સાહ છે. તેથી આ સંજોગોમાં વૈશ્ર્વિક ઈન્વેસ્ટમેન્ટ ગુરુઓની થોડી વધુ શિખામણો પણ હવે પછી ચર્ચામાં અને ધ્યાનમાં લઈશું.

જગતને જર્મનત્વ કે બ્રિટિશત્વ સામે નહીં, માત્ર હિન્દુત્વ સામે જ વાંધો છે --- સૌરભ શાહ

જર્મન પ્રજા, બ્રિટિશ પ્રજા કે યહૂદી પ્રજાની જેમ હિન્દુ પ્રજાની એક આગવી સંસ્કૃતિ છે. જર્મનો પોતાના જર્મનત્વ માટેનું કે બ્રિટિશર પોતાના બ્રિટિશપણા માટેનું કે યહૂદીઓ પોતાના યહૂદી હોવા માટેનું ગૌરવ ગાઈબજાવીને જાહેર કરે છે ત્યારે આપણને, જગત આખાને, એમના માટે માન થાય છે. આપણે કહીએ છીએ કે જુઓ, આ પ્રજાનું આત્મસન્માન જુઓ; આવી પ્રજા જરૂર દુનિયામાં નામ રોશન કરે.

પણ હિન્દુ પ્રજા પોતાના હિન્દુત્વ માટે ગૌરવ પ્રગટ કરે છે ત્યારે એના આત્મસન્માનને કચડી નાખવા ચારેકોરથી હલ્લો બોલાવવામાં આવે છે. અને તે પણ ક્યાં? હિન્દુઓના પોતાના જ વતનમાં, પોતાના જ રાષ્ટ્ર હિન્દુસ્તાનમાં. ૧૬મી મેએ ભારતીય જનતા પક્ષને લોકસભાની ચૂંટણીમાં એકલપંડે સ્પષ્ટ બહુમતી મળી ગઈ હોવા છતાં કેટલાક સ્કેપ્ટિક્સ અર્થાત શંકાવાદી ડોળઘાલુઓ હજુય નરેન્દ્ર મોદીના, ભાજપના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિન્દુત્વના સંસ્કારો સામે આભડછેટ રાખીને લોકોને ભડકાવે છે.

ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. આ વાત કંઈ કોઈએ આજકાલની કહેલી નથી. સ્વામી દયાનંદ સરસ્વતી, બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય અને મહર્ષિ અરવિંદનાં લખાણોમાં એ વાત પ્રગટ થાય છે. પાંચ હજાર વર્ષનો ઈતિહાસ ધરાવતી આ હિન્દુ સંસ્કૃતિની ભૂમિ છે. હિન્દુ પ્રજા કોઈ એક ધાર્મિક સમુદાય નથી, એક સમગ્ર રાષ્ટ્ર છે. વીર સાવરકરના રાષ્ટ્રચિંતનના પાયામાં પણ આ જ વિચાર છે. જોકે, આ વિચારને સૌથી શક્તિશાળી રીતે વ્યકત કર્યો સ્વામી વિવેકાનંદે. આયુષ્યભર તેઓ કહેતા રહ્યા કે આપણે હિન્દુઓ એક રાષ્ટ્ર છે. નરેન્દ્ર મોદીએ પણ ટીવી પર એમના સૌથી ગાજેલા ઈન્ટરવ્યૂમાં ટાઈમ્સ્નાઉના અર્ણબ ગોસ્વામીને કહ્યું હતું કે હિન્દુ કોઈ ધર્મ નહીં પણ લાઈફસ્ટાઈલ છે. આ સમગ્ર દેશની સંસ્કૃતિ છે.

શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું પ્રથમ પ્રવચન માત્ર પાંચ મિનિટનું હતું. એમણે અમેરિકનોને સૌથી પહેલાં આ શબ્દો કહ્યા હતા: ‘ભારતના તમામ ધર્મોના લાખો-કરોડો હિન્દુ વતી હું તમારા પ્રત્યે આભાર વ્યકત કરું છું.’ (અહીં ‘હિન્દુ’ શબ્દ માર્ક કર્યો તમે? હિન્દુ એટલે જે હિન્દુસ્તાનમાં રહે છે. હિન્દુ એટલે ઈન્ડિયન). ત્યાર બાદ સ્વામી વિવેકાનંદે ત્રણ વાક્યો કહ્યાં: ‘એક એવા ધર્મના અનુયાયી હોવાનો મને ગર્વ છે, જેણે સમગ્ર વિશ્ર્વને સહિષ્ણુતાના પાઠ ભણાવ્યા છે.’ બીજું વાક્ય સ્વામીજીએ કહ્યું, ‘મને એવા રાષ્ટ્રના નાગરિક હોવાનું ગૌરવ છે, જે તમામ રાષ્ટ્રોના પીડિતો તથા શરણાર્થીઓને આશ્રય આપતું રહ્યું છે.’ અહીં સ્વામીજીએ યહૂદીઓનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે રોમન આક્રમણખોરોએ યહૂદીઓના સાઈનાગોગ પર હુમલો કરી એને ધ્વસ્ત કરી નાખ્યું ત્યારે અમે એ બચી ગયેલા યહૂદીઓને આશ્રય આપીને એમનું પાલનપોષણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદની આ વાતના સમર્થનમાં સંજાણના બંદરે ઈરાનથી આવેલા પારસીઓથી માંડીને તિબેટથી આવીને હિમાચલ પ્રદેશના ધરમશાળા નગરમાં વસાવવામાં આવેલા દલાઈ લામા સહિતના બૌદ્ધે તથા ભારતભરમાં ફેલાઈ ચૂકેલા બાંગ્લાદેશી મુસ્લિમ શરણાર્થીઓના દાખલા આપી શકાય. પાંચ પૈસાની રેફયૂજી રિલીફ ટપાલટિકિટો વર્ષો સુધી કરોડો ભારતીયોએ પોતાની ટપાલો પર લગાવી છે. હિન્દુસ્તાનીઓએ ભરેલા કરવેરામાંથી સરકારે વર્ષો સુધી આ શરણાર્થીઓનું ભરણપોષણ કરેલું છે. છતાં ક્યારેય આપણે આ બાબત અંગે રકઝક કે કચકચ નથી કરી.

ત્રીજા વાક્યમાં સ્વામી વિવેકાનંદે પારસીઓને યાદ કરીને કહ્યું, ‘એવા ધર્મના અનુયાયી હોવાનું મને ગૌરવ છે, જેણે પારસી રાષ્ટ્રના બચ્યાકુચ્યા લોકોને શરણું આપીને આજ દિવસ સુધી એમને સમાવ્યા.’

બિનપારસીઓને પોતાની અગિયારીમાં પ્રવેશવા નહીં દેવાના આગ્રહને આદર આપીને હિન્દુઓએ આ પ્રજાને સાચવી છે, એમનું રક્ષણ કર્યું છે. ભારતનું સૌ પ્રથમ નોંધાયેલું કોમી રમખાણ મુસ્લિમોએ પારસીઓ સાથે કર્યું હતું. આજની તારીખે પારસીઓ હિન્દુઓના ઉપકારને ભૂલ્યા નથી. તેઓ હિન્દુઓનો પ્રગટપણે આભાર માનીને કહેતા હોય છે કે ઈસ્લામના આક્રમણથી હિન્દુઓએ જો અમને ન બચાવ્યા હોત તો અમારી પ્રજા ક્યારનીય નામશેષ થઈ ગઈ હોત.

લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે ગાંધીજીને ટાંકીને કહ્યું હતું કે જે રાજકારણમાં ધર્મને સ્થાન ન હોય તે રાજકારણનો મારા માટે કોઈ અર્થ નથી, ત્યારે ગાંધીજીને કવોટ કરવાનો સંદર્ભ છુપાવીને, આ વાકય અડવાણીનું પોતાનું છે એવું ઠસાવીને, હિન્દુદ્વેષીઓ તથા જેહાદી સેક્યુલરવાદીઓએ અડવાણીને ધોકે ધોકે ધોઈ નાખ્યા હતા. હિન્દુત્વને ખતરો ભારત બહારના ઈસ્લામ તરફથી જેટલો છે એના કરતાં અનેકગણો વધારે ખતરો નહેરુવંશજ સેક્યુલરિયાઓ તરફથી છે. અને એના કરતાં પણ વધુ જોખમ એવા લોકો તરફથી છે. જેઓ વાયડી, બાયલી, ચાંપલી અને વેવલી સેક્યુલર શૈલીમાં કહેતા હોય છે કે, ‘હિન્દુત્વમાં તો અમે પણ માનીએ છીએ, કારણ કે અમે હિન્દુ છીએ. પણ અમે નરેન્દ્ર મોદી બ્રાન્ડના કટ્ટરવાદી હિન્દુત્વને ટેકો આપતા નથી.’ આવું કહીને તેઓ હિન્દુત્વના પ્રતીક બનેલા તમામ નેતાઓને ઉતારી પાડે છે. તમે એમને પૂછો કે નરેન્દ્ર મોદીમાં તમને ક્યાં કટ્ટરવાદીપણું લાગ્યું તો તેઓ કહેશે કે, ‘મોદી તો છે જ કટ્ટરવાદી. આસામ અને પશ્ર્ચિમ બંગાળમાં એમણે આ ચૂંટણીઓ હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેર્યા એટલે જ એ બે રાજ્યોમાં ભાજપ ખાતું ખોલી શક્યું.’ હવે તમે મોદીનો બચાવ કરવા જશો તો તમને પણ ક્ટ્ટરવાદી કહીને ઉતારી પાડશે. તમે કહેશો કે ઠીક ત્યારે તમે મોદીને કે એમના સમર્થકોને કટ્ટરવાદીનું લેબલ તો લગાડી દીધું પણ આસામ - પશ્ર્ચિમ બંગાળની ચૂંટણી રેલીઓમાં બોલાયેલા મોદીનાં પ્રવચનોમાંથી ચોક્કસ વાક્યો કાઢી બતાવો કે આ કોમવાદી સ્ટેટમેન્ટ્સ છે? ત્યારે તેઓ ચૂપ થઈ જશે. અંગ્રેજી દૈનિકો, ટીવીની ન્યૂઝ ચૅનલો તથા કેટલાક કમ અક્કલ સમક્ષીકો તેમજ રડ્યાખડ્યા ગુજરાતી સેક્યુલરિયાઓના તાર સ્વરે થતા જુઠ્ઠા અને દ્વેષીલા પ્રચારથી અંજાઈ ગયેલા ભોળા લોકોની દલીલો તમારા આ સવાલ સામે વધારે નહીં ટકે.

સ્વામી વિવેકાનંદે ‘હું એક એવા ધર્મનો અનુયાયી છું’ અને ‘હું એક એવા રાષ્ટ્રનો નાગરિક છું’ એવું કહીને સ્પષ્ટ કરી દીધું કે આપણા માટે ધર્મ અને રાષ્ટ્ર એક જ છે. સ્વામી વિવેકાનંદનાં લખાણો-પ્રવચનોમાં સેંકડોવાર હિન્દુ રાષ્ટ્રને જગાડવાની, એનું પુનરુત્થાન કરવાની ચર્ચાઓ આવે છે. સ્વામી વિવેકાનંદે આ શબ્દાવલિઓનો ભરપૂર અને છૂટથી ઉપયોગ કર્યો છે: હિન્દુઓનું રાષ્ટ્રીય ચિંતન, હિન્દુઓની રાષ્ટ્રીય પરંપરા, હિન્દુઓની રાષ્ટ્રીય કાર્યકુશળતા, હિન્દુઓની રાષ્ટ્રીય ચેતના, હિન્દુઓનો રાષ્ટ્રીય ઈતિહાસ, હિન્દુઓનું રાષ્ટ્રીય લક્ષ્ય, હિન્દુઓની રાષ્ટ્રીય ગરિમા, હિન્દુઓનો રાષ્ટ્રીય આદર્શ, હિન્દુઓનો રાષ્ટ્રીય ધર્મ વગેરે.

એક જગ્યાએ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે હજારો વર્ષોની ગુલામી તથા સદીઓના અત્યાચાર પછી પણ હિન્દુ રાષ્ટ્ર હજુ સુધી જીવિત છે, કારણ કે એણે પોતાના રાષ્ટ્રીય જીવનમાં મૂળ તત્ત્વોનો અર્થાત્ ધર્મનો ત્યાગ કર્યો નથી. અહીં ‘ધર્મ’ એટલે સનાતન ધર્મ એવું સ્વામી વિવેકાનંદને અભિપ્રેત છે. એક અન્ય જગ્યાએ એમણે કહ્યું છે કે ‘સનાતન ધર્મ જ આપણું રાષ્ટ્રીય જીવન છે.’

સ્વામી વિવેકાનંદની આ વિચારધારાના સામેના છેડે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીનાં માતા ઈન્દિરા ગાંધીના પિતા પંડિત જવાહરલાલ નહેરુના હિન્દુત્વ વિશેના વિચારો છે, જેને કારણે આજે આ જ ભૂમિમાં હિન્દુત્વ શબ્દને એ હદે વગોવવામાં આવી રહ્યો છે કે અચ્છા અચ્છા લોકો આ શબ્દથી દૂર ભાગે છે.

પોરબંદરમાં હિન્દુત્વના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ - સંસ્કારની સુવાસ ફેલાવનારી એક વિશાળ ઉમદા સંસ્થાએ પ્રવચન માટે નિમંત્રણ આપીને વિષયની માગણી કરી. મેં કહ્યું, 

‘હિન્દુત્વ સામેના પડકારો.’

મને કહેવામાં આવ્યું: ‘સરસ, તમે એ વિશે જ બોલો પણ...’

‘પણ શું?’

‘પણ આ વિષયના શીર્ષકમાં હિન્દુત્વને બદલે ભારતીય સંસ્કૃતિ મૂકીએ તો?’

‘કેમ?’

‘ખાસ કંઈ નહીં. તમારે જે બોલવું હોય તે જ બોલવાનું. પણ આમંત્રણપત્રિકામાં હિન્દુત્વને બદલે ભારતીય સંસ્કૃતિ સામેના પડકારો - એવું લખવાની છૂટ આપો...’

ચૂંટણી પ્રચાર દરમ્યાન ડઝનથી વધુ ન્યૂઝ ચૅનલોને એક્સકલુઝિવ ઈન્ટરવ્યૂ આપનારા નરેન્દ્ર મોદી દર વખતે પોતાની અને ઈન્ટરવ્યૂ લેનારની વચ્ચે, કૅમેરામાં બરાબર દેખાય તે રીતે અચૂક સ્વામી વિવેકાનંદની પ્રતિમા રાખતા. આશા રાખીએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો યુગ શરૂ થયા પછી ભારતના એક પણ નાગરિકથી માંડીને આવી કોઈ સંસ્થાને હિન્દુ કે હિન્દુત્વ શબ્દ સામે સૂગ નહીં રહે. 

------------

કાગળ પરના દીવા

જીવનમાં જે કંઈ કરવું છે તે અત્યારે જ કરો. આદર્શ પરિસ્થિતિ સર્જાવાની રાહ જોઈને બેસી રહેશો તો ક્યારેય કોઈ કામ નહીં થાય.

ધ લિવિંગ બાઈબલ (૧૧:૪)

------------