વિજ્ઞાનીઓ માને છે કે જેમ આપણું બ્રહ્માંડ છેવટે પદાર્થનું બનેલું છે તેમ બીજું વિશ્ર્વ માત્ર પ્રતિપદાર્થનું બનેલું હશે. આપણા બ્રહ્માંડને છેવાડે ખૂબ જ પ્રકાશ દેખાય છે, તે દર્શાવે છે કે આપણું બ્રહ્માંડ અને તેનું પ્રતિપદાર્થનું બ્રહ્માંડ તેમની કિનારીએ એકબીજાને અડે છે જેથી બંને મળીને ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે
આપણા બ્રહ્માંડમાં જમણું છે તો ડાબું છે, ગરમ છે તો ઠંડું છે. ઊંચું છે તો નીચું પણ છે. ધન છે તો ઋણ છે. સારું છે તો ખરાબ છે. નાણાં છે તો કાળાં નાણાં પણ છે. અજવાળું છે તો અંધારું છે. ઈલેકટ્રોન ઋણ વિદ્યુત ભારવાહી પદાર્થકણ છે. તો પ્રોટોન ઘનવિદ્યુત ભારવાહી પદાર્થકણ છે. આમ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વિદ્યુતભારમાં એકબીજાના વિરોધી છે, પણ તેના વજન સરખા નથી. માટે પ્રોટોન, ઈલેક્ટ્રોનનાં વિરોધી પદાર્થકણ ન ગણાય. સત્ય છે તો અસત્ય પણ છે અને જ્ઞાન છે તો અજ્ઞાન પણ છે. વસ્તુ અસ્તિત્વમાં આવે છે, સાથે સાથે પ્રતિવસ્તુ પણ અસ્તિત્વમાં આવે જ છે.
વિજ્ઞાનીઓએ કણોનાં પ્રતિકણો શોધી કાઢ્યો છે. કણ અને પ્રતિકણના વિદ્યુતભાર સરખા અને વિરોધી છે, તેટલું જ નહીં તેમનામાં રહેલો પદાર્થનો જથ્થો પણ સરખો જ હોય છે. આ પૂર્ણ રીતે કણનો પ્રતિકણ છે. ઈલેકટ્રોનનો પ્રતિકણ પોઝિટીવ છે. તેમનામાં રહેલા દળ સરખા છે. વિદ્યુતભાર પણ સરખા છે પણ વિરોધી છે. હવે તો દરેકે દરેક વિદ્યુતભારવાળા પદાર્થકણોનાં પ્રતિકણો શોધી કાઢવામાં આવ્યા છે. આ હકીકતમાં મહાન શોધો ગણાય. કણ અને તેનો પ્રતિકણ અલગ અલગ રહે છે. જો તે મળે તો ઊર્જામાં રૂપાંતર થઈ જાય છે. પ્રોટોન ઘનવિદ્યુત ભારવાહી પદાર્થકણ છે અને ઈલેકટ્રોન ઋણવિદ્યુત ભારવાહી પદાર્થકણ છે. પણ ઈલેકટ્રોન, પ્રોટોનનો પ્રતિપદાર્થ નથી. તેથી તેઓ બંને મળે તો વિદ્યુતભારવિહીન ન્યુટ્રોન બને છે, તેમાં માત્ર પ્રકાશ સાથે તેમના વિદ્યુતભાર જ નષ્ટ પામે છે. આપણું બ્રહ્માંડ માત્ર પદાર્થનું બનેલું છે, તેમાં પ્રતિપદાર્થ નથી. જ્યારે બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે પદાર્થ અને પ્રતિપદાર્થ બંને ઉત્પન્ન થયાં હતાં. પણ કોણ જાણે કેમ બ્રહ્માંડમાં પ્રતિપદાર્થ દેખાતો નથી. વિજ્ઞાનીઓ આ પાછળનું કારણ શોધે છે. વિજ્ઞાનીઓ માને છે કે જેમ આપણું બ્રહ્માંડ છેવટે પદાર્થનું બનેલું છે તેમ બીજું વિશ્ર્વ માત્ર પ્રતિપદાર્થનું બનેલું હશે. આપણા બ્રહ્માંડને છેવાડે ખૂબ જ પ્રકાશ દેખાય છે, તે દર્શાવે છે કે આપણું બ્રહ્માંડ અને તેનું પ્રતિપદાર્થનું બ્રહ્માંડ તેમની કિનારીએ એકબીજાને અડે છે જેથી બંને મળીને ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. પ્રતિપદાર્થના બ્રહ્માંડમાં બધો જ પદાર્થ પ્રતિપદાર્થ છે. આપણા બ્રહ્માંડમાં ઘનવિદ્યુત ભારવાહી પ્રોટોનની ફરતે ઋણ વિદ્યુત ભારવાહી ઈલેકટ્રોન પરિક્રમા કરે છે અને હાઈડ્રોજનનું અણુ બનાવે છે. વિજ્ઞાનીઓએ કલ્પના કરી કે આપણા જ બ્રહ્માંડમાં ઋણવિદ્યુત ભારવાહી પ્રતિપ્રોટોનની ફરતે ઘનવિદ્યુત ભારવાહી ઈલેકટ્રોન (જેને આપણે પોઝીટ્રોન કહીએ છીએ) પરિક્રમા કરતો હોવો જોઈએ. આ હાઈડ્રોજનના અણુનો પ્રતિઅણુ કહેવાય. મેટર, એન્ટીમેટર તેમ હાઈડ્રોજન એટમ, એન્ટી હાઈડ્રોજન એટમ, મેટર છે તો એન્ટીમેચટર છે. તેમ હાઈડ્રોજન એટમ છે તો એન્ટી હાઈડ્રોજન એટમ પણ હોવો જોઈએ. તેઓ એ લેબોરેટરીમાં એન્ટી હાઈડ્રોજન એટમ બનાવવા સમર્થ થયાં છે. હવે ધીરે ધીરે તેઓ પ્રતિપદાર્થ એન્ટીમેટર બનાવવાની તૈયારી કરે છે. કેમ કે જેમ હાઈડ્રોજન એટમમાંથી ધીરે ધીરે પદાર્થ બન્યો છે, તેમ એન્ટી હાઈડ્રોજન એટમમાંથી એન્ટીમેટર (પ્રતિપદાર્થ) બની શકે. બ્રહ્માંડના દરેકે દરેક પદાર્થનો પ્રતિપદાર્થ હોઈ શકે. સાકરના ગાંગડાને પ્રતિસાકર પદાર્થનો ગાંગડો હોઈ શકે. માનવીનો પ્રતિમાનવી હોઈ શકે. જો આવા બે માનવીઓ મળે તો માત્ર ઊર્જા ઉત્પન્ન થાય અને બંને અદૃશ્ય થઈ જાય. આપણા બ્રહ્માંડમાં પ્રતિપદાર્થ બનાવવો તે બોયલરમાં બરફ ઉત્પન્ન કરવા જેટલું અઘરુું કાર્ય છે, પણ વિજ્ઞાનીઓએ એન્ટીહાઈડ્રોજન અણુઓ બનાવી તે સાબિત કર્યું છે કે તેઓ આવાં અણુઓ બનાવી શકે છે. આવા અણુ બનાવવામાં આવ્યાં છે, પણ તેમને અલગ રાખવામાં આવ્યા છે જેથી હાઈડ્રોજન અને એન્ટી હાઈડ્રોજનનાં અણુઓ મળીને પ્રકાશમાં ફેરવાઈ ન જાય. હાઈડ્રોજનના અણુમાં ઈલેકટ્રોનને ઊર્જા આપી તેને હાયર ઓરબીટ પર લઈ જવામાં આવે છે, જે તરત જ નીચેની ઓરબીટ પર ઊતરી જઈ પ્રકાશ ફંેંકે છે. આવી જ રીતે એન્ટીહાઈડ્રોજન અણુમાં પોઝિટ્રોનને ઊર્જા આપી હાયર ઓરબીટ પર લઈ જવામાં આવે છે, જે તરત જ નીચેની ઓરબીટ પર ઊતરી જઈ પ્રકાશ ફેંંકે છે, આમ આ બંનેના વર્તનમાં કાંઈ ફરક દેખાતો નથી. આપણે પદાર્થ અને પ્રતિપદાર્થના વર્તનમાં ફરક જોઈ શકતાં નથી. તેથી એ કળવું મુશ્કેલ છે કે આપણે પદાર્થ સાથે કામ કરીએ છીએ કે પ્રતિપદાર્થ સાથે, પણ જો આવો પદાર્થ ચૂંબકીયક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે તો તેમના વળાંક એકબીજાથી વિરોધી દિશામાં હોઈ આપણે કળી શકીએ કે એક પદાર્થ છે તો બીજો પ્રતિપદાર્થ છે. જેમ મેટર છે તેમ એન્ટીમેટર છે. તે જ પ્રમાણે માનવી છે તો એન્ટીમાનવી પણ છે. આપણા બ્રહ્માંડમાં એન્ટીમાનવીઓ શોધવા જરૂરી છે. મેટરને એન્ટીમેટર છે તે થિયરીથી દર્શાવનાર પ્રથમ વિજ્ઞાની પી. એ. એમ. ડીરાક હતા. તે માટે તેમને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. ડીરાકના પટ્ટશિષ્ય ભારતીય ગણિતજ્ઞ હરીશચંદ્ર હતા. હરીશચંદ્રના નામે અલ્હાબાદમાં ભૌતિકશાસ્ત્રની સંસ્થા છે. તેમ છતાં ઈલેક્ટ્રોનનો પ્રતિકણ પોઝિટ્રોનને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. પોઝિટ્રોન પ્રથમ પ્રતિપદાર્થ હતો. મેટર ઉત્પન્ન થાય સાથે સાથે એન્ટીમેટર પણ ઉત્પન્ન થાય જ. પણ આપણા બ્રહ્માંડમાં માત્ર મેટર દેખાય છે. એન્ટીમેટર દેખાતી નથી. તે વિજ્ઞાનીઓને આશ્ર્ચર્ય પમાડે છે. જોકે પોઝિટ્રોન જેવા પ્રતિપદાર્થકણો મળી આવે છે. હવે તો એવી કલ્પના થઈ છે કે આપણા બ્રહ્માંડમાં માનવી છે તો ક્યાંક તેનો એન્ટીમાનવી પ્રતિમાનવી પણ હશે જે બધું વિરુદ્ધનું કાર્ય કરતો હશે. તે વિરુદ્ધની દુનિયા હશે. લેખકોએ, મેટર-એન્ટીમેટર, માનવી-પ્રતિમાનવી વિષય પર કેટલીક વિજ્ઞાન પરીકથાઓ લખી છે. જેમ ટાઈમ-ટ્રાવેલ પર વિજ્ઞાન પરીકથા લખાઈ છે કે લખાશે તેમ મેટર-એન્ટીમેટર પર પણ વિજ્ઞાન-પરીકથા લખાઈ છે કે લખાશે. આ બંને વિજ્ઞાન-પરીકથા લખવા માટે બહુ હોટ ટોપીક છે. વિશ્ર્વમાં પ્રતિપદાર્થના પૂરેપૂરા તારાનું પણ અસ્તિત્વ હોઈ શકે છે. એટલું જ નહીં પણ વિશ્ર્વમાં પ્રતિપદાર્થની પૂરેપૂરી મંદાકિનીઓનું અસ્તિત્વ હોઈ શકે છે, પણ હકીકતમાં તેઓ હજુ શોધાયાં નથી. પદાર્થકણ અને પ્રતિપદાર્થકણને ઉપર ઉપરથી જોવાથી તે ઓળખાય નહીં. આપણે એ પણ ભેદ કરી શકીએ નહીં કે આપણે પોતે પદાર્થ છીએ કે પ્રતિપદાર્થ, આપણે વિશ્ર્વમાં જીવીએ છીએ કે પ્રતિવિશ્ર્વમાં. એમ પણ બને કે વિશ્ર્વમાં એક કોલોનીમાં પદાર્થ રહે છે, દૂર બીજી કોલોનીમાં પ્રતિપદાર્થ રહે છે. એન્ટીમેટર પદાર્થની પ્રતિકૃતિ ખરી પણ તદ્દન વિરુદ્ધ ક્લોનિંગ એ પદાર્થની આબેહૂબ કૃતિ છે. પણ પ્રતિકૃતિ નથી. ક્લોનિંગમાં દેખાવે તે સરખા હોય પણ તેમના મગજ જુદી રીતે વિચારી શકે. પ્રતિકણો બનાવવા બહુ અઘરાં નથી. પણ પ્રતિપદાર્થ એન્ટીહાઈડ્રોજન, એન્ટી હિલીયમ વગેરે બનાવવું તે હજુ પણ વિજ્ઞાનીઓ માટે પડકારરૂપ છે. પ્રતિપદાર્થ માટે વિવિધ એટમના પ્રતિએટમ (એન્ટીએટમ) બનાવવા પડે અને તે ઘણું અઘરું કામ છે. |
No comments:
Post a Comment