સૂક્ષ્મતમ જીવાણુઓ અને વનસ્પતિના આવિર્ભાવ સંબંધિત ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં સ્પિરુલિના આ બંનેને જોડતો વચ્ચેનો સેતુ છે. આફ્રિકા, મધ્યપૂર્વ અને અમેરિકામાં અબજો વર્ષ દરમિયાન અનેક વખત આ પાણીની વનસ્પતિનો લોકો અને વિજ્ઞાને ઉપયોગ કર્યો છે અને ન જાણે કંઈ કેટલીય સંસ્કૃતિને તેણે પોતાની પોષણ ક્ષમતાથી સીંચી છે
ફૂડ સપ્લિમેન્ટ અને સુપર ફૂડના નામે આપણે ત્યાં એટલાં તૂત ચાલે છે કે ક્યારેક આપણે ચમત્કારિક ફૂડ સપ્લિમેન્ટને પણ ગંભીરતાથી લેતા નથી. સ્પિરુલિના આવું જ એક સુપર ફૂડ છે. યુનો દ્વારા ૧૯૭૪માં યોજાયેલી ‘વર્લ્ડ ફૂડ કોન્ફરન્સ’માં તેને ‘ભવિષ્યનું શ્રેષ્ઠ ફૂડ’ કહેવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક પરીક્ષણોથી પુરવાર થયું છે કે કોઈ એક જ વનસ્પતિમાં આટલાં પોષક મૂલ્યો ઠાંસી ઠાંસીને ભર્યાં હોય એવું દુનિયામાં સ્પિરુલિના સિવાય બીજું એકપણ ઉદાહરણ નથી. સંશોધનોએ તો એવું પણ સાબિત કર્યું છે કે એક હજાર કિલો મિક્સ ફ્રૂટ અને શાકભાજીમાં જેટલાં પોષક મૂલ્યો નથી મળતાં એટલાં માત્ર એક કિલો સ્પિરુલિનામાંથી મળે છે. એટલે જ જગતના અનેક મહાન સ્પોર્ટ્સમેન, એથ્લિટ અને પર્વતારોહકો તેનું સેવન કરે છે. તેના અગણિત ગુણોની સરખામણીએ તેના ભાવ પણ વાજબી હોય છે. સાંધાના દુખાવાથી લઈ, અશક્તિ, સ્નાયુઓની નબળાઈ, વિટામિનની ઊણપ વગેરેમાં તે અકસીર છે. ડાયેટિંગ કરનારા માટે તે આશીર્વાદરૂપ છે, કારણ કે તેના થકી શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે અને નબળાઈ નથી લાગતી. સૌથી અગત્યની વાત એ છે કે, વિટામિન બી-૧૨નો એ એકમાત્ર શાકાહારી સ્ત્રોત છે. સામાન્ય રીતે દરેક શાકાહારી લોકોમાં વિટામિન બી-૧૨ની ખામી જોવા મળતી હોય છે અને તેને લીધે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. સ્પિરુલિનામાં બી-૧૨ ભરપૂર પ્રમાણમાં છે. મજાની વાત એ છે કે કોઈ વ્યક્તિને બીમારી ન હોય તો પણ એ એક ફૂડ સપ્લિમેન્ટ તરીકે નિયમિત લઈ શકાય છે, તેના સેવનથી શરીરમાં એક અદ્ભુત સ્ફૂર્તિનો અનુભવ થાય છે. બજારમાં એ પાઉડર, કેપ્સ્યુલ, ટેબ્લેટ વગેરે અનેક સ્વરૂપે ઉપલબ્ધ છે. ધ્યાન એટલું રાખવાનું હોય છે કે એ ઉત્પાદન વિશ્ર્વસનીય હોવું જોઈએ. વળી એ સંપૂર્ણપણે ઓર્ગેનિક હોય એ પણ જરૂરી છે, તેના ઉત્પાદનમાં ઝેરીલા જંતુનાશક પણ ન હોવાં જોઈએ અને તેની સુકવણી સૂર્યપ્રકાશમાં થયેલી હોવી જોઈએ. મશીનમાં સૂકવાતા સ્પિરુલિનાના ગુણ ઘટી જાય છે.
સ્પિરુલિના આખરે છે શું? સ્પિરુલિના (આર્થ્રોસ્પાઈશ પ્લાન્ટેસીસ) એ એક નાના કદની, ભૂરા અને લીલા રંગના મિશ્રણ જેવા વર્ણની શેવાળ છે. તેનો આકાર બિલકુલ કરોડરજ્જુના ગૂંચળા જેવો હોય છે. જીવ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો તે આ પૃથ્વી પરની કેટલીક સહુથી પ્રાચીનતમ વનસ્પતિઓ માંહેની એક છે. સંશોધનો થકી જાણવા મળેલાં તથ્યો મુજબ આશરે ૩.૬ અબજ વર્ષ પહેલાં પણ આ ધરતી પર તેની ઉપસ્થિતિ હોવાનું જાણવું મળ્યું છે. ખરું કહીએ તો સૂક્ષ્મતમ જીવાણુઓ અને વનસ્પતિના આવિર્ભાવ સંબંધિત ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં તે આ બંનેને જોડતો વચ્ચેનો સેતુ છે. આફ્રિકા, મધ્ય-પૂર્વ અને અમેરિકામાં અબજો વર્ષ દરમિયાન અનેક વખત આ પાણીની વનસ્પતિની મહત્તાનો લોકો અને વિજ્ઞાને ઉપયોગ કર્યો છે અને ન જાણે કંઈ કેટલીયે સંસ્કૃતિઓને તેણે પોતાની પોષણ ક્ષમતાથી સીંચી છે. સ્પિરુલિના નામની આ જળ વનસ્પતિ મોટા ભાગે જ્વાળામુખીની આસપાસના વિસ્તારોમાં આવેલા, ખનીજથી સમૃદ્ધ એવા આલ્કલાઈન સરોવરોમાં કુદરતી રીતે જ પાંગરે છે અને વિકસે છે. લગભગ દરેક ખંડોમાં આવી પરિસ્થિતિ પ્રાપ્ય હોવાથી તમામ ખંડોમાં તેનું અસ્તિત્વ આજ સુધી સંભવ બની રહ્યું છે. મેક્સિકોમાં ટેક્સકોકો સરોવર, મધ્ય અફ્રિકામાં ચાડ સરોવરની આસપાસ અને પૂર્વ આફ્રિકામાં ગ્રેઈટ રિફ્ટની દુર્ગમ ખીણોવાળા પ્રદેશોમાં સ્પિરુલિનાનાં વિરાટ જંગલો જોવા મળે છે. "આપનો ખોરાક જ આપનું ઔષધ બની રહો અને આપનું ઔષધ એ જ આપનો ખોરાક હો. (હિપોક્રેટસ- ૪૬૦, ઈસુના ૩૭૦ વર્ષ પૂર્વે) સ્પિરુલિનાને ‘સુપર ફૂડ’ એટલે કે ઉત્કૃષ્ટ ખોરાક કહેવામાં આવે છે, તેની પાછળનું જે કારણ છે તે, એ છે કે આ જગતના અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ કરતાં તેની પોષણ ક્ષમતા ઘણી અધિક છે. આપણા શરીરને જે પોષક દ્રવ્યોની જરૂરત પડે છે તે માંહેના અનેક આ અદ્ભુત વનસ્પતિમાં કુદરતે ઠાંસી ઠાંસીને ભર્યાં છે. તેનું બંધારણ જોઈએ તો તેમાં ૬૦ ટકા સંપૂર્ણ વનસ્પતિજ પ્રોટીન છે, તેમાં તમામ જરૂરી વિટામિન્સ તેમ જ વિશેષ પ્રતિકારશક્તિ આપતાં દુર્લભ એવા જીએલએ સલ્ફોલિપાઈડસ અને ગ્લાયકોલિપિડસ જેવાં ફેટી એસિડ્સ પણ છે. માંસની ચરબી અને કોલેસ્ટરોલ વિના જ પચવામાં ૬૦ ટકા આસાન એવું એક સંપૂર્ણ વનસ્પતિજન્ય પ્રોટીન તેમાં છે. સ્પિરુલિનામાં ચરબી નહીંવત્ છે. સ્પિરુલિનામાં કેલરી નિમ્નતમ છે. સ્પિરુલિના કોલેસ્ટરોલથી મુક્ત છે, જે પ્રોટીન છે તે ઝડપથી અને સહેલાઈથી પચી જાય છે. સ્પિરુલિનામાં તમામ એવા જરૂરી એમિનો એસિડ છે જે શરીરમાં ઉત્પન્ન થતાં નથી, પરંતુ બિનજરૂરી એમિનો એસિડના સફળ નિયમન માટે જરૂરી છે. સ્પિરુલિનાની કોષની દીવાલોમાં સેલ્યુલોઝ ન હોવાથી પાચનની દૃષ્ટિએ તે ખૂબ જ ઝડપી છે. લોહીમાં તેનાં પોષક દ્રવ્યો ખૂબ જ ઝડપથી અને સહેલાઈથી ભળી જાય છે. નેચરલ બીટા કેરોટીન (પ્રો વિટામિન-એ) પ્રાકૃતિક બીટા કેરોટીન માટેનો સ્પિરુલિનાના સહુથી સમૃદ્ધ સ્ત્રોત છે. ૧૦૦ ગ્રામ ગાજરમાં જે માત્રામાં આ તત્ત્વ મળે તેના કરતાં દસ ગણી માત્રામાં એટલા જ પ્રમાણની સ્પિરુલિનામાંથી મળે છે. કૃત્રિમ બીટા કેરોટીન કરતાં કુદરતી બીટા કેરોટીન અનેક રીતે ચડિયાતું અને બહેતર છે, કારણ કે માનવ શરીર ફક્ત પોતાની જરૂરિયાત મુજબ જ બીટા કેરોટીનનું વિટામિન એમાં રૂપાંતર કરે છે. તેથી જ શરીરમાં ઘણી વખત કૃત્રિમ બીટા કેરોટીનનું વિટામિન એ બનતું નથી ત્યારે તે કૃત્રિમ પદાર્થ ઝેરમાં રૂપાંતર પામે છે. બીટા કેરોટીન એ એક ખૂબ જ મહત્ત્વનું વિષ પ્રતિરોધક છે. અનેક અભ્યાસ થકી એ પુરવાર થયું છે કે બીટા કેરોટીન અને વિટામિન-એથી ભરપૂર ખાદ્ય પદાર્થોના સેવનથી કેન્સરના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ગામા લાઈનોલિનિક એસિડ માતાના દૂધમાંથી મળી આવતું જૂજ એવું આ ફેટી એસિડ બાળકના સ્વાસ્થ્ય સુધાર માટે ખૂબ જ જરૂરી છે. શરીરની અનેક કામગીરીમાં જેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે તેવા સહુથી અગત્યના અને મળભૂત એવા હોર્મોન ‘પ્રોસ્ટેગ્લેન્ડિન્સ’ના નિયમનમાં જીએલએ અત્યંત ઉપયોગી છે. માતાના દૂધ ઉપરાંત સ્પિરુલિના સિવાય જીએલએ ક્યાંયથી પ્રાપ્ય હોવાનું આજ સુધી જાણમાં આવ્યું નથી. લોહતત્ત્વની પૂર્તિ માટે સર્વશ્રેષ્ઠ સ્ત્રોત શરીરની તમામ સિસ્ટમને મજબૂત બનાવવા આયર્ન ખૂબ જ જરૂરી છે. આમ છતાં બહું મોટી બહુમતીના લોકો આયર્નની ખામીથી પીડાતા હોય છે. કેટલાયે અભ્યાસ પરથી એ સ્પષ્ટ થયું છે કે અન્ય કોઈ પણ આયર્ન સપ્લિમેન્ટ કરતાં સ્પિરુલિના માંહેનું આયર્ન ૬૦ ટકા વધુ અસરકારક છે. વિટામિન બી-૧૨ અને બી-કોમ્પ્લેક્સની ઉચ્ચ માત્રા સ્પિરુલિના વિટામિન બી-૧૨નો સહુથી સમૃદ્ધ સ્ત્રોત છે. પ્રતિ ૧૦૦ ગ્રામ આ પ્રમાણ ગાયના લિવરમાંથી મળતા બી-૧૨ કરતાં પણ ઘણું વધારે છે. રક્તકણોના વિકાસ માટે વિટામિન બી-૧૨ ખૂબ જ જરૂરી છે, પરંતુ શાકાહારી ખોરાકમાંથી બી-૧૨ની પ્રાપ્તિ મુશ્કેલ હોવાથી મોટા ભાગના શાકાહારીઓ તેની ઊણપથી પીડાતા હોય છે. સ્પિરુલિના બી-૧૨ માટેનો આદર્શ અને માનવીય સંવેદનાની સંભાળ લેતો સ્ત્રોત છે. ફાઈટોન્યુટ્રીઅન્ટ્સ સ્પિરુલિનાના માંહેનું ‘પોલીસેકેરીડસ’ ઈન્સ્યુલિનની દરમિયાનગીરી વિના જ શરીર આસાનીથી શોષી લે છે. પેન્ક્રિયાસ પર કોઈ વિપરીત અસર થવા દીધા વિના જ આ ફાઈટોન્યુટ્રીઅન્ટ્સ શરીરને ઝડપથી શક્તિ પૂરી પાડે છે. સલ્ફોલિપિડસ સ્પિરુલિના માંહેનો આ પદાર્થ માનવ શરીરના કોશ સાથે વાઈરસને જોડાવા નથી દેતો કે તેનો વિકાસ થવા નથી દેતો. આમ વાઈરલ ઈન્ફેક્શન સામે તે મજબૂત રક્ષણ આપે છે અને વળી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા મુજબ એઈડ્સ સામે પણ તે મજબૂત લડત આપી શકે છે. ફાઈકોસીઆનીન સ્પિરુલિનાનું આ રંગસૂત્ર સહુથી મહત્ત્વનું છે. તેના બંધારણમાં મેગ્નેશિયમ અને આયર્ન એમ બંને છે. આમ તે જીવનનો આધાર છે. પ્રાણી અને વનસ્પતિ બંનેમાં આ બાબત એકસમાન રીતે જોવા મળે છે. અભ્યાસ દર્શાવે છે કે હાડકાના માવા (બોનમેરો)ની અંદરના સ્ટેમ સેલ્સ પર તેની મોટી અસર પડે છે. શરીરને ઓક્સિજન પૂરી પાડવાની પ્રક્રિયા માટે જવાબદાર એવા રક્તકણો અને રોગ પ્રતિકારની દીવાલ ઊભી કરતા શ્ર્વેતકણો, એમ બંને માટે સ્ટેમ સેલ્સ અનિવાર્ય છે. ક્લોરોફાઈલ શરીરનું શુદ્ધીકરણ કરતા તેમજ તેમાંથી ઝેરને મિટાવતા ફાઈટોન્યુટ્રીઅન્ટસ તરીકે તે ખૂબ જ જાણીતું છે. સ્પિરુલિનામાં તેનું પ્રમાણ ૧૦ ટકા જેટલું છે. કુદરતી સ્ત્રોતમાં આ સહુથી વધુ માત્રા છે. તેમાં ક્લોરોફાઈલ- એનો સ્તર પણ ખૂબ જ ઊંચો છે. કેરોટીનોઈડ્સ કેરોટીનોઈડ સમૂહ શરીરમાં અલગ અલગ પ્રકારના ઝેર સામે સક્ષમ લડત આપી જીવનને સ્વસ્થ બનાવી રાખે છે. સ્પિરુલિનામાં તેનું પ્રમાણ ઘણું ઊંચું છે. |
No comments:
Post a Comment