| બાળહઠ સાથે પનારો પાડવો સહેલું કામ નથી. બે બાળકો એકબીજા સાથે રમતાં હોય ત્યારે બીજું બાળક જેનાથી રમે છે એ જ રમકડું કે બોર્ડ ગેમ મને જોઈએ છે એવી જીદથી માંડીને જમતી વખતે અમુક વાનગી ખાવી અને અમુક ન જ ખાવી એવી ધરાર જીદ પકડવી કે પછી રસ્તે ચાલતી વખતે દુકાનમાં કે ફેરિયા પાસે જોયેલી કોઈ ચીજ અપાવી દેવા માટેની હઠ પકડવા સુધીની અનેક જીદોનો તમે પૅરન્ટ તરીકે સામનો કરી ચૂક્યા છો અથવા બાળક તરીકે એવી જીદ કરી ચૂક્યા છો. બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો, સરળ પણ અત્યંત જોખમી ઉપાય છે. ખાધે પીધે સુખી એવાં કુટુંબોમાં માબાપની માનસિકતા એવી થઈ ગઈ હોય છે કે બાળક જે માગે તે એને અપાવી દેવું, બિચારાને કોઈ વાતે ખોટ ન પડવી જોઈએ, ભગવાને આ બધું આપ્યું છે તે શા માટે, વાપરવા માટે જ ને. આવા તર્કથી તેઓ નાનપણથી જ બાળકોની સાવ ક્ષુલ્લક માગણીઓથી માંડીને તદ્દન ગેરવાજબી માગણીઓને પણ પોષ્યા કરે છે. ક્યારેક બાળક જીદ કરીને રડવા માંડે ત્યારે ઘરમાં કકળાટનું વાતાવરણ ન સર્જાય એવા આશયથી માબાપ બાળકની જીદને વશ થઈ જતા હોય છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે જીદની બાબતમાં કે કશીક વસ્તુ પ્રાપ્ત કરવાની બાબતમાં બાળકનું મન પુખ્તવયની વ્યક્તિના મનની જેમ જ વર્તન કરતું હોય છે. (અથવા તો કહો કે આવી બાબતોમાં પુખ્તવયની વ્યક્તિ બાળકની જેમ જ વર્તન કરતી હોય છે). મોટા માણસને પણ જાહેરખબરો જોઈને, શૉ રૂમમાં લોભામણી રીતે સજાવેલી ચીજવસ્તુઓ જોઈને કે પછી ઓળખીતી વ્યક્તિ પાસે એ ચીજ જોઈને મન થઈ આવે છે કે મારી પાસે પણ એ વસ્તુઓ હોય. પોતાની ક્ષમતા હોય કે ન હોય, એ ચીજ ખરીદવાનાં સપનાં જોતાં થઈ જાય છે. ક્યારેક ખરીદવાની ક્ષમતા હોય અને એ ચીજ ખરીદાઈ પણ જાય ત્યારે સોમાંથી પચાસ કરતાં વધારે કિસ્સાઓમાં એવું બનતાં તમે જોયું હશે કે એ વસ્તુ વસાવી લીધાના થોડા જ સમયમાં એના માટેનો મોહ ઉતરી જાય છે. ક્યારેક મનમાં છુપી રીતે તમે કબૂલ પણ કરતા હો છો કે આ ખરીદી તમારી ભૂલ હતી, પણ બીજાઓ સમક્ષ એવી કબૂલાત કરતાં તમને ક્ષોભ થાય છે. ક્યારેક એવી કબૂલાત કરવાની તમને કોઈ જરૂર પણ નથી હોતી કારણ કે તમને કોઈ પૂછવાવાળું નથી હોતું. વસ્તુ ખરીદવાની ક્ષમતા ન હોય ત્યારે પુખ્ત વયની વ્યક્તિ મનને સમજાવી શકતી હોય છે કે આટલી આવકમાં મારાથી આટલી મોંઘી ચીજ ન ખરીદી શકાય. બાળક, મોટેભાગે, આવું સમજતું નથી. બાળક માટે માબાપ સર્વ સત્તાધારી ઈશ્ર્વર જેવાં છે, માગો તે ચીજ હાજર કરી દેશે. બાળકની આવી માન્યતા બને એટલી વહેલી તોડી નાખવી. સાવ નાનાં બાળકો જીદે ચડે ત્યારે એમનું ધ્યાન ખૂબીપૂર્વક, એમને રસ પડે એવા કોઈક બીજા જ વિષય તરફ દોરવાની યુક્તિ જાણીતી છે, અસરકારક પણ છે. બાળકનો જીવ ખરેખર એ ચીજ પર ચોંટી ગયો હશે તો એ ફરી ફરીને એની માગણી કરશે, દિવસો પછી પણ એની માગણી ચાલુ રહેશે. આવા વખતે માબાપે પોતાની ક્ષમતાનો અને બાળકની પાત્રતાનો વિચાર કરવો જોઈએ. ત્રણ વર્ષનું બાળક ટ્રાયસિકલને બદલે બાયસિકલ માગે, આઠ વર્ષનું સંતાન મોબાઈલ ફોન માગે કે બાર વર્ષનો બાબો મોટરસાઈકલ માગે ત્યારે માબાપની ક્ષમતા હોય તે છતાં એમને એમાંનું કશું ન અપાવાય. બાળકની જીદ ઓછી કરવા શું કરવું? નાનપણથી બાળકને એક વાતની ટેવ પાડવી જોઈએ કે એને જે મેળવવાની ઈચ્છા થાય તે બધી જ ચીજ મળી જાય તે જરૂરી નથી. ચીજ મોંઘી છે એટલે તને નથી અપાવતા એવું કારણ જ્યારે સાચું હોય ત્યારે જ કહેવું અને સાથોસાથ એ પણ ઉમેરવું કે પોસાય એમ હોત તો પણ એ ન અપાવી હોત જેનાં અનેક કારણ હોઈ શકે: એ ચીજ તબિયત માટે હાનિકારક હોઈ શકે, માનસિક વાતાવરણ દૂષિત કરનારી હોઈ શકે, કોઈકનું કે કુદરતનું શોષણ કરીને બનાવેલી ચીજ હોઈ શકે, અત્યારે એવી જ ચીજ આપણા ઘરમાં છે - ભલે એ જૂની થઈ ગઈ હોય, બગડેલી વસ્તુ ફેંકી દઈને નવી લાવવી જરૂરી નથી - સમારકામ કરાવીને ફરી વર્ષો સુધી વાપરી શકાય છે, એ ચીજની ઉપયોગિતા આપણા માટે બહુ ઓછી છે, અત્યારે એવી તકલાદી ચીજ ખરીદવાને બદલે પૈસા આવશે ત્યારે થોડીક મોંઘી પણ ટકાઉ ચીજ લઈશું, બીજાની પાસે એ ચીજ છે પણ બીજાની પાસે એવું શું શું નથી જે તારી પાસે છે. એ ચીજ ખરીદવાને બદલે કોઈની પાસેથી વાપરવા માટે ઉછીની લઈ શકાય એમ છે અને સાચવીને વાપર્યા પછી પાછી આપી દેવાની અથવા ભાડેથી પણ લાવી શકાય એમ છે અને છેલ્લે, ધારો કે એ ચીજ કોઈક રીતે ન જ મળી તો આપણા જીવનમાં એવો તે કેટલો મોટો ફરક પડી જવાનો છે? બાળકને નાનપણથી જ આવી તાલીમ મળી હોય તો મોટા થયા પછી એ તમારો આભાર માનશે. કોઈ પણ માણસને એ જે કંઈ ઈચ્છે છે તે બધું જ નથી મળતું. એ શક્ય નથી, જરૂરી પણ નથી. જિંદગીમાં દરેક ઘણી બધી વસ્તુઓ વિના ચલાવી લેવું પડે છે. એક જમાનામાં જાહેરખબરોમાં સિગારેટના કશ લેતો માણસ બોલતો હતો: ‘મને જે કંઈ જોઈએ છે તે મેળવીને જ હું રહું છું.’ આવું રિયલ લાઈફમાં કહેવું કે માનવું એને મૂર્ખામી કહેવાય, ખુમારી નહીં. બાળકને અભાવની પણ આદત પડવી જોઈએ. કપરી આર્થિક પરિસ્થિતિમાં ઉછરેલાં સંતાનોને મા રોજ સાંજે છ વાગ્યે સવાર-સાંજનું એકમાત્ર ભોજન જમાડતી હોય છે. આવાં સંતાનો મોટાં થઈને વધુ સમજુ સિદ્ધાંતવાદી અને પ્રામાણિક નાગરિકો બનતાં હોય છે. કોઈ પણ પ્રકારના અભાવની આદત પરિસ્થિતિવશ પડી હોય કે માબાપની સમજણને કારણે પાડવામાં આવી હોય, એ તાલીમ મોટા થયા પછી ખૂબ મોટી મૂડી પુરવાર થાય છે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રહો એવું ગાઈને બાળકને ભરપૂર માનસિક લાડ જરૂર લડાવીએ પણ ભૌતિક લાડકોડથી દૂર રાખીએ. બાળક જે માગે તે તરત હાજર કરી દઈએ ત્યારે એ મોંએ ચડી જાય છે અને મોટા થયા પછી એનાં દુષપરિણામો એણે પોતે જ ભોગવવાનાં આવે છે, જેના માટે સંપૂર્ણપણે જવાબદાર માબાપ હોય છે. આજનો વિચાર જે કરવું છે તે કરવા માટેનો સમય હંમેશાં મળી રહેતો હોય છે. અભાવ સમયનો નહીં, જે કરવું છે તે કરવાની તિવ્ર ઈચ્છાનો હોય છે. - જ્હૉન લુબોક એક મિનિટ! એક જમાનામાં માત્ર ‘ઘરવાળી’ અને ‘બહારવાળી’ રહેતી. હવેના જમાનામાં આ મારી ‘બીબીએમવાળી’, આ મારી ‘ફેસબુકવાળી’, આ મારી ‘વૉટ્સએપવાળી’, આ મારી ‘સ્કાઈપવાળી’, આ મારી ‘વાઈબરવાળી’, આ મારી ‘ ઈન્સ્ટાગ્રામવાળી’... |
Saturday, March 29, 2014
સૌરભ શાહ -- નાનપણથી જ ટેવ પડવી જોઈએ કે જે જોઈએ તે બધું મળવાનું નથી
દિવ્યાશા દોશી-- બાળક પાસેથી શીખીએ
ખૂબ ધનવાન કુટુંબમાં જન્મેલું બાળક દશ વરસનું થયું ત્યારે તેના પિતાએ વિચાર્યું કે તેને ગામડાઓમાં લઈ જવું જોઇએ. જેથી તેને ખ્યાલ આવે કે લોકો કેટલી ગરીબીમાં જીવે છે. અને તેને પૈસાની કિંમત સમજાય. તેઓ નાનકડા ગામમાં ગરીબ ખેડૂતના ખેતરમાં જઈને થોડા દિવસ રહ્યા.
પાછા ફરતી સમયે પિતાએ બાળકને પૂછ્યું કે તને ગામડામાં રહેવું ગમ્યું ?
બાળકે બહુ ઉત્સાહથી જવાબ આપ્યો, અરે મને તો બહુ મજા પડી. પિતાએ વળી પૂછ્યું તે જોયું લોકો કેટલી ગરીબીમાં જીવે છે ? બાળકે જવાબ આપ્યો, હા મેં જોયું... પિતાએ વળી પૂછ્યું કે શું જોયું વિગતે કહે તો ?
પેલા બાળકે થોડો વિચાર કરી કહ્યું, આપણી પાસે એક જ કૂતરો છે જ્યારે તેમની પાસે ચાર છે, આપણા બગીચામાં નાનકડો પુલ છે જ્યારે તેમની પાસે મોટી નદી છે... જેમાં અનેક માછલીઓ અને સુંદર પથરાંને કેટલા બધા પક્ષીઓ આવે છે. આપણા ઘરે મોંઘો ટેબલ લેમ્પ અને બત્તીઓ છે. પણ તેમની પાસે ચંદ્ર અને તારાઓ છે. આપણી પાસે નાનકડો બગીચો છે જ્યારે તેમની પાસે ખુલ્લાં મેદાનો છે. આપણે અનાજ, શાકભાજી, ફળ ખરીદીએ છીએ તેઓ ઉઘાડેલું તાજું ખાય છે. આપણી નાનકડા ઘરને સલામતી માટે વાડ બાંધી છે જ્યારે તેમની સલામતીનું ધ્યાન આસપાસના તેમના મિત્રો રાખે છે.
પિતા કશું જ બોલી ન શક્યા. છેલ્લે બાળકે કહ્યું, થેન્ક યુ પપ્પા તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.
ઘણીવાર બાળકો સાચું શું ખોટું શું આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકતાં હોય છે. અને જીવનમાં ધન,સંપત્તિ કે ભૌતિક વસ્તુઓ આનંદ આપી શકતા નથી. પ્રેમ, મિત્રો, સ્વતંત્રતાની કિંમત આંકી શકાતી નથી.
પાછા ફરતી સમયે પિતાએ બાળકને પૂછ્યું કે તને ગામડામાં રહેવું ગમ્યું ?
બાળકે બહુ ઉત્સાહથી જવાબ આપ્યો, અરે મને તો બહુ મજા પડી. પિતાએ વળી પૂછ્યું તે જોયું લોકો કેટલી ગરીબીમાં જીવે છે ? બાળકે જવાબ આપ્યો, હા મેં જોયું... પિતાએ વળી પૂછ્યું કે શું જોયું વિગતે કહે તો ?
પેલા બાળકે થોડો વિચાર કરી કહ્યું, આપણી પાસે એક જ કૂતરો છે જ્યારે તેમની પાસે ચાર છે, આપણા બગીચામાં નાનકડો પુલ છે જ્યારે તેમની પાસે મોટી નદી છે... જેમાં અનેક માછલીઓ અને સુંદર પથરાંને કેટલા બધા પક્ષીઓ આવે છે. આપણા ઘરે મોંઘો ટેબલ લેમ્પ અને બત્તીઓ છે. પણ તેમની પાસે ચંદ્ર અને તારાઓ છે. આપણી પાસે નાનકડો બગીચો છે જ્યારે તેમની પાસે ખુલ્લાં મેદાનો છે. આપણે અનાજ, શાકભાજી, ફળ ખરીદીએ છીએ તેઓ ઉઘાડેલું તાજું ખાય છે. આપણી નાનકડા ઘરને સલામતી માટે વાડ બાંધી છે જ્યારે તેમની સલામતીનું ધ્યાન આસપાસના તેમના મિત્રો રાખે છે.
પિતા કશું જ બોલી ન શક્યા. છેલ્લે બાળકે કહ્યું, થેન્ક યુ પપ્પા તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ.
ઘણીવાર બાળકો સાચું શું ખોટું શું આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકતાં હોય છે. અને જીવનમાં ધન,સંપત્તિ કે ભૌતિક વસ્તુઓ આનંદ આપી શકતા નથી. પ્રેમ, મિત્રો, સ્વતંત્રતાની કિંમત આંકી શકાતી નથી.
Monday, January 13, 2014
તંત્રીલેખ - બે ટાઈમ-ઝોનની જરૂર: ઈલેક્ટ્રિસિટીની જંગી બચત
બે ટાઈમ-ઝોનની જરૂર: ઈલેક્ટ્રિસિટીની જંગી બચત
| ભારતભરમાં એક જ ટાઈમ ઝોન છે. મતલબ કે જે સમય છે તે ઘડિયાળ અનુસાર આખા ભારતમાં એકસરખો સમય બતાવે છે. દિલ્હી અને ક્ધયાકુમારી ભલે એકબીજાથી સેંકડો માઈલ દૂર છે, પરંતુ બન્નેનો સમય એક જ છે. તેવી જ રીતે કોલકાતા અને ભૂજ બન્નેની ઘડિયાળ એકસરખો જ સમય બતાવે છે. ભારત એક વિશાળ દેશ છે. તે ૬૮ અને ૯૭ રેખાંશ વચ્ચે પથરાયેલો છે. વિશ્ર્વસ્તરે બે રેખાંશ વચ્ચે ચાર મિનિટનો તફાવત રહે છે. ૩૬૦ રેખાંશ છે તેને ૨૪ કલાક વડે ભાગવામાં આવે તો પૂર્વ અને પશ્ર્ચિમનાં નગરો વચ્ચે ૧૧૬ મિનિટ એટલે કે લગભગ બે કલાકનો ગાળો છે. ૧૯૪૭માં જ્યારે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ સ્વીકારવામાં આવ્યો હતો તે વખતે ૮૨.૫ રેખાંશને સ્વીકૃત કરવામાં આવ્યો હતો. તેના આધારે સમયની ઘડિયાળ ફરતી હતી. આ રેખાંશને કારણે બને છે એવું કે અરુણાચલ, આસામ, મેઘાલય જેવાં પૂર્વોત્તર રાજ્યોમાં સૂર્ય સવારે ચાર વાગે ઊગે છે જ્યારે ગુજરાતના ભૂજ, અમદાવાદ વગેરે સ્થળે સૂર્યોદય સવારે સાત વાગ્યે થાય છે. આ બધાને કારણે ઓફિસ તો ત્યાં સવારે ૧૧ વાગ્યાથી કાર્યરત થાય છે. જ્યારે સાંજે વહેલી બંધ કરી દેવી પડે છે અથવા તો ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ સાંજે વધી જાય છે. આ બાબત પૂર્વોત્તર રાજ્યોને લાગુ પડે છે. સવારે અને સાંજે બન્ને સમયે ઈલેક્ટ્રિસિટીનો વ્યય થાય છે. આસામના મુખ્યમંત્રી દ્વારા ઈલેક્ટ્રિસિટીના બચાવ માટે બે ટાઈમ ઝોનની માગણી કરવામાં આવી છે. કારણ કે પૂર્વનાં રાજ્યોની બૅન્ક, સરકારી ઓફિસ તેમજ વ્યાપારી સંસ્થાઓ દૂરના ભારતનાં મથકો સાથે તાલ મિલાવી શકતા નથી. કારણ એ છે કે તેમને ત્યાં અંધારું વહેલું થઈ જાય છે અને સૂર્યોદય સવારે વહેલો થાય છે. ૧૯૪૭ પૂર્વે બે ટાઈમ ઝોન હતાં. તે વખતે આટલો વેપાર, વ્યવહાર, રેલવે અને સંદેશા વ્યવહારની સુવિધા નહોતી છતાં કોલકાતા ૫=૩૦=૨૧ જીએમટીથી આગળ અને બોમ્બે ટાઈમ ૪=૫૧=૦૦ જીએમટીથી આગળનો હતો. પૂર્વોત્તર રાજ્યોથી બંગલાદેશ જે ભારતનો જ ભાગ હતું ત્યાં આજે અડધી કલાક આગળનો સમય પ્રવર્તમાન છે. વર્ષ ૨૦૧૨માં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ દ્વારા જણાવાયું હતું કે જો આ રીતે સમય ઝોનમાં ફેરફાર કરીને ઉચિત નિર્ણય કરવામાં આવે તો વાર્ષિક બે અબજ કિલોવોટ અવર્સની વિદ્યુત બચે તેવું છે. આ ફેરફારથી રેલવે, ટ્રાન્સપોર્ટ તેને કોઈ નકારાત્મક અસર થવાની નથી. એક વખત તેમાં સમયોચિત ફેરફાર થશે તો તેની રીતે ગોઠવણી પણ થઈ જવાની છે. પૂર્વ ભારતનાં રાજ્યોમાં આથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા બન્નેમાં વધારો થશે. આસામના ચાના બગીચામાં શ્રમિકો વહેલી સવારથી કામ શરૂ કરે તો સાંજે સૂર્યાસ્ત સુધીમાં ઘણું કામ પૂરું થઈ શકે છે. સમય ઝોનમાં ફેરફાર કરવાથી ૧૭ થી ૧૮ ટકા ઈલેક્ટ્રિસિટીનો બચાવ થવાનો છે. આ બચત નાનીસૂની નથી. પૂર્વ ભારત આમ પણ ઈલેક્ટ્રિસિટીના પુરવઠાની તંગી ભોગવે છે. ત્યાં બચત થવાથી ઈલેક્ટ્રિસિટીનો પુરવઠો વધવાનો છે. અમેરિકા, બ્રિટનમાં શિયાળાની સિઝનમાં નવેમ્બર-માર્ચ દરમિયાન ઘડિયાળમાં એક કલાકનો ફેરફાર થાય છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ૧ કલાક આગળ અને શિયાળામાં પાછળ ઘડિયાળના કાંટા કરી નાખવામાં આવે છે. આ માટેની જાહેરાત રેડિયો અને ટીવી પર જોરદાર રીતે થાય છે. લોકોને પૂરતું શિક્ષણ અને સમજદારી આપવામાં આવે છે એટલે કોઈ મોટા પ્રશ્ર્ન ઊભા થતા નથી. જ્યારે ઈલેક્ટ્રિસિટી નહોતી તે વખતે ૧૦૦-૧૨૫ વર્ષ અગાઉ વહેલા જાગીને કાર્યની શરૂઆત કરવાનો ક્રમ હતો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું વર્ક કલ્ચર હતું. ગાંધીજી સ્થાપિત ખાદી ભંડાર અને ખાદી મંદિરોમાં સૂર્યાસ્તના સમયે કામકાજ બંધ કરી દેવાનો રિવાજ હતો. આથી ઈલેક્ટ્રિસિટીનો ખર્ચ બચી જતો હતો. કોઈ ખાદી ભંડાર ઈલેક્ટ્રિસિટીનો હદ બહાર ઉપયોગ કરતા નહોતા. આજના વ્યાપાર, વાણિજ્યમાં ઈલેક્ટ્રિસિટી અને ટેલિફોન (ઈન્ટરનેટ, ફેક્સ, મોબાઈલ સાથે) ખર્ચા અનહદ વધી રહ્યા છે. કેટલાક લોકો ઈલેક્ટ્રિસિટીના બિલ વધી રહ્યા છે તેની ફરિયાદ કરે છે, પરંતુ ઘરમાં પંખા, ફ્રીઝ, એસી, વોશિંગ મશીન અને મિક્સચર, વોટર પ્યોરીફાયર જેવાં ઉપકરણો કેટલાં છે? તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? ટીવી મધ્યરાત્રિ સુધી ચાલે છે. ત્યારબાદ ફરિયાદ કરે છે કે બિલ વધી રહ્યું છે! સમયના બે ઝોન બાબતે નિર્ણય લેવાનું કાર્યક્ષેત્ર કેન્દ્ર સરકારનું છે. જો કેન્દ્ર સરકાર આ બાબતે નિર્ણય કરે તો સમગ્ર રાષ્ટ્રને ફાયદો થવાનો છે. આશ્ર્ચર્ય એ વાતનું છે કે આવી બાબત પ્રતિ કોઈનું ધ્યાન કેમ જતું નથી? વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના કેન્દ્ર સરકારના કોઈ જ પ્રધાને આટલા વર્ષમાં આ બાબતે કોઈ જ પ્રત્યાઘાત આપ્યો નથી. સૂર્ય એ સમસ્ત બ્રહ્માંડને જાગ્રત કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. સૂર્ય એ જગતના નિયંત્રા છે, સંચાલન કરે છે. સૂર્યથી જ વિશ્ર્વની પ્રવૃત્તિ શરૂ થાય છે અને સૂર્યના અસ્તથી પ્રવૃત્તિઓને વિરામ મળે છે. બીજે દિવસે સવારે ફરીથી તે જ સૂરજ જગતને પ્રવૃત્તિમય કરે છે. સૂર્યને સમાંતર પ્રવૃત્તિ કરવામાં આવે તેમાં માનવીનું શ્રેય અને હિત છે. |
Sunday, January 5, 2014
સૌરભ શાહ - કેજરીવાલ અને આમ આદમી પાર્ટી: પાછલે બારણેથી સામ્યવાદની એન્ટ્રી થઈ રહી છે
સૌરભ શાહ
કેજરીવાલ અને આમ આદમી પાર્ટી: પાછલે બારણેથી સામ્યવાદની એન્ટ્રી થઈ રહી છે
કેજરીવાલ અને આમ આદમી પાર્ટી: પાછલે બારણેથી સામ્યવાદની એન્ટ્રી થઈ રહી છે
| હવે દિલ્હી વિધાનસભામાં છ મહિના સુધી અરવિંદ કેજરીવાલ અને એમની ટોળકી રાજ કરશે. આવતા છ મહિના સુધી વિપક્ષ અવિશ્ર્વાસનો ઠરાવ લાવી નહીં શકે. હાલાકિ, ‘આપ’ સરકારની પોપ્યુલિસ્ટ પ્રપોઝલો વિરુદ્ધ જરૂર મત આપી શકશે અને ‘આપ’ને છ મહિનાનું જીવતદાન આપનારી કૉન્ગ્રેસ પણ વાંધાવચકા કાઢીને પચાસ ટકાએ બીજલી અને મહિને વીસ હજાર લિટર પાણી ફોગટ આપવાની દરખાસ્તનો વિરોધ કરશે. દરેક સરકાર પૉપ્યુલિસ્ટ ત્રાગાં કરતી જ હોય છે. નીચે સાઉથમાં જયલલિતા લાખો કલર ટીવી મફતમાં આપશે તો ઉપર નૉર્થમાં અખિલેશ યાદવ લાખો લૅપટોપની લહાણી કરશે. કૉન્ગ્રેસ પોતે આખા દેશમાં એક-બે રૂપિયે કિલોના ભાવે જુવાર, ચોખા અને બીજાં ધાન્યો આપવાની જાહેરાત કરી ચૂકી છે. ગુજરાતમાં કૉન્ગ્રેસનું રાજ નથી તે છતાં ‘અમે જીતીશું તો અમુક લાખ ઘરો’ સસ્તા ભાવે આપવાનું વચન આપતી હતી. તે જોઈને ભાજપની સરકારને ચાનક ચડી અને એણે પણ મફતિયાં કે સસ્તાં ઘરો આપવાની જાહેરાત કરી દીધી. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં રહેતા શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઈબના મતદારોને ૧૫,૦૦૦ રિક્શા લાયસન્સનો ક્વોટા આપવાની જાહેરાત કરીને ‘આપ’વાળા નાત-જાત-કોમના ભેદભાવમાં નથી માનતા એવી માન્યતાને પાણીમાં ડુબાડી. બીજા રાજકીય પક્ષો મફતમાં ટીવી, લૅપટોપ વગેરે સરકારી ખર્ચે આપે છે તો દિલ્હીમાં કેજરીવાલ પાણી-બીજલી માટે સરકારી તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયા વાપરી નાખે એમાં શું વાંધો હોવો જોઈએ એવી દલીલ કેટલાક ‘આપ’તરફીઓ કરતા હોય છે. ભલા (આમ) આદમી, પેલી સરકારો જે કરે છે ખોટું છે અને કેજરીવાલ કરે છે તે પણ એટલું જ ખોટું છે. સરકારી તિજોરીમાંથી એટલે કે ટેક્સપેયર્સના ખિસ્સામાંથી હજારો કરોડ રૂપિયા આ રીતે વેડફી નાખવાની કેજરીવાલની દાદાગીરીથી એક વાત તો પ્રૂવ થઈ ગઈ કે બીજા રાજકીય નેતાઓ કરતાં એ પોતે અને બીજા રાજકીય પક્ષો કરતાં આમ આદમી પાર્ટી જરા પણ જુદી નથી. પાર્ટીનું લેબલ રૂપાળું હોવાથી કંઈ નથી બનતું. જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી, કૉન્ગ્રેસ વગેરે ડઝનબંધ રાજકીય પક્ષો ભારતની પ્રજા જોઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી વાસ્તવમાં ભારતમાં અને દુનિયામાં અસ્ત થઈ રહેલા સામ્યવાદનું નવું, ઈમ્પ્રુવ્ડ, લાઈમ ફ્લેવર્ડ સ્વરૂપ છે. સમાજમાં તમામ ધનિકોએ ગરીબોનું લોહી ચૂસીને ધન ભેગું કર્યું છે એવી માન્યતા સામ્યવાદનો પાયો છે. આમ આદમી પાર્ટીની માન્યતાના પાયામાં પણ આ જ વિચારસરણી છે. લાખો ઘરોને રોજનું પોણા સાતસો લિટર પાણી મફત આપ્યા પછી જળ નિગમે નવી પાઈપલાઈનો, જૂનીના સમારકામો વગેરેના ખર્ચા માટે વધારાના ટેક્સ/ સરચાર્જ નાખીને ઈન્કમ ઊભી કરવી પડવાની. એ ભરશે કોણ? જેમને પાણી મફત નથી મળતું એ લોકો. વીજળીનું બિલ ૫૦ ટકા કરી નાખ્યું છે તે વીજ કંપનીઓએ નહીં પણ સરકારની સબ્સિડીઓએ. વીજ કંપનીઓને તો અગાઉ મળતા હતા તેટલા જ પૈસા યુનિટ દીઠ મળવાના, પચાસ ટકાનું ધરખમ ડિસ્કાઉન્ટ આપનારી દિલ્હીની સરકાર હજારો કરોડની ખાધ કેવી રીતે પૂરી કરવાની છે? કેજરીવાલને ચિંતા નથી એની. એમના હાથમાં આવેલી ગાજરની પિપૂડી ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સુધી વગાડતા રહેશે પછી બધા ભેગા મળીને ચાવી નાખશે. બજેટમાં જે ખાધ આવશે તે બધી ભરપાઈ કરવાનું આર્થિક મૅનેજમેન્ટ ‘આપ’ પછી આવનારી નવી સરકારે કરવાનું આવશે અને નવી સરકાર જૂની ખોટ ભરપાઈ કરવા કરવેરા નાખશે એટલે બદનામ થશે. લોકો અને મીડિયા કહેશે કે ‘આપ’ની સરકાર સારી હતી, લોકોનું કેટલું ધ્યાન રાખતી હતી. આ નવી સરકારે તો આમ આદમીની કમર તોડી નાખી. કેજરીવાલ કે એમની મંડળીની કે ‘આપ’માં જોડાઈ રહેલા તકવાદીઓની સાદગી દેખાડાની છે. કેજરીવાલે ચીફ મિનિસ્ટરનો બંગલો નકાર્યો પણ હવે તેઓ પાંચ બેડરૂમના ડુપ્લેક્સમાં રહેવા જવાના છે. ત્યાગ કે સાદગી કરતાં વધારે મહત્ત્વ પરફૉર્મન્સનું છે રાજકારણમાં. બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમની સાદગીભરી જીવનશૈલીનાં ખૂબ વખાણ થતાં. મુખ્યમંત્રી પદેથી ઊતર્યા પછી ખાદીની થેલી લઈને એસ.ટી. બસમાં ટ્રાવેલ કરતા કે ટ્રેનના થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા એવી લોકવાયકાઓ ખૂબ ચગાવાઈ. સાચી જ હશે. સવાલ એ છે કે આટલી સાદગી સાથે બાબુભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શું ઉકાળ્યું. નરેન્દ્ર મોદી અપટુડેટ કપડાં પહેરે છે. દિવસમાં ત્રણવાર ઝભ્ભા પહેરે છે. એમનાં સૅન્ડલ જોઈને અને એમની ચશ્માની ફ્રેમ જોઈને ભલભલાને ઈર્ષ્યા આવે. એમની ઑફિસ વગેરેનો ભપકો પણ ભારી છે, સાદગી નથી એમાં. વર્ષેદહાડે આ બધામાં કરોડો રૂપિયા ખર્ચાતા હશે. પણ એની સામે તમે છેલ્લાં બાર વર્ષનું એમનું પરફોર્મન્સ જુઓ (ઔદ્યોગિક ક્ષેત્રે, હિન્દુત્વની બાબતે નહીં) તો ખબર પડે કે ગુજરાત ભારતનાં બીજાં રાજ્યો સાથે નહીં પણ ચીન, જપાન જેવા વિકાસ પામેલા દેશો સાથે કમ્પેર થવા માંડ્યું છે. પરફોર્મન્સ ન હોય તો સાદગી કંઈ વર્ચ્યુ નથી. ગાંધીજીની સાદગી પણ મોંઘી હતી. બાપુ થર્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતા પણ એ ‘સાદગી’ માટે એક આખો ડબ્બો રેલવેમાં બુક કરવો પડતો. ગાંધીજીના આશ્રમો આશ્રમવાસીઓની આપકમાઈથી નહીં પણ બિરલા - બજાજ જેવા ઉદ્યોગપતિઓની ખેરાતથી ચાલતા. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં વાઈસ ચાન્સેલરને દસ વરસ પહેલાં એમની કેબિનમાં ભોંય પર બેસીને બેઠા મેજ જેવા ઢાળિયા પર કામ કરતાં જોયા છે. ગુજરાત વિદ્યાપીઠની હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જાતે સભાગૃહમાં પ્રાર્થના વખતે પાથરણાં પાથરે, ઉપાડે એટલું જ નહીં જાજરૂ પણ સાફ કરે. આટલાં વર્ષોમાં આ સાદગીભર્યા વાતાવરણે કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ બહાર પાડ્યા જેઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતું નામ બન્યા હોય. આની સામે અમદાવાદની જ આઈ.આઈ.એમ. વૈભવશાળી છે, લાખો રૂપિયાની ફીઝ છે ત્યાં. સાદગીનું નામોનિશાન નથી. પણ આઈઆઈએમની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની યાદી તપાસો તો તમને અત્યારના હુઝ હુમાં એમનાં નામ જડે. અરવિંદ કેજરીવાલની અત્યારની બધી વાહવાહી બે વરસ પહેલાં અણ્ણા હઝારેના ઉપવાસના ગતકડાને મીડિયાએ આપેલી પબ્લિસિટીને આભારી છે. ભારતમાં પોતાને કિંગ મેકર માનતું અને કેટલાય લોકોનાં કરપ્શનને છાવરતું તેમ જ પ્રોત્સાહન આપતું દેશનું જંગી મીડિયા હાઉસ જે રાગ છેડે છે તેને એના રાઈવલ્સ લોલેલોલ કરીને ઝીલી લે છે. મીડિયામાં મળતી પબ્લિસિટીને કારણે સાઈબર જગતના નવરાઓને પણ ઉપાડો મળે છે. મીડિયા વિશેનું એક સત્ય વાચકોએ જાણી રાખવું જોઈએ. મીડિયા સમાજનું દર્પણ છે એ વાત સાચી પણ સો ટકા સાચી નહીં. મીડિયા સમાજના દસ જ ટકા હિસ્સા પર અરીસો ધરે છે. આને કારણે ભોળા વાચકો/ ટીવી દર્શકો પર છાપ એવી પડે છે કે જે છે તે આ જ છે, બાકીનું ૯૦ ટકા જગત એક્ઝિસ્ટ જ નથી કરતું, બાકીના ૯૦ ટકા સમાજનું કોઈ અસ્તિત્વ જ નથી. આટલું ઓછું હોય તેમ ડગલે ને પગલે મીડિયા ન્યૂઝની સાથે વ્યૂઝની ભેળસેળ કરતું રહે છે. ન્યૂઝ જુદા અને વ્યૂઝ જુદા એવા બે સ્પષ્ટ વિભાગોની મીડિયા સેળભેળ કરી નાખે છે. આને લીધે મીડિયા જે દસ ટકા સમાજ સામે અરીસો ધરે છે તે અરીસો અમદાવાદની બાલવાટિકામાં એક જમાનામાં હતો તેવો બની જાય છે જેમાંનું પ્રતિબિંબ ક્યારેક લાંબું, ક્યારેક ઠીંગણું તો ક્યારેક જાડું ને ક્યારેક પાતળું દેખાય. મીડિયાના આવા વિકૃતિભર્યા આયનાથી જગતને, ભારતને કે આપણી આસપાસના સમાજને જોવાને બદલે થોડીક મહેનત કરીને ભગવાને આપેલી બુદ્ધિની ધાર તેજ કરીશું તો ખ્યાલ આવશે કે કેજરીવાલનો સામ્યવાદ આ દેશને સરવાળે કેટલો મોંઘો પડવાનો છે. |
તંત્રીલેખ - વડા પ્રધાન હતાશા અને નિષ્ફળતાની કબૂલાત કરે છે
વડા પ્રધાન હતાશા અને નિષ્ફળતાની કબૂલાત કરે છે
| ભાગ્યે જ કંઈ બોલતા અને અભિપ્રાય આપતા વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની પત્રકાર પરિષદમાં મૂઆ નહીં, પરંતુ પાછા થયા જેવી વાતો નાગરિકોને સાંભળવા મળી છે!! દરેક બાબતે નિષ્ફળ નીવડેલા વડા પ્રધાન કૉંગ્રેસ પક્ષ અને દેશ માટે બોજો બની ગયા છે. આવી વ્યક્તિને વડા પ્રધાનપદ માટે ચલાવી લેવી તે પણ એક પ્રકારનો રાષ્ટ્રદ્રોહ છે. જે વડા પ્રધાન ૮૦ વર્ષની વય વટાવી ચૂક્યા છે, ત્રણવાર બાયપાસ થઈ ચૂકી છે તેમની પાસેથી બીજી અપેક્ષા રાખવી યોગ્ય નથી, પરંતુ કમસે કમ નિષ્ઠાની અપેક્ષા ચોક્કસ રાખી શકાય. છતાં પ્રજાને તેમાં નિષ્ફળતા મળે તેવું તેમનું વક્તવ્ય હતું. ૧૦ વર્ષમાં રોજગારી વધી નથી તેવી કબૂલાત તેમણે કરી છે તે હકીકત સ્વીકાર્ય છે, પરંતુ જવાબદારી કોની? કૉંગ્રેસ પક્ષ દ્વારા અવારનવાર ડૉ. મનમોહન સિંહનું અપમાન કરવામાં આવ્યું છે. તેમાં સાંસદોને ગેરલાયક ઠરાવતો ખરડો ફાડી નાખવાની પક્ષના જ મહામંત્રી રાહુલ ગાંધીની ચેષ્ટા અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી કૉંગ્રેસના ધબડકા બાદ જાહેરમાં પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ નવા વડા પ્રધાનનું નામ ટૂંક સમયમાં જાહેર થશે તેવી કરેલી જાહેરાત. આ બે મુદ્દા સ્પષ્ટ રીતે વડા પ્રધાનનું અપમાન સમાન હતા. તેમ છતાં નારાજગી સુદ્ધાં વ્યક્ત કરવાની તસ્દી તેમણે લીધી નથી. વડા પ્રધાનપદે બેઠેલી વ્યક્તિ આટલી હદ સુધી સત્તાલાલચુ હોઈ શકે ખરી? સ્વમાન જેવી કોઈ ચીજ તેમનામાં નથી? પ્રજા આવો પ્રશ્ર્ન વારંવાર પૂછી રહી છે, પરંતુ કોઈ સંતોષ થાય તેવો જવાબ મળતો નથી. પ્રજાને તુચ્છકાર તો ત્યારે થાય છે કે જ્યારે વડા પ્રધાન તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણ એ અમેરિકા સાથેના ન્યૂક્લિઅર સોદાને ગણાવે છે!! ડૉ. મનમોહન સિંહ આ કક્ષાની વ્યક્તિ હશે તેની કોઈએ કલ્પના કરી ન હોય. તેવે વખતે સૌથી વધુ ભ્રષ્ટ અને રાષ્ટ્રદ્રોહી સોદાને તેઓ વખાણે છે. તેથી કોઈને પણ તેમની નિષ્ઠા પ્રતિ શંકા જાય છે. આ ન્યૂક્લિઅર સોદાની લેતીદેતી કેવી અને કઈ રીતની હતી તે સંસદમાં દર્શાવાયેલા ચલણી નોટના જથ્થા પરથી નક્કી થઈ શકે તેવું છે. આ સોદામાં તપાસ પણ "સરકારી પદ્ધતિથી થઈ અને હવે તે કેસ ફાઈલ કરી દેવાયો છે!! કોઈને તેની લજ્જા કે શરમ રહી નથી અને દેખિતી રીતે તેમાં ઉચ્ચકક્ષાની સંડોવણી છે તેથી કંઈ વળવાનું નથી. આ સઘળું છે તેઓ જ સોદાને "શ્રેષ્ઠ ગણાવે છે!! વર્ષ ૨૦૦૪થી સત્તામાં રહેલી કૉંગ્રેસે વર્ષ ૨૦૦૯ની બીજી ટર્મમાં કોલસાકાંડ, રમતોત્સવ અને ટેલિકોમકાંડ દરમિયાન જે ગેરરીતિ થઈ છે તેમાં વડા પ્રધાનની જવાબદારી કેમ ન ગણાય? જો તેમની જવાબદારી નથી તો પછી કોની જવાબદારી? અમેરિકાના પ્રમુખને આવી ગેરરીતિ માટે જવાબદાર ગણવા? આ જવાબ તેઓ આપી શકતા નથી. આવે વખતે વડા પ્રધાન એવો લૂલો બચાવ કરે છે કે માત્ર એક રાજકીય પક્ષ કદી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકે તેમ નથી!! આવું વિધાન તેમની પલાયનવાદી મનોવૃત્તિ સૂચવે છે એટલું જ નહીં માત્ર નિષ્ફળ વ્યક્તિ જ આવું બોલે છે. ૧૦ વર્ષમાં ઘણું થઈ શક્યું હોત, પરંતુ તેમને હાથા બનાવીને "અન્ય લોકોએ પોતાના કામ કરાવી લીધાં છે!! તેમના જ પ્રધાનમંડળના રેલવેમંત્રી અને કાનૂનમંત્રી બન્ને પંજાબના હતા અને ગેરરીતિ બદલ ગયા. છતાં જો તેઓ એવો બચાવ કરે છે કે ગેરરીતિમાં તેમના કોઈ સગાંસંબંધી નથી અને મિત્રોને કે સગાને કોઈ ફાયદો કરાવ્યો નથી. આવી વાત કરવાથી તેમના હાથ ચોખ્ખા છે તે સાબિત થઈ શકતું નથી. ઊલટું તેમની નબળી બાજુ છે કે સુપ્રીમ કોર્ટે કોલસાકાંડમાં વડા પ્રધાનના મંત્રાલયને જવાબદાર ગણ્યું છે. ભ્રષ્ટાચાર અને ભાવ મોરચે ડૉ. મનમોહન સિંહ સંપૂર્ણ નિષ્ફળ છે. પોતાની નિષ્ફળતાને અન્ય પર ઢોળવાનો પ્રયાસ પણ ટીકાને પાત્ર છે. માત્ર તેઓ જ વડા પ્રધાન બની શકે અને બીજું કોઈ જ નહીં? તેઓ કઈ રીતે વડા પ્રધાન બન્યા છે તે પણ જાણીતી બાબત છે. સોનિયા ગાંધી ઈચ્છે તેજ વ્યક્તિ વડા પ્રધાન બને તે કૉંગ્રેસનો નિયમ છે. હવે તેઓ બાકી રહેલા સમયગાળામાં કામ કરવાની વાત કરે છે, પરંતુ જે કાર્ય બે ટર્મમાં ન કરી શક્યા તે હવે કઈ રીતે પૂરું થશે? ખરેખર તો તેમને હાથો બનાવીને કૉંગ્રેસ પક્ષમાં રહેલી એક ટોળકીએ ભ્રષ્ટાચાર કર્યો છે, જ્યારે કૉંગ્રેસ સત્તાભ્રષ્ટ થશે તે વખતે જ કઈ રીતે ગેરરીતિ થઈ તેના રહસ્ય બહાર આવશે. બાકી, વડા પ્રધાને જે કંઈ વાત કરી તેમાં નિરાશા અને હતાશા સિવાય કશું જ નથી. કોઈ જોમજુસ્સો પ્રેરે તેવા મુદ્દા નથી. કોઈ દૃષ્ટિ કે આગળનું આયોજન આટલા વર્ષમાં નહીં દેખાયું તો પછી હવે શું બાકી રહ્યું છે? વડા પ્રધાન હજુ માનભેર નિવૃત્ત થાય તો તેમની બાંધી મુઠ્ઠી રહી જવાની છે. |
Friday, January 3, 2014
Professor Sueo Yamaguchi
Professor Sueo Yamaguchi, from the Japan Institute of Plant Management (JIPM)-the Mecca of Total Productive Maintenance (TPM) visited the Bajaj Auto Akurdi plant some time in 1999-2000 and when Rajiv Bajaj introduced himself,the Japanese academic asked.Why are you smiling Rajiv was dumbfounded & Yamaguchi retorted,"business no good why you smile".Yamaguchi asked,What is your job Rajiv replied,Vice President,products, The Japanese professor asked again,Do you design component Do you operate machine Do you sell motorcycle"Rajiv said,No, So talking is your job Yamaguchi asked.Top management ... improvement is your job. Next day when Yamaguchi met Rajiv again and asked,What is your job Rajiv hurriedly replied,Improvement, OK,what is your action, Yamaguchi responded,leaving Rajiv dumbfounded again.From there on continuous improvement has been a religion for Bajaj

શ્રીલેખા યાજ્ઞિક -- મોબાઈલ મેનિયા: લાંબે ગાળે રોગને નિમંત્રણ
શ્રીલેખા યાજ્ઞિક
મોબાઈલ મેનિયા: લાંબે ગાળે રોગને નિમંત્રણ
શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડીને અનેક બીમારીની ભેટ આપતા મોબાઈલનો ઉપયોગ સમજદારીથી કરવાનો સમય આવી ગયો છે
ચર્ચગેટ સ્ટેશન પર બપોરે લગભગ એક વાગ્યની આસપાસ વિરાર ફાસ્ટ ટ્રેનમાંથી એક મોડર્ન યુવતી બંને કાનમાં ઈયર ફોન લગાવીને ઉતરી. પોતાની દુનિયામાં એટલી તો મસ્ત હતી કે બીજી ટ્રેન આવી તેની તેને તો ખબર જ ના પડી. બાજુમાંથી પસાર થતાં એક બહેને તેને પકડીને બાજુ પર હડસેલી દીધી. તેનો જાન બચી ગયો. નહીતર ન બનવાનું બની જાત. આવા તો કાંઈ કેટલાય કિસ્સા આપણે રોજબરોજ સાંભળતા જ હોઈએ છે.
મોબાઈલ ફોનની સ્વાસ્થ્ય પર અસર જાણવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ પર એક સર્વે કરવામાં આવ્યો. જેમાં ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા. પહેલા ગ્રુપમાં વિદ્યાર્થીઓ મર્યાદામાં રહીને મોબાઈલનો વપરાશ કરનાર, બીજા ગ્રુપના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરનાર તથા ત્રીજા ગ્રુપના વિદ્યાર્થીઓ સૌથી ઓછા પ્રમાણમાં ઉપયોગ કરનાર હતા. એક અઠવાડિયા સુધી તેમની ઉપર ધ્યાન રાખવામાં આવ્યું. તેઓ બધા જ લેકચર ભરતા, તથા નોટ પણ લખતા. એક આઠવાડિયા બાદ જોયું તો જે વિદ્યાર્થીઓ એ મોબાઈલનો ઉપયોગ સૌથી ઓછો કર્યો હતો તેઓ ૬૨ % હતા અને સારી રીતે બધી જ નોટ લખી શક્યા હતા. લખેલું કડકડાટ બોલી પણ ગયા. તેમની નાની મલ્ટીપલ ચોઈસ હોય પરીક્ષામાં લેવામાં આવી હતી. તેમાં પણ તેઓ વધુ ગુણ મેળવી શક્યા. જ્યારે વધુ પડતો ઉપયોગ કરનાર ૩૦ % ગુણ જ મેળવી શકયા હતા. તેમને તેમણે જ લખેલું પુછવામાં આવ્યું તો તેઓ તેનો જવાબ પણ અટકી અટકી ને બોલ્યા હતા. જ્યારે મર્યાદામાં રહીને મોબાઈલનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓ ૪૫ % ગુણ મેળવી શક્યા હતા.
અમેરિકામાં તો વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો સતત ઉપયોગ પિકચર મેસેજ, ટેક્સિગં કરવામાં કરે છે તેથી ત્યાં તો હવે શાળા-કૉલેજના સંચાલકોએ પેજર જેવું મશીન વસાવ્યું છે. જેને ઈલેક્ટ્રોનિક્સ ફોન ડિટેક્ટર્સ તથા મોબાઈલ ફોન સિગ્નલ બ્લોકિંગ કરવામાં ઉપયોગમાં લેવાય છે.
મોબાઈલ ફોને એક ક્રાંતિ સર્જી છે. આધુનિક ટેકનોલોજીએ ડેસ્કટોપ અને લૅપટોપની બધી સગવડો મોબાઈલમાં સમાવી લીધી છે. જેને કારણે ઝડપી માહિતી તથા તેના વિકલ્પો હાથવેંતમાં જ મેળવી શકાય છે.
આજકાલ ૨૧મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ તેમ કહીને મનમાં આનંદ અનુભવતા હોઈએ છીએ. હાથમાં મોબાઈલ, કાનમાં ઈઅર ફોન, પીઠ પરની બેગમાં લેપટોપ ભેરવીને ફરતો યુવાવર્ગ આપણે બધાએ જોયો છે. પોતાની જાતને મોડર્ન કડેવડાવતો આ યુવાવર્ગ કઈ કઈ બીમારીઓનો ભોગ બની શકે છે તેની વિગતવાર જાણકારી મેળવીએ.
ઊંધ ઓછી થઈ જાય:
ખાતાં-પીતાં-ઊઠતાં-બેસતાં-હાલતા-ચાલતા-કે પછી સૂતા -જાગતા મોબાઈલ જોઈએ જ. દરેક ઘરનું આ સામાન્ય દૃશ્ય હોય છે. પોતાની પુત્રી-પુત્ર ભોજન કરવા બેઠા હોય પરંતુ મોબાઈલ પર બીજા હાથની આંગળીઓ ફરતી જોવા મળશે.
સતત મોબાઈલના ઉપયોગથી વ્યક્તિની ઊંઘ ઓછી થઈ જાય છે. નાના-મોટા બધા જ વિધાર્થીઓમાં ભણવાની લગન ઓછી થઈ જાય છે. હંમેશા વૅાટ્સ અપ અને બીબીએમ (બ્લેક બેરી મેસેન્જર )માં જ ખોવાયેલા હોય છે, જેની સગવડ મોબાઈલ ઓપરેટર ફ્રીમાં આપે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સાંજ પછી બધાં જ બાળકો તથા યુવા વિધાર્થીના મોબાઈલ વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. તેમને સ્વ-શિસ્ત
શીખવવી જોઈએ. કાન થકી આપણે સાંભળી શકીએ છીએ, આંખ થકી આપણે જોઈ શકીએ છીએ. આ બંને અંગો આપણને ઈશ્ર્વરે આપેલી ભેટ છે. તેની સંભાળ રાખવી
એ આપણું કર્તવ્ય છે.
શ્રવણશક્તિ ઘટે :
કાનમાં ઈયરફોન લગાવીને સંગીત સાંભળવામાં આવે છે ત્યારે તેનો અવાજ કેટલો રાખવામાં આવે છે તે ઘણું અગત્યનું છે. જે વ્યક્તિ ૯૦ ડેસિબલથી વધુ ઊંચા અવાજે સંગીત સાંભળે તેઓને કામચલાઉ કાનમાં બહેરાશ આવી જાય છે. અને જો પંદર મિનિટ સુધી ૧૦૦ થી ૧૦૫ ડેસિબલના અવાજ પર સંગીત સાંભળવામાં આવે તો કાયમ માટે કાનમાં સંભળાવાનું બંધ થઈ જાય છે પરંતુ ધીમા અવાજે સંગીત સંભળાય તો કોઈ અડચણ આવતી નથી.
કાનમાં ઈન્ફેક્શન થઈ જાય છેે :
ઈયરફોન બંને કાનમાં વપરાય છે. તેથી બે જ વ્યક્તિ એક જ ઈયર ફોન વાપરે તો બંનેને કાનમાં ઈન્ફ્ેક્શન થઈ શકે છે. નિષ્ણાતોના મત મુજબ લાંબા સમય માટે ઈયર ફોનના વપરાશથી કાનમાં નુકસાનકારક બેક્ટેરિયાનો ઉપદ્રવ વધી જાય છે.
એકબીજાના ઈયર ફોન વાપરવા કે એક જ ગીત બંને વ્યક્તિ એક જ ઈયર ફોનનો ઉપયોગ કરીને સાંભળે તો બીજાના કાનના બેક્ટેરિયા નો ચેપ પણ લાગી જાય છે. તેથી ઈયર ફોન શેર કરવા નહીં. તેના વિના ચાલે તેવું ના હોય તો તેને સેનિટાઈઝ કરીને જ વાપરવા.
અકસ્માત પણ થઈ શકે છે :
આજકાલ ઈયર ફોન કાનમાં નાખીને ગાડી ચલાવવી જાણે કે એક ફેશન થઈ ગઈ છે,
યુવાનો કરતાં પણ ગાડી ચલાવતાં મોબાઈલ ફોન પર વાત કરવાનો રોગ ત્રીસી વટાવી ચૂકેલા ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે. વળી, રસ્તા પર ચાલતી વખતે પણ કાનમાં ઈયરફોન નાખીને ચાલનારા ભૂલી જાય છે કે તેઓ ભયાનક અકસ્માતને વિના કારણ આમંત્રણ આપી રહ્યા છે. કારણ કે ઈયર ફોન કાનમાં હોવાથી વ્યકિત્ત તેનું ધ્યાન બે જગ્યાએ એક સાથે રાખી શકવા અસમર્થ બને છે.
તે જ ક્ષણ તેના માટે વિનાશકારક હોય છે.
સમજદારી- સાવધાની
કાનમાં એકદમ અંદર ખોસીને ઈયરફોન વાપરવા નહીં. એનાથી સંગીત તો સારું સંભળાય છે. પરંતુ કાનનાં પડદાને મોટું નુકસાન કરે છે. જેને કારણે ધીમે ધીમે બહેરાશ આવે છે. જે વખત જતાં કાયમી બની જાય છે. નિષ્ણાતો કહે છે કે એકધારું સંગીત સાંભળ્યા કરતાં થોડો વખત વિરામ લઈને સાંભળવામાં આવે તો કાનના પડદાને નુકસાન થતું અટકાવી શકાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (હુ) એ એક પ્રોગ્રામ શરૂ કર્યો છે તે અંતર્ગત ૨૦૧૫ સુધીમાં કાનની બહેરાશ અંગેના ૫૦ % કેસેાનો નિકાલ લાવવાની પહેલ કરવામાં આવશે. ત્યારબાદ ૨૦૩૦ સુધીમાં એકંદરે ૯૦ % કેસોનો ઉકેલ આવી જશે તેવું ‘હુ’ એ જણાવ્યું છે.
યુવાનોની ખોટી લાઈફસ્ટાઈલ, ખોટી આદતો અને ખોટી રીતે ઈયરફોનના ઉપયોગને લીધે બહેરાશ આવે છે .
સોસાયટીના બિલ્ડિંગ ઉપર મૂકવામાં આવેલા મોબાઈલ ફોનના ટાવરની સામે ઊહાપોહ કરનાર ઘરમાં બાળકો કાનમાં ઈયર ફોન નાખીને કે સૂતી વખતે પણ મોબાઈલ ફોન માથા પાસે રાખીને સૂતા હોય ત્યારે પોરસાતા હોય છે.
હવે મોબાઈલમાંથી પણ હાનિકારક કિરણો ઉત્પન્ન થતાં હોવાથી માનવ શરીરમાં તે કિરણો પ્રવેશતાં જ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. સૂવાના સમયે પણ મોબાઈલ માથા પાસે જ રાખીને સૂવાથી મગજની અંદર થતી કિરણોની અસર તો એટલી ભયાનક હોય છે કે માણસ પોતાની યાદશક્તિ તો ગુમાવે છે પણ સાથે સાથે મગજને લોહી પહોંચાડતી નસોને નુકસાન પહોંચતાં જ બ્રેન ટ્યુમર કે પછી માથાનો દુખાવો - માઈગ્રેન જેવી બીમારી થતી જોવા મળે છે.
હવે તો યુવા વયમાં જ હાઈપર ટેન્શન જેવી બીમારી સામાન્ય બની ગઈ છે.
ક્યારેક તો વળી નાની વયમાં વાળ સફેદ થવા કે પછી ટાલ પડી જવાનું કારણ પણ મહદઅંશે મોબાઈલનો સતત ઉપયોગ છે તેમ નિષ્ણાતો જણાવે છે.
કોઈપણ વસ્તુનો અતિરેક હાનિકારક જ ગણાય છે. મોબાઈલ મેનિયાથી દૂર રહેવામાં જ સારપ રહેલી છે એમ નથી લાગતું?
Subscribe to:
Posts (Atom)