Saturday, March 23, 2019

અંતરીક્ષયુગનાં સુવર્ણમયી ૬૦ વર્ષ --- ડૉ. જે. જે. રાવલ

પંખીઓને ગગનમાં ઊડતાં જોઈને પ્રાચીન સમયથી માનવી અંતરીક્ષમાં ઊડવાનું સ્વપ્ન સેવતો હતો. આપણી કથા-વાર્તા, પુરાણો, બાળવાર્તા, મહાભારત અને રામાયણમાં માનવીની ગગનમાં ઊડવાની ઈચ્છાના પ્રતિબિંબો પડેલાં દેખાય છે, અને તે આપણે વિચાર કરતાં કરી મૂકે છે. બાળવાર્તાઓમાં પવન, પાવડી, ઊડતા ગાલીચા વગેરેની વાતોથી આપણને વિસ્મય થતું આ બાજુ ઈકારસની કથા છે, તો બીજી બાજુ રાવણના પુષ્પકવિમાનની વાત છે. તો ત્રીજી બાજુ રાજા ત્રિશંકુની વાર્તા છે. 

ઋષિ-વિશ્ર્વામિત્રને વિનંતી કરી. વિશ્ર્વામિત્ર રાજા ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો. આ વાતની સ્વર્ગના રાજા ઈન્દ્રને ખબર પડી. તેને એક કાળામાથાનો માનવી સ્વર્ગમાં સદેહે આવે તે માન્ય ન હતું. તેણે તો સ્વર્ગના દ્વાર બંધ કરી દીધાં અને ઊલટી દિશામાં એટલે કે પૃથ્વીની દિશામાં બળ આપ્યું. ત્રિશંકુ પૃથ્વી પર પડવા લાગ્યો. વિશ્ર્વામિત્રને આની ખબર પડી એટલે તેને લાગ્યું કે જો ત્રિશંકુ નીચે પૃથ્વી પર પડે તો તેની આબરૂના કાંકરા થાય કે વિશ્ર્વામિત્રે મોટે ઉપરાણે ત્રિશંકુને સ્વર્ગમાં તો મોકલ્યો પણ નિષ્ફળ ગયા. તેથી વિશ્ર્વામિત્રે ત્રિશંકુને પૃથ્વી પર આવવા જ ન દીધો. બિચારો ત્રિશંકુ અંતરીક્ષમાં આધવચ્ચે લટકી રહ્યો. જ્યારે આપણી સ્થિતિ ન આ બાજુ કે ન પેલી બાજુ જેવી થાય છે ત્યારે આપણે આ કથા પરથી કહીએ છીએ કે આપણી સ્થિતિ ત્રિશંકુ જેવી થઈ છે. વિશ્ર્વામિત્રે પછી અંતરીક્ષમાં બીજું સ્વર્ગ ઊભું કરવાની વાત કરી હતી. આજે આ શક્ય બન્યું છે. અંતરિક્ષમાં કોલોની સ્થાપી શહેરો વસાવી શકાય તેમ છે. 

આપણને એમ થાય કે શું અંતરિક્ષમાં આવી સ્થિતિ પ્રવર્તે છે. રસપ્રદ વાત એ છે કે અર્વાચીન ખગોળવિજ્ઞાને એ સાબિત કર્યું છે કે અંતરીક્ષમાં આવી સ્થિતિ હકીકતમાં પ્રવર્તે છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. વિખ્યાત ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી જે. એલ. લાગ્રાન્જે સાબિત કર્યું છે કે પૃથ્વીની કક્ષાને સંલગ્ન પાંચ બિન્દુઓ એવાં હોય છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ શૂન્ય હોય છે. માટે જો કોઈ વસ્તુ આ બિન્દુએ આવી જાય તો તે હજારો અને લાખો, કરોડો કે અબજો વર્ષ સુધી ત્યાં જ રહે છે. ન તો તે ઉપર જઈ શકે ન તો નીચે આવી શકે ન તો આ તરફ જઈ શકે ન પેલી તરફ, કારણ કે એ બિન્દુએ ગુરુત્વાકર્ષણબળ લાગતું નથી. ત્યાં ગુરુત્વાકર્ષણબળ શૂન્ય હોય છે. મહાન ગણિતશાસ્ત્રી અને મહાગુરુ લાગ્રાન્જના માનમાં એ પાંચ બિન્દુઓને લાગ્રાંજ બિન્દુઓ કહે છે. આ કુદરતનું મોટું રહસ્ય છે. લાગ્રાંજના વખતમાં વિજ્ઞાનીઓ માનતા હતાં કે લાગ્રાજ મહાન ગણિતશાસ્ત્રી છે એટલે ગણિતની રીતે આવા બિન્દુઓનું અસ્તિત્વ શોધી કાઢ્યું હોય, પણ હકીકતમાં આવા બિન્દુઓ પણ વાસ્તવમાં ન હોઈ શકે અને આવા બિન્દુએ પદાર્થ પણ ન હોઈ શકે, તે ખાલી હોય, પણ લાગ્રાન્જે આ કહ્યું પછી પોણાબસો વર્ષ પછી હકીકતમાં ગુરુગ્રહના લાગ્રાન્જ બિન્દુએ નાના નાના લઘુગ્રહો શોધાયા છે. અને હવે તો બીજા ગ્રહોનાં-પૃથ્વી વગેરે બીજા ગ્રહોનાં અને ગ્રહોનાં ઉપગ્રહો ફરતે લાગ્રાંજ બિન્દુએ પણ નાના નાના લઘુગ્રહો શોધાયાં છે. આવા નાના નાના આકાશીપિંડોને ટ્રોજન કહે છે. 

ટ્રોજનની રસપ્રદ કથા છે. ટ્રોજન ટ્રોય શહેરના રહેવાસીઓ હતાં. ટ્રોયની ફરતે ગઢ હતો. તેની દીવાલો ઘણી ઊંચી હતી અને ટ્રોય શહેરનો જબ્બર ઊંચો વિશાળ અને મજબૂત દરવાજો હતો. ગ્રીકો ટ્રોય પર ચઢી આવેલા. દશ વર્ષ થયાં તો પણ તેઓ ટ્રોયમાં પ્રવેશી શક્યાં ન હતાં અને ટ્રોજનોને હરાવી શક્યા ન હતાં. ટ્રોયના ગઢની દીવાલો ઊંચી હતી. તેથી ટ્રોજનો ગ્રીકો પર બાણોની વર્ષા કરી ગ્રીકોના લશ્કરને પરેશાન કરતાં. ટ્રોયનો દરવાજો એટલો મજબૂત હતો કે તેને તોડવા ગ્રીક લશ્કર અસમર્થ હતું, દશ વર્ષ સુધી ગ્રીકો ટ્રોજનોને હરાવી શક્યાં નહીં. તેથી ગ્રીક લશ્કરના જનરલે એક આઈડિયા કર્યો. તેણે જબ્બર લાકડાનો સુંદર અતિ સુંદર પૈડાવાળો ઘોડો બનાવ્યો. તેને પોલિશ કરાવ્યો. રંગબેરંગી બનાવ્યો અને તેમાં ૩૦ ગ્રીક સિપાઈઓને સંતાડી દીધાં અને લાકડાના ઘોડાને ત્યાં મૂકી ટ્રોયથી થોડે દૂર લશ્કર ચાલ્યું ગયું અને એવો ઢોંગ કર્યો કે લશ્કર પાછું ચાલ્યું ગયું છે. 

ટ્રોજનોને લાગ્યું કે ગ્રીકો કંટાળીને ચાલ્યાં ગયાં છે. ગ્રીકો તેમને જીતી શક્યાં નથી. તેથી તેઓ હરખમાં આવી ગયાં તેઓએ એ પણ જોયું કે ગ્રીકો સુંદર મોટા લાકડાનો પૈડાવાળો ઘોડો મૂકી ગયાં છે. તેથી ટ્રોયના લશ્કરે શહેરનો ગેઈટ ખોલી નાખ્યો. સુંદર ઘોડાને શહેરમાં લીધો. 

એ વખતે અમુક ટ્રોજન સિપાઈઓ લાકડાના ઘોડાની આગળ થોડે દૂર રહીને ચાલતા હતા અને થોડા બીજા ટ્રોજન સિપાઈઓ ઘોડાની પાછળ તેટલે જ અંતરે ચાલતા હતા. આ તેમની વિજય સરઘસ કાઢવાની રીત હતી. આમ જ્યારે ટ્રોજનો લાકડાના ઘોડાને ટ્રોયમાં દોરી જતાં હતાં ત્યારે આજુબાજુ છુપાઈને રહેલા અડધો ડઝન જાસૂસ ગ્રીક સિપાઈઓ પણ તે વિજય સરઘસમાં ભળી ગયાં. તેમને ઈમીલીસ કહે છે. પછી તો ટ્રોયના ટ્રોજનોના વિજય સરઘસને શહેરમાં ફેરવવામાં આવ્યું અને ટ્રોયના ચોકમાં મોટા ઘોડાને રાખી દીધો. તે રાતે લશ્કર અને ટ્રોયના શહેરીજનો વિજયના ઉન્માદમાં ઘસઘસાટ સૂઈ ગયાં. ત્યારે જાસૂસ ગ્રીક સિપાઈઓની સૂચનાથી તે ઘોડામાંથી છુપાયેલાં ત્રીસ ગ્રીક સિપાઈઓ બહાર નીકળી તેઓએ ટ્રોયના ગઢના દરવાજા ખોલી નાખ્યાં. ત્યાં બહાર ગ્રીક લશ્કર આવી જ પહોંચ્યું હતું. તેઓએ પછી ટ્રોય શહેરનો માણસો સહિત સમૂળગો નાશ કર્યો અને ટ્રોય શહેરને કબજે કર્યું. આ કથા પરથી ગુરુગ્રહની કે કોઈ પણ ગ્રહ કે ઉપગ્રહની આગળ અને પાછળ સરખા અંતરે ચાલતાં લાગ્રાન્જ બિન્દુએ જે નાના નાના આકાશીપિંડો મળી આવ્યા છે કે મળી આવે છે કે મળી આવશે તેને ખગોળવિજ્ઞાનીઓ ટ્રોજન્સ કહે છે. 

બીજી અંતરીક્ષયુગની ગ્રીક પૌરાણિક કથા ઈકારસ છે. ગ્રીક પૌરાણિક કથાના પુત્ર-પિતા ઈકારસ અને તેના પિતાને અંતરીક્ષમાં ઊડવાનું મન થયું. તેમણે પીંછાની પાંખો બનાવી અને તેને મીણથી પોતાના શરીર સાથે ચોંટાડી અને ઊડ્યા. ખરેખર તેઓ બંને આકાશમાં ઉડ્યાં. યુવાન ઈકારસ તો ઊંચે અને ઊંચે ઉડવા લાગ્યો. તેના પિતાએ તેને બૂમ પાડીને કહ્યું કે બેટા, બહું ઊંચે ઊડ મા, સૂર્યની ગરમીથી તારી પાંખોનું મીણ પીગળી જશે અને તારી પાંખો નીચે પડી જશે તો તારું મૃત્યુ થશે. પણ યુવાન ઈકારસે તો તેના પિતાની સલાહની અવગણના કરી ઊંચે ઊડવાનું ચાલુ રાખ્યું. સૂર્યની ગરમીથી તેની પાંખોનું મીણ પીગળી ગયું. પાંખો નીચે પડી ગઈ અને ઈકારસ પણ પૃથ્વી પર પટકાયો અને મરણને શરણ થયો. આ અંતરીક્ષયુગનો પ્રથમ ભોગ હતો. અંતરિક્ષમાં-આકાશમાં ઉડ્ડયન એટલે મૃત્યુ સાથે બાથ ભીડવી. ત્યાં કોઈ ટેકો તો છે નહીં. પછી વિમાન હોય, રૉકેટ હોય કે ગમે તે સ્પૅસ વૅહિકલ હોય, અંતરીક્ષમાં જવું એટલે માથે કફન બાંધીને જ જવું. કલ્પના ચાવલા હોય કે ગમે તે હોય, કાંઈક ખોટવાય એટલે સીધા જમીન પર.

અંતરીક્ષયુગની કથા તે સાહસવીરોની કથા છે, માથે કફન બાંધીને જનારાની વાત છે. તેમ છતાં માનવીએ એવું સાહસ કર્યું અને આપણને અંતરીક્ષક્ષેત્રે આટલે સુધી પહોંચાડ્યાં છે. અંતરિક્ષને કામધેનુ સાબિત કર્યું છે. આ કથા આપણે આ લેખશ્રેણીમાં આંકવાના છીએ અંતરીક્ષ યુગ આ વર્ષે સાઠમા વર્ષમાં પ્રવેેશે છે ત્યારે એ બધા સાહસવીરોને આપણે યાદ કરીશું, તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું, જેઓએ આપણને અંતરીક્ષમાં લાવી મૂક્યાં. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=206019

23-10-2016


શું ભૂતકાળમાં પહાડો ઊડતા હતા? --- શું ભૂતકાળમાં પહાડો ઊડતા હતા?

23-10-2016

પુરાણોમાં અને વાલ્મીકિ રામાયણમાં કથા છે કે રાવણના નાના ભાઈ કુબેરે વિમાન બનાવેલું. કુબેર લિઓનાર્ડો-દ-વીંચી જેવો સ્થપતિ અને એન્જિનિયર હતો. રાવણે તેના ભાઈ કુબેર પાસેથી વિમાન પડાવી લીધું એમ કહીને કે તેને વિમાનનું શું કામ છે. એ વિમાનમાં રાવણે સીતાજીનું હરણ કરેલું. રામ-રાવણની લડાઈમાં રામે લંકાને જીતી રાજ્ય રાવણના નાના ભાઈ વિભીષણને આપી દીધું. એટલે રાવણનું વિમાન પણ વિભીષણ પાસે ગયું

હવે રામનો ૧૪ વર્ષનો વનવાસ પૂરો થયો હતો એટલે રામ-લક્ષ્મણ અને સીતા અયોધ્યા પાછાં ફરવાની તૈયારી કરી રહ્યાં હતાં. ત્યારે વિભીષણે રામને કહ્યું કે તમારો ૧૪ વર્ષનો વનવાસ તો પગપાળા ગયો પણ હવે પગે ચાલીને છેક અયોધ્યા પહોંચવું તે બરાબર નથી. તે ઘણો સમય લેશે. આપ અમારા વિમાનમાં અયોધ્યા પાછા ફરો. આ વાતને ધ્યાનમાં લઈને રામ રાવણના વિમાનમાં અયોધ્યા પાછા ફરવા સહમત થયા.

કુબેરે બનાવેલું રાવણનું વિમાન એવું હતું કે તેમાં જેટલા માણસોને બેસવું હોય તેટલું તે મોટું થાય. તેથી તેમાં રામ - લક્ષ્મણ - સીતા - હનુમાનજી - સુગ્રીવ - વિભીષણ બેઠાં. તો આપણને પ્રશ્ર્ન થાય કે શું આવું વિમાન બની શકે ખરું? આજે નાસાના અને રશિયાના વિજ્ઞાનીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એવાં મોડ્યુલ બનાવવાનાં છે જેમાં જેટલા આકાશવીરોને રહેવું હોય તેટલા રહી શકે, તે એટલું મોટું થાય. ફુગ્ગા (બલૂન)ની માફક તે મોટું પણ થાય અને નાનું પણ થાય. આ વાત પરથી લાગે છે કે કદાચ કુબેરે એવું વિમાન બનાવ્યું હોય પણ ખરું.

કુબેર-રાવણના વિમાનમાં રામ-લક્ષ્મણ-સીતા અને તેમનો કાફલો અયોધ્યા જતાં હતાં ત્યારે નીચે કેરળ પસાર થતું હતું. ત્યારે રામે સીતાજીને કહ્યું, સીતે નીચે જો સુન્દર કેરળ પસાર થઈ રહ્યું છે. પ્રદેશની હરિયાળી, નાળિયેરનાં વૃક્ષો, ગીચ નાળિયેરનાં જંગલો, નદીકિનારે ઊગેલાં નાળિયેર અને ખેતરો કેટલાં બધાં સુંદર છે. એમ કરીને રામે રસ્તે સીતા પાસે પૂરા કેરળનું વર્ણન કર્યું છે. આ વર્ણન વાલ્મીકિ રામાયણમાં છે. આ વાત અમને લબ્ધપ્રતિષ્ઠ અને વયોવૃદ્ધ વિજ્ઞાની પીસારોટીએ વાલ્મીકિ રામાયણના શ્ર્લોકો સહિત કહી હતી. પીસારોટી અમદાવાદની ફિઝિકલ લેબોરેટરીમાં વિક્રમ સારાભાઈ સાથે નિવૃત્તિવયમાં એમેરિટ્સ પ્રોફેસર તરીકે કાર્યરત હતા. પીસારોટીનું કહેવું એમ હતું કે વાલ્મીકિએ કાં તો કેરળની યાત્રા કરી હોય તો આ શક્ય છે, પણ વાલ્મીકિ જે ઉત્તર ભારતમાં મૂળ ઉત્તરમાં રહેતા હતા એટલે તેમણે કેરળની યાત્રા કરી હોય તે શક્ય નથી, પણ વાલ્મીકિ રામાયણમાં કેરળનું તે વર્ણન તદ્દન સાચું અને વિસ્તૃત છે. માટે કહેવાનો હેતુ એ છે કે રામ હતા અને રામે રાવણના વિમાનમાં લંકાથી અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. પ્રોફેસર પીસારોટી જેવા લબ્ધપ્રતિષ્ઠ વયોવૃદ્ધ વિજ્ઞાની આ બાબતે કરેલા વિધાનમાં વજૂદ છે. પીસારોટી સંસ્કૃતના પણ મહાવિદ્વાન હતા.

ભારદ્વાજ ઋષિએ વિમાન વિષયે પૂરું વિમાનશાસ્ત્ર લખ્યું છે. તેનો બરાબર અભ્યાસ કરી એ શોધી કાઢવું જોઈએ કે ખરેખર વિમાનવિદ્યા આપણા પૂર્વજો પાસે હતી. જો વિમાનવિદ્યા આપણી પાસે હતી તો ભારદ્વાજ ઋષિના વિમાનશાસ્ત્રમાં ગુરુત્વાકર્ષણ વિષે વાત હોવી જોઈએ. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ગતિ કેમ પકડવી તે વિષે વાત હોવી જોઈએ. વિમાનમાં ઈંધણ કયું હતું તે વિષે પણ વાત હોવી જોઈએ. માત્ર મંત્રવિદ્યાથી બધું ચાલતું તેનો વિજ્ઞાન સ્વીકાર કરી શકે નહીં. મંત્રોમાં શું તેની ફોર્મ્યુલાઓ હતી જે આ બધાનો નિર્દેશ કરી શકે? પ્રાચીન ભારતીયો પાસે વિમાનવિદ્યા હતી તેવું લાગે છે, પણ વધારે સ્પષ્ટ સંશોધનની જરૂર છે.

રાવણની બીજી વાત, રાવણના સમયમાં પહાડોને પાંખો હતી. તેઓ અંતરીક્ષમાં ઊડતાં. ઊડતાં ઊડતાં રાવણની લંકાની નજીકમાં એક પહાડ પડ્યો, જેણે ભયંકર ખાનાખરાબી કરી. તેથી રાવણ ક્રોધિત થઈ ગયો અને તેણે બધા જ ઊડતા પહાડોની પાંખો કાપી નાખી. ત્યારથી પહાડો ઊડી શકતા નથી તો તર્ક લગાવીએ તો પ્રશ્ર્ન થાય કે શું ભૂતકાળમાં પહાડો ઊડતા હતા? આ માનવું શક્ય નથી, પણ હા, અંતરીક્ષમાં જે લઘુગ્રહો ફરે છે તે અંતરીક્ષમાં ઊડતા પહાડો જ કહેવાય. એમાંથી એકાદ લઘુગ્રહ કદાચ લંકાની નજીક પડ્યો હોય અને ત્યાં વિનાશ વેર્યો હોય તે શક્ય છે, અને પછી ઘણાં વર્ષો સુધી ત્યાં કોઈ લઘુગ્રહ પડ્યો નહીં હોય જેથી કથા થઈ ગઈ કે રાવણે બધા જ પહાડોની પાંખો કાપી નાખી તેથી પછીથી પહાડો ઊડતા નથી. કોઈ મોટો લઘુગ્રહ ક્યાંક પૃથ્વી પર પડે પછી સેંકડો વર્ષે પૃથ્વી પર એવો લઘુગ્રહ પડે. તે કાંઈ દર વર્ષે પૃથ્વી પર પડે નહીં, આ વાતને ટેકો આપતી બીજી કથા એવી છે કે જ્યારે પાંડવોને અશ્ર્વમેધ યજ્ઞ કરવો હતો ત્યારે તેમને સોનાની બહુ જરૂર હતી. તેથી કૃષ્ણ-અર્જુન અને ભીમ સોનું લેવા લંકા ગયા. લંકા પહોંચ્યા તો તેની બહાર એક તવા આકારનું સુન્દર તળાવ રસ્તામાં આવ્યું. આપણને ખબર છે કે ભીમ નહાવાનો ખૂબ શોખીન હતો. એ તળાવ જોઈ ભીમ કૃષ્ણ અને અર્જુનને કહ્યું તમે તારે મંદોદરી પાસે જાવ હું થોડા સમયમાં જ તળાવમાં સ્નાન કરી તમારી પાસે આવું છું. ભીમ તો તળાવમાં નહાવા પડ્યો. નાહીને પાણીમાંથી બહાર નીકળતાં તેને ખૂબ જ તકલીફ પડી, કારણ કે તળાવનો આકાર વિશાળ તવા જેવો હતો તેથી તળાવની દીવાલો ખૂબ જ ઢળેલી હતી. તે બહાર નીકળવા જાય અને લપસી પડતો હતો.

કૃષ્ણ અને અર્જુન મંદોદરી પાસે પહોંચ્યા અને કહ્યું કે યુધિષ્ઠિરને અશ્ર્વમેધ યજ્ઞ કરવો છે અને અમારે સોનાની જરૂર છે અમે ત્રણ હું કૃષ્ણ, આ અર્જુન અને ભીમ આપની પાસે સોનું માગવા આવ્યા છીએ. ત્યારે મંદોદરીએ કહ્યું કે મેં તો ભીમના પરાક્રમની ઘણી બધી વાતો સાંભળી છે તો ભીમ ક્યાં છે? કૃષ્ણે કહ્યું કે એ હમણાં જ આવે છે તે લંકાની બહાર તળાવમાં સ્નાન કરવા રોકાયો છે. ત્યારે મંદોદરીએ કહ્યું અરર, મારે હવે તેનું મોઢું જોવું નથી, કારણ કે તે તળાવ મારા દિયરની ખોપડીનું બનેલું છે માટે ભીમ અપવિત્ર થઈ ગયો ગણાય. એવું લાગે છે કે રાવણના સમયમાં જે લઘુગ્રહ (પહાડ) લંકાની નજીક પડ્યો હતો તેનો ઉલ્કાકુંડ બનેલો હતો. લઘુગ્રહ પૃથ્વી પર પડે ત્યારે તે તવા આકારનો ઉલ્કાકુંડ બનાવે છે. તેમાં પાણી ભરાઈ જાય ત્યારે તે તળાવ બનાવી દે છે. ભીમ તે ઉલ્કાકુંડ તળાવમાં સ્નાન કરવા પડ્યો હતો તેથી જ તવાકારની દીવાલો પરથી પાણીમાંથી બહાર નીકળતાં તેને ખૂબ જ મુસીબત પડી હતી.

પ્રશ્ર્ન એ છે કે શું કુંભકર્ણ એટલો મોટો હતો કે તેની ખોપડી તળાવ જેટલી વિશાળ હોય? આમ માનવું શક્ય નથી, પણ લોકોએ એ કથા બનાવી દીધી હશે. તેમ છતાં એ વાતમાં વજૂદ છે કે બંને કથા ભૂતકાળમાં લંકાની નજીકમાં એક પહાડ જેવડો લઘુગ્રહ પડ્યો હતો જેણે ઉલ્કાકુંડ બનાવ્યો હતો, તે વિષે નિર્દેશ કરે છે, જ્યારે લોકો કુદરતી ઘટનાને સમજી ન શકે ત્યારે આવી કથા બનાવી નાખે છે, પણ એ કથાનું સાચું અર્થઘટન કરીએ તો આપણને એ કુદરતી ઘટનાનું રહસ્ય સમજાય ખરું.

અમારા ગામ હળવદ પાસે કેદારનાથનો ધરો હતો. હવે તે વિસ્તૃત બ્રાહ્મણી ડેમના પાણીની નીચે આવી ગયો છે. એમ મનાતું કે તેમાં એટલું પાણી હતું જે રાજકોટમાં પાણીની તંગી હોય તો પૂરા રાજકોટને પાણી પૂરું પાડી શકે. તે પાતાળિયો ધરો હતો. કેદારનાથના ધરાની કથા એવી છે કે પાંડવો વનવાસમાં ફરતાં ફરતાં ત્યાં આવ્યા હતા. ત્યાં કુંતામાતાને પાણીની સખત તરસ લાગી. ત્યારે અર્જુને તીર મારી પાતાળમાંથી પાણી કાઢ્યું હતું અને કુંતામાતાને પીવડાવ્યું હતું અને પછી ત્યાં કેદારનાથ શંકર ભગવાનની સ્થાપના કરી પાણીનો અભિષેક કર્યો હતો. કેદારનાથના ધરાની નજીકમાં સુન્દરીભવાની નામનું સ્થળ છે ત્યાં પાંચ પાંડવો, દ્રૌપદી અને કુંતામાતાની મૂર્તિઓ છે અને એવા બીજા પાંડવોનાં રાંધવાનાં સાધનો વગેરે છે. એ બધો પાંચાંલ દેશ ગણાય છે.

કેદારનાથના ધરાના અસ્તિત્વ વિષે કહી શકાય કે ત્યાં બાણની માફક આવેલ લઘુગ્રહ પડ્યો હતો જેણે પાતાળ ફોડી નાખ્યું હતું અને ધરો બનાવી દીધો હતો, જેમાંથી પાંડવોએ પાણી પીધું હતું. બાકી બાણ મારી પાણી કાઢવું કે ભીષ્મપિતામહને પાણી પાવા અર્જુને ત્યાં બાણ મારી ગંગાનું અવતરણ કર્યું તેવી વાતો વિજ્ઞાન સ્વીકારી શકે નહીં.

વચનામૃતમાં સ્વામીનારાયણ ભગવાન કહે છે કે કોઈ પણ રજકણના કોટીને કોટી કટકા કરો તો પણ તેમાં અંતરીક્ષ છે, એટલે કે તેમાં ડોકિયું કરી શકાય છે. અણુમાં ડોકિયું કરી શકાય છે એ વાત ખરેખર રસપ્રદ છે. સ્વામીનારાયણ ભગવાને આ વાત અઢારમી સદીમાં કરી હતી, જ્યારે વિજ્ઞાનીઓને અણુને ભાંગી શકાય છે તે વાતની ખબર ન હતી. આમ આપણા પ્રાચીન શાસ્ત્રો અને વિજ્ઞાનમાં અર્વાચીન વિજ્ઞાનનાં મૂળિયાં દેખાય છે.

હિમાલય પ્રદેશના ડેલહાઉઝી અને ચંબાની નજીક ખજિયાર તળાવ છે. તે ખૂબ જ સુન્દર છે. તેને ભારતનું સ્વિટ્ઝરર્લેન્ડ કહે છે. એ તળાવનું નામ ખજિયાર - શેષનાગના નામ પરથી પડ્યું છે. તે પાતાળિયું તળાવ છે. એમાં જે વસ્તુ પડે તે અદૃશ્ય થઈ જાય એવી લોકોની માન્યતા હતી. લેખક અને હિમાલયના વિજ્ઞાની ડૉ. એસ. એસ. ચંદેલે ત્યાં સંશોધન કરી દર્શાવ્યું છે કે તે તળાવ વધુમાં વધુ ૩૦ ફૂટ જ ઊંડું છે. નાવમાં બેસી વજન સાથે એક હજાર મીટરની રસ્સીની મદદથી જગ્યાએ જગ્યાએ અમોએ ખજિયાર તળાવની ઊંડાઈ માપી હતી. ખજિયાર લેકનો તવા જેવો આકાર દર્શાવે છે કે તે ઉલ્કાકુંડ છે. ત્યાં ૧૫૦ ફૂટની ઉલ્કા પડી હતી જેણે એ ઉલ્કાકુંડ બનાવ્યો હતો. તેના કેન્દ્રમાં એ ઉલ્કાના પાષાણ હોવા જોઈએ. લોકો માનતા શેષનાગ તે તળાવમાં થઈને પાતાળમાં જાય છે અને કોઈ કોઈ વાર બહાર આવે છે. હવે લોકોને જાણ થઈ છે કે ખજિયાર લેક પાતાળિયું નથી. તે માત્ર ૩૦ ફૂટ જ ઊંડું છે. તેમાં દલદલ ખૂબ જ છે. તેથી તેમાં કોઈ પડે તો તે દલદલમાં ગાયબ થઈ શકે છે. દલદલ કદાચ દશ-વીસ ફૂટ હોય. હવે લોકોમાંથી ખજિયાર પાતાળિયું છે તેનો ડર ચાલ્યો ગયો છે.

અજીયાર ઉલ્કાકુંડ બનાવનાર લઘુગ્રહના અવશેષો અમે શોધ્યા નથી ૪૦-૪૫ લાખ રૂપિયા મળે તો તેના અવશેષો પણ ડ્રિલિંગ કરી મેળવી શકાય ખરા. હવે લોકો પણ માનતા થયા છે કે તે સુન્દર ઉલ્કાકુંડ છે. હવે આ ઉલ્કાકુંડ સુકાઈ ગયો છે તે તળાવ રહ્યું નથી. તેથી ઉલ્કાપાષાણ મેળવવાનું સરળ બની ગયું છે, પણ સંશોધન માટે નાણાં ક્યાંથી લાવવા તે પ્રશ્ર્ન છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=238177


બ્રહ્માંડ દેખાય છે તેના કરતાં પણ વધારે વિચિત્ર છે. --- ડૉ. જે. જે. રાવલ

પહેલાં એમ મનાતું કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે. કોપરનિકસ, ગેલેલિયો વગેરેએ સાબિત કર્યું કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે, નહીં કે પૃથ્વી. ગેલેલિયોએ આકાશગંગાના પટ્ટા તરફ દૂરબીન તાક્યું તો તેને ખબર પડી કે આકાશગંગાનો દૂધિયો પટ્ટો હકીકતમાં લાખો, કરોડો તારાનો સમૂહ છે. આપણે રાતે જે બધા તારા જોઇએ છીએ તે બધાં જ આપણી આકાશગંગાના સભ્યો છે. તેથી એમ મનાતું કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને સૂર્ય આકાશગંગાના કેન્દ્રમાં છે અને બ્રહ્માંડ એટલે ધરતી અને તેની ઉપર આકાશગંગાનો તારા ભરેલો ચંદરવો. 

વિલિયમ હર્ષલે પ્રથમવાર આકાશગંગાનો આકાર જાણવાનો પ્રયત્ન કર્યો અને તેનું ચિત્ર ખડું કર્યું. પછી બીજા આકાશનિરીક્ષકોએ જોયું કે રાત્રિ આકાશમાં તારા વચ્ચે જે ધાબા દેખાય છે તે હકીકતમાં આકાશગંગા જેવી બીજી મંદાકિનીઓ જ છે. આકાશગંગા બ્રહ્માંડના કેન્દ્રમાં છે તે વાત ખોટી સાબિત થઇ. તેમ છતાં સૂર્ય આકાશગંગાના કેન્દ્રમાં છે તેમ વિજ્ઞાનીઓ માનતા રહ્યા હતા. વીસમી સદીના વીસના દાયકામાં અમેરિકી ખગોળવિદ એડવીન હબલે મંદાકિનીઓનો અભ્યાસ કરી એ સાબિત કર્યું કે મંદાકિનીઓ એકબીજાથી દૂર ભાગે છે અને આપણું વિશ્ર્વ વિસ્તૃત થતું જાય છે. બ્રહ્માંડની વિચિત્રતા એ છે કે પૃથ્વી પર આપણે ગમે ત્યાં ઊભા રહીએ આપણને લાગે કે આપણે બ્રહ્માંડના કેન્દ્રમાં છીએ. તે જ રીતે ગમે તે ગેલેક્સીમાં જઇને જોઇએ તો લાગે કે તે ગેલેક્સી બ્રહ્માંડના કેન્દ્રમાં છે. એટલે કે પૃથ્વી પરનું દરેક બિન્દુ કે બ્રહ્માંડની દરેક મંદાકિની બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને પૃથ્વી પરનું કોઇ પણ બિન્દુ કે બ્રહ્માંડની કોઇ પણ ગેલેક્સી બ્રહ્માંડના કેન્દ્રમાં નથી. આ ઉપરથી આપણને એક સુંદર મેસેજ (સંદેશો)મળે છે કે બ્રહ્માંડની કોઇ પણ વસ્તુ કે માનવી બ્રહ્માંડ માટે કેન્દ્ર સ્થાને છે, ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, સાથે સાથે બ્રહ્માંડને, કુદરતને માટે કોઇ પણ મહત્ત્વનું નથી. માટે આપણે અભિમાન કરવાની જરૂર નથી તેમ છતાં આપણે એ માનવું જરૂરી છે કે બ્રહ્માંડ માટે હકીકતમાં આપણે મહત્ત્વના છીએ. આજથી ૫૦૦ વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ બહુ સરસ ગાયું હતું કે હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે. એટલે કે ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને તે એમ માને કે હું જ ગાડાને ચલાવું છું. તેવી હાસ્યાસ્પદ આપણી બ્રહ્માંડમાં સ્થિતિ છે. 

વીસમી સદીના ત્રીસના દાયકામાં અમેરિકી ખગોળવિદ હર્લો શેપ્લેએ બ્રહ્માંડમાં આપણી મંદાકિનીની આસપાસ પરિક્રમા કરતા તારકગુચ્છો (ગ્લોબ્યુલર કલસ્ટર)ના ડિસ્ટ્રિબ્યુશનનો અભ્યાસ કરી દર્શાવ્યું કે પૃથ્વી પરથી આકાશગંગાને અને તેની પરિક્રમા કરતાં તારકગુચ્છોનો અભ્યાસ દર્શાવે છે કે એ દિશામાં ઘણા બધા તારકગુચ્છો છે, જ્યારે તેની વિરુદ્ધ દિશામાં બહુ ઓછા તારકગુચ્છો છે. એ દર્શાવે છે કે આપણો સૂર્ય મંદાકિનીના કેન્દ્રમાં નથી. જો તે મંદાકિનીના કેન્દ્રમાં હોય તો સૂર્યમાળા ફરતે આ તારકગુચ્છો સરખી રીતે વિખરાયેલાં દેખાવા જોઇએ, શેપ્લેએ પછી કહ્યું કે આપણો સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રથી ૩૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે. આમ સૂર્યે તેની કેન્દ્રીય ગાડી ખોઇ નાખી. તેમ છતાં તે સૂર્યમાળાના કેન્દ્રમાં તો છે જ. આપણા મનીષીઓએ કહ્યું છે કે ધ્યેય : સદા સવિતુ: મંડલ 

મધ્યવર્તી/અર્થાત સૂર્યમંડળના કેદ્રમાં છે તેવા સૂર્યનું ધ્યાન ધરો. 

એ જ દાયકામાં ડચ ખગોળવિજ્ઞાની હેન્ડ્રિક ઉર્ટે દર્શાવ્યું કે આપણી આકાશગંગા તેની ધરી પર ગોળ ગોળ ફરે છે. તેની ધરી પર ફરતાં એક અબજ વર્ષ લાગે છે. 

એ જ અરસામાં ભારતીય ખગોળવિજ્ઞાની સુબ્રમણ્યમ ચંદ્રશેખરે દર્શાવ્યું કે સૂર્ય જેવા તારામાં જ્યારે કેન્દ્રીય અણુક્રિયા લગભગ મંદ પડી જાય ત્યારે તે ૧૪ લાખ કિલોમીટરના વ્યાસમાંથી ૧૪ હજાર કિલોમીટર વ્યાસનો પ્રકાશ નહીં દે તો શ્ર્વેતવામન તારો બની જાય છે. પણ આવા તારાનું અસ્તિત્વ ત્યારે જાણમાં ન હતું, પણ વ્યાધનો યુગ્મ તારો ઘણો ભારે તારો છે તે ૧૮૪૬માં બેસલ નામના ખગોળવિદે કહેલું. એ જ તે ચંદ્રશેખરનો શ્ર્વેતવામન તારો નીકળ્યો. વ્યાધની નજીકનો પ્રશ્ર્વા તારાનો મિત્ર તારો પણ ચંદ્રશેખરનો શ્ર્વેતવામન તારો નીકળ્યો. 

૧૯૩૯ના વર્ષે રોબર્ટ ઓપનહાઇમર અને તેમના વિદ્યાર્થીઓએ સૂર્ય કરતાં ચાર પાંચ ગણા વજનદાર તારાના ગર્ભભાગમાં જ્યારે આણ્વિક ઇંધણ ખતમ થવા આવે ત્યારે તે તારો કેવી રીતે શાંત થાય તેની થીઅરી આપી. આ તારાને ન્યુટ્રોન તારો અથવા પલ્સાર કહે છે. તે ૧૯૩૩માં શોધાયો. તેનો પહેલો અહેસાસ બ્રિટિશવિજ્ઞાની હ્યુઇશની વિદ્યાર્થિની જોસલીન બેલે કર્યો અને તેની સમજ હ્યુઇશે આપી. 

સૂર્ય કરતાં દસ-પંદર ગણા કે તેથી વધારે ભારે તારાના ગર્ભભાગમાં આણ્વિક ઇંધણ ખૂટે ત્યારે તેમાં જબ્બર ગુરુત્વીયપતન થાય છે જે ચાલુ જ રહે છે અને તેની સપાટી પર પલાયનગતિ પ્રકાશની ગતિ હોય છે. માટે તે દેખાતા નથી અને તેનું ગુરુત્વાકર્ષણ પણ અતિ ભયંકર હોય છે. તેથી તેને બ્લેક હોલ કહે છે. વીસમી સદીના સિત્તેરના દાયકામાં બ્લેક હોલ આપણી સમક્ષ આવ્યા. 

બ્રહ્માંડમાં એવા તારા છે જે અબજો પ્રકાશવર્ષ દૂર છે પણ ઝળહળતા પ્રકાશે છે. તે હકીકતમાં શું છે તેની ખબર નથી. તેને કેવેઝાર કહેવામાં આવ્યા છે. ખગોળવિજ્ઞાનીઓ કહે છે કે તે કદાચ ગેલેક્સી નાં કેન્દ્રો હોય, જે આટલા બધા દૂર છે, તેમ છતાં નજરે ચઢે છે. 

બ્રહ્માંડમાં વિશાળ ખાલી જગ્યાઓ છે. વિશાળ અતિવિશાળ તારાગુચ્છોના સમૂહો છે. સૂર્યને મંદાકિનીના કેન્દ્રને ચક્કર મારી લેતા લગભગ ૨૫ કરોડ વર્ષ લાગે છે. મંદાકિનીઓની ફરતે સેટેલાઇટ ગેલેક્સીઓ ચક્કર મારે છે. અમુક ગેલેક્સીઓની ફરતે પણ વલયો છે. આપણું દૃશ્યવિશ્ર્વ સીમિત છે ૧૩.૬ અબજ પ્રકાશ વર્ષની ત્રિજ્યાવાળું. 

હાલ સુધીમાં ૩૦૦૦થી વધારે સૂર્યમાળાની બહાર બીજા તારાની પરિક્રમા કરતા ગ્રહો શોધાયા છે. વિજ્ઞાનીઓ માને છે કે બ્રહ્માંડમાં બીજી કેટલીયે જગ્યાએ જીવન હોવાની શક્યતા છે. આઇન્સ્ટાઇને જેની આગાહી સો વર્ષ પહેલાં કરી હતી તે ગુરુત્વાકર્ષણના તરંગો શોધાઇ ચૂક્યા છે. 

બ્રહ્માંડનો અભ્યાસ કરતાં લાગે છે કે આપણું બ્રહ્માંડ હંમેશને માટે વિસ્તૃત થયા કરશે. આપણે એવર એક્સપાંડિંગ યુનિવર્સ (ever expanding universe )માં જીવી રહ્યા છીએ. 

સૂર્ય માળામાં લાગ્રાજંબિન્દુએ લઘુગ્રહો મળ્યા છે. ભરવાડ-ઉપગ્રહો shaphard satellites શોધાયાં છે. બ્રહ્માંડ પોતે જ ગ્રેવીટેશનલ સેન્સ છે, જે મંદાકિનીઓ અને કવેઝારનાં કેટલાંય પ્રતિબિંબો દૃશ્યમાન કરે છે. બ્રહ્માંડ વિષે ન સમજાય એવી વાત એ છે કે તે સમજી શકાય તેવું છે અને જેટલું વિચિત્ર તે દેખાય છે તેના કરતાં પણ તે વધારે વિચિત્ર છે. શું આપણે કદીયે તેનો પાર પામી શકીશું? આ બ્રહ્માંડમાં આપણે માત્ર આપણો અને બધી વસ્તુઓનો ભૂતકાળ જ જોઇએ છીએ. બ્રહ્માંડની વિચિત્રતા એ છે કે બ્રહ્માંડમાં બનેલો એક પ્રસંગ એક જગ્યાએ ભૂતકાળ છે તો બીજી જગ્યાએ વર્તમાનકાળ છે તો ત્રીજી જગ્યાએ ભવિષ્યકાળ છે. બ્રહ્માંડમાં બનેલ દરેક પ્રસંગ (ઘટના) કદી પણ નાશ પામતી નથી. બ્રહ્માંડ વિષે આના કરતાં વધારે વિચિત્ર શું હોઇ શકે? બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. બ્રહ્માંડમાં મંદાકિનીનું સ્થાન કણ સમાન છે, જેમાં મોટા મોટા ૫૦૦ કે ૧૦૦૦, ૨૦૦૦ તારા હોય છે અને બે તારા વચ્ચે સરાસરી અંતર ૪૫૦૦ અબજ કિલોમીટરનું હોય છે. મંદાકિનીમાં તારાનું સ્થાન કણ સમાન છે જેની સાઇઝ ૧૫, ૨૦, ૨૫ કે ૫૦ લાખ કિલોમીટર હોય છે. તેમ છતાં આ વિશાળ વિશ્ર્વમાં જીવન ન હોય તો તેને જોનાર કોણ, તેના અસ્તિત્વનો અર્થ શું? જંગલમાં મોર નાચે પણ તેને જોનાર કોઇ ન હોય તો તેનો અર્થ શું? જંગલમાં ખૂબ સુંદર અને સુગંધિત પુષ્પો ઊગે અને તેમને જોનાર કોઇ ન હોય તો તેનો અર્થ શું? જેમ બ્રહ્માંડ આપણા માટે અગત્યનું છે તેમ આપણે બ્રહ્માંડ માટે એટલા જ અગત્યના છીએ. 

બ્રહ્માંડમાં મંદાકિની ૨૦ અબજ વર્ષ જીવે. તેની સાઇઝ ૩ લાખ પ્રકાશવર્ષની ‘એક પ્રકાશવર્ષ એટલે ૧૦,૦૦૦ અબજ કિલોમીટર.) તારા ૧૦ અબજ વર્ષ જીવે. તેની સાઇઝ ૧૫ લાખ કિલોમીટરથી ૧૫૦ કે ૧૫૦૦ લાખ કિલોમીટર. આપણે છ ફૂટના લગભગ ૧૦૦ વર્ષ જીવીએ. સૂક્ષ્મજીવો એકાદ સેક્ધડ જીવે. આ સ્કેલ બ્રહ્માંડમાં છે - દરેકેદરેક સ્કેલ અગત્યનો છે અને કોઇ પણ સ્કેલ અગત્યનો નથી.

બ્રહ્માંડ વિશેનું આપણું જ્ઞાન કેવી રીતે વિસ્તાર પામ્યું? --- ડૉ. જે. જે. રાવલ

આપણે દિવસે કે રાતે આકાશ તરફ જોઈએ તો લાગે કે બ્રહ્માંડ આપણી ફરતે ફરે છે. ૧૫૪૨ની સાલ પહેલાં લોકો માનતાં કે પૃથ્વી વિશ્ર્વના કેન્દ્રમાં છે અને આખું વિશ્ર્વ પૃથ્વીની ફરતે ફરે છે. આ રીતે પુરાતન કાળમાં પૃથ્વીનું ઘણું મહત્ત્વ હતું. તેનું એકચક્રીય રાજ હતું. પુરાતનકાળમાં વિશ્ર્વ એટલે પૃથ્વી અને તેની માથે તારલાભર્યું આકાશ અને તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો વિહાર કરે. આપણા મનીષીઓને પાંચ હજાર વર્ષ પૂર્વે ખબર હતી કે સૂર્ય જ ગ્રહમાળાના કેન્દ્રમાં છે અને પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. પણ આપણને જ આપણા જ્ઞાનની ખબર ન હતી. આપણે જ આપણા જ્ઞાનથી અજાણ હતા. શાસ્ત્રોમાં લખ્યું છે ધ્યેય: સદા સવિતુ મંડલ મધ્યવર્તી, અર્થાત્ આકાશ મંડળના મધ્યમાં રહેલા સૂર્યનું ધ્યાન ધરો. આ દર્શાવે છે કે આપણા મનીષીઓને ખબર હતી કે સૂર્ય વિશ્ર્વના કેન્દ્રમાં છે. આ વિચારસરણી સૂર્ય-કેન્દ્રીય વિશ્ર્વવિચારસરણી (sun Centered universe / hello centric universe) કહેવાય છે કે પૃથ્વી-કેન્દ્રીય વિશ્ર્વવિચાર સરણીને Geo centric universe કહેવાય છે. પુરાણોમાં લખ્યું છે કે પૃથ્વી પ્રાંગમુખી ભ્રમતી અર્થાત્ પૃથ્વી પશ્ર્ચિમથી પૂર્વ તરફ પોતાની ધરી પર ઘુમે છે. ગ્રીસમાં ર૩૦૦ વર્ષ પૂર્વે સેમોસના એરિસ્ટાર્ચસે કહેલું કે ગ્રહો પોતપોતાની ધરી પર ગોળ ગોળ ઘુમે છે. સાથે સાથે તેઓ સૂર્યની પણ પરિક્રમા કરે છે. પણ એરિસ્ટાર્મસનું કોઈએ સાંભળ્યું નહીં. તે ૧૮૦૦ વર્ષ પહેલાં જન્મી ગયો હતો, તેમાં બીજા વિદ્વાનોની દલીલો એ હતી કે જો પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય તો આપણાથી અંતરીક્ષમાં ફેંકાયેલો દડો આપણી પાછળ પડવો જોઈએ. આપણા હાથમાં ન આવવો જોઈએ. આવું બનતું નથી. હવે આપણને સમજાયું છે કે પૃથ્વીથી થોડે અંતરે અંતરીક્ષમાં ગયેલો દડો, પૃથ્વી સાથે જ જડાયેલો ગણાય, પણ જો આપણે રોકેટને એક દેશમાંથી બીજા દેશમાં લાંબા અંતરે ફેંકીએ તો આપણે જે ટારગેટે રોકેટને ફેંકવાનું હોય તેનાથી ઓછાં અંતરે ટારગેટ કરવું પડે, નહીં તો તે ટારગેટને ચૂકી જાય અને ટારગેટની પાછળ પડે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેની વિરુદ્ધમાં પ્રાચીન વિદ્વાનોની દલીલ એમ હતી કે જો પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી હોય તો તે જે દિશામાં ગતિ કરતી હોય તે દિશાના તારા નજીક આવતા દેખાય અને મોટા મોટા થતાં દેખાય અને વિરુદ્ધ દિશામાં આનાથી ઊલટું દેખાય, પણ આમ થતું દેખાતું નથી. હવે આપણને ખબર પડી છે કે તારા એટલા બધા દૂર છે કે આ ફેરફાર સૂક્ષ્મ હોવાથી નરીઆંખે દેખાતો નથી, પણ હવે વિજ્ઞાનીઓએ એવાં ઈન્સ્ટ્રુમેન્ટ બનાવ્યાં છે કે આ ફેરફાર નોંધી શકાય છે. તેમ છતાં છેક ૧પ૪ર સુધી લોકો માનતા રહ્યા હતા કે પૃથ્વી વિશ્ર્વના કેન્દ્રમાં છે. 

ખગોળવિદોએ પૃથ્વી વિશ્ર્વના કેન્દ્રમાં છે તેવી વિચારસરણી (Geo centric universe)નો સ્વીકાર કર્યો હતો, પણ તેમને બે નિરીક્ષણો સમજાતાં ન હતાં. એક કે ગ્રહો વક્રગતિ શા માટે કરે છે. બીજું કે ગ્રહો એક સ્થિતિમાં બહું નજીક તેજસ્વી અને મોટા દેખાય છે, જ્યારે બીજા સમયે એ જ પરિસ્થિતિમાં તે દૂર ઝાંખા અને નાના દેખાય છે. આ નિરીક્ષણ તેઓએ ગ્રહોના અંતર અને સાઈઝના વેધો લેવાથી જણાઈ હતી. આ ગૂંચવણ તેમને સતાવતી હતી. આ ગૂંચવણને ઉકેલવા ઈસુની સદીના પ્રાથમિક વર્ષોમાં વિચક્ષણ ખગોળ વિજ્ઞાની ટૉલેમીએ એક સ્કીમની (યોજનાની) કલ્પના કરી. તે મુજબ ગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળમાં પ્રદક્ષિણા નથી કરતો પણ એક બિન્દુ વર્તુળકક્ષામાં પૃથ્વી ફરતે ફરે છે અને તેની ફરતે વર્તુળકક્ષામાં ગ્રહ ફરે છે. આ યોજનાનો ખગોળવિદો સાઈકલ અને એપી-સાઈકલ (cycle and epi cycle) કહે છે. પુરાતન સમયમાં વર્તુળ દૈવી વક્ર ગણાતું માટે ગ્રહોની કક્ષા તેમણે વર્તુળમાંની લીધી હતી. તેની પાછળ ચોક્કસ નિરીક્ષણ ન હતું. ટૉલેમીની આ સ્કીમ (યોજના) રાહત આપતી દેખાઈ પણ તે ગ્રહોની ગતિવિધિ સંતોષી ન શકી. તો ટૉલેમીએ કહ્યું કે પૃથ્વીની ફરતે વર્તુળકક્ષામાં એક બિન્દુ પરિક્રમા કરે છે. આ બિન્દુની ફરતે વર્તુળકક્ષામાં એક બીજું બિન્દુ પરિક્રમા કરે છે અને તે બીજા બિન્દુની ફરતે વર્તુળ કક્ષામાં ગ્રહ પરિક્રમા કરે છે. એટલે કે વર્તુળ એની ઉપર વર્તુળ અને એની ઉપર વર્તુળકક્ષામાં ગ્રહ પરિક્રમા કરે છે. તેને સાઈકલ, એપી-સાઈકલ અને એપી-એપી-સાઈકલ (cycle and epi cycle and epi epi cycle )ની યોજના કહે છે. આ હકીકતમાં ગ્રહની ગતિવિધિનો મેળ બેસાડવાની કાલ્પનિક યોજના હતી. તે કૃત્રિમ યોજના હતી અને દિવસે દિવસે ગ્રહની ગતિવિધિ સમજાવવા જટિલ બનતી ચાલી. જાણે કે મારી મચેડીને ગ્રહની ગતિવિધિ સમજાવવાની જ હોય તેવી આ સ્કીમ હતી. બીજી કોઈ સમજણની ગેરહાજરીમાં ટૉલેમીની આ સ્કીમ ૧૩૦૦ વર્ષ ચાલી તે એટલી જ જટિલ બની ગઈ હતી કે ખગોળ વિજ્ઞાનીઓ આ સ્કીમથી કંટાળી ગયા હતા. પણ આ બાબતે બીજો રસ્તો દેખાતો ન હતો. અગિયારમી સદીના વિખ્યાત આરબ ખગોળ વિજ્ઞાની ઓમર ખય્યામે સૂર્યમંડળની ગતિવિધિને સમજાવતી આ સ્કીમ તેમને ખૂંચતી લાગી, સમજમાં જ ન આવી, કૃત્રિમ લાગી, તેથી તેમણે ખગોળવિજ્ઞાનને જ તિલાંજલિ આપી અને દારૂ અને રુબાયતોને રવાડે ચડી ગયા. ૧૫૪૨માં મરણ પથારીએ પડેલા પૉલેન્ડના પાદરી, ગણિત અને ખગોળ વિજ્ઞાની નિકોલસ કોપરનિક્સે પોતાનું પુસ્તક પ્રગટ કરી જાહેર કર્યું કે પૃથ્વી નહીં, પણ સૂર્ય વિશ્ર્વના કેન્દ્રમાં છે અને પૃથ્વી સહિતના બધા જ ગ્રહો વર્તુળકક્ષામાં સૂર્યની પરિક્રમા કરે છે. 

કોપરનિક્સની સૂર્ય-કેન્દ્રીય થીઅરીએ ખગોળ-વિજ્ઞાનીઓને મૂંઝવતો વક્રગતિનો પ્રશ્ર્ન હલ કર્યો, કારણ કે અંદરનો ગ્રહ ઝડપી ગતિ કરે છે, તેથી તેની પરથી જોતાં જ્યારે અંદરનો ગ્રહ બહારના ગ્રહ નજીક જાય ત્યારે બહારનો ગ્રહ વક્ર ગતિ કરતો દેખાય. આ એક આભાસ છે, કારણ કે હકીકતમાં કોઈ ગ્રહ વક્રગતિ કરતો જ નથી, પણ કોપરનિકસની સૂર્ય-કેન્દ્રીય થીઅરી એ સમજાવી શકી નહીં કે શા માટે અમુક ચોક્કસ સ્થિતિમાં ગ્રહો તેજસ્વી મોટા અને નજીક દેખાય છે અને તે જ સ્થિતિમાં અમુક બીજા સમયે તે નાના ઝાંખા અને દૂર દેખાય છે, કારણ કે બધાં જ ગ્રહો જો વર્તુળકક્ષામાં સૂર્યની પરિક્રમા કરતા હોય તો બંને પરિસ્થિતિ અદલો-અદલ સમાન હોવી જોઈએ. આ પરિસ્થિતિએ કોપરનિક્સની થીઅરી પર શંકા જગાડી. 

ટાયકો બ્રાહે જેવા મહાન ખગોળ નિરીક્ષકે કોપરનિક્સની થીઅરીને સાચી સ્વીકારવાનો ઈન્કાર કર્યો. બ્રાહેએ કહ્યું કે પૃથ્વી વિશ્ર્વના કેન્દ્રમાં છે, પણ સૂર્ય અને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે પણ ગ્રહો બધા સૂર્યની પરિક્રમા કરે છે તેથી આપણને ગ્રહોની વક્ર ગતિ સમજાય છે અને ગ્રહો અમુક સમયે નજીક, પ્રકાશિત અને મોટા દેખાય છે અને એ જ પરિસ્થિતિમાં અમુક બીજા સમયે તે દૂર, ઝાંખા અને નાનાં દેખાય છે, તે પણ સમજી શકાય છે. યોગાનુયોગ ટાયકો બ્રાહેને તેના કાકા ડેન્માર્કના રાજા સાથે વેધશાળામાં અપાતી મોટી નાણાકીય સહાયની કાપ થઈ તે વિષયે ઝઘડો થયો. તે તેની કોપરનહેગનના વીન ટાપુની વેધશાળાનાં બધાં જ સાધનો લઈ જર્મનીનાં પ્રાગ શહેરમાં આવ્યો. બ્રાહેનું શરીર જબ્બર હતું. તેનો ખોરાક પણ જબ્બર હતો. તેનું દારૂ પીવાનું પણ જબ્બર હતું અને તેનો ગુસ્સો પણ જબ્બર હતો. તેણે ર૦ વર્ષ સુધી લગભગ દરરોજ રાતે તારા, ગ્રહોનો અભ્યાસ કરેલા અને આકાશપિંડોનાં ખૂબ જ ચોક્કસ અને સૂક્ષ્મ વેધ લીધેલાં અને તેની લોગબુક બનાવેલી આજ સુધી પણ ટાયકોનું નામ આકાશ નિરીક્ષક તરીકે સન્માન સાથે લેવાય છે, તેનો જોટો જડવો મુશ્કેલ છે.

ટાયકોનો મદદનીશ જો કોઈ ભૂલ કરે તો તે તેને લાફો મારી દે અને તેનો એક લાફો ખાય તે ત્રણ ગલોટીયા ખાઈ જાય. આવા ટાયકોની નીચે કામ કરવા જર્મનીનો ગરીબ પણ મિસ્ટિક ખગોળવિદ યોહાન્સ કેપ્લર આવે છે. કેપ્લરની ઘણી આજીજી પછી ટાયકો તેને મદદનીશ તરીકે સ્વીકારે છે અને તેને મંગળનો અભ્યાસ કરવાનું કહે છે, સાથે સાથે તાકીદ કરે છે કે જે નિરીક્ષણ કરે તે બરાબર નોંધે અને તેમાંથી થીઅરી બનાવવાની ક્રિયા માંડી વાળે. 

કેપ્લરે બરાબર તે પ્રમાણે મંગળનું નિરીક્ષણ અને અધ્યયન કર્યું. તેના આશ્ર્ચર્ય વચ્ચે તેણે જોયું કે ગ્રહ વર્તુળાકાર કક્ષામાં નહીં, પણ દીર્ઘવર્તુળાકાર કક્ષામાં (elliptical orbit, ellipse) સૂર્યની પરિક્રમા કરે છે. આભાર માનવો રહ્યો ગ્રીક ગણિત-ભૂમિતિ-ખગોળશાસ્ત્રીઓનો કે તેમણે વર્તુળ, દીર્ઘવર્તુળ (ellipse) પરવલય (parabola) અતિ પરવલય (hyperbola) વગેરેનું ગણિત અને ભૂમિતિ શોધી કાઢી હતી જેથી કેપ્લર ગ્રહનો માર્ગ દીર્ઘવર્તુળ છે તે જાણી શક્યો. 

એવામાં ટાયકોનું તેના શરીર, તેનો ગુસ્સો, તેની ખાવા-પીવાની ટેવોને લીધે અચાનક હાર્ટઍટેકમાં મૃત્યુ થયું. ટાયકોના નિરીક્ષણની બધી જ નોંધ કેપ્લરના હાથમાં આવી. તેણે ગ્રહગતિના ત્રણ નિયમો તારવ્યા જે ખગોળ વિજ્ઞાનના પાયાના બન્યા. આ નિયમો હતા કે ગ્રહો દીર્ઘવર્તુળમાં ગતિ કરે છે, ગ્રહ દર સેક્ધડે એક સરખું ક્ષેત્રફળ આવરે છે અને ગ્રહના પરિક્રમાના સમયનો વર્ગ તેના અંતરના ઘનના પ્રમાણમાં હોય છે. આ નિયમો નિરીક્ષણ પરથી તારવવામાં આવ્યા હતા. તેની પાછળનું ભૌતિકશાસ્ત્ર અજાણ્યું હતું. શા માટે ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે તે મૂળભૂત પ્રશ્ર્નનો જ જવાબ કેપ્લર પાસે ન હતો.


તબીબી ક્ષેત્રે હિંસા -- ડૉ. મનુ કોઠારી ઉ ડૉ. લોપા મહેતા


18-03-2018

તબીબી ક્ષેત્રે હિંસા પુસ્તકની પ્રથમ આવૃત્તિને આમજનતા, ડૉક્ટરો તથા જૈન દાર્શનિકોએ ભલે મંદ સૂરે પણ સતત ઉષ્માભર્યો આવકાર આપ્યો છે. એને આધારે અહીં થોડી વધુ સમજ સૂક્ષ્મસ્તરે આપીએ છીએ. એ સમજમાં સ્વની ઉન્નતિ અને પરહિત સમાયેલ છે. 

પુસ્તકની બીજી આવૃત્તિમાં આમુખ તરીકે, અમને ખ્યાલ છે કે અમારા તબીબી ક્ષેત્રે હિંસા પુસ્તકે અને એ જ વિચારો રજૂ કરતા ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તકે તબીબી ક્ષેત્રમાં પરિવર્તન નથી આણ્યું. ઊલટાનું સારવાર અને સંશોધન, એ બંને ક્ષેત્રમાં પરિસ્થિતિ વણસી છે. અમે કરેલ તબીબી ક્ષેત્રે હિંસાના વર્ણનમાં જરા પણ અતિશયોક્તિ નથી એ સાબિત થઇ ચૂક્યું છે. આથી જ હિંમત ન હારતાં, વહેલી મોડી ક્યારેક તો અમે આપેલ . સમજ બધાને ગળે ઊતરશે એવી આશા સેવીએ છીએ. અહિંસા માટેની સમજને વધુ ગહન બનાવવા આ આમુખ દ્વારા અમે થોડી વધુ વિચારકણિકાઓ ઉમેરીએ છીએ. 

માનવમન ચંચળ છે, એને નાથવું બહુ મુશ્કેલ છે. આ લાચારી મૂંઝાયેલ અર્જુને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે રજૂ કરી છે. ભગવાન એને સૂચના આપે છે કે તું એને માટે વારંવાર અભ્યાસ-પ્રયત્ન-કર. પશ્ર્ચિમી તત્ત્વચિંતકોએ પણ એક યા બીજી રીતે આ મુશ્કેલીનો ઉકેલ સૂચવ્યો છે. આધુનિક માનસશાસ્ત્રી એરિક ફ્રોમે કહ્યું છે કે, પ્રેમની ભાવના નિર્ણય આધારિત love of decision હોય કે લાગણી આધારિત love of emotion હોય. નિર્ણય આધારિત પ્રેમી પર પ્રેમ વરસાવવામાં આવે છે. નાજુક છોડની જેમ તેનું જતન કરવામાં 

પ્રેમ કરનાર વ્યક્તિ પ્રેમી પ્રત્યેની પોતાની એક પણ ફરજ ચૂકતી નથી. પ્રેમનું પાત્ર ગમે તે હોય, સંજોગવશાત તેમાં ગમે તેટલા ફેરફાર થાય તો પણ પ્રેમ કરનાર પોતાના પ્રેમપાત્ર પર કબજો જમાવતી નથી. એને મુક્ત ગગનમાં વિહરવા દે છે. ખલીલ જિબ્રાનના શબ્દોમાં આ પ્રેમને possess not, nor be possessed કહેવાય. આ પ્રેમમાં પ્રેમની મહત્તા, નજાકત, પરમ તત્ત્વ પામ્યાનો આનંદ, મુક્તિ અને સન્માન જળવાઇ રહે છે. આવા પ્રેમમાં મહાલતાં પ્રેમીઓ ભય, ડર, માલિકીપણાનો ભાવ, શિરજોરી, પરવશતા જેવાં અધોગતિને માર્ગે દોરનાર પરિબળોથી પર રહે છે. બીજી તરફ લાગણી આધારિત પ્રેમ એ લાગણીવેડાનું પ્રદર્શન છે. લાગણીના જોશનું પૂર એને ટકાવે છે. માટે જ્યાં સુધી લાગણીનો ઊભરો હોય ત્યાં સુધી એ ટકે છે અને પછી એ ઉજ્જડ ભૂમિમાં ધિક્કારનું બીજ પોષાય છે. માલિકી ભાવના, દાદાગીરી, અસહિષ્ણુતા જેવા અધમ ભાવોથી રચાયેલ ફળ અને ફૂલોની લતાઓ વિકસે છે. મોટા ભાગની પ્રેમની ગાથાઓ આવા એક દૂજે કે લિયે જેવા લાગણી આધારિત પ્રેમને પાયે રચાયેલ હોય છે. જ્યારે કે નિર્ણય આધારિત પ્રેમનો નક્કર પાયો જ્ઞાન દ્વારા નખાયેલો હોય છે માટે જ એ ઇમારત સર્વ ઝંઝાવાત સામે ટકી રહે છે.

પ્રેમ અને અહિંસા સિક્કાની બે બાજુ છે. અહિંસા જ્યારે દયાભાવમાંથી જન્મે ત્યારે એ લાગણી આધારિત અહિંસા કહી શકાય. જ્યારે દયાજનક દૃશ્ય પ્રત્યક્ષ હોય ત્યારે વ્યક્તિમાં અનુકંપા જાગી ઊઠે છે પણ તે ભાવના ટકતી નથી. જ્યારે સમજ રગેરગમાં પહોંચી જાય ત્યારે ઉદાત્ત ભાવના અને વર્તન વ્યક્તિ માટે સહજ બની જાય છે. એને પોષવા કોઇ પણ વ્યક્તિગત બોજ ઉઠાવવો આકરો લાગતો નથી. સામેની વ્યક્તિ પર પણ પરોપકારનો બોજ લદાતો નથી. એવી ભાવના અને વર્તન નુકસાન ન પહોંચાડતાં સૃષ્ટિને ઊલટાંનાં પોષે છે. આ પ્રમાણે જ્ઞાન આધારિત અહિંસા માનવ, અન્ય જીવજગત અને પર્યાવરણ એમ સૌનું સૌંદર્ય વધારે છે. 

બીજો પ્રશ્ર્ન સહજ થાય કે કયું જ્ઞાન સાચું જ્ઞાન કહેવાય ? આધુનિક યુગમાં વિજ્ઞાને ચંદ્રમાની ધરતી પર માનવના પગ મંડાવ્યા છે. મંગળની ધરતીની આબેહૂબ તસવીરો અવકાશયાન દ્વારા પ્રાપ્ત કરી છે. એટલે અત્યારે તો વિજ્ઞાન જે સાચું કહે એ સાચું અને ખોટું કહે એ ખોટું એવી ધારા પ્રવર્તે છે. વિજ્ઞાન પોતે કઇ રીતે સાચાખોટાના નિર્ણય લે છે એ પહેલાં જોઇએ. 

૧. પ્રયોગશાળામાં જે કંઇ પ્રયોગ દ્વારા પ્રતિ-પ્રાપ્તિ થઇ શકે એવા જ વિજ્ઞાનને વાસ્તવિકતા તરીકે માન્ય રાખવામાં આવે છે. 

૨. વિજ્ઞાન એક યા બીજી રીતે પુરાવો કે સાબિતી માગે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિજ્ઞાન તર્ક આધારિત કારણ અને પરિણામને વાસ્તવિકતા તરીકે સ્વીકારે છે. વિજ્ઞાન સંખ્યાશાસ્ત્ર દ્વારા સ્વીકૃતિની મહોર જરૂરી માને છે. 

૩. વિજ્ઞાને જે કંઇ સાબિત કર્યું હોય એ સાચું છે એની ચરમકક્ષા એટલે ખ્યાતનામ વૈજ્ઞાનિક સામયિકોમાં એ સાબિતીની પ્રસિદ્ધિ થવી. 

૪. વિજ્ઞાન એ સત્યની શોધ છે અને ધંધાદારીપણાથી મુક્ત છે. 

વિજ્ઞાનના આ ચારેય પાયા કેટલા પોકળ છે એ આપણે જોઇએ. પ્રયોગવાદ ખરેખર સત્યની શોધ છે કે પછી વિચારનો વિલાસ છે એ પણ આપણે જોઇએ. 

અત્યારે પ્રયોગશાળા એટલે આધુનિક મંદિર એમ સમજવામાં આવે છે. ત્યાં સત્યની શોધ કરવામાં આવે છે. તેમાં કામ કરનાર વૈજ્ઞાનિક પૂજારીની જેમ પૂજા સમાન પ્રયોગો કરે છે. એ પ્રયોગો માનવકલ્યાણ માટે થયા હોય છે એમ મનાય છે. પરંતુ આપણા દેશની જ વાત કરીએ તો આપણે ત્યાં પંચતારિક હૉસ્પિટલો છે, ત્યાં પહેલાં પૈસા જમા કરાવો અને તે પણ રોકડા, પછી જ (પ્રાણઘાતક રોગ હોય - તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી હોય - તો પણ અંદર દાખલ થવા દે છે. અને આ બધી હૉસ્પિટલોનાં સંચાલકો હૉસ્પિટલના નામ પાછળ સંશોધન કેન્દ્ર -Research Center - એમ જોડી દે છે. આથી આપણી સરકાર તેઓની કમાણીમાંથી સો ટકા કરવેરાની મુક્તિ આપે છે. સંશોધનક્ષેત્રે તેમનું પ્રદાન શૂન્ય જ રહ્યું છે તે સૌ કોઇ જાણે છે. આમ જનતાના માનસમાં એક છબિ હોય છે જેમાં સફેદ કોટમાં સજ્જ થયેલ માનવહિતેચ્છુ ડૉક્ટરો રાતદિન પ્રયોગશાળામાં અત્યંત આધુનિક યંત્રો કે માઇક્રોસ્કોપ સાથે કામ કરતા ચીતરાયેલ હોય છે. ડૉક્ટર જરૂર પ્રમાણે અન્ય વૈજ્ઞાનિકો સાથે કોન્ફરન્સ ભરીને મૂંઝવતા પ્રશ્ર્નોના જવાબ શોધવા મથે છે એ સામાન્ય પ્રચલિત માન્યતા છે. પરંતુ એ સર્વવિદિત નથી કે નોબેલ પારિતોષિક મેળવવાની હોડમાં અસંખ્ય નિર્દોષ પ્રાણી પર પ્રયોગ કરવામાં આવે છે. પ્રશ્ર્ન ઊઠે છે કે આટઆટલાં નોબેલ પારિતોષિકોથી નવાજેલ કાર્યોએ ખરેખર માનવજાતને રાહત આપી છે કે પછી તેવી અધકચરી જાણથી માનવજાતને વધુ અજંપો સેવતી કરી દીધી છે ? 

અહીં નોંધ કરવી જરૂરી છે કે Experience, Experiment, Expertise, Expert આ ચારેય શબ્દો લેટિન મૂળ ધાતુ Experiri પરથી આવ્યા છે. ઊડ્ઢાયશિયક્ષભય નો અર્થ થાય પ્રયત્ન, અનુભવ, સંકટ, જોખમ અને ભય. વિશ્ર્લેષણ કરીએ તો પ્રયોગકાર માટે યત્ન અને અનુભવ એમ અર્થઘટન કરવું વાજબી છે. પરંતુ જે દર્દી કે પ્રાણી પર પ્રયોગ કરવામાં આવે છે તેને માટે તો સંકટ અને જોખમ એમ અર્થઘટન કરવું બંધબેસે છે. ટૂંકમાં, પ્રગતિક્ષેત્રે તેમ જ દર્દી માટે નિરાશા જ પ્રવર્તે છે. 

તબીબી ક્ષેત્રમાં પ્રયોગશાળા એટલે પ્રયોગકર્તા પોતે જેને સત્ય માને છે એનું દર્દી અથવા પ્રાણીમાં આરોપણ કરવું અને એને આધારે દર્દીનો ઉપચાર કરવો. હદય-રોગ, કૅન્સર, ડાયાબિટીસ વગેરે રોગો માટે તબીબી શાસ્ત્ર પ્રયોગશાળાને આધારે આજ સુધી પુરવાર નથી કરી શક્યું કે આ માની લીધેલ રોગો ખરેખર રોગો છે કે પછી શરીરમાં જોવા મળતી સમયસહજ પ્રક્રિયાઓ છે. આમ, પ્રયોગશાળાનું પાસું ઉધારપક્ષે છે. અધૂરામાં પૂરું બાકી રહી ગયું હોય તેમ પશ્ર્ચિમી વૈજ્ઞાનિકોએ કબૂલ કર્યું છે કે આ ‘ઘાતક’ રોગોનું નિવારણ થઇ જાય તો પણ માણસના આવરદામાં એક વરસનો પણ ઉમેરો થશે નહીં. 

આપણી નરી આંખ હંમેશાં આપણને સૂર્યોદય અને સૂર્યાસ્તની પ્રતીતિ કરાવે છે અને એટલે આજ સુધી આપણે સૂર્યોદય અને સૂર્યાસ્તની પરિભાષાને વળગી રહ્યા છીએ. સૂર્યોદય અને સૂર્યાસ્ત વાસ્તવિકતા નથી છતાં, આપણે એ અચૂક અનુભવીએ છીએ. વેદાંતિક ભાષા વાપરીએ તો એમ તારવણી કરી શકાય કે પ્રયોગશાળામાં થતા પ્રયોગોને આધારે તારવાતાં સત્યો વ્યાવહારિક હોઇ શકે, પણ વાસ્તવિક નહીં. વિજ્ઞાનની પ્રયોગશાળામાં કે સામાજિક ક્ષેત્રમાં જે કંઇ નિરીક્ષણ કરવામાં આવે છે એ હંમેશાં નિરીક્ષકની વ્યક્તિગત ક્ષતિઓ અને સીમાથી સીમિત થઇ જાય છે. ઇ.સ. ૧૯૩૨માં તત્ત્વચિંતક ઓર્ટેગાએ વ્યથા વ્યક્ત કરી છે : મારે એક અજુગતું પણ નકારી ન શકાય એવું સત્ય રજુ કરવું છે. પ્રયોગશાળાને આધારે જે કંઇ પ્રગતિ થઇ છે એ સાધારણ બુદ્ધિ કે અસાધારણ મંદ બુદ્ધિ ધરાવતા કાર્યકરોની જહેમતને આધારે છે. 

તબીબી ક્ષેત્રે પ્રયોગશાળામાં ઘણા પ્રયોગો પ્રાણી પર કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જ્યારથી નક્કી કર્યું છે કે માનવઉદ્ધાર માટે પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવો ત્યારથી પ્રાણીઓ પર થતા પ્રયોગોને કારણે કરોડોની સંખ્યામાં પ્રાણીઓનો સંહાર થાય છે. એટલે જ શક્ય છે કે જીવોની સંખ્યા નિશ્ર્ચિત રાખવા કુદરતે નક્કી કર્યું કે હું માનવસંખ્યા જ એટલી વધારી દઉં કે માનવજાત પોતે જ પોતાનાથી ત્રાહિમામ્ પુકારી ઊઠશે. વિખ્યાત જીવશાસ્ત્રી ડૉ.જુલિયન હકસલેએ માણસજાતને આપેલ ‘પૃથ્વીને ભરખી રહેલ કૅન્સર’ની ઉપમા ઉચિત છે. 

આધુનિક વિજ્ઞાનનો બીજો મુખ્ય પાયો તર્ક છે. તે કારણ અને પરિણામની શૃંખલામાં માને છે. કારણ અને પરિણામનું એકબીજા સાથે સંકલન કરવા એ પુરાવાનો આધાર લે છે. પ્રયોગશાળામાં કે માનવસમૂહમાં સાબિત કરવું જરૂરી રહે છે કે ‘અ’ને કારણે ‘બ’ નીપજે છે. સેંકડો પ્રયોગોમાં કે માનવસમૂહમાં મોટે પાયે અ અને બ એક સાથે જોવા મળે તો અ અને બ ને કારણ અને પરિણામ તરીકે જોડી દેવામાં આવે છે, જેમ કે ધુમ્રપાન કરો તો ફેફસાનું કૅન્સર થાય. 

આધુનિક તબીબી શાસ્ત્ર આ રીતે દરેક બાબતમાં પુરાવા પર આધાર રાખે છે. પુરાવાનો પાયો છે સંખ્યા. માટે જ બધાં તબીબી શાસ્ત્રનાં સામયિકોમાં અને સમ્મેલનોમાં આંકડા ટાંકીને દરેક નિર્ણય લેવામાં આવે છે. ભારત જેવી લોકશાહીમાં તો સૌને ખબર છે કે આંકડા ઉપજાવવા બહુ સહેલા છે. અમેરિકાથી પ્રસિદ્ધ થયેલ બ્રોડ તથા વેઇડના Betrayers of Truth : Fraud and Deceit in the Hall of science   વિજ્ઞાનના દરબારમાં બનાવટ અને છેતરપિંડી નામના પુસ્તકમાં તબીબી ક્ષેત્રમાં પ્રસરેલ સરિયામ જુઠ્ઠાણાઓનો ચોંકાવનારો અહેવાલ છે. કૅન્સરની સારવાર માટે ન્યૂયોર્ક સ્થિત સ્લોન કેટરિંગ ઇન્સ્ટિટયૂટ મક્કા લેખાય છે. ઇરાનના શાહ, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી કે વિખ્યાત અભિનેત્રી નરગિસ જેવાંએ ત્યાં સારવાર લીધી હતી. આ સંસ્થામાં ડૉક્ટર સમરલીને ઉંદર પરના પ્રયોગોમાં બનાવટ કરી સફળતાની જગપ્રસિદ્ધિ મેળવી. આ પોલ તે પ્રયોગશાળામાં કામ કરતા એ ઝાડુવાળાએ ઉઘાડી પાડી. આ સમગ્ર ચોંકાવનાર બિના 

Scandal of the Century તરીકે પંકાઇ. સમરલીનને આવી અનૈતિક વર્તણૂક માટે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો તો એનો ઉત્તર મળ્યો, મારે સંશોધન માટે વધુ પૈસાની જરૂર હતી. વિજ્ઞાન જગતમાં એકથી વધુ સમરલીન વસી રહ્યા છે.

25-03-1028

જગતભરના સમરલીન સમુદાયની જનેતા કોણ ? વિજ્ઞાનનો પાયો-પુરાવો અને પુરાવો આપતો આંકડો. આ બંને પરિબળોને લીધે જ મોટા ભાગના લેખો અને સંશોધનના અહેવાલો એકસરખાં મથાળાં નીચે મઠારવામાં આવે છે. ઈંક્ષિિંજ્ઞમીભશિંજ્ઞક્ષ, ઇંશતજ્ઞિંશિભફહ બફભસલજ્ઞિીક્ષમ, અશળત ફક્ષમ ઘબષયભશિંદયત, ખફયિંશિફહ ફક્ષમ ખયવિંજ્ઞમત, ઘબતયદિફશિંજ્ઞક્ષત, છયતીહતિં, ઉશતભીતતશજ્ઞક્ષ, ઈજ્ઞક્ષભહીતશજ્ઞક્ષત ફક્ષમ જીળળફિુ.આ માળખાને આધારે થતા પ્રયોગો અને તેના પરથી કરવામાં આવતા નિચોડમાં સૌથી મહત્ત્વની હકીકતની અવગણના થઇ છે : કાર્લ સેગનના શબ્દોમાં 

ઝવય ાયિતયક્ષભય જ્ઞર યદશમયક્ષભય જ્ઞર ફ ાવયક્ષજ્ઞળયક્ષજ્ઞક્ષ શત ક્ષજ્ઞિં યદશમયક્ષભય જ્ઞર વિંય ાયિતયક્ષભય જ્ઞર વિંફિં ાવયક્ષજ્ઞળયક્ષજ્ઞક્ષ. ઝવય ફબતયક્ષભય જ્ઞર યદશમયક્ષભય જ્ઞર ફ ાવયક્ષજ્ઞળયક્ષજ્ઞક્ષ શત ક્ષજ્ઞિં યદશમયક્ષભય જ્ઞર શતિં ફબતયક્ષભય.

પુરાવાની હયાતી - બનાવ વાસ્તવિક હોવાની ખાતરી આપતું નથી (દા.ત.,મૃગજળ). પુરાવાનો અભાવ તથ્ય ન હોવાનું પુરવાર કરતું નથી (જેમ કે ધોળે દિવસે તારા કે ઇશ્ર્વર). અંગ્રેજી ન્યાયપદ્ધતિ પુરાવાને આધીન છે. અંગ્રેજો એવી ન્યાયસરણીને આપણી વચ્ચે મૂકતા ગયા અને તેથી જ તો ભારતના ન્યાયાલયોમાં અસંખ્ય કેસો ચાલ્યા કરતા હોય છે. પરિણામે કવિ શ્રી દુલા કાગે કહ્યું તેમ નાના અપરાધી જેલમાં જાય છે અને મોટા અપરાધી મહેલમાં. નાના અપરાધી સામે આંખે જોયેલ સાક્ષીઓ પુરાવા તરીકે ઊભા કરવામાં આવે છે અને મોટા અપરાધીઓ કાયદામાં રહેલી ક્ષતિઓને કારણે મુક્ત રહે છે. ટાઇમ મેગેઝિને પણ લખ્યું છે કે ન્યાય હવે નીતિને આધારે તોળાતો નથી. ન્યાય હવે કાયદાના શબ્દોની આંટીઘૂંટીમાંથી ગુનેગારને સિફ્તથી છોડાવી દેવાની રમત બની ગયો છે. 

તબીબી સંશોધકોએ માની લીધું છે કે કૅન્સર - કોષ અસ્તિત્વ ધરાવે છે, તે કોષ વિકૃત સ્વરૂપ ધરાવે છે. તે કોષ ઘાતક છે, તે કોષનો શરીરમાંથી યોગ્ય ઉપચાર દ્વારા નિકાલ કરી શકાય. આ બધી માન્યતાઓનું નિર્ણયોમાં રૂપાંતર થઇ ગયું. એ નિર્ણયોને વજૂદ આપવા પ્રાણીઓ પર એ પ્રકારના પ્રયોગો થયા. કરોડો પ્રાણીઓનું બલિદાન અપાયું પણ એમાં દર્દીઓને કોઇ ફાયદો થયો નહીં. આમાં સફળતા મેળવવાની આશા જ વ્યર્થ છે, કારણ કે માન્યતા વાસ્તવિકતા નથી. માન્યતાના પાયા જ મિથ્યા છે અને તેથી માન્યતાને સાચા ઠરાવતા પુરાવા પણ પોકળ છે. જે કંઇ કૅન્સર ક્ષેત્ર માટે સાચું છે એ અન્ય તબીબી ક્ષેત્રો માટે પણ એટલું જ સાચું છે. 

માન્યતાને વાસ્તવિકતા સમજીને આચરણ કરવાની વૃત્તિને પોષણ આપનાર પ્રક્રિયાને ડામી દેવા તબીબી સંશોધનક્ષેત્રે ઉજ્ઞીબહય ઇહશક્ષમ ઝશિફહ (બંને અજાણ રહે એવો પ્રયોગ) કરવામાં આવે છે. આમાં ડૉક્ટર અને દર્દી બંને અજ્ઞાત રહે છે કે દર્દીને શું ઉપચાર મળી રહ્યો છે. પરિણામનું વિશ્ર્લેષણ દર્દી અને ડૉક્ટરથી વિયુક્ત ત્રીજી વ્યક્તિ જ કરે છે. ચાળીસ વર્ષની આ પ્રકારની પ્રવૃત્તિને અંતે પણ એટલું સ્પષ્ટ ઊપસી આવ્યું છે કે જ્યાં સુધી સંશોધકો (તબીબી ક્ષેત્રમાં દર્દીઓનો પણ એમાં સમાવેશ કરવો વાજબી છે.) પૂર્વગ્રહોથી પીડાતા હોય ત્યાં સુધી સત્ય દબાઇ રહે છે. વાચકને જાણીને આશ્ર્ચર્ય થશે કે હદયરોગના ક્ષેત્રે હજી સુધી કોઇને ખબર નથી કે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ ખરેખર અસરકારક છે કે નહીં ? જો અત્યારે એમ તારણ પ્રવર્તિત હોય કે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ અસરકારક છે તો એ કેવી રીતે કરવામાં આવ્યું?

કૅન્સર, હદયરોગનો હુમલો, ડાયાબિટીસ, સંધિવા વગેરે રોગોનો એક જ વાંક છે કે તેઓ ઉંમર જતાં શરીરમાં ઉદ્ભવે છે. આ રોગો મૃત્યુને નોતરા નથી. આ રોગોને મૃત્યુ સાથે કોઇ નિસબત નથી. તબીબી સંશોધનક્ષેત્રની વિચારસરણી કદાચ તર્કસંગત દેખાતી હોય તો પણ પાયામાં જ મોટી ખોટ છે. તે તર્ક પાયારહિત હોય છે. માન્યતાને આધારે તર્કોની શૃંખલા રચાય છે. માટે જ તો આટઆટલા બેફામ ખર્ચા કર્યા પછી અને ગણી ન શકાય એટલાં નિર્દોષ પ્રાણીઓના સંહાર પછી ડૉક્ટરો મીનમેખ કરી શક્યા નથી.

કવિ દલપતરામના શબ્દોને જરા બદલીએ તો કહી શકાય કે - 

રોગનું તો એક વાંકું 

ડૉક્ટર, આપનાં અઢાર છે !

વૈજ્ઞાનિકોના શાણપણમાં કેટલો અભાવ હોય છે તેનો સચોટ નમૂનો અમે બાળકો પરના વિજ્ઞાન પરના એક પુસ્તકમાં જોયો. પુસ્તકની શરૂઆતમાં જ ચાર સુસજ્જ વૈજ્ઞાનિકો એક કબૂતર પર કાચનો વાટકો ઊંધો વાળી દે છે. અંદર કબૂતર તરફડીને મરી જાય છે. આમ તેઓ પુરવાર કરે છે કે જીવવા માટે હવા આવશ્યક છે. પેલા ગરીબ પારેવડાનું ચાલત તો એ ચારમાંથી એકાદ વૈજ્ઞાનિકનું મોઢું અને નાક દાબીને આ જ સત્ય પુરવાર કરી આપત.

તાજેતરની નવલકથા સમુદ્રાન્તિકેમાં ધ્રુવ ભટ્ટે તેમના વૈજ્ઞાનિક કાકા નિર્મલ અન્કલની અમાનુષી વૈજ્ઞાનિકતાનો સચોટ ચિતાર આપ્યો છે:

"ના, આ ગરુડ ભૂખ્યું છે. કદાચ ભૂખ સંતોષવા બિલાડી પર હુમલો પણ કરે. બિલાડીને મારી પણ નાખે. એ જ જોવાનું છે કે તે શું કરે છે.

નિર્મલ અંકલે મને કહ્યું, પછી મારા કાકા તરફ ફરીને કહ્યું, "વૃત્તિઓ અને પ્રાકૃતિક પ્રેરણાની આ વાત છે. યુ નો...

વિજ્ઞાને જે કંઇ સાબિત કર્યું હોય તે સાચું છે એવી મહોર ખ્યાતનામ સામયિકોમાં એ હકીકત પ્રસિદ્ધ થતાં લાગી જાય છે. આથી જ તો તબીબી કોલેજ અને સાર્વજનિક કે ખાનગી હોસ્પિટલમાં એક પ્રચલિત ઉક્તિ છે : ડીન કે ડાયરેક્ટરને વાંચતાં ન આવડતું હોય તો પણ ગણતાં તો આવડતું જ હોય છે. અર્થાત્ સંશોધક શું લખે છે તેની ખબર ન પડે પણ તેણે કેટકેટલી વાર લખ્યું છે એ સંખ્યા તમારી જીવનસિદ્ધિની પારાશીશી બની જાય છે. તેનાથી બઢતી મળે છે, સંશોધન માટે પૈસા મળે છે. માટે જ સૌ સંશોધન કાર્યકરોનું એક જ ધ્રુવવાક્ય બની જાય છે : ઙીબહશતવ જ્ઞિ ઙયશિતવ - છપાવો નહીં તો ભુંસાઇ જશો. 

થોડાં વર્ષો પહેલાં તબીબી સુવિખ્યાત સામયિક કફક્ષભયિં માં સોક્રેટિસ અને તેના શિષ્ય ડેમોક્રિટસ વચ્ચે થયેલ એક (કાલ્પનિક) સંવાદ રજૂ કરવામાં આવેલ : 

સો : આજકાલ કોલેજના પ્રોફેસરો દર્દીઓને તપાસવા હોસ્પિટલમાં કેમ આવતા નથી ?

ડે : એ તો બધા ગળાડૂબ કામમાં છે. તેઓ સૌ લેખો લખી રહ્યા છે.

સો : આ લેખો વળી શું છે ?

ડે : એ દરેક ડોક્ટરની મહત્તાનો માપદંડ છે. ડોક્ટર પ્રયોગશાળામાં પ્રાણી પર કે અન્ય કોઇ રીતે પ્રયોગ કરી તેના પર લેખ લખે એ તેની સિદ્ધિની સાબિતી આપે છે. તેઓએ કેટલા દર્દીને તપાસ્યા, કેટલા દર્દીની નજીક બેસીને તેમને સાંત્વન આપ્યું કે તેમનો ઉપચાર કર્યો એ બાબતને મહત્ત્વ અપાતું નથી. 

સો : ભલા, આમ કેમ ?

ડે : જે વ્યક્તિઓ સત્તાધારી છે અને ડોક્ટરની નિમણૂક કરે છે તેઓ ડોક્ટર કે દર્દીની નજીક હોતા નથી. તેઓ એટલે ડોક્ટરની કાબેલિયતનો નિર્ણય દેખીતા પુરાવા એટલે કે સામયિકોમાં છપાયેલ લેખો પરથી કરે છે. 

સો : તો પછી દર્દીઓનું શું ?

ડે : ઘણી વખત ડોક્ટરની ગેરહાજરીમાં દર્દીઓ વધુ જલદી સારા થઇ જાય છે. 

હાલમાં દુનિયાભરમાં પ્રગટ થતાં અગ્રગણ્ય તબીબી સામયિકના આંકડા હજારોની સંખ્યામાં છે. એકાદ દેશ કે 

દેશના પ્રાંત પૂરતાં સીમિત સામયિકોનો આંકડો એનાથી ઊંચો છે. આ પ્રકારની પ્રસિદ્ધિથી સૌને ખાતરી થાય છે કે વિજ્ઞાનની આગેકૂચ થઇ રહી છે પણ વાસ્તવિકતામાં તો વન્યસૃષ્ટિનો નાશ થઇ રહ્યો છે. 

ધરતીમાતાનાં સંતાન સમાં વૃક્ષો પર કાગળ પૂરો પાડવા માટે ઘણો બધો બોજો મૂકવામાં આવ્યો છે. આમાં પુસ્તક પ્રકાશન સૌથી વધુ જવાબદાર છે. સામયિકમાં થતો ઢાંકપિછોડો વહેલો મોડો ખૂલી જાય છે પણ પુસ્તકની વાત અલગ છે. આયર્લેન્ડના ચિંતક ડૉક્ટર બ્રેડશોએ પુસ્તક લખ્યું છે : ઉજ્ઞભજ્ઞિંતિ જ્ઞક્ષ ઝશિફહ., તેના આમુખમાં તેઓ કહે છે.

મેં શક્ય છે ત્યાં સુધી તબીબી સામયિકોમાં હાલમાં પ્રસિદ્ધ થયેલ લેખોનો સંદર્ભ ટાંક્યો છે. આમ કરવાનું કારણ છે : ડોક્ટરો તેમનાં પુસ્તકમાં તેમની ભૂલો, તેમની આકાંક્ષાઓ, તેમના સંશયો, તેમના ભયો એટલા સ્પષ્ટપણે છતા નથી કરતા જેટલા તેઓ સામયિકોના લેખોમાં કરે છે. વળી તબીબી ક્ષેત્રનું વિજ્ઞાન ઝડપથી આગળ ધપી રહ્યું છે પણ જ્યારે પુસ્તકો પ્રસિદ્ધ થાય છે ત્યારે તેમાંનું લખાણ બેથી ત્રણ વર્ષ વાસી થઇ ગયું હોય છે. આવાં અસંગત પુસ્તકો માટે બીજી એક ભ્રમણા પ્રવર્તે છે કે જેમ પુસ્તકો વધુ કદાવર તેમ તેઓ વધુ સત્ય રજૂ કરે છે. આમ દરેક નિષ્ણાત અને અતિ નિષ્ણાતના નાના નાના મુદ્દાઓ પર લખાયેલ પ્રચંડકાય પુસ્તકોનો તોટો નથી. આગલી આવૃત્તિમાં છાશવારે આમ તેમ ફેરફારો કરી નવી આવૃત્તિ કાઢવામાં આવે છે. બધા જ છેવટની આવૃત્તિ વસાવવાનો આગ્રહ રાખે છે અને જૂની આવૃત્તિઓ પસ્તી બની જાય છે. આજે એકાદ તબીબી પુસ્તકો વેચનાર નાનકડી દુકાનમાંથી વરસેદહાડે પચીસ ટન વજન થાય એટલાં પુસ્તકોને રદ્દીમાં વેચી દેવામાં આવે છે. તબીબી વિજ્ઞાન દર્દીઓને સાજા કરે છે કે નહીં એ મુદ્દો ચર્ચાસ્પદ છે પણ લીલુડી ધરતીને જરૂર ઉજાડે છે. 

ઉપરોક્ત નિંદનીય પ્રવૃત્તિઓમાં દવા અને તબીબી સાધનો બનાવનારનો ફાળો નાનોસૂનો નથી. તેમના પ્રતિનિધિઓ એકે એક ડૉક્ટર, નર્સિંગ હોમ અને હોસ્પિટલોમાં ફરી વળે છે અને બધે દવા કે સાધન પરની જાણવા જેવી મહત્ત્વની માહિતી પૂરી પાડવાના નામે ઘણાં બધાં ચોપાનિયાંઓ વહેંચી પોતાની જાહેરાત કરે છે. આવાં ચોપાનિયાંઓ વાંચવાની કોઇને ફુરસદ હોતી નથી. એક સ્કોટિશ ડૉક્ટરે ટપાલમાં આવેલ દવાની જાહેરાતનાં ચોપાનિયાંઓ પાંચ વર્ષ ભેગાં કર્યાં. તેનો નિકાલ કરવા આઠ કચરા-ગાડીની જરૂર પડી. 

અધૂરામાં પૂરું હવે આધુનિક માહિતી પ્રસારણમાં ક્રાંતિ સ્વરૂપે આવેલ શક્ષયિંક્ષિયિં અને ૂૂૂ એ તબીબી ક્ષેત્રમાં પગપેસારો કર્યો છે. જેને જે કંઇ તૂત સૂઝે એને માટે એ ચાંપ દબાવે છે અને પ્રિન્ટરમાંથી થોકડાના થોકડા ભરીને કાગળો છપાઇને બહાર પડે છે. અત્યારે તો આવી આધુનિક માહિતી મેળવવાની સામગ્રીનો બેફામ ઉપયોગ (દુરુપયોગ) કરવો એ પ્રગતિશીલ અને જ્ઞાની હોવાનું ચિન્હ છે. માહિતી પ્રસારણની ત્વરિતતાથી આખું જગત એક નાનકડું ગામડું તો બનતાં બનશે પણ કાગળનો વણછાજ્યો બગાડ કરવાથી ધરતીમાતા વેરાન નક્કી થઇ જશે

એકમાત્ર તબીબી વિજ્ઞાન આમાં દોષિત નથી. વકીલો, પત્રકારો અને અન્ય વૈજ્ઞાનિકો તો એ માટે વધુ જવાબદાર છે. પરંતુ તબીબોની એ વિશિષ્ટ ફરજ છે કે તેમણે પોતાને અને પોતાના ગ્રાહકો- રોગીઓને -તંદુરસ્ત રાખવાં હોય અને બીમારીમાંથી બચાવવાં હોય તો તેમણે પોતાનું અને રોગીઓનું ઘર - પૃથ્વી અને પૃથ્વીને પોષનાર સંજીવની- હરિયાળીને સાચવવા આ સત્યની કાળજી પોતાના ક્ષેત્ર પૂરતી સીમિત ન રાખતાં સમગ્ર જગતનાં વિવિધ ક્ષેત્રો સુધી પહોંચાડવી. 

વિજ્ઞાનનું ક્ષેત્ર કેવળ સત્યની શોધ પૂરતું મર્યાદિત ન રહેતાં વ્યાપારનું ક્ષેત્ર બની ગયું છે. 

તત્ત્વચિંતકોનું કહેવું છે કે આધુનિક શિક્ષણ કાર્ય કરતાં શીખવે છે પણ ચિંતન કરતાં નહીં. તબીબી ક્ષેત્રમાં રોગને થતો અટકાવવો અને થયા પછી એને જડમૂળથી નાબૂદ કરવો એ બંને પ્રવૃત્તિઓમાં ભલે પરિણામ નહીંવત્ હોય પણ પૈસો અઢળક છે. માટે જ આમ કરો ને તેમ કરો એમ ડૉક્ટરે કહેતા રહેવાનું અને દર્દીઓ પૈસા ભરતા રહેવાનું ચક્કર ચાલતું જ રહે છે. 

દરેક નવી તપાસ અને દવા કે અન્ય ઉપચારની અકસીરતાનો પ્રયોગ પ્રાણી પર થાય છે. દેશભરમાં અને દુનિયાભરમાં દવાના વપરાશ પર નિયંત્રણ અને નજર રાખનાર ઋઉઅ જેવી સંસ્થાઓ એક નજીવી નાખી દેવા જેવી સૌંદર્ય પ્રસાધનની સામગ્રી હોય તેનો પણ પ્રથમ પ્રયોગ પ્રાણી પર કરવાનો આગ્રહ રાખે છે, જેથી એ દવા માણસ માટે નુકસાનકર્તા નથી એમ નક્કી કરી શકાય. આ માટે નિર્ધારિત સંખ્યામાં પ્રાણી પર પ્રયોગો (અને આપોઆપ સંહાર) થાય છે અને પછી જ એના વપરાશની પરવાનગી ઋઉઅ આપે છે. જોકે આ વધતા જતા તપાસ અને ઉપચારના ખેલ માટે દર્દીઓની પ્રયોગો, દવાઓ અને ડોક્ટરોમાં રહેલ અંધશ્રદ્ધા પણ એટલી જ જવાબદાર છે. ડોક્ટરોના હાથનાં કર્યાં દર્દીને હૈયે વાગે છે તેનો તાજેતરનો અહેવાલ બ્રિટિશ મેડિકલ જર્નલના ૧૯૯૭ના માસના અંકમાં છપાયેલ તંત્રીલેખમાં મળે છે. તેનું શીર્ષક છે જઇંઘઞકઉ ઠઊ જઈછઊઊગ ઋઘછ ઙછઘજઝઅઝઊ ઈઅગઈઊછ ? 

શું આપણે પ્રોસ્ટેટ કેન્સરના વહેલા નિદાન માટે આમજનતાની પહેલેથી જ નિયમિત તપાસ કરતા રહેવું જોઇએ ? તંત્રી વુલ્ફ આ લેખમાં બળાપો કાઢે છે કે ઙજ્ઞિતફિંયિં પ્રસ્થિત ગ્રંથિના કેન્સરના નિદાન માટે કહેવાતા ઙજ્ઞિતફિંયિં જાયભશરશભ અક્ષશિંલયક્ષ (ઙજઅ) બહાર પાડ્યા પછી ખોટાં નિદાન, ખોટાં ઓપરેશન અને નિષ્ણાતોનો રાફડો ફાટ્યો છે. આ અગ્રલેખનો પહેલો અને છેલ્લો ફકરો ઘણું કહી જાય છે:

જ્યાં સુધી તમારી પાસે વજૂદ - પુરાવા ન હોય કે તમારી તપાસ દર્દનું વહેલું નિદાન ચોક્કસ કરી શકે છે, વહેલું નિદાન કરવાથી વ્યક્તિને નુકસાન કરતાં ફાયદો વધુ થાય છે, ત્યાં સુધી કોઇ પણ બીમારી માટે નિયમિત આગવી તપાસ કરતા રહેવું અયોગ્ય છે. પ્રોસ્ટેટ કેન્સરના વહેલા નિદાન માટેની આગવી નિયમિત તપાસ માટે આવો પુરાવો સાંપડ્યો છે. 

ઝવય ઇંયફહવિં ઝયભવક્ષજ્ઞહજ્ઞલુ અતતયતતળયક્ષિં ાજ્ઞિલફિળળયનો અહેવાલ. અમેરિકાનો અનુભવ બ્રિટનને ફરી વાર એવું કરતો અટકાવશે. અમેરિકામાં ઙજ્ઞિતફિંયિં જાયભશરશભ અક્ષશિંલયક્ષ દ્વારા આમજનતાની આગવી નિયમિત તપાસ કરવામાં આવતાં તે કેન્સરના પ્રમાણની નોંધ એકદમ વધી ગઇ, બાયોપ્સી અને શસ્ત્રક્રિયા વડે પ્રોસ્ટેટને કાઢી નાખવાનો આંક એકદમ ઊંચો ચઢી ગયો. આને કારણે પ્રોસ્ટેટ કેન્સરના પ્રમાણનું ધોરણ પણ બદલાઇ ગયું જેથી હવે (અમેરિકા માટે) પ્રોસ્ટેટ કેન્સરના નિદાન માટે આગવી તપાસ બંધ કરવી પણ શક્ય નથી. બંધ કરવાથી કાનૂની અને નૈતિક પ્રશ્ર્નો ઊભા થશે. અમેરિકા જે રીતે આ પ્રશ્ર્નને હલ કરે છે તેનાથી મૃત્યુનો દર એટલો ઘટશે કે ઉપચારને કારણે ઊભાં થતાં દર્દોના પ્રમાણને એ આંટી લેશે કે નહીં એ જોવાનું રહ્યું. બ્રિટન સામે અત્યારે ઘણી અગત્યની તબીબી સમસ્યાઓ ઊભી છે જેથી, જ્યાં સુધી એવા ચોક્કસ પુરાવાનું પ્રમાણ ન મળે ત્યાં સુધી બ્રિટનની ઇંયફહવિં ભફયિ જુતયિંળ માં પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સરનું આગવું નિદાન કરવાનો કાર્યક્રમ બનાવવો કે ટકાવવો વાજબી નથી. 

હાલમાં અશમતનું સંશોધનક્ષેત્ર સોનાની મરઘી છે, જે સંશોધન અને સંશોધકો માટે રોજ સોનાના ઇંડાં મૂકે છે. જેમ લાભ વધુ એમ લાલિયો વધુ લોટે તેનું દર્શન અશમત જભફળ નામના પુસ્તકમાં પ્રાપ્ય છે. ઇંઈંટ તપાસમાં આંધળી કમાણી છે. રજનીશ આશ્રમમાં પણ તમને દાખલ કરતાં પહેલાં તમારું મન કેટલું સ્વચ્છ કે મેલું છે તેના પર લક્ષ્ય ન આપતાં તમારું ઇંઈંટ શું છે તે સ્પષ્ટ જોવા માગે છે. તમે એ બાબત જો ગયલફશિંદય યિાજ્ઞિિં પ્રસ્તુત ન કરો અથવા ઙજ્ઞતશશિંદય યિાજ્ઞિિં હોય તો તમને આશ્રમના દ્વારેથી જ રામ રામ કરી દેવામાં આવે છે. જોકે વિશ્ર્વભરમાં જેના પર સંપૂર્ણ વિશ્રામ મૂકવામાં આવે છે એવી આ ઇંઈંટ તપાસ પર પ્રસિદ્ધ ડોક્ટરોનાં મંતવ્યો જોઇએ. 

જીવાણુશાસ્ત્રના નિષ્ણાત સ્ટિફન લાન્કાનું માનવું છે કે આમજનતાને નીચેની બે હકીકતોથી ઇરાદાપૂર્વક વાકેફ કરાઇ નથી. 

૧. ઇંઈંટ નું અસ્તિત્વ પુરવાર કરી શકે એવી કોઇ પણ ભરોસાપાત્ર તપાસ કફબજ્ઞફિજ્ઞિંિુ ઝયતિં - તબીબી ક્ષેત્રમાં શોધાઇ નથી. 

૨ ઇંઈંટ ઙજ્ઞતશશિંદય હકારાત્મક ટેસ્ટ એટલે શું ? આ પ્રશ્ર્નનો જવાબ સંસ્થા પ્રમાણે બદલાય છે. જેમ લેબોરેટરીની તપાસ પદ્ધતિ બદલાય એમ તેના રિપોર્ટ અને તેના પરથી નીકળતું તારણ પણ બદલાય છે. દરેક લેબોરેટરી અને તપાસ કરતો પેથોલોજિસ્ટ પોતાની મરજી ઇંઈંટ મુજબ નું અર્થઘટન કરી રિપોર્ટમાં ઙજ્ઞતશશિંદય કે ગયલફશિંદય લખી શકે છે. એનું તારણ સાચું છે કે ખોટું એમ પુરવાર કરતું કોઇ ધારાધોરણ કે નિયમન આખી દુનિયામાં ક્યાંય છે જ નહીં. 

ઊહયક્ષશ ઊહયાીહજ્ઞીત - એલિની ઇલિયોપ્સુલસ રોયલ પર્થ હોસ્પિટલના બાયોફિઝિસ્ટનું કહેવું છે કે ઇંઈંટ ઙજ્ઞતશશિંદય નું લેબલ જે વ્યક્તિના રિપોર્ટમાં લગાડી દેવામાં આવે છે તેને અચૂક અશમત ની બીમારી લાગુ પડી છે કે ભવિષ્યમાં લાગુ પડશે એમ કહેવા માટે કોઇ પુરાવો છે નહીં, જાગ્રત તબીબોએ ઇંઈંટ થી અશમત થાય છે એ ભ્રમને જોરશોરથી પડકારવો જોઇએ. 

વિખ્યાત પેથોલોજિસ્ટ કોન્સસ્ટાન્સ નોકસનું કહેવું છે કે ઇંઈંટ અને અશમત વચ્ચે કારણ અને પરિણામનો સંબંધ નથી. 

ગારેથ જેમ્સનું કહેવું છે કે અશમત થવાનાં કારણો, એની તપાસની પદ્ધતિઓ, એને થતો રોકવા માટે અપાતી વેક્સિનો તથા તેના ઉપચાર માટે આપવામાં આવતી ઔષધિઓ એ બધું જ એક મોટું જુઠ્ઠાણું છે. અસત્યને ટકાવવાનું એક કાવતરું છે, એક વ્યવસ્થિત કૌભાંડ સિવાય બીજું કંઇ નથી. 

તબીબી ક્ષેત્રનું ઔદ્યોગીકરણ માત્ર આ બે રોગ પૂરતું સીમિત નથી. સેંકડો રોગો અને તેને માટે કરાતી હજારો તપાસોના તાણાવાણામાં નફાનો કીડો સળવળે છે. ખોટાં નિદાન અને અનુચિત સારવાર આપવામાં આવે છે. આ બધી ધંધાદારી પ્રવૃત્તિઓમાં પ્રમાણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અમેરિકામાં આ ધંધાદારી વૃત્તિની શરૂઆત થઇ અને હવે માહિતી પ્રસારણનાં માધ્યમો દુનિયાભરમાં પ્રસરતાં આ વૃત્તિ પણ દુનિયાના બધા દેશોમાં પ્રસરી રહી છે. તબીબી ક્ષેત્રે પોતાની વિકૃત વિચારસરણી આ રીતે વિકસાવી ન હોત તો કરોડો પ્રાણીઓ જીવતાં હોત, ખોટાં તારણો નીકળ્યાં ન હોત, બુદ્ધિ ભ્રષ્ટ ન થવાથી કરોડો માણસો હાનિકારક તપાસ અને ઉપચારમાંથી ઊગરી જાત. માણસ પોતાનો સ્વાર્થ સાધવા શું કરી રહ્યો છે એ માટે જાગ્રત થવાની જરૂર છે. તબીબી ક્ષેત્રના ઉપચાર ક્ષેત્રે માનવજાતને તન, મન અને ધનથી ઘણો ધક્કો પહોંચાડ્યો છે. સ્પોડિક નામના આગેવાન હદય નિષ્ણાતનું કથન છે કે બાયપાસ અને એન્જિયોપ્લાસ્ટી બંને લેબોરેટરીમાં લાધેલ અસત્યને માનવજગતમાં સત્ય તરીકે પીરસવાનો મિથ્યા પ્રયત્ન છે. જુલાઇ ૧૯૯૭ના બ્રિટિશ મેડિકલ જર્નલમાં એન્જિયોપ્લાસ્ટી માટે કહ્યું છે : એક વાર એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી હદયની ધમનીઓ - કોરોનરીનું મુખ ફરી વાર ત્રીસ ટકા લોકોમાં સંકોચાઇ જાય છે. આવા પરિણામમાં સુધારો કરવા એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી ધમનીમાં મૂકેલા કેથેટરથી જ ક્ષ-કિરણો આપવામાં આવે છે. આમ કરવા માટે ક્ષ-કિરણો ધમનીની આંતરત્વચાના કોષોને ફરીથી વિભાજિત અને વિકસિત થવાની ઓછી તક આપશે એ માન્યતા પર આધાર રખાયો છે. અત્યાર સુધીના આ પ્રયોગોનાં પરિણામો પ્રોત્સાહક નથી. તો પણ ઘણા હદય નિષ્ણાતો આ નવી રીતિને આશાસ્પદ માને છે. સર્વસ્વીકૃત હકીકત છે કે ક્ષ-કિરણના વપરાશથી હદયની ધમનીઓ- કોરોનરીની દીવાલો જાડી થાય છે. તેમનાં મોઢાં સંકોચાતાં જાય છે. આ વાસ્તવિકતાનો અનાદર કરી એન્જિયોપ્લાસ્ટીથી વિકૃત કોરોનરી પર ક્ષ-કિરણોનો મારો કરવા તૈયાર થાય છે. આ મારથી પણ ધમનીઓનાં મોઢાં ખૂલ્યાં નથી. તે છતાં પણ ઉપરોક્ત લખાણમાં આશાસ્પદ એમ કહેવામાં આવ્યું છે. આમાં બુદ્ધિએ દેવાળું કાઢ્યું છે એમ કહેવા કરતાં પૈસો બોલે છે એમ કહેવું પણ ઉચિત ગણાશે. 

વિજ્ઞાનના પાયા પોકળ છે અને આથી જ એમાં ધંધાદારીનો સડો પેસી ગયો છે. આને ટકાવી રાખવા જેને સ્પર્શે તે સોનું થઇ જાય એવા મિડાસ રાજાનાં કપડાં વણનાર વણકરે જેમ અસ્તિત્વ ન ધરાવતું કાંતણ ચાલુ જ રાખ્યું એમ ધંધાદારી વૈજ્ઞાનિકો, નિત્ય વાણિયા વાણિયા ફેરવી તોળ એમ પોતાનાં સંશોધન કર્યે જ રાખે છે અને એનાં તારણોને બદલતા રહે છે. અંગ્રેજીમાં કહેવત છે કે ઝવય ળજ્ઞયિ શિં ભવફક્ષલયત , વિંય ળજ્ઞયિ શિં યિળફશક્ષત વિંય તફળય - જે જેટલું વધારે બદલાતું રહે છે એ એટલું વધારે એમનું એમ રહે છે. તબીબી ક્ષેત્ર છાશવારે જાહેર માધ્યમો અને સંમેલનો દ્વારા પ્રગતિ કર્યાની જાહેરાત કરતું રહે છે.








બ્રહ્માંડની લીલા અપરંપાર છે --- ડૉ. જે. જે. રાવલ

જિજ્ઞાસુઓ પ્રશ્ર્ન પૂછે છે કે આપણા બ્રહ્માંડની બહાર શું છે ? તે શેમાં વિસ્તૃત થાય છે. 

બ્રહ્માંડશાસ્ત્રની થીઅરી પ્રમાણે બિગ-બેંગ સમયથી જ અંતરીક્ષ વિસ્તૃત થાય છે અને છેલ્લામાં છેલ્લું લાઇટ સિગ્નલ છે તે જણાવે છે કે આપણા વિશ્ર્વની સીમા ૧૪ અબજ પ્રકાશવર્ષ દૂર છે એટલે કે તેની બહાર શું છે તે આપણે કહી શકીએ નહીં. પ્રકાશની ઝડપથી વધારે ઝડપ કોઇની જ નથી. એટલે કે આપણું વિશ્ર્વ તે ક્ષિતિજથી સીમિત છે. આપણું દૃશ્યવિશ્ર્વ ૧૪ અબજ પ્રકાશવર્ષથી સીમિત છે. જેમ આપણે પૃથ્વી પર ક્ષિતિજથી આપણું નરી આંખે દેખાતું વિશ્ર્વ સીમિત છે તે જ પ્રમાણે આપણું દૃશ્ય-વિશ્ર્વ પણ સિમીત છે. 

આ ક્ષિતિજ નિશ્ર્ચિત કરવામાં પ્રકાશની ગતિતે સૌથી વધારે છે તે તથ્ય અને ઇડવીન હબલે શોધેલા વિસ્તૃત થતાં જતાં વિશ્ર્વનો વિચાર કારણભૂત છે. વિજ્ઞાનીઓ સ્પષ્ટ કરે છે કે દરેકે દરેક બ્લેક હોલ (કૃષ્ણ વિવર) એક વિશ્ર્વ જ છે. જેમાંથી માહિતી ન તો બહાર જાય છે. એટલે કે બ્રહ્માંડમાં જેટલા બ્લેક હોલ છે તે બધા જ બ્રહ્માંડો છે. એટલે કે બ્રહ્માંડમાં બ્રહ્માંડો છે. આપણું બ્રહ્માંડ પોતે જ એક બ્લેક હોલ છે જેમાંથી કોઇ છટકી શકતું નથી. 

કવોન્ટમ મિકેનિક્સ તરંગોના યોગની વાત કરે છે, અંગ્રેજીમાં તેને superposition or waves કહે છે. ક્વોન્ટમ મિકેનિક્સમાં જ્યારે માપન થાય છે ત્યારે માત્ર એક જ તરંગ બાકી રહે છે, બીજા બધાં જ તરંગો અદૃશ્ય થઇ જાય છે. એટલે કે બધા જ તરંગો પ્રોબેબલ છે પણ માપન વખતે એક જ તરંગ બચે છે. બીજા બધા જ પ્રોબેબલ અદૃશ્ય થઇ જાય છે. આને કવોન્ટમ મિકેનિક્સનું પ્રોબેબિલીટી ઇન્ટરપ્રીટેશન કહે છે. પણ એક ખૂબ જ વિચક્ષણ ભૌતિકશાસ્ત્રી હગ એવરેટને યુનિવર્સલ વેવ ફંકશન આપી દર્શાવ્યું છે કે બધા જ તરંગો જીવતા રહે છે અને દરેકે દરેક તરંગ બ્રહ્માંડને જન્મ આપી શકે છે. આ વિચારથી મલ્ટીવર્સની વિચારસરણી અસ્તિત્વમાં આવી, પેરાલલ યુનિવર્સની વિચારસરણી અસ્તિત્વમાં આવી. 

જ્યારે હગ એવરેટે આ થીઅરી આપી ત્યારે નીલ બોહર જેવા ભૌતિકશાસ્ત્રી હગની વિચારસરણી સમજી શક્યા ન હતા અને હગને જબ્બર અન્યાય થયો હતો. હગે પછી ભૌતિકશાસ્ત્ર છોડીને વેપન બનાવવામાં પડી ગયો. હાલ અમેરિકા પાસે જે ખતરનાક અસ્ત્રો-શસ્ત્રો છે તે હગની દેન છે. હગના ગુરુ જહોન વ્હીલર હતા. રીચાર્ડ ફાયનમનના ગુરુ પણ જહોન વ્હીલર હતા. હગની થીઅરીનો જે અસ્વીકાર થયો તેમાં હગને એટલો બધો આઘાત લાગ્યો કે હગ દારૂ અને સ્મોકિંગના રવાડે ચઢી ગયો અને રાત-દિન તેમાં ડૂબ્યો રહેતો અને નાની ઉંમરે મૃત્યુ પામ્યો. હગને એક દીકરો અને એક દીકરી હતા. હગના મૃત્યુ પછી તેની દીકરી પણ મૃત્યુ પામી. તેની પત્ની પણ મૃત્યુ પામી. હગનો દીકરો મ્યુઝિશ્યન છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહેલું કે તેને યાદ નથી કે તેના પિતાએ કદી તેની આંગળી પણ પકડી હોય. 

તેમ છતાં તે જીવતો જ હતો ત્યારે તેની થીઅરી સર્વત્ર સ્વીકાર પામી જેને મલ્ટીવર્સ કે પેરાલલ યુનિવર્સની વિચારસરણીને અસ્તિત્વમાં આણી. 

મલ્ટીવર્સ કે પેરાલલ યુનિવર્સની થીઅરી પ્રમાણે બ્રહ્માંડ કેટલીયે યુનિવર્સનો મોટો ગૂચ્છો છે. જેમ ફુગ્ગાવાળા પાસે વિવિધ રંગના નાના મોટા ફુગ્ગાનો ગુચ્છો હોય છે તેનું પિકચર મલ્ટીવર્સ યુનિવર્સનું છે, અથવા કહો ગુલાબના ફૂલના ગુલદસ્તા કે ગુચ્છામાં ગુલાબો હોય છે તેવું બ્રહ્માંડમાં 

યુનિવર્સનું છે. 

જેવું આપણું બ્રહ્માંડ છે તેવું જ આબેહૂબ બ્રહ્માંડ મલ્ટીવર્સમાં છે. આ બધી વાત મગજમાં ઊતરે એવી નથી અને મગજને ચકરાવે ચઢાવે તેવી વાત છે પણ વૈજ્ઞાનિક છે. 

રસપ્રદ વાત એ છે કે સેંકડો વર્ષ કદાચ કેટલાય હજાર વર્ષ પહેલા આપણા પુરાણોમાં મલ્ટીવર્સ કે પેરાલલ યુનિવર્સની વાત છે. આ હકીકતમાં માઇન્ડ બ્લોઇંગ ગણાય પુરાણોમાં કથા આ પ્રમાણે છે :

એક વાર શંકર, વિષ્ણુ અને બ્રહ્માની વચ્ચે વિવાદ થયો કે કોણ મોટો દેવ. તેઓ આ તકરારનો નિવેડો લાવી ન શક્યા. એટલે તેઓએ મા શક્તિ અંબિકામાની પાસે જઇ આ તકરારનો અંત લાવવાનો નિશ્ર્ચય કર્યો. તેઓ અંબામા પાસે ગયાં. અંબામા કહે ચાલો, મારી સાથે તમારી તકરારનો અંત આવી જશે 

અંબામાએ રથ તૈયાર કર્યો. બધાં તેમાં બેઠાં. અંબામા તેને એક બીજા બ્રહ્માંડમાં લઇ ગયા. ત્યાં જોયું તો તે અદલોઅદલ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું જે બ્રહ્માંડ હતું તેવું જ હતું. ત્યાં પણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ હતાં. પછી અંબામા તેમને ત્રીજા બ્રહ્માંડમાં લઇ ગયા. ત્યાં પણ એ જ પરિસ્થિતિ. પછી ચોથા, પાંચમા બ્રહ્માંડમાં લઇ ગયા. આ જોઇને બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો ગર્વ ગળી ગયો અને માતાજીને પગે લાગી માફી માંગી અને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયાં. તો થાય છે કે ગેલેક્સી (મંદાકિની)માં જેમ અબજો તારા છે, બ્રહ્માંડમાં જેમ અબજો ગેલેક્સીઓ છે, તેમ મહાવિશ્ર્વમાં અબજો બ્રહ્માંડો હશે ? કદાચ તો તેનો અંત ક્યાં ? બ્રહ્માંડને સમજવું કઇ રીતે ? કુદરતે આવું બ્રહ્માંડ શા માટે બનાવ્યું હશે ? તેની પાછળનો તેનો હેતુ શું હશે ? શું આપણે એમ જ સમજવાનું કે આ બ્રહ્માંડ જેવું છે, તેવું જ છે ? આપણે તેમાં ગરીબ કે ધનવાન કુટુંબમાં જન્મવું પડે છે અને મરવું પડે છે. આવા બ્રહ્માંડ વિષે વિચાર કરીને આપણને શું મળવાનું ? માત્ર ટાઇમપાસ ? આવા બ્રહ્માંડમાં જીવનમૂલ્યોનો શું અર્થ? કે પછી ઋણં કૃત્વા ધૃતં પિબેતનો સિદ્ધાંત અપનાવવો. મોહ-માયા, ઇર્ષ્યા તકરાર, ચોરી-ચપાટી-લૂંટ-ખૂન-વિશ્ર્વયુદ્ધો, પરણવું, બાળકો થવા ? નોકરી કરવી કે બીજું કાંઇ ?

જો બ્રહ્માંડ આવું જ હોય તો રજકણ અને બ્રહ્માંડમાં શું ફરક ? આમાંથી સંદેશ એ મળે છે કે આપણે દરેકે દરેક, રજકણ પણ બ્રહ્માંડમાં મધ્યવર્તી છે, મુખ્ય જગ્યાએ છે અને તેની કાંઇ કિંમત પણ નથી. હવે આપણે સમજવાનું આપણી નાની કે મોટી જિંદગી કેવી રીતે જીવવી ? બેકટેરિયા કે પદાર્થકણોની સેક્ધડના અબજમા ભાગની જિંદગી, આપણા ૧૦૦ વર્ષની જિંદગી કે તારાની ૧૦ અબજ વર્ષની જિંદગી કે ગેલેક્સીની ૨૦ અબજ વર્ષની જિંદગી આમાં કોઇની સરખામણી કરવાની જરૂર નથી. બધી જ જિંદગી નાની પણ છે અને મોટી પણ - બ્રહ્માંડમાં કોઇને કોઇ સાથે સરખાવવાની જરૂર જ નથી એ જ મોહ-માયા છે. તમે મહેલમાં રહો અને મિષ્ટાન ખાવ કે ઝૂંપડીમાં રહો અને રોટલો ખાવ શું ફરક પડે ? મહાન સંતોના જીવનમાંથી આ સંદેશ મળે છે. આ જ સંદેશ બ્રહ્માંડ આપણને પળે પળે આપે છે. આપણે બ્રહ્માંડની માત્ર પ્રક્રિયા છીએ, બસ. આ જ બ્રહ્માંડમાં બીટવીન ધ લાઇન્સ વાંચવાની વાત છે. 

બ્રહ્માંડની આવી સ્થિતિ વિજ્ઞાનીઓને પજવે છે અને મોક્ષ તરફ દોરી જાય છે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાના શંકરાચાર્યના સિદ્ધાંતનો અર્થ સમજાવે છે. 

મહાબ્રહ્માંડમાં આવા બ્રહ્માંડો ખરેખર છે કે નહીં તેમાં વિજ્ઞાનીઓને ખુદને શંકા છે પણ કેટલાક કારણો એવા છે, કેટલીયે વિચારસરણીઓ અને થીઅરીઓ એવી છે જે દર્શાવે છે કે મલ્ટીવર્સ - પેરાલલ યુનિવર્સીસ અસ્તિત્વ ધરાવતી હોવી જોઇએ. એટલે કે આપણે જે જોઇએ છીએ તે સત્ય નથી પણ માત્ર સત્યનો પડછાયો જ છે. સત્ય જોવા ન મળે તો માત્ર સત્યનો પડછાયો જોઇને સંતોષ માનવો. સત્યનો પડછાયો તમને સત્ય વિષે થોડો અંદાજ આપી શકે. માટે ધર્મો વચ્ચે ઝઘડાનો કોઇ અર્થ નથી. શંકરાચાર્ય સિવાય સંતો-મહંતો લોકોને આ વાત સમજાવતાં નથી અને પોતે જ મોહમાયામાં લપેટાઇ આ દુનિયા છોડી દે છે. દુનિયામાં કેટલાય લાલ પીળા લીલા સફેદ કાળા કપડા પહેરેલાં સંતો દેખાય છે, પણ શું કામના ? એવું પણ જોવામાં આવે છે કે લાલ કપડાં નીચે શેતાન હોય છે અને પોતડી નીચે ભગવાન. જે દેખાય છે તે સાચું હોતું નથી અને સાચું હોય છે તે દેખાતું નથી. 

મલ્ટીવર્સ કે પેરાલલ યુનિવર્સીસ માત્ર કલ્પના નથી પણ તેમાં સત્ય છે. તેને ગંભીરતાથી લેવાની જરૂર છે, એમ ઘણા વિજ્ઞાનીઓ કહે છે. મલ્ટીવર્સ એ કોઇ મોડલ નથી પણ મોડલનું પરિણામ છે. માટે જ તેને ગંભીરતાથી લેવું જોઇએ. 

બ્રહ્માંડ જન્મ્યું ત્યારે પ્રારંભિક અવસ્થામાં જે તે કુલ્ય ત્યારે પેરાલલ યુનિવર્સીસ જન્મેલી પણ એ એટલી દૂર ચાલી ગઇ છે કે તે આપણા માટે અદૃશ્ય થઇ ગઇ છે. કોઇ, આપણને કેરી, ચીકુ અને નારંગીમાંથી કોઇ એકને પસંદ કરવાનું ક અને આપણે કેરીને પસંદ કરીએ તો ચીકુ, નારંગી પસંદ કરવાનો કોઇ અર્થ નથી, એ પછી અદૃશ્ય થઇ જાય છે, એ સિદ્ધાંત પર પ્રાથમિક કવોન્ટમ સિદ્ધાંત ચાલતો, પણ હગ એવરેટે દર્શાવ્યું કે બીજા પર્યાયો અદૃશ્ય થતાં નથી તે પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે તેમને પણ પસંદ કરી શકીએ. આ સિદ્ધાંત પર પેરાલલ યુનિવર્સ કે મલ્ટીવર્સ ચાલે છે.

બ્રહ્માંડ અને ઈશ્ર્વરને સીધો સંબંધ છે. --- ડૉ. જે. જે. રાવલ

લોકોમાં બહુ ચર્ચા ચાલે છે કે ઈશ્ર્વર છે કે નહીં. ઘણા ખરા લોકો ઈશ્ર્વરમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને માને છે કે ઈશ્ર્વર છે. મહાન સંતો ઈશ્ર્વરમાં માને છે. જે લોકો ઈશ્ર્વરમાં માને છે તેની શ્રદ્ધા ફળે છે પણ ખરી. ઘણા લોકો નિરીશ્ર્વરવાદી છે. તેઓ ઈશ્ર્વરમાં માનતા નથી. એક વસ્તુનું નિરીક્ષણ થયું છે કે ઈશ્ર્વરમાં માનનારા લોકો અયોગ્ય કરતા અટકે છે, જ્યારે જે લોકો ઈશ્ર્વરમાં માનતા નથી તેઓ નિરંકુશ થઈ જતા લાગે છે. જાણે કે તેઓ માર્ગમાં ભટકતા હોય.

એ વાત પણ એટલી જ સાચી છે કે કોઈએ પણ ઈશ્ર્વર જોયો નથી અને કોઈ ઈશ્ર્વરને બતાવી શકે તેમ નથી, પણ રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, મહર્ષિ અરવિંદ, શંકરાચાર્ય, મીરાં, નરસિંહ મહેતા, એકનાથ, જ્ઞાનદેવ જેવા મહર્ષિઓ જે ઈશ્ર્વરના સૂક્ષ્મરૂપને, જગતને પામી ગયાં છે તેઓને સર્વત્ર ઈશ્ર્વર દેખાય છે. માટે તેમને ઈશ્ર્વર શોધવાની જરૂર પડતી નથી. 

વીસેક વર્ષ પહેલાં વિખ્યાત બ્રિટિશ ખગોળવિજ્ઞાની અને ઍસ્ટ્રોનૉમર રૉયલ માર્ટિન રિટ્ઝ મુંબઈ પધારેલા. તાતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં તેમનો ઈન્ટરવ્યુ લેવાયેલો ત્યારે પ્રૉફેસર નારલીકર, પ્રોફેસર ચિત્રે અને આ લેખક ત્યાં હાજર હતા. ઈન્ટરવ્યૂ લેનારે પ્રોફેસર રિટ્ઝને પ્રશ્ર્ન પૂછ્યો કે તમે ઈશ્ર્વરમાં માનો છો? ત્યારે રિટ્ઝે જવાબ આપેલો કે ઈશ્ર્વરમાં ન માનવા કરતાં માનવું સારું.

બ્રહ્માંડ અને ઈશ્ર્વરને સીધો સંબંધ છે. બ્રહ્માંડ જુઓ કે તરત જ તેનો કોઈ બનાવનાર છે કે નહીં? તેવો સવાલ ઊઠે. જો કે, આ સવાલનો જવાબ હજુ કોઈને મળ્યો નથી. મળશે કે કેમ એ પણ સવાલ છે. તેમ છતાં આપણે બ્રહ્માંડમાં તત્ત્વ જ્યારે જોઈએ છીએ ત્યારે લાગે કે જગ્યાએ જગ્યાએ એવું તત્ત્વ છે જેને જોઈને આપણને આશ્ર્ચર્ય થાય. શું આ તત્ત્વોને આપણે ઈશ્ર્વર ન કહી શકીએ? ઈશ્ર્વર કોણ છે? ઈશ્ર્વર એ છે કે જેના પર બ્રહ્માંડનું જીવન નિર્ભર હોય. ઈશ્ર્વરનાં ઘણાં રૂપો છે. લોકલ (સ્થાનિક) અને ગ્લોબલ (વૈશ્ર્વિક). 

બાળકો માટે તેનાં માતા-પિતા ઈશ્ર્વર છે, ખાસ કરીને માતા. પૂરા બ્રહ્માંડમાં બાળક માટે માતાનું સ્વરૂપ એક જ છે, પછી તે સૂક્ષ્મજીવ હોય, પ્રાણી હોય, પંખી હોય કે માનવી. માતાનું સ્વરૂપ એક જ છે. માના સ્વરૂપમાં આપણને ઈશ્ર્વરના દર્શન થાય છે. 

બીજું ઈશ્ર્વરનું સ્વરૂપ તે ભગવાન સૂર્યનારાયણ. સૂર્યને લીધે જ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયું છે અને હાલ સુધી ટક્યું છે. પંચમહાભૂતો ઈશ્ર્વરનાં જ સ્વરૂપ છે. જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ ને આકાશ આ પંચમહાભૂત છે જેણે બ્રહ્માંડમાં જીવન ઉત્પન્ન કર્યું છે. માટે જ વેદોમાં અગ્નિની પૂજા સાથે જ પ્રારંભ કરાયો છે. 

આ અગ્નિ જ ઈશ્ર્વર છે, આ બ્રહ્માંડમાં અગ્નિ ક્યાં નથી? આ રૂમમાં અગ્નિ છે, આપણા પેટમાં અગ્નિ છે, રૂમની બહાર પણ અગ્નિ છે. તમને અહીં રૂમમાં અગ્નિજ્વાળાઓ દેખાતી નથી, પણ અહીં ઉષ્ણતામાન ર૦ અંશ સેલ્સિયસ છે, તે શું બતાવે છે? તે બતાવે છે કે અહીં અગ્નિ છે. ઊર્જા એ જ અગ્નિ. ઊર્જાથી જ બ્રહ્માંડ ચાલે છે. ઊર્જા જ બળોને ઉત્પન્ન કરે છે. ઊર્જા જ સર્વસ્વ છે. પૂરુું બ્રહ્માંડ અગ્નિનો ગોળો છે, ઊર્જાનો ગોળો છે. શું અગ્નિ (ઊર્જા)ને ઈશ્ર્વર ન કહી શકાય? પ્રકાશ અગ્નિનું જ સ્વરૂપ છે. ઊર્જાનું સ્વરૂપ છે. પ્રકાશ છે તો બ્રહ્માંડ આપણી નજરે ચઢે છે. હા, અહીં જોવા માટે આંખની જરૂર પડે છે, પણ તે એક સાધન છે. આંખ વગર પણ વિવિધરૂપે આપણે બ્રહ્માંડને જોઈ શકીએ છીએ. 

ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે પ્રાણીના શરીરમાં જે અગ્નિ છે તે હું છું અને તેના વડે શ્ર્વાસોચ્છ્વાસ હું છું. હું વિવિધ પ્રકારના અન્નને પચાવું છું. આપણામાં ચાલતો શ્ર્વાસોચ્છ્વાસ તે અગ્નિ જ છે અને તે ઈશ્ર્વરનું સ્વરૂપ છે. શ્ર્વાસોચ્છ્વાસ બંધ થાય એટલે જીવનનો અંત આવી જાય. આપણું શરીર એટલે કે પ્રાણીમાત્રનું શરીર ખુદ જ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. તે જ બ્રહ્માંડનું મહાન આશ્ર્ચર્ય છે. તેનું બંધારણ જુઓ, મગજ કામ ન કરે. મગજનું કાર્ય ઈશ્ર્વરના સ્વરૂપને યાદ કરાવે છે. 

સાઈબીરિયાના, ગેબીના કે રાજસ્થાનના રણમાં ઉનાળામાં ઉષ્ણતામાન પપ અંશ સેલ્સિયસ કે વધારે હોય છે. એન્ટાર્કટિકામાં ઉષ્ણતામાન ઓછા ૪૦ અંશ સેલ્સિયસ કે વધારે નીચું હોય છે. એન્ટાર્કટિકામાં વસતા માનવી કે જીવનને આપણે જો રાજસ્થાનના રણમાં લઈ આવીએ તો તે શું કહે? તેઓ કહે કે રાજસ્થાનના રણમાં લોકો બૉઈલરમાં રહે છે. 

શનિના ઉપગ્રહ પર ઉષ્ણતામાન ઓછા ર૦૦ અંશ સેલ્સિયસ હોય છે. ત્યાં જો કોઈ જીવન હોય અને તેને એન્ટાર્કટિકા પર લઈ આવીએ તો તેઓ શું કહે? તેઓ કહે છે કે એન્ટાર્કટિકા પર માણસો બૉઈલરમાં રહે છે. પ્લુટોના ઉપગ્રહ પર ઉષ્ણતામાન ઓછા ર૪૦ અંશ સેલ્સિયસ હોય છે. તેના પર જો કોઈ જીવન હોય અને તેને શનિના ઉપગ્રહ પર લઈ આવીએ તો તેઓ શું કહે? તેઓ કહે કે શનિના ઉપગ્રહ પર માનવીઓ બૉઈલરમાં રહે છે. તો પ્રશ્ર્ન થાય કે બૉઈલર ક્યાં નથી? બધી જ જગ્યા બૉઈલર છે અને કોઈ પણ જગ્યા બૉઈલર નથી. બધે જ જીવન પાંગરે છે. આ વિચિત્રતામાં જ આપણને પ્રભુના દર્શન થઈ શકે છે. 

બરફ કેટલો ઠંડો છે? થોડી સેક્ધડ પણ આપણે તેને હાથમાં પકડી શકીએ નહીં, પણ બરફ ઓછા ર૭૦ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન ધરાવતી વસ્તુના સંદર્ભે તે ઝળહળતો અગ્નિ છે. ઠંડું કેટલું ઠુંડું? ઓછા ર૭૩ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન એબ્સોલ્યૂટ ટેમ્પરેચર (Absolute Temperature) નિરપેક્ષ શૂન્યઅંશ ઉષ્ણતામાન છે. આ ઉષ્ણતામાનને આંબી શકાતું નથી, અને તેનાથી નીચું ઉષ્ણતામાન પણ સંભવી શકે નહીં. આ નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાન આપણને ઈશ્ર્વરનો ચહેરો દર્શાવે છે. 

અગ્નિમાં કાંઈ પણ હોમો, લાડુ કે મડદું. તે ભેદભાવ વગર સ્વાહા કરી જાય છે. તે શું ઈશ્ર્વરનો ચહેરો બતાવતો નથી?

પ્રકાશ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. હવા કતલખાના પરથી આવે તો દુર્ગંધ મારે છે. પાણી ગંદગી પરથી આવે તો દૂષિત થાય છે. પણ પ્રકાશ જ્યાંથી પણ આવે, ક્યાંયથી પણ આવે તે દૂષિત થતો નથી. પ્રકાશ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. 

ચાર અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળું પાણી સૌથી ભારે છે અને તેથી તે તળિયે બેસી જાય છે. શિયાળામાં આ પાણી ઠંડીમાં જળચરોને જિવાડે છે, શું તે ઈશ્ર્વરનો કરુણાસભર ચહેરો નથી?

પ્રકાશની ઝડપને કોઈ આંબી શકતું નથી. તે ઈશ્ર્વરનો ઝડપી ચહેરો છે. નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાન ઈશ્ર્વરને ઠંડો ચહેરો છે. ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન પ્રભુનો કરુણામય ચહેરો છે. મા પ્રભુનો પ્રેમાળ ચહેરો છે. સૂર્ય પ્રભુનો ગરમ ચહેરો છે. ધરતીકંપ એ જ્વાળામુખી ઈશ્ર્વરનો ભયંકર ચહેરો છે. હકીકતમાં કોઈને ખબર નથી કે બ્રહ્માંડમાં જીવન કેવી રીતે ઉત્પન્ન થયું અને બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. તે ઈશ્ર્વરનો રહસ્યમય ચહેરો છે. ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી એ ઈશ્ર્વરનો કાળો ચહેરો છે. પ્રકાશ (અગ્નિ) ઈશ્ર્વરનો પ્રકાશિત ચહેરો છે. અણુ-પરમાણુ-ક્વાર્ટ્સ-હિગ્ઝબોઝોન જીન્સ DNA અને RNA ઈશ્ર્વરનો સૂક્ષ્માતિસૂક્ષ્મ ચહેરો છે. બ્રહ્માંડ ઈશ્ર્વરનો વિશાળ ચહેરો છે. અવાજ ઈશ્ર્વરનો સંગીતમય અથવા ઘોંઘાટિયો ચહેરો છે. વાદળો ઈશ્ર્વરનો વિહારી ચહેરો છે, નદીઓ પ્રવાહી ચહેરો છે. મહાસાગર ઈશ્ર્વરનો વિશિષ્ટ ચહેરો છે. ઘટાટૉપ કાળાં ડિબાંગ વાદળો અને તેની વચ્ચે ઝબૂકતી વીજળી ઈશ્ર્વરનો વિસ્મયકારક ચહેરો છે. 

પૃથ્વી પર કે ગમે ત્યાં ઊભા હોઈએ તો આપણને લાગે કે આપણે વિશ્ર્વના કેન્દ્રમાં છીએ. તે ઈશ્ર્વરનો છેતરામણો ચહેરો છે. જે સંકેત કરે છે કે આપણે જ વિશ્ર્વનું કેન્દ્ર છીએ તેમ છતાં આપણે વિશ્ર્વમાં કાંઈ પણ નથી. વૃક્ષો ઈશ્ર્વરનો ઉદાર સંતનો ચહેરો છે. પહાડો ઈશ્ર્વરનો કઠણ ચહેરો છે. આમ બ્રહ્માંડમાં આપણે બધે જ ઈશ્ર્વરનો ચહેરો જોઈએ છીએ તેમ છતાં આપણને ઈશ્ર્વર મળતો નથી, ઈશ્ર્વર નથી, ઈશ્ર્વર નથી વગેરે બૂમો પાડતા રહીએ છીએ.

માનવી અંતરીક્ષમાં જવા કેવી રીતે સમર્થ બન્યો? --- ડૉ. જે. જે. રાવલ



પુરાતન માનવીએ ઉપર જોયું તો તેના આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. તેને કાંઇ પણ ખબર પડતી ન હતી કે આ બધું શું છે. દિવસે સૂર્ય આકાશમાં વિહાર કરે તો આજુબાજુ પક્ષીઓ ઊડે. તેને પણ હવામાં ઊડવાનું મન થતું. તે હવામાં કૂદકા મારતો પણ પૃથ્વી પર હેઠે પડતો. સમય પસાર થતો ગયો. અગ્નિની શોધ થઇ, ચક્રની શોધ થઇ, ગાડા, રથો, વહાણ, ટ્રેનની શોધ થઇ. વિજ્ઞાન ઠીક ઠીક આગળ વધ્યું. 

માનવીએ પછી ઊડતા ગાલીચાની, ઊડનખટોલાની, પવનપાવડીની, ઋષિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિમાનમાં બેસીને પ્રવાસ કરે છે, દેવો વિમાનમાં બેસીને પૃથ્વી પર આવે છે. કાર્તિક સ્વામીએ પૃથ્વીની મોર પર બેસી પરિક્રમા કરી, વિષ્ણુ ભગવાન ગરુડ પર સવારી કરે છે વગેરે કથાઓ અસ્તિત્વમાં આણી. ભારદ્વાજ ઋષિએ પૂરા વિમાનશાસ્ત્રની રચના કરી. કુબેર-વિશ્ર્વકર્માએ પુષ્પક વિમાન બનાવ્યું. આવી કથાઓ પણ અસ્તિત્વમાં છે. આ બધી કથાઓ પાછળનો હેતુ હતો અંતરીક્ષમાં ઊડવાનો. 

પશ્ર્ચિમી સંસ્કૃતિમાં ઇકારસની કથા છે. ઇકારસ અને તેના પિતાને અંતરીક્ષમાં ઊડવાનું મન થયું. તેમણે પીંછાની પાંખો બનાવી અને મીણથી શરીરે ચોંટાડીને તેમણે તો અંતરીક્ષમાં ધુબાકો માર્યો. બાપ-દીકરો ઊડવા લાગ્યા. દીકરો તો હરખમાં આવી ગયો અને ઊંચે અને ઊંચે ઊડવા લાગ્યો. પરિણામે સૂર્યની ગરમીથી મીણ પીગળી ગયું અને તેની પાંખો નીચે પડી. ઇકારસ જમીન પર પછડાઇ મૃત્યુ પામ્યો. અંતરીક્ષ યુગની આ પ્રથમ અકસ્માત અને મૃત્યુની ઘટના હતી. 

કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં ભીમે હાથી, રથ અને ઘોડાને એટલા બળથી અંતરીક્ષમાં ફેંક્યા હતા કે તે હજુ સુધી પાછા આવ્યા જ નથી. શું આવું બની શકે ? બની શકે તો તે હાથી, રથ, ઘોડા ગયા ક્યાં ? આજે વિજ્ઞાન કહે છે કે આવું બની શકે. જો વસ્તુને પૃથ્વી પરની પલાયનગતિથી ફેંકવામાં આવે તો તે વસ્તુ પછી પાછી આવે જ નહીં. 

હાથમાંથી વસ્તુ પડી જાય તો તે નીચે જ પડે, તે બિચારી ક્યાં જાય? તકલાદી હોય તો વસ્તુ તૂટી જાય, પણ પડે તો નીચે જ. પ્રાચીન સમયમાં મનાતું કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે, અને બ્રહ્માંડ પૃથ્વી માટે જ બન્યું છે. પૃથ્વી અને તેની ઉપરનું દિવસ અને રાતનું આકાશ તે જ બ્રહ્માંડ. પૃથ્વી મહાસાગર પર તરે છે. 

પછી કોપરનિકસે કહ્યું કે પૂરું બ્રહ્માંડ પૃથ્વીની ફરતે પરિક્રમા કરતું નથી, પણ તે સૂર્યની ફરતે પરિક્રમા કરે છે. વિદ્વાનો ગ્રહોની ગતિવિધિથી ગૂંચવાઇ ગયા હતા. ત્યારે કેપ્લરે કહ્યું કે ગ્રહો સૂર્ય ફરતે વર્તુળાકાર કક્ષાઓમાં નહીં પણ લંબવર્તુળાકાર કક્ષામાં સૂર્યની પરિક્રમા કરે છે. તેને ગ્રહગતિના નિયમો પણ આપ્યા પણ તે નિરીક્ષણ પરથી તારવ્યા હતા. તેની પાછળનાં કારણોની ખબર ન હતી. ગેલિલિયોએ સાબિત કર્યું કે પૃથ્વીમાં પ્રવેગ છે જે બધી જ નાની-મોટી વસ્તુઓ પર સમાન લાગે છે અને અચળ છે. 

ગેલિલિયોએ પોતાનું દૂરબીન બનાવ્યું અને માનવજાતના ઇતિહાસમાં તેણે પ્રથમ વાર તેને આકાશ તરફ માંડ્યું અને બ્રહ્માંડને તદન નજીક લાવી દીધું. તેણે કહ્યું કે અહીં ગુરુની ફરતે ચાર ચંદ્રમા પરિક્રમા કરે છે, નહીં કે પૃથ્વીની. માટે કોપરનિકસ સાચો છે. ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે. 

તેમ છતાં પ્રશ્ર્ન હતો કે ગ્રહો શા માટે સૂર્યની પરિક્રમા કરે છે ? ન્યુટને ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા અને સમજાવ્યું કે ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે, કારણ કે તે બંને વચ્ચે ગુરુત્વાકર્ષણનું 

બળ છે. 

આમ ગુરુત્વાકર્ષણ બળની આપણને જાણ થઇ અને તેણે બ્રહ્માંડ સમજવાની ચાવી આપણા હાથમાં મૂકી દીધી. 

ક્યાં સફરજનનું ન્યુટન સમક્ષ નીચે પડવું અને ક્યાં બ્રહ્માંડને સમજવાની ગુરુત્વાકર્ષણને સમજવાની સમજણ આપણને મળી. આપણા પ્રાચીન મનિષીઓ કહે છે આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્ર્વત: અર્થાત દરેક દિશામાંથી મને સારા વિચારો પ્રાપ્ત થાય. 

ન્યુટનને ગુરુત્વાકર્ષણ સમજવા પૃથ્વી પર પડતા સફરજને વિચાર આપ્યો. ન્યુટન પછી સફરજનના પડવાની ક્રિયાને પૃથ્વી ફરતે પરિક્રમા કરતા ચંદ્રના રૂપમાં સમજી શક્યો. ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે તેનો બીજો અર્થ થાય ચંદ્ર હર ક્ષણે પૃથ્વી પર પડે છે. આમ ગતિના નિયમોની મદદથી ગુરુત્વાકર્ષણનો નિયમ અસ્તિત્વમાં આવ્યો. ન્યુટનના ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમે દર્શાવ્યું કે એક ગતિ છે જેને પલાયન (છટક,escape velocity) કહે છે. તે ગતિથી જો કોઇ વસ્તુને અંતરીક્ષમાં ફેંકવામાં આવે તો તે કદી પાછી આવતી નથી. હવે વાત સમજાઇ કે ભીમે જે હાથી, ઘોડા, રથોને અંતરીક્ષમાં ફેંક્યા હતાં તે શા કારણે પાછા આવ્યા નથી. આ ગતિ નાની-સૂની નથી. તે સેક્ધડની ૧૧.૨ ( કલાકની ૪૦,૦૦૦) કિલોમીટરની છે. હાલમાં પૃથ્વી પર ઝડપી રેલગાડી કલાકના ૫૦૦ કે ૬૦૦ કિલોમીટરની ગતિથી દોડે છે અને વિમાનો કલાકના ૧૦૦૦ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. સુપરસોનિક વિમાનો કલાકના ૨૦૦૦ કે ૨૫૦૦ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા સેક્ધડના ૩૦ કિલોમીટરની ઝડપે એટલે કે કલાકના ૧,૦૮,૦૦૦ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. 

ન્યુટનના નિયમોએ દર્શાવ્યું કે અંતરીક્ષમાં જઇ શકાય છે પણ આટલી મોટી ગતિ પેદા કેવી રીતે કરવી ? અંતરીક્ષમાં જનાર ઉત્સુકોમાંના ઘણા ખરા મરણને શરણ થયા. રાઇટ ભાઇઓએ પછી વીસમી સદીના પ્રારંભે વિમાન ઉડાડ્યું, પણ એ બધા પ્રયોગો હતા. 

અંતરીક્ષ ઉડ્ડયનમાં ન્યુટનના નિયમો તો હતા પણ જ્યાં સુધી વાહનમાં ઇંધણ નાખવામાં ન આવે ત્યાં સુધી ન્યુટનના નિયમો કાંઇ કરી શકે નહીં. આવે વખતે વિજ્ઞાનીઓ અને ટૅક્નોલૉજીસ્ટોને રસાયણશાસ્ત્ર મદદે આવ્યું.

પુરાતન સમયમાં મનાતું કે અંતરીક્ષ ખાલી છે. પણ પવન અને વાદળાં, વરસાદે દર્શાવ્યું કે અંતરીક્ષ ખાલી નથી, તેમાં વાયુઓ છે, પાણીની વરાળ, કાર્બનડાયોક્સાઇડ, ઑક્સિજન વગેરે. રસાયણશાસ્ત્રીઓએ પછી વાયુઓને પ્રયોગશાળામાં પેદા કરી તેના ગુણધર્મો જાણ્યા. 

પાણીએ તેમને દર્શાવ્યું કે તે ત્રણ સ્થિતિમાં છે વાયુ (વરાળ), પાણી (પ્રવાહી) અને બરફ (ઘન). વિજ્ઞાનીઓને હાઇડ્રોજન વાયુની જ્વલનશીલતાના ગુણની ખબર પડી, ઑક્સિજન વાયુની વસ્તુને બળવામાં મદદ કરવાના ગુણની ખબર પડી. જો હાઇડ્રોજન વાયુ ને ઑક્સિજન વાયુની મદદથી બાળવામાં આવે તો તે રોકેટને જબ્બર ધક્કો મારી શકે, પણ તે વાયુરૂપ હોવાથી તેને ભરવા રોકેટ સાથે મોટા મોટા નળાકારો જોડવા પડે જે રોકેટને અંતરીક્ષમાં મોકલવા ઘણી મહેનત કરાવે અને ખર્ચ ખૂબ જ વધારી દે. જો આ વાયુને પ્રવાહી બનાવી દેવામાં આવે તો તે થોડી જ જગ્યા રોકે અને રોકેટને અંતરીક્ષમાં ધક્કો મારવાનું અને તેને અંતરીક્ષમાં ચલાવવાનું સરળ બને અને ખર્ચ ઘણો ઓછો આવે. પણ હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુઓને પ્રવાહી બનાવવાનું કામ પડકારરૂપ છે. વિજ્ઞાનીઓએ તે કાર્ય કરવાનો પડકાર પણ ઝીલી લીધો. હવે વિમાનો પેટ્રોલની મદદથી અંતરીક્ષમાં જવા લાગ્યાં અને રોકેટો અંતરીક્ષમાં જવા લાગ્યાં. 

ઘણી નિષ્ફળતા પછી પ્રથમ રોકેટને સફળતાપૂર્વક અંતરીક્ષમાં છોડવા માટે રોબર્ટ ગોરાર્ડ સફળ થયા, પણ તે માત્ર રોકેટને જ અંતરીક્ષમાં છોડતા. તે રોકેટને પેલોડ સાથે છોડતા નહીં. આ કાર્ય જર્મન-અમેરિકી રોકેટશાસ્ત્રી વર્નર ફોન બ્રાઉન અને ઓબોર્વે કર્યું. આમ રોકેટો પે-લોડ સાથે અંતરીક્ષમાં જવા લાગ્યાં જેને વૉર-હેડ, અણુબોમ્બ વગેરેને અંતરીક્ષમાં લઇ જવા સમર્થ બનાવ્યાં. 

હવે કૃત્રિમ ઉપગ્રહોને અંતરીક્ષમાં મોકલવામાં આવ્યા. લાયકા નામની માદા શ્ર્વાન અંતરીક્ષમાં ગઇ. પછી યુરી ગાગારીન, વેલેન્ટીના તેરેસ્કોવા, અમેરિકી સાહસવીરો વગેરે અંતરીક્ષમાં ગયાં. નીલ આર્મસ્ટ્રોંગ, બઝ આલ્ડ્રિન અને માયકલ કોલીન્સ અંતરીક્ષમાં ગયા. નીલ અને બઝ પ્રથમ માનવીઓ હતા જે ચંદ્ર પર ઊતર્યા પછી તો બીજા દશ અંતરીક્ષવીરો ચંદ્ર પર ગયા. હવે મંગળ પર માનવી ઉતારવાની યોજનાઓ ચાલે છે. આમ ઘણા સંઘર્ષો પછી માનવી અંતરીક્ષમાં ગયો અને ચંદ્ર પર પણ ઊતર્યો, આ માત્ર માનવીની ઇચ્છા શક્તિથી શક્ય બન્યું. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=402355