18-03-2018
તબીબી ક્ષેત્રે હિંસા પુસ્તકની પ્રથમ આવૃત્તિને આમજનતા, ડૉક્ટરો તથા જૈન દાર્શનિકોએ ભલે મંદ સૂરે પણ સતત ઉષ્માભર્યો આવકાર આપ્યો છે. એને આધારે અહીં થોડી વધુ સમજ સૂક્ષ્મસ્તરે આપીએ છીએ. એ સમજમાં સ્વની ઉન્નતિ અને પરહિત સમાયેલ છે.
પુસ્તકની બીજી આવૃત્તિમાં આમુખ તરીકે, અમને ખ્યાલ છે કે અમારા તબીબી ક્ષેત્રે હિંસા પુસ્તકે અને એ જ વિચારો રજૂ કરતા ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તકે તબીબી ક્ષેત્રમાં પરિવર્તન નથી આણ્યું. ઊલટાનું સારવાર અને સંશોધન, એ બંને ક્ષેત્રમાં પરિસ્થિતિ વણસી છે. અમે કરેલ તબીબી ક્ષેત્રે હિંસાના વર્ણનમાં જરા પણ અતિશયોક્તિ નથી એ સાબિત થઇ ચૂક્યું છે. આથી જ હિંમત ન હારતાં, વહેલી મોડી ક્યારેક તો અમે આપેલ . સમજ બધાને ગળે ઊતરશે એવી આશા સેવીએ છીએ. અહિંસા માટેની સમજને વધુ ગહન બનાવવા આ આમુખ દ્વારા અમે થોડી વધુ વિચારકણિકાઓ ઉમેરીએ છીએ.
માનવમન ચંચળ છે, એને નાથવું બહુ મુશ્કેલ છે. આ લાચારી મૂંઝાયેલ અર્જુને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે રજૂ કરી છે. ભગવાન એને સૂચના આપે છે કે તું એને માટે વારંવાર અભ્યાસ-પ્રયત્ન-કર. પશ્ર્ચિમી તત્ત્વચિંતકોએ પણ એક યા બીજી રીતે આ મુશ્કેલીનો ઉકેલ સૂચવ્યો છે. આધુનિક માનસશાસ્ત્રી એરિક ફ્રોમે કહ્યું છે કે, પ્રેમની ભાવના નિર્ણય આધારિત love of decision હોય કે લાગણી આધારિત love of emotion હોય. નિર્ણય આધારિત પ્રેમી પર પ્રેમ વરસાવવામાં આવે છે. નાજુક છોડની જેમ તેનું જતન કરવામાં
પ્રેમ કરનાર વ્યક્તિ પ્રેમી પ્રત્યેની પોતાની એક પણ ફરજ ચૂકતી નથી. પ્રેમનું પાત્ર ગમે તે હોય, સંજોગવશાત તેમાં ગમે તેટલા ફેરફાર થાય તો પણ પ્રેમ કરનાર પોતાના પ્રેમપાત્ર પર કબજો જમાવતી નથી. એને મુક્ત ગગનમાં વિહરવા દે છે. ખલીલ જિબ્રાનના શબ્દોમાં આ પ્રેમને possess not, nor be possessed કહેવાય. આ પ્રેમમાં પ્રેમની મહત્તા, નજાકત, પરમ તત્ત્વ પામ્યાનો આનંદ, મુક્તિ અને સન્માન જળવાઇ રહે છે. આવા પ્રેમમાં મહાલતાં પ્રેમીઓ ભય, ડર, માલિકીપણાનો ભાવ, શિરજોરી, પરવશતા જેવાં અધોગતિને માર્ગે દોરનાર પરિબળોથી પર રહે છે. બીજી તરફ લાગણી આધારિત પ્રેમ એ લાગણીવેડાનું પ્રદર્શન છે. લાગણીના જોશનું પૂર એને ટકાવે છે. માટે જ્યાં સુધી લાગણીનો ઊભરો હોય ત્યાં સુધી એ ટકે છે અને પછી એ ઉજ્જડ ભૂમિમાં ધિક્કારનું બીજ પોષાય છે. માલિકી ભાવના, દાદાગીરી, અસહિષ્ણુતા જેવા અધમ ભાવોથી રચાયેલ ફળ અને ફૂલોની લતાઓ વિકસે છે. મોટા ભાગની પ્રેમની ગાથાઓ આવા એક દૂજે કે લિયે જેવા લાગણી આધારિત પ્રેમને પાયે રચાયેલ હોય છે. જ્યારે કે નિર્ણય આધારિત પ્રેમનો નક્કર પાયો જ્ઞાન દ્વારા નખાયેલો હોય છે માટે જ એ ઇમારત સર્વ ઝંઝાવાત સામે ટકી રહે છે.
પ્રેમ અને અહિંસા સિક્કાની બે બાજુ છે. અહિંસા જ્યારે દયાભાવમાંથી જન્મે ત્યારે એ લાગણી આધારિત અહિંસા કહી શકાય. જ્યારે દયાજનક દૃશ્ય પ્રત્યક્ષ હોય ત્યારે વ્યક્તિમાં અનુકંપા જાગી ઊઠે છે પણ તે ભાવના ટકતી નથી. જ્યારે સમજ રગેરગમાં પહોંચી જાય ત્યારે ઉદાત્ત ભાવના અને વર્તન વ્યક્તિ માટે સહજ બની જાય છે. એને પોષવા કોઇ પણ વ્યક્તિગત બોજ ઉઠાવવો આકરો લાગતો નથી. સામેની વ્યક્તિ પર પણ પરોપકારનો બોજ લદાતો નથી. એવી ભાવના અને વર્તન નુકસાન ન પહોંચાડતાં સૃષ્ટિને ઊલટાંનાં પોષે છે. આ પ્રમાણે જ્ઞાન આધારિત અહિંસા માનવ, અન્ય જીવજગત અને પર્યાવરણ એમ સૌનું સૌંદર્ય વધારે છે.
બીજો પ્રશ્ર્ન સહજ થાય કે કયું જ્ઞાન સાચું જ્ઞાન કહેવાય ? આધુનિક યુગમાં વિજ્ઞાને ચંદ્રમાની ધરતી પર માનવના પગ મંડાવ્યા છે. મંગળની ધરતીની આબેહૂબ તસવીરો અવકાશયાન દ્વારા પ્રાપ્ત કરી છે. એટલે અત્યારે તો વિજ્ઞાન જે સાચું કહે એ સાચું અને ખોટું કહે એ ખોટું એવી ધારા પ્રવર્તે છે. વિજ્ઞાન પોતે કઇ રીતે સાચાખોટાના નિર્ણય લે છે એ પહેલાં જોઇએ.
૧. પ્રયોગશાળામાં જે કંઇ પ્રયોગ દ્વારા પ્રતિ-પ્રાપ્તિ થઇ શકે એવા જ વિજ્ઞાનને વાસ્તવિકતા તરીકે માન્ય રાખવામાં આવે છે.
૨. વિજ્ઞાન એક યા બીજી રીતે પુરાવો કે સાબિતી માગે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિજ્ઞાન તર્ક આધારિત કારણ અને પરિણામને વાસ્તવિકતા તરીકે સ્વીકારે છે. વિજ્ઞાન સંખ્યાશાસ્ત્ર દ્વારા સ્વીકૃતિની મહોર જરૂરી માને છે.
૩. વિજ્ઞાને જે કંઇ સાબિત કર્યું હોય એ સાચું છે એની ચરમકક્ષા એટલે ખ્યાતનામ વૈજ્ઞાનિક સામયિકોમાં એ સાબિતીની પ્રસિદ્ધિ થવી.
૪. વિજ્ઞાન એ સત્યની શોધ છે અને ધંધાદારીપણાથી મુક્ત છે.
વિજ્ઞાનના આ ચારેય પાયા કેટલા પોકળ છે એ આપણે જોઇએ. પ્રયોગવાદ ખરેખર સત્યની શોધ છે કે પછી વિચારનો વિલાસ છે એ પણ આપણે જોઇએ.
અત્યારે પ્રયોગશાળા એટલે આધુનિક મંદિર એમ સમજવામાં આવે છે. ત્યાં સત્યની શોધ કરવામાં આવે છે. તેમાં કામ કરનાર વૈજ્ઞાનિક પૂજારીની જેમ પૂજા સમાન પ્રયોગો કરે છે. એ પ્રયોગો માનવકલ્યાણ માટે થયા હોય છે એમ મનાય છે. પરંતુ આપણા દેશની જ વાત કરીએ તો આપણે ત્યાં પંચતારિક હૉસ્પિટલો છે, ત્યાં પહેલાં પૈસા જમા કરાવો અને તે પણ રોકડા, પછી જ (પ્રાણઘાતક રોગ હોય - તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી હોય - તો પણ અંદર દાખલ થવા દે છે. અને આ બધી હૉસ્પિટલોનાં સંચાલકો હૉસ્પિટલના નામ પાછળ સંશોધન કેન્દ્ર -Research Center - એમ જોડી દે છે. આથી આપણી સરકાર તેઓની કમાણીમાંથી સો ટકા કરવેરાની મુક્તિ આપે છે. સંશોધનક્ષેત્રે તેમનું પ્રદાન શૂન્ય જ રહ્યું છે તે સૌ કોઇ જાણે છે. આમ જનતાના માનસમાં એક છબિ હોય છે જેમાં સફેદ કોટમાં સજ્જ થયેલ માનવહિતેચ્છુ ડૉક્ટરો રાતદિન પ્રયોગશાળામાં અત્યંત આધુનિક યંત્રો કે માઇક્રોસ્કોપ સાથે કામ કરતા ચીતરાયેલ હોય છે. ડૉક્ટર જરૂર પ્રમાણે અન્ય વૈજ્ઞાનિકો સાથે કોન્ફરન્સ ભરીને મૂંઝવતા પ્રશ્ર્નોના જવાબ શોધવા મથે છે એ સામાન્ય પ્રચલિત માન્યતા છે. પરંતુ એ સર્વવિદિત નથી કે નોબેલ પારિતોષિક મેળવવાની હોડમાં અસંખ્ય નિર્દોષ પ્રાણી પર પ્રયોગ કરવામાં આવે છે. પ્રશ્ર્ન ઊઠે છે કે આટઆટલાં નોબેલ પારિતોષિકોથી નવાજેલ કાર્યોએ ખરેખર માનવજાતને રાહત આપી છે કે પછી તેવી અધકચરી જાણથી માનવજાતને વધુ અજંપો સેવતી કરી દીધી છે ?
અહીં નોંધ કરવી જરૂરી છે કે Experience, Experiment, Expertise, Expert આ ચારેય શબ્દો લેટિન મૂળ ધાતુ Experiri પરથી આવ્યા છે. ઊડ્ઢાયશિયક્ષભય નો અર્થ થાય પ્રયત્ન, અનુભવ, સંકટ, જોખમ અને ભય. વિશ્ર્લેષણ કરીએ તો પ્રયોગકાર માટે યત્ન અને અનુભવ એમ અર્થઘટન કરવું વાજબી છે. પરંતુ જે દર્દી કે પ્રાણી પર પ્રયોગ કરવામાં આવે છે તેને માટે તો સંકટ અને જોખમ એમ અર્થઘટન કરવું બંધબેસે છે. ટૂંકમાં, પ્રગતિક્ષેત્રે તેમ જ દર્દી માટે નિરાશા જ પ્રવર્તે છે.
તબીબી ક્ષેત્રમાં પ્રયોગશાળા એટલે પ્રયોગકર્તા પોતે જેને સત્ય માને છે એનું દર્દી અથવા પ્રાણીમાં આરોપણ કરવું અને એને આધારે દર્દીનો ઉપચાર કરવો. હદય-રોગ, કૅન્સર, ડાયાબિટીસ વગેરે રોગો માટે તબીબી શાસ્ત્ર પ્રયોગશાળાને આધારે આજ સુધી પુરવાર નથી કરી શક્યું કે આ માની લીધેલ રોગો ખરેખર રોગો છે કે પછી શરીરમાં જોવા મળતી સમયસહજ પ્રક્રિયાઓ છે. આમ, પ્રયોગશાળાનું પાસું ઉધારપક્ષે છે. અધૂરામાં પૂરું બાકી રહી ગયું હોય તેમ પશ્ર્ચિમી વૈજ્ઞાનિકોએ કબૂલ કર્યું છે કે આ ‘ઘાતક’ રોગોનું નિવારણ થઇ જાય તો પણ માણસના આવરદામાં એક વરસનો પણ ઉમેરો થશે નહીં.
આપણી નરી આંખ હંમેશાં આપણને સૂર્યોદય અને સૂર્યાસ્તની પ્રતીતિ કરાવે છે અને એટલે આજ સુધી આપણે સૂર્યોદય અને સૂર્યાસ્તની પરિભાષાને વળગી રહ્યા છીએ. સૂર્યોદય અને સૂર્યાસ્ત વાસ્તવિકતા નથી છતાં, આપણે એ અચૂક અનુભવીએ છીએ. વેદાંતિક ભાષા વાપરીએ તો એમ તારવણી કરી શકાય કે પ્રયોગશાળામાં થતા પ્રયોગોને આધારે તારવાતાં સત્યો વ્યાવહારિક હોઇ શકે, પણ વાસ્તવિક નહીં. વિજ્ઞાનની પ્રયોગશાળામાં કે સામાજિક ક્ષેત્રમાં જે કંઇ નિરીક્ષણ કરવામાં આવે છે એ હંમેશાં નિરીક્ષકની વ્યક્તિગત ક્ષતિઓ અને સીમાથી સીમિત થઇ જાય છે. ઇ.સ. ૧૯૩૨માં તત્ત્વચિંતક ઓર્ટેગાએ વ્યથા વ્યક્ત કરી છે : મારે એક અજુગતું પણ નકારી ન શકાય એવું સત્ય રજુ કરવું છે. પ્રયોગશાળાને આધારે જે કંઇ પ્રગતિ થઇ છે એ સાધારણ બુદ્ધિ કે અસાધારણ મંદ બુદ્ધિ ધરાવતા કાર્યકરોની જહેમતને આધારે છે.
તબીબી ક્ષેત્રે પ્રયોગશાળામાં ઘણા પ્રયોગો પ્રાણી પર કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જ્યારથી નક્કી કર્યું છે કે માનવઉદ્ધાર માટે પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવો ત્યારથી પ્રાણીઓ પર થતા પ્રયોગોને કારણે કરોડોની સંખ્યામાં પ્રાણીઓનો સંહાર થાય છે. એટલે જ શક્ય છે કે જીવોની સંખ્યા નિશ્ર્ચિત રાખવા કુદરતે નક્કી કર્યું કે હું માનવસંખ્યા જ એટલી વધારી દઉં કે માનવજાત પોતે જ પોતાનાથી ત્રાહિમામ્ પુકારી ઊઠશે. વિખ્યાત જીવશાસ્ત્રી ડૉ.જુલિયન હકસલેએ માણસજાતને આપેલ ‘પૃથ્વીને ભરખી રહેલ કૅન્સર’ની ઉપમા ઉચિત છે.
આધુનિક વિજ્ઞાનનો બીજો મુખ્ય પાયો તર્ક છે. તે કારણ અને પરિણામની શૃંખલામાં માને છે. કારણ અને પરિણામનું એકબીજા સાથે સંકલન કરવા એ પુરાવાનો આધાર લે છે. પ્રયોગશાળામાં કે માનવસમૂહમાં સાબિત કરવું જરૂરી રહે છે કે ‘અ’ને કારણે ‘બ’ નીપજે છે. સેંકડો પ્રયોગોમાં કે માનવસમૂહમાં મોટે પાયે અ અને બ એક સાથે જોવા મળે તો અ અને બ ને કારણ અને પરિણામ તરીકે જોડી દેવામાં આવે છે, જેમ કે ધુમ્રપાન કરો તો ફેફસાનું કૅન્સર થાય.
આધુનિક તબીબી શાસ્ત્ર આ રીતે દરેક બાબતમાં પુરાવા પર આધાર રાખે છે. પુરાવાનો પાયો છે સંખ્યા. માટે જ બધાં તબીબી શાસ્ત્રનાં સામયિકોમાં અને સમ્મેલનોમાં આંકડા ટાંકીને દરેક નિર્ણય લેવામાં આવે છે. ભારત જેવી લોકશાહીમાં તો સૌને ખબર છે કે આંકડા ઉપજાવવા બહુ સહેલા છે. અમેરિકાથી પ્રસિદ્ધ થયેલ બ્રોડ તથા વેઇડના Betrayers of Truth : Fraud and Deceit in the Hall of science વિજ્ઞાનના દરબારમાં બનાવટ અને છેતરપિંડી નામના પુસ્તકમાં તબીબી ક્ષેત્રમાં પ્રસરેલ સરિયામ જુઠ્ઠાણાઓનો ચોંકાવનારો અહેવાલ છે. કૅન્સરની સારવાર માટે ન્યૂયોર્ક સ્થિત સ્લોન કેટરિંગ ઇન્સ્ટિટયૂટ મક્કા લેખાય છે. ઇરાનના શાહ, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી કે વિખ્યાત અભિનેત્રી નરગિસ જેવાંએ ત્યાં સારવાર લીધી હતી. આ સંસ્થામાં ડૉક્ટર સમરલીને ઉંદર પરના પ્રયોગોમાં બનાવટ કરી સફળતાની જગપ્રસિદ્ધિ મેળવી. આ પોલ તે પ્રયોગશાળામાં કામ કરતા એ ઝાડુવાળાએ ઉઘાડી પાડી. આ સમગ્ર ચોંકાવનાર બિના
Scandal of the Century તરીકે પંકાઇ. સમરલીનને આવી અનૈતિક વર્તણૂક માટે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો તો એનો ઉત્તર મળ્યો, મારે સંશોધન માટે વધુ પૈસાની જરૂર હતી. વિજ્ઞાન જગતમાં એકથી વધુ સમરલીન વસી રહ્યા છે.
25-03-1028
જગતભરના સમરલીન સમુદાયની જનેતા કોણ ? વિજ્ઞાનનો પાયો-પુરાવો અને પુરાવો આપતો આંકડો. આ બંને પરિબળોને લીધે જ મોટા ભાગના લેખો અને સંશોધનના અહેવાલો એકસરખાં મથાળાં નીચે મઠારવામાં આવે છે. ઈંક્ષિિંજ્ઞમીભશિંજ્ઞક્ષ, ઇંશતજ્ઞિંશિભફહ બફભસલજ્ઞિીક્ષમ, અશળત ફક્ષમ ઘબષયભશિંદયત, ખફયિંશિફહ ફક્ષમ ખયવિંજ્ઞમત, ઘબતયદિફશિંજ્ઞક્ષત, છયતીહતિં, ઉશતભીતતશજ્ઞક્ષ, ઈજ્ઞક્ષભહીતશજ્ઞક્ષત ફક્ષમ જીળળફિુ.આ માળખાને આધારે થતા પ્રયોગો અને તેના પરથી કરવામાં આવતા નિચોડમાં સૌથી મહત્ત્વની હકીકતની અવગણના થઇ છે : કાર્લ સેગનના શબ્દોમાં
ઝવય ાયિતયક્ષભય જ્ઞર યદશમયક્ષભય જ્ઞર ફ ાવયક્ષજ્ઞળયક્ષજ્ઞક્ષ શત ક્ષજ્ઞિં યદશમયક્ષભય જ્ઞર વિંય ાયિતયક્ષભય જ્ઞર વિંફિં ાવયક્ષજ્ઞળયક્ષજ્ઞક્ષ. ઝવય ફબતયક્ષભય જ્ઞર યદશમયક્ષભય જ્ઞર ફ ાવયક્ષજ્ઞળયક્ષજ્ઞક્ષ શત ક્ષજ્ઞિં યદશમયક્ષભય જ્ઞર શતિં ફબતયક્ષભય.
પુરાવાની હયાતી - બનાવ વાસ્તવિક હોવાની ખાતરી આપતું નથી (દા.ત.,મૃગજળ). પુરાવાનો અભાવ તથ્ય ન હોવાનું પુરવાર કરતું નથી (જેમ કે ધોળે દિવસે તારા કે ઇશ્ર્વર). અંગ્રેજી ન્યાયપદ્ધતિ પુરાવાને આધીન છે. અંગ્રેજો એવી ન્યાયસરણીને આપણી વચ્ચે મૂકતા ગયા અને તેથી જ તો ભારતના ન્યાયાલયોમાં અસંખ્ય કેસો ચાલ્યા કરતા હોય છે. પરિણામે કવિ શ્રી દુલા કાગે કહ્યું તેમ નાના અપરાધી જેલમાં જાય છે અને મોટા અપરાધી મહેલમાં. નાના અપરાધી સામે આંખે જોયેલ સાક્ષીઓ પુરાવા તરીકે ઊભા કરવામાં આવે છે અને મોટા અપરાધીઓ કાયદામાં રહેલી ક્ષતિઓને કારણે મુક્ત રહે છે. ટાઇમ મેગેઝિને પણ લખ્યું છે કે ન્યાય હવે નીતિને આધારે તોળાતો નથી. ન્યાય હવે કાયદાના શબ્દોની આંટીઘૂંટીમાંથી ગુનેગારને સિફ્તથી છોડાવી દેવાની રમત બની ગયો છે.
તબીબી સંશોધકોએ માની લીધું છે કે કૅન્સર - કોષ અસ્તિત્વ ધરાવે છે, તે કોષ વિકૃત સ્વરૂપ ધરાવે છે. તે કોષ ઘાતક છે, તે કોષનો શરીરમાંથી યોગ્ય ઉપચાર દ્વારા નિકાલ કરી શકાય. આ બધી માન્યતાઓનું નિર્ણયોમાં રૂપાંતર થઇ ગયું. એ નિર્ણયોને વજૂદ આપવા પ્રાણીઓ પર એ પ્રકારના પ્રયોગો થયા. કરોડો પ્રાણીઓનું બલિદાન અપાયું પણ એમાં દર્દીઓને કોઇ ફાયદો થયો નહીં. આમાં સફળતા મેળવવાની આશા જ વ્યર્થ છે, કારણ કે માન્યતા વાસ્તવિકતા નથી. માન્યતાના પાયા જ મિથ્યા છે અને તેથી માન્યતાને સાચા ઠરાવતા પુરાવા પણ પોકળ છે. જે કંઇ કૅન્સર ક્ષેત્ર માટે સાચું છે એ અન્ય તબીબી ક્ષેત્રો માટે પણ એટલું જ સાચું છે.
માન્યતાને વાસ્તવિકતા સમજીને આચરણ કરવાની વૃત્તિને પોષણ આપનાર પ્રક્રિયાને ડામી દેવા તબીબી સંશોધનક્ષેત્રે ઉજ્ઞીબહય ઇહશક્ષમ ઝશિફહ (બંને અજાણ રહે એવો પ્રયોગ) કરવામાં આવે છે. આમાં ડૉક્ટર અને દર્દી બંને અજ્ઞાત રહે છે કે દર્દીને શું ઉપચાર મળી રહ્યો છે. પરિણામનું વિશ્ર્લેષણ દર્દી અને ડૉક્ટરથી વિયુક્ત ત્રીજી વ્યક્તિ જ કરે છે. ચાળીસ વર્ષની આ પ્રકારની પ્રવૃત્તિને અંતે પણ એટલું સ્પષ્ટ ઊપસી આવ્યું છે કે જ્યાં સુધી સંશોધકો (તબીબી ક્ષેત્રમાં દર્દીઓનો પણ એમાં સમાવેશ કરવો વાજબી છે.) પૂર્વગ્રહોથી પીડાતા હોય ત્યાં સુધી સત્ય દબાઇ રહે છે. વાચકને જાણીને આશ્ર્ચર્ય થશે કે હદયરોગના ક્ષેત્રે હજી સુધી કોઇને ખબર નથી કે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ ખરેખર અસરકારક છે કે નહીં ? જો અત્યારે એમ તારણ પ્રવર્તિત હોય કે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ અસરકારક છે તો એ કેવી રીતે કરવામાં આવ્યું?
કૅન્સર, હદયરોગનો હુમલો, ડાયાબિટીસ, સંધિવા વગેરે રોગોનો એક જ વાંક છે કે તેઓ ઉંમર જતાં શરીરમાં ઉદ્ભવે છે. આ રોગો મૃત્યુને નોતરા નથી. આ રોગોને મૃત્યુ સાથે કોઇ નિસબત નથી. તબીબી સંશોધનક્ષેત્રની વિચારસરણી કદાચ તર્કસંગત દેખાતી હોય તો પણ પાયામાં જ મોટી ખોટ છે. તે તર્ક પાયારહિત હોય છે. માન્યતાને આધારે તર્કોની શૃંખલા રચાય છે. માટે જ તો આટઆટલા બેફામ ખર્ચા કર્યા પછી અને ગણી ન શકાય એટલાં નિર્દોષ પ્રાણીઓના સંહાર પછી ડૉક્ટરો મીનમેખ કરી શક્યા નથી.
કવિ દલપતરામના શબ્દોને જરા બદલીએ તો કહી શકાય કે -
રોગનું તો એક વાંકું
ડૉક્ટર, આપનાં અઢાર છે !
વૈજ્ઞાનિકોના શાણપણમાં કેટલો અભાવ હોય છે તેનો સચોટ નમૂનો અમે બાળકો પરના વિજ્ઞાન પરના એક પુસ્તકમાં જોયો. પુસ્તકની શરૂઆતમાં જ ચાર સુસજ્જ વૈજ્ઞાનિકો એક કબૂતર પર કાચનો વાટકો ઊંધો વાળી દે છે. અંદર કબૂતર તરફડીને મરી જાય છે. આમ તેઓ પુરવાર કરે છે કે જીવવા માટે હવા આવશ્યક છે. પેલા ગરીબ પારેવડાનું ચાલત તો એ ચારમાંથી એકાદ વૈજ્ઞાનિકનું મોઢું અને નાક દાબીને આ જ સત્ય પુરવાર કરી આપત.
તાજેતરની નવલકથા સમુદ્રાન્તિકેમાં ધ્રુવ ભટ્ટે તેમના વૈજ્ઞાનિક કાકા નિર્મલ અન્કલની અમાનુષી વૈજ્ઞાનિકતાનો સચોટ ચિતાર આપ્યો છે:
"ના, આ ગરુડ ભૂખ્યું છે. કદાચ ભૂખ સંતોષવા બિલાડી પર હુમલો પણ કરે. બિલાડીને મારી પણ નાખે. એ જ જોવાનું છે કે તે શું કરે છે.
નિર્મલ અંકલે મને કહ્યું, પછી મારા કાકા તરફ ફરીને કહ્યું, "વૃત્તિઓ અને પ્રાકૃતિક પ્રેરણાની આ વાત છે. યુ નો...
વિજ્ઞાને જે કંઇ સાબિત કર્યું હોય તે સાચું છે એવી મહોર ખ્યાતનામ સામયિકોમાં એ હકીકત પ્રસિદ્ધ થતાં લાગી જાય છે. આથી જ તો તબીબી કોલેજ અને સાર્વજનિક કે ખાનગી હોસ્પિટલમાં એક પ્રચલિત ઉક્તિ છે : ડીન કે ડાયરેક્ટરને વાંચતાં ન આવડતું હોય તો પણ ગણતાં તો આવડતું જ હોય છે. અર્થાત્ સંશોધક શું લખે છે તેની ખબર ન પડે પણ તેણે કેટકેટલી વાર લખ્યું છે એ સંખ્યા તમારી જીવનસિદ્ધિની પારાશીશી બની જાય છે. તેનાથી બઢતી મળે છે, સંશોધન માટે પૈસા મળે છે. માટે જ સૌ સંશોધન કાર્યકરોનું એક જ ધ્રુવવાક્ય બની જાય છે : ઙીબહશતવ જ્ઞિ ઙયશિતવ - છપાવો નહીં તો ભુંસાઇ જશો.
થોડાં વર્ષો પહેલાં તબીબી સુવિખ્યાત સામયિક કફક્ષભયિં માં સોક્રેટિસ અને તેના શિષ્ય ડેમોક્રિટસ વચ્ચે થયેલ એક (કાલ્પનિક) સંવાદ રજૂ કરવામાં આવેલ :
સો : આજકાલ કોલેજના પ્રોફેસરો દર્દીઓને તપાસવા હોસ્પિટલમાં કેમ આવતા નથી ?
ડે : એ તો બધા ગળાડૂબ કામમાં છે. તેઓ સૌ લેખો લખી રહ્યા છે.
સો : આ લેખો વળી શું છે ?
ડે : એ દરેક ડોક્ટરની મહત્તાનો માપદંડ છે. ડોક્ટર પ્રયોગશાળામાં પ્રાણી પર કે અન્ય કોઇ રીતે પ્રયોગ કરી તેના પર લેખ લખે એ તેની સિદ્ધિની સાબિતી આપે છે. તેઓએ કેટલા દર્દીને તપાસ્યા, કેટલા દર્દીની નજીક બેસીને તેમને સાંત્વન આપ્યું કે તેમનો ઉપચાર કર્યો એ બાબતને મહત્ત્વ અપાતું નથી.
સો : ભલા, આમ કેમ ?
ડે : જે વ્યક્તિઓ સત્તાધારી છે અને ડોક્ટરની નિમણૂક કરે છે તેઓ ડોક્ટર કે દર્દીની નજીક હોતા નથી. તેઓ એટલે ડોક્ટરની કાબેલિયતનો નિર્ણય દેખીતા પુરાવા એટલે કે સામયિકોમાં છપાયેલ લેખો પરથી કરે છે.
સો : તો પછી દર્દીઓનું શું ?
ડે : ઘણી વખત ડોક્ટરની ગેરહાજરીમાં દર્દીઓ વધુ જલદી સારા થઇ જાય છે.
હાલમાં દુનિયાભરમાં પ્રગટ થતાં અગ્રગણ્ય તબીબી સામયિકના આંકડા હજારોની સંખ્યામાં છે. એકાદ દેશ કે
દેશના પ્રાંત પૂરતાં સીમિત સામયિકોનો આંકડો એનાથી ઊંચો છે. આ પ્રકારની પ્રસિદ્ધિથી સૌને ખાતરી થાય છે કે વિજ્ઞાનની આગેકૂચ થઇ રહી છે પણ વાસ્તવિકતામાં તો વન્યસૃષ્ટિનો નાશ થઇ રહ્યો છે.
ધરતીમાતાનાં સંતાન સમાં વૃક્ષો પર કાગળ પૂરો પાડવા માટે ઘણો બધો બોજો મૂકવામાં આવ્યો છે. આમાં પુસ્તક પ્રકાશન સૌથી વધુ જવાબદાર છે. સામયિકમાં થતો ઢાંકપિછોડો વહેલો મોડો ખૂલી જાય છે પણ પુસ્તકની વાત અલગ છે. આયર્લેન્ડના ચિંતક ડૉક્ટર બ્રેડશોએ પુસ્તક લખ્યું છે : ઉજ્ઞભજ્ઞિંતિ જ્ઞક્ષ ઝશિફહ., તેના આમુખમાં તેઓ કહે છે.
મેં શક્ય છે ત્યાં સુધી તબીબી સામયિકોમાં હાલમાં પ્રસિદ્ધ થયેલ લેખોનો સંદર્ભ ટાંક્યો છે. આમ કરવાનું કારણ છે : ડોક્ટરો તેમનાં પુસ્તકમાં તેમની ભૂલો, તેમની આકાંક્ષાઓ, તેમના સંશયો, તેમના ભયો એટલા સ્પષ્ટપણે છતા નથી કરતા જેટલા તેઓ સામયિકોના લેખોમાં કરે છે. વળી તબીબી ક્ષેત્રનું વિજ્ઞાન ઝડપથી આગળ ધપી રહ્યું છે પણ જ્યારે પુસ્તકો પ્રસિદ્ધ થાય છે ત્યારે તેમાંનું લખાણ બેથી ત્રણ વર્ષ વાસી થઇ ગયું હોય છે. આવાં અસંગત પુસ્તકો માટે બીજી એક ભ્રમણા પ્રવર્તે છે કે જેમ પુસ્તકો વધુ કદાવર તેમ તેઓ વધુ સત્ય રજૂ કરે છે. આમ દરેક નિષ્ણાત અને અતિ નિષ્ણાતના નાના નાના મુદ્દાઓ પર લખાયેલ પ્રચંડકાય પુસ્તકોનો તોટો નથી. આગલી આવૃત્તિમાં છાશવારે આમ તેમ ફેરફારો કરી નવી આવૃત્તિ કાઢવામાં આવે છે. બધા જ છેવટની આવૃત્તિ વસાવવાનો આગ્રહ રાખે છે અને જૂની આવૃત્તિઓ પસ્તી બની જાય છે. આજે એકાદ તબીબી પુસ્તકો વેચનાર નાનકડી દુકાનમાંથી વરસેદહાડે પચીસ ટન વજન થાય એટલાં પુસ્તકોને રદ્દીમાં વેચી દેવામાં આવે છે. તબીબી વિજ્ઞાન દર્દીઓને સાજા કરે છે કે નહીં એ મુદ્દો ચર્ચાસ્પદ છે પણ લીલુડી ધરતીને જરૂર ઉજાડે છે.
ઉપરોક્ત નિંદનીય પ્રવૃત્તિઓમાં દવા અને તબીબી સાધનો બનાવનારનો ફાળો નાનોસૂનો નથી. તેમના પ્રતિનિધિઓ એકે એક ડૉક્ટર, નર્સિંગ હોમ અને હોસ્પિટલોમાં ફરી વળે છે અને બધે દવા કે સાધન પરની જાણવા જેવી મહત્ત્વની માહિતી પૂરી પાડવાના નામે ઘણાં બધાં ચોપાનિયાંઓ વહેંચી પોતાની જાહેરાત કરે છે. આવાં ચોપાનિયાંઓ વાંચવાની કોઇને ફુરસદ હોતી નથી. એક સ્કોટિશ ડૉક્ટરે ટપાલમાં આવેલ દવાની જાહેરાતનાં ચોપાનિયાંઓ પાંચ વર્ષ ભેગાં કર્યાં. તેનો નિકાલ કરવા આઠ કચરા-ગાડીની જરૂર પડી.
અધૂરામાં પૂરું હવે આધુનિક માહિતી પ્રસારણમાં ક્રાંતિ સ્વરૂપે આવેલ શક્ષયિંક્ષિયિં અને ૂૂૂ એ તબીબી ક્ષેત્રમાં પગપેસારો કર્યો છે. જેને જે કંઇ તૂત સૂઝે એને માટે એ ચાંપ દબાવે છે અને પ્રિન્ટરમાંથી થોકડાના થોકડા ભરીને કાગળો છપાઇને બહાર પડે છે. અત્યારે તો આવી આધુનિક માહિતી મેળવવાની સામગ્રીનો બેફામ ઉપયોગ (દુરુપયોગ) કરવો એ પ્રગતિશીલ અને જ્ઞાની હોવાનું ચિન્હ છે. માહિતી પ્રસારણની ત્વરિતતાથી આખું જગત એક નાનકડું ગામડું તો બનતાં બનશે પણ કાગળનો વણછાજ્યો બગાડ કરવાથી ધરતીમાતા વેરાન નક્કી થઇ જશે
એકમાત્ર તબીબી વિજ્ઞાન આમાં દોષિત નથી. વકીલો, પત્રકારો અને અન્ય વૈજ્ઞાનિકો તો એ માટે વધુ જવાબદાર છે. પરંતુ તબીબોની એ વિશિષ્ટ ફરજ છે કે તેમણે પોતાને અને પોતાના ગ્રાહકો- રોગીઓને -તંદુરસ્ત રાખવાં હોય અને બીમારીમાંથી બચાવવાં હોય તો તેમણે પોતાનું અને રોગીઓનું ઘર - પૃથ્વી અને પૃથ્વીને પોષનાર સંજીવની- હરિયાળીને સાચવવા આ સત્યની કાળજી પોતાના ક્ષેત્ર પૂરતી સીમિત ન રાખતાં સમગ્ર જગતનાં વિવિધ ક્ષેત્રો સુધી પહોંચાડવી.
વિજ્ઞાનનું ક્ષેત્ર કેવળ સત્યની શોધ પૂરતું મર્યાદિત ન રહેતાં વ્યાપારનું ક્ષેત્ર બની ગયું છે.
તત્ત્વચિંતકોનું કહેવું છે કે આધુનિક શિક્ષણ કાર્ય કરતાં શીખવે છે પણ ચિંતન કરતાં નહીં. તબીબી ક્ષેત્રમાં રોગને થતો અટકાવવો અને થયા પછી એને જડમૂળથી નાબૂદ કરવો એ બંને પ્રવૃત્તિઓમાં ભલે પરિણામ નહીંવત્ હોય પણ પૈસો અઢળક છે. માટે જ આમ કરો ને તેમ કરો એમ ડૉક્ટરે કહેતા રહેવાનું અને દર્દીઓ પૈસા ભરતા રહેવાનું ચક્કર ચાલતું જ રહે છે.
દરેક નવી તપાસ અને દવા કે અન્ય ઉપચારની અકસીરતાનો પ્રયોગ પ્રાણી પર થાય છે. દેશભરમાં અને દુનિયાભરમાં દવાના વપરાશ પર નિયંત્રણ અને નજર રાખનાર ઋઉઅ જેવી સંસ્થાઓ એક નજીવી નાખી દેવા જેવી સૌંદર્ય પ્રસાધનની સામગ્રી હોય તેનો પણ પ્રથમ પ્રયોગ પ્રાણી પર કરવાનો આગ્રહ રાખે છે, જેથી એ દવા માણસ માટે નુકસાનકર્તા નથી એમ નક્કી કરી શકાય. આ માટે નિર્ધારિત સંખ્યામાં પ્રાણી પર પ્રયોગો (અને આપોઆપ સંહાર) થાય છે અને પછી જ એના વપરાશની પરવાનગી ઋઉઅ આપે છે. જોકે આ વધતા જતા તપાસ અને ઉપચારના ખેલ માટે દર્દીઓની પ્રયોગો, દવાઓ અને ડોક્ટરોમાં રહેલ અંધશ્રદ્ધા પણ એટલી જ જવાબદાર છે. ડોક્ટરોના હાથનાં કર્યાં દર્દીને હૈયે વાગે છે તેનો તાજેતરનો અહેવાલ બ્રિટિશ મેડિકલ જર્નલના ૧૯૯૭ના માસના અંકમાં છપાયેલ તંત્રીલેખમાં મળે છે. તેનું શીર્ષક છે જઇંઘઞકઉ ઠઊ જઈછઊઊગ ઋઘછ ઙછઘજઝઅઝઊ ઈઅગઈઊછ ?
શું આપણે પ્રોસ્ટેટ કેન્સરના વહેલા નિદાન માટે આમજનતાની પહેલેથી જ નિયમિત તપાસ કરતા રહેવું જોઇએ ? તંત્રી વુલ્ફ આ લેખમાં બળાપો કાઢે છે કે ઙજ્ઞિતફિંયિં પ્રસ્થિત ગ્રંથિના કેન્સરના નિદાન માટે કહેવાતા ઙજ્ઞિતફિંયિં જાયભશરશભ અક્ષશિંલયક્ષ (ઙજઅ) બહાર પાડ્યા પછી ખોટાં નિદાન, ખોટાં ઓપરેશન અને નિષ્ણાતોનો રાફડો ફાટ્યો છે. આ અગ્રલેખનો પહેલો અને છેલ્લો ફકરો ઘણું કહી જાય છે:
જ્યાં સુધી તમારી પાસે વજૂદ - પુરાવા ન હોય કે તમારી તપાસ દર્દનું વહેલું નિદાન ચોક્કસ કરી શકે છે, વહેલું નિદાન કરવાથી વ્યક્તિને નુકસાન કરતાં ફાયદો વધુ થાય છે, ત્યાં સુધી કોઇ પણ બીમારી માટે નિયમિત આગવી તપાસ કરતા રહેવું અયોગ્ય છે. પ્રોસ્ટેટ કેન્સરના વહેલા નિદાન માટેની આગવી નિયમિત તપાસ માટે આવો પુરાવો સાંપડ્યો છે.
ઝવય ઇંયફહવિં ઝયભવક્ષજ્ઞહજ્ઞલુ અતતયતતળયક્ષિં ાજ્ઞિલફિળળયનો અહેવાલ. અમેરિકાનો અનુભવ બ્રિટનને ફરી વાર એવું કરતો અટકાવશે. અમેરિકામાં ઙજ્ઞિતફિંયિં જાયભશરશભ અક્ષશિંલયક્ષ દ્વારા આમજનતાની આગવી નિયમિત તપાસ કરવામાં આવતાં તે કેન્સરના પ્રમાણની નોંધ એકદમ વધી ગઇ, બાયોપ્સી અને શસ્ત્રક્રિયા વડે પ્રોસ્ટેટને કાઢી નાખવાનો આંક એકદમ ઊંચો ચઢી ગયો. આને કારણે પ્રોસ્ટેટ કેન્સરના પ્રમાણનું ધોરણ પણ બદલાઇ ગયું જેથી હવે (અમેરિકા માટે) પ્રોસ્ટેટ કેન્સરના નિદાન માટે આગવી તપાસ બંધ કરવી પણ શક્ય નથી. બંધ કરવાથી કાનૂની અને નૈતિક પ્રશ્ર્નો ઊભા થશે. અમેરિકા જે રીતે આ પ્રશ્ર્નને હલ કરે છે તેનાથી મૃત્યુનો દર એટલો ઘટશે કે ઉપચારને કારણે ઊભાં થતાં દર્દોના પ્રમાણને એ આંટી લેશે કે નહીં એ જોવાનું રહ્યું. બ્રિટન સામે અત્યારે ઘણી અગત્યની તબીબી સમસ્યાઓ ઊભી છે જેથી, જ્યાં સુધી એવા ચોક્કસ પુરાવાનું પ્રમાણ ન મળે ત્યાં સુધી બ્રિટનની ઇંયફહવિં ભફયિ જુતયિંળ માં પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સરનું આગવું નિદાન કરવાનો કાર્યક્રમ બનાવવો કે ટકાવવો વાજબી નથી.
હાલમાં અશમતનું સંશોધનક્ષેત્ર સોનાની મરઘી છે, જે સંશોધન અને સંશોધકો માટે રોજ સોનાના ઇંડાં મૂકે છે. જેમ લાભ વધુ એમ લાલિયો વધુ લોટે તેનું દર્શન અશમત જભફળ નામના પુસ્તકમાં પ્રાપ્ય છે. ઇંઈંટ તપાસમાં આંધળી કમાણી છે. રજનીશ આશ્રમમાં પણ તમને દાખલ કરતાં પહેલાં તમારું મન કેટલું સ્વચ્છ કે મેલું છે તેના પર લક્ષ્ય ન આપતાં તમારું ઇંઈંટ શું છે તે સ્પષ્ટ જોવા માગે છે. તમે એ બાબત જો ગયલફશિંદય યિાજ્ઞિિં પ્રસ્તુત ન કરો અથવા ઙજ્ઞતશશિંદય યિાજ્ઞિિં હોય તો તમને આશ્રમના દ્વારેથી જ રામ રામ કરી દેવામાં આવે છે. જોકે વિશ્ર્વભરમાં જેના પર સંપૂર્ણ વિશ્રામ મૂકવામાં આવે છે એવી આ ઇંઈંટ તપાસ પર પ્રસિદ્ધ ડોક્ટરોનાં મંતવ્યો જોઇએ.
જીવાણુશાસ્ત્રના નિષ્ણાત સ્ટિફન લાન્કાનું માનવું છે કે આમજનતાને નીચેની બે હકીકતોથી ઇરાદાપૂર્વક વાકેફ કરાઇ નથી.
૧. ઇંઈંટ નું અસ્તિત્વ પુરવાર કરી શકે એવી કોઇ પણ ભરોસાપાત્ર તપાસ કફબજ્ઞફિજ્ઞિંિુ ઝયતિં - તબીબી ક્ષેત્રમાં શોધાઇ નથી.
૨ ઇંઈંટ ઙજ્ઞતશશિંદય હકારાત્મક ટેસ્ટ એટલે શું ? આ પ્રશ્ર્નનો જવાબ સંસ્થા પ્રમાણે બદલાય છે. જેમ લેબોરેટરીની તપાસ પદ્ધતિ બદલાય એમ તેના રિપોર્ટ અને તેના પરથી નીકળતું તારણ પણ બદલાય છે. દરેક લેબોરેટરી અને તપાસ કરતો પેથોલોજિસ્ટ પોતાની મરજી ઇંઈંટ મુજબ નું અર્થઘટન કરી રિપોર્ટમાં ઙજ્ઞતશશિંદય કે ગયલફશિંદય લખી શકે છે. એનું તારણ સાચું છે કે ખોટું એમ પુરવાર કરતું કોઇ ધારાધોરણ કે નિયમન આખી દુનિયામાં ક્યાંય છે જ નહીં.
ઊહયક્ષશ ઊહયાીહજ્ઞીત - એલિની ઇલિયોપ્સુલસ રોયલ પર્થ હોસ્પિટલના બાયોફિઝિસ્ટનું કહેવું છે કે ઇંઈંટ ઙજ્ઞતશશિંદય નું લેબલ જે વ્યક્તિના રિપોર્ટમાં લગાડી દેવામાં આવે છે તેને અચૂક અશમત ની બીમારી લાગુ પડી છે કે ભવિષ્યમાં લાગુ પડશે એમ કહેવા માટે કોઇ પુરાવો છે નહીં, જાગ્રત તબીબોએ ઇંઈંટ થી અશમત થાય છે એ ભ્રમને જોરશોરથી પડકારવો જોઇએ.
વિખ્યાત પેથોલોજિસ્ટ કોન્સસ્ટાન્સ નોકસનું કહેવું છે કે ઇંઈંટ અને અશમત વચ્ચે કારણ અને પરિણામનો સંબંધ નથી.
ગારેથ જેમ્સનું કહેવું છે કે અશમત થવાનાં કારણો, એની તપાસની પદ્ધતિઓ, એને થતો રોકવા માટે અપાતી વેક્સિનો તથા તેના ઉપચાર માટે આપવામાં આવતી ઔષધિઓ એ બધું જ એક મોટું જુઠ્ઠાણું છે. અસત્યને ટકાવવાનું એક કાવતરું છે, એક વ્યવસ્થિત કૌભાંડ સિવાય બીજું કંઇ નથી.
તબીબી ક્ષેત્રનું ઔદ્યોગીકરણ માત્ર આ બે રોગ પૂરતું સીમિત નથી. સેંકડો રોગો અને તેને માટે કરાતી હજારો તપાસોના તાણાવાણામાં નફાનો કીડો સળવળે છે. ખોટાં નિદાન અને અનુચિત સારવાર આપવામાં આવે છે. આ બધી ધંધાદારી પ્રવૃત્તિઓમાં પ્રમાણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અમેરિકામાં આ ધંધાદારી વૃત્તિની શરૂઆત થઇ અને હવે માહિતી પ્રસારણનાં માધ્યમો દુનિયાભરમાં પ્રસરતાં આ વૃત્તિ પણ દુનિયાના બધા દેશોમાં પ્રસરી રહી છે. તબીબી ક્ષેત્રે પોતાની વિકૃત વિચારસરણી આ રીતે વિકસાવી ન હોત તો કરોડો પ્રાણીઓ જીવતાં હોત, ખોટાં તારણો નીકળ્યાં ન હોત, બુદ્ધિ ભ્રષ્ટ ન થવાથી કરોડો માણસો હાનિકારક તપાસ અને ઉપચારમાંથી ઊગરી જાત. માણસ પોતાનો સ્વાર્થ સાધવા શું કરી રહ્યો છે એ માટે જાગ્રત થવાની જરૂર છે. તબીબી ક્ષેત્રના ઉપચાર ક્ષેત્રે માનવજાતને તન, મન અને ધનથી ઘણો ધક્કો પહોંચાડ્યો છે. સ્પોડિક નામના આગેવાન હદય નિષ્ણાતનું કથન છે કે બાયપાસ અને એન્જિયોપ્લાસ્ટી બંને લેબોરેટરીમાં લાધેલ અસત્યને માનવજગતમાં સત્ય તરીકે પીરસવાનો મિથ્યા પ્રયત્ન છે. જુલાઇ ૧૯૯૭ના બ્રિટિશ મેડિકલ જર્નલમાં એન્જિયોપ્લાસ્ટી માટે કહ્યું છે : એક વાર એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી હદયની ધમનીઓ - કોરોનરીનું મુખ ફરી વાર ત્રીસ ટકા લોકોમાં સંકોચાઇ જાય છે. આવા પરિણામમાં સુધારો કરવા એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી ધમનીમાં મૂકેલા કેથેટરથી જ ક્ષ-કિરણો આપવામાં આવે છે. આમ કરવા માટે ક્ષ-કિરણો ધમનીની આંતરત્વચાના કોષોને ફરીથી વિભાજિત અને વિકસિત થવાની ઓછી તક આપશે એ માન્યતા પર આધાર રખાયો છે. અત્યાર સુધીના આ પ્રયોગોનાં પરિણામો પ્રોત્સાહક નથી. તો પણ ઘણા હદય નિષ્ણાતો આ નવી રીતિને આશાસ્પદ માને છે. સર્વસ્વીકૃત હકીકત છે કે ક્ષ-કિરણના વપરાશથી હદયની ધમનીઓ- કોરોનરીની દીવાલો જાડી થાય છે. તેમનાં મોઢાં સંકોચાતાં જાય છે. આ વાસ્તવિકતાનો અનાદર કરી એન્જિયોપ્લાસ્ટીથી વિકૃત કોરોનરી પર ક્ષ-કિરણોનો મારો કરવા તૈયાર થાય છે. આ મારથી પણ ધમનીઓનાં મોઢાં ખૂલ્યાં નથી. તે છતાં પણ ઉપરોક્ત લખાણમાં આશાસ્પદ એમ કહેવામાં આવ્યું છે. આમાં બુદ્ધિએ દેવાળું કાઢ્યું છે એમ કહેવા કરતાં પૈસો બોલે છે એમ કહેવું પણ ઉચિત ગણાશે.
વિજ્ઞાનના પાયા પોકળ છે અને આથી જ એમાં ધંધાદારીનો સડો પેસી ગયો છે. આને ટકાવી રાખવા જેને સ્પર્શે તે સોનું થઇ જાય એવા મિડાસ રાજાનાં કપડાં વણનાર વણકરે જેમ અસ્તિત્વ ન ધરાવતું કાંતણ ચાલુ જ રાખ્યું એમ ધંધાદારી વૈજ્ઞાનિકો, નિત્ય વાણિયા વાણિયા ફેરવી તોળ એમ પોતાનાં સંશોધન કર્યે જ રાખે છે અને એનાં તારણોને બદલતા રહે છે. અંગ્રેજીમાં કહેવત છે કે ઝવય ળજ્ઞયિ શિં ભવફક્ષલયત , વિંય ળજ્ઞયિ શિં યિળફશક્ષત વિંય તફળય - જે જેટલું વધારે બદલાતું રહે છે એ એટલું વધારે એમનું એમ રહે છે. તબીબી ક્ષેત્ર છાશવારે જાહેર માધ્યમો અને સંમેલનો દ્વારા પ્રગતિ કર્યાની જાહેરાત કરતું રહે છે.
No comments:
Post a Comment