23-10-2016
પુરાણોમાં અને વાલ્મીકિ રામાયણમાં કથા છે કે રાવણના નાના ભાઈ કુબેરે વિમાન બનાવેલું. કુબેર લિઓનાર્ડો-દ-વીંચી જેવો સ્થપતિ અને એન્જિનિયર હતો. રાવણે તેના ભાઈ કુબેર પાસેથી વિમાન પડાવી લીધું એમ કહીને કે તેને વિમાનનું શું કામ છે. એ વિમાનમાં રાવણે સીતાજીનું હરણ કરેલું. રામ-રાવણની લડાઈમાં રામે લંકાને જીતી રાજ્ય રાવણના નાના ભાઈ વિભીષણને આપી દીધું. એટલે રાવણનું વિમાન પણ વિભીષણ પાસે ગયું
હવે રામનો ૧૪ વર્ષનો વનવાસ પૂરો થયો હતો એટલે રામ-લક્ષ્મણ અને સીતા અયોધ્યા પાછાં ફરવાની તૈયારી કરી રહ્યાં હતાં. ત્યારે વિભીષણે રામને કહ્યું કે તમારો ૧૪ વર્ષનો વનવાસ તો પગપાળા ગયો પણ હવે પગે ચાલીને છેક અયોધ્યા પહોંચવું તે બરાબર નથી. તે ઘણો સમય લેશે. આપ અમારા વિમાનમાં અયોધ્યા પાછા ફરો. આ વાતને ધ્યાનમાં લઈને રામ રાવણના વિમાનમાં અયોધ્યા પાછા ફરવા સહમત થયા.
કુબેરે બનાવેલું રાવણનું વિમાન એવું હતું કે તેમાં જેટલા માણસોને બેસવું હોય તેટલું તે મોટું થાય. તેથી તેમાં રામ - લક્ષ્મણ - સીતા - હનુમાનજી - સુગ્રીવ - વિભીષણ બેઠાં. તો આપણને પ્રશ્ર્ન થાય કે શું આવું વિમાન બની શકે ખરું? આજે નાસાના અને રશિયાના વિજ્ઞાનીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એવાં મોડ્યુલ બનાવવાનાં છે જેમાં જેટલા આકાશવીરોને રહેવું હોય તેટલા રહી શકે, તે એટલું મોટું થાય. ફુગ્ગા (બલૂન)ની માફક તે મોટું પણ થાય અને નાનું પણ થાય. આ વાત પરથી લાગે છે કે કદાચ કુબેરે એવું વિમાન બનાવ્યું હોય પણ ખરું.
કુબેર-રાવણના વિમાનમાં રામ-લક્ષ્મણ-સીતા અને તેમનો કાફલો અયોધ્યા જતાં હતાં ત્યારે નીચે કેરળ પસાર થતું હતું. ત્યારે રામે સીતાજીને કહ્યું, સીતે નીચે જો સુન્દર કેરળ પસાર થઈ રહ્યું છે. પ્રદેશની હરિયાળી, નાળિયેરનાં વૃક્ષો, ગીચ નાળિયેરનાં જંગલો, નદીકિનારે ઊગેલાં નાળિયેર અને ખેતરો કેટલાં બધાં સુંદર છે. એમ કરીને રામે રસ્તે સીતા પાસે પૂરા કેરળનું વર્ણન કર્યું છે. આ વર્ણન વાલ્મીકિ રામાયણમાં છે. આ વાત અમને લબ્ધપ્રતિષ્ઠ અને વયોવૃદ્ધ વિજ્ઞાની પીસારોટીએ વાલ્મીકિ રામાયણના શ્ર્લોકો સહિત કહી હતી. પીસારોટી અમદાવાદની ફિઝિકલ લેબોરેટરીમાં વિક્રમ સારાભાઈ સાથે નિવૃત્તિવયમાં એમેરિટ્સ પ્રોફેસર તરીકે કાર્યરત હતા. પીસારોટીનું કહેવું એમ હતું કે વાલ્મીકિએ કાં તો કેરળની યાત્રા કરી હોય તો આ શક્ય છે, પણ વાલ્મીકિ જે ઉત્તર ભારતમાં મૂળ ઉત્તરમાં રહેતા હતા એટલે તેમણે કેરળની યાત્રા કરી હોય તે શક્ય નથી, પણ વાલ્મીકિ રામાયણમાં કેરળનું તે વર્ણન તદ્દન સાચું અને વિસ્તૃત છે. માટે કહેવાનો હેતુ એ છે કે રામ હતા અને રામે રાવણના વિમાનમાં લંકાથી અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. પ્રોફેસર પીસારોટી જેવા લબ્ધપ્રતિષ્ઠ વયોવૃદ્ધ વિજ્ઞાની આ બાબતે કરેલા વિધાનમાં વજૂદ છે. પીસારોટી સંસ્કૃતના પણ મહાવિદ્વાન હતા.
ભારદ્વાજ ઋષિએ વિમાન વિષયે પૂરું વિમાનશાસ્ત્ર લખ્યું છે. તેનો બરાબર અભ્યાસ કરી એ શોધી કાઢવું જોઈએ કે ખરેખર વિમાનવિદ્યા આપણા પૂર્વજો પાસે હતી. જો વિમાનવિદ્યા આપણી પાસે હતી તો ભારદ્વાજ ઋષિના વિમાનશાસ્ત્રમાં ગુરુત્વાકર્ષણ વિષે વાત હોવી જોઈએ. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ગતિ કેમ પકડવી તે વિષે વાત હોવી જોઈએ. વિમાનમાં ઈંધણ કયું હતું તે વિષે પણ વાત હોવી જોઈએ. માત્ર મંત્રવિદ્યાથી બધું ચાલતું તેનો વિજ્ઞાન સ્વીકાર કરી શકે નહીં. મંત્રોમાં શું તેની ફોર્મ્યુલાઓ હતી જે આ બધાનો નિર્દેશ કરી શકે? પ્રાચીન ભારતીયો પાસે વિમાનવિદ્યા હતી તેવું લાગે છે, પણ વધારે સ્પષ્ટ સંશોધનની જરૂર છે.
રાવણની બીજી વાત, રાવણના સમયમાં પહાડોને પાંખો હતી. તેઓ અંતરીક્ષમાં ઊડતાં. ઊડતાં ઊડતાં રાવણની લંકાની નજીકમાં એક પહાડ પડ્યો, જેણે ભયંકર ખાનાખરાબી કરી. તેથી રાવણ ક્રોધિત થઈ ગયો અને તેણે બધા જ ઊડતા પહાડોની પાંખો કાપી નાખી. ત્યારથી પહાડો ઊડી શકતા નથી તો તર્ક લગાવીએ તો પ્રશ્ર્ન થાય કે શું ભૂતકાળમાં પહાડો ઊડતા હતા? આ માનવું શક્ય નથી, પણ હા, અંતરીક્ષમાં જે લઘુગ્રહો ફરે છે તે અંતરીક્ષમાં ઊડતા પહાડો જ કહેવાય. એમાંથી એકાદ લઘુગ્રહ કદાચ લંકાની નજીક પડ્યો હોય અને ત્યાં વિનાશ વેર્યો હોય તે શક્ય છે, અને પછી ઘણાં વર્ષો સુધી ત્યાં કોઈ લઘુગ્રહ પડ્યો નહીં હોય જેથી કથા થઈ ગઈ કે રાવણે બધા જ પહાડોની પાંખો કાપી નાખી તેથી પછીથી પહાડો ઊડતા નથી. કોઈ મોટો લઘુગ્રહ ક્યાંક પૃથ્વી પર પડે પછી સેંકડો વર્ષે પૃથ્વી પર એવો લઘુગ્રહ પડે. તે કાંઈ દર વર્ષે પૃથ્વી પર પડે નહીં, આ વાતને ટેકો આપતી બીજી કથા એવી છે કે જ્યારે પાંડવોને અશ્ર્વમેધ યજ્ઞ કરવો હતો ત્યારે તેમને સોનાની બહુ જરૂર હતી. તેથી કૃષ્ણ-અર્જુન અને ભીમ સોનું લેવા લંકા ગયા. લંકા પહોંચ્યા તો તેની બહાર એક તવા આકારનું સુન્દર તળાવ રસ્તામાં આવ્યું. આપણને ખબર છે કે ભીમ નહાવાનો ખૂબ શોખીન હતો. એ તળાવ જોઈ ભીમ કૃષ્ણ અને અર્જુનને કહ્યું તમે તારે મંદોદરી પાસે જાવ હું થોડા સમયમાં જ તળાવમાં સ્નાન કરી તમારી પાસે આવું છું. ભીમ તો તળાવમાં નહાવા પડ્યો. નાહીને પાણીમાંથી બહાર નીકળતાં તેને ખૂબ જ તકલીફ પડી, કારણ કે તળાવનો આકાર વિશાળ તવા જેવો હતો તેથી તળાવની દીવાલો ખૂબ જ ઢળેલી હતી. તે બહાર નીકળવા જાય અને લપસી પડતો હતો.
કૃષ્ણ અને અર્જુન મંદોદરી પાસે પહોંચ્યા અને કહ્યું કે યુધિષ્ઠિરને અશ્ર્વમેધ યજ્ઞ કરવો છે અને અમારે સોનાની જરૂર છે અમે ત્રણ હું કૃષ્ણ, આ અર્જુન અને ભીમ આપની પાસે સોનું માગવા આવ્યા છીએ. ત્યારે મંદોદરીએ કહ્યું કે મેં તો ભીમના પરાક્રમની ઘણી બધી વાતો સાંભળી છે તો ભીમ ક્યાં છે? કૃષ્ણે કહ્યું કે એ હમણાં જ આવે છે તે લંકાની બહાર તળાવમાં સ્નાન કરવા રોકાયો છે. ત્યારે મંદોદરીએ કહ્યું અરર, મારે હવે તેનું મોઢું જોવું નથી, કારણ કે તે તળાવ મારા દિયરની ખોપડીનું બનેલું છે માટે ભીમ અપવિત્ર થઈ ગયો ગણાય. એવું લાગે છે કે રાવણના સમયમાં જે લઘુગ્રહ (પહાડ) લંકાની નજીક પડ્યો હતો તેનો ઉલ્કાકુંડ બનેલો હતો. લઘુગ્રહ પૃથ્વી પર પડે ત્યારે તે તવા આકારનો ઉલ્કાકુંડ બનાવે છે. તેમાં પાણી ભરાઈ જાય ત્યારે તે તળાવ બનાવી દે છે. ભીમ તે ઉલ્કાકુંડ તળાવમાં સ્નાન કરવા પડ્યો હતો તેથી જ તવાકારની દીવાલો પરથી પાણીમાંથી બહાર નીકળતાં તેને ખૂબ જ મુસીબત પડી હતી.
પ્રશ્ર્ન એ છે કે શું કુંભકર્ણ એટલો મોટો હતો કે તેની ખોપડી તળાવ જેટલી વિશાળ હોય? આમ માનવું શક્ય નથી, પણ લોકોએ એ કથા બનાવી દીધી હશે. તેમ છતાં એ વાતમાં વજૂદ છે કે બંને કથા ભૂતકાળમાં લંકાની નજીકમાં એક પહાડ જેવડો લઘુગ્રહ પડ્યો હતો જેણે ઉલ્કાકુંડ બનાવ્યો હતો, તે વિષે નિર્દેશ કરે છે, જ્યારે લોકો કુદરતી ઘટનાને સમજી ન શકે ત્યારે આવી કથા બનાવી નાખે છે, પણ એ કથાનું સાચું અર્થઘટન કરીએ તો આપણને એ કુદરતી ઘટનાનું રહસ્ય સમજાય ખરું.
અમારા ગામ હળવદ પાસે કેદારનાથનો ધરો હતો. હવે તે વિસ્તૃત બ્રાહ્મણી ડેમના પાણીની નીચે આવી ગયો છે. એમ મનાતું કે તેમાં એટલું પાણી હતું જે રાજકોટમાં પાણીની તંગી હોય તો પૂરા રાજકોટને પાણી પૂરું પાડી શકે. તે પાતાળિયો ધરો હતો. કેદારનાથના ધરાની કથા એવી છે કે પાંડવો વનવાસમાં ફરતાં ફરતાં ત્યાં આવ્યા હતા. ત્યાં કુંતામાતાને પાણીની સખત તરસ લાગી. ત્યારે અર્જુને તીર મારી પાતાળમાંથી પાણી કાઢ્યું હતું અને કુંતામાતાને પીવડાવ્યું હતું અને પછી ત્યાં કેદારનાથ શંકર ભગવાનની સ્થાપના કરી પાણીનો અભિષેક કર્યો હતો. કેદારનાથના ધરાની નજીકમાં સુન્દરીભવાની નામનું સ્થળ છે ત્યાં પાંચ પાંડવો, દ્રૌપદી અને કુંતામાતાની મૂર્તિઓ છે અને એવા બીજા પાંડવોનાં રાંધવાનાં સાધનો વગેરે છે. એ બધો પાંચાંલ દેશ ગણાય છે.
કેદારનાથના ધરાના અસ્તિત્વ વિષે કહી શકાય કે ત્યાં બાણની માફક આવેલ લઘુગ્રહ પડ્યો હતો જેણે પાતાળ ફોડી નાખ્યું હતું અને ધરો બનાવી દીધો હતો, જેમાંથી પાંડવોએ પાણી પીધું હતું. બાકી બાણ મારી પાણી કાઢવું કે ભીષ્મપિતામહને પાણી પાવા અર્જુને ત્યાં બાણ મારી ગંગાનું અવતરણ કર્યું તેવી વાતો વિજ્ઞાન સ્વીકારી શકે નહીં.
વચનામૃતમાં સ્વામીનારાયણ ભગવાન કહે છે કે કોઈ પણ રજકણના કોટીને કોટી કટકા કરો તો પણ તેમાં અંતરીક્ષ છે, એટલે કે તેમાં ડોકિયું કરી શકાય છે. અણુમાં ડોકિયું કરી શકાય છે એ વાત ખરેખર રસપ્રદ છે. સ્વામીનારાયણ ભગવાને આ વાત અઢારમી સદીમાં કરી હતી, જ્યારે વિજ્ઞાનીઓને અણુને ભાંગી શકાય છે તે વાતની ખબર ન હતી. આમ આપણા પ્રાચીન શાસ્ત્રો અને વિજ્ઞાનમાં અર્વાચીન વિજ્ઞાનનાં મૂળિયાં દેખાય છે.
હિમાલય પ્રદેશના ડેલહાઉઝી અને ચંબાની નજીક ખજિયાર તળાવ છે. તે ખૂબ જ સુન્દર છે. તેને ભારતનું સ્વિટ્ઝરર્લેન્ડ કહે છે. એ તળાવનું નામ ખજિયાર - શેષનાગના નામ પરથી પડ્યું છે. તે પાતાળિયું તળાવ છે. એમાં જે વસ્તુ પડે તે અદૃશ્ય થઈ જાય એવી લોકોની માન્યતા હતી. લેખક અને હિમાલયના વિજ્ઞાની ડૉ. એસ. એસ. ચંદેલે ત્યાં સંશોધન કરી દર્શાવ્યું છે કે તે તળાવ વધુમાં વધુ ૩૦ ફૂટ જ ઊંડું છે. નાવમાં બેસી વજન સાથે એક હજાર મીટરની રસ્સીની મદદથી જગ્યાએ જગ્યાએ અમોએ ખજિયાર તળાવની ઊંડાઈ માપી હતી. ખજિયાર લેકનો તવા જેવો આકાર દર્શાવે છે કે તે ઉલ્કાકુંડ છે. ત્યાં ૧૫૦ ફૂટની ઉલ્કા પડી હતી જેણે એ ઉલ્કાકુંડ બનાવ્યો હતો. તેના કેન્દ્રમાં એ ઉલ્કાના પાષાણ હોવા જોઈએ. લોકો માનતા શેષનાગ તે તળાવમાં થઈને પાતાળમાં જાય છે અને કોઈ કોઈ વાર બહાર આવે છે. હવે લોકોને જાણ થઈ છે કે ખજિયાર લેક પાતાળિયું નથી. તે માત્ર ૩૦ ફૂટ જ ઊંડું છે. તેમાં દલદલ ખૂબ જ છે. તેથી તેમાં કોઈ પડે તો તે દલદલમાં ગાયબ થઈ શકે છે. દલદલ કદાચ દશ-વીસ ફૂટ હોય. હવે લોકોમાંથી ખજિયાર પાતાળિયું છે તેનો ડર ચાલ્યો ગયો છે.
અજીયાર ઉલ્કાકુંડ બનાવનાર લઘુગ્રહના અવશેષો અમે શોધ્યા નથી ૪૦-૪૫ લાખ રૂપિયા મળે તો તેના અવશેષો પણ ડ્રિલિંગ કરી મેળવી શકાય ખરા. હવે લોકો પણ માનતા થયા છે કે તે સુન્દર ઉલ્કાકુંડ છે. હવે આ ઉલ્કાકુંડ સુકાઈ ગયો છે તે તળાવ રહ્યું નથી. તેથી ઉલ્કાપાષાણ મેળવવાનું સરળ બની ગયું છે, પણ સંશોધન માટે નાણાં ક્યાંથી લાવવા તે પ્રશ્ર્ન છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=238177

No comments:
Post a Comment