પહેલાં એમ મનાતું કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે. કોપરનિકસ, ગેલેલિયો વગેરેએ સાબિત કર્યું કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે, નહીં કે પૃથ્વી. ગેલેલિયોએ આકાશગંગાના પટ્ટા તરફ દૂરબીન તાક્યું તો તેને ખબર પડી કે આકાશગંગાનો દૂધિયો પટ્ટો હકીકતમાં લાખો, કરોડો તારાનો સમૂહ છે. આપણે રાતે જે બધા તારા જોઇએ છીએ તે બધાં જ આપણી આકાશગંગાના સભ્યો છે. તેથી એમ મનાતું કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને સૂર્ય આકાશગંગાના કેન્દ્રમાં છે અને બ્રહ્માંડ એટલે ધરતી અને તેની ઉપર આકાશગંગાનો તારા ભરેલો ચંદરવો.
વિલિયમ હર્ષલે પ્રથમવાર આકાશગંગાનો આકાર જાણવાનો પ્રયત્ન કર્યો અને તેનું ચિત્ર ખડું કર્યું. પછી બીજા આકાશનિરીક્ષકોએ જોયું કે રાત્રિ આકાશમાં તારા વચ્ચે જે ધાબા દેખાય છે તે હકીકતમાં આકાશગંગા જેવી બીજી મંદાકિનીઓ જ છે. આકાશગંગા બ્રહ્માંડના કેન્દ્રમાં છે તે વાત ખોટી સાબિત થઇ. તેમ છતાં સૂર્ય આકાશગંગાના કેન્દ્રમાં છે તેમ વિજ્ઞાનીઓ માનતા રહ્યા હતા. વીસમી સદીના વીસના દાયકામાં અમેરિકી ખગોળવિદ એડવીન હબલે મંદાકિનીઓનો અભ્યાસ કરી એ સાબિત કર્યું કે મંદાકિનીઓ એકબીજાથી દૂર ભાગે છે અને આપણું વિશ્ર્વ વિસ્તૃત થતું જાય છે. બ્રહ્માંડની વિચિત્રતા એ છે કે પૃથ્વી પર આપણે ગમે ત્યાં ઊભા રહીએ આપણને લાગે કે આપણે બ્રહ્માંડના કેન્દ્રમાં છીએ. તે જ રીતે ગમે તે ગેલેક્સીમાં જઇને જોઇએ તો લાગે કે તે ગેલેક્સી બ્રહ્માંડના કેન્દ્રમાં છે. એટલે કે પૃથ્વી પરનું દરેક બિન્દુ કે બ્રહ્માંડની દરેક મંદાકિની બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને પૃથ્વી પરનું કોઇ પણ બિન્દુ કે બ્રહ્માંડની કોઇ પણ ગેલેક્સી બ્રહ્માંડના કેન્દ્રમાં નથી. આ ઉપરથી આપણને એક સુંદર મેસેજ (સંદેશો)મળે છે કે બ્રહ્માંડની કોઇ પણ વસ્તુ કે માનવી બ્રહ્માંડ માટે કેન્દ્ર સ્થાને છે, ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, સાથે સાથે બ્રહ્માંડને, કુદરતને માટે કોઇ પણ મહત્ત્વનું નથી. માટે આપણે અભિમાન કરવાની જરૂર નથી તેમ છતાં આપણે એ માનવું જરૂરી છે કે બ્રહ્માંડ માટે હકીકતમાં આપણે મહત્ત્વના છીએ. આજથી ૫૦૦ વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ બહુ સરસ ગાયું હતું કે હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે. એટલે કે ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને તે એમ માને કે હું જ ગાડાને ચલાવું છું. તેવી હાસ્યાસ્પદ આપણી બ્રહ્માંડમાં સ્થિતિ છે.
વીસમી સદીના ત્રીસના દાયકામાં અમેરિકી ખગોળવિદ હર્લો શેપ્લેએ બ્રહ્માંડમાં આપણી મંદાકિનીની આસપાસ પરિક્રમા કરતા તારકગુચ્છો (ગ્લોબ્યુલર કલસ્ટર)ના ડિસ્ટ્રિબ્યુશનનો અભ્યાસ કરી દર્શાવ્યું કે પૃથ્વી પરથી આકાશગંગાને અને તેની પરિક્રમા કરતાં તારકગુચ્છોનો અભ્યાસ દર્શાવે છે કે એ દિશામાં ઘણા બધા તારકગુચ્છો છે, જ્યારે તેની વિરુદ્ધ દિશામાં બહુ ઓછા તારકગુચ્છો છે. એ દર્શાવે છે કે આપણો સૂર્ય મંદાકિનીના કેન્દ્રમાં નથી. જો તે મંદાકિનીના કેન્દ્રમાં હોય તો સૂર્યમાળા ફરતે આ તારકગુચ્છો સરખી રીતે વિખરાયેલાં દેખાવા જોઇએ, શેપ્લેએ પછી કહ્યું કે આપણો સૂર્ય આકાશગંગા મંદાકિનીના કેન્દ્રથી ૩૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે. આમ સૂર્યે તેની કેન્દ્રીય ગાડી ખોઇ નાખી. તેમ છતાં તે સૂર્યમાળાના કેન્દ્રમાં તો છે જ. આપણા મનીષીઓએ કહ્યું છે કે ધ્યેય : સદા સવિતુ: મંડલ
મધ્યવર્તી/અર્થાત સૂર્યમંડળના કેદ્રમાં છે તેવા સૂર્યનું ધ્યાન ધરો.
એ જ દાયકામાં ડચ ખગોળવિજ્ઞાની હેન્ડ્રિક ઉર્ટે દર્શાવ્યું કે આપણી આકાશગંગા તેની ધરી પર ગોળ ગોળ ફરે છે. તેની ધરી પર ફરતાં એક અબજ વર્ષ લાગે છે.
એ જ અરસામાં ભારતીય ખગોળવિજ્ઞાની સુબ્રમણ્યમ ચંદ્રશેખરે દર્શાવ્યું કે સૂર્ય જેવા તારામાં જ્યારે કેન્દ્રીય અણુક્રિયા લગભગ મંદ પડી જાય ત્યારે તે ૧૪ લાખ કિલોમીટરના વ્યાસમાંથી ૧૪ હજાર કિલોમીટર વ્યાસનો પ્રકાશ નહીં દે તો શ્ર્વેતવામન તારો બની જાય છે. પણ આવા તારાનું અસ્તિત્વ ત્યારે જાણમાં ન હતું, પણ વ્યાધનો યુગ્મ તારો ઘણો ભારે તારો છે તે ૧૮૪૬માં બેસલ નામના ખગોળવિદે કહેલું. એ જ તે ચંદ્રશેખરનો શ્ર્વેતવામન તારો નીકળ્યો. વ્યાધની નજીકનો પ્રશ્ર્વા તારાનો મિત્ર તારો પણ ચંદ્રશેખરનો શ્ર્વેતવામન તારો નીકળ્યો.
૧૯૩૯ના વર્ષે રોબર્ટ ઓપનહાઇમર અને તેમના વિદ્યાર્થીઓએ સૂર્ય કરતાં ચાર પાંચ ગણા વજનદાર તારાના ગર્ભભાગમાં જ્યારે આણ્વિક ઇંધણ ખતમ થવા આવે ત્યારે તે તારો કેવી રીતે શાંત થાય તેની થીઅરી આપી. આ તારાને ન્યુટ્રોન તારો અથવા પલ્સાર કહે છે. તે ૧૯૩૩માં શોધાયો. તેનો પહેલો અહેસાસ બ્રિટિશવિજ્ઞાની હ્યુઇશની વિદ્યાર્થિની જોસલીન બેલે કર્યો અને તેની સમજ હ્યુઇશે આપી.
સૂર્ય કરતાં દસ-પંદર ગણા કે તેથી વધારે ભારે તારાના ગર્ભભાગમાં આણ્વિક ઇંધણ ખૂટે ત્યારે તેમાં જબ્બર ગુરુત્વીયપતન થાય છે જે ચાલુ જ રહે છે અને તેની સપાટી પર પલાયનગતિ પ્રકાશની ગતિ હોય છે. માટે તે દેખાતા નથી અને તેનું ગુરુત્વાકર્ષણ પણ અતિ ભયંકર હોય છે. તેથી તેને બ્લેક હોલ કહે છે. વીસમી સદીના સિત્તેરના દાયકામાં બ્લેક હોલ આપણી સમક્ષ આવ્યા.
બ્રહ્માંડમાં એવા તારા છે જે અબજો પ્રકાશવર્ષ દૂર છે પણ ઝળહળતા પ્રકાશે છે. તે હકીકતમાં શું છે તેની ખબર નથી. તેને કેવેઝાર કહેવામાં આવ્યા છે. ખગોળવિજ્ઞાનીઓ કહે છે કે તે કદાચ ગેલેક્સી નાં કેન્દ્રો હોય, જે આટલા બધા દૂર છે, તેમ છતાં નજરે ચઢે છે.
બ્રહ્માંડમાં વિશાળ ખાલી જગ્યાઓ છે. વિશાળ અતિવિશાળ તારાગુચ્છોના સમૂહો છે. સૂર્યને મંદાકિનીના કેન્દ્રને ચક્કર મારી લેતા લગભગ ૨૫ કરોડ વર્ષ લાગે છે. મંદાકિનીઓની ફરતે સેટેલાઇટ ગેલેક્સીઓ ચક્કર મારે છે. અમુક ગેલેક્સીઓની ફરતે પણ વલયો છે. આપણું દૃશ્યવિશ્ર્વ સીમિત છે ૧૩.૬ અબજ પ્રકાશ વર્ષની ત્રિજ્યાવાળું.
હાલ સુધીમાં ૩૦૦૦થી વધારે સૂર્યમાળાની બહાર બીજા તારાની પરિક્રમા કરતા ગ્રહો શોધાયા છે. વિજ્ઞાનીઓ માને છે કે બ્રહ્માંડમાં બીજી કેટલીયે જગ્યાએ જીવન હોવાની શક્યતા છે. આઇન્સ્ટાઇને જેની આગાહી સો વર્ષ પહેલાં કરી હતી તે ગુરુત્વાકર્ષણના તરંગો શોધાઇ ચૂક્યા છે.
બ્રહ્માંડનો અભ્યાસ કરતાં લાગે છે કે આપણું બ્રહ્માંડ હંમેશને માટે વિસ્તૃત થયા કરશે. આપણે એવર એક્સપાંડિંગ યુનિવર્સ (ever expanding universe )માં જીવી રહ્યા છીએ.
સૂર્ય માળામાં લાગ્રાજંબિન્દુએ લઘુગ્રહો મળ્યા છે. ભરવાડ-ઉપગ્રહો shaphard satellites શોધાયાં છે. બ્રહ્માંડ પોતે જ ગ્રેવીટેશનલ સેન્સ છે, જે મંદાકિનીઓ અને કવેઝારનાં કેટલાંય પ્રતિબિંબો દૃશ્યમાન કરે છે. બ્રહ્માંડ વિષે ન સમજાય એવી વાત એ છે કે તે સમજી શકાય તેવું છે અને જેટલું વિચિત્ર તે દેખાય છે તેના કરતાં પણ તે વધારે વિચિત્ર છે. શું આપણે કદીયે તેનો પાર પામી શકીશું? આ બ્રહ્માંડમાં આપણે માત્ર આપણો અને બધી વસ્તુઓનો ભૂતકાળ જ જોઇએ છીએ. બ્રહ્માંડની વિચિત્રતા એ છે કે બ્રહ્માંડમાં બનેલો એક પ્રસંગ એક જગ્યાએ ભૂતકાળ છે તો બીજી જગ્યાએ વર્તમાનકાળ છે તો ત્રીજી જગ્યાએ ભવિષ્યકાળ છે. બ્રહ્માંડમાં બનેલ દરેક પ્રસંગ (ઘટના) કદી પણ નાશ પામતી નથી. બ્રહ્માંડ વિષે આના કરતાં વધારે વિચિત્ર શું હોઇ શકે? બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. બ્રહ્માંડમાં મંદાકિનીનું સ્થાન કણ સમાન છે, જેમાં મોટા મોટા ૫૦૦ કે ૧૦૦૦, ૨૦૦૦ તારા હોય છે અને બે તારા વચ્ચે સરાસરી અંતર ૪૫૦૦ અબજ કિલોમીટરનું હોય છે. મંદાકિનીમાં તારાનું સ્થાન કણ સમાન છે જેની સાઇઝ ૧૫, ૨૦, ૨૫ કે ૫૦ લાખ કિલોમીટર હોય છે. તેમ છતાં આ વિશાળ વિશ્ર્વમાં જીવન ન હોય તો તેને જોનાર કોણ, તેના અસ્તિત્વનો અર્થ શું? જંગલમાં મોર નાચે પણ તેને જોનાર કોઇ ન હોય તો તેનો અર્થ શું? જંગલમાં ખૂબ સુંદર અને સુગંધિત પુષ્પો ઊગે અને તેમને જોનાર કોઇ ન હોય તો તેનો અર્થ શું? જેમ બ્રહ્માંડ આપણા માટે અગત્યનું છે તેમ આપણે બ્રહ્માંડ માટે એટલા જ અગત્યના છીએ.
બ્રહ્માંડમાં મંદાકિની ૨૦ અબજ વર્ષ જીવે. તેની સાઇઝ ૩ લાખ પ્રકાશવર્ષની ‘એક પ્રકાશવર્ષ એટલે ૧૦,૦૦૦ અબજ કિલોમીટર.) તારા ૧૦ અબજ વર્ષ જીવે. તેની સાઇઝ ૧૫ લાખ કિલોમીટરથી ૧૫૦ કે ૧૫૦૦ લાખ કિલોમીટર. આપણે છ ફૂટના લગભગ ૧૦૦ વર્ષ જીવીએ. સૂક્ષ્મજીવો એકાદ સેક્ધડ જીવે. આ સ્કેલ બ્રહ્માંડમાં છે - દરેકેદરેક સ્કેલ અગત્યનો છે અને કોઇ પણ સ્કેલ અગત્યનો નથી.

No comments:
Post a Comment