લોકોમાં બહુ ચર્ચા ચાલે છે કે ઈશ્ર્વર છે કે નહીં. ઘણા ખરા લોકો ઈશ્ર્વરમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને માને છે કે ઈશ્ર્વર છે. મહાન સંતો ઈશ્ર્વરમાં માને છે. જે લોકો ઈશ્ર્વરમાં માને છે તેની શ્રદ્ધા ફળે છે પણ ખરી. ઘણા લોકો નિરીશ્ર્વરવાદી છે. તેઓ ઈશ્ર્વરમાં માનતા નથી. એક વસ્તુનું નિરીક્ષણ થયું છે કે ઈશ્ર્વરમાં માનનારા લોકો અયોગ્ય કરતા અટકે છે, જ્યારે જે લોકો ઈશ્ર્વરમાં માનતા નથી તેઓ નિરંકુશ થઈ જતા લાગે છે. જાણે કે તેઓ માર્ગમાં ભટકતા હોય.
એ વાત પણ એટલી જ સાચી છે કે કોઈએ પણ ઈશ્ર્વર જોયો નથી અને કોઈ ઈશ્ર્વરને બતાવી શકે તેમ નથી, પણ રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, મહર્ષિ અરવિંદ, શંકરાચાર્ય, મીરાં, નરસિંહ મહેતા, એકનાથ, જ્ઞાનદેવ જેવા મહર્ષિઓ જે ઈશ્ર્વરના સૂક્ષ્મરૂપને, જગતને પામી ગયાં છે તેઓને સર્વત્ર ઈશ્ર્વર દેખાય છે. માટે તેમને ઈશ્ર્વર શોધવાની જરૂર પડતી નથી.
વીસેક વર્ષ પહેલાં વિખ્યાત બ્રિટિશ ખગોળવિજ્ઞાની અને ઍસ્ટ્રોનૉમર રૉયલ માર્ટિન રિટ્ઝ મુંબઈ પધારેલા. તાતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં તેમનો ઈન્ટરવ્યુ લેવાયેલો ત્યારે પ્રૉફેસર નારલીકર, પ્રોફેસર ચિત્રે અને આ લેખક ત્યાં હાજર હતા. ઈન્ટરવ્યૂ લેનારે પ્રોફેસર રિટ્ઝને પ્રશ્ર્ન પૂછ્યો કે તમે ઈશ્ર્વરમાં માનો છો? ત્યારે રિટ્ઝે જવાબ આપેલો કે ઈશ્ર્વરમાં ન માનવા કરતાં માનવું સારું.
બ્રહ્માંડ અને ઈશ્ર્વરને સીધો સંબંધ છે. બ્રહ્માંડ જુઓ કે તરત જ તેનો કોઈ બનાવનાર છે કે નહીં? તેવો સવાલ ઊઠે. જો કે, આ સવાલનો જવાબ હજુ કોઈને મળ્યો નથી. મળશે કે કેમ એ પણ સવાલ છે. તેમ છતાં આપણે બ્રહ્માંડમાં તત્ત્વ જ્યારે જોઈએ છીએ ત્યારે લાગે કે જગ્યાએ જગ્યાએ એવું તત્ત્વ છે જેને જોઈને આપણને આશ્ર્ચર્ય થાય. શું આ તત્ત્વોને આપણે ઈશ્ર્વર ન કહી શકીએ? ઈશ્ર્વર કોણ છે? ઈશ્ર્વર એ છે કે જેના પર બ્રહ્માંડનું જીવન નિર્ભર હોય. ઈશ્ર્વરનાં ઘણાં રૂપો છે. લોકલ (સ્થાનિક) અને ગ્લોબલ (વૈશ્ર્વિક).
બાળકો માટે તેનાં માતા-પિતા ઈશ્ર્વર છે, ખાસ કરીને માતા. પૂરા બ્રહ્માંડમાં બાળક માટે માતાનું સ્વરૂપ એક જ છે, પછી તે સૂક્ષ્મજીવ હોય, પ્રાણી હોય, પંખી હોય કે માનવી. માતાનું સ્વરૂપ એક જ છે. માના સ્વરૂપમાં આપણને ઈશ્ર્વરના દર્શન થાય છે.
બીજું ઈશ્ર્વરનું સ્વરૂપ તે ભગવાન સૂર્યનારાયણ. સૂર્યને લીધે જ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયું છે અને હાલ સુધી ટક્યું છે. પંચમહાભૂતો ઈશ્ર્વરનાં જ સ્વરૂપ છે. જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ ને આકાશ આ પંચમહાભૂત છે જેણે બ્રહ્માંડમાં જીવન ઉત્પન્ન કર્યું છે. માટે જ વેદોમાં અગ્નિની પૂજા સાથે જ પ્રારંભ કરાયો છે.
આ અગ્નિ જ ઈશ્ર્વર છે, આ બ્રહ્માંડમાં અગ્નિ ક્યાં નથી? આ રૂમમાં અગ્નિ છે, આપણા પેટમાં અગ્નિ છે, રૂમની બહાર પણ અગ્નિ છે. તમને અહીં રૂમમાં અગ્નિજ્વાળાઓ દેખાતી નથી, પણ અહીં ઉષ્ણતામાન ર૦ અંશ સેલ્સિયસ છે, તે શું બતાવે છે? તે બતાવે છે કે અહીં અગ્નિ છે. ઊર્જા એ જ અગ્નિ. ઊર્જાથી જ બ્રહ્માંડ ચાલે છે. ઊર્જા જ બળોને ઉત્પન્ન કરે છે. ઊર્જા જ સર્વસ્વ છે. પૂરુું બ્રહ્માંડ અગ્નિનો ગોળો છે, ઊર્જાનો ગોળો છે. શું અગ્નિ (ઊર્જા)ને ઈશ્ર્વર ન કહી શકાય? પ્રકાશ અગ્નિનું જ સ્વરૂપ છે. ઊર્જાનું સ્વરૂપ છે. પ્રકાશ છે તો બ્રહ્માંડ આપણી નજરે ચઢે છે. હા, અહીં જોવા માટે આંખની જરૂર પડે છે, પણ તે એક સાધન છે. આંખ વગર પણ વિવિધરૂપે આપણે બ્રહ્માંડને જોઈ શકીએ છીએ.
ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે પ્રાણીના શરીરમાં જે અગ્નિ છે તે હું છું અને તેના વડે શ્ર્વાસોચ્છ્વાસ હું છું. હું વિવિધ પ્રકારના અન્નને પચાવું છું. આપણામાં ચાલતો શ્ર્વાસોચ્છ્વાસ તે અગ્નિ જ છે અને તે ઈશ્ર્વરનું સ્વરૂપ છે. શ્ર્વાસોચ્છ્વાસ બંધ થાય એટલે જીવનનો અંત આવી જાય. આપણું શરીર એટલે કે પ્રાણીમાત્રનું શરીર ખુદ જ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. તે જ બ્રહ્માંડનું મહાન આશ્ર્ચર્ય છે. તેનું બંધારણ જુઓ, મગજ કામ ન કરે. મગજનું કાર્ય ઈશ્ર્વરના સ્વરૂપને યાદ કરાવે છે.
સાઈબીરિયાના, ગેબીના કે રાજસ્થાનના રણમાં ઉનાળામાં ઉષ્ણતામાન પપ અંશ સેલ્સિયસ કે વધારે હોય છે. એન્ટાર્કટિકામાં ઉષ્ણતામાન ઓછા ૪૦ અંશ સેલ્સિયસ કે વધારે નીચું હોય છે. એન્ટાર્કટિકામાં વસતા માનવી કે જીવનને આપણે જો રાજસ્થાનના રણમાં લઈ આવીએ તો તે શું કહે? તેઓ કહે કે રાજસ્થાનના રણમાં લોકો બૉઈલરમાં રહે છે.
શનિના ઉપગ્રહ પર ઉષ્ણતામાન ઓછા ર૦૦ અંશ સેલ્સિયસ હોય છે. ત્યાં જો કોઈ જીવન હોય અને તેને એન્ટાર્કટિકા પર લઈ આવીએ તો તેઓ શું કહે? તેઓ કહે છે કે એન્ટાર્કટિકા પર માણસો બૉઈલરમાં રહે છે. પ્લુટોના ઉપગ્રહ પર ઉષ્ણતામાન ઓછા ર૪૦ અંશ સેલ્સિયસ હોય છે. તેના પર જો કોઈ જીવન હોય અને તેને શનિના ઉપગ્રહ પર લઈ આવીએ તો તેઓ શું કહે? તેઓ કહે કે શનિના ઉપગ્રહ પર માનવીઓ બૉઈલરમાં રહે છે. તો પ્રશ્ર્ન થાય કે બૉઈલર ક્યાં નથી? બધી જ જગ્યા બૉઈલર છે અને કોઈ પણ જગ્યા બૉઈલર નથી. બધે જ જીવન પાંગરે છે. આ વિચિત્રતામાં જ આપણને પ્રભુના દર્શન થઈ શકે છે.
બરફ કેટલો ઠંડો છે? થોડી સેક્ધડ પણ આપણે તેને હાથમાં પકડી શકીએ નહીં, પણ બરફ ઓછા ર૭૦ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન ધરાવતી વસ્તુના સંદર્ભે તે ઝળહળતો અગ્નિ છે. ઠંડું કેટલું ઠુંડું? ઓછા ર૭૩ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન એબ્સોલ્યૂટ ટેમ્પરેચર (Absolute Temperature) નિરપેક્ષ શૂન્યઅંશ ઉષ્ણતામાન છે. આ ઉષ્ણતામાનને આંબી શકાતું નથી, અને તેનાથી નીચું ઉષ્ણતામાન પણ સંભવી શકે નહીં. આ નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાન આપણને ઈશ્ર્વરનો ચહેરો દર્શાવે છે.
અગ્નિમાં કાંઈ પણ હોમો, લાડુ કે મડદું. તે ભેદભાવ વગર સ્વાહા કરી જાય છે. તે શું ઈશ્ર્વરનો ચહેરો બતાવતો નથી?
પ્રકાશ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. હવા કતલખાના પરથી આવે તો દુર્ગંધ મારે છે. પાણી ગંદગી પરથી આવે તો દૂષિત થાય છે. પણ પ્રકાશ જ્યાંથી પણ આવે, ક્યાંયથી પણ આવે તે દૂષિત થતો નથી. પ્રકાશ ઈશ્ર્વરનું સ્વરૂપ છે.
ચાર અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળું પાણી સૌથી ભારે છે અને તેથી તે તળિયે બેસી જાય છે. શિયાળામાં આ પાણી ઠંડીમાં જળચરોને જિવાડે છે, શું તે ઈશ્ર્વરનો કરુણાસભર ચહેરો નથી?
પ્રકાશની ઝડપને કોઈ આંબી શકતું નથી. તે ઈશ્ર્વરનો ઝડપી ચહેરો છે. નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાન ઈશ્ર્વરને ઠંડો ચહેરો છે. ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન પ્રભુનો કરુણામય ચહેરો છે. મા પ્રભુનો પ્રેમાળ ચહેરો છે. સૂર્ય પ્રભુનો ગરમ ચહેરો છે. ધરતીકંપ એ જ્વાળામુખી ઈશ્ર્વરનો ભયંકર ચહેરો છે. હકીકતમાં કોઈને ખબર નથી કે બ્રહ્માંડમાં જીવન કેવી રીતે ઉત્પન્ન થયું અને બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. તે ઈશ્ર્વરનો રહસ્યમય ચહેરો છે. ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી એ ઈશ્ર્વરનો કાળો ચહેરો છે. પ્રકાશ (અગ્નિ) ઈશ્ર્વરનો પ્રકાશિત ચહેરો છે. અણુ-પરમાણુ-ક્વાર્ટ્સ-હિગ્ઝબોઝોન જીન્સ DNA અને RNA ઈશ્ર્વરનો સૂક્ષ્માતિસૂક્ષ્મ ચહેરો છે. બ્રહ્માંડ ઈશ્ર્વરનો વિશાળ ચહેરો છે. અવાજ ઈશ્ર્વરનો સંગીતમય અથવા ઘોંઘાટિયો ચહેરો છે. વાદળો ઈશ્ર્વરનો વિહારી ચહેરો છે, નદીઓ પ્રવાહી ચહેરો છે. મહાસાગર ઈશ્ર્વરનો વિશિષ્ટ ચહેરો છે. ઘટાટૉપ કાળાં ડિબાંગ વાદળો અને તેની વચ્ચે ઝબૂકતી વીજળી ઈશ્ર્વરનો વિસ્મયકારક ચહેરો છે.
પૃથ્વી પર કે ગમે ત્યાં ઊભા હોઈએ તો આપણને લાગે કે આપણે વિશ્ર્વના કેન્દ્રમાં છીએ. તે ઈશ્ર્વરનો છેતરામણો ચહેરો છે. જે સંકેત કરે છે કે આપણે જ વિશ્ર્વનું કેન્દ્ર છીએ તેમ છતાં આપણે વિશ્ર્વમાં કાંઈ પણ નથી. વૃક્ષો ઈશ્ર્વરનો ઉદાર સંતનો ચહેરો છે. પહાડો ઈશ્ર્વરનો કઠણ ચહેરો છે. આમ બ્રહ્માંડમાં આપણે બધે જ ઈશ્ર્વરનો ચહેરો જોઈએ છીએ તેમ છતાં આપણને ઈશ્ર્વર મળતો નથી, ઈશ્ર્વર નથી, ઈશ્ર્વર નથી વગેરે બૂમો પાડતા રહીએ છીએ.

No comments:
Post a Comment