Saturday, September 14, 2013

વિદેશી બૅન્કમાં પડેલી થાપણોને પરત લાવો

કેન્દ્ર સરકારની કરન્ટ એકાઉન્ટની ખાધ ખાસ્સા પ્રમાણમાં વધી છે. આ માટે ઘણી બાબત જવાબદાર છે, પરંતુ પેટ્રોલ આયાતનું જંગી પ્રમાણ અને સોનાની આયાત એ બે મુદ્દા તેમાં મહત્ત્વના છે. સોનાની આયાત ઘણા કારણથી થાય છે, છતાં એમ કહી શકાય કે ભારતમાં સોનાનો સંગ્રહ પરંપરાગત રીતે થાય છે અને થતો રહ્યો છે.

સોનું-દાગીના-ઝવેરાત વગેરે જણસ બચત છે અને તેને સ્ત્રીધન ગણવામાં આવે છે, જ્યારે પતિને આર્થિક મુશ્કેલી પડે તે વખતે તેનો ઉપયોગ કરવા મહિલા વર્ગ તે આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની અનામત આર્થિક સધ્ધરતાની નિશાની ગણાય છે. આવે વખતે ભારત પર વધતી આર્થિક ભીંસ હળવી કરવા સોના પર કેન્દ્ર સરકારની નજર પડી હતી.

ભારતના હિન્દુ મંદિરો પાસે સોનાનો જથ્થો છે તેથી પહેલા તો ત્યાં પ્રયાસ કરવામાં આવ્યો. હિન્દુ મંદિરો પાસે સોનાનો જે જથ્થો છે તે સમાજનો છે તેને દેવદ્રવ્ય ગણવામાં આવે છે. તેના પર કોઈનો અધિકાર નથી. તેવે વખતે પોતાના જ કરતૂતોથી આર્થિક સંકટમાં આવેલી કેન્દ્ર સરકાર શા માટે આવી સંપત્તિ પર નજર નાખે છે?

ભૂતકાળમાં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ ટ્રસ્ટોની અબજો રૂપિયાની સંપત્તિ પર નિયંત્રણ લાદવામાં આવ્યા હતા. પ્રજાના હિત માટે કાર્ય કરતી સંસ્થાઓના વહીવટ પર દેખરેખ રાખવાને બહાને બે ટકા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવતો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં તેમને બરાબર ટિંગાડી દઈને કાયદો ઘડનારાઓને કાયદો બોમ્બે હાઈ કોર્ટ દ્વારા સમજાવવામાં આવ્યો છે!

વધારે પ્રમાણમાં આયાત અને ખાસ કરીને પેટ્રોલ - ડીઝલ પાછળ અઢળક વિદેશી મુદ્રાનો ખર્ચ થાય છે, પરંતુ આયાતો કેમ વધી? જવાબ મળે છે કે ખોટી નીતિઓની કારણે. તો પછી આવી ખોટી આર્થિક નીતિ કેમ બદલવામાં આવતી નથી? રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ દક્ષિણ ભારતના મંદિરો પાસે સોનાનો કેટલો જથ્થો છે તે જાણવા એક પત્ર લખ્યો છે.

વિકાસ કરવાના નેજા હેઠળ જે મૂળભૂત વ્યવસ્થા હતી તે તોડી નાખવામાં આવી છે અને હવે રઘવાયા થયા છે. ૧૯૫૦ સુધી ડીઝલ - પેટ્રોલની આયાત માત્ર રૂ. ૩૦ કરોડની પ્રતિ વર્ષ હતી. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ઈંધણ અને ઘરગથ્થુ ઊર્જા લગભગ નિ:શુલ્ક હતી. તે બાબતની સાથે ચેડાં થયા અને આજે હવે મંદિરોનું સોનું હડપ કરી જવા સુધી વાત પહોંચી છે.

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાને કયા મંદિર પાસે કેટલા પ્રમાણમાં સોનાનો જથ્થો છે તે જાણવાનો અધિકાર કઈ રીતે પ્રાપ્ત થયો છે? રિઝર્વ બૅન્કને આવો સરક્યુલર મોકલવાની પ્રેરણા કોણે આપી છે? દક્ષિણના મંદિરો જે ટ્રસ્ટ સંચાલિત છે તેમની પર કાર્યવાહી થયા બાદ વ્યક્તિગત સોનાનો સંગ્રહ ધરાવનાર સામે પણ આવી કાર્યવાહી થવાની પૂરી શક્યતા છે.

પ્રશ્ર્ન એ છે કે કેન્દ્ર સરકારની ખોટી નીતિને કારણે મંદિરોએ શા માટે સોના માટે કોઈ ખાતરી આપવી જોઈએ? છેલ્લાં ૫૦-૬૦ વર્ષથી માત્ર થીંગડા મારવાની આર્થિક નીતિ અમલી બની છે. પ્રજાને બેહાલ બનાવીને ભ્રષ્ટ રાજકારણીઓ અને લાંચિયા સરકારી અધિકારીઓએ તેમના નાણાં વિદેશી બૅન્કમાં જમા કરાવ્યા છે તે નાણાં પરત લાવવા કેમ કંઈ થતું નથી?

તિરૂપતિ બાલાજી મંદિર પાસે ૧૨૦૦ થી ૧૫૦૦ ટન સોનાનો જથ્થો હોવાની જાણકારી છે, જ્યારે સમગ્ર ભારતમાં જે સોનાનો જથ્થો છે તે ૩૦ થી ૩૫ હજાર ટનનો હોવાનો અંદાજ છે. રાજકારણીઓ પૈસા ઉડાવે અને દેવદ્રવ્ય તરીકે મંદિરોનું સોનું હડપ કરીને આયાત - નિકાસના આંકડાનો મેળ ત્યારપછી બેસાડવામાં આવે છ, પરંતુ આયાત ઓછી કરવા અને સરકારી ખર્ચા ઘટાડવા શું થયું છે?

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે આર્થિક બાબતો પરથી પક્કડ ગુમાવી છે. ૧૦ વર્ષના શાસનમાં જેટલા ખોટા નિર્ણયો થયા છે તેનાથી માત્ર ભ્રષ્ટ વ્યક્તિઓને જ લાભ થયો છે. પ્રમાણિક અને નિષ્ઠાવાનના ભાગે તો ભૂખમરો જ આવ્યો છે. છતાં કહેવાતી વિકાસની યોજનાઓ ચાલી રહી છે કે જેમાં માત્ર ગરીબોની જ જમીન પડાવી લેવામાં આવે છે.

સિદ્ધાંત, આદર્શ-ધ્યેય, કર્તવ્ય અને આવશ્યકતા આ બધી બાબત અને વર્તન તથા પ્રવૃત્તિ બન્ને અલગ અલગ છે. પ્રવૃત્તિ કરતાં સિદ્ધાંત અને તેનો નિર્ણય એ વધુ મહત્ત્વની બાબત છે, પરંતુ પ્રધાનો દ્વારા લેવાતા નિર્ણય પ્રજાને આજે વિનાશક જણાય છે. વળી ખોટો નિર્ણય લેનારની કોઈ જવાબદારી જ નથી તે બાબતને હવે કેવી ગણવી?

"સોને કી ચિડિયા ગણાતા ભારતમાં આજે કેન્દ્ર સરકાર હવે મંદિરોના સોના પર નજર બગાડી રહી છે તે વાત ભલે હાલમાં ઠંડી પડી ગઈ હોય, પરંતુ "રાષ્ટ્રના હિતના નામે ભવિષ્યમાં તેને સક્રિય કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. તેવે વખતે કંઈક નવી ભાષા - નવી પરિસ્થિતિ અને નવા જ સંજોગોને રજૂ કરવામાં આવે તેમ છે. પ્રજાએ હવે જાગૃતિ અને સાવધાની રાખવી રહી.

તંત્રીલેખ, Mumbai Samachar,14-09-2013

Thursday, September 12, 2013

એવો અભિપ્રાય પ્રજાને સ્વીકાર્ય બને તેવો નથી

વડા પ્રધાન તરીકે ડૉ. મનમોહન સિંહ ખૂબ જ ધીરગંભીર અને મિતભાષી છે. પરંતુ તેમણે જ્યારે વર્ષ ૨૦૧૪ પછી રાહુલ ગાંધી વડા પ્રધાન બને અને તેમના હાથ નીચે કામ કરવાનું તેમને ગમશે તેવો જે અભિપ્રાય આપ્યો છે તે રાજકારણ પ્રેરિત છે અને કમસે કમ વડા પ્રધાનને તેમ જ તેમના હોદ્દાને શોભા આપે તેવી બાબત તેમાં નથી. પરંતુ આવી અભિવ્યક્તિથી એક વાત નિશ્ર્ચિત થઈ ગઈ છે કે તેઓ હવે વર્ષ ૨૦૧૪ પછી હોદ્દા પર રહેવા માગતા નથી. હજુ સુધી રાહુલ ગાંધીનું કોઈ જ કૌવત કે રાજકીય કુનેહ પ્રજાને જોવા મળ્યા નથી. રાહુલ ગાંધી હાલમાં સાંસદ છે અને કૉંગ્રેસ પક્ષના મહામંત્રી છે. તેઓ પક્ષના મહામંત્રી બની શક્યા છે કારણ કે તેમને રાજકારણ વારસામાં મળ્યું છે અને તેઓ નહેરુ - ગાંધી કુટુંબના હોવાથી તે હોદ્દા સુધી પહોંચી શક્યા છે.

જેમને કોઈ અનુભવ નથી, વહીવટી કાબેલિયત નથી તેવા રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવાનું ગમશે તેમ કહેવું તે વડા પ્રધાનના હોદ્દાને લાંછન થાય તેવી બાબત છે. ડૉ. મનમોહન સિંહે રિઝર્વ બેન્કના ગવર્નર, નાણાં પ્રધાન અને વડા પ્રધાન તરીકે ૧૦ વર્ષ કામ કર્યું છે. તેમને એવી કઈ લાચારી અને મજબૂરી છે કે વર્ષ ૨૦૧૪ પછી રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવું પડે?

સમગ્ર બાબત જ તદ્દન અયથાર્થ છે. આવો અભિપ્રાય ડૉ. મનમોહન સિંહને શોભતો નથી. પ્રજાને તેમના પ્રતિ જે આદર છે તે આવી બાબતથી ઓછો થઈ જાય છે. વડા પ્રધાનનો હોદ્દો એક ગૌરવ અને મોભાનું સ્થાન ધરાવે છે. દરેક વ્યક્તિ તે હોદ્દા સુધી પહોંચી શકતી નથી. વળી રાહુલ ગાંધી તો ઉત્તર - પ્રદેશમાંથી કઈ રીતે લોકસભામાં ચૂંટાય છે તે સૌ કોઈ જાણે છે. તેમાં લાયકાત કરતાં બીજી બાબતો વધુ હોય છે. કૉંગ્રેસ પક્ષમાં એ દિવસો ગયા કે જ્યારે લાલબહાદુર શાસ્ત્રી જેવી અકિંચન - નિર્ધન બ્રાહ્મણ કુટુંબની વ્યક્તિ વડા પ્રધાન બની શકતી હતી. આવી બાબતની હવે અપેક્ષા રાખી શકાય તેમ નથી. આજે કૉંગ્રેસમાં જૂથબંધી, જ્ઞાતિવાદ, પ્રદેશવાદ અને કોમી ધોરણે ભાગલા ભરપેટ જોવા મળે છે. વળી ત્યાં આગળ વધવાનું અને ઉપર સુધી પહોંચવાનું કાર્ય અતિ મુશ્કેલ બની ગયું છે. કૉંગ્રેસ પક્ષમાં સફળ થવું આકાશકુસુમવત્ છે.

ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન તરીકે કેવી નાટકીય ઢબે પસંદ થયા હતા તે વર્ષ ૨૦૦૪ની ઘટના આજે પણ રાજકારણની અજાયબી ગણાય છે. પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગેરહાજર રહીને સર્વાનુમતે ઠરાવ પસાર થયો, બાદમાં કહ્યું કે તેઓ વડા પ્રધાન તરીકેની જવાબદારી સ્વીકારવા માગતાં નથી. બાદમાં ધીમે ધીમે ડૉ. મનમોહન સિંહનું નામ આગળ કરવામાં આવ્યું હતું.

હાલના વડા પ્રધાન કદી લોકસભામાં ચૂંટાયા નથી. રાજ્યસભાના મેમ્બર હોવાથી તેઓ સાંસદ ગણાય છે અને આસામના પ્રતિનિધિ તરીકે તેઓ રાજ્યસભામાં છે. તેમણે રહેણાંકના પુરાવા - રેશનકાર્ડ વગેરે સઘળું આસામના રહેવાસી તરીકે આપ્યું છે. તેમના જન્મ તારીખના દાખલા અને સરકારી નોકરી કરી છે ત્યાં દર્શાવેલી જન્મ તારીખ બન્ને વિરોધાભાસી છે. આ બાબતે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ થઈ છે. નહેરુ - ગાંધી કુટુંબને વફાદાર વ્યક્તિ ગમે તે કાયદાનો ભંગ કરે, પરંતુ તેમને કોઈ તકલીફ પડતી નથી. આથી તે ૧૯૬૯માં જગજીવનરામ કે જેઓ દલિત - હરિજનના ઉદ્ધારક તરીકે ઈંદિરાજી સાથે કૉંગ્રેસના ભાગલા વખતે રહ્યા હતા. તેમણે ૧૦ વર્ષના આવકવેરાના રિટર્ન ભયાર્ં નહોતાં તે વાત બહાર આવી હતી. તેમના માટે પાછલી અસરથી કાયદો સુધારવામાં આવ્યો હતો. જ્યારે નાણામંત્રી તરીકે પ્રણવ મુખરજી હતા, તેમના પર જાસૂસી કરવા તે વખતના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એવી યંત્રણા ગોઠવી હતી તે વાત જાહેર થઈ ગઈ અને દેકારો થયા બાદ બન્નેએ માફામાફી કરી હતી. આ કલ્ચર હવેની કૉંગ્રેસનું છે. તેવે વખતે દેખિતી રીતે જ ડૉ. મનમોહન સિંહને તે જ દિશામાં ચાલવું પડે છે. આથી જ કદાચ તેમણે રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવાની મહેચ્છા વ્યક્ત કરી હશે!!

છેલ્લાં ૧૦ વર્ષની કામગીરીમાં ડૉ. મનમોહનસિંહ સફળ છે કે નિષ્ફળ તે વાતનો નિર્ણય હવે પછી મતદારો કરશે, પરંતુ એક વાત નિશ્ર્ચિત છે કે પ્રજાની અપેક્ષા અનુસાર કામ થયું નથી અને ચૂંટણીમાં આપવામાં આવેલા વચન પ્રમાણે કશું થયું નથી. પક્ષનાં અધ્યક્ષા અને વડા પ્રધાનની વિચારધારા પરસ્પર વિરોધાભાસી છે. સોનિયા ગાંધી સસ્તા દરે અનાજ આપીને ચૂંટણી જીતવા માગે છે તે વાત વડા પ્રધાનની વિચારધારાથી વિપરીત છે.

ગઠબંધન સરકારની અનેક મજબૂરી હોય છે તે વાતનો સ્વીકાર ડૉ. મનમોહન સિંહે વારંવાર કર્યો છે. વર્ષ ૨૦૦૪-૦૯ના ગાળામાં ડાબેરીઓએ તેમની વિચારધારા, મુક્ત અને ખાનગી ક્ષેત્રના હિમાયતી વડા પ્રધાન પર અનેક દબાણની નીતિ અપનાવી હતી. તેવી જ રીતે વર્ષ ૨૦૦૯થી હાલ સુધીના સમયમાં કૌભાંડ, ગેરરરીતિ અને ભ્રષ્ટાચારની જે ઘટના બની છે તે પ્રજા ભૂલવાની નથી. દરેક વ્યક્તિ અને તેના હોદ્દાની ગરિમા હોય છે. તેનાથી નીચે ઊતરવું જોઈએ નહીં. પરંતુ રાહુલ ગાંધી માટે અહોભાવ વ્યક્ત કરીને જે રીતે વડા પ્રધાને અભિપ્રાય આપ્યો તે સામાન્ય નાગરિકને સ્વીકાર્ય બને તેવો નથી. લોકશાહીમાં વ્યક્તિપૂજાને કોઈ સ્થાન નથી, પરંતુ આજે સિદ્ધાંતો અને વિચારધારાનું સ્થાન વ્યક્તિપૂજાએ લીધું છે તે હકીકત છે.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103505

Wednesday, September 11, 2013

મુઝફ્ફરનગરનાં કોમી રમખાણોમાં અંગ્રેજી મીડિયાનો ‘સંયમ’ ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

કોમી રમખાણોના સમાચારોમાં તમને વાંચવા મળે કે બે કોમ વચ્ચે અથડામણ થતાં અમુક લોકો માર્યા ગયા ત્યારે તમારે માની લેવાનું કે એ ‘અમુક લોકો’ હિંદુ હશે. દેશમાં કોઈપણ જગ્યાએ કોમી રમખાણો થાય તો મીડિયા તમને નહીં કે કઈ બે કોમ વચ્ચે આ રમખાણો થયાં. સિવાય કે એ જગ્યા ગુજરાતમાં હોય.

ગુજરાતનાં રમખાણો વખતે ફ્રોમ ડે વન મીડિયાએ તમને કહ્યું હતું કે હિંદુઓ મુસલમાનોને મારી રહ્યા છે અને આટલા મુસ્લિમો મરી ગયા છે. ગુજરાતનાં રમખાણોનાં ફાઈનલ આંકડામાં (લગભગ ૧,૦૦૦) ત્રીજા ભાગના તો હિંદુઓ મર્યા હતા છતાં મીડિયા પ્રોજેક્ટ એ રીતે કરે કે એ હજારે હજાર મુસ્લિમો હતા. ગુજરાતનાં રમખાણોનું કારણ ગોધરામાં જીવતા બાળી મૂકવામાં આવેલાં ૫૯ હિંદુઓ હતા પણ મીડિયા રમખાણોની જ વાત ચગાવ્યા કરતું. એનું એક કારણ એ કે દુનિયા ભૂલી જાય કે આ રમખાણોનું ખરું કારણ શું હતું.

છેલ્લા બે દિવસથી તમે જો માત્ર અંગ્રેજી છાપાં જ વાંચતા હો તો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં છુટાછવાયા કોમી છમકલાં થઈ રહ્યાં છે એવી તમારા પર છાપ પડશે. ગુજરાતનાં રમખાણોને આઠ કૉલમમાં ચમકાવતાં અંગ્રેજી છાપાઓ મુઝફ્ફરનગરનાં રમખાણોને મામૂલી સમાચાર જેટલું મહત્ત્વ આપે છે. થોડાં સપ્તાહ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં થયેલાં રમખાણોના સમાચાર પણ અંગ્રેજી મીડિયાએ આ જ રીતે રફેદફે કરી નાખ્યા હતા.

મુઝફ્ફરનગરના સમાચારને જે રીતે દબાવી દેવાના પ્રયત્નો થયા તેનાથી તરત તમને ગંધ આવે કે એક, આ રમખાણો મુસ્લિમોને કારણે શરૂ થયાં હશે અને બે, આ રમખાણોમાં માર્યા જનારા મોટાભાગના હિંદુઓ હશે જેમની કતલ મુસલમાનોએ કરી હશે. અને તમે સહેજ આ મામલામાં ઊંડા ઉતરો એટલે તમારી આ સિક્સ્થ સેન્સ સાચી પુરવાર થાય.

વાત એટલી કે ઉત્તર પ્રદેશમાં આમેય કેટલાક મુસ્લિમો માથાભારે બનીને હિંદુઓને વર્ષોથી હેરાન કરતા રહ્યા છે. નમાઝવાદી પાર્ટી તરીકે ઓળખાતી મુલ્લા મુલાયમસિંહ યાદવનો પક્ષ યુ.પી.માં સત્તા પર હોય ત્યારે આ મુસ્લિમોની જોહુકમી વધી જતી હોય છે. આ વખતે માયાવતીને હરાવીને મુલાયમે પોતાના દીકરા અખિલેશને ચીફ મિનિસ્ટર બનાવી દીધો પછી આ નમાઝવાદી સરકારે જેલમાં પુરાયેલા, જેમના પર હજુ કેસ ચાલી રહ્યા છે એવા હજારો મુસ્લિમ યુવાનોને છોડી મૂકયા. મુસ્લિમ પ્રજાને ખુશ કરવા આ પગલું લેવાયું એમ કહેવાય છે. અમને સમજાતું નથી કે કોઈ પણ પ્રજા પોતાની જ કોમમાં ગામના ઉતાર જેવા હોય એવા લોકોને જેલમાંથી બહાર કાઢીને સમાજમાં છુટ્ટા મૂકી દેવામાં આવે તેને કારણે ખુશ કેવી રીતે થઈ શકે?

યુ.પી.ના આ જેલમાંથી બહાર કાઢવામાં આવેલા આરોપી - મુસ્લિમોને લીધે ત્યાંના હિંદુઓની હેરાનગતિ વધી ગઈ. છેલ્લા એક વરસમાં ૫૦ કરતાં વધુ કોમી તોફાનો એકલા યુ.પી.માં થયાં. મુલાયમસિંહ અને હવે અખિલેશના કાળમાં યુ.પી.માં કોર્ટના ન્યાયાધીશોથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં મુસ્લિમોની ભરતી કરવાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું. અખિલેશ સરકારના ચીફ સેક્રેટરી જાવેદ ઉસ્માની છે.

મુઝફ્ફરનગરનાં કોમી રમખાણોમાં આ લખાય છે ત્યાં સુધી ૩૮ લોકોનાં મોત થયાં છે. આમાંના હિંદુ કેટલા છે એનો સત્તાવાર આંકડો કોઈની પાસે નથી. ગુજરાતનાં રમખાણો વખતે આવા આંકડા દરેક એન.જી.ઓ. પાસે રહેતા. ગુજરાતમાં જેમ મુસ્લિમ તરફી સેક્યુલર એન.જી.ઓ. પહોંચી જઈને પોલીસ તથા સરકારને માથે છાણાં થાપતી. હિંદુઓ આ બાબતે પહેલેથી નબળા છે. મુઝફ્ફરનગરમાં ધામા નાખીને હિંદુવાદી એન.જી.ઓ.એ ભારે કકળાટ કરી મૂકવાનો હોય, ત્યાંના પોલીસતંત્રે ચાલી રહેલા મુસ્લિમતરફી વલણને ઉઘાડું પાડવાનું હોય, અખિલેશ સરકારની રાજગાદી પર કાંટા બિછાવી દેવાના હોય, આખો મામલો ઈન્ટરનેશનલ લેવલનો બનાવીને દિલ્હીની સરકારને ધ્રુજાવી દેવાનો હોય. કમનસીબે, કોમી રમખાણોની બાબતમાં મુગલકાળથી માર જ ખાતા આવતા હિંદુઓને આ પ્રકારની હોહા કરવાનું હજુય આવડ્યું નથી. કંઈક તો શીખો તમે તિસ્તા સેતલવાડ અને એના પતિ જાવેદ આનંદ પાસેથી. માથાભારે મુસ્લિમ યુવાનોએ યુ.પી.માં હિંદુઓની ટીનએજ છોકરીઓને સતાવવાનું શરૂ કર્યું એમાંથી મુઝફ્ફરનગરનાં અત્યારનાં રમખાણોની શરૂઆત થઈ. સતામણી વધી ગઈ ત્યારે હિંદુ યુવાનોએ મુસ્લિમોને પડકાર્યા. આ અથડામણમાં કોઈ મુસ્લિમ મરી ગયો અને યુ.પી.ની મુસ્લિમવાદી પોલીસે આડેધડ હિંદુઓની ધરપકડ કરીને ડઝનબંધ ખોટા કેસ ઊભા કરી એમને જેલમાં નાખી દીધા. હિંદુઓ સમજતા હતા કે અખિલેશની નમાઝવાદી સરકારને રાવ નાખવાથી કશું વળવાનું નથી. હિંદુઓએ મહાપંચાયત બોલાવીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું અને ખોટી રીતે સંડોવવામાં આવેલા નિર્દોષ હિંદુઓને છોડી મૂકવાની અપીલ કરવામાં આવી.

અયોધ્યાથી પાછા ફરી રહેલા રામસેવકોને ગોધરામાં જીવતા બાળી નાખવાનું કાવતરું ઘડાયું હતું એ જ રીતે મહાપંચાયતમાંથી પાછા ફરી રહેલા હિંદુઓને રહેંસી નાખવા માટે મુસ્લિમોનાં ટોળાંનાં ટોળાં ઉમટ્યાં - પાકા શસ્ત્ર-સરંજામ સાથે. એ પછી યુ.પી.માં ઠેરઠેર તોફાની મુસ્લિમોએ હિંદુઓ પર કાળો કેર વર્તાવ્યો. અખિલેશ સરકારે ચૂપચાપ આ બધું જોયા કર્યું અને પોલીસને જ્યારે રમખાણો રોકવાનો હુકમ આપવામાં આવ્યો ત્યારે ઘણું મોડું થઈ ચૂકયું હતું. પોલીસે કાર્યવાહી શરૂ કરી એ પછી પણ મુસ્લિમો અટકયા નહીં. પોલીસના છુપા યા પ્રગટ સહયોગથી હિંદુઓની કતલ કરવાનું ચાલુ રહ્યું.

અંગ્રેજી મીડિયા કોમી રમખાણોના રિપોટિંગ બાબતે કેટલી બદમાશી કરે છે તેની તમને ખબર છે. પી.ટી.આઈ. કે એ.પી. અને રોઈટર્સ જેવી ન્યૂઝ એજન્સીઓમાં સેકયુલરગીરી ચાલે છે એટલે કમનસીબે, પ્રાદેશિક ભાષાનાં છાપાંઓએ પણ અંગ્રેજી મીડિયા જે રંગના સમાચારો છાપે છે તે જ સમાચારોથી ચલાવી લેવું પડે છે. પ્રાદેશિક ભાષાનાં સમાચારપત્રોએ સંતોષ માત્ર એટલો લેવાનો કે પોતે આ સેન્સિટિવ સમાચારોને બે કૉલમમાં નીચે સુવડાવી દેવાને બદલે આઠ કૉલમમાં છાપી શકે છે.

મુઝફ્ફરનગરનાં કોમી રમખાણો અને અંગ્રેજી મીડિયાની મીલીભગત પછી એક વાત ફરી સ્પષ્ટ થઈ ગઈ કે ગુજરાતનાં રમખાણો વખતે મીડિયાએ જાણીજોઈને ગુજરાતની છબિ ખોટેખોટી ખરડી જેથી નરેન્દ્ર મોદીની છબિ ખરડાય. નરેન્દ્ર મોદીને તે વખતે અને હજુ પણ અંગ્રેજી મીડિયા રમખાણો બાબતે ધીબેડ્યા કરે છે જેથી દુનિયા આખીને સંદેશો મળી જાય કે જો તમે હિંદુઓનો પક્ષ લીધો છે તો તમારી ખેર નથી.

ભારતની મુસ્લિમવાદી સેક્યુલરગીરી માટે તકવાદી રાજકારણીઓ જેટલા જવાબદાર છે એટલું જ જવાબદાર આ રાજકારણીઓની પગચંપી કરનારું અંગ્રેજી મીડિયા પણ છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103437

ઉ. પ્રદેશના કોમી દંગલ: ‘ફેંકું’ અંગ્રેજી માધ્યમો!!

કોમી તોફાનો માટે પંકાયેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં હિંસાને કારણેે મૃત્યુઆંક ૩૮ સુધી પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ તદ્દન અકાર્યક્ષમ અને ડફોળ મુખ્ય મંત્રી પુરવાર થયા છે. માત્ર ભાગ્યને કારણે તથા મત રોકડાની રાજનીતિ થકી મુખ્ય મંત્રી બનેલા અખિલેશ યાદવના શાસનમાં કોમી દંગલોની ૫૦ ઘટના છેલ્લાં દોઢ વર્ષમાં બની છે.

આવી બાબતો છતાં કેટલાક ફેંકું અંગ્રેજી મીડિયા અને ટીવી ચેનલો તો જાણે કશું જ બન્યું નથી તેવો વ્યવહાર અને વર્તન કરી રહી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ઉત્તર પ્રદેશમાં આવી ઘટના બનશે તેવી ચેતવણી દિવસો પૂર્વે આપવામાં આવી હતી, તેમ છતાં વહીવટીતંત્રએ તેવી બાબતને ગંભીરતાથી લીધી નહોતી. ઉત્તર પ્રદેશમાં તો દરેક નિર્ણય વૉટ બેન્કને આધારે જ થઈ રહ્યો છે.

મુઝફ્ફરનગરમાં બે પત્રકારોને મારી નાખવાની ઘટના બની છે તે ગંભીર બાબત છે. હાલમાં તો ત્યાં કોઈપણ પત્રકાર કે ટીવીના કેમેરામેનને જવા દેવામાં આવતા નથી. એક પણ દૈનિક સમાચાર પત્ર કે પત્રિકાનું વિતરણ થવા દેવામાં આવતું નથી. તમામ પ્રકારના સમાચાર ઉપર પ્રતિબંધ મૂકીને સેન્સરશિપ કોઈને પૂછયા વગર જ લાદવામાં આવી છે.

ત્યાં રહેતાં લોકો જીવ બચાવવા નાસી છૂટ્યા છે તેમ છતાં ઉત્તર પ્રદેશના પ્રશાસને કોઈ જ પગલાં ભર્યાં નથી. ઉત્તર પ્રદેશમાં છેલ્લાં કેટલાક સમયથી લઘુમતી તુષ્ટિકરણની પ્રક્રિયા એટલી પ્રબળ રીતે ચાલી રહી છે કે બહુસંખ્યક વર્ગ દ્વારા હવે ઉગ્ર પ્રત્યાઘાત આપવામાં આવી રહ્યો છે. મુલાયમસિંહ અને માયાવતીએ વાવેલા પાપ હવે સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફૂટી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ અને બિહાર એ દેશના બે મોટા રાજ્ય આજે "ક્રિમિનલ સ્ટેટબની ગયા છે. ત્યાં સૌથી વધુ ગુનાખોરી પ્રવર્તમાન છે. સૌથી વધુ જનસંખ્યા ધરાવનાર આ બે રાજ્યમાં રોજગારીની ઘણી પાંખી તક છે. ખેતીવાડીની જમીન શ્રેષ્ઠ કક્ષાની અને સિંચાઈ માટે પાણીની પૂરી સુવિધા છતાં આ રાજ્યોની આવક ઘણી ઓછી છે, તેનું કારણ નપાવટ રાજકીય નેતૃત્વ છે.

છેલ્લાં ૨૫ વર્ષથી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ એ બે પક્ષોની મંડળીનું જ શાસન રહ્યું છે. તેમણે આટલાં વર્ષોમાં શું કર્યું છે? સમાજના વિવિધ વર્ગોને લડાવીને તેમણે બંનેએ સત્તા જાળવી રાખી અને અબજો રૂપિયા એકત્ર કર્યા છે, એટલું જ નહિ તેઓ ન્યાયતંત્રની તપાસની આંટીમાં પણ આવતા નથી તેવી તો સિફતપૂર્વકની તેમની ગોઠવણ હોય છે.

મુલાયમસિંહ અને માયાવતીએ આટલી ગેરરીતિઓ કરી છે છતાં તેઓ કાયદાની ચુંગાલમાંથી કઈ રીતે બચી જાય છે તે સમજવું અતિ મુશ્કેલ છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં કોમી દંગલો ભૂતકાળમાં સેંકડોની સંખ્યામાં થતાં હતા. દોઢ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં આવી ૫૦ ઘટના બની છે તેને અંગ્રેજીભાષી દૈનિકો અને કેટલીક ટીવી ચેનલો હેતુપૂર્વક જ દબાવી રાખે છે. સૌથી વધુ ભ્રષ્ટ રીતરસમ આવા મીડિયા દ્વારા થઈ રહી છે. ટીવી ચેનલોના રાજદીપ સરદેસાઈઓ, બરખા દત્ત, તિસ્તા સેતલવાડ અને મેધા પાટકર દ્વારા આવી ઘટના પ્રતિ આંખ આડા કાન કરવામાં આવે છે તેની નોંઘ સમગ્ર પ્રજા લઈ રહી છે. "બિકાઉ અંગ્રેજી માધ્યમો આવે વખતે હૈયા ફૂટેલાં સાબિત થઈ રહ્યા છે. આવી એકાદ ઘટના નથી, સેંકડો દૃષ્ટાંત આપી શકાય જેમાં પૂર્વગ્રહ અને દ્વેષ આપોઆપ છતાં થઈ રહ્યા છે. લઘુમતી તુષ્ટિકરણ હેઠળ ઉત્તર પ્રદેશમાં તમામ સરકારી યોજનાનો લાભ એક ચોક્કસ વર્ગને જ મળી રહ્યો છે. કરવેરાની આવકમાંથી તેમના માટે બનતી યોજનાઓમાં રોજગારી - આવક અને વ્યવસાય તેમને ફાળે જઈ રહ્યા છે તેવે વખતે બહુસંખ્યક વર્ગ શું આંખો બંધ કરીને બેસવાનો છે? બહુમતી વર્ગ આવી તમામ હરકતો જોઈ રહે છે અને પ્રસંગ આવ્યે જ પ્રત્યાઘાત આપે છે. કોમવાદના મૂળ વૉટ બેન્ક (મત રોકડા)ની રાજનીતિમાં પડેલા છે. સામાન્ય વ્યક્તિના મનમાં કોઈ કડવાશ નથી, પરંતુ એકને લાભ થાય અને બીજાને નુકસાન તેવી અર્થનીતિ અમલી બને તો દેખીતી રીતે જ તેનો પ્રત્યાઘાત સમાજમાં આવે છે. જે ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટના પરથી સ્પષ્ટ રીતે જાણવા મળે છે. તુષ્ટિકરણની પણ કોઈ હદ હોય છે.

ઉત્તર પ્રદેશમાં રોજગારી અને વ્યાપાર વ્યવસ્થાની તક ઘણી મર્યાદિત છે, કારણ કે શાસન માત્ર રાજકારણ ખેલી રહ્યું છે. અખિલેશ યાદવ કદી સફળ મુખ્ય મંત્રી બની શકે તેવું નથી, કારણ કે તેમની દૃષ્ટિમાં જ કોમવાદ અને ભેદભાવ છે. માત્ર અંગ્રેજી દૈનિકોને વિજ્ઞાપન આપી દેવાથી જ પ્રજાનો વિશ્ર્વાસ જીતી શકાતો નથી. વિશ્ર્વાસ જીતવા માટે શ્રેણીબદ્ધ કાર્ય કરવા પડે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાતિવાદ - જ્ઞાતિ - ધર્મ અને કોમનું વર્ચસ્વ ઘણું વ્યાપક છે ત્યાં લોકોને રોજગારી વ્યવસાય જોઈએ છે તે વખતે રાજકીય પક્ષો રાજકારણનાં આટાપાટા ખેલે છે. વળી આવું લાંબો સમયથી ચાલે છે. કૉંગ્રેસ પક્ષની રાજનીતિના પાઠ ભણીને સમાજવાદી પક્ષ અને બસપાએ ઉત્તર પ્રદેશને ઊંધે માથે કરી નાખ્યું છે, જ્યાં સુધી આવા છાપેલાં કાટલાઓ છે ત્યાં સુધી રાજ્યનો કોઈ ઉદ્ધાર થવાનો નથી.

Source: Mumbai Samachar dated 11 September (Good Morning)

Nokia: Seekhna Bandh to Jeetna Bandh

સીખના બંધ તો જીતના બંધનોકિયાનો દાખલો ફરી સાબિત કરે છે કે નંબર વન બનવું અને ટકવું બે અલગ બાબત છે! ઓપિનિયન - પ્રકાશ દેસાઈ

કૌન બનેગાની ૬ઠ્ઠી સીઝનની આ વખતની થીમ છે, "સીખના બંધ તો જીતના બંધ. આ વાત ફીનલેન્ડની મોબાઈલ હેન્ડસેટ મેન્યુફેક્ચર "નોકિયા કરતા કોણ વધારે સારી રીતે જાણતું હશે?

બીજી સપ્ટેમ્બર ૨૦૧૩ના બીલ ગેટ્સની માઈક્રોસોફ્ટ કંપનીએ એક સમયની વિશ્ર્વની પ્રથમ નંબરની મોબાઈલ વિક્રેતા કંપની નોકિયાને ૫.૪ બિલિયન યુરોઝમાં ખરીદી લીધાની જાહેરાત બહુ ચોંકાવનારી નહોતી કારણ કે છેલ્લા ૨ કે ૩ વર્ષથી નોકિયા, સેમસંગ અને એપલના મોબાઈલ્સ ફોન સામે માર્કેટ શેર બહુ ઝડપથી ગુમાવી રહી હતી. આ ઘટનાથી એક વાર ફરી એ વાત સાબિત થાય છે કે "નથીંગ ઈઝ પરમેનન્ટ ઈન લાઈફ. કહેવાય છે ને કે નંબર વન થવું કદાચ સહેલું હશે પણ નંબર વનનું સ્થાન ટકાવી રાખવું બહુ મુશ્કેલ છે. નહીંતર એવું ક્યારેય કોઈ વિચારી શકે કે જગતમાં મોબાઈલ ફોનના પાયોનિયર નોકિયા કંપનીને એક સોફ્ટવેર કંપની ખરીદી લે? નોકિયા કે જેની માર્કેટ વેલ્યુ આજથી ૪ વર્ષ પહેલા લગભગ
૮૦ થી ૧૦૦ બિલિયન ડોલર હતી તે આજે ૭.૧૭ બિલિયન ડોલર્સમાં પાણીના ભાવે વેચાઈ ગઈ છે! નોકિયા કંપનીના શેરનો ભાવ ૨૦૦૭માં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં ૪૦ ડોલર હતો તે ૨૦૧૨માં ઘટીને ૨ ડોલર થઈ ગયો હતો અને હવે
માઈક્રોસોફ્ટે કંપની ખરીદયાની જાહેરાત પછી ૫.૫૦ ડોલર છે. જેમ કોઈપણ વ્યવસાય, બિઝનેસ કે ઉદ્યોગમાં કયારે એન્ટ્રી લેવી તેનો નિર્ણય યોગ્ય સમયે લેવો જેટલો જરૂરી છે તેટલું જ તેમાંથી કયારે એક્ઝિટ કરવું તે નક્કી કરવું પણ બહુ જરૂરી છે આજથી ૬ વર્ષ પહેલા જ્યારે નોકિયાના વળતા પાણી શરૂ થયેલા ત્યારે તેનો મોબાઈલ બિઝનેસ કોઈને વેચેલો હોત તો આજ કરતા ૧૦ ગણા ભાવ તેને મળી શક્યા હોત.

નોકિયા:

૧૮૬૫માં ફીનલેન્ડમાં જેણે પેપર કંપની તરીકે ધંધાની શરૂઆત કરેલી તે નોકિયા નામ તે જે જગ્યાએ સ્થપાયેલી તે ગામના નામ પરથી પડેલું હતું. મૂળ પેપર, ગમબુટ, ટીવી અને ટાયર મેન્યુફેકચરીંગ કંપનીએ મોબાઈલ ટેક્નોલોજીમાં ડાયવર્સીફીકેશન કરીને યુરોપના ફીનલેન્ડ જેવા દેશને વિશ્ર્વના નકશા ઉપર મોબાઈલ ટેક્નોલોજીમાં ટોચનું સ્થાન અપાવ્યું.

ફીનલેન્ડની એક્સપોર્ટ રેવન્યુમાં નોકિયાનો ફાળો બહુ મોટો છે. અત્યારે મોબાઈલમાં જે એન્ગ્રી બર્ડની ગેમ વિખ્યાત છે તે પહેલા ૧૨ વર્ષ સુધી નોકિયાની "સ્નેકની ગેમ મોબાઈલ ફોન પર રાજ કરતી હતી.

૧૯૮૭માં નોકિયાએ મોબીરા સીટીમેન મોબાઈલ ફોન લોન્ચ કર્યો ત્યારે તેનું વજન ૮૦૦ ગ્રામ હતું અને કિંમત ૪૫૬૦ યુરો! આ ફોન "ગોરબા નામે પ્રચલિત થવા લાગ્યો જ્યારે તે સમયના સોવિયેટ યુનિયનના પ્રમુખ મીખાઈલ ગોર્બાચેવને ફીનલેન્ડના હેલ્સીન્કી શહેરથી મોસ્કોમાં રહેતા તેના મિનિસ્ટર સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતા હતા તે દૃશ્ય ટીવી અને છાપાંઓમાં પ્રસિદ્ધ થયું હતું.
૧૯૮૭ થી ૨૦૦૭ સુધી નોકિયાને હરીફાઈ કોને કહેવાય તે ખબર નહોતી. વિશ્ર્વના મોબાઈલ જગતમાં લગભગ ૨૦ વર્ષ સુધી એકચક્રી શાસન કરતી હતી પણ જાન્યુઆરી ૨૦૦૭ની એક શમી સાંજે એપલના સીઈઓ સ્ટીવ જોબએ એક સમારંભમાં ખીસ્સામાંથી આઈફોન બહાર કાઢીને તેના આવિષ્કારની જાહેરાત કરી અને દુનિયાનો મોબાઈલ ફોનનો ઈતિહાસ બદલાઈ ગયો.

૨૦૦૭માં એપલે ગુગલની એન્ડ્રોઈડ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરીને ટચ સ્ક્રીન ફોન માર્કેટમાં ઉતાર્યો તેના ઝટકામાંથી નોકિયા ક્યારેય બહાર નહી આવી શક્યું. ૨૦૦૭ સુધી વિશ્ર્વ મોબાઈલ માર્કેટ લીડર એપલની પોપ્યુલારીટી સામે લડત નહીં આપી શકી અને તેનો માર્કેટ શેર ૪ વર્ષમાં ઘટીને ૩૪ ટકા પર આવી ગયો હતો અને ૨૦૧૩માં માત્ર ૩ ટકા ઉપર!

૨૦૧૩મા જેની વસ્તી માત્ર ૫૪,૩૨,૩૦૫ જેટલી છે તેવા યુરોપના ટચુકડા દેશ ફીનલેન્ડની નોકિયા મોબાઈલ કંપની ૨૦૧૨ સુધી વિશ્ર્વના ૧૫૦ દેશોમાં તેના એક લાખ કરતા વધારે વર્કફોર્સથી મોબાઈલનો ધંધો કરતી હતી અને તેની વાર્ષિક આવક
૩૦ બિલિયન યુરોની હતી.

બીજી બાજુ ગુગલ કંપની કે જેની શરૂઆત એક સર્ચ એન્જિન સાઈટ તરીકે શરૂ થયેલી તેણે ૨૦૧૨માં મોટરોલા મોબાઈલ કંપની ૧૩ બિલિયન ડોલર્સમાં ખરીદીને મોબાઈલ સોફ્ટવેર માર્કેટમાં તેનું સ્થાન મજબૂત કરી દીધું. નોકિયાએ માઈક્રોસોફ્ટ
સાથે એક સ્ટ્રેટેજીક જોડાણ કરીને તેના મોબાઈલમાં વીન્ડો સિસ્ટમ બેસાડીને સ્માર્ટફોન માર્કેટમાં ઉતાર્યા પણ ગુગલના એન્ડ્રોઈડ સામે તે ટકી નહીં શક્યા.

એમ કહી શકાય કે નોકિયાના પતનની શરૂઆત ૨૦૦૮માં ઈરાનથી થયેલી હતી. ૨૦૦૮માં નોકિયા અને જર્મન કંપની સિમેન્સે સંયુક્ત સાહસમાં ઈરાનમાં મોબાઈલ સેવાની મોનોપોલી મેળવેલી જેમાં શરત એ હતી કે તેઓ તેની સેવામાં એવી ટેક્નોલોજી
અપનાવશે કે સરકાર લોકોના વોઈસ કોલ અથવા સોશ્યલ સાઈટ ફેસબુક કે ટવીટર એકાઉન્ટ ઉપર જે ડેટા હોય તે જાણી શકશે. જ્યારે ઈરાનની પ્રજાને આ વાતની જાણ થઈ કે નોકિયા મોબાઈલ ફોનના ઉપયોગમાં કોઈ જાતની પ્રાયવસી નથી અને
બીજું કે મોબાઈલ ફોનના કોમ્યુનિકેશન ઇન્ટરસેપ થવાના કારણે જૂન ૨૦૦૯ની ઈરાનની ચૂંટણી દરમિયાન મોબાઈલ ઇન્ટરનેટ સેવા બહુ ધીમી થઈ ગઈ હતી. નોકિયા મોબાઈલ ફોન વપરાશકર્તાઓએ ધીમે ધીમે પ્રાયવસીના અભાવને કારણે નોકિયાનો
વિરોધ શરૂ કર્યો ત્યારે નોકિયા અને સિમેન્સે એક પ્રેસ નોટ બહાર પાડી કે હસ્તક્ષેપ માત્ર વોઈસકોલ માટે હતો નહીં કે ડેટા માટે. પણ ઈરાનીઓ એ નોકિયા ફોનની એસએમએસ સેવા વાપરવાનું બંધ કર્યું અને નોકિયા મોબાઈલ હેન્ડસેટની ડીમાંડ લગભગ નહીંવત થઈ ગઈ.

આ તરફ માઈક્રોસોફ્ટને ગુગલ અને એપલ સામે ટકી રહેવા માટે બહુ મુશ્કેલીઓ પડી રહી છે તેથી હવે માત્ર સોફ્ટવેર કંપની નહીં રહેતા તેણે મોબાઈલ હાર્ડવેર માર્કેટમાં નોકિયા ટેકઓવર કરીને ફરી તેનું સ્થાન મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. માઇક્રોસોફ્ટે વૈશ્ર્વિક માર્કેટનું તેનું સ્થાન મજબૂત કરવા માટે આવતા મહિનાઓમાં નોકિયાના પ્રોડક્ટસ બહુ સસ્તા ભાવે લોંચ
થતા જોવા મળશે.

જેમ નોકિયા બદલાતા સમયની માગ કે ટચ સ્ક્રીન સ્માર્ટફોનનો જમાનો આવી રહ્યો છે અને તેના વિન્ડો બેઝ્ડ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ટેક્નોલોજીને ચેલેન્જ કરી શકે તેમ નથી તે સમજીને કોઈ નવી સ્ટ્રેટેજી અપનાવવી જરૂરી છે તે શીખ નહીં  લેતા તેના પતનની શરૂઆત થવા લાગી. જેમ કે ભારતમાં પણ જેણે વર્ષો સુધી એકનું એક કાર મોડેલ પ્રીમિયર પદ્મીની ઉતાર્યંુ તે ફીઆટ કંપની પણ ૯૦ના દશકા સુધીની સરકારની પ્રોટેકશન નીતિના કારણે નિષ્ક્રીય રહી અને નવા
મોડેલની કારો સામે કોમ્પિટીશનમાં ખલાસ થઈ ગઈ.

નોકિયા કંપનીએ તેના કર્મચારીઓને આપેલા આખરી મેસેજમાં કહ્યું છે કે, "જ્યારે તમે દરિયામાં કોઈ બોટના પ્લેટફોર્મ પર ઊભા હો અને તેને આગ લાગે તો જાન બચાવવા ઠંડા પાણીમાં કૂદી પડવા સિવાય કોઈ પર્યાય નથી.

નોકિયાની ઘટના એક આયઓપનર છે કે ૨૧મી સદીમાં બદલાતા સમય સામે ટકી રહેવા માટે ડગલે ને પગલે ચેલેન્જ આવશે તેમાં સ્થાન ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહી શીખતા રહેવું જરૂરી છે પણ તે કોઈ વિદ્યાર્થી, તબીબ,
સી.એ., સોલીસીટર, બિઝનેસમેન કે ઉદ્યોગપતિ હોય નહીંતર "સીખના બંધ તો જીતના બંધ થઈ જાશો. મહાત્મા ગાંધીએ બહુ સરસ કહ્યું છે કે "જીવન એવું જીવો કે જાણે કાલે મરવાનું છે અને શીખો એવું કે જીંદગી અનંત છે!

Source: Mumbai Samachar dated 9th September 2013, vyapar purti

Duble Kaji ni Mahabharat (Vanzara, fake encounters and Mahabharat analogy!)

સારે ગાંવ કી ફિકર - દુબલે કાજી

મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી બીજે દિવસે હ્યુમન રાઈટ્સવાળાઓની એક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી એવું જાણવા મળ્યું છે. ઈતિહાસકારો કહે છે કે માનવ અધિકારવાળાઓને આ યુદ્ધમાં સૌથી મોટો કલ્પ્રિટ અર્જુન જણાયો. ઈન્દ્રપ્રસ્થની અદાલતમાં અર્જુન પર સંખ્યાબંધ ફેક એન્કાઉન્ટરના કેસ દર્જ થયા. અર્જુનની ધરપકડ થઈ. એને
જ્યુડિશ્યલ કસ્ટડી હેઠળ જેલમાં રાખવામાં આવ્યો.

અંડર ટ્રાયલ કેદી તરીકે અર્જુન હજુ જેલમાં સેટલ થાય ન થાય ત્યાં હસ્તિનાપુરની અદાલતે એની ધરપકડનું વૉરંટ કાઢ્યું. ઈન્દ્રપ્રસ્થની અદાલતના કેસો પણ હસ્તિનાપુરની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.

અર્જુનના ફેક એન્કાઉન્ટરના કેસો વિશે ભારતનાં છાપાઓમાં રોજ નવી નવી વાતો છપાતી. દુર્યોધન મરતી વખતે જેને પોતાની જાયદાદ સોંપતો ગયો હતો એવા એક પત્રકારે અર્જુનના ફેક એન્કાઉન્ટરને વખોડી નાખતાં લખ્યું: ‘અર્જુનનો પોકળ
દાવો છે કે આ યુદ્ધ ધર્મયુદ્ધ હતું. અમારી પાસે ડૉક્યુમેન્ટ્સ છે કે બે કઝિન્સ વચ્ચેનો પ્રોપર્ટીને લગતો આ ઝઘડો હતો. અર્જુને સોપારી આપીને અડોશપડોશના રાજાઓને બોલાવ્યા અને દુર્યોધન સહિતના બધા કઝિન્સનું એન્કાઉન્ટર કરાવ્યું.’

અર્જુનને ઈન્દ્રપ્રસ્થની સેન્ટ્રલ જેલમાંથી હસ્તિનાપુરના મધ્યવર્તી કારાગૃહમાં લાવવામાં આવ્યો તેને કારણે એ અપસેટ હતો. જેલની મુલાકાતે આવનારા અર્જુનના સંબંધીઓએ હવે છેક હસ્તિનાપુર સુધી લાંબા થવું પડતું. અધૂરામાં પૂરું જે રીતે એના ધર્મયુદ્ધને પ્રોપર્ટીના ઝઘડાને કારણે થયેલા એન્કાઉન્ટરમાં ખપાવી દેવાનું કાવતરું રચાયું એને કારણે એની નિંદ હરામ થઈ ગઈ હતી.

અર્જુન રાતના ઉજાગરાઓ કરતો. કૌરવોને ખતમ કરીને આ પૃથ્વી પરનો પાપનો બોજો હળવો કરી નાખવાની ખુશી માણવાને બદલે એ રોજ જેલના સળિયા ગણતો. સો વખત ગણીને થાકી જતો ત્યારે છેક વહેલી સવારે એ ઊંઘી જતો.

એક સવારે એ હજુ માંડ સૂતો હતો ત્યાં જેલના વૉર્ડરે એને જગાડ્યો. ‘આજે કોર્ટમાં પેશગી છે. તૈયાર થઈ જા.’ કોર્ટમાં જવાનું હતું એટલે અર્જુન નાહ્યો, દાઢી પણ કરી. કોર્ટમાં જવા માટેનાં સ્પેશિયલ રાખી મૂકેલાં ઈસ્ત્રીવાળાં કપડાં પહેરી લીધાં. પોલીસના ચાર ઘોડા જોડેલા ડબામાં અર્જુનને અદાલતમાં લાવવામાં આવ્યો.

હસ્તિનાપુરની સેશન્સ જજના ન્યાયાધીશે કહ્યું, ‘કઠેડામાં ઊભા રહીને સોગંદ ખાઓ અને જે કંઈ પૂછું તેનો સાચેસાચો જવાબ આપો. કાલે તમને સજા સંભળાવતાં પહેલાં જુબાની આપવાનો આ છેલ્લો મોકો આપવામાં આવે છે.’

અર્જુને ગીતા પર હાથ મૂકીને સાચું બોલવાના સોગંદ લીધા. જજે પૂછ્યું,

‘તમે શા માટે કુરુક્ષેત્રમાં આટલાં બધાં ફેક એન્કાઉન્ટર કર્યાં?’

‘નામદારસાહેબ, આમાંનું એક પણ એન્કાઉન્ટર મેં મારી મરજીથી નથી કર્યું.’

‘ખરેખર?’

‘જી, નામદાર. હું તો હથિયાર છોડીને ઘરભેગો થઈ જવા માગતો હતો.’

‘તો પછી તમારો નિર્ણય બદલાયો કેવી રીતે?’

‘માય લૉર્ડ, મને સમજાવવામાં આવ્યો, મને આદેશ આપવામાં આવ્યો કે મારે મારી ફરજ સમજીને એન્કાઉન્ટર કરવાનાં જ છે.’

‘કોણે તમને સમજાવ્યા?’

‘હું જેમને મારા ભગવાન માનું છું એમણે મને સમજાવ્યો.’

‘કોઈ પુરાવો છે આ વાતનો? સાબિતી આપો.’

‘આ રહી સાબિતી. બધા જ પુરાવા એમાં છે.’ કહીને અર્જુને પોતાના હાથમાંની
ભગવદ્ ગીતા નામદાર કોર્ટના ટેબલ પર મૂકી દીધી.

Source: Mumbai Samachar dated 5th September, 2013