સીખના બંધ તો જીતના બંધ: નોકિયાનો દાખલો ફરી સાબિત કરે છે કે નંબર વન બનવું અને ટકવું બે અલગ બાબત છે! ઓપિનિયન - પ્રકાશ દેસાઈ
કૌન બનેગાની ૬ઠ્ઠી સીઝનની આ વખતની થીમ છે, "સીખના બંધ તો જીતના બંધ. આ વાત ફીનલેન્ડની મોબાઈલ હેન્ડસેટ મેન્યુફેક્ચર "નોકિયા કરતા કોણ વધારે સારી રીતે જાણતું હશે?
બીજી સપ્ટેમ્બર ૨૦૧૩ના બીલ ગેટ્સની માઈક્રોસોફ્ટ કંપનીએ એક સમયની વિશ્ર્વની પ્રથમ નંબરની મોબાઈલ વિક્રેતા કંપની નોકિયાને ૫.૪ બિલિયન યુરોઝમાં ખરીદી લીધાની જાહેરાત બહુ ચોંકાવનારી નહોતી કારણ કે છેલ્લા ૨ કે ૩ વર્ષથી નોકિયા, સેમસંગ અને એપલના મોબાઈલ્સ ફોન સામે માર્કેટ શેર બહુ ઝડપથી ગુમાવી રહી હતી. આ ઘટનાથી એક વાર ફરી એ વાત સાબિત થાય છે કે "નથીંગ ઈઝ પરમેનન્ટ ઈન લાઈફ. કહેવાય છે ને કે નંબર વન થવું કદાચ સહેલું હશે પણ નંબર વનનું સ્થાન ટકાવી રાખવું બહુ મુશ્કેલ છે. નહીંતર એવું ક્યારેય કોઈ વિચારી શકે કે જગતમાં મોબાઈલ ફોનના પાયોનિયર નોકિયા કંપનીને એક સોફ્ટવેર કંપની ખરીદી લે? નોકિયા કે જેની માર્કેટ વેલ્યુ આજથી ૪ વર્ષ પહેલા લગભગ
૮૦ થી ૧૦૦ બિલિયન ડોલર હતી તે આજે ૭.૧૭ બિલિયન ડોલર્સમાં પાણીના ભાવે વેચાઈ ગઈ છે! નોકિયા કંપનીના શેરનો ભાવ ૨૦૦૭માં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં ૪૦ ડોલર હતો તે ૨૦૧૨માં ઘટીને ૨ ડોલર થઈ ગયો હતો અને હવે
માઈક્રોસોફ્ટે કંપની ખરીદયાની જાહેરાત પછી ૫.૫૦ ડોલર છે. જેમ કોઈપણ વ્યવસાય, બિઝનેસ કે ઉદ્યોગમાં કયારે એન્ટ્રી લેવી તેનો નિર્ણય યોગ્ય સમયે લેવો જેટલો જરૂરી છે તેટલું જ તેમાંથી કયારે એક્ઝિટ કરવું તે નક્કી કરવું પણ બહુ જરૂરી છે આજથી ૬ વર્ષ પહેલા જ્યારે નોકિયાના વળતા પાણી શરૂ થયેલા ત્યારે તેનો મોબાઈલ બિઝનેસ કોઈને વેચેલો હોત તો આજ કરતા ૧૦ ગણા ભાવ તેને મળી શક્યા હોત.
નોકિયા:
૧૮૬૫માં ફીનલેન્ડમાં જેણે પેપર કંપની તરીકે ધંધાની શરૂઆત કરેલી તે નોકિયા નામ તે જે જગ્યાએ સ્થપાયેલી તે ગામના નામ પરથી પડેલું હતું. મૂળ પેપર, ગમબુટ, ટીવી અને ટાયર મેન્યુફેકચરીંગ કંપનીએ મોબાઈલ ટેક્નોલોજીમાં ડાયવર્સીફીકેશન કરીને યુરોપના ફીનલેન્ડ જેવા દેશને વિશ્ર્વના નકશા ઉપર મોબાઈલ ટેક્નોલોજીમાં ટોચનું સ્થાન અપાવ્યું.
ફીનલેન્ડની એક્સપોર્ટ રેવન્યુમાં નોકિયાનો ફાળો બહુ મોટો છે. અત્યારે મોબાઈલમાં જે એન્ગ્રી બર્ડની ગેમ વિખ્યાત છે તે પહેલા ૧૨ વર્ષ સુધી નોકિયાની "સ્નેકની ગેમ મોબાઈલ ફોન પર રાજ કરતી હતી.
૧૯૮૭માં નોકિયાએ મોબીરા સીટીમેન મોબાઈલ ફોન લોન્ચ કર્યો ત્યારે તેનું વજન ૮૦૦ ગ્રામ હતું અને કિંમત ૪૫૬૦ યુરો! આ ફોન "ગોરબા નામે પ્રચલિત થવા લાગ્યો જ્યારે તે સમયના સોવિયેટ યુનિયનના પ્રમુખ મીખાઈલ ગોર્બાચેવને ફીનલેન્ડના હેલ્સીન્કી શહેરથી મોસ્કોમાં રહેતા તેના મિનિસ્ટર સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતા હતા તે દૃશ્ય ટીવી અને છાપાંઓમાં પ્રસિદ્ધ થયું હતું.
૧૯૮૭ થી ૨૦૦૭ સુધી નોકિયાને હરીફાઈ કોને કહેવાય તે ખબર નહોતી. વિશ્ર્વના મોબાઈલ જગતમાં લગભગ ૨૦ વર્ષ સુધી એકચક્રી શાસન કરતી હતી પણ જાન્યુઆરી ૨૦૦૭ની એક શમી સાંજે એપલના સીઈઓ સ્ટીવ જોબએ એક સમારંભમાં ખીસ્સામાંથી આઈફોન બહાર કાઢીને તેના આવિષ્કારની જાહેરાત કરી અને દુનિયાનો મોબાઈલ ફોનનો ઈતિહાસ બદલાઈ ગયો.
૨૦૦૭માં એપલે ગુગલની એન્ડ્રોઈડ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરીને ટચ સ્ક્રીન ફોન માર્કેટમાં ઉતાર્યો તેના ઝટકામાંથી નોકિયા ક્યારેય બહાર નહી આવી શક્યું. ૨૦૦૭ સુધી વિશ્ર્વ મોબાઈલ માર્કેટ લીડર એપલની પોપ્યુલારીટી સામે લડત નહીં આપી શકી અને તેનો માર્કેટ શેર ૪ વર્ષમાં ઘટીને ૩૪ ટકા પર આવી ગયો હતો અને ૨૦૧૩માં માત્ર ૩ ટકા ઉપર!
૨૦૧૩મા જેની વસ્તી માત્ર ૫૪,૩૨,૩૦૫ જેટલી છે તેવા યુરોપના ટચુકડા દેશ ફીનલેન્ડની નોકિયા મોબાઈલ કંપની ૨૦૧૨ સુધી વિશ્ર્વના ૧૫૦ દેશોમાં તેના એક લાખ કરતા વધારે વર્કફોર્સથી મોબાઈલનો ધંધો કરતી હતી અને તેની વાર્ષિક આવક
૩૦ બિલિયન યુરોની હતી.
બીજી બાજુ ગુગલ કંપની કે જેની શરૂઆત એક સર્ચ એન્જિન સાઈટ તરીકે શરૂ થયેલી તેણે ૨૦૧૨માં મોટરોલા મોબાઈલ કંપની ૧૩ બિલિયન ડોલર્સમાં ખરીદીને મોબાઈલ સોફ્ટવેર માર્કેટમાં તેનું સ્થાન મજબૂત કરી દીધું. નોકિયાએ માઈક્રોસોફ્ટ
સાથે એક સ્ટ્રેટેજીક જોડાણ કરીને તેના મોબાઈલમાં વીન્ડો સિસ્ટમ બેસાડીને સ્માર્ટફોન માર્કેટમાં ઉતાર્યા પણ ગુગલના એન્ડ્રોઈડ સામે તે ટકી નહીં શક્યા.
એમ કહી શકાય કે નોકિયાના પતનની શરૂઆત ૨૦૦૮માં ઈરાનથી થયેલી હતી. ૨૦૦૮માં નોકિયા અને જર્મન કંપની સિમેન્સે સંયુક્ત સાહસમાં ઈરાનમાં મોબાઈલ સેવાની મોનોપોલી મેળવેલી જેમાં શરત એ હતી કે તેઓ તેની સેવામાં એવી ટેક્નોલોજી
અપનાવશે કે સરકાર લોકોના વોઈસ કોલ અથવા સોશ્યલ સાઈટ ફેસબુક કે ટવીટર એકાઉન્ટ ઉપર જે ડેટા હોય તે જાણી શકશે. જ્યારે ઈરાનની પ્રજાને આ વાતની જાણ થઈ કે નોકિયા મોબાઈલ ફોનના ઉપયોગમાં કોઈ જાતની પ્રાયવસી નથી અને
બીજું કે મોબાઈલ ફોનના કોમ્યુનિકેશન ઇન્ટરસેપ થવાના કારણે જૂન ૨૦૦૯ની ઈરાનની ચૂંટણી દરમિયાન મોબાઈલ ઇન્ટરનેટ સેવા બહુ ધીમી થઈ ગઈ હતી. નોકિયા મોબાઈલ ફોન વપરાશકર્તાઓએ ધીમે ધીમે પ્રાયવસીના અભાવને કારણે નોકિયાનો
વિરોધ શરૂ કર્યો ત્યારે નોકિયા અને સિમેન્સે એક પ્રેસ નોટ બહાર પાડી કે હસ્તક્ષેપ માત્ર વોઈસકોલ માટે હતો નહીં કે ડેટા માટે. પણ ઈરાનીઓ એ નોકિયા ફોનની એસએમએસ સેવા વાપરવાનું બંધ કર્યું અને નોકિયા મોબાઈલ હેન્ડસેટની ડીમાંડ લગભગ નહીંવત થઈ ગઈ.
આ તરફ માઈક્રોસોફ્ટને ગુગલ અને એપલ સામે ટકી રહેવા માટે બહુ મુશ્કેલીઓ પડી રહી છે તેથી હવે માત્ર સોફ્ટવેર કંપની નહીં રહેતા તેણે મોબાઈલ હાર્ડવેર માર્કેટમાં નોકિયા ટેકઓવર કરીને ફરી તેનું સ્થાન મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. માઇક્રોસોફ્ટે વૈશ્ર્વિક માર્કેટનું તેનું સ્થાન મજબૂત કરવા માટે આવતા મહિનાઓમાં નોકિયાના પ્રોડક્ટસ બહુ સસ્તા ભાવે લોંચ
થતા જોવા મળશે.
જેમ નોકિયા બદલાતા સમયની માગ કે ટચ સ્ક્રીન સ્માર્ટફોનનો જમાનો આવી રહ્યો છે અને તેના વિન્ડો બેઝ્ડ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ટેક્નોલોજીને ચેલેન્જ કરી શકે તેમ નથી તે સમજીને કોઈ નવી સ્ટ્રેટેજી અપનાવવી જરૂરી છે તે શીખ નહીં લેતા તેના પતનની શરૂઆત થવા લાગી. જેમ કે ભારતમાં પણ જેણે વર્ષો સુધી એકનું એક કાર મોડેલ પ્રીમિયર પદ્મીની ઉતાર્યંુ તે ફીઆટ કંપની પણ ૯૦ના દશકા સુધીની સરકારની પ્રોટેકશન નીતિના કારણે નિષ્ક્રીય રહી અને નવા
મોડેલની કારો સામે કોમ્પિટીશનમાં ખલાસ થઈ ગઈ.
નોકિયા કંપનીએ તેના કર્મચારીઓને આપેલા આખરી મેસેજમાં કહ્યું છે કે, "જ્યારે તમે દરિયામાં કોઈ બોટના પ્લેટફોર્મ પર ઊભા હો અને તેને આગ લાગે તો જાન બચાવવા ઠંડા પાણીમાં કૂદી પડવા સિવાય કોઈ પર્યાય નથી.
નોકિયાની ઘટના એક આયઓપનર છે કે ૨૧મી સદીમાં બદલાતા સમય સામે ટકી રહેવા માટે ડગલે ને પગલે ચેલેન્જ આવશે તેમાં સ્થાન ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહી શીખતા રહેવું જરૂરી છે પણ તે કોઈ વિદ્યાર્થી, તબીબ,
સી.એ., સોલીસીટર, બિઝનેસમેન કે ઉદ્યોગપતિ હોય નહીંતર "સીખના બંધ તો જીતના બંધ થઈ જાશો. મહાત્મા ગાંધીએ બહુ સરસ કહ્યું છે કે "જીવન એવું જીવો કે જાણે કાલે મરવાનું છે અને શીખો એવું કે જીંદગી અનંત છે!
Source: Mumbai Samachar dated 9th September 2013, vyapar purti

No comments:
Post a Comment