કોમી રમખાણોના સમાચારોમાં તમને વાંચવા મળે કે બે કોમ વચ્ચે અથડામણ થતાં અમુક લોકો માર્યા ગયા ત્યારે તમારે માની લેવાનું કે એ ‘અમુક લોકો’ હિંદુ હશે. દેશમાં કોઈપણ જગ્યાએ કોમી રમખાણો થાય તો મીડિયા તમને નહીં કે કઈ બે કોમ વચ્ચે આ રમખાણો થયાં. સિવાય કે એ જગ્યા ગુજરાતમાં હોય. ગુજરાતનાં રમખાણો વખતે ફ્રોમ ડે વન મીડિયાએ તમને કહ્યું હતું કે હિંદુઓ મુસલમાનોને મારી રહ્યા છે અને આટલા મુસ્લિમો મરી ગયા છે. ગુજરાતનાં રમખાણોનાં ફાઈનલ આંકડામાં (લગભગ ૧,૦૦૦) ત્રીજા ભાગના તો હિંદુઓ મર્યા હતા છતાં મીડિયા પ્રોજેક્ટ એ રીતે કરે કે એ હજારે હજાર મુસ્લિમો હતા. ગુજરાતનાં રમખાણોનું કારણ ગોધરામાં જીવતા બાળી મૂકવામાં આવેલાં ૫૯ હિંદુઓ હતા પણ મીડિયા રમખાણોની જ વાત ચગાવ્યા કરતું. એનું એક કારણ એ કે દુનિયા ભૂલી જાય કે આ રમખાણોનું ખરું કારણ શું હતું. છેલ્લા બે દિવસથી તમે જો માત્ર અંગ્રેજી છાપાં જ વાંચતા હો તો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં છુટાછવાયા કોમી છમકલાં થઈ રહ્યાં છે એવી તમારા પર છાપ પડશે. ગુજરાતનાં રમખાણોને આઠ કૉલમમાં ચમકાવતાં અંગ્રેજી છાપાઓ મુઝફ્ફરનગરનાં રમખાણોને મામૂલી સમાચાર જેટલું મહત્ત્વ આપે છે. થોડાં સપ્તાહ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં થયેલાં રમખાણોના સમાચાર પણ અંગ્રેજી મીડિયાએ આ જ રીતે રફેદફે કરી નાખ્યા હતા. મુઝફ્ફરનગરના સમાચારને જે રીતે દબાવી દેવાના પ્રયત્નો થયા તેનાથી તરત તમને ગંધ આવે કે એક, આ રમખાણો મુસ્લિમોને કારણે શરૂ થયાં હશે અને બે, આ રમખાણોમાં માર્યા જનારા મોટાભાગના હિંદુઓ હશે જેમની કતલ મુસલમાનોએ કરી હશે. અને તમે સહેજ આ મામલામાં ઊંડા ઉતરો એટલે તમારી આ સિક્સ્થ સેન્સ સાચી પુરવાર થાય. વાત એટલી કે ઉત્તર પ્રદેશમાં આમેય કેટલાક મુસ્લિમો માથાભારે બનીને હિંદુઓને વર્ષોથી હેરાન કરતા રહ્યા છે. નમાઝવાદી પાર્ટી તરીકે ઓળખાતી મુલ્લા મુલાયમસિંહ યાદવનો પક્ષ યુ.પી.માં સત્તા પર હોય ત્યારે આ મુસ્લિમોની જોહુકમી વધી જતી હોય છે. આ વખતે માયાવતીને હરાવીને મુલાયમે પોતાના દીકરા અખિલેશને ચીફ મિનિસ્ટર બનાવી દીધો પછી આ નમાઝવાદી સરકારે જેલમાં પુરાયેલા, જેમના પર હજુ કેસ ચાલી રહ્યા છે એવા હજારો મુસ્લિમ યુવાનોને છોડી મૂકયા. મુસ્લિમ પ્રજાને ખુશ કરવા આ પગલું લેવાયું એમ કહેવાય છે. અમને સમજાતું નથી કે કોઈ પણ પ્રજા પોતાની જ કોમમાં ગામના ઉતાર જેવા હોય એવા લોકોને જેલમાંથી બહાર કાઢીને સમાજમાં છુટ્ટા મૂકી દેવામાં આવે તેને કારણે ખુશ કેવી રીતે થઈ શકે? યુ.પી.ના આ જેલમાંથી બહાર કાઢવામાં આવેલા આરોપી - મુસ્લિમોને લીધે ત્યાંના હિંદુઓની હેરાનગતિ વધી ગઈ. છેલ્લા એક વરસમાં ૫૦ કરતાં વધુ કોમી તોફાનો એકલા યુ.પી.માં થયાં. મુલાયમસિંહ અને હવે અખિલેશના કાળમાં યુ.પી.માં કોર્ટના ન્યાયાધીશોથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં મુસ્લિમોની ભરતી કરવાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું. અખિલેશ સરકારના ચીફ સેક્રેટરી જાવેદ ઉસ્માની છે. મુઝફ્ફરનગરનાં કોમી રમખાણોમાં આ લખાય છે ત્યાં સુધી ૩૮ લોકોનાં મોત થયાં છે. આમાંના હિંદુ કેટલા છે એનો સત્તાવાર આંકડો કોઈની પાસે નથી. ગુજરાતનાં રમખાણો વખતે આવા આંકડા દરેક એન.જી.ઓ. પાસે રહેતા. ગુજરાતમાં જેમ મુસ્લિમ તરફી સેક્યુલર એન.જી.ઓ. પહોંચી જઈને પોલીસ તથા સરકારને માથે છાણાં થાપતી. હિંદુઓ આ બાબતે પહેલેથી નબળા છે. મુઝફ્ફરનગરમાં ધામા નાખીને હિંદુવાદી એન.જી.ઓ.એ ભારે કકળાટ કરી મૂકવાનો હોય, ત્યાંના પોલીસતંત્રે ચાલી રહેલા મુસ્લિમતરફી વલણને ઉઘાડું પાડવાનું હોય, અખિલેશ સરકારની રાજગાદી પર કાંટા બિછાવી દેવાના હોય, આખો મામલો ઈન્ટરનેશનલ લેવલનો બનાવીને દિલ્હીની સરકારને ધ્રુજાવી દેવાનો હોય. કમનસીબે, કોમી રમખાણોની બાબતમાં મુગલકાળથી માર જ ખાતા આવતા હિંદુઓને આ પ્રકારની હોહા કરવાનું હજુય આવડ્યું નથી. કંઈક તો શીખો તમે તિસ્તા સેતલવાડ અને એના પતિ જાવેદ આનંદ પાસેથી. માથાભારે મુસ્લિમ યુવાનોએ યુ.પી.માં હિંદુઓની ટીનએજ છોકરીઓને સતાવવાનું શરૂ કર્યું એમાંથી મુઝફ્ફરનગરનાં અત્યારનાં રમખાણોની શરૂઆત થઈ. સતામણી વધી ગઈ ત્યારે હિંદુ યુવાનોએ મુસ્લિમોને પડકાર્યા. આ અથડામણમાં કોઈ મુસ્લિમ મરી ગયો અને યુ.પી.ની મુસ્લિમવાદી પોલીસે આડેધડ હિંદુઓની ધરપકડ કરીને ડઝનબંધ ખોટા કેસ ઊભા કરી એમને જેલમાં નાખી દીધા. હિંદુઓ સમજતા હતા કે અખિલેશની નમાઝવાદી સરકારને રાવ નાખવાથી કશું વળવાનું નથી. હિંદુઓએ મહાપંચાયત બોલાવીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું અને ખોટી રીતે સંડોવવામાં આવેલા નિર્દોષ હિંદુઓને છોડી મૂકવાની અપીલ કરવામાં આવી. અયોધ્યાથી પાછા ફરી રહેલા રામસેવકોને ગોધરામાં જીવતા બાળી નાખવાનું કાવતરું ઘડાયું હતું એ જ રીતે મહાપંચાયતમાંથી પાછા ફરી રહેલા હિંદુઓને રહેંસી નાખવા માટે મુસ્લિમોનાં ટોળાંનાં ટોળાં ઉમટ્યાં - પાકા શસ્ત્ર-સરંજામ સાથે. એ પછી યુ.પી.માં ઠેરઠેર તોફાની મુસ્લિમોએ હિંદુઓ પર કાળો કેર વર્તાવ્યો. અખિલેશ સરકારે ચૂપચાપ આ બધું જોયા કર્યું અને પોલીસને જ્યારે રમખાણો રોકવાનો હુકમ આપવામાં આવ્યો ત્યારે ઘણું મોડું થઈ ચૂકયું હતું. પોલીસે કાર્યવાહી શરૂ કરી એ પછી પણ મુસ્લિમો અટકયા નહીં. પોલીસના છુપા યા પ્રગટ સહયોગથી હિંદુઓની કતલ કરવાનું ચાલુ રહ્યું. અંગ્રેજી મીડિયા કોમી રમખાણોના રિપોટિંગ બાબતે કેટલી બદમાશી કરે છે તેની તમને ખબર છે. પી.ટી.આઈ. કે એ.પી. અને રોઈટર્સ જેવી ન્યૂઝ એજન્સીઓમાં સેકયુલરગીરી ચાલે છે એટલે કમનસીબે, પ્રાદેશિક ભાષાનાં છાપાંઓએ પણ અંગ્રેજી મીડિયા જે રંગના સમાચારો છાપે છે તે જ સમાચારોથી ચલાવી લેવું પડે છે. પ્રાદેશિક ભાષાનાં સમાચારપત્રોએ સંતોષ માત્ર એટલો લેવાનો કે પોતે આ સેન્સિટિવ સમાચારોને બે કૉલમમાં નીચે સુવડાવી દેવાને બદલે આઠ કૉલમમાં છાપી શકે છે. મુઝફ્ફરનગરનાં કોમી રમખાણો અને અંગ્રેજી મીડિયાની મીલીભગત પછી એક વાત ફરી સ્પષ્ટ થઈ ગઈ કે ગુજરાતનાં રમખાણો વખતે મીડિયાએ જાણીજોઈને ગુજરાતની છબિ ખોટેખોટી ખરડી જેથી નરેન્દ્ર મોદીની છબિ ખરડાય. નરેન્દ્ર મોદીને તે વખતે અને હજુ પણ અંગ્રેજી મીડિયા રમખાણો બાબતે ધીબેડ્યા કરે છે જેથી દુનિયા આખીને સંદેશો મળી જાય કે જો તમે હિંદુઓનો પક્ષ લીધો છે તો તમારી ખેર નથી. ભારતની મુસ્લિમવાદી સેક્યુલરગીરી માટે તકવાદી રાજકારણીઓ જેટલા જવાબદાર છે એટલું જ જવાબદાર આ રાજકારણીઓની પગચંપી કરનારું અંગ્રેજી મીડિયા પણ છે. http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103437 |
Wednesday, September 11, 2013
મુઝફ્ફરનગરનાં કોમી રમખાણોમાં અંગ્રેજી મીડિયાનો ‘સંયમ’ ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment