કસિની સત્તરમી સદીનો એક વરિષ્ઠ અને નામવંત ખગોળવિજ્ઞાની હતો. દુનિયાની પ્રથમ વેધશાળા પેરિસ વેધશાળા છે અને તે પેરિસમાં છે. આજે પણ તે અસ્તિત્વ ધરાવે છે. તે સોળસોના સાઠના દાયકામાં સ્થપાઈ હતી. તેને આજે ૩૫૪ વર્ષ થયાં. કસિની તેનો પ્રથમ ડિરેકટર હતો. નાસાએ શનિના અભ્યાસ માટે અતિમહત્ત્વાકાંક્ષી યાન છોડ્યું છે. તે આજે પણ શનિનો ઊંડેથી અભ્યાસ કરે છે. કસિનીના માનમાં આ અંતરિક્ષયાનનું નામ કસિની રાખવામાં આવ્યું છે.
કસિનીએ તે વખતે જાણીતા શનિ સુધીના ગ્રહોનું અંતર ચોક્કસાઈથી માપ્યું હતું જે કેપ્લરના સમય અને ગ્રહના અંતરના સંબંધને પુન: સ્થાપિત કરે છે. કસિનીએ ૧૬૭૨માં શનિનો રીહા નામનો ઉપગ્રહ શોધી કાઢ્યો અને ૧૬૮૪માં ટીથીસ અને ડાયની નામના શનિના બીજા બે ઉપગ્રહો શોધી કાઢ્યા. ૧૮૯૮માં પીકરિંગ નામના ખગોળવિજ્ઞાનીએ શનિનો ફોબી નામનો ઉપગ્રહ શોધી કાઢ્યો. ટીથીસ અને રીહા યુરેનસ અને ગીઆની બે દીકરીઓ છે અને ડાયની ટીથીસની દીકરી છે, એટલે કે ડાયની, યુરેનસ અને ગીઆની દીકરીની દીકરી થાય. આમ સૂર્યમંડળમાં બીજી ચાર સ્ત્રીઓને સન્માનવામાં આવી છે.
ટીથીસ ઉપગ્રહ પર ખીણો અને વિશાળ મેદાનો છે. તેની સપાટી ઉલ્કાકુંડોથી ભરેલી છે. ફોબી શનિનો સૌથી દૂરનો ઉપગ્રહ છે. તે બીજા બધા ગ્રહો અને ઉપગ્રહોની સરખામણીમાં ઊલટી દિશામાં શનિની પરિક્રમા કરે છે. તે તેની વિશિષ્ટતા છે. રીહાનો દેખાવ આપણા ચંદ્ર જેવો જ છે, પણ તેની સપાટી પર ચળકતો પદાર્થ અને બરફ છે. તેના એક ભાગ પર મોટા મોટા ઉલ્કાકુંડો છે તો બીજા ભાગ પર નાના નાના ઉલ્કાકુંડો છે. ડાયની જાણે બે અલગ અર્ધગોળાનો બનેલો છે. એક ભાગ પ્રકાશિત છે અને બીજો ભાગ કળો છે.
ગ્રીક પૌરાણિક કથામાં શુક્ર ગ્રહને પ્રેમ અને સૌંદર્યની દેવી માનવામાં આવી છે. પૃથ્વી પોતે જ દેવી છે. શુક્ર સમી સાંજે અથવા પરોઢિયે આકાશમાં દૃશ્યમાન થાય છે. વર્ષના થોડા મહિના તે સાંજે દેખાય છે તો વર્ષના બીજા મહિનાઓમાં તે પરોઢિયે દેખાય છે. સુદ ત્રીજ, ચોથના ચંદ્ર સાથે તે સુંદર યુતિ કરે છે. શુક્ર રાત્રિ આકાશમાં ચંદ્ર પછીનો બીજો પ્રકાશિત આકાશીપિંડ છે. ચંદ્ર તો પૃથ્વીનો ઉપગ્રહ છે અને નજીક છે, જ્યારે શુક્ર સૂર્યમાળાનો બીજા નંબરનો ગ્રહ છે. ત્રીજા નંબરે આપણી વસુધા આવે છે. સૂર્યમાળામાં બે જ ગ્રહો સ્ત્રીના નામ પર છે શુક્ર (વિનસ) અને આપણી પૃથ્વી.
શુક્ર ગ્રહ હીરાની માફક ચમકે છે અને ઝળહળે છે અને તે સૌંદર્યની દેવી ગણાય છે,પણ હકીકતમાં તે નરક છે, કારણ કે ત્યાં તાપમાન ૫૦૦ અંશ સેલ્સિયસ છે અને ત્યાં વાયુનું દબાણ, પૃથ્વી પર જે વાયુનું દબાણ છે તેના કરતાં ૧૦૦ ગણું વધારે છે અને તેના વાયુમંડળમાં કાર્બન ડાયોકસાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ જેવા ગ્રીનહાઉસ વાયુઓ છે જે થોડા ઘણા પાણી સાથે સલ્ફ્યુરિક એસિડ અને કાર્બોદિત એસિડ બનાવે છે. ગ્રીક પૌરાણિક કથાની આ પ્રેમની દેવી, તેની ફરતેના ગાઢ વાયુમંડળને લીધે સૂર્યપ્રકાશનું ખૂબ જ પરાવર્તન કરે છે અને પ્રકાશિત દેખાય છે. આ સૌંદર્યની દેવીની વિશિષ્ટતા એ છે કે તેનો દિવસ તેના વર્ષ કરતાં પણ લાંબો છે. ત્યાં વર્ષ ખતમ થઈ જાય પણ દિવસ ખતમ ન થાય. આપણી વર્ષગાંઠ દર ત્રીજા દિવસે એક દિવસમાં બે વાર આવે. આ દેવી પર ઊતરીએ તો પૃથ્વીની સરખામણીમાં સૂર્ય પશ્ર્ચિમ દિશામાં ઉદય પામે અને પૂર્વ દિશામાં અસ્ત પામે, કારણ કે તે બીજા ગ્રહોના મુકાબલે પોતાની ધરી પર ઊલટો ઘૂમે છે. પૂર્વથી પશ્ર્ચિમ તરફ ઘૂમે છે. શુક્રનો દિવસ એટલા માટે લાંબો છે તે તેની ધરી પર ૨૪૪ દિવસમાં ઘૂમી રહે છે અને સૂર્યની પરિક્રમા કરતાં તેને ૨૨૪ દિવસ લાગે છે. તેના પર હિમાલય જેવડો ઊંચો પહાડ છે.
શુક્રની ફરતે ઘટ્ટ વાયુમંડળ હોવાથી ત્યાં રાત્રિ આકાશમાં તારા લગભગ દેખાય નહીં. ગ્રહો ઝાંખા ઝાંખા દેખાય. વિનસ, પૃથ્વીની જોડકી બહેન ગણાય છે, કારણ કે વિનસ વજન અને કદમાં પૃથ્વી જેવી જ છે. જોકે, આ બંને જોડકી બહેનો રંગ-રૂપ અને ગુણધર્મોમાં તદ્દન ભિન્ન છે.
૧૮૪૬માં લાસલ નામના બ્રિટિશ ખગોળવિજ્ઞાનીએ નેપચ્યૂન ગ્રહ શોધાયા પછી થોડા જ દિવસોમાં તેનો મોટો ઉપગ્રહ શોધી કાઢ્યો. તે નેપચ્યૂનની પરિક્રમા ઊલટી દિશામાં કરે છે. તેનું નામ ટ્રાયટન પાડવામાં આવ્યું છે. તે સૂર્યમાળામાં ચોથા નંબરનો મોટો ઉપગ્રહ છે. ટ્રાયટન પણ એક સ્ત્રી છે. તે દરિયાઈ પરી છે જે સાગરના દેવતા વરુણ (નેપચ્યૂન)ની પરિચારિકા છે.
નેપચ્યૂન અને ટ્રાયટન શોધાયા પછી છેક એકસો વર્ષ પછી ૧૯૪૯માં અમેરિકી ખગોળવિદ્ જિરાર્ડ કુઈપરે નેપચ્યૂનનો બીજો નાનો ઉપગ્રહ શોધી કાઢ્યો. તેનું નામ નીરીયડ રાખવામાં આવ્યું. નીરીયડ પણ દરિયાઈ પરી છે જે મહાસાગરના દેવતા વરુણ દેવતાની બીજી સેવિકા છે.
પ્લુટો યમદેવતા છે. શેરોન પ્લુટોનો ઉપગ્રહ છે. તે ૧૯૭૯માં શોધાયો. ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે કે ભારતીય પૌરાણિક કથા પ્રમાણે પ્લુટો યમ છે. તે પૃથ્વીના જીવાત્માને મૃત્યુ પછી ફળ આપે છે. પ્લુટો સૂર્યથી એટલો દૂર છે કે ત્યાં ઉષ્ણતામાન ઓછું ૨૫૦ અંશ સેલ્સિયસ છે. એટલે કે પ્લુટો અતિશય ઠંડા પ્રદેશમાં વિચરે છે. તે સૂર્યથી દૂર હોઈ અંધકારનો પ્રદેશ છે. પ્લુટો (યમરાજ)ની પાસે જતાં જીવાત્માને વૈતરણા નદી ઓળંગવી પડે છે. શેરોન નામની યમરાજની સેવિકા જીવાત્માને નાવમાં બેસાડી વૈતરણા નદી પાર કરાવે છે. આમ પ્લુટોના ઉપગ્રહનું નામ પણ સ્ત્રીના નામ પરથી છે. શેરોન પ્લુટોના લગભગ અડધા કદનો છે. શેરોનનો પ્લુટોની પરિક્રમા કરવાનો સમય, પ્લુટોનો પોતાનો ધરીભ્રમણ સમય છે. તેથી પ્લુટો પરથી જોતાં શેરોન સ્થિર જ લાગે, એક જ જગ્યાએ લાગે. શેરોન વજનદાર ઉપગ્રહ છે. શેરોનના ગુરુત્વાકર્ષણે પ્લુટો પર પહાડ ઉત્પન્ન કર્યો છે જે શેરોનની દિશામાં છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=215541

No comments:
Post a Comment