વિજ્ઞાન (ખગોળ વિજ્ઞાન), રાજકારણ અને સાહિત્ય આ ત્રણેય પ્રથમ દૃષ્ટિએ લાગે કે અલગ અલગ છે. લાગે કે આ ત્રણેયનો મેળ કયાં બેસે? પણ તેમાં સામ્યતા ઘણી છે.તે હકીકતમાં એકબીજા સાથે જોડાયેલા છે.
ટાગોરનું માઈન્ડ, આઈન્સ્ટાઈનનું માઈન્ડ, પિકાસો, બીથોવન, લિંકન, લિયોનોર્ડો-ડ-વીંચીનું માઈન્ડ તો એક જ સ્તરનું છે, પણ તેમના રસ્તા જુદા જુદા છે. આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે એકદ્ સદ્ વિપ્રા: બહુધા વદન્તિ અર્થાત્ સત્ય એક જ છે પણ તેને પામવાના રસ્તા અલગ અલગ હોઈ શકે છે. સાહિત્ય કરીને પણ સત્ય પામી શકાય, રાજકારણ કરીને પણ સત્ય પામી શકાય અને વિજ્ઞાન કરીને પણ સત્ય પામી શકાય. બે બિન્દુ હોય તો એક બિન્દુએથી બીજા બિન્દુએ જવાના ઘણા રસ્તા હોય છે. આપણા દેશમાં તેંત્રીસ કરોડ દેવતા છે તે શક્ય છે કારણ કે સત્ય પામવાના રસ્તા ઘણા છે. ગણિતશાસ્ત્રમાં પણ એક દાખલો ઘણી રીતે ગણી શકાય છે.
વિજ્ઞાન જાણે તે રાજકારણ કે સાહિત્ય ઊંડેથી ન પણ જાણતો હોય. રાજકારણ જાણે તે વિજ્ઞાન અને સાહિત્ય ઊંડેથી ન પણ જાણતો હોય. સાહિત્ય જાણે કે રાજકારણ અને વિજ્ઞાન ઊંડેથી ન પણ જાણતો હોય. તેમ છતાં સાહિત્યની પાછળ વિજ્ઞાન છે અને રાજકારણ પાછળ પણ વિજ્ઞાન છે અને વિજ્ઞાનમાં સાહિત્ય અને રાજકારણ પણ છે.
વિજ્ઞાનને રજૂ કરવા સાહિત્યની જરૂર પડે છે, રાજકારણને રજૂ કરવા પણ સાહિત્યની જરૂર પડે છે. જે રાજકારણી સાહિત્ય માહેર હોય તે મોટો રાજકારણી બની જાય છે, પુણ્યશાળી રાજકારણી બની જાય છે. ઉદાહરણ ગાંધીજી, જવાહરલાલ નહેરુ, અટલબિહારી વાજપાઈ કે નરેન્દ્ર મોદી. રાજકારણ પાછળ સાહિત્ય તો છે જ પણ મનોવિજ્ઞાન, વિજ્ઞાન, દર્શનશાસ્ત્ર અને પોલિટીકલ સાયન્સ પણ છે. તેમ છતાં રાજકારણીને વિજ્ઞાની બનવું અઘરી વાત છે.
જો વિજ્ઞાની સાહિત્યનો સ્વામી બને તો તે મહાન વક્તા બની જાય છે અને રાજકારણ જાણે તો લોકો માટે ઉત્તમ કામ કરી શકે છે. સાહિત્યકાર જો વિજ્ઞાન જાણે તો મહાન સાહિત્યકાર બની જાય.
ધર્મને જાણવો, ધર્મના વિજ્ઞાનને જાણવું, ધર્મમાં રહેલા વિજ્ઞાનને જાણવું, વેદો - ઉપનિષદો પુરાણોમાં રહેલા ભારતીય વિજ્ઞાનને જાણવું હોય તો સંસ્કૃતભાષા જાણવી પડે. સંસ્કૃતભાષા સર્વશ્રેષ્ઠ ભાષા છે કારણ કે તેની પાછળનું વિજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, મજબૂત છે. પણ હાલમાં આપણે સંસ્કૃતભાષા તો જાણતા નથી. સંસ્કૃતભાષા જાણે છે તે વિજ્ઞાન નથી જાણતાં અને વિજ્ઞાન જાણે છે કે સંસ્કૃતભાષા નથી જાણતા. આ હાલમાં મોટી મુસીબત છે.
સાહિત્ય સર્વત્ર છે. સાહિત્ય વગર ન તો વિજ્ઞાન આગળ વધી શકે, ન તો રાજકારણ. ગાણિતિક સૂત્રો અને ચિહ્નો સાહિત્ય જ છે, ભાષા જ છે. સંગીત પણ ભાષા છે અને નૃત્ય પણ ભાષા જ છે. કોઈ પણ કલા એ ભાષા જ છે. આ બધા જ પાછળ વિજ્ઞાન છે, સાહિત્ય સર્જન પણ કરી શકે અને વિસર્જન પણ. સાહિત્ય માનવીને મહાન બનાવી શકે અને નીચો પણ પાડી શકે. દ્રૌપદીએ દુર્યોધનને જે કહ્યું કે આંધળાના છોકરા આંધળા જ હોય ને. તેને મહાભારત સર્જ્યું.
સાહિત્ય શબ્દબ્રહ્મ છે. શબ્દબ્રહ્મનું ઉદ્ભવસ્થાન અંતરીક્ષ છે, બ્રહ્માંડ છે. શ્ર્લોક છે ને કે અર્ધોધડો ધૌષમુપૈતિ નૂનમ્ પૂર્ણોધકો નૈવકરોતિ શબ્દમ્॥ અર્થાત્ ધડો પૂર્ણ ભરેલો ન હોય તો જ અવાજ કરે. એટલે કે તેમાં અંતરીક્ષ હોય તો જ શબ્દ નીકળે. માટે અંતરીક્ષ જ શબ્દબ્રહ્મનું ઉદ્ગમસ્થાન છે અને અંતરીક્ષ પોતે જ પરબ્રહ્મ છે. વાલ્મીકિ, વેદવ્યાસ, શંકરાચાર્ય, તુલસીદાસ, નરસિંહ મહેતા, કાલિદાસ, ભારવી, દંડિની, માઘ, જયદેવ બધાં શબ્દોનાં સ્વામીઓ હતા. સાહિત્ય માયાવી છે, રહસ્યમય છે, વિજ્ઞાન પણ માયાવી અને રહસ્યમય છે અને રાજકારણ પણ.
રાજકારણને લઈએ તો, રાજકારણ ક્યાં નથી? રાજકારણ સર્વત્ર છે. રાજકારણ પોતે લોકોનાં કલ્યાણ માટે છે, પણ નઠારુ રાજકારણ પણ છે. રાજકારણ માનવીને મહાન બનાવે છે અને વ્યક્તિનો વિનાશ પણ સર્જે છે. રાજકારણ સર્જન પણ કરે છે અને વિસર્જન પણ તેવું જ વિજ્ઞાનનું છે.
રાજકારણીઓએ લોકો અને રાજકારણીઓમાં સુસંવાદિતા - સ્પંદનો (છયજ્ઞિક્ષફક્ષભય) જાળવવા જરૂરી છે. ખગોળવિજ્ઞાન કે વિજ્ઞાનમાં પણ સુસંવાદિતા જાળવવા પડે છે અને જો તે ન જળવાય તો આકાશીપિંડો ક્યાં ફેંકાઈ જાય તે ખબર પણ ન પડે. તેવું જ રાજકારણમાં છે. સાહિત્યમાં પણ સુસંવાદિતા જાળવવી પડે છે.
બ્રહ્માંડમાં પણ આકાશીપિંડો વચ્ચે સુસંવાદિતા જળવાય તો જ સિસ્ટમ બરાબર ચાલે, નહીં તો મોટી ગરબડ થઈ જાય. જેને કેઓટીક થીઅરી કહે છે. રાજકારણીઓ જે પગલા ભરે તે તાર્કિક અને વૈજ્ઞાનિક હોય છે અને પ્રયોગાત્મક પણ હોય છે.
બ્રહ્માંડમાં ઊર્જાનું આદાન - પ્રદાન થાય છે, તે રાજકારણીય રીતે જ થાય છે. સુસંવાદિતા રાખે તે ટકી શકે, નહીં તો ફેંકાઈ જાય. રાજકારણનાં સમીકરણો વિજ્ઞાન છે. તે ક્ષણે ક્ષણે બદલાતા રહે છે તેવું જ સાહિત્ય અને વિજ્ઞાનમાં છે.
બ્રહ્માંડ એટલે ખગોળવિજ્ઞાન - વિજ્ઞાન બ્રહ્માંડ સર્વવ્યાપી છે. બ્રહ્માંડમાં જ બધું ઉત્પન્ન થાય છે અને તેમાં જ સમાય છે. બ્રહ્માંડ બધાનું ઉદ્ગમસ્થાન છે અને અંતિમ સ્થાન છે. બ્રહ્માંડની બહાર કાંઈ જ નથી. ખગોળવિજ્ઞાન (વિજ્ઞાન)ની બહાર કાંઈ જ નથી. વિજ્ઞાન બ્રહ્માંડની જીવનરેખા છે. બ્રહ્માંડ (ખગોળ વિજ્ઞાન) ઈતિહાસ, ભૂગોળ અને દરેકે દરેક શાસ્ત્ર લઈને બેઠું છે.
બ્રહ્માંડ પોતે જ સંગીત અને નૃત્ય છે. રાજકારણમાં પણ સંગીત અને નૃત્ય ચાલ્યા કરે છે. સાહિત્યમાં સંગીત અને નૃત્ય છે. બ્રહ્માંડ દિવસે દિવસે વિસ્તૃત થતું જાય છે. તેવું જ સાહિત્ય અને રાજકારણનું છે.
બ્રહ્માંડમાં તદ્દન નગણ્ય, સૂક્ષ્મ ઘટના ધીરે ધીરે વિશાળરૂપ ધારણ કરે છે અને પછી સર્જન કે વિસર્જન કરે છે. તેવું જ રાજકારણ અને સાહિત્યમાં છે.
બ્રહ્માંડમાં છેવટે અદ્વૈતવાદ છે છેવટે તે બધું ચેતના છે માટે વિજ્ઞાન, સાહિત્ય અને રાજકારણ બધાં એકના એક જ છે. તે અલગ અલગ ચેતના છે, ખગોળીય ચેતના, રાજકારણીય ચેતના કે સાહિત્યિક ચેતના છેવટે બધું પરંબ્રહ્મ છે.
તો આપણને થાય કે શું કોઈ એક વ્યક્તિમાં આ ત્રણેય સાહિત્ય, રાજકારણ અને વિજ્ઞાન સમાવિષ્ટ હોઈ શકે? હાં, કૃષ્ણમાં આવું બન્યું છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=214477

No comments:
Post a Comment