http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=90375
સમગ્ર બ્રહ્માંડ હીગ્ઝ-બોઝોનથી ભરેલું છે અને કદાચ તે જ ડાર્કમેટર કે ડાર્કએનર્જી છે.

આઈન્સ્ટાઈને એકવાર કહેલું કે બ્રહ્માંડ વિષે ન સમજાય તેની વાત એ છે કે તે સમજાય એવું છે. તો બીજી તરફ જે. બી. એસ. હલ્ડને કહેલું કે બ્રહ્માંડ દેખાય તેના કરતાં પણ વધારે વિચિત્ર છે.
પ્રાચીન સમયમાં પૃથ્વી અને તેની પર તારાભર્યો આકાશનો ચંદરવો જ બ્રહ્માંડ હતું. કોઈને કાંઈ બ્રહ્માંડ વિશે ખબર જ ન હતી. જ્યારે દુનિયા અંધારયુગમાં જીવતી હતી ત્યારે ભારતના ઋષિ-મુનિઓએ બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું હશે, અણુ-પરમાણુ શું છે તેના વિશે ઉત્કૃષ્ટ વિચારો કરેલાં, પંચમહાભૂત વિશે વિચારો કરેલાં. પ્રાચીન સમયમાં લોકો અંતરીક્ષને ખાલીખમ માનતાં. પછી વાયુમંડળની શોધ થઈ તો તેઓ માનતાં કે પૂરું બ્રહ્માંડ વાયુઓથી ભરેલું છે. પ્રાચીન સમયમાં લોકો માનતાં કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને પૃથ્વી માત્ર સૂર્યનો ગ્રહ છે. પૃથ્વી સહિત બુધ, મંગળ, શુક્ર, ગુરુ અને શનિ સૂર્યના ગ્રહો છે અને તેની પરિક્રમા કરે છે. પછી માલૂમ પડ્યું કે સૂર્ય તો એકમાત્ર તારો છે અને તારા બધા સૂર્યો છે. તારા વાયુનાં વાદળોમાંથી જન્મે છે. આપણો સૂર્ય વિશ્ર્વના કેન્દ્રમાં નથી, નથી તે આપણી આકાશગંગા મંદાકિનીના કેન્દ્રમાં. તે આપણી આકાશગંગા મંદાકિનીના કેન્દ્રથી ૩૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે. પછી ખબર પડી કે આપણી આકાશગંગા બ્રહ્માંડમાં માત્ર એક જ મંદાકિની (galaxy) નથી. બ્રહ્માંડમાં તો આવી ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. ધૂમકેતુઓ અચાનક દેખાતા નથી. તેથી વિજ્ઞાનીઓને થયું કે કેટલાય ધૂમકેતુઓ આકાશમાં છે તે દેખાતા નથી. માત્ર અમુક સમયે જ દેખાય છે. શનિ પછીનો ગ્રહ યુરેનસ શોધાયાં પછી વિજ્ઞાનીઓ માનવા લાગ્યાં કે બીજા અદૃશ્ય ગ્રહો પણ સૂર્યમાળામાં છે અને તારાની ફરતે પણ હજારો લાખો અને કરોડો ગ્રહો હશે જે દેખાતાં નથી. પછી તો હજારો લઘુગ્રહો શોધાયા જે અદૃશ્ય રહે છે.
અણુ-પરમાણુ ઈલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ શોધાયા જે પણ દેખાતા નથી. વૈશ્ર્વિક કિરણો પણ દેખાતાં નથી. પછી તો કાળાપટુ (Black Dwarf) શોધાયાં ત્યારથી વિજ્ઞાનીઓને લાગ્યું કે બ્રહ્માંડમાં ઘણો બધો એવો પદાર્થ છે જે આંખોથી ઓઝલ રહે છે. ત્યાર પછી બ્રહ્માંડ સર્જનની થીઅરીઓ અસ્તિત્વમાં આવી, તેમાં બ્રહ્માંડની કુલ પદાર્થની ઘનતાની ગણતરી કરવામાં આવી. બ્રહ્માંડ વિસ્તૃત થાય છે તેની આપણા બધાને ખબર પડી.
લોકો અને વિજ્ઞાનીઓ માનવા લાગ્યાં કે ધૂમકેતુ, લઘુગ્રહ, બ્લેક ડવાર્ફ, વાયુનાં વાદળો, કોસ્મિક કિરણો, તારામાંથી નીકળતા ન્યુટ્રોનો બ્રહ્માંડનો ડાર્કમેટર બનાવે છે. આ બધા પદાર્થ અને પદાર્થકણો, કિરણોને આપણે જોઈ શકતાં નથી. આ બધી ડાર્કમેટર પણ બ્રહ્માંડની ઘનતા અને ડાર્કમેટરને સમજાવવા જરા પણ પૂરતી ન નીવડી. ખગોળ વિજ્ઞાનીઓએ જોયું કે મંદાકિનીમાં ન્યુટનના નિયમો પ્રમાણે તારા ગતિ કરતાં નથી એટલે કે મંદાકિનીના છેડે ન દેખાય તેવો પદાર્થ છે. પણ થોડાં વર્ષો પહેલાં એ બાબત સ્પષ્ટ થઈ કે બ્રહ્માંડ જે વિસ્તૃત પામે છે તે હકીકતમાં પ્રવેશી છે, એટલે કે ૯૭ ટકા બ્રહ્માંડનો પદાર્થ અદૃશ્ય છે. આપણે બ્રહ્માંડનો જે પદાર્થ જોઈએ છીએ તે તો માત્ર બ્રહ્માંડનો ૩ ટકા જ પદાર્થ છે. બ્રહ્માંડનો ૯૭ ટકા પદાર્થ આપણી આંખની ઓઝલ રહે છે. ઓહો હો, ૯૭ ટકા બ્રહ્માંડ આપણાથી અદૃશ્ય રહે છે. આ બધા પદાર્થને શોધવો ક્યાં અને કેવી રીતે? તેઓએ આ પદાર્થને ડાર્કમેટર કે ડાર્ક ચેનનું એવું નામ આપ્યું.
વિજ્ઞાનીઓ હવે બ્રહ્માંડમાં અદૃશ્ય રહેલી ડાર્કએનર્જી અથવા ડાર્કમેટર શોધવા લાગ્યાં, તેમને બ્રહ્માંડને સમજવા, તેની ગતિવિધિને સમજવા, પ્રવેગી બ્રહ્માંડને સમજવા, બ્રહ્માંડ જે પ્રવેગી છે તેની પાછળ કઈ વસ્તુ કાર્યરત છે તે જાણવું બહુ જરૂરી હતું.
૧૯૬૪માં પીટર હીગ્ઝે ફિઝિક્સના સ્ટાન્ડર્ડમાં મોડેલને પૂર્ણ કરવા એક અજાણ્યા નવા પદાર્થકણ કહો કે ચેતનાકણના અસ્તિત્વની થિયરી આપી. આ પદાર્થકણ બોઝ સ્ટેટીસ્ટીક્સ અનુસરે છે. તેથી તેનું નામ હીગ્ઝ-બોઝોન રાખવામાં આવ્યું. આ હીગ્ઝ-બોઝોન પ્રોટોનની અંદર કવાર્કસના સંયોગો અસ્તિત્વ ધરાવે છે. તે એક ચેતના છે. તે દેખાતો નથી. તેને દૃશ્યમાન કરવા પ્રોટોનને તોડવો પડે. તે માટે જીનિવામાં ૪૦ અબજ રૂપિયાની લાગત પર લાર્જ હેડ્રોન કોલાઈડરનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં અબજો પ્રોટોનના અબજો વાદળોને લગભગ પ્રકાશની ઝડપે ગતિમાન કરવામાં આવ્યાં. આ સંરચના જબ્બર છે. તેમાં ૭૦૦૦ ટન સુપરક્ધડક્ટીંગ ચૂંબકો વડે ર૭ કિલોમીટર વર્તુળાકાર ટનલ પ્રોટોનને દોડાવવામાં આવે છે. ટન સુપરક્ધડક્ટીંગ ચુંબકો વડે જમીનમાં ઊંડે ર૭ કિલોમીટર વર્તુળાકાર ટનલ સ્થિતિ પાઈપમાં જેમાં ઉષ્ણતામાન ઓછા ર૭૧ અંશ સેલ્સિયસ રાખેલું હોય છે તેમાં પ્રોટોનને લગભગ પ્રકાશિત ઝડપે દોડાવી ભટકાડવામાં આવે છે અને હીગ્ઝ-બોઝોનને દૃશ્યમાન કરી શકાય તે તેનો હેતુ છે. આ પ્રયોગમાં હીગ્ઝ બોઝોન દૃશ્યમાન થયાં અને તે બે પ્રકારના માલૂમ પડ્યાં છે. બીજા પ્રકારના હીગ્ઝ-બોઝોન પણ કદાચ દૃશ્યમાન થાય.
આ અદૃશ્ય ચેતનારૂપ છે. તે બ્રહ્માંડમાં બધા જ પદાર્થકણોને પદાર્થ આપે છે. માટે તેનું લોકભોગ્ય ઉપનામ ગૉડ-પાર્ટીકલ પડી ગયું છે. વિજ્ઞાનીઓ માને છે કે પૂરું બ્રહ્માંડ હીગ્ઝ-બોઝોનથી ભરેલું છે અને કદાચ તે જ ડાર્કમેટર કે ડાર્કએનર્જી છે.
પણ તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્પૅશ સ્ટેશનમાં લગભગ બે વર્ષથી ચાલતા એક પ્રયોગનું નામ છે આલ્ફા મેગ્નેટિક સ્પેક્ટ્રોમીટર એક્સપેરિમેન્ટ. આ પ્રયોગે દર્શાવ્યું છે કે બ્રહ્માંડમાં પોઝીટ્રોનમાં પદાર્થ ઈલેક્ટ્રોનમાં જે પદાર્થ છે તેટલો જ છે પણ તેના પર વિદ્યુતભાર ઘન છે. થિયરી દર્શાવે છે કે જ્યારે ડાર્કમેટરના પદાર્થકણો અથડાય છે ત્યારે પોઝિટ્રોન્સ ઉત્પન્ન કરે છે અને ડાર્કમેટરના પદાર્થકણો અદૃશ્ય થઈ જાય છે. તે પોઝિટ્રોન્સના રૂપમાં રૂપાંતરિત થાય છે. આ પ્રયોગ ડાર્કમેટરના અસ્તિત્વ તરફ ઈશારો કરે છે અંગૂલી નિર્દેશન કરે છે. તેમ છતાં આ એક જ રીત નથી જેમાં પોઝિટ્રોન્સ ઉત્પન્ન થાય છે. માટે પ્રયોગ દર્શાવે છે કે ડાર્કમેટર આ બાબતને સમજાવતો એક ઉમેદવાર છે. આમ હાલમાં આપણને ડાર્કમેટરની ઝાંખી થઈ છે. ભવિષ્યના પ્રયોગો દર્શાવશે કે હકીકતમાં બ્રહ્માંડમાં પોઝિટ્રોન્સનું જે ઉત્પાદન થાય છે તે હકીકતમાં ડાર્કમેટરને લીધે છે.

No comments:
Post a Comment