http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=79581
અંગ્રેજી કેલેન્ડર ભારતીય ખગોળવિજ્ઞાનની હરીફાઈ કરી જ ન શકે.
આપણા પૂર્વજો મહાવિચક્ષણ અને વિદ્વાન હતા. હાલના ખગોળવિજ્ઞાનીઓને પણ તે આશ્ર્ચર્યમાં મૂકે છે. આપણા ઋષિ-મુનિઓએ દરેકે દરેક યુગમાં તારાનું વર્ણન કર્યું છે અને માનવ જીવનમાં તેની ઉપયોગિતા પણ સાબિત કરી છે. સૂર્યનું મહત્ત્વ તેમણે કેટલું બધું આંકયું છે. તેઓએ કહ્યું છે કે સૂર્ય જગતનો આત્મા છે, અને આજે ખગોળવિજ્ઞાનીઓએ આપણા ઋષિ-મુનીઓનું આ વિધાન સાચું સાબિત કર્યું છે.
માયન કેલેન્ડરની જેમ ભારતીય કલેન્ડર ૬૦૦૦ વર્ષ પુરાણું છે. તે પુનર્વસુ નક્ષત્ર (મિથુન-રાશિ)ની અધિષ્ઠાતા દેવી અદિતીથી શરૂ થતું હતું અને તેથી અદિતી કલેન્ડર કહેવાય છે. સૂર્યનું નામ અદિતીના નામ પરથી આદિત્ય પડ્યું છે. દેવો અદિતીના પુત્રો ગણાય છે. વેદોમાં એ સ્પષ્ટ છે કે ૬૦૦૦ વર્ષ પહેલાં જયારે વેદો લખાયા ત્યારે વસંતસંપાત મૃગનક્ષત્ર (ઓરિઓ)માં થતો હતો અને પછી મહાભારતના યુદ્ધ વખતે તે કૃત્તિકા નક્ષત્રમાં થતો હતો. વ્યાસમુનિએ મહાભારતમાં આ વાત સ્પષ્ટ કરી છે. પછી વસંતસંપાત મેષમાં આવ્યો. હાલ મીનમાં છે. આપણા ઋષિ-મુનિઓને આવા સૂક્ષ્મ ફેરફારની પણ ખબર હતી. દર ૭૨ વર્ષે વસંતસંપાત ૧ અંશ ખસે છે. ઋતુચક્ર અને સૌરવર્ષને બંધબેસતા કરવા માટે વરાહમિહીરે મેષ યુગ શરૂ કરેલો, જે બહુ મોટી વાત હતી. વરાહમિહીર પહેલાં મહિનો પૂર્ણિમાને દિવસે પૂરો થતો હતો. ભારતના આપણા ભાગમાં મહિનો અમાસને દિવસે પૂર્ણ થાય છે. હજુ પણ ઉત્તર ભારતમાં મહિનો પૂર્ણિમાએ સમાપ્ત થાય છે. વરાહમિહીરે મહિનાને ૧૫ દિવસ કુદાવી ઋતુચક્રને સૌર વર્ષ સાથે બંધબેસતું કરી લીધું જે મોટી વાત હતી. એટલે કે આપણા પૂર્વજોને આકાશની ગતિવિધિનું સૂક્ષ્મજ્ઞાન હતું. આપણે ગર્વ લેવા જેવી વાત છે કે આપણે તેમના ધરોહર છીએ. તેમનાં બાળકો છીએ. ભારતના ઋષિમુનિઓની શૂન્ય, ૧, ૨, ૩... અને દશાંશ પદ્ધતિની શોધ અજોડ છે. શૂન્ય, ૧, ૨, ૩... અને દશાંશ પદ્ધતિની શોધ જો ભારતીયોએ ન કરી હોત તો આપણે બહારની વિશાળ દુનિયા અને અંદરની સૂક્ષ્મ દુનિયાને કેવી રીતે સમજી શકયા હોત? વિજ્ઞાન આગળ જ વધી શકયું ન હોત. આઈન્સ્ટાઈને એકવાર કહેલું કે આપણે બધા ભારતીયોના ઋણી છીએ જેઓએ, શૂન્ય, ૧, ૨, ૩... અને દશાંશ પદ્ધતિની શોધ કરી આપણને ગણતા શિખવાડ્યું નહીં તો વિજ્ઞાન આગળ જ વધી શક્યું ન હોત.
આપણને સમયનો વિચાર, આપનાર ચંદ્ર છે. ચંદ્ર જે કળા કરે છે તેને આપણને સમયચક્રનું ભાન કરાવ્યું. પૂર્ણિમાથી પૂર્ણિમા અને અમાસથી અમાસ, તેમાં વળી બે ભાગ શુકલપક્ષ જેમાં પડવાથી પૂર્ણિમા સુધી ચંદ્રની કળા વધતી જાય અને પછી કૃષ્ણપક્ષ જેમાં પૂર્ણિમાથી અમાસ સુધી ચંદ્રની કળા ઘટતી જાય. આખા મહિનાના પણ બે વિભાગ થઈ ગયા. દરેકે દરેક પક્ષની અધવચ્ચે આઠમનો ચંદ્ર અડધો, આમ એક પક્ષના પણ બે વિભાગ થઈ ગયા. મહિનાના આમ ચાર વિભાગ થઈ ગયા. સમયને સૂક્ષ્મ રીતે માપવા આ કુદરતી રચનાનો આપણા ભારતીય વિદ્વાનોએ તેને મહિનાનું નામ આપી આબાદ ઉપયોગ કર્યો.
ભારતીય વિદ્વાનોએ જોયું કે ચંદ્ર આકાશમાં ૧૨ ચક્કર લગાવી રહે છે ત્યાં સુધીમાં સૂર્ય આકાશમાં એક જ ચક્કર લગાવી રહે છે, આમ એક વર્ષના ૧૨ મહિના થયા. તેમ છતાં ચંદ્રને આકાશમાં ચક્કર લગાવતા ખરેખર તો ૨૯.૫ દિવસ જ થાય છે એટલે કે ૧૨ ચક્કર લગાવતાં તેને ૩૫૪ દિવસ થાય. પણ સૂર્યને આકાશમાં એક ચક્કર લગાવતા ૩૬૫ દિવસ થાય છે. આમ ચંદ્રના ૧૨ ચક્કર અને સૂર્યના એક ચક્કર વચ્ચે ૧૧ તફાવત આવે છે. સૂર્ય આકાશમાં એક ચક્કર લગાવતા ૧૧ દિવસ વધારે લે છે. આમ સૂર્યની આકાશની ગતિવિધિ અને ચંદ્રની આકાશની ગતિવિધિનો મેળ કેવી રીતે બેસાડવો. ભારતીય ઋષિ-મુનીઓએ આબાદની યુક્તિ શોધી કાઢી. તેઓએ દર ત્રણ વર્ષે એક મહિનો જ દાખલ કર્યો. તેઓએ તેને પુરુષોત્તમ મહિનો કહ્યો. સૌરવર્ષ અને ઋતુચક્રનો આ આબાદ રીતે બેસાડેલો મેળ હતો. આ પુરુષોત્તમ મહિનાને વર્ષમાં બેસાડેલો જોઈ પશ્ર્ચિમી વિદ્વાનો પણ મોઢામાં આંગળા નાખે છે.
ચંદ્ર તેની કક્ષામાં પૃથ્વીની ફરતે પરિક્રમા કરે છે, પણ તે એકધારી ગતિથી પૃથ્વીની પરિક્રમા કરતો નથી અને વળી પાછો તે વર્તુળાકાર કક્ષામાં પણ પૃથ્વીની પરિક્રમા કરતો નથી. તે અંડાકાર કક્ષામાં પૃથ્વીની પરિક્રમા કરે છે. તેની તે કક્ષામાં જયારે પૃથ્વીથી નજીક હોય ત્યારે ઝડપથી પૃથ્વીની પરિક્રમા કરે છે અને દૂર હોય ત્યારે ધીમેથી પ્રાચીન સમયમાં દિવસ સૂર્યોદયથી શરૂ થતો અને ચંદ્ર જયારે સૂર્યથી ૧૩ અંશ દૂર જાય ત્યારે તિથિ બદલાતી. હવે જયારે ચંદ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે તે જલદીથી બદલાય નહીં. ચંદ્રની આ ગતિવિધિને ધ્યાનમાં લઈ આપણા પૂર્વજોએ તિથિની વધઘટની યોજના દાખલ કરેલી. આ પણ તેમનું ખગોળવિજ્ઞાનનું ઊંડું જ્ઞાન પ્રદર્શિત કરે છે. આ બધું કરતા પણ બે-એક વર્ષે એકાદ દિવસ ફાજલ પડે છે. આ ફાજલ દિવસને સન્માનથી અને સર્વ સ્વીકાર્ય રીતે ક્યા બેસાડવો? આપણા પૂર્વજોએ તેને દિવાળીના દિવસોમાં નામ વગર "ધોકા તરીકે બેસાડી દીધો. આપણા પૂર્વજોએ કરેલી આ બધી આબાદ ગોઠવણો છે. આજે પણ આ બધી ગોઠવણો પશ્ર્ચિમી ખગોળવિજ્ઞાનીઓને છક્કડ ખવડાવે છે અને ભારતીયોની ખગોળીય બુદ્ધિમતા દર્શાવે છે.
પ્રાચીન ભારતીય ખગોળવિદ્ોેની બીજી એક બુદ્ધિમતા એ હતી કે તેઓએ આપણા મહિનાનાં નામો નક્ષત્રોના નામ પરથી પાડયા છે અને તે પણ બહુ જ અદ્વિતીય અને સ્પષ્ટરૂપે જે મહિનાની પૂર્ણિમાએ ચંદ્ર કૃત્તિકા નક્ષત્રની નજીક હોય છે તેને કારતક માસ કહે છે. કારતક મહિનાની પૂર્ણિમાએ પૂર્ણચંદ્ર કૃત્તિકાની નજીક છે તેનો અર્થ એમ થાય કે કૃત્તિકા નક્ષત્ર પૂર્વમાં ઉદય પામે અને તેની નજીકમાં પૂર્ણિમાનો પૂર્ણચંદ્ર ઉદય પામે. જો આપણે કૃત્તિકાની પશ્ર્ચિમે રહેલાં રાશિ-નક્ષત્રો અને તારકસમૂહની ખબર હોય તો તે મહિનાનું રાત્રિ-આકાશ કેવું હશે તે આપણે ઘરમાં બેઠા આસાનીથી કહી શકીએ અને દિવસે કયાં - કયાં રાશિ-નક્ષત્રો અને તાર સમૂહો આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમ તરફ સરકતા હોય તે પણ આપણે કહી શકીએ. માગશર મહિનામાં પૂર્ણિમાના પૂર્ણચંદ્ર મૃગનક્ષત્રની નજીકમાં હોય. પોષમાં પૂષ્ય નક્ષત્રની નજીક, મહા-મહિનામાં માઘ તારાની નજીક અને ફાગણ મહિનામાં ફાલ્ગુની નક્ષત્રની નજીક. આમ આકાશને આત્મસાત કરવું અઘરું નથી. પૂરા આકાશને આત્મસાત કરવાની આનાથી સહેલી રીત બીજી એક પણ નથી. અંગ્રેજી મહિના, અંગ્રેજી કેલેન્ડર અને અંગ્રેજી મહિનાનાં નામો વગરે ભારતીય ખગોળવિજ્ઞાનની હરીફાઈ કરી જ ન શકે.
છેલ્લાં ૫૦૦ વર્ષમાં પશ્ર્ચિમી વિજ્ઞાને હરણફાળ ભરી અને આપણે પાછળ રહી ગયા. વિજ્ઞાનના નવા યુગમાં કોપરનીક્સ, ટાયકો, કેપ્લર, ગેલિલીયો, ન્યૂટન, આઈન્સ્ટાઈન વગેરે વિજ્ઞાનીઓનું યોગદાન મોટું રહ્યું પણ પાયાનું યોગદાન તો ભારતીય અને ગ્રીક ખગોળવિદ્ોેનું જ રહ્યું. ભારતે જો શૂન્ય શોધ્યું ન હોત તો હાલમાં કોમ્પ્યુટરો પણ ન હોત. ગણિતશાસ્ત્ર વિજ્ઞાનના પાયામાં છે અને દુનિયાને ભારતની અને ગ્રીકની દેન છે. બૌધાયન, આર્યભટ, વરાહમિહીર, બ્રહ્મગુપ્ત - ભાસ્કરાચાર્ય, થાલીઝ, યુક્લિડ, પાયથાગોરસ, આર્કિમીડિઝ વગેરેએ સાંપ્રત દુનિયાનું નિર્માણ કરવા પાયાની કામગીરી કરી છે. રેતી અને પાટીમાં લખી લખી ગણિતનો પાયો નાખ્યો છે.

No comments:
Post a Comment