Monday, March 9, 2015

બ્રહ્માંડમાં જ્ઞાન-વિજ્ઞાનના ભાગલા પાડી શકાય નહીં --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155244

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155907

બ્રહ્માંડમાં જ્ઞાન-વિજ્ઞાનના ભાગલા પાડી શકાય નહીં



વેદોમાં કહ્યું છે કે આનોભદ્રા: ક્રતવો યન્તુ વિશ્ર્વત: અર્થાત્ મને દરેક દિશામાંથી સારા વિચારો પ્રાપ્ત થાય. આનો અર્થ એમ થાય કે જેમ પાણીનું વિભાજન ન થઈ શકે તેમ જ્ઞાનનું પણ વિભાજન ન થઈ શકે.

ન્યુટનના ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમો ખરા, પણ તેની કસોટી કરવા કાર કે રૉકેટ જોઈએ. કાર કે રૉકેટમાં જ્યાં સુધી ઈંધણ ન ભરીએ ત્યાં સુધી તે ચાલે નહીં અને આપણે ન્યુટનના નિયમોની કસોટી કરી શકીએ નહીં કે તે સાચા છે કે ખોટા... આ ઈંધણ પાછળ આખેઆખી કેમિસ્ટ્રી છે રસાયણીશાસ્ત્ર છે. આમ ડાયનામિક્સમાં રસાયણશાસ્ત્ર ઘૂસે છે. માટે મોટર કે રૉકટ ચલાવવા રૉકેટશાસ્ત્રીઓએ કે ડાયનામિક્સવાળાને રસાયણશાસ્ત્ર, ઈંધણનું રસાયણશાસ્ત્ર જાણવાની જરૂર પડે છે.

કાચ કેમિસ્ટ્રીની દેન છે. તેને માઈક્રોસ્કોપની નીચે મૂકીએ તો સૂક્ષ્મ દુનિયાના દર્શન થાય અને ટેલિસ્કોપની ઉપર મૂકીએ તો તે વિશાળ દુનિયાનાં દર્શન કરાવે. આમ કાચ જીવશાસ્ત્ર વિજ્ઞાન (સૂક્ષ્મજગત વિજ્ઞાન) અને ખગોળશાસ્ત્રમાં પ્રવેશે છે. કાચ કેમિસ્ટ્રી છે.

આમ ફરીથી કેમિસ્ટ્રી જીવવિજ્ઞાનશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં પ્રવેશે છે. ખગોળવિજ્ઞાન ક્યાં? અને કમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર) ક્યાં પણ રસાયણશાસ્ત્રના સહયોગ વિના ન તો ખગોળશાસ્ત્ર આગળ વધી શક્યું હોત, ન તો જીવવિજ્ઞાન આગળ વધ્યું હોત.

પાણી એ કાચ જ છે. કાચ કરતાં પણ વિશેષ છે, જે કાચરૂપી પાણીનો વરસાદ વરસે છે તે નદીઓમાં વહે છે, મહાસાગરો જેનાથી છલકાય છે, જેને આપણે પીએ છીએ. પાણીમાં પ્રકાશનું પરાવર્તન થાય છે, વક્રીભવન થાય છે, તેમાં મેઘધનુષ પણ રચાય છે. માટે તે પાણી નહીં તો શું? પૃથ્વી ફરતેનું વાયુમંડળ પાણી પાણી જ છે, જેમાં પ્રકાશનું પરાવર્તન થાય છે, વક્રીભવન થાય છે અને વાતાવરણ (વાયુમંડળ)માં મેઘધનુષ પણ રચાય છે. એટલું જ નહીં, પણ અંતરીક્ષ પોતે કાચ છે જેમાં પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન થાય છે અને તેમાં મેઘધનુષ પણ રચાય છે.

જ્ઞાન-વિજ્ઞાનમાં જુદી જુદી શાખાઓ હોય, જેવી કે દર્શનશાસ્ત્ર, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાનશાસ્ત્ર, ભૂગોળ, ઈતિહાસ પણ હકીકતમાં જ્ઞાન - વિજ્ઞાનના ભાગલા પાડી શકાય જ નહીં. કોઈપણ શાસ્ત્ર એકલું જ ઊભું રહી શકે નહીં.

શરીર રસાયણશાસ્ત્ર પ્રમાણે કાર્ય કરે છે. જ્ઞાનતંતુઓ વિદ્યુત - ચુંબકીય ક્ષેત્રના આધારે કાર્ય કરે છે. અણુ - પરમાણુ વિદ્યુત - ચુંબકીયક્ષેત્ર પર આધારિત છે. તબીબીશાસ્ત્રની બધી જ દવાઓ રસાયણશાસ્ત્રની દેન છે.

મેડિકલ સાયન્સના બધાં જ ઉપકરણો જેવાં કે એમ.આર.આઈ. (ખછઈં) મેગ્નેટિક રેસોનન્સ ઈમેજિંગ, સ્ટેથોસ્કોપ, થર્મોમીટર, વેઈંગ મશીન, સોનોગ્રાફી, હીયરિંગ એઈડ, ચશ્માં, એક્સ-રે, કેન્સર માટે કોબાલ્ટ ટ્રીટમેન્ટ, કાર્ડિયોગ્રાફ, બી. પી. માપવાનું યંત્ર, સિરિન્જ (ઈન્જેકશન આપવાનું ઉપકરણ) પાટા બાંધળા, બધાં જ યંત્રો ભૌતિકશાસ્ત્રની દેન છે. ભૌતિકશાસ્ત્ર ન હોત તો તબીબીશાસ્ત્રની પ્રગતિ થઈ ન હોત.

અંતરીક્ષયુગ રૉકેટ પર આધારિત છે, રૉકેટ ગુરુત્વાકર્ષણ પર આધારિત છે, સાથે સાથે તેમાં જે ઈંધણ ભરવામાં આવે છે તે રસાયણશાસ્ત્ર પર આધારિત છે અને છેવટે બધું જ ગણિતશાસ્ત્ર એટલે કે બીજગણિત, ભૂમિતિ, સ્ટેટિસ્ટીકસ પર આધારિત છે.

હવે તો માનવીઓ અંતરીક્ષમાં જાય છે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહે છે. ભવિષ્યમાં બીજા ગ્રહો પર ઊતરશે. સ્પેસ કોલોનીમાં રહેશે ત્યારે સ્પેસ મેડિસિન, સ્પેસ તબીબીશાસ્ત્ર અસ્તિત્વમાં આવશે.

ટી.વી., કોમ્પ્યુટર, મોબાઈલ વગેરે સુવિધાઓ નીકળી છે. તેની માનવીના મગજ પર, આંખ પર, કાન પર શું ખરાબ અસર થાય છે તે વિષે પણ હવે ડૉકટરોએ જાણવાની જરૂર પડશે. હવે જે ફાસ્ટ ટ્રાન્સપોર્ટેશન થશે, મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ) ટ્રેન થશે તેની માનવીના હૃદય પર કે માનવીના શરીરમાં રાખેલ પેસમેકર પર કે માનવીના શરીરના હાડકાને જોડી રાખવા રાખેલ લોખંડના સળિયા કે ઘડિયાળો, ઘડિયાળોના પટ્ટા, ચશ્માની ફ્રેમો પર શું અસર થશે તે પણ જોવું પડશે.

આ ઓરડામાં અંતરીક્ષ છે, ઓરડાની બહાર પણ અંતરીક્ષ છે, પૃથ્વીની ફરતે પણ અંતરીક્ષ છે. આપણા પેટમાં પણ અંતરીક્ષ છે. અંતરીક્ષને કેદ કરી શકાતું નથી. તેમ ગુરુત્વાકર્ષણને પણ કેદ કરી શકાતું નથી, કારણ કે ગુરુત્વાકર્ષણને કેદ કરવા જે પણ કાંઈ હોય તેને પણ ગુરુત્વાકર્ષણ તો હોય જ છે. માટે આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણને અંતરીક્ષની ભૂમિતિના સ્વરૂપે રજૂ કર્યું તે જ તેનો વિસ્તૃત સાપેક્ષવાદ આમ ગુરુત્વાકર્ષણ (ભૌતિકશાસ્ત્ર) ભૂમિતિ બની જાય છે, ગણિતશાસ્ત્ર બની જાય છે. બ્રહ્માંડ છેવટે ગણિતશાસ્ત્ર છે, કારણ કે બ્રહ્માંડ છેવટે પરિમાણોનાં રૂપમાં જ સમજી શકાય છે. પરિમાણ જ ભૌતિકશાસ્ત્ર તરીકે ઉજાગર થાય છે.

ધનતા પાણીની છે તેમ ઘનતા પદાર્થ, ધાતુ, પ્રવાહીની છે. ઘનતા મંદાકિનીમાં તારાની છે, ઘનતા શહેરમાં માનવીઓની છે અને ઘનતા લોહીમાં લાલકણો કે શ્ર્વેતકણોની પણ હોય છે. આમ ઘનતાનો વિચાર બધી જ જગ્યાએ છે. વિદ્યુતભારની પણ ઘનતા હોય છે. તેવી જ રીતે દબાણ વાયુનું હોય છે. પ્રવાહીનું હોય છે, લોહીનું પણ હોય છે. કોઈ ઓફિસરના ઉપરી અધિકારીઓ પણ ઓફિસર પર દબાણ કરતા હોય છે, તો ક્યારેક નીચેના માણસો પણ ઓફિસર પર દબાણ કરતા હોય છે, દબાણ ઘણી પ્રકારના હોય છે. પ્રવાહ પાણીનો હોય છે, પવનનો હોય છે, લોહીનો હોય છે, ગરમીનો કે વિદ્યુતનો હોય છે. આમ ઘણા પ્રકારના પ્રવાહો હોય છે. જ્ઞાન - વિજ્ઞાનની ઘણી શાખાઓ છે પણ તે એકબીજા પર આધારિત હોય છે. (ક્રમશ:)
-----------------------------------------------------------------------------------

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155907

જ્ઞાનનું વિભાજન કરી શકાતું નથી કે જ્ઞાનના વાડા નથી હોતા.


બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


કેશાકર્ષણનો નિયમ ભૌતિકશાસ્ત્રનો છે, પણ વનસ્પતિશાસ્ત્રમાં તે વૃક્ષના મૂળમાંથી પાણી વૃક્ષની ટોચે કેવી રીતે પહોંચે છે તે સમજાવે છે, આપણા શરીરમાં સૂક્ષ્મ લોહીનલિકા કેવી રીતે લોહીને આગળ ધપાવે છે તે સમજાવે છે.

૧૮ર૭માં રોબર્ટ બ્રાઉન નામના વનસ્પતિશાસ્ત્રીએ થોડા પોલનગ્રેઈન્સને પાણીમાં નાખ્યાં. તો પાણીમાં તે હલતા જ રહ્યાં, હલતા જ રહ્યાં. તે સતત હલતા રહ્યાં. બ્રાઉન તે સમજી શક્યો ન હતો. વીસમી સદીમાં આઈન્સ્ટાઈને આ પોલનગ્રેઈન પ્રવાહીમાં શા માટે સતત હલતા રહે છે તે સમજાવતા કહ્યું કે હકીકતમાં પ્રવાહીના રેણુઓ સતત હલતા રહે છે. તે પોલનગ્રેઈન્સને ઠેબે ચડાવે છે. માટે પોલનગ્રેઈન્સ પણ સતત હલતા રહે છે.

ઈતિહાસ સાચી રીતે સમજવા પુરાતત્ત્વશાસ્ત્ર પણ સારી રીતે સમજવું પડે. પુરાતત્ત્વશાસ્ત્ર વસ્તુઓ કેટલી જૂની છે તેનો તાગ મેળવે છે. વસ્તુની કાર્બન-ડેટિંગ અને રેડિયો-એક્ટિવ ડેટિંગ વસ્તુ કેટલી પુરાણી છે તે સમજાવે છે. માટે ઈતિહાસ જાણવા અને પુરાતત્ત્વશાસ્ત્ર જાણવા વિજ્ઞાન જાણવું જરૂરી છે. ભૂસ્તરશાસ્ત્રીઓને પણ ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર જાણવું જરૂરી છે. ગણિતશાસ્ત્ર તો ક્યાં નથી? સ્ટેટિસ્ટિકસ ક્યાં નથી? ઈતિહાસ જાણવા ખગોળવિજ્ઞાન પણ જાણવું જરૂરી છે, કારણ કે ખગોળ વિજ્ઞાન પૂરા બ્રહ્માંડના ઈતિહાસને જાણે છે. આપણી મંદાકિનીના ઈતિહાસને જાણે છે. સૂર્યમાળાના, સૂર્યના, બધાં જ ગ્રહોના, પૃથ્વીના ઈતિહાસને જાણે છે. ખગોળ વિજ્ઞાનની બહાર કાંઈ જ નથી. તે બ્રહ્માંડના બધા જ વિષયોને આવરે છે. ભાષા વગર તો કાંઈ જ શક્ય જ નથી. તો ભાષા વિજ્ઞાનના પાયામાં જ છે. વિજ્ઞાનને રજૂ કરવા ભાષા જ અગત્ય ધરાવે છે. વિજ્ઞાનના બધા જ સમીકરણો ભાષા તો છે. ભાષાને, શબ્દોને પોતાનું વિજ્ઞાન છે.

ચિત્રકળા, સંગીત, નૃત્ય બધા વિજ્ઞાનના જ ભાગો છે. કોઈ પણ રચના વિજ્ઞાનથી જ સમજી શકાય છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન અને ટેક્નોલોજી. દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ, કેલેન્ડર, બધું જ ખગોળવિજ્ઞાને જ આપ્યું છે. બધા આકારો. વિજ્ઞાને જ આપ્યા છે. બ્રહ્માંડ કે વિજ્ઞાન કે કુદરત એ નામ જુદાં છે, પણ તે બધાં એકના એક છે.

જે દિવસે, દિવસ અને રાત સરખા થાય તેને વસંતસંપાત કહે છે. આજથી ૮૦૦૦ વર્ષ પહેલાં વસંતસંપાત બિન્દુ મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં રહેતું. તે વેદો અને પુરાણોમાં નોંધેલું છે. ૬૦૦૦ વર્ષ પહેલાં વસંત સંપાત બિન્દુ મૃગ નક્ષત્રમાં હતું. તે વેદોમાં નોંધાયેલું છે. પ૦૦૦ વર્ષ પહેલાં તે કૃત્તિકા નક્ષત્રમાં હતું તે વ્યાસમુનિએ મહાભારતમાં નોંધેલું છે. ર૦૦૦ વર્ષ પહેલાં વસંતસંપાત બિન્દુ મેષ રાશિમાં હતું. હાલમાં તે મીન રાશિમાં છે. વસંતસંપાત બિન્દુના ખસવાના દરની આપણા ઋષિ-મુનિઓને ખબર હતી. આ પ્રક્રિયા જાણી આપણે કહી શકીએ કે વેદો ક્યારે લખાયેલાં, મહાભારત ક્યારે લખાયેલું. આમ આપણે ભૂતકાળના પ્રસંગો ક્યારે થયાં તે જાણી શકીએ. આ અદ્ભુત વાત છે. આકાશ ભૂતકાળ પણ રાખીને બેઠું છે.

નદીઓ, પહાડો, વૃક્ષો, ફૂલો, ફળો, પાંદડા એમ બ્રહ્માંડની બધી જ ભૂમિતિને ગણિતશાસ્ત્રની ભૂમિતિ જ સમજાવે છે. દરેકે દરેક માનવી તેની ભૂમિતિથી જ ઓળખાય છે.

ભૌતિકશાસ્ત્રે અણુ-પરમાણુનું ઘટન આપણને આપ્યું. રસાયણશાસ્ત્ર તેના પર જ આધારિત છે. સમયમાં જળ વિજ્ઞાન પર જ આધાર રાખે છે.

બ્રહ્માંડનો સંદેશ-વ્યવહાર કે વાહનવ્યવહાર બધું જ વિજ્ઞાનના નિયમો પર ચાલે છે. ખુરસી, બેગ, ટેબલ વગેરે બધા જ આકારો અને તેનાથી આપણને થતી સુવિધા ભૂમિતિના નિયમો પર આધારિત છે.

આપણે જે રંગ-બેરંગી બૂટ, સૂટ, કપડાં પહેરીએ છીએ તે પણ વિજ્ઞાન આધારિત જ છે. વૉર-ફેર પૂરું વિજ્ઞાન પર આધારિત છે. તેમાં ભૌતિકશાસ્ત્ર તો હોય જ છે, પણ રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનશાસ્ત્ર પણ એટલું જ છે. હવે તો જૈવિકશસ્ત્રો બન્યાં છે. ગાઈડેડ મિસાઈલ્સ ન્યુટનના ડાયનામિક્સ પર આધાર રાખે છે, તેમાં અણુવિજ્ઞાન, લેઝર પણ મોટું યોગદાન આપે છે. સિવિલ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર બધી જ જગ્યાએ છે અને સિવિલ ઈન્જિનિયરિંગમાં ભૌતિકશાસ્ત્ર, ગુરુત્વાકર્ષણ, ગણિતશાસ્ત્ર મટીરિયલ સાયન્સ શું નથી? પૂલો બનાવવામાં પણ વિજ્ઞાનની બધી શાખાઓનો ઉપયોગ થાય છે. છેવટે કુદરતમાંથી આપણે આ બધું શીખ્યા છે. કુદરતે જ આપણને બધું શિખવાડ્યું છે. કુદરત મોટી પાઠશાળા છે, પક્ષીઓને ઊડતાં જોઈને આપણને ઊડવાનું મન થયું. આકાશમાં તારા જોઈને આપણને નવી દુનિયાનો, આકાશમાં જગ્યાએ જગ્યાએ દુનિયા હોવી જોઈએ તેનો અહેસાસ થયો. આકાશની વિશાળતાએ અને રાત્રિઆકાશે, પહાડો અને નદીઓએ દર્શનશાસ્ત્રને અસ્તિત્વમાં આણ્યું.

પુરાતન માનવી શિકાર કરેલા વજનદાર પશુને ખેંચતો હતો તેની નીચે ઝાડની નળાકાર ડાળી આવી ગઈ અને તે શિકાર કરાયેલું વજનદાર પશુ સહેલાઈથી ઘસડી શકાયું. તેમાંથી ચક્ર અસ્તિત્વમાં આવ્યું. આ ચક્રે ચંદ્રની કળાને ચક્રરૂપે સમજાવી અને તેમાંથી બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ ચક્રો દેખાયાં અને છેવટે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ગાડાં થયાં, રથો થયાં, મોટરકાર વગેરે બધું જ થયું.

જેમ્સ વૉટે કીટલીના ઢાંકણાને વરાળ વડે ઊંચું થતાં જોયું અને વરાળની શક્તિની પ્રતિતી થઈ, બૉઈલરો અસ્તિત્વમાં આવ્યાં, સ્ટીમ એન્જિનો અસ્તિત્વમાં આવ્યાં. પછી કોલસાથી ચાલતાં સ્ટીમ એન્જિનો અસ્તિત્વમાં આવ્યાં, પછી વિદ્યુત વડે ચાલતા રેલવે એન્જિનો અસ્તિત્વમાં આવ્યાં. હવે મેગ્નેટિક ફીલ્ડ (ચુંબકીય ક્ષેત્ર) વડે ચાલતી મેગ્લેવ ટ્રેઈન (મેગ્નેટિક લેવીટેશન ટ્રેન) અસ્તિત્વમાં આવી.

સૂકાવાળમાં દાંતિયો ફેરવતાં ચર ચર અવાજ સંભળાયો. ખમીસ કે સ્વેટર કાઢતાં ચર ચર અવાજ સંભળાયો, વિદ્યુતનો તણખો દેખાયો. તેમાંથી પૂરું વિદ્યુતશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું. ક્ધડક્ટરમાં વિદ્યુત પસાર કરતાં દૂર રાખેલી મેગ્નેટિક નીડલ (સોય)ના નિરીક્ષણ પરથી ખબર પડી કે વિદ્યુતક્ષેત્રમાં ફેરફાર કરતાં ચૂંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ નિરીક્ષણ ઓઈર્સ્ટડે કરેલું. પછી માઈકલ ફેરેડેએ જોયું કે ચુંબકને હલાવતાં વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આમ ડાયેનેમો અસ્તિત્વમાં આવ્યો. વિદ્યુત જનરેટર અસ્તિત્વમાં આવ્યું. દુનિયાને નવી નવી વસ્તુ મળી. લોકોને સુવિધા થવા માંડી. લોકોને સુવિધા કરવા વિજ્ઞાનને જબ્બર ફાળો આપ્યો છે. દુનિયાની બધી જ સુવિધા વિજ્ઞાનની જ દેન છે. દુનિયાને ચલાવવામાં વિજ્ઞાનનું અદ્ભુત યોગદાન છે, જ્યારે જરૂર પડી ત્યારે વિજ્ઞાન જ દુનિયાની મદદે આવ્યું છે, અને આવી રહ્યું છે અને આવશે તેની સામે અધ્યાત્મનો પણ ફાળો છે. પણ આધ્યાત્મિકતા વગરના જાતજાતના ધર્મોએ-પંથોએ દુનિયાને મુસીબતમાં મૂકી છે. દુનિયાની પ્રગતિમાં ધર્મનો જેટલો ફાળો નથી તેટલો વિજ્ઞાનનો છે. ધાર્મિક ગુરુઓનો જેટલો ફાળો નથી એટલો વિજ્ઞાનીઓનો છે. તેમ છતાં આધ્યાત્મિકતા અને મહાન ગુરુઓની વાત જુદી છે.

બ્રહ્માંડમાં સૌથી મોટું શાસ્ત્ર નિરીક્ષણનું શાસ્ત્ર છે. હાલમાં બાળકો અને લોકોને આ શાસ્ત્રની તાકાતની ખબર નથી.

નવાઈ એ વાતની છે કે ઘણા ડોક્ટરોને ખગોળવિજ્ઞાન, આકાશદર્શનમાં ખૂબ જ રસ છે. તેઓ પોતાની પાસે દૂરબીનો રાખે છે અને આકાશદર્શન કરે છે, ખગોળ વિજ્ઞાનની ચર્ચા, વ્યાખ્યાનોમાં હાજરી આપે છે. આ તેમને સારા ડોક્ટર બનાવી રાખે છે. કોઈ પણ જ્ઞાન-વિજ્ઞાન-શાસ્ત્ર ભાષા વગર ચાલતું નથી. પણ ભાષા છેવટે વિજ્ઞાન અને જ્ઞાનની જ ઊપજ છે. ઉત્તમોત્તમ સાહિત્ય કવિતા એ કુદરતની દેન છે. સંગીત, કળા, નૃત્ય છેવટે કુદરતની દેન છે. જ્ઞાન-વિજ્ઞાનની દેન છે. શાસ્ત્ર પ્રયોજન ખલુ તત્વદર્શનમ્/શાસ્ત્રોનું, જ્ઞાન-વિજ્ઞાનનું પ્રયોજન જ તત્ત્વનું દર્શન કરાવવાનું છે.

બ્રહ્માંડમાં વસ્તુ એકબીજા પર આધાર રાખે છે. સંસ્કૃતિમાં પણ કે સમાજમાં પણ બધા એકબીજાની પર આધાર રાખે છે. સમાજમાં શિક્ષક, પોલીસ, વકીલ, વાળ કાપવાવાળા, રાજકારણી, સૂથાર, દરજી, લુહાર બધાની જરૂર પડે છે. આપણને નાની-મોટી પાંચ આંગળી જેમાં અંગૂઠો પણ છે તેની જરૂર પડે છે. આપણે એમ ન કહી શકીએ કે અંગૂઠાની જરૂર નથી કે પ્રથમ આંગળીની જરૂર નથી. સમાજમાં આપણે એમ ન કહી શકીએ કે આપણને લુહારની જરૂર નથી. આમ સમાજમાં બધા એકબીજા પર આધાર રાખે છે, તેમ જ્ઞાન-વિજ્ઞાન વગેરેના વિભાગ પણ કરી શકાય નહીં. તેમાં વિવિધ શાખાઓ છે, પણ એકની એક છે. એકબીજા પર આધારિત છે, જેને અંગ્રેજીમાં કહીએ ને કે મ્યુચ્યુઅલી એકસ્ક્લુઝીવ (ખીિીંફહહુ યડ્ઢભહીતશદય) નથી.

આંખનું કાર્ય વિજ્ઞાનની ઓપ્ટિક્સ શાખાના જ્ઞાનથી સમજી શકાય છે અને ન્યુરોસાયન્સ ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સથી સમજી શકાય છે. ઓલ્બર્સ જેવા તબીબોએ ખગોળવિજ્ઞાનમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. વિલિયમ હર્ષલ ઓબો નામનું વાજિંત્ર વગાડનાર હતો. આમ જ્ઞાનના વિભાગો નથી. ઉમર ખય્યામ ખગોળવિજ્ઞાની હતો, પણ તે રુબાયતો લખીને વિખ્યાત થઈ ગયો. ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, સંગીતકાર, કવિ અને સાહિત્યકાર થઈ ગયાં છે. તેમાં સ્નેહલ મઝુમદાર છે અને મોહનભાઈ જેવા એન્જિનિયરો અને ઉદ્યોગપતિઓ સાહિત્યકાર, ઉત્તમ વ્યાખ્યાનકાર, દર્શનશાસ્ત્રના જ્ઞાતા, અર્થશાસ્ત્રી અને ઈતિહાસકાર બની ગયા છે, કારણ કે જ્ઞાનના વાડા નથી.















No comments:

Post a Comment