Friday, March 6, 2015

અવિશ્વસનીય છે સરગવાના ગુણો, તેના ફાયદા જાણી કરો ઉપયોગ

અવિશ્વસનીય છે સરગવાના ગુણો, તેના ફાયદા જાણી કરો ઉપયોગ

સરગવો એક ખૂબ જ ઉપયોગી વૃક્ષ છે. આ સરગવાને સેજન અને મુનગા વગેરેના નામથી પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક પણ કહેવામાં આવે છે. તેનું વાનસ્પતિક નામ મોરિંગા ઓલિફોરા છે. ફિલિપિન્સ, મેક્સિકો, શ્રીલંકા, મલેશિયા વગેરે દેશોમાં પણ સરગવાનો ખૂબ જ વધુ ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં વ્યંજનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સરગવાના બીજમાંથી તેલ કાઢવામા આવે છે અને છાલ, પાન, ગુંદર, જડ વગેરેમાંથી પણ આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે.
સરગવામાં દૂધની સરખામણીએ 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન જોવા મળે છે. આયુર્વેદમાં 300 રોગોનો સરગવાથી ઉપચાર બતાવ્યો છે. એટલા માટે આજે અમે તમને પરિચિત કરાવી રહ્યા છીએ સરગવાના કેટલાક ખાસ ઉપયોગો અને ગુણો વિશે.....

સરગવાના ગુણધર્મો-
સરગવાની સિંગો તૂરી, મધુર, અગ્નિદીપક, માથાનો કફ કાઢનારી અને જંતુનાશક છે. સરગવો ઉષ્ણ હોવાથી વાતહર છે. પિત્ત, કફ, શૂળ, કોઢ, તાવ, ક્ષય, શ્વાસ અને આફરાને મટાડે છે. એનાં ફૂલ તીખાં અને ઉષ્ણ હોવા છતાં આંખ માટે હિતકારી છે.
આપણે ત્યાં સરગવાની સિંગ અને ચણાના લોટનું શાક પ્રચલિત છે. કમરનો દુખાવો રહેતો હોય, કૅલ્શિયમની કમી હોય કે વાયુને કારણે શરીરમાં દુખાવો રહેતો હોય તો સરગવો ખાવો જોઈએ એવું કહેવાય છે. માત્ર લાંબી સિંગો જ નહીં; એનાં મૂળ, પાન અને ઝાડની છાલ પણ આયુર્વેદિક ઔષધી તરીકે ઉપયોગી ગણાય છે.

ગામડાંમાં સરગવાનાં કુમળાં ઝીણાં પાન અને ફૂલોનું પણ શાક બનાવવામાં આવે છે. આ શાક દીપક, પાચક, કૃમિનાશક અને વાતનાશક ગણાય છે.
જો સરગવાના ખરા વાતહર ગુણોનો ફાયદો લેવો હોય અને એના ઔષધીય ગુણો જોઈતા હોય તો સિંગોને બાફીને એમ જ એમાંનો ગર ખાઈ જવો વધુ ગુણકારી હોય છે. એનાથી પેટની અને વાયુને લગતી તકલીફો દૂર થાય છે.
સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે.
-સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નીશીયમ, વિટામીન-ઍ,સી અને બી કોમ્પલેક્સ પ્રચુર માત્રામાં જોવા મળે છે. એક અધ્યયન પ્રમાણે તેમાં દૂધની સરખામણીમાં 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન વધુ માત્રામાં જોવા મળે છે. પ્રાકૃતિક ગુણોથી ભરપૂર સરગવામા એટલા ઔષધીય ગુણો હોય છે કે તેની ફેળીના અથાણા અને ચટણી અનેક બીમારીઓથી મુક્તિ અપાવવામાં મદદરૂપ થાય છે. તે માત્ર ખાવા માટે જ નહીં પણ જે જમીનમાં ઉગાડવામા આવે છે તેની માટે પણ લાભપ્રદ છે, તે જમીનને ઉપજાઉ બનાવે છે.
-સરગવામાં ઓલિક એલિક ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને તે શરીર માટે ખૂબ જ જરૂરી છે. સાથે જ સરગવામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તે કફની સમસ્યાનો રામબાણ દવાની જેમ કામ કેર છે. ખાંસીમાં સરગવાને પાણીમા ઉકાળીને તે પાણીનો ભાપ લો તેનાથી જકડન ઓછી થાય છે.
-સરગવો પાચન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરી દે છે. કોલેરા, ઝાડા, પેચિશ, પીળીયો અને કોલાઈટિસ થયો હોય ત્યારે તેના પાનનો તાજો રસ, એક ચમચી મધ અને નારિયળ પાણીમાં મેળવીને લો. તે એક ઉત્કૃષ્ટ હર્બલ દવા છે.
-સરગવાના પાનનો પાવડર કેન્સર અને દિલની બીમારીઓ માટે ખૂબ જ સારી દવા. છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેન ઉપયોગ પેટમાં અલ્સરના ઈલાજ માટે કરવામાં આવે છે. તે પેટની દિવાલના સ્તરની મરમ્મત કરવામાં સક્ષમ છે. તે શરીરની ઊર્જાના સ્તરને વધારી દે છે.

-સરગવાના પાન તેના બીજમાં પાણીને સાફ કરવાના ગુણ હોય છે. તેના બીજના ચૂર્ણના રૂપમાં પીસીને પાણીમાં મેળવવામાં આવે છે. પાણીમાં મેળવીને કુદરતી અસરકારક ક્લેરીફિકેશન એજન્ટ બની જાય છે. તે પાણીને બેક્ટેરિયારહિત બનાવે છે.
-કુપોષણથી પીડિત લોકોને આહારરૂપમાં સરગવાનો ઉપયોગ કરવાની સલાહ આપવામા આવે છે. એકથી ત્રણ વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે તે વરદાનરૂપ માનવામાં આવે છે. સરગવાની જડને અજમા, હીંગ અને સૂઠની સાથે ઉકાળો બનાવીને પીવાનું પ્રચલન છે. આ ઉકાળાથી સાઈટિકા રોગની સાથે પગ, હાથના દર્દ અને સોજામાં પણ ખૂબ જ લાભદાયી છે.
-સરગવાનો જ્યૂસ ગર્ભવતી સ્ત્રીને આપવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી ડિલેવરીમાં થનારી સમસ્યાઓથી રાહત મળે છે અને ડિલેવરી પછી પણ માતાની તકલીફ ઓછી કરે છે. સરગવાના પાનની સાથે જ સરગવાના ફળ વિટામિન્સથી ભરપૂર હોય છે. સરગવામાં વિટામીન-એ હોય છે એટલા માટે તે સૌંદર્યવર્ધકના રૂપમાં ઉપયોગમાં આવે છે. સાથે જ તે આંખો માટે પણ લાભદાયી હોય છે.
-પિપલ્સની સમસ્યા હોય તો સરગવાનું સેવન કરવું જોઈએ. તેના સૂપથી શરીરનું ખુન સાફ થઈ જાય છે. ચહેરા ઉપર લાલીમા આવે છે અને પિંપલની સમસ્યા દૂર થઈ જાય છે. સરગવાના પાનથી તૈયાર કરવામાં આવેલ સૂપ ક્ષયરોગ, અસ્થમા અને બ્રોન્કાઈટિસ વગેરે રોગોમાં પણ દવાનું કામ કરે છે.
-તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે જેનાથી હાંડકાં મજબૂત બને છે. તે સિવાય તેમાં આયરન, મેગ્નીશિયમ ને સિલિયમ હોય છે. તેની માટે મહિલાઓ અને બાળકોએ તેનું સેવન કરવું જોઈએ. તેમાં જિંકની ભરપૂર માત્રા હોય છે જે પુરુષોની નબળાઈને દૂર કરવામાં અચૂક દવાનું કામ કરે છે. તેની છાલનો ઉકાળો અને મધનો ઉપયોગ શીઘ્રપતનની બીમારીને સારી કરે છે અને યૌન દુર્બળતા પણ દૂર થઈ જાય છે.
-સરગવાના મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે.
-સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.
-કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો.
-હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે.
- કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે.
- ૧થી ૨ કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું.
- સરગવાની શીંગના ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.

-----------------------------------------------------------------------------------------------------------

ગરવો સરગવો
આમ તો કઢીમાં ડૂબવા, ડાળીઓ પર લટકવા અને બે દાંત વચ્ચે ચુસાઈને ફેંકાવા સર્જાયો.  સરગવો મૂળ તો સસ્તાં શાકનો વડો. શિયાળો આવે ને એના વધામણા થાય. જે દિ સરગવો લાવવાનો હોય તે દિ શાક માર્કેટમાં ચઢાઈ કરવા જેવું જોમ હોય. પગ મક્કમ અને મન મરક-મરક હોય. શાક માર્કેટથી સરગવો લઇ ને સામે મળતા આ ભડવીરોની થેલીમાંથી સરગવાની શીંગો ડોકાં કાઢી કાઢી, ‘drum’ વગાડી તમને ચીઢવે, “ચાલો જમવા!” મુખ્યત્વે હિમાલય તરફ અને આફ્રિકામાં ઉગતું આ ગરીબ શાકનું ઝાડ અમસ્તું Miracle Tree નથી કહેવાયું. સરગવો પ…ોતે તો ફિક્કો પણ એ સંભારમાં પડે, દાળ-કઢીમાં ઉકળે, વધારમાં ભળે, લોટમાં રગદોળાય ત્યારે એની કિંમત સમજાય. સરગવાના ફાયદા તો જુઓ! સરગવાથી હાડકાના સાંધા મજબૂત થાય, આંખમાં તેજ આવે, લોહી ચોખ્ખું કરે. સરગવામાં મળતાં કેલ્શિયમ-પ્રોટીન-વિટામીન  વિગેરે ગુણગાન ગાતાં તો બુઝર્ગો થાકે જ નહિ. એની ‘જેલી’ માખણ કરતાં પોચી અને પૌષ્ટિક. અપણા દેશ થી ઓસ્ટ્રેલીયાના પર્થ અને કેનેડાના કોઈ રીમોટ શહેરમાં આજે ગુજરાતીઓ ફ્રોઝન સરગવો રાંધી ને ઝાપટે જ છે. લેટેસ્ટ ન્યુઝ પ્રમાણે સરગવાની શીંગનો સિતારો ચમક્યો છે. સરગવાનું સ્ટેટસ સ્વાદ પૂરતું સીમિત નથી રહેવાનું. હવે, આંતરરાષ્ટ્રીય ફલક પર ‘મેડ્રેક-ધ-મેજીસિયન’ની આ કુણી-કુણી જાદુઈ લાકડી માનવ જાતનું કલ્યાણ કરવા સજ્જ છે. વર્ષોના સંશોધન પછી સરગવો એક પ્રાકૃતિક ‘વોટર પ્યુરીફાયર’ સાબિત થયો છે. એલોવેરાની જેમ સરગવો પણ રાતોરાત ગાયબ થઇ જાય તો નવાઈ નથી. હવે શાક માર્કેટમાં સરગવાના ભારા ધીમે ધીમે અદ્રશ્ય થઇ જશે અને ચાઈના અને જાપાન અને દુનિયા આખી સરગવો ઉગાડતી થઇ જશે.          વાંક આપણો જ છે. આપણે સરગવાને બહુ દાઢે વળગાડ્યો. મોટી શાક માર્કેટમાં શિયાળાની છડી પોકારતા સરગવાના ભારોભાર વખાણ કરી ને આપણે દુનિયાનું ધરાર ધ્યાન દોર્યું. નીચલા બે દાંત વચ્ચે ફસાતી સરગવાની ફાંસ હવે ભૂતકાળ બનશે. આપણે પંચહાટડીથી સરગવો છાનામાના લઈ આવી ખાવાની ટેવ પાડી હોત તો અપાણા બાપાનું શું જાતું’તું!










No comments:

Post a Comment