Friday, March 6, 2015

દિવ્ય રસાયન ગૌમૂત્ર

http://makwanavinod.blogspot.in/p/blog-page_22.html


દિવ્ય રસાયન ગૌમૂત્ર

"ओहम "
                                       गावो विश्वस्य मातर:                                             યજુર્વેદ ના ત્રેવીસમા અધ્યાયના અંતમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોતર છે તેમાંથી એક પ્રશ્ન છે ,-
                कस्य मात्रा न विधते । यजु :२३/ ४७
  ''સંસારમાં એવો કયો પ્રદાર્થ છે .એવી કઈ વસ્તુ છે જેની તુલના થઇ શકતી નથી ?''
વેદ માતા એ સ્વયં જવાબ આપ્યો છે -
                 गो अस्तु मात्रा न विधते -यजु :२३/४८
''સંસારમાં ગાય ની તુલના થઇ શકે તેમ નથી ''. ગાયના દૂધ ,ઘી ,માખણ ,મલાઈ ,દહી ,છાશ માં તો વિશેષતા છે જ ,એના ગોબર [છાણ ]અને મૂત્રમાં પણ એવી વિશેષતા છે ,જે અન્ય કોઈપણ દૂધ આપવાવાળા પશુ માં નહી મળે .ગાયની છાશ ના સંબંધમાં સાચે જ કેહવામાં આવ્યું છે ,-
           न  तक्र्सेवी व्यथते कदाचिन  न तक्रदग्धाःप्रभवन्ति रोगा ।
            यथासुराणाममूतं हिताय तथा नराणां भुवि तक्रमाहु ।।
                                              भावप्रकाश निधंटु तक्रवगॅ-७
      છાશનું સેવન કરવાવાળો મનુષ્ય ક્યારેય રોગી થતો નથી . છાશ -સેવનથી દુર થયેલા રોગ પુનઃ ઉત્પન્ન થતા નથી .જેમ દેવતાઓ માટે અમૂર્ત હિતકારી અને સુખદાયક છે .તે જ રીતે છાશ પુથ્વી પરના મનુષ્યો માટે અમૂર્ત સમાન હિતકારી છે 
 નોધ ; દહીથી ચાર ગણું પાણી નાખી વલોવવામાં આવે તેને છાશ અથવા મઠો કેહવાય છે .
                 ગૌદુગ્ધનો મહિમા ગાતા વેદમાં કહ્યું છે .
            यूयं गावो मेदयथ कुशं चिद श्रीरं चित्कूणूथा सुप्रतीकम्र।
              भद्र गूहं कूणुथ भद्रवाचो बूहद्रो वय उच्यते सभासु।।
                                                               ऋ.६/२८/६
     હે ગાય  તું કુશ =દુબળા -પાતળા વ્યક્તિને પણ ભારે =હુષ્ટ -પુષ્ટ કરી દે છે અને કુરૂપને સુંદર ,રૂપવાન બનાવી દે છે ,તું ઘરને મંગલમય બનાવી દે છે .તારી વાણી [=રાભવું ]પણ કલ્યાણકારી છે .સભાઓમાં તારા ખુબજ ગુણગાન [વખાણ ]કરવામાં આવે છે
        એક વખત અકબરે બીરબલ ને ઉતર આપ્યો -દૂધ કોનું સારું હોય છે ? બીરબલે ઉતર આપ્યો -ભેસનું  અકબર બોલ્યો -આર્ય [હિંદુઓ ] તો ગાયની દુધની પ્રશંસા કરે છે ,તમે ભેસના દુધને શ્રેષ્ટ કેમ બતાવો છો ? બીરબલે કહ્યું -ગાયનું દૂધ દૂધ નથી એ તો અમૃત છે .આપે દૂધ વિષે પૂછ્યું હતું .દૂધ  ભેસનું તો હોય છે 
  આ છે ગો દુગ્ધનો મહિમા .પરંતુ હું ગૌ ના દૂધ ,ઘી વગેરેની ચર્ચા ન કરતા આ પુસ્તકમાં ગાયના મૂત્રની ચર્ચા કરીશ 
ગાય એવું દિવ્ય પ્રાણી છે ,જેની કરોડરજજુના હાડકામાં સુર્યકેતુ નાડી હોય છે .સુર્યકેતુ નાડી સૂર્ય -કિરણોને આકર્ષિત કરે છે .આ સૂર્ય -કિરણો ગૌરકત માં સ્વર્ણક્ષાર  બનાવે છે આ સ્વર્ણક્ષાર ગોરસમાં રહેલો હોય છે એટલે જ ગાયના દૂધ ,માખણ ,ઘી  વગેરે પ્રદાર્થ સ્વર્ણ -આભાવાળા હોય છે .
     ગૌમૂત્ર શું છે ?   
ગૌમૂત્ર ગાયના રક્તનો કીડની દ્વ્રારા ગળાયેલો ભાગ છે .ગાયના રક્તમાં જે પણ તત્વ હોય છે તે તમામ તેના મૂત્રમાં પણ હોય છે 
ગૌમૂત્ર  તીખું ,કડવું ,તિક્ષણ ,ગરમ ખારું ,તુરુ ,હલકું ,અગ્નિપ્રદીપક ,બુદ્ધિવર્ધક ,પિતકારક અને કફ ,વાત ,શૂળ ,ગોળો ,ઉદરરોગ ,ખંજવાળ ,નેત્રરોગ ,ખાંસી ,વાતવિકાર ,કોઢ ,શ્વાસ ,સોજો ,કમળો અને પાંડુરોગ નાશક છે .કાનમાં [ટીપા ]નાખવાથી કાનના  દર્દ ને દુર કરનાર છે .તેની પ્રશંસા માં સાચું જ કહ્યું છે ,કે
      कण्डूकिलासगुदशूलमुखाक्षिरोगातगुल्मातिसारमरुदामयमूत्ररोधान्।      कासं सकुष्ठं जठरक्रिमिपाण्डुरोगान् गोमूत्रमेकमपि पीतमपाकरोति।।
                                                                      भावप्रकाश,मूत्रवगॅ ३ 
 કેવળ ગૌમૂત્ર પાન કરવાથી તે ખંજવાળ ,કોઢ ,શુળ [=દર્દ ],મુખરોગ ,ગોળો ,અતિસાર ,વાત -સંબંધી રોગ અને મૂત્રરોગ ,ખાંસી ,ગલિતકુષ્ટ,ઉદરરોગ ,કુમિ અને પાંડુરોગ ને નષ્ટ કરી દે છે .
હજુ પણ જુંઓ -
                 गव्यं पिवत्रं च रसायनं च,पथ्यं च हधं  बलं  बुध्दिदं स्यात्।
                       आयुःपदं रक्तविकारहारी,त्रिदोषहदो्गिषापहं स्यात्।।
 ગૌમૂત્ર પરમ રસાયણ છે પથ્ય છે ,હદયને આનંદ  આપવાવાળું છે બળ અને બુદ્ધિ ને વધારવાવાળું છે ,તે દીર્ધાયું પ્રદાન કરવાવાળું અને રક્તના તમામ દોષોને દુર કરવાવાળું છે .તે વાત ,પિત અને કફ -જન્ય [ત્રણેય દોષોને નષ્ટ કરવાવાળું ,હદયરોગ અને વિષના પ્રભાવને દુર કરવાવાળું છે .
  આયુવેદ નાં મતાનુસાર એમાં પાંચ રસ હોય છે .જેમ કે -કડવો ,તીખો ,તૂરો ,મધુર અને ખરો 
   તે સર્વ રોગનાશક છે .તે શારીરિક અને માનશીક બધા જ રોગોને નષ્ટ કરે છે .તે સત્વગુણવાળું હોય વિચારોમાં સાત્વિકતા લાવે છે .રજોગુણ અને તમોગુણને નષ્ટ કરે છે .એ મૂત્ર ,પ્રસ્વેદ અને મળ દ્વારા શરીરગત વિષોને બહાર કાઢે છે .લગાતાર છ માસ  પીવાથી  મનુષ્યની પ્રકુતિ સત્વગુણયુક્ત થઇ જાય છે ચિકિત્સામાં  ગોમૂત્ર નો જ મુખ્યત્વે  પ્રયોગ કરવો જોઈએ .કારણ કે બધા જ મૂત્રમાં ગોમૂત્ર જ સર્વશ્રેષ્ટ  છે  
   ગાયો વિષને  દુર  કરે છે આયુવેદમાં  ઝેરી પર્દાર્થોને ત્રણ  દિવસ અથવા અધિક  દિવસ  સુધી ગોમૂત્ર માં રાખીની અને ગોમુત્રને  પ્રતિદિન બદલાતા રહેવાથી તેનું શોધન થઇ જાય છે .સંશોધનથી  સિદ્ધ થઇ ગયું છે કે ગાયના ખોરાક ,ઘાસચારામાં  કોઈ ઝેરી અથવા હાનીકારક પદાર્થ આવી જાય તો ગાય તેને પોતાના  માસમાં શોષી લે છે  તેને પોતાના દૂધ ,છાણ અને મૂત્રમાં છોડતી નથી અથવા અતિ અલ્પ -માત્રામાં છોડે  છે .આથી ગોમૂત્ર છે 
 ગોમૂત્ર  રસાયણિક તત્વો  ; ગોમૂત્ર માં નાઈટ્રોજન ,સલ્ફર .એમોનીયા ગેસ ,તાંબુ .લોહા ,યુરીયા ,યુરિક એસીડ ,ફોસ્ફેટ ,સોડીયમ ,પોટેશિયમ ,મેગેનીઝ ,કાર્બોલિક એસીડ ,કેલીશયમ ,મીઠું ,વિટામીન -એ ,બી .સી ,ડી ,ઈ , અન્ય ખનીજ ,દૂધશકરા  સ્વર્ણક્ષાર વગેરે તત્વો જોવા મળે છે આ  તત્વો શરીરમાં  બળ અને શક્તિ પ્રદાન કરે છે તથા રક્તમાંના વિષને બહાર કાઢે છે .
અનુચિત [બિનજરૂરી ]  ચરબીને બનતા રોકે છે પથરીને બહાર કાઢે છે  કીટાણુંઓને  નષ્ટ કરે છે જીવનશક્તિને  સ્થિર  રાખી ઉત્સાહ પ્રદાન કરે છે ,ગભરામણ અને તરસ  રોકે છે ,હાડકાને પોષણ આપી અને પ્રજનન શક્તિને વધારે છે .હદયને સબળ બનાવે છે કૃમિનો નાશ  કરે છે .
ગોમૂત્ર કેવી ગાયનું લેવું જોઈએ ? ગોમૂત્ર એવી ગાયનું લેવું જોઈએ કે જે [શકય હોય ત્યાં સુધી ]વનમાં  વિચરતી હોય અને વનમાં વિચરતી હોવાના કારણે તેને ખુબ જ વ્યાયામ થઇ જતો હોય ,ઇચ્છાનુસાર  ઘાસ અને વિવિધ પ્રકારની  વનસ્પતિઓનું સેવન કરે સ્વચ્છ પાણી પીવે અને સ્વસ્થ હોય .અ મૂત્ર કોઈપણ ગાયનું હોઈ શકે છે .ચાહે તે વાછરડી હોય .જવાન હોય કે વૃદ્ધ હોય .
        વાછરડા અથવા બળદ નું મૂત્ર પણ લઇ શકાય છે તે અધિક તિક્ષ્ન  હોય છે ,પરંતુ ઓછું  ગુણકારી નથી હોતું ,કરણ કે જાતિ તો એક  જ છે . બળદોના મૂત્રને સુંઘવા  માત્રથીજ વાંઝણી સ્ત્રીને સંતાન પ્રાપ્ત થાય છે .સહદેવે મહારાજા વિરાટ ની પાસે જઈને કહ્યું હતું -                                                          ऋषाभांश्चापि जानामि राजन पुजितलक्षणान् |
                         येषां  मूत्र मुपाध्राय अपि वन्ध्या  प्रसूयते ||
                                                          -महाभारत .विराट.१ \१४              

હું એવા ઉતમ લક્ષણોવાળા બળદોને પણ ઓળખું છું ,જેમના  મૂત્રને  સુંઘવાથીજ  વંધ્યા [વાંઝણી] સ્ત્રી  ગર્ભધારણ અને સંતાન ઉત્પન્ન કરવા યોગ્ય થઇ જાય છે .
  ગોમૂત્ર ને મોટી ,કાચ અથવા ચિનાઈમાટીના પાત્રમાંરાખવું જોઈએ .યોગ્ય રીતે ઢાંકી ને રાખેલું  ગોમૂત્ર કયારેય ખરાબ થતું નથી  જેમ ગંગાજળ ખરાબ નથી થતું  તેમ કીટાણુંનથી પડતા ,દુર્ગંધ  નથી આવતી  તે જ પ્રમાણે ગોમૂત્ર નથી સડતું અને ન તો તેમાં કીટાણું પેદા થઇ છે 
હા એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવી ,મૂત્ર ભારતીય  ગાયો જેવી  કે હરિયાણી,રાઠી,ગીર વિગેરે ગાયોનું જ લેવું જોઈએ . વિદેશી  ગાયો જેવી કે જર્સી ,હોસ્ટનવગેરે  ગાયોનું મૂત્ર લેવું જોઈએ નહી .
માત્રા;એક દિવસ માં કેટલું ગોમૂત્ર જોઈએ ?
     સામાન્ય માત્રા ૨૫ મિલીલીટર[૨૫ ગ્રામ ] છે ને તે પ્રાત : કાળમાં  નરણાકોંઠે [ખાલીપેટે]  એક વાર વસ્ત્રથી ગાળીને પીવું જોઈએ તે પીવાથી મળ નીકળીને  આંતરડા શુદ્ધ  થઇ જાય છે .બાળકોને એથી અડધી માત્રા  માં આપવું જોઈએ .
ગોમૂત્ર દિવ્ય રસાયણ છે .તે વુધ્ધાવસ્થાને રોકે છે .શારીરીક  અને  માનસિક  વ્યાધિઓને  નષ્ટ કરે છે .તેમાં કીટાણું ને નાશ કરવાની અદભુત  શક્તિ છે 

તેના સેવનથી કીટાણું -જન્ય રોગ નષ્ટ થી જાય છે .માથા ના વાળ કળા જ રહે છે ગોમૂત્ર -પણ કરવાથી જો બે -ચાર દસ્ત [જુલાબ ]થી જાય તો ગભરાવું જોઈએ નહી .તેને ઉતમ લક્ષણ  સમજવું જોઈએ  કે મોટા આંતરડામાં  જે મળનો સંગ્રહ થઇ રહ્યો હતો તે નીકળી રહ્યો છે જો ૪ થી ૫ દિવસ આ જ પરિસ્થિતિ રહે તો થોડાક દિવસ માટે માત્રા અડધી કરી દેવી 
      
                          ગોમુત્રથી  વિવિધ રોગોની ચિકિત્સા 
      [૧] કબજિયાત :-પ્રતિદીન ૨૫ ગ્રામ ગોમૂત્ર ને બે વખત કપડા માં                  ગાળી[અલગ -અલગ સ્થાને થી  ગાળી ] પીવાથી જૂની પુરાની                 કબજિયાત દુર થાય છે .નિરંતર બે માસ સેવન કરવું
[૨] જુલાબ :- તમો કોઈ ડોકટર ને જી કહો કે મને એવી દવા આપો કે જેથી  પાંચ દસ્ત [જુલાબ ] થી જાય .દવા એવી હોવી જોઈએ કે દસ્ત ન ચાર થાય  ન તો છ થાય ,માત્ર પાંચ જ થાય .કોઈ પણ ડોકટર એવી દવા નહી આપી શકે .ગાય એવો અદભુત  ડોકટર છે આપ જેટલા ઇચ્છશો તેટલા જ દસ્ત થશે ન તો એક પણ ઓછો અને એક પણ અધિક જો આપનેદસ જુલાબ કરવા છે તો ૫૦ ગ્રામ ગોમૂત્ર લઇ તેને કોઈક  કપડામાં અલગ -અલગ સ્થાને થી દસ વખત ગાળો .જે જગ્યાએથી એક વખત ગાળ્યું હોઈ તે જગ્યાએથી બીજી વાર ન ગાળવું .પ્રત્યેક વખતે અલગ -અલગ જગ્યાએથી ગાળીને પીવડાવી દેવું  જેટલી વખત ગાળ્યું હોય તેટલા જ દસ્ત થી જાય છે ન વધુ ,ન ઓછા .છે ને અદભુત ચમત્કાર  .આ છે ગોમાંતાની વિશેષતા .
     [૩]  ખજવાળ ,ખરજવું :-  ૨૫ ગ્રામ ગોમૂત્ર  એકવાર કપડાથી ગાળીને નિરંતર એક માસ સુધી પીવાથી કોઈપણ  ઓંષધીથી  ઠીક  ન થતી  ખાજ-ખંજવાળ  અને ખરજવું સારું થઇ જાય છે .ગોમૂત્ર ની માલીશ પણ કરાવી જોઈએ .
[૪] કાયાકલ્પ :- નાની [બળ ] હરડે નું  ચૂર્ણ ૨૫૦ ગ્રામ ,ગોમૂત્ર એકવાર વસ્ત્રથી  ગાળેલું ૨ લીટર .હરડેના ચૂર્ણને ગોમૂત્રમાં મેળવી ને મંદ મંદ અગ્નિ પર પકવો .જયારે મૂત્ર બળી જાય ત્યારે ઉતારી લો .ઠંડું થયા બાદ ખલમાં નાખી  મર્દનકરો .મર્દન ગુણવર્ધનમ
 -જેટલું મર્દન કરશો [ઘુટશો] તેટલું અધિક લાભકારી થશે .આ ચૂર્ણમાંથી ૩ ગ્રામ રાત્રે પાણી સાથે લો .આ ચૂર્ણના સેવનથી  કબજિયાત  દુર થાય છે ગેસ ટ્રબલ દુર થાય છે ભૂખ ખુબ જ લાગે છે .નિરંતર સેવન કરવાથી શરીર ના બધા જ વિકાર દુર થઇ શરીર નો કાયાકલ્પ થઇ જાય છે લોકો ગોમુત્રનો સીધો પ્રયોગ ન કરી શકે તેમને હરડે ના આ યોગથી ગોમુત્રના લાભ પ્રાપ્ત કરી શકે છે .
[૫] પથરી:- ૨૫ ગ્રામ ગોમૂત્ર ને કપડામાં ગાળીને નિરંતર ૪૦ દિવસ સુધી પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે .રાત્રે ૨ ગ્રામ ફટકડી પાણીમાં ઓગાળી ને પીવાથી સોના માં સુગંધ જેવું કામ કરે છે .
[૬] દંતરોગ :- પ્રતિદિન  ૨૫ ગરમ કપડાથી ગાળેલું  ગોમૂત્ર પાન કરવાથી દાંતોના તમામ રોગ દુર થઇ દાંત દઢ થઇ જાય છે કે દાંતથી સોપારી તોડી શકાય છે નિરંતર એક વર્ષ સુધી પ્રયોગ કરવો .                      [૭] જીર્ણજવર ,પાંડુ ,સોજો :- ૧૦ ગ્રામ કરિયાતું રાત્રે માટીના પાત્રમાં૭૦ ગ્રામ પાણીમાં પલાળી દો. સવારે તેને હાથ વડે મસળીને કપડાથી ગાળી લો .હવે તેમાં ૫૦ ગ્રામ વસ્ત્રગાળ  ગોમૂત્ર મેળવી  અડધું  સવારે  નરણાકોઠે  અને શેષ અડધું સાંજે પીવડાવી દેવું ૧૦ દિવસ સુધી પીવડાવો .તમામ રોગો થી  છુટકારો પ્રાપ્ત થશે 
[૮] ખાંસી ,શરદી ,દમ :- ૨૫ ગ્રામ ગોમુત્રને વસ્ત્રગાળ કરી પ્રતિદિન પીવડાવવું  જોઈએ .તેના પ્રયોગથી કફ નીકળીને  તરત રોગોનું શમન થાય છે .
[૯] પાંડુરોગ :-  પ્રતિદિન સવારે નરણા કોઠે [ખાલીપેટે] તાજું અને સ્વચ્છ ૨૫ ગ્રામ વસ્ત્રગાળ ગોમૂત્ર નિરંતર એક માસ સુધી પીવડાવવાથી અવશ્ય લાભ થાય છે 
[૧૦] બાળકોની સુકી ખાંસી પર:- બાળકોને ખાંસી થાય ત્યારે ૧૨ ગરમ ગોમુત્રને ગાળીને તેમાં ૧ ગ્રામ હળદર નું ચૂર્ણ મેળવી પીવડાવવું જોઈએ ,ખાંસી ભાગી જશે .
[૧૧] વાઝીયાપણું  :- વિવાહ [લગ્ન]  સંસ્કારમાં ગોદાન કરવામાં આવે છે હાથી -દાન કેમ નહી ? ગાય તો બે -અઢી હજારથી લઈને પંદર -વીસ હજારમાં આવી જાય છે હાથીનું મુલ્ય તો લાખોમાં હોય છે .ભેસ પણ મોઘી હોય છે પંતુ ભેસનું પણ દાન થતું નથી .ગોદાન  જ કેમ ?તેમાં એક ખુબ જ મોટું રહસ્ય છુપાયેલું છે ગાયની સેવા કરવાથી  નીસંતાનોને સંતાન થાય છે .ગાયનું દૂધ પીવાથી ,દહી તથા માખણ ખાવાથી ,ગાયનું છાણ અને મૂત્ર ઉચ્કાવાથી ,ગાયને પંપાળવાથી ,ગાય અને બળદના વાડામાં [ગોશાળામાં ]સુવાથી ,ગોમૂત્ર પીવાથી બધા જ વિકાર દુર થઇ સંતાન ઉતપન્ન થઇ જાય છે મહારાજા દિલીપને નંદીની ગાયની સેવા  કરીને જ પુત્રરત્ન ની  પ્રાપ્તિ થઇ હતી જે પુરુષોના વીર્યમાં શુકાણું નથી હોતા અથવા ઓછા હોય છે તેઓ ત્રણ માસ સુધી પ્રતિદિન બે કલાક ગાયના ગલકંબલ [=ગાયના ગળામાં લટકતી જાડી ચામડી] ને પંપાળે ,તો વીર્યમાં શુકાણું  ઉત્પન્ન થઇ પુરુષ સંતાન ઉત્પન્ન કરવા યોગ્ય થઇ જાય છે 
[૧૨] દાદર ,કુષ્ટ ,હાથીપગો :- ૨૫ ગ્રામ વસ્ત્રગાળ શુદ્ધ ,તાજા ગોમૂત્ર માં ૧૦ ગ્રામ જુનો ગોળ અને ૧ગ્રમ હળદર ણું ચૂર્ણ મેળવી પીવડાવવાથી દાદર ,કુષ્ટ અને હાથીપગા માં લાભ થાય છે .ગોમુત્રની માલીશ પણ કરવી  જોઈએ .
[૧૩] ઉદાર [પેટ] વિકાર :-ઉદાર ના તમામ રોગીમાં પ્રતિદિન ૨૫ ગ્રામ ગોમૂત્ર પાન કરવાથી  લાભ થાય છે . 
[૧૪] નેત્રરોગ :-જે સમયે ગાય પેશાબ કરી રહી હોય [ગાય ઝરી રહી હોય ], તે સમયે તે ગોમુત્રને તાંબાના પાત્રમાંભરી લેવું પછી તે પાત્રને મંદ અગ્નિ પર રાખી ધીમે ધીમે ઉકાળવું ,કારણ કે તે ઉભરાઈને બહાર નીકળે છે .જયારે મૂત્ર બળીને ચોથા ભાગનું રહી જાય ,ત્યારે ઉતારી લેવું ,ઠંડું થયા બાદ ગાળીને  શીશીમાં ભરી લેવું સવાર -સાંજ  એક એક ટીપું આંખમાં નાખવું એક માસ સુધી પ્રયોગ  કરવાથી  નેત્રની જ્યોતિ વધી જશે ચશ્માના નંબર ઘટવાની શરૂઆત થઇ જશે જે બાળકોને નાની  ઉમરમાં  જ ચશ્માં ના નબંર વધી ગયા હોય તેમના નંબર ઉતારી જશે .આ પ્રકારે બનાવેલ ગોમુત્રથી આંખોની  બળતરા ,આંખ લાલ રહેવી ,પાણી  પડવું વગેરે સમસ્ત નેત્રવિકાર  દુર થાય છે .નિરંતર છ માસ સુધી નાખવાથી  મોતિયો પણવગર ઓપરેશને દુર થઇ જાય છે .નેત્ર રોગીઓને આ દિવ્ય રસાયણનો  લાભ ઉઠાવવો  જોઈએ .                        [૧૫] ક્ષય  [ટી.બી] :-ક્ષય રોગના રોગીએ ગાયના દૂધ અને માખણ નો પ્રયોગ કરવો જોઈએ પ્રતિદિન ૨૫ ગ્રામ વસ્ત્રવાળ  ગોમુત્રનું પાન  કરવું જોઈએ .ગાયના છાણ અને મૂત્રની ગંધથી ક્ષય રોગના કીટાણુંઓનો  નાશ થાય છે આથી ક્ષય રોગના રોગીએ ગોશાળામાં સુવું જોઈએ અને તેનો ખાટલો ગોમુત્રથી પ્રતિદિન ધોવો જોઈએ .
[૧૬] વાળ ખારવા :-ટાઈફોઈડના  કારણે ,કોઈ પણ દવાના સેવન અથવા કોઈ અન્ય કારણથી માથાના વાળ અથવા અન્ય કોઈ સ્થાનના વાળ ઉખડી [ખરી ] ગયા હોય તો ૫૦ ગ્રામ તમાકુના ૨૫૦ ગ્રામ ગોમૂત્રમાં ખુબ જ સારી રીતે લસોટી -પીસી મેળવી દો.૧૦ દિવસ સુધી કાચ કે ચિનાઈમાટીના કોઈ પાત્રમાં પડ્યું રહેવા દો ૧૦ દિવસ બાદ પેસ્ટ [મલમ] જેવું બની ગયા બાદ જ્યાં વાળ ખરી ગયા હોય ,ત્યાં લગાવો નિરંતર થોડાક દિવસ લગાડાવથી ખરી ગયેલા વાળ પુન આવી જાય છે .માથામાં પણ લગાવી શકાય છે .
[૧૭] બ્લડ પ્રેશર :-૨૫ ગ્રામ વસ્ત્રગાળ ગોમુત્રનું નિયમિત અને નિરંતર સેવન કરવાથી  શરીર માં સ્ફૂર્તિ રહે છે ભૂખ વધે છે અને  લોહીનું દબાણ [ બ્લડ પ્રેશર ] સામાન્ય થવા માંડે છે .
 [૧૮] દાદર :-  ધતુરાના ૫૦ ગ્રામ પાંદડા ગોમૂત્રમાં પીસીને ૨૫૦ ગ્રામ ગોમૂત્રમાં ઉકાળી ઘાટું થયા બાદ દાદર પર લગાડવું .દાદર મટી જાય છે   
[૧૯] કેન્સર :- આ એક ભયંકર રોગ છે આ રોગથી  કેટલાય રોગી પ્રતિદિન મુત્યુ પામે છે ગોમૂત્ર આવા રોગીઓ માટે પણ આશાજનક છે ૫૦ ગ્રામ ગોમૂત્ર  અને ૬ ગ્રામ ગોબર [છાણ ] બને સારી રીતે મેળવી ને સ્વચ્છ વસ્ત્રથી ગાળીને પ્રાત :કાળે  નરણાકોઠે પીવડાવવું તેના સેવનથી ધીરે ધીરે નિર્બળતા દુર થઇ શરીરમાં શક્તિ આવશે ૪-૫ માસ સેવન કરવાથી કેન્સરથી છુટકારો મળી જશે .દાક્તરો ને હજારો લાખો રૂપિયા આપવાના સ્થાને ગોમાંતાની શરણમાં આવો અને તમામ પ્રકારના રોગોથી છુટકારો પ્રાપ્ત કરો 
[૨૦] હાઇબ્લડ પ્રેશર અને દમ :- ફુલાવેલી ફટકડી ૨ ગ્રામ અને વસ્ત્રગાળ ગોમૂત્ર ૫૦ ગ્રામ બંને સારી રીતે મેળવીને પીવડાવો .તેનું બે માસ સુધી સ્સેવન કરવાથી ખાંસી ,શરદી ,દમ ,દુર થઇ ફેફસા ઠીક થઇ જાય છે બ્લડપ્રેશર પણ સામાન્ય થઇ જાય છે 
[૨૧] પાંડુરોગ :- મહર્ષિ ચરક ના મત મુજબ લોખંડનું ૧૦૦ ગ્રામ બારીક ચૂર્ણ ,૧૫૦ ગ્રામ ગોમૂત્ર માં પલાળો .બાર કલાક પલાળવા દોસવારે સારી રીતે ગાળીને દરદીને પીવડાવી દો એક કલાક બાદ ગોદુધનું સેવન કરવો .તેનાથી પાંડુરોગ માં ખુબ જલદી લાભ થાય છે
 [૨૨]જલોદર (પેટમાં પાણી ભરાઈ જવું ):-માત્ર ગોદુગ્ધનું સેવન કરવું તેની સાથે ૨૫ ગ્રામ વસ્ત્રગાળ ગોમૂત્રમાં ૧૦ ગ્રામ મધ મેળવીને પીવડાવવાથી જલોદર નષ્ટ થઇ જાય સે છે 
[૨૩] કાનની પીડા :- કાનની પીડામાં ગોમુત્રને ગરમ કરીને હુંફાળું એવું કાનમાં નાખો કાનનો દુખાવો બંધ થઈજશે 
[૨૪]બહેરાશ :-ગોમ્ત્ર ગરમ કરી ૫-૫ ટીપા કાનમાં લાંબા સમય સુધી નાખવાથી બહેરાશ માટી જાય છે ૧ લીટર ગોમુત્રને ૨૫૦ ગ્રામ સરસીયા તેલમાં નાખી તેલને પકવો તેમાં ૨થિ ૧૦ લસણ ની કળીઓ પણ નાખો જયારે ગોમૂત્ર તથા કળીઓ બળી જાય અને માત્ર  તેલ રહી જાય ત્યારે ઉતારીને ઠંડું કરીને ગાળી લો આ તેલના ૫-૫  ટીપા કાનમાં નાખવાથી કાનનું વહેવું કાનની પીડા ઓછુ સંભળાવું વગેરેમાં લાભ થાય છે 
[૨૫]સફેદ કોટ :- બાવચીના બીજાને ગોમૂત્રમાં પીસીને સફેદ ડાઘ પર લેપ કરવો જોઈએ નિયમિત તેમ કરવાથી સફેદ ડાઘ દુર થઇ ત્વચા પોતાના મૂળ અવસ્થામાં આવી જશે 
[૨૬]વાળના રોગો :-ગોમુત્રને માથામાં ઘસી થોડીક વાર પ્રતિક્ષા કરવી જયારે વાળ સુકાઈ જાય ત્યારે ધોઈ નાખવા વાળ સુંદર થઇ જશે 
[૨૭]સાંધાનો દુખાવો:-ગોમૂત્ર ૨૫ ગ્રામ દીવેલ (એરંડિયું )૧૦ ગ્રામ બંને મેળવીને એક માસ સુધી પીવાથી સાધનો દુખાવો અને વાયુના રોગો નષ્ટ યથાય છે    
[૨૮]સ્ત્રી રોગ :-પ્રતિદિન સવાર -સાંજ ૨૫-૨૫ ગ્રામ વસ્ત્રગાળ ગોમૂત્ર પીવાથી સ્ત્રીઓના માસિકધર્મની ગરબડ શ્વેતઅને રક્ત પ્રદર તેના દ્વારા થતી તમામ પ્રકારની નબળાઈ  કમર દર્દ માથનો દુખાવો  હાથ પગ ફૂલી જવા જીવ ગભ્રવો  ચક્કર આવવા ઉઘ ન આવવી  ફોલ્લીઓ નીકળી આવવી વગેરે રોગો સારા થઇ જાય છે સદાય ગોમૂત્ર લેતા રેહાવાથી સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને સોંદર્ય ની રક્ષા થાય છે 
[૨૯]વાગવું ઘા પડવો  અંગો મચકોડાઈ જવા :-વાગવું કે શરીરના કોઈ ભાગ પર ઘા પડવો મચકોડાઈ જવા વગેરે પર ગોમૂત્ર લગાડવું રક્ત વહેતું તુરંત બંધ થઇ જશે ઘા -પાકશે નહી અને સેપ્ટિક થશે નહી મચકોડ આવી જાય ત્યારે કપડામાં ચણાબાંધી દઈ તેને ગોમૂત્રમાં તાર કરવા  વારંવાર પલાળવા જેમજેમ ચણા ફૂલશે તેમતેમ બધી જ મચકોડ ખેંચી લેશે 
[૩૦]બધાજ રોગોની એક દવા :-ગોમૂત્ર એ શરીરમાં થનારા તમામ રોગોની એક દવા છે પ્રતિદિન ૨૫ ગ્રામ વસ્ત્રગાળ ગોમૂત્ર પીવાથી શરીર ના સમસ્ત રોગ દુર થઇ શરીર સુવર્ણની માફક કાંતિમાન બની જાય છેખાસ ,ખંજવાળ ,ખરજવાથીછુટકારો મળી જાય છે .ખાંસી સળેખમ ,હાઈ કે લો બ્લડપ્રેશર  સામાન્ય થઇ જાય છે વાળમાં ચમક આવી જાય છે શરીર સ્ફૂર્તિ અને ઉત્સાહનો સંચાર થાય છે ,કબજિયાત દુર થઇ જાય છે ઉદરરોગ શાંતથઇ જાય છે. મોતિયો દુર થઇ જાય છે. વાળનું સફેદ થવું બંધ થઇ જાય છે ,તાવ ઉતારી જાય છે માથાનો દુખાવો ,સોજો દમ ,હાથી પગો વિગેરે વિકાર નષ્ટ થઇ જાય છે ,પથરી ઓગળીને નીકળી જાય છે ,અજીર્ણ નષ્ટ થઈને ભૂખ વધે છે ,અમ્લપિત નષ્ટ થાય છે ,વિના હુમલા (તાણ)શાંત થઇ જાય છે ,હરસનો રોગ જતો રહે છે .પ્રમેહ અને મધુમેહ ઠીક થઇ જાય છે .કયા સુધી લખીએ ?આ તો દિવ્ય રસાયણ છે .તેનું પાન કરો અને તેના ચમત્કાર ને દેખો .ગોમૂત્ર પીવામાં  નાક -મો ચઢાવશો નહી ,ધૃણા ના કરશો .આપ હોસ્પીટલમાંથી લાવીને ગંદી-ગંદી દવાઓ પીઓ છો ,આ ગોમૂત્ર તેનાથી ખુબ જ ઉતમ છે આ અમુત  છે .તે રોગોના કાળછે અને સ્વાસ્થ્યપ્રદાતા છે ગાય      
  પોતે જ એક દિવ્ય ઓષધાલય છે .એવું અદભુત ઓષધાલય જેમાં ખર્ચ કશું જ કરવું પડતું નથી ,અનેક રોગોના સફાયો થઇ જાય છે .ગોમાતા છે ,તે પ્રાણદાતાછે .તેની શરણમાં આવો અને લાભ ઉઠાવો ..... 
                            ગાય સમગ્ર વિશ્વની માતા છે .
                                        લેખક 
            પરમહંસ સ્વામી જગદીશ્વરાનંદ સરસ્વતી 
                             અનુવાદ :ધર્મેશ આર્ય
                                   પ્રકાશક 
                             " આર્ય સમાજ "
                             અડાજણ ,સુરત 
                                 વિતરક 
                  રાષ્ટ્રીય જનક્રાંતિ આદોલન 
       ના રાષ્ટ્રીય મહા સચિવ જયંતીભાઈ પ્રજાપતિ (આર્ય)
                                    સુરત .
---------------------------------------------------------------------------------------------------

” ગૌ સેવાનું ફળ ઘણું, જેમાં દેવીનો વાસ;
ગૌનું જે પાલન કરે, તે ઘર સદા ઉલ્લાસ. “

જૂન, ૨૦૦૩માં અમેરિકાની પેટર્ન કચેરીએ ‘ગૌમૂત્ર’ને પેટન્ટ આપ્યો છે. આ ગૌમૂત્ર ક્ષય અને કેન્સર જેવા રોગોને મટાડે છે. ગૌમૂત્રનો આ પેટન્ટ નાગપુરની બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થા ‘ગો વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર’ દ્વારા મેળવાયો છે.

આ સમાચારે મેડીકલ જગતમાં એક જિજ્ઞાસાનું વાતાવરણ ઊભું કર્યું છે અને એના વિશે સમગ્ર વિશ્વમાં ઘણાં દાક્તરીય અનુસંધાન વિશ્વવિદ્યાલયોમાં એના વિશે ચર્ચા, પરિચર્ચા અને સંશોધનો હાથ ધરાયા છે. આજે એક નવું વિજ્ઞાન ‘Cow pathy’ ઊભરી રહ્યું છે.

પ્રાચીન ભારતવાસીઓને ‘પંચગવ્ય ચિકત્સા’ નું ઘણું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હતું. જેમાં ગૌમૂત્રના વિવિધ ઉપયોગોની વિવિધ ઉપયોગની વાત આવે છે. પરંતુ સદીઓથી ચાલતા આવતા આધુનિક દવાશાસ્ત્રે ગૌમૂત્રની વાત એક જંગલી પ્રયોગ તેમજ અંધશ્રદ્ધા છે એમ માની લીધું હતું. આરોગ્ય અને દવા શાસ્ત્રના વિજ્ઞાને વાસ્તવિકતાની કેટલીક ક્ષિતિજો ખોલી છે અને તેઓ ગાય દ્વારા મળતા વિવિધ પદાર્થોની એક ઔષધ તરીકેની ક્ષમતાને ઓળખી લીધી છે.

ભારતીય લોકો ગાયને માતા તરીકે પૂજે છે. ભારતમાં ગાયને બધી દૈવી શક્તિઓ કે તત્વોનું મૂર્તિમંતરૂપ ગણવામાં આવે છે. ગાયનું દાન બીજાં બધાં દાન કરતા શ્રેષ્ઠ ગણાય છે. યજ્ઞયાગ વખતે ગાય અને ગાય દ્વારા મળતા વિવિધ પદાર્થોને ઘણા મહત્વના ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિએ ગાયને ‘કામધેનુ’ જેવું અત્યંત મહત્વનું અને પવિત્ર નામ આપ્યું છે. કામધેનુ એટલે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરતી દિવ્ય ગાય. વેદો, પુરાણો અને ઇતિહાસમાં ગાયના વિવિધ ઉપયોગો અને એની પવિત્રતા વિશે ઘણું કહેવામાં આવ્યું છે. પવિત્ર ગાય અને ભારતીય જીવન એરક પવિત્ર બંધનની જેમ જોડાયેલ છે. ઋગ્વેદ કહે છે કે ગાયને મારી નાખવી એ સૌથી મોટું પાપ કે મોટો અપરાધ છે.

મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ ગૌમાતી યજ્ઞની મહત્તા અને પવિત્ર ગાયના મહત્વની વાત કહે છે. તે કહે છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષયનું વાચન ગાયની પાસે બેસીને કરે તે જે તે વિષયનું મૂળભૂત તત્વ થોડા સમયમાં જ ગ્રહણ કરી શકે. એનું કારણ એ છે કે ગાય હમેશાં ભાવતરંગો છોડતી રહે છે અને એને લીધે આપણું મન સ્થિર, સંયમમાં રહે છે.

૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાયના માંસની ચરબીની કથા આવે છે. ભારતમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધા વિવિધ રીતે ગાયની પૂજા કરે છે અને એના લાભ પણ મેળવે છે. ગાય દૂધ આપે છે અને ખેતી માટે બળદ પણ આપે છે. યજ્ઞમાં ગાયના ઘણા પદાર્થોનો ઉપયોગ થાય છે અને કેટલાય રોગોનું નિવારણ પણ કરે છે. ગાયના દૂધથી આપણને પોષક તત્વો મળે છે અને આપણા આરોગ્યનું રક્ષણ થાય છે. ભગવાન કૃષ્ણને ગોપાલરૂપે કરોડો લોકો ભજે પૂજે છે.

પંચગવ્ય ચિકત્સા …

આયુર્વેદિક ઔષધો બનાવવા માટે પંચગવ્ય (ગાયના પાંચ ઉત્પાદનો) નો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. આ પંચગવ્ય એટલે ગાયમાંથી મળતું … ૧. દૂધ ૨. દહીં  ૩. ઘી  ૪. ગૌમૂત્ર  ૫. છાણ.

ચરક, સુશ્રુત ના આયુર્વેદના ગ્રંથોમાં તેમજ વાગ્ભટ્ટ સંહિતામાં પંચગવ્યનો ઉપયોગ ચામડીના રોગો, પેશાબની સમસ્યાઓ, ઘૂંટણ જેવા સાંધાઓનો દુઃખાવો અને આંતરડામાં ચાંદાને મટાડવામાં થાય છે.

ભારતમાં કૃષિક્ષેત્રમાં ગાયના પ્રદાનને ક્યારેય ઓછું આંકી ન શકાય. ગાયનું છાણ એ કુદરતી સેન્દ્રીય ખાતર છે. આપણી ખેતીમાં પ્રાચીન કાળથી ગાયના છાણનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. ગૌમૂત્ર અને લીમડાંના પાનને ભેળવીને તેનો ઉપયોગ જંતુનાશક દવા તરીકે થાય છે. આ જંતુનાશક દવા કોઇપણ જાતની આડઅસર વિનાની છે. અત્યારે વપરાતી જંતુનાશક દવાઓ ભયંકર આડઅસર વાળી છે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ ગૌમૂત્ર અને ગાયના છાણનાં વિવિધ અનુસંધાનના કાર્યો કરી રહી છે. ગૌમૂત્ર, છાણ, વૃક્ષનાં ખરી જતાં પાન અને એની સાથે થોડી માટી ભેળવીને ગામડામાં ઘને સ્થળે છાણીયું ખાતર થાય છે. આ ખાતરનો સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરતા ખેડૂતોમાં જબરી માંગ છે. કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં સૈનેન્દ્રીય ખાતરના ઉપયોગથી ઉપજતાં શાકભાજીની કિંમત મોંમાગી મળે છે. એનો સ્વાદ પણ જુદો જ હોય છે. કચ્છમાં થતી સેન્દ્રીય ખાતરના ઉપયોગવાળી કેસર કેરી હવે સમગ્ર વિશ્વમાં જાણીતી બની ગઈ છે. ગુજરાતનું સદભાગ્ય એ છે કે ગુજરાત સરકારે ગૌ – સંવર્ધન વિભાગ સ્થાપ્યો છે અને ગીરની ઉત્તમ ઓલાદની ગાયોના પાલન પોષણ માટે કેટલીય સ્વૈચ્છિક સંસ્થાઓ સમગ્ર ગુજરાતમાં અને એમાંય વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં આ કાર્ય કરી રહી છે.

આરોગ્ય સુધારણા માટેના પંચગવ્યના ઉપયોગ અને તેની સારવારને વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યતા આપ્યા પછી તેનું મહત્વ ખૂબ વધી ગયું છે. અમેરિકા અને આફ્રિકામાં ભયંકર એઇડ્સ નામના રોગના નિવારણ માટે પંચગવ્યનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે થયો છે અને એનાં પ્રોત્સાહક પરિણામો પણ જોવા મળ્યાં છે.

આધુનિક દવાશાસ્ત્ર ગાયના આ પદાર્થોને એન્ટીબાયોટિક અને બાયો-એન્હાન્સર ( જૈવવૃદ્ધિ ) તરીકે સ્વીકારે છે.

સામાન્ય રીતે પર્યાવરણવિદો લાકડાને બાળવાના પ્રદુષણની વાત કરે છે. રસપ્રદ વાત તો એ છે કે ગાયના છાણને બાળવાથી પ્રદુષણ ઊભું કરવાને બદલે તે વાતાવરણને શુદ્ધ કરે છે. આ અદભૂત શુદ્ધિકરણની વાતને લીધે સમગ્ર વિશ્વમાં અગ્નિહોત્રની પવિત્ર ક્રિયા લોકપ્રિય બની રહી છે. ભોપાલ ગેસ કરુણાંતિકા વખતે એક ગૃહસ્થે આ અગ્નિહોત્ર ચાલુ રાખ્યા અને એના પર કોઈ માંથી અસર થઇ ન હતી. બાકીના બીજા ઝેરી અસરનો ભોગ બન્યા હતા. અગ્નિહોત્રમાં ગાયના છાણાનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. આ અગ્નિ આજુબાજુના વાતાવરણને શુદ્ધ રાખે છે. ગાયનું રક્ષણ કરવું એ આપણી ફરજ બની જાય છે. ખરેખર ગાય આપણી માતા છે, કામધેનુ છે.


(જે.ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈર્ટનલી ટેલેન્ટેડ ઇન્ડિયા’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ)





















1 comment: