http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=153906
બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
આપણને એ સ્પષ્ટ થાય છે કે કુદરતે જે બ્રહ્માંડને બનાવ્યું છે તે બરાબર બનાવ્યું છે. આ જ આપણને આશ્ર્ચર્ય પમાડે છે અને વિચાર કરવા પ્રેરે છે કે તેનો કોઈ ક્રિએટર છે, પણ હજુ સુધી તેનો પત્તો નથી. તે ક્યાંય દેખાયો નથી. બધા લોકો વ્યક્તિગત રીતે જે માને તે. તે તેમની વ્યક્તિગત માન્યતા છે અને શ્રદ્ધા છે. કુદરત જ તેનું સ્વરૂપ છે. કુદરત બધી જ જગ્યાએ છે માટે તે પણ બધે જ છે જેને નામ મળ્યું છે ઈશ્ર્વર. ઈશ્ર્વર છે કે નહીં તે આપણને જવાબ દેવા માટે મોટો પ્રશ્ર્ન છે. જેમ જ્યોતિષમાં ન માનો તો પણ જીવી શકાય. તેમ ઈશ્ર્વરમાં ન માનો તો પણ જીવી શકાય. આપણે ઈશ્ર્વરમાં માનીએ તેમ ઈશ્ર્વર માનતો નથી. માટે જ તે ઈશ્ર્વર છે.
ન્યુટને અને વિજ્ઞાને શરીરને અને બ્રહ્માંડને યંત્રરૂપ બનાવી દીધાં છે. તેમ છતાં વિજ્ઞાનીઓ માને છે કે ખરેખર યંત્રો નથી. તે ઉપર ઉપરથી શિસ્તબદ્ધ ચાલતા યંત્રો લાગે છે પણ તેની નીચે જબ્બર અરાજકતા ચાલી રહી છે. એ અરાજકતા જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જ આપણને તેના અસ્તિત્વની ખબર પડે છે.
સૂર્ય એવો તારો છે કે તે નથી એટલો મોટો કે નથી એટલો ગરમ. આ પણ પૃથ્વી પરના જીવનની તરફેણ કરે છે. તદ્ઉપરાંત પૃથ્વીની સૂર્યથી જગ્યા એવી છે કે ત્યાં જીવન પાંગળ્યું છે. તો તે થોડી જ સૂર્યથી નજીક હોત તો કદાચ આપણે અહીં જન્મ્યાં જ ન હોત અને તે જો સૂર્યથી થોડો વધારે દૂર હોત તો પણ આપણે અહીં જન્મ્યાં જ ન હોત. આમ શા માટે? તો કહે કુદરત.
પૃથ્વી ગોળ ન હોત તો? પૃથ્વી થોડી ઝૂકેલી ન હોત તો? પૃથ્વી ગોળ ન હોત અને બોક્ષ જેવી હોત તો તેના ધરી-ભ્રમણમાં અને પરિભ્રમણમાં અનિશ્ર્ચિતતા હોત. સૂર્યના પ્રકાશના વિભાજનમાં પણ ફરક હોત. જો પૃથ્વી કાગળ જેવી સપાટ હોત તો ઉપરની બાજુ અને નીચેની બાજુએ સૂર્યના પ્રકાશની ડિસ્ટ્રિબ્યુટેશન અલગ હોત. તે ઝૂકેલી ન હોત તો દિવસ અને રાત કાયમ ૧૨ કલાકના હોત, ઋતુઓ હોત નહીં, જીવન રમણીય હોત નહીં.
પૃથ્વી ને ચંદ્ર ન હોત તો પૃથ્વીને પોતાનું સમતુલન જાળવવાનું ભારે પડી જાત. અને આપણને રાતે ચાંદની ન મળત. વનસ્પતિને રાતે હૂંફ ન મળત. મહાસાગરોમાં ભરતી-ઓટ ન થાત આપણને કેલેન્ડર ન મળત.
પ્રકાશની ગતિ એક સેક્ધડની ૩ લાખ કિલોમીટર છે. જો તે આટલી ન હોત તો પ્રકાશને ગતિ કરતાં કેટલોય સમય લાગત અને દુનિયામાં જલદીથી અજવાળું પથરાત નહીં. અવાજના તરંગોને જો આટલી જબ્બર ઝડપ હોત તો દુનિયામાં કોલાહલ, કોલાહલ અને કોલાહલ જ હોત.
પ્રકાશને ગતિ કરવા માધ્યમ હોય તો તેમાંથી ગતિ કરે અને માધ્યમ ન હોય તો શૂન્યાવકાશમાં ગતિ કરે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે કે તારા કે ગ્રહો અને પૃથ્વી વચ્ચે લગભગ શૂન્યાવકાશ છે. જો પ્રકાશ શૂન્યાવકાશમાં ગતિ ન કરતો હોત તો સૂર્યનો પ્રકાશ આપણા સુધી આવે જ નહીં. તો પૃથ્વી પરના જીવનની ગતિ શું થાત? તે અસ્તિત્વમાં આવ્યું જ ન હોત, અને હાલ સુધી ટક્યું જ ન હોત. પ્રકાશ માધ્યમમાં પણ ગતિ કરે છે તેથી જ તે પૃથ્વીના વાયુમંડળ સોંસરવું થઈને આપણને મળે છે. આપણે ચશ્માં મારફતે જોઈ શકીએ છીએ, કાચની બારીમાંથી જોઈ શકીએ છીએ.
અવાજના તરંગોને માધ્યમની જરૂર છે. માધ્યમ વગર તે ચાલી ન શકે. અંતરીક્ષમાં શૂન્યાવકાશ છે. અંતરીક્ષમાં તારાના મહાવિસ્ફોટો થાય છે. તેના અવાજો એટલા મોટા હોય છે કે જો તે અવાજો આપણા સુધી પહોંચે તો આપણું બાષ્પીભવન થઈ જાય. પૃથ્વી પર જીવન અસ્તિત્વમાં આવ્યું જ ન હોત. પણ અંતરીક્ષમાં શૂન્યાવકાશ હોવાથી અવાજના તરંગો તેમાંથી ગતિ કરી શકતાં નથી અને આપણા સુધી તે પહોંચી શકતાં નથી અને તેથી જ આપણે અહીં શાંતિથી જીવી શકીએ છીએ.
પૃથ્વીમાં ખાડા-ટેકરાં ન હોત તો તળાવો, સરોવરો, મહાસાગરો અને નદીઓ કેવી રીતે અસ્તિત્વમાં આવત.
પૃથ્વી ગોળ છે, માટે પૃથ્વીને એક અને માત્ર એક વિષુવવૃત્ત છે અને તેના સંદર્ભે આપણે પૃથ્વીના ગોળાને સમજી શકીએ છીએ, દિવસ-રાત થાય છે. આકાશમાં તારા ન હોત તો આપણે પૃથ્વીના વ્યાસને, ત્રિજ્યાને, પરિઘને પામી શક્યાં ન હોત, પૃથ્વી ગોળ ગોળ તેની ધરી ફરતે ફરે છે અને સૂર્યની પરિક્રમા કરે છે તેની આપણને જાણ થાત નહીં. સૂર્ય આપણી આકાશગંગા મંદાકિનીના કેન્દ્રની ફરતે પરિક્રમા કરે છે, સૂર્ય પૃથ્વીના કેન્દ્રમાં નથી, આપણી મંદાકિની પણ પોતાની ધરી પર ફરે છે અને મંદાકિનીઓ અંતરીક્ષમાં એકબીજાથી દૂર જાય છે તેની આપણને ખબર પડત નહીં.
બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણ ન હોત તો શું થાત? ઘનવિદ્યુતભાર અને સાથે સાથે ઋણ વિદ્યુતભાર ન હોત તો અણુ-પરમાણુ-પદાર્થમાં સમતુલન કેવી રીતે જળવાત. ચુંબકીય ક્ષેત્ર ન હોત તો દિશાઓ કેવી રીતે જાણી શકત? પૃથ્વી ગોળ ગોળ ફરતી ન હોત તો તેને ધરી ન હોત અને સાથે સાથે તેને ચુંબકીય ક્ષેત્ર ન હોત તો આપણે દિશાઓ જાણી ન શકત. પાણીનું દબાણ ન હોત તો મકાનોમાં ઊંચે પાણી ન ચઢત. હવાનું દબાણ ન હોત તો વરસાદ, પવન, પવનની લહેરખી આપણા માટે ન હોત.
કેશાકર્ષણનો નિયમ ન હોત તો પાણી ઝાડના મૂળથી ટોચ પર કે શરીરમાં ખૂણે ખૂણે લોહી ન પહોંચત. ગુરુત્વાકર્ષણ માતા સમાન છે. છેવટે બધું ગુરુત્વાકર્ષણને લીધે જ છે અને ગુરુત્વાકર્ષણ ન હોત તો શું થાય? બ્રહ્માંડમાં અગ્નિ ન હોત તો શું થાય? ઊર્જા જ અગ્નિ છે. પૃથ્વી પર જળની પધરામણી ન થઈ હોત તો શું થાત?
બ્રહ્માંડમાં બધું ગોળ ગોળ ફરે છે અને ગતિમાન છે માટે બ્રહ્માંડનું અસ્તિત્વ ટકી રહ્યું છે, નહીં તો શું થાત? ગતિ જ બ્રહ્માંડનો આત્મા છે. ગતિ ઊર્જાની દેન છે, માટે ઊર્જા-ચેતના જ બ્રહ્માંડનો આત્મા છે.
જો દુનિયામાં જન્મ ન હોત તો શું થાત? દુનિયામાં મૃત્યુ ન હોત તો શું થાત?
બ્રહ્માંડમાં દરેક જગ્યાએ વિવિધતા ન હોત તો શું થાત? કુદરતને સામ્યવાદ સ્વીકાર્ય નથી. માટે તે ટકતો નથી. કુદરતને સફાઈ-સ્વચ્છતા સ્વીકાર્ય નથી. માટે જ વસ્તુ અસ્વચ્છ બની જ જાય છે. સ્વચ્છતાની ઝુંબેશવાળાએ આ સમજી લેવાની જરૂર છે અને સતત સ્વચ્છતા રાખવાની કાળજી લેવી પડે, ફોટા પડાવીને રાજી થવાની આ વાત નથી.
બ્રહ્માંડમાં નર અને નારી એમ બે જાત ન હોત તો શું થાત? કોઈ અપવાદ પણ હોય. કુદરતે જે નથી કર્યું એ માનવીએ કર્યું છે. માટે તે કલ્યાણ પણ કરે અને અકલ્યાણ પણ કરે. કારણ કે તે માનવીએ પેદા કર્યું છે. અંતરીક્ષ ખાલી ન હોત તો બધા રહેત ક્યાં? આકાશી પિંડો પણ રહેત ક્યાં? બ્રહ્માંડમાં એક અચલાંક છે તેને કોસ્મોેલોજીકલ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. આ અચલાંકમાં જરા પણ વધારો કે ઘટાડો કરીએ તો બ્રહ્માંડનું અસ્તિત્વ રહે જ નહીં. તો થાય કે આ બધું કોણે કર્યું? કુદરતે કર્યું? કેમ કર્યું?
માનવીએ ભલે કુતુબ મિનાર, તાજમહલ, પીઝાનો ઢળતો મિનાર, પિરામિડ, એફિલ ટાવર, રાણકપુરનું, મોટેરાનું કે કોનાર્કના સૂર્ય મંદિરો બનાવ્યા હોય પણ કુદરતે જે જીવંત વસ્તુના શરીરની રચના કરી છે તેને કોઈ પહોંચી શકે તેમ નથી.

No comments:
Post a Comment