http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=152178
બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
પૃથ્વી પર માનવી જન્મ્યો ત્યારે સર્વ પ્રથમ તે માત્ર રોટી પર જ આધાર રાખતો હતો. પણ રોટી ક્યાંથી આવી, તો કહે છેવટે સૂર્યમાંથી, કારણ કે સૂર્યની ઉષ્માએ અહીં જીવન ઉત્પન્ન કર્યું અને મોટા જીવ નાના જીવો પર જીવવા લાગ્યા. પછી ખેતી અસ્તિત્વમાં આવી, પણ તે પણ સૂર્યની જ દેન છે. જંગલ ઉત્પન્ન થયું તે સૂર્યની જ દેન છે અને જંગલમાં
દાવાનળ લાગ્યો તે પણ સૂર્યની જ દેન છે. આમ અગ્નિએ દર્શન દીધાં. અગ્નિ એ સૂર્યનું પૃથ્વી પરનું સ્વરૂપ છે. કોઈ પણ અગ્નિ, કોઈ પણ પ્રકાશ છેવટે એક જ પ્રકાશ છે. હવે વિજ્ઞાન
દર્શાવી શક્યું છે કે પ્રકાશ એ એટમમાં રહેલા ઈલેક્ટ્રોન્સનો જ ખેલ છે.
પૃથ્વી સૌરવાદળમાંથી જન્મી છે. સૂર્ય પણ સૌરવાદળમાંથી જન્મ્યો છે. તે ગુરુત્વાકર્ષણની નીપજ છે. સૂર્ય તપે છે તે પણ ગુરુત્વાકર્ષણની જ નીપજ છે. પૃથ્વીના ગર્ભભાગમાં જે પ્રવાહી છે તે પણ ગુરુત્વાકર્ષણની જ નીપજ છે. પૃથ્વી જેવા ગ્રહના ગર્ભભાગમાંથી વાયુઓ બહાર નીકળીને તેની ફરતે ઘૂમરાઈ રહ્યા છે તે પણ ગુરુત્વાકર્ષણની જ નીપજ છે અને પૃથ્વી પર પાણી વરસ્યું તે પણ ગુરુત્વાકર્ષણની જ અસર છે અને સૂર્યની મદદથી વનસ્પતિએ પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયા શરૂ કરી અને પૃથ્વીના વાયુમંડળમાં ઓક્સિજન આપ્યો.
હવે પૃથ્વી પર જીવન શરૂ થયું. રોટી પછી પુરાતન માનવી કપડાં પર આવ્યો અને છેવટે મકાન પર.
માનવી રોટી, કપડાં અને મકાન બધું જ સૂર્ય પર આધાર
રાખે છે. સૂર્ય પોતે જ ગુરુત્વાકર્ષણની દેન છે. ગુરુત્વાકર્ષણ
એક બળ છે અને તે પદાર્થ - પદાર્થ વાયુનું આકર્ષણ છે,
ગુરુત્વાકર્ષણ બળ શું, તો કોઈને ખબર નથી. તે પદાર્થ - પદાર્થ વચ્ચેનો ગુણ છે. પદાર્થ વચ્ચે આવો ગુણ શા માટે તે તો સમજાયું, કારણ કે અંતરીક્ષ પોતે લમીલી મેમ્બ્રેન જેવું છે. શા માટે અંતરીક્ષ આવું છે? કોઈને ખબર નથી. એ એનો ગુણ છે. કુદરતનું એક રહસ્ય.
અણુ-પરમાણુએ દર્શાવ્યું કે કુદરતમાં ઘનભાર છે, કુદરતમાં ઋણભાર છે. શા માટે આ ભાર? વસ્તુનું સમતુલન જાળવવા. પણ શા માટે એ ભાર? શા માટે વિદ્યુતબળ? કોઈને પણ ખબર નથી. કુદરતમાં ચુંબકત્વ છે. હાલના વિજ્ઞાને દર્શાવ્યું છે કે વિદ્યુતક્ષેત્રને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. છેવટે આ બંને એકના એક છે. પછી ખબર પડી કે એટમની નાભિમાં ન્યુક્લીયર છે અને તે બહુ જ શક્તિશાળી છે પણ પોતાની પડોશમાં જ, અણુમાં એ એક ચોથું બળ છે જેને રેડિયો - એક્ટિવિટી કહે છે.
વિદ્યુત ચુંબકીય, ન્યુક્લિયર અને રેડિયો - એક્ટિવિટી આમ આ બધા એક જ બળની માયા છે, પણ તે ગુરુત્વાકર્ષણની સુસંગતતામાં નથી છેવટે ગુરુત્વાકર્ષણ બળ આ બધાં જ બળો ઉત્પન્ન કરે છે પણ તે આ ત્રણે બળોની સુસંગતતા નથી. ગુરુત્વાકર્ષણ એક શક્તિ છે. બધાં જ બળો શક્તિ છે. હાઈડ્રોજનના અણુમાં પ્રોટોન અને ઈલેક્ટ્રોન છે. તે ઊર્જામાંથી ઉત્પન્ન થયા છે. બે હાઈડ્રોજન એટમ મળી હાઈડ્રોજનવાયુ બને છે. આમ વાયુનાં વાદળો જન્મ્યાં પણ ગુરુત્વાકર્ષણે તેને અલગ અલગ અણુઓમાં રૂપાંતર કર્યાં. અલગ અલગ તત્ત્વોમાં રૂપાંતર કર્યાં અલગ અલગ પદાર્થોમાં રૂપાંતર કર્યાં આ આકાશીપિંડો અસ્તિવમાં આવ્યા અને યોગ્ય આકાશીપિંડ પર જીવ ઉત્પન્ન થયું.
છેવટે ઊર્જાએ જ ચારે બળો ગુરુત્વાકર્ષણ, વિદ્યુત - ચુંબકીય, ન્યુક્લિયર અને રેડિયો એક્ટિવીટી એમ ચારેય બળો ઉત્પન્ન કર્યાં. ઊર્જામાંથી પદાર્થ બન્યો તે જ પછી ગુરુત્વાકર્ષણ અસ્તિત્વમાં આવ્યું અને બીજાં બળો અસ્તિત્વમાં આવ્યાં. શા માટે પદાર્થમાંથી ઘનવિદ્યુત ભારવાહી પ્રોટોન બન્યા અને ઋણ વિદ્યુતભારવાહી ઈલેક્ટ્રોન્સ બન્યા. અને પદાર્થને ભારવિહીન બનાવ્યો? તે એક રહસ્ય છે. પહેલાં તો પ્રથમ પ્રોટોન અને ઈલેક્ટ્રોન્સ શા માટે બન્યા? શા માટે તે ઘન વિદ્યુતભારવાળા બન્યાં? દરેકે દરેક પદાર્થકણને તેનો પ્રતિ પદાર્થકામ છે. શા માટે આમ બન્યું? તે જ જવાબ નથી. બન્યું છે તે જોઈ શકાય છે.
બ્રહ્માંડનો આધાર છેવટે ઊર્જા છે. પણ ઊર્જા શું છે તે મૂળભૂત પ્રશ્ર્ન છે. ઊર્જા ક્યાંથી આવી? તો કહે બિગ બેન્ગમાંથી. બિગ બેન્ગ શા માટે? કોઈ જવાબ મળતો નથી. કુદરતમાં એની એવી ક્રિયાઓ અને તત્ત્વો છે તેના ગુણધર્મો જોઈને થાય છે કે આ બધું શા માટે? બ્રહ્માંડ છે તો આ બધા મળ્યા છે. બ્રહ્માંડ ન હોત તો? શા માટે બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે? તેનો જવાબ નથી. શા માટે આ બધા કુદરતના નિયમો અને તે પણ ચોક્કસ અને દરેક સ્થળે બરાબર કાર્ય કરે છે? કુદરત જ શા માટે? કુદરતના નિયમો જ શા માટે કુદરતમાં છું, માટે હું આવું લખું છું. કુદરતની આ બધી ગધ્ધામજૂરી શા માટે? કોઈ અર્થ ખરો? જાતજાતની ગધ્ધામજૂરી કરીને છેવટે મરવાનું જ? આપણે તો આપણને પેદા કર્યા નથી. તે પઢી દર પેઢી આ મજૂરી શા માટે? આ પાછળ ઊર્જાના કાર્યનો, ઊર્જાની ગધ્ધામજૂરીનો અર્થ શું? શું આ અર્થપૂર્ણ બ્રહ્માંડનો આધાર, ઊર્જા, પણ છેવટે ઊર્જા શું છે, કઈ બલા છે? ક્યાંથી ઉત્પન્ન થઈ તે તો આપણને ખબર નથી. બધાં જ પેદા થઈને ટાઈમપાસ કરે છે, કોઈ સારી રીતે તો કોઈ નબળી રીતે સારાં તત્ત્વો અને ખરાબ તત્ત્વો બધું જ કુદરત છે તો દોષ કોને દેવો? સંતો બધાને ઉપદેશ દે છે તેનો પણ શું અર્થ? મહાન કાર્ય કર્યું હોય તેને નોબેલ ઈનામ અપાય છે પણ જેને જીવનમાં કાંઈ જ ન કર્યું હોય તેને કેમ નોબેલ પ્રાઈઝ નથી અપાતું? શું કોઈ કાંઈ જ કર્યા વગર જીવી શકે? જીવન માટે પણ રોટી-કપડાં-મકાન જોઈએ, છેવટે રોટી તો જોઈએ જ. કોઈ ખાધા કે પાણી પીધા વગર જીવી શકે પણ હવા લીધા વગર જીવી શકે? શા માટે અને શા માટે નહીં? આ બધા પ્રશ્ર્નોના જવાબોનું સિમ્બોલ એટલે ઈશ્ર્વર? ઈશ્ર્વર બધે જ છે. પણ ક્યાંય નથી. જીવનમાં સારા-નરસા સંજોગો ઘડાય તે આપણું ભાગ્ય. શા માટે રાજ્ય, રાજ્યસત્તા, શા માટે રેડિયો-સ્ટેશન, વાહનો, મોબાઈલ? શા માટે? ફક્ત ટાઈમ પાસ? ટાઈમ-સમય જ બધું છે, તો સમય શું છે? વિજ્ઞાન કહે છે કે સમય પોતે ઊર્જા છે.
બ્રહ્માંડમાં ઊર્જા ન હોય તો શું થાત? ઊર્જા વળી એકરૂપમાંથી બીજારૂપમાં રૂપાંતર પામે પણ કુલ ઊર્જા સરખી જ રહે? આ ઊર્જા બલા કોણ છે? કોઈ તેને જોઈ પણ શકતું નથી પણ તે કાર્ય કરે છે. ઊર્જાને લીધે હું જન્મ્યો, મોટો થયો, જ્ઞાન મેળવ્યું અને તેની માયાએ ઉત્પન્ન કરેલી શાહી અને પેનથી લખું છું અને નિર્વાણ પામું છું. મારું બ્રહ્માંડ, મારી ઊર્જા, મારા સુધી સીમિત હોય તેમ લાગે છે. મર્યા પછી ડૂબ ગઈ દુનિયા. શા માટે આ પ્રધાનો, મુખ્ય પ્રધાનો, પંતપ્રધાનો, અધિકારીઓ? કોઈને કાંઈ પણ ખબર નથી. બધા જ બોલમાં બોલ ચાલ્યા જાય છે. જ્ઞાન એટલે શું? જ્ઞાન મેળવીને કરવાનું શું? છેવટે નિર્વાણ? ઊર્જાનું નિર્વાણ નહીં? કોઈ મને કહેશે કે માનવીની પ્રગતિનો અર્થ શું? અને તે ક્યાં સુધી ચાલુ રહેશે? શું બ્રહ્માંડનો અંત છે? બ્રહ્માંડનો અંત એટલે ઊર્જાનો અંત. પણ ઊર્જા તો નાશ પામતી નથી. તો આ બધું સમજવું કેવી રીતે?
માનવી ઊર્જાને સમજી, કુદરતને સમજી, બળોને સમજી, સારું જીવન પસાર કરતો થયો. પણ સારું જીવન એટલે શું? છેવટે તો અંત જ. આપણે આપણી આવતી પેઢી માટે સારી દુનિયા મૂકી જવી. પણ કુદરત કુદરતનું કામ કરે જ છે. તેની ચિંતા કરવાવાળા આપણે કોણ? ગંદકી, ગંદકી નથી. સ્વચ્છતા સ્વચ્છતા નથી. આ બધું સાપેક્ષ છે તો સ્વચ્છતાની ઝુંબેશ શા માટે? કહેવાય છે કે ગંદકીમાંથી જ જીવન ઉત્પન્ન થાય છે. તો ગંદકીને સમજવી કેવી રીતે? સ્વચ્છતાને સમજવી કઈ રીતે? સ્વચ્છતા કાયમી નથી. ગંદકી જ કાયમી છે તો જે શાશ્ર્વત કોણ? શા માટે વારે વારે સ્વચ્છતા રાખવી પડે છે? ગંદકીને તો રાખવી પડતી નથી. પૂરી દુનિયામાં બધું લોલમ લોલ ચાલતું હોય તેમ લાગે છે. બ્રહ્મ માયાથી ઢંકાયેલું છે કે માયા બ્રહ્મથી ઢંકાયેલી છે તે ખબર પડતી નથી. છેવટે બ્રહ્મ શું છે જે દેખાતું નથી. માયા જ રીયાલિટી હોય તેમ લાગે છે. માયા અને બ્રહ્મ એકનું એક હોય તેમ લાગે છે.
જો બ્રહ્માંડમાં કાંઈ પણ નિરપેક્ષ નથી અને બધું જ તો છેવટે સાચું શું? સાપેક્ષ જ . સાપેક્ષ સત્ય. બધા સત્યની વાતો કરે છે પણ સત્ય છે શું? સત્ય જાણો તો પણ ભલે અને સત્ય ન જાણો તે પણ ભલે. કાંઈક ફરક પડતો નથી. બ્રહ્માંડ એ મોટું સપનું છે. આ સપનું કોને કેટલા વર્ષ ચાલે છે તેની કોઈને પણ જાણ નથી. આશ્ર્ચર્યની વાત એ છે કે માનવીને રાતે કે દિવસે સ્વપ્ન આપી કુદરતે તેના જીવનરૂપી મોટા સ્વપ્નની જાણ પણ કરી દીધી છે. કુદરત જ બ્રહ્માંડ. આ બ્રહ્માંડમાં છેવટે બધા પ્રેમ, સ્વાર્થ અને ધિક્કારથી બંધાયેલા છે. તે જ બ્રહ્માંડનો આત્મા. જેમ જીવનના અંતે માનવીને સમજાય છે કે જીવન નિરર્થક છે, તેમ બ્રહ્માંડને પછી સમજાય છે કે બ્રહ્માંડ નિરર્થક છે. તો પછી અર્થપૂર્ણ શું? કોઈને પણ ખબર નથી. નિરર્થકમાં જ અર્થ સમાયો હોય તેમ લાગે છે. આપણે મોજશોખમાં રહીએ કે તંગીમાં જીવન જીવાય છે. સુખ-દુ:ખ મનની એક
માન્યતા છે. પણ મન એટલે શું? મન પણ એક ભ્રમ જગાડનાર વિચાર છે.
બ્રહ્માંડ એટલે શું? ચેતના. ચેતનાનો ગોળો હકીકતમાં તેના રૂપની ખબર નથી. જે ચેતના મારામાં છે તે જ ચેતના તમારામાં કે ફૂલમાં કે વૃક્ષમાં છે. ચેતના ખરેખર શું છે, તે ખબર નથી. આજથી ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે આપણા મનીષીઓએ પ્રશ્ર્ન કર્યો હતો કે બ્રહ્માંડનું મૂળભૂત તત્ત્વ શું? બ્રહ્માંડનો મૂળભૂત પદાર્થ કયો? આજે ય વિજ્ઞાનીઓ એ જ પ્રશ્ર્ન પૂછી રહ્યાં છે અને તેનો જવાબ મેળવવા જીનિવામાં ૪૦૦ અબજ રૂપિયાનો પ્રયોગ શરૂ કર્યો છે તેને લાર્જ હેડ્રોન કોલાઈડરનો પ્રયોગ કહે છે. તેને હિગ્ઝ બેઝોન-હિગ્ઝ ફીલ્ડ, હિગ્ઝ પાર્ટિકલ ગોડ પાર્ટિકલ શોધી કાઢ્યા છે પણ તે પણ અંતિમ નથી. તો અંતિમ શું છે? શું અંતિમ અંતિમ રહે છે કે તેનો છેડો મળશે?

No comments:
Post a Comment