http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=145152
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=145822

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
જો પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી હોત પણ તે પોતાની ધરી પર ફરતી ન હોત તો?
દિવસ છ મહિનાનો હોત અને રાત પણ છ મહિનાની હોત. પૃથ્વીનું વર્ષ અને દિવસ સમાન હોત. ચંદ્ર પૃથ્વી સમક્ષ તેની એક જ બાજુ દેખાડે છે, કારણ કે તે પોતાની ધરી પર પણ ફરે છે અને એટલે જ તે પૃથ્વીની પરિક્રમા કરે છે. કેમ કે પૃથ્વી પોતાની ધરી પર ફરતી નથી પણ સૂર્યની પરિક્રમા કરે છે, તેથી તે તેની એક બાજુ સૂર્ય તરફ રાખી ફરતી ન હોત.
જો પૃથ્વી સૂર્યની પરિક્રમા જે ગતિથી કરે છે તેટલી જ ગતિથી તે પોતાની ધરી પર પણ ફરતી હોત તો તે જેમ ચંદ્ર તેનો એક જ અર્ધભાગ પૃથ્વીની સમક્ષ રાખીને ફરે છે તેવી રીતે પૃથ્વી પણ તેનો એક જ અર્ધભાગ સૂર્યની સમક્ષ રાખીને ફરત. તો પૃથ્વીના આ અર્ધ ભાગ પર સતત દિવસ હોત અને તેના પાછલા અર્ધભાગ પર સતત રાત્રિ હોત. જો આમ હોત તો પૃથ્વીનો જે અર્ધભાગ સૂર્ય સામે રહે તે પૃથ્વીનો અગ્રભાગ કહેવાત અને તેનો પાછળનો ભાગ પૃષ્ઠભાગ કહેવાત. જો પૃથ્વીના અગ્રભાગ પર જીવન ઉત્પન્ન થાત તો તેને માટે સતત દિવસ રહેત. તેઓ કંટાળી જાત. કદાચ ટેવાઈ પણ જાત. જ્યાં સુધી તેઓ તેના પૃષ્ઠભાગ પર ન જાય ત્યાં સુધી તેમને ખબર ન પડત કે રાત શું છે, તારા શું છે, ચંદ્ર શું છે, ચાંદની શું છે. પૃથ્વીના અગ્રભાગ પર ઉનાળો અને ચોમાસુ એમ બે જ ઋતુઓ હોત.
ચોમાસાને લીધે ઠંડીનો અહેસાસ થાત ખરો. પાણી પરથી વાતા એ પવનને લીધે ઠંડીનો અહેસાસ થાત ખરો. પૃથ્વીના પૃષ્ઠ ભાગ પર રહેતા માનવીઓ સતત રાત રહેવાથી કંટાળી જાત. કદાચ ટેવાઈ પણ જાત. તેમને થોડી જ ઊર્જા મળત. ત્યાં માત્ર બે જ ઋતુઓ હોત શિયાળો અને ચોમાસુ. જ્યાં સુધી તેઓ પૃથ્વીના અગ્રભાગ પર ન જાય ત્યાં સુધી તેઓને ખબર ન પડત કે સૂર્ય શું છે, દિવસ શું છે અને સૂર્યના તાપની તીવ્રતા કેવી હોય છે. પૃથ્વી ૨૪ કલાકમાં તેની ધરી પર ફરે છે, તેથી પૃથ્વી પર ૨૪ કલાકનો દિવસ થાય છે. લગભગ ૧૨ કલાકની રાત અને તે પ્રમાણે ૧૨ કલાકનો દિવસ, અને ગરમી - ઠંડી સમઘાત થઈ જાય છે. તેની પાછળ પૃથ્વીનું વાયુમંડળ પણ કાર્યરત છે. ભૂતકાળમાં પૃથ્વીનો દિવસ તદ્દન નાનો હતો. તે લાંબો લાંબો થઈ હાલમાં ૨૪ કલાકનો થયો છે અને ભવિષ્યમાં તે લાંબો લાંબો થતો જશે અને કરોડો વર્ષ પછી તેનો દિવસ છ મહિનાનો અને રાત છ મહિનાની થશે. ત્યારે પૃથ્વી તેનો એક જ ભાગ સૂર્ય સમક્ષ રાખશે.
જો પૃથ્વી તેની ધરી પર ફરતી ન હોત અને સૂર્યની પરિક્રમા પણ કરતી ન હોત તો? તો પૃથ્વી એક જ જગ્યાએ સ્થિર રહેત અને તેના એક જ ભાગ પર જે સૂર્ય સમક્ષ રહે તે પર સતત દિવસ જ રહેત અને તેના પાછલા ભાગ પર જે સૂર્યથી વિરુદ્ધ દિશામાં રહે છે, તે પર સતત રાત જ રહેત. આગલા ભાગ પર રહેતા લોકોને તારા જોવા હોત તો પૃથ્વીની પાછળની બાજુએ જવું પડત અને પૃથ્વીના પાછલા ભાગ પર રહેતા લોકોને સૂર્ય જોવો હોત તો પૃથ્વીની આગળની બાજુએ આવવું પડત. પણ આ પરિસ્થિતિમાં પૃથ્વી રહી જ શકી ન હોત. તે જન્મી કે તરત જ સ્પાઈરલ માર્ગે થોડા સમયમાં સૂર્યમાં જઈને પડી ગઈ હોત. ત્યાં સુધીમાં પૃથ્વી પર જીવન ઉત્પન્ન જ થયું ન હોત. તે સમય દરમિયાન પૃથ્વી પર એક ભાગ પર એક પછી એક છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત હોત. તેનો એક જ ભાગ સૂર્ય સામે ન રહેત, કારણ કે તે થોડો સમય પણ સ્પાઈરલ માર્ગે સૂર્યની પરિક્રમા કરે છે, તેનો દિવસ પણ ટૂંકો અને ટૂંકો થતો જાત.
પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે માટે જ કેન્દ્રગામી બળ તેને તેની કક્ષામાં ટકાવી રાખે છે અને તે સૂર્યમાં જઈને પડતી નથી.
પૃથ્વી પોતાની ધરી પર ફરે કે ન ફરે, તે પોતાની ધરી પર ફરતા ટૂંકો સમય લે કે લાંબો સમય લે, પૃથ્વીની ધરી સીધી હોય કે વાંકી એ બધું પૃથ્વીના અસ્તિત્વને હાનિ પહોંચાડી શકતું નથી. પણ જો પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે નહીં તો તેનું અસ્તિત્ત્વ રહે જ નહીં. માટે પૃથ્વીના અસ્તિત્વ માટે તેનું સૂર્યની ફરતે પરિક્રમા કરવાનું ખૂબ જ મહત્ત્વનું છે, અનિવાર્ય છે. તેના સિવાય તે ટકી શકે જ નહીં. જો પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમા ન કરતી હોત તો કોઈ માથાકૂટ કરવાની રહેત જ નહીં, કારણ કે તેનું અસ્તિત્વ જ ટકવાનું ન હોત અને તેથી આપણું અસ્તિત્વ શક્ય જ બનવાનું ન હોત.
પૃથ્વીની પરિક્રમા કરવાની ક્રિયામાંથી જ કદાચ આપણે મંદિરની કે ઈશ્ર્વરની ફરતે પરિક્રમા કરવાની પ્રેરણા મેળવી છે. તેમાં આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની વાત છે, તેમાં પડી જવાથી બચવાની વાત છે અને સાથે સાથે તેની દિવ્યતા અને શક્તિ મળતી રહે તેની પણ વાત છે. પૃથ્વીની ધરી વાંકી છે. તે સાડા ત્રેવીસ અંશ વાંકી છે. તેથી સાડા ત્રેવીસ અંશ ઉત્તરે કર્કવૃત્ત છે અને સાડા ત્રેવીસ અંશ દક્ષિણે મકરવૃત્ત છે. સૂર્ય આ બે વર્તુળો વચ્ચે જ વિચર કરે છે. આ બે વર્તુળો વચ્ચેના પ્રદેશને ટ્રોપિકલ રીજન કહે છે. આ પરિસ્થિતિને લીધે જ માર્ચ ૨૦ કે ૨૧ તારીખે વસંતસંપાત થાય છે અને તે દિવસે સૂર્ય બરાબર પૂર્વમાં ઉદય થાય છે અને બરાબર પશ્ર્ચિમમાં અસ્ત પામે છે અને આ દિવસે, દિવસ અને રાત સરખા થાય છે, દરેક બરાબર ૧૨ કલાકનાં. તેવું જ ૨૨ કે ૨૩ સપ્ટેમ્બરે થાય છે, જેને શરદસંપાત કહે છે. વસંતસંપાત પછી પૃથ્વીના ઉત્તરગોળાર્ધમાં ત્રણ મહિના દિવસ લાંબો અને લાંબો થતો જાય છે. ૨૧ જૂન કે ૨૨ જૂને તે સૌથી લાંબો હોય છે અને પછી તે ટૂંકો ટૂંકો થતો જાય છે. તેવું જ બાકીના છ મહિના પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર થાય છે. પૃથ્વીની ધરીના ઝુકાવને લીધે જ પૃથ્વીના ઉત્ત્ાર ધ્રુવ પ્રદેશ પર છ મહિનાનો દિવસ હોય છે અને પછી છ મહિનાની રાત હોય છે. દક્ષિણ ધ્રુવ પ્રદેશ પર આવું જ બને છે, પણ પછીના છ મહિનાના સમયે બને છે. પૃથ્વી પર જે ઋતુઓ છે તે પૃથ્વીના ઝુકાવને લીધે થાય છે. પૃથ્વી પર કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના અક્ષાંશ પર ક્રમે ક્રમે દિવસે સ્થાનિક ૧૨ વાગ્યે બધી જ વસ્તુનો પડછાયો જે અદૃશ્ય થાય છે, તે પણ પૃથ્વીના ઝુકાવને લીધે જ થાય છે. પૃથ્વીનો ઝુકાવ બદલાવી શકાય તો કોઈ પણ અક્ષાંશ પર છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થઈ શકે અને પડછાયાના અદૃશ્ય થવાની ક્રિયા થઈ શકે. ભવિષ્યમાં કદાચ વિજ્ઞાનીઓ ધરતીનો ઝુકાવ પણ આણ્વિકશસ્ત્રોની મદદથી બદલી શકશે. જો પૃથ્વીની ધરી સીધી હોત અને સાથે સાથે તે સૂર્યની પરિક્રમા પણ કરતી હોત અને ધરીભ્રમણ પણ કરતી હોત? તો સૂર્ય દરરોજ માત્ર ક્ષિતિજ પર જ ચાલતો દેખાત. દિવસ અને રાત હંમેશાં સરખા થાત. દરેક બાર-બાર કલાકનાં. ઋતુઓમાં ઉનાળો હોત, થોડું ચોમાસું હોત. વિષુવવૃત્ત પર દરરોજ સ્થાનિક ૧૨ વાગ્યે બધી જ વસ્તુઓનો પડછાયો અદૃશ્ય થઈ જાત.
આ પરિસ્થિતિમાં જો પૃથ્વી પોતાની ધરી પર ઘૂમતી ન હોત પણ સૂર્યની પરિક્રમા કરતી હોત તો તેના પર છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થાત પણ સૂર્ય તો ક્ષિતિજ પર જ ઘૂમતો દેખાત અને સતત આખો દિવસ પૃથ્વીના વિષુવવૃત્ત પર બધી જ વસ્તુઓનો પડછાયો પડત નહીં. જો પૃથ્વીનું ધરીભ્રમણ અને પરિભ્રમણ સરખા હોત અને તેની ધરી સીધી હોત તો પૃથ્વી સૂર્ય સામે તેનો એક જ અર્ધભાગ રાખત, તે અગ્રભાગ પર હંમેશાં દિવસ હોત અને તેના પૃષ્ઠ ભાગ પર હંમેશાં રાત હોત. પૃથ્વીના અગ્રભાગ પર રહેનારા માટે સૂર્ય ક્ષિતિજ પર જ ઘૂમતો લાગત અને પૃથ્વીના વિષુવવૃત્ત પર જે બિન્દુ સૂર્યની સમક્ષ ત્યાં બધી જ વસ્તુઓનો પડછાયો અદૃશ્ય થાત.
પૃથ્વી જો પોતાની ધરી પર ઘૂમતી ન હોત અને સૂર્યની પરિક્રમા પણ કરતી ન હોત તો તે સૂર્યમાં જઈને પડી ગઈ હોત. પણ પડતા પહેલાં તેને સ્પાઈરલ માર્ગ અનુસર્યો હોત. માટે ત્યાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થાત. પણ ઝડપથી તે ટૂંકો ને ટૂંકો થાત. સૂર્ય ક્ષિતિજ પર ચક્કર લગાડતો નજરે પડત. છેવટે પૃથ્વી સૂર્યમાં જઈને પડત.
પૃથ્વી જો પોતાની ધરી પર ઘૂમતી હોય પણ સૂર્યની પરિક્રમા કરતી ન હોત તો તેનો ધરીભ્રમણ સમય તો ૨૪ કલાકનો, ૧૨ કલાકની રાત અને ૧૨ કલાકનો દિવસ જ રહેત પણ તે ઝડપથી ટૂંકો અને ટૂંકો થતો જાત અને તે સ્પાઈરલ માર્ગે સૂર્યમાં પડી ગઈ હોત. પણ સૂર્ય તેના માટે ક્ષિતિજ પર જ વિચરણ કરતો દેખાત. આ બધું જ્યારે પૃથ્વીની ધરી સીધી હોત તો થાત.
પૃથ્વી પોતાની ધરી પર ઘૂમતી ન હોત અને સૂર્યની પરિક્રમા પણ કરતી ન હોત અને તેની ધરી ઝૂકેલી હોત તો પૃથ્વીનો ઉત્તરધ્રુવ જો સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તો ત્યાં સતત રાત્રિ જ રહેત અને તેના દક્ષિણ ધ્રુવ પર હંમેશાં દિવસ જ રહેત. તે થોડા જ સમયમાં સ્પાઈરલ માર્ગે સૂર્યમાં જઈને પડત. તેનો દિવસ છ મહિનાનો અને રાત છ મહિનાની થાત પણ ઝડપથી દિવસ ટૂંકો ને ટૂંકો થતો જાત. જો પૃથ્વીનો ઝૂકાવ ડાબે જમણે હોત તો તેના અર્ધ ઉત્તરધ્રુવ પર દિવસ હોત અને અર્ધ પર રાત. ત્યાં છ મહિના આવી પરિસ્થિતિ હોત અને બીજા છ મહિના ઊલટી પરિસ્થિતિ હોત. કેમ કે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી નથી. તેથી તે ઝડપથી સ્પાઈરલ માર્ગે સૂર્યમાં પડી જાત અને તે પહેલા દિવસ ઝડપથી ટૂંકો ને ટૂંકો થાત. જો પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તો ત્યાં ઉત્તર ધ્રુવ પર જે પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ સર્જાત. પણ છેવટે પૃથ્વી બચી જ ન હોત.
જો પૃથ્વી ઘૂમતી ન હોત, તેની ધરી વાંકી હોત પણ તે સૂર્યની પરિક્રમા કરતી હોત તો કેવી પરિસ્થિતિ સર્જાત તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. જો ગુરુત્વાકર્ષણ ન હોત તો? તો આ બ્રહ્માંડ જન્મ્યું જ ન હોત. જો પૃથ્વીને વાયુમંડળ ન હોત તો?
જો પૃથ્વીને ગુરુત્વાકર્ષણ ન હોત અથવા તો ચંદ્ર, લઘુગ્રહ અને મંગળની જેમ તેનું ગુરુત્વાકર્ષણ તદ્દન નબળું કે જરૂર પૂરતું શક્તિશાળી ન હોય તો પૃથ્વી, ગ્રહ, લઘુગ્રહ કે ઉપગ્રહ તેના વાયુમંડળને ઝકડી રાખી શકતાં નથી. જો પૃથ્વીને વાયુમંડળ ન હોત તો દિવસે સખત ગરમી પડત અને રાતે સખત ઠંડી પડત. આવી વિષમ પરિસ્થિતિમાં પૃથ્વી પર કદાચ જીવનનો પ્રારંભ જ ન થયો હોત અને કદાચ થયો હોત તો વરસાદ જ વરસ્યો ન હોત અને પાણી વગર જીવન પાંગર્યું જ ન હોત. અંતરીક્ષમાંથી આવતા સૂર્યના અને બ્રહ્માંડના શક્તિશાળી કિરણોએ તેનો તરત જ નાશ કર્યો હતો. પૃથ્વીને ચૂંબકીય ક્ષેત્ર ન હોત તો? ચૂંબકીયક્ષેત્રનું મૂળભૂત જનક ગુરુત્વાકર્ષણ છે. ચૂંબકીયક્ષેત્ર અંતરિક્ષમાંથી આવતા વિદ્યુતભારવાહી પદાર્થકણોને ધ્રુવપ્રદેશો તરફવાળી પૃથ્વી પરના જીવનને બચાવે છે. જો ચુંબકીયક્ષેત્ર ન હોત તો પણ પૃથ્વી પર જીવન શક્ય બન્યું ન હોત. સાથે સાથે ચૂંબકીયક્ષેત્ર પૃથ્વી પરના જીવન માટે હાનિકારક પણ છે. કારણ કે તે ચૂંબકીયતત્ત્વો ધરાવતા નાના-મોટા ખડકોને તેની પકડમાં લઈ પૃથ્વી સાથે અથડાવે છે જે પૃથ્વી પર નાનો-મોટો વિનાશ વેરે છે. (ક્રમશ:)

(ગયા અંકનું ચાલુ)
ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. તે પ્રમાણે બ્રહ્માંડની કોઈ પણ બે વસ્તુ વચ્ચે આકર્ષણ છે. માટે નાની વસ્તુ જો મોટી વસ્તુ ફરતે ન ફરે તો તે મોટી વસ્તુમાં જઈને પડે. અથવા વસ્તુ વચ્ચેના આકર્ષણને લીધે બ્રહ્માંડનો વીંટળો વળી જાય તે ગોળો થઈને રહે. એટલું જ નહીં પણ બ્રહ્માંડમાં પદાર્થ એક જગ્યાએ જે એકઠો થાય તેના દબાણ તળે તે ઊર્જામાં ફેરવાઈ જાય. આમ બ્રહ્માંડનું અસ્તિત્વ જ ન રહે. તેથી ન્યુટને એવી ધારણા લીધી કે બ્રહ્માંડ અનંત છે. તેથી બહારનો પદાર્થ તેને આકર્ષે છે અને આમ બ્રહ્માંડનો વીંટલો વળી જતો નથી અને તે ઊર્જામય બની અદૃશ્ય થતું નથી.
ન્યુટનની આ પાયા વગરની ધારણા હતી જે તેના ગુરુત્વાકર્ષણના નિયમના પરિણામને પડકાર ફેંકે નહીં. પણ જ્યારે ખબર પડી કે બ્રહ્માંડ વિસ્તૃત થતું જાય છે, અને દૃશ્યવિશ્ર્વ સીમિત છે ત્યારે ન્યુટનના અનંત-અસીમિત બ્રહ્માંડની જરૂર રહી નહીં. કારણ કે વિસ્તૃત થતા બ્રહ્માંડની ગતિ તેને વીંટલો વળી જતાં અટકાવે છે. આમ ન્યુટનની આધાર વગરની ધારણા કે બ્રહ્માંડ અસીમિત છે તેને તિલાંજલિ આપવામાં આવી. તેની જરૂર જ રહી નહીં.
ગતિ જ બ્રહ્માંડનો આત્મા છે. ગતિ ઊર્જામાંથી ઉત્પન્ન થાય છે. માટે છેવટે ઊર્જા જ બ્રહ્માંડનો આત્મા છે. જો આપણે ચાલીશું નહીં તો ક્યાંય ચાલશું નહીં. જે લોકો ચાલ્યા નથી તે બધે જ અટકી ગયાં છે. ગતિ એક શક્તિ છે અને તે જ બ્રહ્માંડને ચલાવે છે. ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે તેથી જ તો તે સૂર્યમાં પડી જતાં નથી. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:॥ માટે જ આપણે શક્તિને નમસ્કાર કરીએ છીએ . બ્રહ્માંડમાં જે બધું તેજસ્વી અને ઉત્તમ છે, તે બધું નમસ્કાર કરવાને યોગ્ય છે.
પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, તે જ તેના માટે અસ્તિત્વની વાત છે. પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરે કે ન ફરે, તે તેના માટે સમસ્યા નથી. પણ પૃથ્વી પર રહેનારા માટે પૃથ્વી ધરીભ્રમણ ન કરે તે સમસ્યા ખરી. પણ કદાચ લોકો તેનાથી ટેવાઈ જાય પણ ખરા. પૃથ્વીના પોતાના અસ્તિત્વ માટે તેની ધરી સીધી છે કે ઝૂકેલી તે મહત્ત્વનું નથી. પૃથ્વી પર રહેતા લોકો માટે તે મહત્ત્વનું ખરું. કારણ કે પૃથ્વી પર જે ઋતુઓ થાય છે તે પૃથ્વીના ઝુકાવના કારણે થાય છે. પૃથ્વી પર વસતા લોકો માટે વધારે મહત્ત્વની બાબત પૃથ્વીનું સૂર્ય ફરતેનું પરિક્રમણ છે. પૃથ્વી સૂર્ય ફરતેના પરિક્રમણને લીધે જ પૃથ્વીનું અને આપણું અસ્તિત્વ બની રહ્યું છે. પૃથ્વીનું ધરીભ્રમણ પૃથ્વી પરના જીવન માટે રંગત લાવવા માટે છે.
પૃથ્વી છે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે. માટે પૃથ્વીને વાયુમંડળ છે. પણ વાયુમંડળને જકડી રાખવા ગુરુત્વાકર્ષણ સબળ હોવું જોઈએ. પૃથ્વીનું પરિક્રમણ પૃથ્વીનું અસ્તિત્વ ટકાવે છે અને તેથી આપણું પણ, પણ આપણા અસ્તિત્વને ટકાવી રાખવા બીજું પરિબળ અનિવાર્ય છે. તે પૃથ્વી ફરતેના વાતાવરણની હાજરી નહીં તો માત્ર પૃથ્વીનું પરિક્રમણ પણ આપણા અસ્તિત્વને ટકાવી રાખી શકે નહીં.
આ બ્રહ્માંડમાં આવું તો ઘણું જ છે જે ન હોત તો શું થાત તે કલ્પના કરવાનો વિષય છે. સરોવરનું પાણી જેમ જેમ ઠંડું થાય તેમ તેમ ભારે થતું જાય છે. તે જ્યારે ૪ અંશે પહોંચે છે ત્યારે તે સૌથી ભારે થઈ જાય છે અને સરોવરના તળિયે બેસી જાય છે. પછી પાણી ઠંડું થાય તો તે ઉપર જ રહે છે અને છેવટે તેનું ઉષ્ણતામાન શૂન્ય અંશે પહોંચે છે અને તે બરફ બની જાય છે અને પાણી પર તરે છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ પાણી બરફ બનતું જાય છે, પણ તળિયાનું પાણી ૪ અંશ ઉષ્ણતામાને સૌથી ભારે હોઈ તળિયે જ રહે છે. આ કારણે સરોવરના જળચરો તળિયે રહેલા આ હૂંફાળા ૪ અંશ ઉષ્ણતામાનવાળા ભારે પાણીમાં નિવાસ કરે છે અને ભારે ઠંડીમાં પણ જીવતાં રહે છે. એટલી ઠંડી ભાગ્યે જ પડે છે કે તે તળિયા સુધી પહોંચી ૪ અંશ ઉષ્ણતામાનવાળા ભારે પાણીને બરફ બનાવે. આમ કુદરતે ઠંડીમાં જળચર પ્રાણીઓનાં રક્ષણ માટે જ આ વ્યવસ્થા કરી છે. નહીં તો બધા જ જળચર પ્રાણીઓ ઠંડીમાં શૂન્ય અંશ ઉષ્ણતામાન પહોંચતા જ મરણને શરણ થઈ જાત. આમ ન હોત તો બિચારા જળચર પ્રાણીઓનું શું થાત?
પૃથ્વી સૂર્યથી ૧૫ કરોડ કિલોમીટર દૂર છે. જો તે થોડી નજીક હોત તો સૂર્યની ગરમીથી ત્યાં જીવન પાંગર્યું જ ન હોત. જો તે થોડી દૂર હોત તો ઠંડીને લીધે ત્યાં જીવન પાંગર્યું જ ન હોત.
પૃથ્વીનું ગુરુત્વાકર્ષણબળ આકર્ષણનું બળ ન હોત તો પૃથ્વીના ગોળા પરથી આપણે અંતરીક્ષમાં લસરી પડત. અને પૃથ્વીના ર૪ કલાકના એક ચક્કરના ધરીભ્રમણમાં આપણે બહાર અંતરીક્ષમાં ફેંકાઈ જાત. વધારામાં પૂરું આપણી પૃથ્વી એક સેક્ધડના ૩૦ કિલોમીટરની ઝડપે સૂર્યની પરીક્રમા કરે છે. જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ શક્તિશાળી ન હોત તો આપણે અંતરીક્ષમાં ક્યાંય ફેંકાઈ જાત.
અવાજના તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે. જો માધ્યમ ન હોય તો તે પ્રસરતાં નથી. અંતરીક્ષમાં હર ક્ષણે તારાના મહાવિસ્ફોટ થાય છે અને મહાભયંકર અવાજથી મોટા મોટા તારાનાં વિસ્ફોટ થાય છે. તેનો અવાજ જો આપણા સુધી પહોંચે તો અહીં જીવનનું તરત જ બાષ્પીભવન થઈ જાય. અંતરીક્ષમાં લગભગ શૂન્યાવકાશ હોવાથી તારાના મહાવિસ્ફોટના ભયંકર અવાજો પૃથ્વી સુધી આવી શકતાં નથી કારણ કે અવાજના મોજા માધ્યમ વગર પ્રસરી શકતાં નથી. તેથી આપણે અહીં આરામથી જીવી શકીએ છીએ નહીં તો પૃથ્વી પર જીવન શરૂ થાય અને તારાના મહાવિસ્ફોટના અવાજ તેનો સમૂળગો નાશ કરી નાખે. તેથી લાગે છે કે અવાજના તરંગો માધ્યમ વગર પ્રસરતાં નથી તે પૃથ્વી પરના જીવન માટે લાભદાયક છે. જો તેને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોત તો શું થાત? માટે થાય છે કે બ્રહ્માંડમાં આમ ન હોય તો શું થાત? અને આમ હોત તો શું થાય? તે પ્રશ્ર્નો આપણને ચક્કરમાં નાખી દે છે. તેના જવાબો મળતાં નથી. ઘણીવાર થાય છે કે કુદરતે પૃથ્વી ઉપરના દરેક જીવન માટે સુવિધા કરી આપી છે.
પ્રકાશના તરંગો માધ્યમ હોય તો તેમાંથી પણ પસાર થાય છે અને માધ્યમ ન હોય, શૂન્યવકાશ હોય તો તેમાંથી પણ પસાર થાય છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે લગભગ શૂન્યાવકાશ છે. પ્રકાશ શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકતો હોઈ તે સૂર્યમાંથી પૃથ્વી પર આવી આપણને ઊર્જા આપે છે. જો તેને અવાજમાં તરંગો માફક માધ્યમની જરૂર પડત તો સૂર્ય પ્રકાશ અહીં આવી શકતો ન હોત અને પૃથ્વી પર જીવન ઉદ્ભવ્યું જ ન હોત. પ્રકાશ માધ્યમમાંથી પણ પસાર થઈ શકતો હોઈ તે પૃથ્વીના વાયુમંડળને વીંધી પૃથ્વી પર આવી શકે છે, કાચ અને પાણીમાં પણ ગતિ કરી શકે છે.
વાયુનું દબાણ ન હોત તો પાણી ટાવર પર ચઢત નહીં. પાણી જે ૩૪ ફૂટ ઊંચે છે તે હવાના દબાણને લીધે ચઢે છે. તેનાથી ઊંચા ટાવર પર પાણી ચઢાવવા વિદ્યુત-ઊર્જાની જરૂર પડે છે. વાયુનું દબાણ ન હોત તો પૃથ્વી પરનું પાણી તદ્દન ઓછા ઉષ્ણતામાને ઉકળી ઉકળી અંતરીક્ષમાં ચાલ્યું ગયું હોત અને પૃથ્વી પાણી વિહોણી બની ગઈ હોત. તળાવ, સરોવરો, નદીઓ, સમુદ્રો અને મહાસાગરો ખાલીખમ થઈ ગયા હોત. પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જ થયો ન હોત.
જો પૃથ્વી દડા જેવી ગોળ ન હોત અને સપાટ હોત અને તેની સપાટી ક્ષિતિજ સમાંતર હોત તો પૃથ્વીની નીચે અંધકાર હોત. તે ખરેખર પાતાળ હોત અને સૂર્ય તેની ઉપરની બાજુએ જ પ્રકાશતો હોત. તેની એક જ જગ્યા હોત. ત્યાં હર દીન દિવસ જ રહેત અને તેની નીચેની બાજુએ હર વખત રાત જ હોત. જો પૃથ્વીની સપાટી લંબ હોય તો સૂર્ય તેની કિનારા તરફ આવત ત્યારે ત્યાં પ્રકાશ પાથરત. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતા તેની એક તરફની સપાટી પર પ્રકાશ પાથરત ત્યારે ત્યાં દિવસ હોત અને પાછળ રાત હોત. ત્યાં દિવસ અને રાત તેના ધરીભ્રમણના સમય પર આધાર રાખત. સપાટ પૃથ્વીની કિનારી પણ ખાસી જાડી હોત. ત્યાં દિવસ બહુ જ ટૂંકો અને રાત લાંબી હોત. આવી સપાટ પૃથ્વીનો ધરીભ્રમણ હોત, ન હોત તેને પરિક્રમણ હોત કે ન હોત તેની ચર્ચા ઉપરોક્ત દડા જેવી ગોળ પૃથ્વીના સંદર્ભમાં આપણે કહી શકીએ. ગુરુત્વાકર્ષણ કેન્દ્રગામી બળ હોવાને લીધે બધા જ ગ્રહો દડા જેવા ગોળ બને છે. કુદરત ઓછામાં ઓછી જગ્યા રોકે છે તે નિયમ મુજબ બધી વસ્તુઓ દડા જેવો ગોળાકાર ધારણ કરવો જ પડે છે. પૃથ્વીનું ધરીભ્રમણ અને પરિક્રમણ પણ તેને ગોળાકાર ધારણ કરવા મજબૂર કરે છે. માટે પૃથ્વી સપાટ આકાર ધારણ જ કરી જ ન શકે.
એટમમાં કે પદાર્થમાં ઈલેક્ટ્રોનની ગતિ ઘણી ભયંકર હોય છે. પણ ઈલેક્ટ્રોન્સની ગતિ રેન્ડમ હોવાથી તે એકબીજાની ગતિને શૂન્ય બનાવે છે અને તેથી આપણા શરીરમાં ઈલેક્ટ્રોન્સની ગતિ આપણને લાગતી નથી. પણ જ્યારે આપણે વિદ્યુત કે ચુંબકને અડીએ છીએ ત્યારે આ બધા ઈલેક્ટ્રોન એક રેખામાં આવી જાય છે અને એક રેખામાં ગતિ કરે છે તે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. જેને આપણે ઈલેક્ટ્રીક શોક લાગ્યો કહીએ છીએ જે માનવીને મૃત્યુ પમાડે છે.
જો આકાશમાં ચંદ્ર ન હોત તો રાતે ચાંદની જોવા ન મળત. ચંદ્રની કળા જોવા ન મળત. મહિના, પખવાડિયા, અઠવાડિયા ન હોત. સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ જોવા ન મળત. મહાસાગરોમાં ભરતી-ઓટ જોવા ન મળત. કવિઓ કવિતા ન રચી શકત. ચંદ્ર વનસ્પતિનું લાલન-પાલન કરે છે, તે ન થાત. રાત તારાથી ભરેલી કાળી ધબ હોત. વસંત-સંપાત જે રાશિચક્રમાં પશ્ર્ચિમ તરફ સરકે છે તે ક્રિયાનો અભાવ હોત તો વસંત સંપાતની રાશિઓ વચ્ચે અલગ અલગ જગ્યા અને તેના ખસવાના દર પરથી આપણે ભૂતકાળની ઘટનાઓ જેવી કે વેદો ક્યારે લખાયા, મહાભારતનું યુદ્ધ ક્યારે થયું વગેરે સમયની આપણને જાણ ન થાત. ભૂતકાળમાં ચંદ્ર પૃથ્વીની નજીક હતો ત્યારે તે મહાસાગરમાં મોટી મોટી ભરતી કરતો તેથી જળચર પ્રાણીઓ પૃથ્વી પર આવી ગયા અને ધીરે ધીરે તેમને પૃથ્વી પર વસવાટ શરૂ કર્યો. દેડકા આવા જળચર છે. ચંદ્ર એ જળજીવનને પૃથ્વી પર લાવવા ઘણું યોગદાન આપ્યું છે.
ચંદ્ર જ્યારે પૃથ્વીની ઘણી નજીક હતો ત્યારે તેને પૃથ્વી પર મોટા મોટા જ્વાળામુખી પેદા કર્યા અને પૃથ્વી ફરતે વાયુમંડળ ઉત્પન્ન કરવામાં યોગદાન આપ્યું. કાર્બનડાયોક્સાઈડ, સલ્ફરડાયોક્સાઈડ, નાઈટ્રોજન, પાણીની વરાળ વગેરેને તેને પૃથ્વીના ગર્ભ ભાગમાંથી બહાર વાયુમંડળમાં ઠાલવ્યાં. ચંદ્રે પૃથ્વી પર મોટા મોટા ધરતીકંપો પેદા કરીને પણ પૃથ્વીના ગર્ભભાગમાંથી વાયુઓને પૃથ્વી ફરતે ઘેરી વળવા મજબૂર કર્યાં. ચંદ્રે લોકોનાં જીવનને રસપ્રદ બનાવ્યું છે. ચંદ્ર ન હોત તો નીલ આર્મસ્ટ્રોંગ જેવાં ચંદ્રયાત્રીઓ ક્યાં ઉતરત? ચંદ્ર વિષે આપણા સાહિત્યમાં અને પુરાણોમાં કેટલીય કથાઓ છે તે ન હોત. ચંદ્ર ભવિષ્યમાં આપણને ખૂબ જ મદદ કરવાનો છે. ત્યાં પૃથ્વીવાસીઓ કોલોની સ્થાપશે, શહેરો વસાવશે, ત્યાંથી અંતરીક્ષમાં જવા રોકેટ સ્ટેશનો (સ્પેસ પોર્ટ) સ્થપાશે. ત્યાં ગુરુત્વાકર્ષણ ઓછું હોવાથી હૃદયના ઓપરેશનો માટે હોસ્પિટલો સ્થપાશે. ત્યાં વાયુમંડળ ન હોઈ બ્રહ્માંડના અભ્યાસ માટે વેદશાળાઓ સ્થપાશે. ત્યાં વાયુમંડળ નહીં હોવાથી તે વેક્યુમ રેફ્રીજરેટર છે. તેથી ત્યાં ઈનફેકશન થતું નથી અને વસ્તુઓ હજારો વર્ષ સુધી તાજી રહે છે. ચંદ્રને લીધે પૃથ્વી તેનું સમતુલન જાળવી શકે છે. નહીં તો તે લથડિયા ખાવા લાગે અને પૃથ્વી પર બધા ઘરો પડી જાય. માણસો પણ ધરતી પર પડી જાય વિનાશ વેરાય.

No comments:
Post a Comment