http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=108213
બ્રહ્માંડમાં જીવન કેવી રીતે ઉત્પન્ન થયું હશે!
હવે પ્રશ્ર્ન એ છે કે મહાસાગરના તળિયે કેટલું જીવન પાંગર્યું હતું અને બાહ્યઆકાશમાંથી કેટલું જીવન પૃથ્વી પર આવીને વિકસ્યું હશે?

પૃથ્વી પર હજુ સુધી ન સમજાતી વાત એ છે કે પૃથ્વી પર જીવન કેવી રીતે અને ક્યારે ઉત્પન્ન થયું હશે? આપણા ખરા અને પ્રથમ વડવા કોણ હતા? પુરાણોમાં બ્રહ્માને પ્રજાના પિતા કહ્યા છે, પણ તે પૌરાણિક કથા છે. પૃથ્વી પર જીવન ઉત્પન્ન કરવાનું કરવા ખાતરનું ધારણા છે. પૃથ્વી પર કેટકેટલી પ્રજાતિ છે, જાતિ છે, ફળો-ફૂલો, વૃક્ષો, પંખીઓ, પશુઓ માનવીઓ છે. શું તેમના બધાંના વડવા અલગ, અલગ હશે કે એક? કેરી અલગ, કેળા અલગ, પેરુ અલગ, પપૈયા અલગ. આ બધું કેમ સંભવી શક્યું હશે? બકરીનું બચ્ચું બકરી જ હોય, માનવી નહીં. આમ શા માટે? ભાગવતમાં ગોકર્ણની કથા છે કે ગાયને ત્યાં માનવી જન્મ્યો હોય. આ બાજુ બેક્ટેરિયા, વાયરસ વગેરે છે. સેક્સ્યુલ રીપ્રોડકશન છે તો એસેક્સ્યુલ રીપ્રોડકશન પણ છે. ‘કલમ વાવીને કેરી થાય’ તેવું પણ છે. ૧૦૦ કૌરવો પણ છે અને સગળ રાજાના ૬૦,૦૦૦ પુત્રોની વાત પણ છે. હજાર હાથવાળા બાણાંસુરની કથા પણ છે. આપણાં પુરાણોમાં જનમની અટપટી કથાઓ છે. માનવીના પરસેવામાંથી પણ માનવી ઉત્પન્ન થયાની વાત છે. આદમ અને ઈવની વાત પણ છે, પણ આદમ અને ઈવ ક્યાંથી આવ્યા તેની વાત નથી.
બીજી તરફ આપણા પુરાણોમાં સમુદ્રમંથનની વાત છે અને તેમાંથી રત્નો નીકળ્યાં છે જેમાં ઐરાવત હાથી, ઉચ્ચૈશ્રવા ઘોડો, મહાલક્ષ્મી, શંખ, ઝેર વગેરે બહાર નીકળ્યાં છે. ક્યાંથી નીકળ્યાં તો તેનો જવાબ નથી. દેવો અને અસુરો ક્યાંથી ઉત્પન્ન થયાં દિતી અને અદિતીની કથા છે. પૃથ્વી શેષનાગની ફેણ પર છે, તો કોઈ પશ્ર્ચિમ વાર્તામાં એટલાસ નામનો બળવાન માનવી પૃથ્વીને ધરીને બેઠો છે. કોઈ વાર્તામાં હાથી તેની પીઠ પર પૃથ્વીને ધરી બેઠો છે તો ક્યાંક એક હાથી ઓછો પડે છે તો સાત હાથી તેની સૂંઢ પર પૃથ્વીને ધરીને ઊભા છે. આમ આ બધું મગજમાં ઊતરે તેવું નથી.
ભારતીય પૌરાણિક કથામાં કાચબો મનુની હોડી હંકારી તેને બચાવે છે. તો વરાહ અવતાર પૃથ્વીને બચાવે છે. નૃસિંહ અવતાર, ધગધગતા થાંભલામાંથી ઉત્પન્ન થાય છે જે અડધા નર અને અડધા સિંહ છે. પછી વામન અવતાર પરશુરામ અવતાર, રામાવતાર અને કૃષ્ણાવતાર છે.
પૃથ્વી પર જીવન અવતરવાની ઉટપટાંગ કથાઓ છે. લોકો માને છે કે પૃથ્વી પર જીવન મહાસાગરના તળિયે કે સરોવરના તળિયે ઉત્પન્ન થયું અને પછી પૃથ્વી પર ફેલાયું. ડાર્વિનનો સિદ્ધાંત પણ ઉત્ક્રાંતિવાદ રજૂ કરે છે. હકીકત એવી છે કે પૃથ્વી પર જીવનના ઉદ્ભવ અંગે સમજાય તેવું, ગળે ઊતરે તેવું કોઈ સંશોધન નથી.
વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી જન્મી ત્યારે તે ગ્રીનહાઉસ ગેસીસથી ઘેરાયેલી હતી. ઘટાટોપ વાદળો તેની પર મંડરાયેલાં હતાં. તેમાં ભયંકર વીજળી ઝબકારા મારતી હતી. વીજળીના કડાકા અને ભડાકા, મેઘગર્જના થતાં હતાં. ઠેર ઠેર જ્વાળામુખીઓ ફાટતાં હતા જાણે કે અગ્નિકુંડો. તેમાંથી ધગધગતો લાવા નીકળતો હતો અને ધુમાડાના ગોટેગોટા પૃથ્વી ફરતેનાં અંતરીક્ષમાં ફેલાતાં હતાં. આવા માહોલમાં પ્રથમ જીવનરસ ઉત્પન્ન થયો હશે અને પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયું હશે.
પૃથ્વી પર જીવન કેવી રીતે અને કેવા માહોલમાં ઉત્પન્ન થયું હશે તેનો પ્રથમ પ્રયોગ રુસી જીવવિજ્ઞાની ઓપરીન અને ભારતીય-અંગ્રેજી જીવશાસ્ત્રી એસ.બી.એસ. હસધને કર્યો હતો. તેમણે પૃથ્વી જન્મી ત્યારનું વાતાવરણ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે પ્રાથમિક જીવન કેવું હોઈ શકે? બેક્ટેરિયા અને વાયરસના વડવા કેવા હોય? આ એક ઐતિહાસિક પ્રયોગ હતો. તે પછી હરોલ્ડ યુરી અને મિલર નામના બે અમેરિકી જીવ-વિજ્ઞાનશાસ્ત્રીએ એ પ્રયોગ કર્યો. પ્રયોગશાળાના મોટા રીટોર્રમાં ગ્રીન હાઉસ ગેસીસ અમોનિયા ભરી, તેમાંથી શુદ્ધ પાણીની વરાળ પસાર કરી તેમાં ઈલેક્ટ્રિક ડિસચાર્જ ઉત્પન્ન કર્યો. આમ પૃથ્વી જન્મી ત્યારની ભયંંકર સ્થિતિ ઉત્પન્ન કરી. પ્રયોગને અંતે તેમને માલૂમ પડ્યું કે અમાયનો ઍસિડવાળો જીવનરસ ઉત્પન્ન થયો છે. આમ જીવનનો મૂળભૂત રસ તેમને મળ્યો. ઓપરીન અને હલધનને એ સ્પષ્ટ થયું હતું કે મૂળભૂત જીવન ઉત્પન્ન કરવામાં ઑક્સિજને કોઈ ભાગ ભજવ્યો નહોતો. ઓક્સિજન મૂળભૂત જીવન ઉત્પન્ન કરવા માટે બાધારૂપ હતો. જીવન ભયંકર ગરમી, પાણીની વરાળ ગ્રીનહાઉસ વાયુઓની બરમાર-ગોટેગોટા, જ્વાળામુખીઓમાંથી ઓકાતાં લાવા. અગ્નિના માહોલમાં ઝબૂકતી ભયંકર વીજળી, મેઘના ભયંકર ગડગડાટ વચ્ચે ઉત્પન્ન થયું હતું અને પછી ધીરે ધીરે વિકસ્યું હોવું જોઈએ. પછી વરસાદ વરસ્યો હશે અને વનસ્પતિ જન્મી અને સૂર્યપ્રકાશમાં વનસ્પતિએ કાર્બનડાયોક્સાઈડ ગ્રહણ કરી વાતાવરણમાં ઑક્સિજન આપવાનું શરૂ કર્યું જેને આપણે ફોટોસીન્થેસીસ (પ્રકાશ સંશ્ર્લેષણ)ની ક્રિયાના નામથી જાણીએ છીએ. આમ પૃથ્વી નંદનવન બની અને પૃથ્વી પર જીવન શરૂ થયું હશે. સમુદ્રના તળિયે નદી-નાળાં, તળાવ, સરોવરોમાં જળચર પ્રાણીઓનો જન્મ થયો હશે અને છેવટે તે જમીન પર આવ્યાં હશે.
પૃથ્વી પર જીવન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું હશે તેની ખરેખર કડી કોઈનીય જાણમાં નથી. આ આપણા બ્રહ્માંડનું એક ગૂઢ રહસ્ય છે, જે હજી સુધી ઉકેલાયું નથી- હોયલ અને વિક્રમસ્તંઘે નામના બે લબ્ધપ્રતિષ્ઠ ખગોળવિજ્ઞાનીએ ગણિતશાસ્ત્રમાં જે જીવવિજ્ઞાનશાસ્ત્રીઓ પણ બની ગયા છે. તેમનું કહેવું એમ છે કે પૃથ્વી પર જીવન ધૂમકેતુઓમાંંથી આવ્યું છે અને પૃથ્વી પર તેનું લાલન-પાલન થયું છે, વિકાસ થયો છે. પ્રોફેસર હોયસનું તો મૃત્યુ થઈ ગયું છે પણ તેમના શિષ્ય ચંદ્રવિક્રમસીંઘે તેમના ગુરુની થિયરી આગળ વધારી છે. શરૂઆતમાં તો વિજ્ઞાનીઓએ આ બંને વિજ્ઞાનીઓની હાંસી ઉડાવી હતી અને પ્રોફેસર ફ્રેડ હોયલે આવી થિયરી આપેલી માટે તેમને તેમની બીજી અગત્યની થિયરી માટે નોબેલ પ્રાઈસથી પણ વંચિત રાખવામાં આવ્યા છે, પણ હવે વિજ્ઞાનીઓ માનતા થયાં છે કે એ બે વિજ્ઞાનીઓએ જે કહ્યું છે કે પૃથ્વી પર જીવન બાહ્યઅવકાશમાંથી આવ્યું છે તેમાં વજૂદ છે. ૧૯૮૬માં હેલીનાં ધૂમકેતુ જ્યારે પૃથ્વીની નજીકથી પસાર થયો ત્યારે ગિઓટો નામના એક અંતરિક્ષયાનને વિજ્ઞાનીઓએ તેની નાભિની તદ્દન નજીકમાંથી પસાર કર્યું હતું અને તે યાને દર્શાવ્યું કે હેલીના ધૂમકેતુમાં જીવનરસ છે. એટલે કે બધા ધૂમકેતુઓ જીવનરસથી ભરેલા છે અને જ્યારે તેઓ પૃથ્વીની નજીકમાંથી પસાર થાય છે ત્યારે તે જીવનરસનો છંટકાવ પૃથ્વી પર થાય છે. એ જીવનરસ પૃથ્વીના નંદનવન જે વાતાવરણમાં પાંગરતો હોઈ શકે અને પૃથ્વી પર જીવન વિક્સી શકે. નવી નવી જાતના બેક્ટેરિયા પણ પૃથ્વી પર આવતા હોય અને તે પૃથ્વી પરના જીવનને મોડીફાય પણ કરતા હોય અને પૃથ્વી પર નવી નવી જાતના રોગો પણ ફેલાવતા હોય.
થોડા વર્ષો પહેલા પ્રોફેસર જયંત નારલીકરના માર્ગદર્શન નીચે ‘ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ઑફ એસ્ટ્રોનોમી ઍન્ડ એસ્ટ્રોફિઝિક્સ’ના વિજ્ઞાનીઓ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રીસર્ચના વિજ્ઞાનીઓ પ્રોફેસર એસ. રામાદુરાઈ અને ઈન્ડિયન સ્પૅસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનના વિજ્ઞાનીઓએ મળીને આકાશમાં ૪૦ કિલોમીટર ઊંચે એક બલુન મોકલેલું. તેઓ જાણવા માગતા હતા કે એટલી ઊંચાઈએ કોઈ બેક્ટેરિયા છે જે પૃથ્વીની જાત કરતા તદ્દન નવી જ જાતના છે અને ત્યાં રહે છે. હકીકતમાં આવા નવા બેક્ટેરિયા તેમને મળ્યા છે. આ દર્શાવે છે કે અંતરિક્ષમાં જીવન છે અને સંજોગો મળતાં તે પૃથ્વી પર ઊભી આવે છે. મંગળ પરથી કે બહારથી આવતી ઊલ્કાઓમાં પણ જીવનરસ હોય છે. માટે બાહ્યાવકાશમાંથી જીવન પૃથ્વી પર આવે છે અને આવી શકે તે માનવાને ઘણાં કારણો અને પુરાવા છે.
તાજેતરમાં બ્રિટનની શેફિલ્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોને પાર્સડ્સ મીટીયૉર સાવર (meteor shower) યયાતિ નક્ષત્રમાં થતી ઊલ્કાવર્ષાનો અભ્યાસ કરવો હતો. તેઓએ તદ્દન સાફ બલૂન ૧૬થી ૫૦ કિલોમીટર ઊંચે આકાશમાં મોકલ્યું. જ્યારે તે પાછું મેળવ્યું તેના પર બેક્ટેરિયાની આખી કોલોની બેઠી હતી. આ બેક્ટેરિયા ન તો પૃથ્વીના વાયુમંડળમાં હતા, ન તો પૃથ્વી પરથી ઊંચે ચઢેલાં હતાં. તે તદ્દન નવા જ બેક્ટેરિયા હતા. આ બાબત સાબિત કરે છે કે અંતરિક્ષમાંથી જીવન પૃથ્વી પર આવતું હોવું જોઈએ.
હવે પ્રશ્ર્ન એ છે કે મહાસાગરના તળિયે કેટલું જીવન પાંગર્યું હતું અને બાહ્યઆકાશમાંથી કેટલું જીવન પૃથ્વી પર આવીને વિકસ્યું હશે? પૃથ્વી પરનું જીવન આ બંને જીવનનું સંમિશ્રણ પણ હોય. આ બાબતે વળી પાછો પૃથ્વી પરના જીવનવિકાસને સમજવા અંગે નવો કોયડો ઊભો કર્યો છે. એટલે કે કેટલું જીવન પૃથ્વીનું પોતાનું છે અને કેટલું બહારથી આવ્યું છે? આપણે પૃથ્વીવાસીઓ છીએ કે મંગળીયા છીએ કે બાહ્યઅવકાશના છીએ તે નક્કી કરવું અઘરું છે. શું આપણા બાપ-દાદા ધૂમકેતુઓ છે! ડાર્વિનની થિયરીને માનવામાં હવે શંકા પેદા થઈ છે. ડાર્વિનની થિયરી સ્પષ્ટપણે મશતભજ્ઞક્ષશિંક્ષીશિું છે.

No comments:
Post a Comment