http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=107561

સૂર્ય આપણો જીવનદાતા છે. પૃથ્વી પર જે જીવન ઉદ્દભવ્યું છે અને આજ સુધી ટકયું છે તે સૂર્યદેવતાને આભારી છે. સૂર્ય આપણી દુનિયાનો આત્મા છે. પ્રાચીન સમયમાં લોકોને એ ખબર પડી ગઈ હતી કે સૂર્ય પૃથ્વી પરના જીવનનો કારક છે. પણ એ ખબર ન હતી કે ખરેખર સૂર્ય શું છે? કેવી રીતે તે ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. સૂર્યનો પૃથ્વીના વાયુમંડળ પર મહાસાગરો પર, ઋતુઓ પર, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પર નિયંત્રણ છે. પૃથ્વી પર જેટલા ઊર્જાના સ્ત્રોત છે, છેવટે તે સૂર્યની દેન છે. ભલે તે કોલસો હોય, પેટ્રોલ, કેરોસીન હોય, અણુ-ઊર્જા હોય, છેવટે તેમાં સૂર્યનું યોગદાન હોય છે. અનાજ પાકે છે, ફળો-ફૂલો લચી પડે છે, નદીઓ વહે છે, પવનો થાય છે. તે બધું સૂર્યને આભારી છે. ચંદ્ર જે રીતે પ્રકાશે છે, ગ્રહો દૃશ્યમાન થાય છે અને દિવસે આપણે જે જોઈ શકીએ છીએ તે સૂર્યનો આપણા પર અનુગ્રહ છે.
ભૂતકાળમાં જયારે ખગ્રાસ સૂર્યગ્રહણો થતાં ત્યારે લોકો ડરી જતાં કે હવે તેમનું શું થશે? વસંતસંપાત ખસવાની ક્રિયામાં સૂર્યની જગ્યા નીચે આવી જતી તો વિદ્વાનો ચિંતિત થતાં કે સૂર્ય નીચે પડતો જાય છે. સૂર્ય આપણો જીવનદાતા હોઈ તેના વિષે વધારેમાં વધારે જાણવું આપણા હિતમાં છે. માટે વિદ્વાનોએ સૂર્યનો અભ્યાસ કરવો શરૂુ કર્યો. હાલમાં અંતરિક્ષયાનોને, કૃત્રિમ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવા હોય તો સૂૂર્યના મિજાજનો ખ્યાલ રાખવામાં આવે છે. એ સૂર્ય ક્રોધિત હોય તો અંતરિક્ષયાનો અને કૃત્રિમ ઉપગ્રહોને અંતરિક્ષમાં પ્રસ્થાન કરાવવામાં આવતાં નથી. નહીં તો તે નીચે આવી પડે. સૂર્ય હકીકતમાં વિશાળ - અતિ વિશાળ ધગધગતા વાયુનો ગોળો છે તેની સપાટી પરનું ઉષ્ણતામાન ૬૦૦૦ અંશ સેલ્સિયસ છે અને તેની અંદર ઉષ્ણતામાન લગભગ બે કરોડ અંશ સેલ્સિયસ હોય છે. તેમાં વાયુનું પ્રચંડ દબાણ હોય છે. આ પરિસ્થિતિમાં તે હાઈડ્રોજનના ચાર નાભિઓને ભેગા કરી તેમાંથી હિલિયમનું નાભિ બનાવે છે. આ ક્રિયામાં પ્રચંડ ઊર્જા પેદા થાય છે જે આપણને મળે છે. સૂર્ય એક સેક્ધડમાં ૪૦ લાખ ટન હાઈડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરે છે. તેટલી પ્રચંડ તાકાત તેમાં છે. એ ભયંકર અગ્નિની ભઠ્ઠી છે. માટે તો એ ભઠ્ઠીના પ્રકાશને અને ઊર્જાને લીધે આપણે અહીં પૃથ્વી પર જીવન જીવી રહ્યાં છીએ. સૂર્ય નક્કર પદાર્થનો ગોળો નથી પણ ૧૪ લાખ કિલોમીટર વ્યાસનો ગરમ ઘમસાણ મચાવતા વાયુઓનો વિશાળ ગોળો છે. વાયુઓ પ્લાઝમા સ્થિતિમાં છે. સૂર્યની જબ્બર મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્રી છે. તે વળી પાછો પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. તેને એક ધરીભ્રમણ કરતાં પૃથ્વીના ૨૫થી ૩૨ દિવસ લાગે છે તે વિષુવવૃત પર વધારે ઝડપથી ઘૂમે છે અને જેમ જેમ તેના ધ્રુવ પ્રદેશો તરફ જઈએ તેમ તેમ તેનું ધરીભ્રમણ ધીમું બનતું જાય છે. સૂર્યના ચૂંબકીયક્ષેત્રમાં જબ્બર ફેરફારો થાય છે આ વખતે હજારો ટન ગરમ વાયુ બહાર ફેંકાય છે. આ ગરમ વાયુ પ્લાઝમાનાં બનેલા હોય છે એટલે કે તે વિદ્યુતભારવાહી છે. સૂર્યમાંથી દશ દશ લાખ કિલોમીટરની લંબાઈવાળી સૌરજ વાળા (સોલર ફલેર, સોલર પ્રોમિનન્સ) ભભૂકી ઉઠે છે અને લપકારા મારે છે. જાણે ક્રોબ્રાની જીભ. આ વખતે ભયંકર ગરમી, વાયુ અને પ્લાઝમા પૂરી સૂર્યમાળામાં ફેલાય છે. પહેલા વિજ્ઞાનીઓ માનતાં કે જયારે હજારો ટન પ્લાઝમા બહાર પડે છે ત્યારે સૂર્યના ચુંબકીયક્ષેત્રની રેખાઓ પણ સાથે સાથે વિસ્તૃત પામે છે. તિિંયભિંવયમ થાય છે જેમ રબ્બર બેન્ડ સ્ટ્રેચ્ડ થાય છે. પણ હવે સાબિત થયું છે કે સૂર્યમાં જબ્બર ટર્બ્યૂલન્સ (િીંબિીહયક્ષભય) જન્મે છે, ભયંકર ઝડપે ટર્બ્યૂલન્સના વિશાળ પરપોટા બહાર પડે છે. આ ટર્બ્યૂલન્સ ચુંબકીય રેખાઓને છિન્નવિછિન્ન કરી નાખે છે. તેને તોડી સૌરજ વાળાઓ બહાર પડે છે. આ મોટી ખતરનાક સ્થિતિ ગણાય. મેગ્નેટિક સાયન્સ ઓફ ફોર્સને તોડવી તે મોટી જબ્બર ભાંગ-ફોડ ગણાય. ગરમ વિદ્યુતભારવાહી પદાર્થો બહાર ફેંકી વળી પાછી આ ચુંબકીય રેખાઓ પોતાને જોડી દે છે. આવી પરિસ્થિતિમાં તે સુપ્રસ્થાપિત મેગ્નેટિક - ક્રિઝિંગ ફલક્ષ ફ્રિઝિંગના સિદ્ધાંતનો ભંગ કરે છે પૂરા સૌરવિજ્ઞાનના સિદ્ધાંતોમાં આ પ્રથમ દાખલો છે જેમાં ચુંબકીય રેખાઓ તૂટે છે. આ ઘટનાને લીધે જબ્બર સૌરજ વાળા બહાર પડે છે જે પૂરા સૌરમંડળ ફેલાય છે. આ જવાળામાંથી ભંયકર ગતિએ વિદ્યુતભારવાહી પદાર્થકણો પૂરા સૌરમંડળમાં પ્રસરે છે. પૃથ્વી પર તેથી વિશાળ અતિપ્રકાશિત ધ્રુવપ્રકાશો ઊંચે અક્ષાંશે દેખાય છે. રંગ-બેરંગી ધુ્રવપ્રકાશોનું રમણીયરૂપ હકીકતમાં સૂર્ય પર થયેલી ભયંકર ઘટનામાંથી જન્મે છે. આ ઘટના બને ત્યારે પૃથ્વી પર વાયુમંડળમાં ઘમસાણ મચાવે છે, રેડિયો-ટેલિકોમ્યુનિકેશનમાં જબ્બર ખલેલ પહોંચાડે છે, પૃથ્વી ફરતે પરિક્રમા કરતાં કૃત્રિમ ઉપગ્રહો પર ખૂબ જ ખરાબ અસર કરે છે અને પાવરગ્રીડને તોડી નાખે છે. તેની વચ્ચે આવતા પ્રદેશમાં અંધારપટ પણ પેદા કરે છે. સૂર્યનો અભ્યાસ કરતા ખગોળ વિજ્ઞાનીઓને ખબર પડતી નથી છે આવું કેમ બને છે. આ અપવાદ હોય તેમ લાગે છે, આવી ઘટનાઓને કારણે સૂર્યની નજીકમાં જો નાના નાના આકાશીપિંડો હોય તો તેનો નાશ પણ થાય છે અને તેમની જગ્યા પણ બદલાય છે. જો સૂર્યની ફરતે વલયો હોય તો તેનો વિનાશ પણ થઈ શકે છે અને તે આઘા ઠેલાય છે. આ ઘટના સૂર્યનું સૌથી વધારે ભંયકરરૂપ પ્રગટ કરે છે. આ ઘટના જવલ્લે જ બનતી હોય છે. સૂર્ય જયારે ખૂબ જ ક્રોધિત, ખૂબ જ કાર્યશીલ થઈ જાય છે ત્યારે જ બને છે. તે એક સૂર્યમાં થયેલા મહાવિસ્ફોટને પ્રદર્શિત કરે છે. આ વખતે સૂર્ય ફરતેની ચુંબકીય રેખાઓ ધુમાડાની જેમ પ્રસરે છે તે એક અતિઆશ્ર્ચર્ય છે. આ પાછળનું કારણ સૂર્યમાં જન્મેલા શક્તિશાળી ટર્બ્યુલન્સ છે, એમ આ સંબંધે સંશોધન કરતા ખગોળ વિજ્ઞાનીઓ માને છે. |
No comments:
Post a Comment