http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=107548

બર્મુડા ટ્રાયન્ગલનું નામ તમે સાંભળ્યું છે? કહેવાય છે કે નોર્થ એટલાન્ટિક ઓશન પાસે એક એવું એનર્જી સેન્ટર છે જે એ ક્ષેત્રમાં પ્રવેશનારને ગાયબ કરી દે છે. ત્યાં ગયેલું કોઈ પાછું નથી આવતું. ત્યાં જે કોઈ એરક્રાફ્ટ કે જહાજ ગયાં છે ત્યાંથી કદી પરત ફર્યા નથી. આ હકીકતને વૈજ્ઞાનિક માન્યતા નથી મળી પણ, જહાજ ગુમ થઈ જાય એ હકીકત છે. એનું કુદરતી કારણ કંપાસનો પ્રોબ્લેમ પણ માનવામાં આવે છે અથવા તો કહેવાય છે કે ત્યાં હજારો વર્ષ પહેલાં ક્રિસ્ટલનો પિરામિડ હતો. કોઈકે એની અસર નિહાળવા ઊંધો કરી દીધો જે કદી છતો થયો જ નહીં. તેથી એ સ્થાને ભૌગોલિક ટર્બ્યુલન્સ ઊભું થવાથી એ ક્ષેત્રમાં પ્રવેશનાર ગાયબ થઈ જાય છે.
બર્મુડા ટ્રાયન્ગલ મૂવી થોડાં વર્ષો પહેલા જોયું હતું અને હમણાં એક સરસ પુસ્તક હાથમાં આવ્યું ‘યુ કૅન હીલ યોર લાઈફ’. આ બન્ને વિશે વિચારતાં થયું કે એનર્જી કેટલો મોટો ભાગ ભજવી શકે છે માનવજીવનમાં. પુસ્તકનાં લેખિકા લૂઈ એલ. હે મેટાફિઝિકલ લેક્ચરર અને વિશ્ર્વપ્રસિદ્ધ લેખિકા છે જેમના આ પુસ્તકની સાડા ત્રણ કરોડ નકલ વેચાઈ છે. તેમણે તેમના આ પુસ્તકમાં એ સત્ય ઉજાગર કર્યું છે કે ‘વૉટ વી થિંક અબાઉટ અવરસેલ્વ્ઝ બીકમ ધ ટ્રુથ ફોર અસ’ અર્થાત્ આપણે જે વિચારીએ છીએ એ જ આપણું સત્ય બની જાય છે. જે.કે. રોલિંગ, ડેનિયલ સ્ટીલ અને બાર્બરા કાર્ટલેન્ડની કક્ષાનાં આ લેખિકાનું ઉક્ત પુસ્તક સેલ્ફ હેલ્પ માટે અત્યંત ઉપયોગી અને રસપ્રદ છે. આ પુસ્તકમાં દર્શાવ્યું છે કે સ્ટ્રેસ અને બિનતંદુરસ્ત વિચારો આરોગ્ય પર કેવી ગંભીર અસર કરે છે અને રોગને નોંતરે છે. તમામ વ્યાધિનો ઉપાય પોઝિટિવ થિંકિંગ અને હકારાત્મક ઉર્જા જ છે એવું તેમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. પોતાના જ ક્રીએટિવ પાવર દ્વારા પર્સનલ ગ્રોથ કઈ રીતે થઈ શકે એની વિગતો એમાં રજૂ થઈ છે. જીવનમાં શક્તિનો સંચાર કરે એ એનર્જી અથવા તો ઉર્જા કહેવાય છે. એનર્જી આપીને મનુષ્યની સમસ્યા અને વ્યાધિ દૂર કરવાનો સિલસિલો છેલ્લાં વીસ-પચીસ વર્ષથી વધુ વિકસ્યો છે. એલોપથીથી હારેલો-થાકેલો માણસ જાતજાતના વૈકલ્પિક ઉપચારો અજમાવે છે એમાં આયુર્વેદ, હોમિયોપથી ઉપરાંત રેકી, પ્રાણિક હીલિંગ, હીપ્નોથેરેપી, પાસ્ટ લાઈફ રીગ્રેશન, થીટાથેરેપી, ક્વોન્ટમ ટચ અને એનર્જી હીલિંગ મુખ્ય છે. આ બધી થેરપી રોગ મટાડવા કરતાં શરીરની ઉર્જા વધારવામાં અને હકારાત્મક અભિગમ કેળવવામાં વધારે સહાયક નીવડે છે. આપણે જ નક્કી કરેલી બીલિફ સીસ્ટમમાં આપણે એવા ફસાયેલા છીએ કે જડપણે એ માન્યતાઓને વળગી રહીએ છીએ અને એ જડતા આપણા શરીરમાં એવા અદૃશ્ય બ્લોક સર્જે છે કે કોઈ ને કોઈ રોગનો ભોગ મનુષ્ય બને છે. આ સંદર્ભમાં જાણીતી હસ્તીઓથી માંડીને સામાન્ય વ્યક્તિ સુધી અનેકનાં દર્દ એનર્જી હીલિંગ દ્વારા દૂર કરનાર દક્ષિણ મુંબઈના એનર્જી હીલર સાયરસ ભાયા કહે છે, "કુદરતના નિયમોની વિરુદ્ધ આહાર-વિહાર અને આચાર કરવાથી જ શારીરિક સમસ્યાઓ ઉદ્ભવે છે. હું તો દૃઢપણે કહી શકું કે મૃત્યુ છે જ નહીં, જો તમે લૉ ઓફ નેચરને અનુસરો તો. પહેલાંના ઋષિ-મુનિઓ સેંકડો વર્ષ જીવિત રહેતા હતા એની પાછળ આ જ કારણ તો હતું. માણસ પહેલેથી જ નક્કી કરી દે છે કે મૃત્યુ છે જ, ઉપરાંત એની જીવનશૈલી એવી છે કે જેથી મૃત્યુ આવવાનું જ છે. એ પણ એક હકીકત છે કે માન્યતાઓથી મનુષ્યનો છૂટકારો થવાનો નથી. તેથી અમે એવી એનર્જી આપીએ જેનાથી આત્મા ઉજાગર થાય, સોલ પ્રકાશિત થાય. આપણામાં જે આત્મા છે એ જ ઈશ્ર્વર છે. ઈશ્ર્વર જે કરી શકે એ આપણે પણ કરી જ શકીએ. તમે જે ઈચ્છો છો એ બ્રહ્માંડ તમને આપે જ છે પણ તમને માગતા નથી આવડતું. અથવા તો આપણા મનના બ્લોકેજ ગમતી ચીજ માગતાં અટકાવે છે. હીલિંગ દ્વારા આત્મા પરનાં આવરણ દૂર થાય છે. દુનિયામાં પ્રકાશ છે, આપણે જોતાં નથી.
વાતમાં દમ તો છે. તેઓ ઉમેરે છે, "અલ્લા ખફા થશે કે ભગવાન નારાજ થશે એવું જ્યારે કોઈ કહે ત્યારે નવાઈ લાગે. ભગવાન જ એવો છે જે બધાને હા જ પાડે છે. ‘તથાસ્તુ’ કરવા જ એ બેઠો છે. પણ આપણને સહી ચીજ માગતાં ક્યાં આવડી છે? કોઈ વિચારે કે મારે લગન કરવાં છે પણ મોઢું મચકોડીને કહે કે પણ કોણ જાણે કેવું પાત્ર મળશે? તો વ્યક્તિ કુંવારી જ રહેવાની. કારણકે એને પોતાનામાં જ શ્રદ્ધા નથી અથવા અન્ય વ્યક્તિ પર શક છે. પણ કોઈ વ્યક્તિ એમ કહે છે મારે લગ્ન કરવાં જ છે, ગમતાં પાત્રની રાહ જોઉં છું. તો યુનિવર્સ એની સામે પાત્ર મુકી દેશે. સમય અને પૈસા એ માનવસર્જિત વસ્તુઓ છે. એ ભ્રમણા છે. તેમાંથી લોભ-લાલચ ઊભાં થાય. ભગવાનને ખબર નથી પૈસો શું છે. સમય પણ ફોકસ અને ડિસિપ્લીન માટે જ માણસે સર્જ્યો છે. પશુઓ ભૂખ લાગે ત્યારે જ ખાય. માણસ એવું કરે છે? શરીરનો પ્રોગ્રામ સેટ જ હોય છે. આપણે જે તે ખાઈને, ગમે ત્યારે ઊંઘીએ કે ગમે તેવું વિચારીને બૉડી ક્લોક ખોરવી દઈએ છે. એનર્જી હીલિંગ ખોરવાઈ ગયેલા શરીરના તંત્રને સાજું કરે છે. ડિપ્રેશનમાંથી બહાર લાવે છે. જ્ઞાન અનુભવમાં પરિણમે અને અનુભવ ડહાપણમાં પરિવર્તિત થાય ત્યારે જીવનમાં ઉજ્જવળ પ્રકાશ દેખાય. એનર્જી હીલિંગ એ ઉચ્ચતમ ઉર્જાનું સર્જન કરે છે. હીલિંગ એ વિચારશક્તિ છે. અમે માત્ર એનર્જી જ નથી આપતા, લાઈફ સ્ટાઈલ અને ફૂડ હેબિટ ચેન્જ કરાવીને સંપૂર્ણ હીલિંગ પર ભાર મુકીએ છીએ. આ પારસી એનર્જી હીલર પાસે દરેક રોગના એવા ઉપચારો છે જે આપણે રોજિંદા જીવનમાં સરળતાથી અમલ કરી શકીએ છે. તેઓ કહે છે કે અતિ તનાવગ્રસ્ત અને ક્રોધી વ્યક્તિને કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. જે વ્યક્તિ ખૂબ જ અસુરક્ષિત અને ડિપ્રેસ્ડ હોય એને આર્થરાઈટિસ, સાંધાનો દુખાવો અને સ્પોન્ડિલાઈટિસ થવાની શકયતા વધી જાય છે.
હાયર એનર્જી સાથે કનેક્ટ કરી આપતાં અન્ય એનર્જી હીલર જાગૃતિ કજારિયા આ સંદર્ભમાં કહે છે, "મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધ્યું છે પરંતુ એ માત્ર ફિઝિકલ આસ્પેક્ટમાં કામ આવે છે. શારીરિક સમસ્યા એ દૂર કરી શકે. જ્યારે અમે મન-શરીર અને આત્માને જોડીને ઉપચાર કરીએ છીએ. માઈગ્રેન, માથાનો દુખાવો, શરીરનાં નાનાં-મોટાં દર્દ જેવાં પ્રમાણમાં નાના કહી શકાય એવા વ્યાધિ તો આ પ્રકારના હીલિંગથી આસાનીથી મટે છે. અમે રોગનું મૂળ કારણ શોધીને ઉપચાર કરાવીએ છીએ જેમાં એનર્જી, ક્રિસ્ટલ, રૂદ્રાશ જેવાં મોડ્યુલ્સ પણ પ્રયોજીએ છીએ.
આ પ્રકારની ઉપચાર પદ્ધતિની સફળતા વિશે પૂછતાં તેઓ મહત્વની વાત કરે છે કે સમસ્યા લઈને આવેલી વ્યક્તિ કેટલી રિસેપ્ટિવ (ગ્રહણ કરવાની શક્તિ ધરાવતી) અને કેટલી ખુલ્લા મનની છે એના પર ઉપચારની સફળતા નિર્ભર છે. શ્રદ્ધા રાખીને ઉપચાર કરો તો પરિણામ મળે જ છે. રેકી, પ્રાણિક હીલિંગ કરતાં પણ એનર્જી હીલિંગ એ વૈકલ્પિક ઉપચાર પદ્ધતિનું એડવાન્સ્ડ વર્ઝન છે. એકવાર વ્યક્તિ રોગમુક્ત થાય પછી એને ફરી રોગ થવાની શક્યતા નહિવત્ હોય છે.
મૂળ વાત એ છે કે આ તમે રોગ માટે દવા ભલે લો અથવા જે લેતાં હો તે ચાલુ રાખો પરંતુ, આ બધી ઉપચાર પદ્ધતિઓ રોગ પ્રત્યેનો તમારો નજરિયો જરૂર બદલી શકે છે. તેથી જ ઘણીવાર જે કામ ડોક્ટરો નથી કરી શકતા એ કામ દર્દી પ્રત્યે કૂણા અને હકારાત્મક અભિગમ ધરાવતા વૈકલ્પિક હીલર્સ કરી શકે છે. કુદરતી ઉપચારો અને હકારાત્મક અભિગમ આડઅસર તો કરવાના છે જ નહીં. કુદરતી ઉપચારો અને શરીરની અગાધ શક્તિમાં અપાર શ્રદ્ધા ધરાવતા જાણીતા ડૉ. મનુ કોઠારી તેથી જ પેલું જાણીતું ગીત સહેજ શબ્દો બદલીને આ રીતે ગાય છે : કિસી કી મુસ્કરાહટોં પે હો નિસાર, કિસી કે વાસતે હો તેરે દિલ મેં પ્યાર, ક્સિી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, ડૉક્ટર ઉસી કા નામ હૈ!
------------
* દરેક સ્ત્રીએ ડિલિવરી અને મેનોપોઝ આ બન્ને તબક્કા દરમ્યાન એક જ બાબત ધ્યાનમાં લેવાની અને તે એ કે હાડકાંને ઘસારો ન પહોંચવો જોઈએ. આ બન્ને તબક્કામાં કેલ્શિયમ ઘટતું હોવાથી કેલ્શિયમની ટીકડીઓ લેવાને બદલે જમાવેલા દહીં ઉપરનું પાણી દિવસમાં ત્રણ વખત પીવાનું. જો એ શક્ય ન હોય દૂધ ફાડીને પનીરની ઉપર બચેલું પાણી પીવાથી કેલ્શિયમ બાઈન્ડિંગ કેપેસિટી વધે છે. કાળાં તલ પણ એટલાં જ ઉપયોગી. એનાથી હાડકાં મજબૂત થાય છે અને હોર્મોન્સ સંતુલિત રહે છે.
* નાનપણથી આપણને શીખવાય છે કે વિટામિન ડીનો ઉત્તમ સ્રોત સૂર્ય છે. માત્ર ૧૫ મિનિટ સવારના કૂમળા તડકામાં બેસવાથી વિટામિન ડી તો મળે જ છે પણ સાથે આખું વિટામિન બીનું ગ્રુપ પણ એમાં જોડાઈ જાય. પણ મહાનગરના આ માનવી પાસે પંદર મિનિટ ક્યાં છે? એ તો વિટામિનની ગોળીઓ ગળશે કે ઈન્જેક્શન્સ લેશે પણ સૂરજદાદાનું સાંનિધ્ય નહીં મેળવે!
* મસ્કયુલર ડિસ્ટ્રોફી જેવો જીવલેણ રોગ દાડમના રસથી મટે છે.
* કેન્સર પેશન્ટ ૪૫ દિવસ સુધી માત્ર પપૈયા પર રહે અને તરસ લાગે ત્યારે પાણી ગરમ જ પીએ તો કેન્સરની તાકાત નથી કે તમને હંફાવી શકે.
* બ્લડ કેન્સરમાં બીટરૂટ, ગાજર અને દાડમ ચોક્કસ ફાયદો કરે છે.
* હર દર્દની એક જ દવા છે લસણ, આદુ, લીંબુ અને વિનેગરનું મધ સાથેનું મિશ્રણ. યોગ્ય માત્રામાં રોજની એક ચમચી આ મિશ્રણ પીઓ તો લીવર, હાર્ટ, ડાયાબિટીસ, હોર્મોનલ ડિસઓર્ડર, આર્થરાઈટિસ સહિત અનેક વ્યાધિમાં આ ઉપકારક છે.
* કોથમીર એ સોના જેટલું મૂલ્ય ધરાવે છે. એક ઝૂડી કોથમીર સાથે જવારા મિક્સ કરીને એનો રસ પીવામાં આવે તો રોગની મજાલ નથી કે તમારી તરફ ફરકે.
આ અને આવા કેટલાય ઉપચારો સાયરસ ભાયાએ તેમના દર્દીઓ પર કરેલાં છે અને તેનાં ઉત્તમ પરિણામો સાંપડ્યાં છે એમ તેઓ જણાવે છે.

No comments:
Post a Comment