http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=140031
શાંત તળાવનાં જળમાં કોઈ કાંકરીચાળો કરે ત્યારે તરત જ વલયો સર્જાય છે, પણ થોડા જ વખતમાં ફરી શાંતિ સ્થપાઈ જાય છે. કાંકરીચાળો થતાં જ તરંગો સર્જાય એ સ્વાભાવિક છે. અસ્વાભાવિક વાત ત્યારે બને જ્યારે થોડી ક્ષણો બાદ પરિસ્થિતિ પૂર્વવત્ ન થાય.
કોઈક તમને કશુંક કહી જાય છે કે તમારા વિશે કોઈની સામે કશુંક બોલી જાય છે ત્યારે ક્ષણિક ટાંકણી ભોંકાવાની વેદના જરૂર થવાની. હું તો પ્રશંસાથી અને ટીકાથી પર છું એવો દાવો કરનારાઓના ચિત્તમાં પણ પોતાના વિશે સાંભળેલી કાંકરીચાળા જેવી વાતથી ઘડીભર ચચરાટ થવાનો જ. પણ આ અસ્વસ્થતા વધુ ન લંબાય એનું ધ્યાન રાખવાનું કામ આપણું પોતાનું. કાંકરીચાળો કરનારી વ્યક્તિ તો જરૂર ઈચ્છા રાખે કે એના એક જ કાંકરાએ સર્જેલાં વલયો ક્યારેય શાંત ન થાય. તરંગો જોવાની મઝા પડે છે એટલે જ એમણે કાંકરો નાખ્યો છે. આપણા શાંત પાણીમાં સર્જાયેલા તરંગોને બેકાબૂ બનાવી દઈએ છીએ ત્યારે આપણે કાંકરીચાળો કરનારના ઈશારે નૃત્ય કરતા થઈ જઈએ છીએ.
સામાજિક વાતચીતની પરિભાષામાં આવા કાંકરીચાળાને કૂથલીના નામે ઓળખવામાં આવે છે. કૂથલી શબ્દ કૂથોનું લાડકું (!) સ્વરૂપ છે. કૂથો એટલે કચરો-પૂંજો, કૂથો એટલે કડાકૂટ- માથાકૂટ- ભાંજગડ, કૂથો એટલે ગરબડ કે ગૂંચવાડો. કાગળ કે ચોપડી ખાનાર એક જીવડાને પણ કૂથો કહેવાય, અને કૂથો એટલે નિંદા અથવા બદબોઈ. આવા કૂથાની મોટીબહેન જેવી કૂથલીનો જન્મ કેવી
રીતે થતો હશે? જેમ કોઈની પ્રશંસા કરવા પાછળ કે કોઈનું અપમાન કરવા પાછળ એક કરતાં વધારે કારણો હોવાનાં એમ કૂથલી કરવા પાછળ પણ કેટલાંક કારણો જરૂર હોવાનાં. તપાસવાં પડશે.
સૌથી પહેલું કારણ અને ઊડીને આંખે વળગે એવું કારણ તે ઈર્ષ્યા. પોતે જેની ઈચ્છા રાખી હોય પણ તે મેળવવાની પાત્રતા ન હોય અને તે બીજાને મળી જાય તો સ્વાભાવિક છે કે સામાન્ય માણસની સૌપ્રથમ પ્રતિક્રિયા ઈર્ષ્યાની આવવાની. પણ ક્રોધ કે દુ:ખ કે સંતોષની લાગણી જેમ પ્રગટ થઈ શકે છે એમ ઈર્ષ્યાની અભિવ્યક્તિ પ્રગટપણે કોઈ કરી શકતું નથી. મને જબરદસ્ત ગુસ્સો આવે છે એવું તમે કહી શકો છો. ન કહો તોય તમને ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલા જોઈને સામેની વ્યક્તિ સમજી જવાની કે તમે ક્રોધિત છો. તમે તમારું દુ:ખ પણ પ્રગટ કરી શકો છો. તમારો સંતોષ, તમારી કાળજી- લગભગ તમામ નેગેટિવ-પોઝિટિવ લાગણીઓની પ્રગટ અભિવ્યક્તિ કરી શકો છો. પણ કેટલીક લાગણીઓ માણસમાં એવી હોય છે જેની અભિવ્યક્તિ એ ધારે તોય પ્રગટપણે કરી ન શકે. તમે નક્કી કરો કે મારે મારી ઈર્ષ્યાની લાગણીને બિલકુલ છુપાવવી નથી અને મનમાં જન્મેલી ઈર્ષ્યાને પ્રગટ થઈ જ જવા દેવી છે તો તમે કેવી રીતે તમારી એ ઈર્ષ્યાને પ્રગટ કરશો. ઈર્ષ્યાની સીધી અભિવ્યક્તિ શકય નથી એટલે જ એ અવારનવાર આડકતરી રીતે બહાર આવ્યા કરતી હોય છે અને ઈર્ષ્યા પ્રગટ થવા દેવા માટેનું એક ઉત્તમ સાધન કૂથલી છે.
તમારા વિશેની કૂથલીનું પ્રમાણ વધી ગયેલું જણાય ત્યારે માનવું કે લોકોને ઈર્ષ્યા થાય એવું ઘણું બધું તમે પ્રાપ્ત કરી રહ્યા છો. સૌથી વધુ કૂથલી સફળ માણસો વિશે જ થવાની. જેઓ સફળ નથી અથવા જેમની જિંદગી સીધી સપાટ ચાલી રહી છે એમની પાસે ઈર્ષ્યા કરવા જેવું કશું હોતું નથી એટલે એમની કૂથલી કોઈ કરતું નથી.
કૂથલીના જન્મનું બીજું એક કારણ આત્મીયતા જતાવવાનો પ્રયાસ. કોઈ જાણીતી કે વગદાર વ્યક્તિ સાથે તમારે મામૂલી ઓળખાણ હોય કે થોડીઘણી ઊઠબેસ હોય તો તમે એ વ્યક્તિના જાહેર-અંગત વર્તન-વિચારો વિશે કૂથલી કરીને બીજાઓ સમક્ષ એવી છાપ પાડી શકો કે તમે પેલી વ્યક્તિના અંતરંગ વર્તુળમાં છો: બચ્ચનનો બંગલો બહારથી ભલે બહુ મોટો દેખાય, પણ એમનું રસોડું જોયું હોય તો, આપણા કિચનથીય નાનું!
તમારા વિશે તમારી ગેરહાજરીમાં થતી આડીઅવળી વાતો તમારા સુધી પહોંચાડનારી વ્યક્તિ તમને કદાચ કામની લાગે. તમારા વતી જાસૂસી કરીને અગત્યની વાતો તમને પહોંચાડીને તમને સાવચેત કરી દેતી લાગે. હકીકતમાં તમારા વિશેની કૂથલીમાં સૌથી વધારે રસ તમને આ રીતે વહાલા થવા માગતા લોકોને જ હોવાનો.
કૂથલી થતી રહેવાની. તમને ન ગમે તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ છે કે તમે કોઈની કૂથલી ન કરો. બાકી, તમારા વિશે કૂથલી ન થાય એવા પ્રયત્નો કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એ વાત તમારા હાથમાં નથી. તમારા હાથમાં એટલું જ છે કે જેને જે બોલવું હોય તે બોલે એવું વિચારીને એ બાબત પ્રત્યે બેધ્યાન થઈ જવું. કૂથલી પ્રત્યેક જેટલું વધારે ધ્યાન અપાશે એટલું કૂથલી કરનારનું મહત્ત્વ વધવાનું. પોતાનું મહત્ત્વ વધતું જોઈને એ બમણા જોરથી તમને નુકસાન કરવાના ઈરાદે વધુ કૂથલી કરશે.
જેમની પાસે પોતાના કામમાંથી ઊંચું જોવાની ફુરસદ નથી, જેમની પાસે પોતાના કામમાંથી મળી રહેતા આનંદસંતોષનો અખૂટ ભંડાર છે અને જેમની પાસે આસપાસના જગતને જોવાની વ્યાપક દૃષ્ટિ છે એમના તળાવમાં કોઈ કાંકરીચાળો કરે છે ત્યારે થોડી ક્ષણો પૂરતાં કૂંડાળાં જરૂર રચાય છે પણ તરત જ એ જળ શાંત થઈ જાય છે. ત્વરિત શાંત થઈ જતા તમારા જળને જોઈને કાંકરી ફેંકનારના મનમાં જે તરંગો સર્જાય છે તે એમને આખી જિંદગી સતાવ્યા કરવાના હોય છે.
આજનો વિચાર
જીવવાનું છે, જીવવું પડશે, ગમે એટલાં આસમાનો તૂટી પડ્યાં હોય તો પણ.
- ડૉ. એચ. લૉરેન્સ
(૧૧ સપ્ટેમ્બર, ૧૮૮૫ના રોજ જન્મેલા આ બ્રિટિશ લેખકે ૧૬૦ એકરનું રેન્ચ પોતાની નવલકથા ‘સન્સ ઍન્ડ લવર્સ’ની મૅન્યુસ્ક્રિપ્ટ વેચીને ખરીદ્યું હતું.)
એક મિનિટ!
મુન્નાભાઈ: એય સરકીટ, ડૉકટરલોગ ઑપરેશન સે પહેલે પેશન્ટ કો બેહોશ ક્યું કરતે હૈ?
સરકીટ: ભાઈ! બોલે તો, પેશન્ટ ઑપરેશન સિખ ગયા તો ડૉકટરલોગોંકી વાટ લગ જાયેગી ના...

No comments:
Post a Comment