બંગાળના એક બ્રાહ્મણ પરિવારની છોકરી ટ્રેનમાં અને શેરીઓમાં હરિભજન ગાતાં અને નાચતાં માધુકરી માગે એ બાબતે તેમના સમાજમાં ભયાનક ઊહાપોહ સર્જ્યો, પરંતુ પોતાની આગવી કેડી કંડારતા ભક્તોએ ક્યારે સમાજના વિરોધને ગણકાર્યો છે?
૫ જાન્યુઆરી રવિવારની વહેલી સવારે સાડા છ વાગ્યે એક મધુર અને ભીતર સોંસરવા ઊતરી જતા અવાજથી ઊંઘ ઊડી ગઈ. આગલી રાતે તબિયત નાદુરસ્ત હોવાને કારણે સવારે મોડે સુધી આરામ કરવાના નિર્ધારનો આ અવાજે ભાંગીને ભુક્કો કરી નાખ્યો હતો. પથારીમાંથી ઊભા થઈને બાલ્કનીમાં આવીને જોયું તો થાણે ઉપવન આર્ટ ફેસ્ટિવલના ઉપક્રમે ઘરની બરાબર પાછળના મેદાનમાં બંધાયેલા સ્ટેજ પર એક યુવતી ગાઈ, વગાડી અને સાથે-સાથે નૃત્ય કરી રહી હતી. તે યુવતીના હાથમાં એકતારો હતો, ડગ્ગર અથવા જેને ડગ્ગા પણ કહે છે એટલે કે તબલાંની જોડીમાંનો એક કમર પર બાંધેલો હતો, પગમાં નૂપુર હતા જેનો તે એક વાદ્ય તરીકે જ પ્રયોગ કરી રહી હતી. આ બધાની સાથે સુરીલા અને અંતરના ઊંડાણમાંથી ઉઠતા અવાજે જાણે ભૂરકી છાંટી હોય એમ ઝડપથી નહાઈ-ધોઈને સવારનો ચાનો કપ પણ પીધા વિના સડસડાટ નીચે ઊતરી ગઈ. મંચ પર માત્ર આ એક જ યુવતી હતી. તેની સાથે સાથ-સંગત માટે પણ કોઈ જ કળાકારો નહોતા. પોણા બે કલાક સુધી સૂર, સંગીત અને નૃત્યની આ સુરાવલીએ શ્રોતાઓને જકડી રાખ્યા હતા. ૩૦૦-૪૦૦ શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા હતા પણ મંચ પર ગાઈ-વગાડી અને નૃત્ય કરી રહેલી આ યુવતી નિશ્ર્ચિતપણે તેમના માટે પોતાની કળાનું પ્રદર્શન નહોતી કરી રહી એવી અનુભૂતિ દરેકને થઈ રહી હતી. તેનો તાર તો ક્યાંય ઓર જ જોડાયેલો હતો. તેનું ગીત, સંગીત અને નૃત્ય તો કોઈક અલૌકિકને પોકારી રહ્યું હતું. તેને મંચ પર જોઈને બસ એક જ લાગણી થઈ રહી હતી કે મીરાં જ્યારે કૃષ્ણની યાદમાં નાચતી, ગાતી હશે કે કૃષ્ણને પોકાર કરતી હશે ત્યારે કદાચ આવી જ લાગતી હશે. તે કૃષ્ણની મીરાં હતી તો આ કદાચ શિવની મીરાં છે.
પોણા બે કલાકના આ સુરીલા સમયનો અંત આવ્યો ત્યારે આ યુવતીને મળવા માટે હું સ્ટેજની પાછળના ગ્રીન રૂમમાં ગઈ. ગીત, સંગીત અને નૃત્યના આ અનોખા અને સોલો પર્ફોર્મન્સ બાદ પણ તે યુવતી એટલી જ તાજગીસભર હતી જેટલી કોઈ વ્યક્તિ આખી રાતના વિશ્રામ બાદ હોય! ઉપવન ફેસ્ટિવલમાંના કળાકારોની યાદીમાં આ યુવતીનું નામ પાર્વતી બાઉલ છે એ સિવાયની કોઈ માહિતી મારી પાસે નહોતી, પરંતુ પોણા બે કલાક સુધી તેણે પોતાના ગીત, સંગીત અને નૃત્યથી જે દિવ્ય અનુભવ કરાવ્યો હતો એ પછી તેની સાથે સંવાદ સાધવાની લાલચ રોકી શકી નહોતી. તેની સાથે વ્યક્તિગત અને પછી ટેલિફોન પર લાંબી વાતચીત થઈ.
તેનું નામ પાર્વતી બાઉલ. આસામમાં વસતા બંગાળી બ્રાહ્મણ પરિવારમાં તેનો જન્મ. પાર્વતી બાઉલ કહે છે, સાવ નાની એટલે કે ૩-૪ વર્ષની હોઈશ ત્યારે હું જે પથારી પર સૂતી હતી એની સામે જ શંકર ભગવાનનો એક ફોટો હતો. આમ જુઓ તો શંકર ભગવાનના ફોટાવાળું કેલેન્ડર જ હતું, પણ સવારે આંખ ખૂલે ત્યારે સામે એ ફોટો જોવો બહુ ગમતો.’ એ વખતે તેનું નામ પાર્વતી નહીં મૌસમી હતું. પાર્વતી નામ તો પછી તેના ગુરૂ પાસેથી તેને મળ્યું.
આસામમાં વસતા આ બંગાળી ખેડૂત પરિવારની આ નાનકડી છોકરીને ભક્તિ ગળથૂથીમાં મળી. ખેડૂત તેમ જ જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા પિતા અને માતા પણ સત્સંગી. રામકૃષ્ણ પરમહંસના ભક્તો પાર્વતી બાઉલ કહે છે, અમારું ઘર રેલવે સ્ટેશનની નજીક હતું એટલું જ નહીં પણ એ જંકશન હતું એટલે ટ્રેન ત્યાંથી બદલવી પડે. રામકૃષ્ણ મિશનના સાધુઓ અમારે ત્યાં આવતા. એ સિવાય દર રવિવારે સત્સંગ થતો. મારા મા-બાપ સંગીત અને કળાના ચાહકો હતા એટલે વિવિધ સંગીતકારોને આમંત્રણ આપતા. એ સિવાય આસામમાં પાકની કાપણી પછી ત્યાંના પરંપરાગત સંગીત-નૃત્યકારો બિઘુઓને નાચતા-ગાતા જોયા હતા તે હજુ ય સ્મૃતિમાં એમને એમ
અકબંધ છે.
પાર્વતી સાતેક વર્ષની હતી ત્યારે તેનો પરિવાર બંગાળના કોચીબિહાર ગામમાં જઈને વસ્યો. નાનકડી મૌસમી (પાર્વતી)નો સંગીત અને નૃત્ય તરફનો ઝુકાવ જોઈને માતા-પિતાએ તેને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને કથ્થક નૃત્યની તાલીમ અપાવા માંડી. સંગીત અને નૃત્યની સાથે-સાથે તેને ચિત્રકામમાં પણ રસ પડવા માંડ્યો હતો. તેને ચિત્રકાર બનવું હતું. સોળ વર્ષની ઉંમરે ચિત્રકળાનું શિક્ષણ મેળવવા માટે તે પોતાના ભાઈ સાથે ટ્રેનમાં રવીન્દ્રનાથ ટાગોરે સ્થાપેલા શાંતિનિકેતનમાં એડમિશન લેવા નીકળી પણ રસ્તામાં એક એવી ઘટના બની કે તેના જીવનની દિશા જ બદલાઈ ગઈ.
તે જે ટ્રેનમાં પ્રવાસ કરી રહી હતી એમાં એક લાંબો ભગવો ચોલો પહેરેલો અંધ બાઉલ પોતાની મસ્તીમાં ગાઈ રહ્યો હતો. તેના હાથમાં ટીનના પતરાંમાંથી બનાવેલો એકતારો હતો. એ સૂર, નાદ સાંભળતી વખતે પાર્વતી બાઉલને જે અનુભવ થયો એની વાત કરતા તેઓ કહે છે કે એ વખતે ટ્રેનમાં ભજન ગાઈ રહેલા એ બાઉલની લાંબી આંગળીઓ અને નખ એકતારા પર ફરતા હતા અને જે ધ્વનિ ઉત્પન્ન થઈ રહ્યો હતો એ સાંભળીને મને લાગ્યું કે આ તો મેં સાંભળેલો છે. એ નાદ મને બીજા જ વિશ્ર્વમાં લઈ ગયો. એ વખતે ટ્રેનમાં બેઠેલા બાકીના બધા જ જાણે મારી નજરમાંથી અદૃશ્ય થઈ ગયા હતા. મને ફક્ત તે અવાજ જ સંભળાતો હતો. એ વખતે તો મને એ બંગાળી ગીતના શબ્દો પણ સમજાતા નહોતા પણ એટલી ખબર હતી કે આ ધ્વનિની
આંગળી પકડીને મારે યાત્રા કરવાની છે અને એક અલગ જ દુનિયા શોધવાની છે.
બાઉલ એ બંગાળની ભક્તિ પરંપરા છે. બાઉલ એટલે ઈશ્ર્વરના અથવા તો પરમ તત્ત્વના પ્રેમમાં ચકચૂર થયેલી વ્યક્તિઓ. તેઓ ગામેગામ હરિભજન, કીર્તન કરતાં જાય. બંગાળના આ બાઉલ ગીતો એટલે કે ભક્તિગીતોને રવીન્દ્રનાથ ટાગોરે સૌપ્રથમ વિશ્ર્વ સ્તરે મૂક્યા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે પણ ઘણા બાઉલ ગીત લખ્યા છે.
પાર્વતી બાઉલ કહે છે, તે દિવસે ટ્રેનમાં અંધ બાઉલ ભિક્ષુ ગાઈ રહ્યો હતો તો મને લાગતું હતું કે જાણે એ અવાજ ક્યાંક બહુ દૂરથી, કોઈક જુદા જ વિશ્ર્વમાંથી આવી રહ્યો છે અને મને એના ભણી ખેંચી રહ્યો છે, પણ હું મારી જાતને એ તરફ જતી રોકવા મથી રહી હતી. ખરેખર તો મને ડર લાગી રહ્યો હતો કે હું આ ધ્વનિની પાછળ ગઈ તો મારી પાસે જે કંઈ છે એ બધું છિનવાઈ જશે. મારી પાસે જે કંઈ સાંસારિક હતું એ હું ગુમાવી બેસીશ એનો અંદેશો મને આવી રહ્યો હતો. કેટલાય દિવસો સુધી મેં મારી જાતને એ દિશા તરફ જતી રોકી રાખી. હું એકતારાના અવાજથી પણ દૂર રહેવા માંડી હતી. મેં મારું ધ્યાન ચિત્રકળા તરફ વાળ્યું પણ મને અહેસાસ થયો કે હું બાઉલ સાધુઓના જ ચિત્રો કરવા માંડી હતી. મેં મારી જાતને કેટલીયવાર કહેવાનો પ્રયાસ કર્યો કે મારી મહત્વાકાંક્ષા આધુનિક પેઇન્ટર બનવાની છે અને મારે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ચિત્રકાર તરીકે નામના કમાવવી છે.
જોકે બાઉલથી પોતાની જાતને દૂર રાખવાના તેમના બધા જ પ્રયાસ નિષ્ફળ ગયા અને તેઓ ભિપદ તરનદાસ બાઉલ નામના ગુરુ પાસે પહોંચી ગયા જેમણે તેમને બાઉલ ગીતો શીખવ્યા. બાઉલ પરંપરાથી દૂર રહેવાના તેમણે જેટલા સઘન પ્રયાસ કર્યા એટલા જ જોરથી તેમના તરફ ખેંચાતાં ગયાં અને તેનો તેઓ પોતે જ હિસ્સો બની ગયા. બાઉલ પરંપરા મુજબ તેમણે પ્રભુપ્રેમનાં કાવ્યો અને ભજનો ગાવા માંડ્યાં એટલું જ નહીં પણ બાઉલ તરીકેની જ જિંદગી જીવવા માંડી. બાઉલ પરંપરામાં તેઓ માધુકરી (ઘેર-ઘેર જઈ ભિક્ષા માગવી) માગે છે. પાર્વતી બાઉલે પણ ટ્રેનમાં અને શેરીઓમાં હરિભજન ગાતાં અને નાચતા માધુકરી માગવા માંડી. બંગાળના એક બ્રાહ્મણ પરિવારની છોકરી આ રીતે ભિક્ષા માગે એ બાબતે તેમના સમાજમાં ભયાનક ઊહાપોહ સર્જ્યો, પરંતુ પોતાની આગવી કેડી કંડારતા ભક્તોએ ક્યારે સમાજના વિરોધને ગણકાર્યો છે?
જોકે બાઉલ પરંપરા પ્રમાણેની જીવનશૈલી અપનાવવા છતાં પાર્વતી બાઉલની ગુરુ માટેની શોધ ચાલુ હતી. પાર્વતી બાઉલની મુલાકાત બંકુરાના ૮૦ વર્ષના બુઝુર્ગ બાઉલ સંતનદાસ બાઉલ સાથે થઈ. પાર્વતી બાઉલ કહે છે, જ્યારે મેં તેમને પહેલી વાર નાચતા, ગાતા અને એકતારો તેમ જ બામ (માટીનું નાનકડું વાદ્ય જે બાઉલ પરંપરામાં કમર પર બાંધેલું હોય છે અને જે તાલ દેવા માટે વગાડવામાં આવતું હોય છે.) વગાડતા અને પગમાં નૂપુર પહેરેલા જોયા ત્યારે તે મંત્રમુગ્ધ થઈ ગઈ. અગાઉ મેં ઘણા ગાયકો અને સંગીતકારોને સાંભળ્યા હતા પણ સંતનદાસનો અવાજ તેમના હૃદયના ઉંડાણમાંથી આવતો હતો. એ અવાજ વિશ્ર્વની પારના પ્રદેશમાં લઈ જતો હતો. આવું મેં અગાઉ આટલી તીવ્રતાથી ક્યારેય નહોતું અનુભવ્યું. એક કળાકાર તરીકે હું જેને ઝંખી રહી હતી એવી પરિપૂર્ણતાની ઝલક મને એમાં મળી.
સંતનદાસનું શિષ્યપદ સ્વીકારીને બાઉલ પરંપરાનો હિસ્સો બની ગયેલાં પાર્વતી બાઉલે ૧૯૯૫થી અત્યાર સુધી દેશભરમાં અને પેરિસ, સ્વિત્ઝરલેન્ડના આર્ટ ફેસ્ટિવલમાં તેમ જ અન્ય દેશોમાં પણ બાઉલ ગીત, સંગીત અને નૃત્યનો વિશ્ર્વને પરિચય કરાવ્યો છે. તેમની આ ભક્તિમય યાત્રાની વધુ વાતો આવતા વખતે.
પાર્વતી બાઉલનું ગીત, સંગીત, નૃત્ય ઘાયલ કરે છે!
એક બંગાળી બ્રાહ્મણ પરિવારની કિશોરીએ ટ્રેનમાં અંધ બાઉલ ભજનિકના અંતરમાંથી ઊઠતા સાદને સાંભળ્યો અને પોતાની જાતને અનેકવાર રોકવા છતાં એ દિશા ભણી જ ખેંચાઈ ગઈ એની વાત ગયા અઠવાડિયે માંડી હતી.
પાર્વતી બાઉલ એ વખતે તો વિદ્યાર્થિની હતાં અને તેમણે બાઉલ પરંપરા અપનાવી લીધી. ભિપદ તરન દાસ બાઉલ પાસેથી તેમણે થોડાંક બાઉલ ગીતો શીખ્યાં પણ હજુ તેમની ગુરુ માટેની શોધ પૂરી નહોતી થઈ. એવામાં એક દિવસ તેમણે બંકુરાના સંતનદાસ બાઉલને ગાતા, વગાડતા અને નૃત્ય કરતા જોયા તો તેઓ દંગ જ રહી ગયાં, કારણ તેઓ એકતારો વગાડી રહ્યાં હતા, કમર પર માટીના માટલાં જેવું એક વાદ્ય બાંધ્યું હતું જે તેઓ બીજા હાથે વગાડી રહ્યા હતા અને તેમના પગમાં નૂપુર હતા અને એ વખતે સંતનદાસ બાઉલની ઉંમર ૮૦ વર્ષની હતી! સંતનદાસ બાઉલના ભક્તિમય અવાજથી સ્તબ્ધ થઈ ગયેલાં પાર્વતી બાઉલ જ્યારે એમાંથી બહાર આવ્યા ત્યારે સંતનદાસ બાઉલ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
પાર્વતી બાઉલનું હૃદય ગવાહી દઈ રહ્યું હતું કે આ જ તેમના ગુરુ છે અને એટલે તેઓ સંતનદાસ બાઉલને શોધતાં-શોધતાં ખૈબરાનીના તેમના આશ્રમમાં પહોંચ્યાં. એ દિવસ, એ ઘડી પાર્વતી બાઉલના સ્મરણમાં આજે પણ અકબંધ છે, એ વસંત ઋતુની બપોર હતી જ્યારે હું તેમના આશ્રમમાં પહોંચી. ટટ્ટાર, ઊંચા અને શ્યામવર્ણા સંતનદાસે તેમના લાંબા વાળનો માથા પર અંબોડો બાંધ્યો હતો. તેઓ પોતાના કપડાં સૂકવી રહ્યા હતા. તેમણે ખૂબ જ કરુણાભરી દૃષ્ટિ મારા પર નાખી અને મને પૂછ્યું કે તેં ભોજન કર્યું ? મેં ના પાડી એટલે પહેલાં તો તેમણે મને જમાડી અને પછી ૧૫ દિવસ સુધી એક નાનકડા સોફા પર મને બાજુમાં બેસાડીને મને શીખવતા રહ્યા. આ પંદર દિવસમાં તેમણે મને મારું નામ પણ નહોતું પૂછ્યું. પંદરમા દિવસે તેમણે મને કહ્યું કે મારી સાથે બજારમાં ચાલ. બજાર જતા તેમણે રસ્તામાં ગાવા માંડ્યું. ગાતાં-ગાતાં અચાનક મને કહ્યું બેવકૂફ છોકરી, મારી સાથે તું કેમ ગાતી નથી? હું ગાવા માંડી અને તેમની શિષ્યા બની ગઈ. તે આજ સુધી હું તેમની પાસેથી શીખી જ રહી છું.
બાઉલ પરંપરાના સાધુઓ કે ભજનિકો ગામે-ગામ અને શેરીએ-શેરીએ કીર્તન કરતા જાય, બાઉલ ગીતો (ભજનો) ગાતા જાય અને ગૃહસ્થ પરિવારો એ સાધુને સીધુ, પૈસા કે કંઈક પણ ભેટ યથાશક્તિ આપે એવી પરંપરા છે. બાઉલ પરંપરાને અપનાવનાર પાર્વતી બાઉલે તેના ગુરુ સાથે આ જ રીતે ગાવા-વગાડવા અને નૃત્ય કરવા માંડ્યું. બ્રાહ્મણ પરિવારના હોવા છતાં આ રીતે માગવામાં તમને ક્ષોભ નહોતો થતો? એવા પ્રશ્ર્નના જવાબમાં પાર્વતી બાઉલ કહે છે, એ ભિક્ષા કે ભીખ માગવાની નથી હોતી કે ન તો આજીવિકા માટે માગણી કરતા હોય છે. એને માધુકરી કહે છે. એની પાછળ ભાવ એવો હોય છે કે સંત અથવા સાધુ તમારા આંગણે આવીને હરિભજન કરે છે કે કીર્તન કરે છે ત્યારે એના દ્વારા એ તમને અને તમારા પરિવારને આજે આપણે જેને પોઝિટિવિટી અને હીલિંગ કહીએ છીએ એની બક્ષિસ આપતા હોય છે. એ વાઇબ્રેશનથી તમારું ઘર, વાતાવરણ અને પરિવારના સભ્યોને પવિત્ર તરંગો પ્રાપ્ત થતા હોય છે, જ્યારે ગૃહસ્થ એના
બદલામાં આ સંત, સાધુ કે ભજનિકને કંઈ આપે છે ત્યારે એ કૃતજ્ઞતાથી આપેલી યથાશક્તિ ભેટ હોય છે, ભીખ નહીં.
પોતાના ગુરુ સાથે આ જ રીતે ભજન કરવા નીકળેલા પાર્વતી બાઉલ તેમના એક અનુભવની વાત કરતા કહે છે, એક ગામમાં આ જ રીતે હું મારા ગુરુજી સાથે ગઈ હતી. એક ઘર પાસે મારા ગુરુજીએ હરિકીર્તન કર્યું. એ વખતે એ પરિવારની મહિલા બહુ વ્યસ્ત હતી. તેના બાળકોમાંનું એકાદ રડી રહ્યું હતું. તેના પતિને બહારગામ જવાનું હતું અને તે તૈયારીમાં વ્યસ્ત હતી.
ટૂંકમાં, ગૃહિણીઓ પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હોય છે એવી જ વ્યસ્તતા તેની હતી. મારા ગુરુએ હરિકીર્તન પૂરું કર્યું તો તે મહિલા બહાર આવી પણ તે બહુ અકળાયેલી હતી. તેણે ગુસ્સામાં કહ્યું, તમે સાધુડાઓ ગમે ત્યારે હાલ્યા આવો છો. જરા સમયનું તો ભાન રાખો. આટલું કહીને તે મહિલા ચાલી ગઈ. મારા ગુરુજી કશું ય ન બોલ્યા અને અમે પાછા ફરવા માંડ્યા ત્યારે મારા ગુરુએ તે ઘરના આંગણામાંથી ચપટી ધૂળ લીધી અને મોંમાં મૂકી. મારા ગુરુને આવું કરતા જોઈને મને બહુ વિચિત્ર લાગ્યું એટલે મેં તેમને પૂછ્યું કે ગુરુજી, આ તમે શું કર્યું? ગુરુજીએ મને રસ્તામાં સમજાવ્યું કે એ ઘર પાસે આપણે કીર્તન કર્યું તો પણ તે મહિલાએ આપણને માધુકરી ન આપી એને કારણે તે કર્મના બંધનમાં બંધાઈ હોત. મેં તેના આંગણામાંથી ચપટી ધૂળ લઈને ગ્રહણ કરી એટલે તેણે મને કંઈક તો આપ્યુંને! એટલે હવે તે મારી કરજદાર ન રહી અને તે એ કર્મના બંધનમાંથી મુક્ત થઈ!
પાર્વતી બાઉલ કહે છે કે મારા ગુરુની કરુણા આવી છે અને બાઉલ પરંપરામાં આવા ગુરુઓ આજે પણ છે! તેઓ કહે છે આજે તો દરેક માણસ એ જ ગણતરી કરે છે કે મને બીજા પાસેથી શું મળશે? પતિ-પત્નીના, માતા-પિતા અને સંતાનોના સંબંધમાં, મિત્રો, ભાઈ-ભાઈ કે ભાઈ-બહેન વચ્ચે પણ આવી ગણતરીઓ થાય છે ત્યાં મારા ગુરુ જેવી વ્યક્તિઓ તેમની અવહેલના કરનાર વ્યક્તિને પણ પોતાના કરજદાર રહેવા દેવા નથી માગતા અને એ માટે ચપટી ધૂળ પણ ફાકી લે છે.
તેમના ગુરુની વાત આવતા જ પાર્વતી બાઉલ ભાવવિભોર થઈ જાય છે અને કહે છે કે જેમ ઝાકળના બિંદુમાં પણ સૂર્યને જોઈ શકાય છે એ જ રીતે નાની-નાની બાબતોમાંથી પણ ગુરુ આપણને ઘણું શીખવે છે. આ જ તો કારણ છે કે આપણે ત્યાં ગુરુકુળ પરંપરા હતી. આશ્રમમાં ગુરુના સાંનિધ્યમાં રહીને જ્ઞાન મેળવવામાં આવતું હતું. ગુરુ કેમ ખાય છે, પીએ છે, બેસે છે, ઊઠે છે એ બધાનું નિરીક્ષણ કરીને શિષ્ય શીખતા, કારણકે આત્મજ્ઞાની ગુરુની એક પણ વાતની અવગણના ન કરી શકાય. સદ્ગુરુ તેની દરેક હરકત દ્વારા શિષ્યને કંઈક શીખવતા જ હોય છે.
ટ્રેનમાં અંધ બાઉલને સાંભળ્યા ત્યારથી શરૂ થયેલી પાર્વતી બાઉલની આ દિવ્ય યાત્રા હજુ ચાલુ જ છે. આ યાત્રા દરમિયાન તમને કેવા આંતરિક અનુભવ થયા એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે અમારા આંતરિક અનુભવોની જાહેરમાં વાત કરવાની અમને પરવાનગી નથી પણ હા, કેટલાક એવા અનુભવ છે જેની હું તમને વાત કરી શકું. બાઉલ પરંપરા કોઈ જાતિ કે ધર્મ પૂરતી સીમિત નથી. આ પરંપરામાં મુસ્લિમ ફકીરો પણ થયા છે. એવા જ એક ખિદમત ફકીરને હું મળી હતી. તેમને હજારથી પણ
વધુ બાઉલ ગીતો કે ભજનો મોઢે છે. આ ખિદમત ફકીર તદ્દન નિરક્ષર છે. તેમને વાંચતા-લખતા આવડતું જ નથી. આ બધા બાઉલ કાવ્યો, ગીતો અને ભજનો તેમણે ફક્ત સાંભળ્યા છે અને એ બધા જ તેમને યાદ છે.
આનું કારણ સમજાવતા પાર્વતી બાઉલ કહે છે કે શિષ્ય જ્યારે ગુરુ પાસે બેસે ત્યારે સંપૂર્ણપણે એકાગ્ર હોય અને ખાસ તો એ વર્તમાન ક્ષણમાં હોય તો ગુરુનું જ્ઞાન તે આત્મસાત કરી શકે છે. શરત માત્ર એટલી કે એ વખતે મનની વિક્ષિપ્તતા ન હોવી જોઈએ.
એક સ્ત્રી બાઉલ તરીકે તમને વિશેષ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ? એવા પ્રશ્નનો સહેજ પણ કડવાશ વિના જવાબ આપતા તેઓ કહે છે કે તકલીફો તો ઘણી પડી પણ એ બધી હવે તો યાદ પણ નથી. હા, સ્ત્રી હોવાને કારણે મને આંતરિક જગતમાં લાભ થયો છે એના વિશે હું કહી શકું. બાઉલ પરંપરામાં સ્ત્રૈણ ગુણોનું બહુ મહત્ત્વ છે, કારણકે સ્ત્રીમાં પ્રેમ અને કરુણા સહજ હોય છે. સ્ત્રી ‘મા’ છે એટલે તેનામાં આ ગુણો સહજ
હોવાના. ભક્તિમાર્ગમાં સ્ત્રી હોવું ફાયદાકારક સાબિત થાય છે કારણ કે સ્ત્રી માટે સમર્પણ કરવું આસાન હોય છે.
આજના સમયમાં બાઉલ પરંપરાને વિશ્ર્વના ફલક પર લઈ જવામાં પાર્વતી બાઉલ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દેશ-વિદેશમાં બાઉલ પરંપરાને લઈ જતા પાર્વતી બાઉલ એને પર્ફોર્મન્સ કે પ્રોગ્રામને બદલે સત્સંગ નામ આપવાનું પસંદ કરે છે. તેઓ આવા સત્સંગ નામ કે દામ માટે નથી કરી રહ્યા, પણ તેમના શબ્દોમાં કહીએ તો ‘મારા ગુરુનો આદેશ છે કે મારે બાઉલ પરંપરાને જગતના વિવિધ ભાગોમાં પહોંચાડવા માટે નિમિત્ત બનવાનું છે. વિશ્વ અને બાઉલ પરંપરા વચ્ચે હું એક બ્રિજ (પુલ) તરીકે કામ કરું એવા મારા ગુરુના આદેશનું પાલન કરવા જ હું દેશ-વિદેશમાં ફરીને આવા સત્સંગ કરી રહી છું.’
બાઉલ ગીત-સંગીત વિશે તેઓ કહે છે કે આ આધ્યાત્મિક પરંપરા બધી જ સરહદો વળોટી સ્વતંત્રતા અને હૃદયમાં અસીમ પ્રેમનો અનુભવ કરાવે છે . બાઉલમાં એવો શબ્દપ્રયોગ અનેકવાર આવે છે કે તેના ગીતથી ‘અમે ઘાયલ થઈ ગયા’. ઘણા લોકોની જિંદગીમાં એવું થયું છે કે તેમણે અનાયાસે બાઉલ ગીત-સંગીત સાંભળ્યું અને એ તેમને ક્યાંક સ્પર્શી ગયું કે તેમની ભીતર કંઈક બદલાઈ ગયું. જે રીતે ટ્રેનમાં બાઉલ સાંભળીને મારી ભીતર પણ કંઈક બદલાઈ ગયું.
પાર્વતી બાઉલના દિવ્ય ગીત, સંગીત અને નૃત્ય સહૃદયોને ‘ઘાયલ’ થયા હોવાની અનુભૂતિ કરાવી જાય છે!

‘વિશ્ર્વ અને બાઉલ પરંપરા વચ્ચે હું એક બ્રિજ (પુલ) તરીકે કામ કરું એવા મારા ગુરુના આદેશનું પાલન કરવા જ હું દેશ-વિદેશમાં ફરીને આવા સત્સંગ કરી રહી છું’

No comments:
Post a Comment