અમારા મિત્ર વિઠ્ઠલે એક દિવસ મને કહ્યું, ‘મારે સારા કામમાં થોડા પૈસા વાપરવા છે તો મારે શું કરવું?’ મેં કહ્યું, ‘જેના જેના ઉછીના લીધા છે તેને પાછા આપી દ્યો.’
વિઠ્ઠલને મારી વાત ગમી નહિ. પણ હું મારી વાતને વળગી રહ્યો. જેનો વ્યવહાર શુદ્ધ તેનો ધર્મ શુદ્ધ. જીવનમાં બુદ્ધિની જરૂર છે કે વિશુદ્ધિની?
કરોડોના ગોટાળા કરનાર દેશદ્રોહીઓમાં પણ બુદ્ધિ તો હોય છે, પણ વિશુદ્ધિ નથી હોતી, બુદ્ધિમાન ભણેલા, સ્માર્ટ, અન્યને આંજી નાખનાર, કોઈ વિષયના નિષ્ણાત હોઈ શકે. બીજાને છેતરી શકે, બુદ્ધિમાનની બુદ્ધિ વાસનાની દાસી હોય છે. એ બુદ્ધિ વાસનાને વાજબી દર્શાવતી દલીલો કરી શકે. બુદ્ધિમાન કોઈ પણ સરળ વાતને જટિલ બનાવી શકે, ગૂંચવી શકે, કાંઈ ન હોય અને સમસ્યા સર્જી શકે, રાજકારણીઓ અને સંતોમાં બસ આટલો જ ફર્ક હોય છે. રાજકારણીઓ સરળ સ્થિતિને સમસ્યામાં બદલી એ સમસ્યાની સીડી બનાવી પોતે સત્તાસ્થાન સુધી પહોંચી શકે છે. સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે. મોજશોખ, વૈભવવિલાસમાં જીવન વિતાવી શકે છે.
જ્યારે સંતો જટિલ સમસ્યાને સરળ બનાવી દે છે. ઘણી વાર એમની સચ્ચાઈ, સરળતા જ એમના માટે ભયાનક મુસીબતો સર્જી શકે છે. ક્યારેક કારાગૃહ તો કોઈ વાર મોત.
રાજકારણીઓની ભાષા જટિલ હોય છે. તેમાં સ્પષ્ટતા નથી હોતી, ‘આપ કહો છો એ સત્ય છે અને હું કહું છું એ પણ અસત્ય તો નથી જ.’ આવી રજૂઆત હોય છે, ‘વરસાદ પૂરતો થશે, બિયારણ સારું હશે, ખાતર પ્રમાણસર નાખ્યું હશે, જમીન ફળદ્રુપ હશે અને ખેડૂતભાઈઓ કઠોર પરિશ્રમ કરશે તો હું છાતી ઠોકીને ખાતરી આપું છું કે પાક મબલક ઊતરશે.’ આવું મંત્રીશ્રીઓ બોલતા હોય છે.
જ્યારે સંતોની ભાષા સાવ સરળ હોય છે.
નિર્ધન કે ધન રામ,
નિર્બલ કે બલ રામ.
- કબીરસાહેબ
પરધન પત્થર જાનિયે પરસ્ત્રી માત સમાન,
ઇતને મેં હરિ ના મિલે તો તુલસીદાસ જમાન.
- તુલસીદાસજી
પ્રેમનો રસ તું પાને પિચ્છધર,
તત્ત્વનું ટૂંપણું તુચ્છ ભાસે.
- નરસિંહ મહેતા
હાસ્ય વગરની ગંભીરતા,
અને ગંભીરતા વગરનું હાસ્ય બંને વ્યર્થ છે.
- મહાત્મા ગાંધીજી
તું તારો દીવો થા.
- ભગવાન બુદ્ધ
જિસસ ક્રાઈસ્ટ પાસે એક અભણ ગામડિયો શ્રમજીવી આવ્યો. તેણે જિસસને કહ્યું, ‘જુઓ હું અભણ છું. મારામાં ઊંડું કાંઈ સમજવાની બુદ્ધિ નથી. નિરાંતે બેસીને શાંતિથી સાંભળી શકું એવો મારી પાસે સમય પણ નથી છતાં મને એવું જણાવી દ્યો જે જાણ્યા પછી મારે બીજું કાંઈ જાણવાપણું ન રહે.’
જિસસે કહ્યું, ‘જે તમારા માટે ઈચ્છો તે બીજાને માટે કરો.’
બુદ્ધિમાનો પણ આવી વાતો પોતાના વક્તવ્યમાં વણી શકે, રજૂ કરી શકે, પણ બુદ્ધિમાનો માટે વાણી એ માત્ર વાણીવિલાસ હશે જ્યારે સંતો, મહાપુરુષો માટે એ આચરણ હશે. બુદ્ધિમાનોની એક મૂર્ખાઈ એ હોય છે કે તેઓ હંમેશાં ‘હું કહું છું એ જ સાચું.’ આવું માને છે. ‘સાચું છે માટે કહું છું.’ આ ભાવ તેમનામાં નથી હોતો. તેમને તેમના વિચારો પ્રત્યે એટલી આસક્તિ હોય છે કે એ વિચારો ખોટા હોવા છતાં તેને છોડી નથી શકતા, દુર્યોધન બુદ્ધિમાન છે. ધર્મ શું છે અને અધર્મ શું છે તેની તેને ખબર છે, પણ ધર્મ આચરવા એ નથી માગતો તેમ અધર્મ છોડવા પણ એ તૈયાર નથી.
અર્જુન બુદ્ધિનિષ્ઠ છે. બુદ્ધિનિષ્ઠ એટલે જેને પોતાની બુદ્ધિમાં નિષ્ઠા છે. સાથે સામાની બુદ્ધિમાં પણ નિષ્ઠા છે. અર્જુનને જ્યારે લાગ્યું કે હું વિચારું છું તે બરાબર નથી, પરંતુ શ્રીકૃષ્ણ જે સમજાવે છે તે સાચું છે એટલે તરત જ તેણે પોતાના વિચારોનો ત્યાગ કર્યો અને કરિષ્યે વચનમ્ તવ કહી, શરણાગતિ સ્વીકારી. એમ તો ધૃતરાષ્ટ્રે પણ ગીતાજીનો ઉપદેશ ક્યાં નહોતો સાંભળ્યો? પરંતુ તેનામાં ફેરફાર ન થયો, કારણ કે એ બુદ્ધિનિષ્ઠ નહોતા.
પ્રજ્ઞા અને પ્રજ્ઞાવાનની વાત જ અલૌકિક છે. પ્રજ્ઞા એટલે જે સત્ય હોય તે જ દર્શાવે છે અને પ્રજ્ઞાવાન જે સત્ય હોય તેનું જ આચરણ કરે તે.
ઝવય વશલવયતિં રજ્ઞળિ જ્ઞર શક્ષયિંહહશલયક્ષભય શત િિંીવિં.
બુદ્ધિનું સર્વોત્તમ સ્વરૂપ સત્ય છે. આવું જે કૃષ્ણમૂર્તિએ કહ્યું છે.
બુદ્ધિમાન બુદ્ધનિષ્ઠ બને અને બુદ્ધિનિષ્ઠ પ્રજ્ઞાવાન બને એમાં જ જીવવાની સાર્થકતા છે.
મને તો એક દિવસ મથુરે પૂછ્યું, ‘કોઈને સુખી કરવા હોય તો શું કરવું?’ મેં કહ્યું, ‘દુ:ખી ન કરવા, કોઈને દુ:ખી ન કરો એ સુખ જ આપ્યું ગણાશે.’ પીપા ભગતે કહ્યું છે, ‘પીપા પાપ ન કિજિયે પુણ્ય કિયા સો બાર.’ વ્યસન છોડો તો વ્યાયામ જ છે. એટલે જ ભૂકંપપીડિતો ભ્રષ્ટાચારીઓને વિનંતી કરે છે: ‘અમારું ખાઈ ન જાવ તો સેવા જ છે.’ મથુર કહે, ‘તારામાં ગંભીરતા જ નથી આપણે ક્યાં કોઈને દુ:ખી કરવા જઈએ છીએ?’ અમારી વાતચીત ચાલતી હતી સાથે જ મથુરના દીકરા દામોદરના સગપણની વાત પણ ચાલતી હતી, મથુર કહે, ‘સગપણનું નક્કી થાય એટલે તરત જ ગોળ વહેંચવો પડશે. મેં તો ઘરનાને અગાઉથી જ કહી રાખ્યું છે કે ગોળ ખરીદીને હાથવગો રાખજો.’ મેં કહ્યું, ‘તું એ ચિંતા કરીશ મા, માત્ર સગપણનું પાકે પાયે થઈ જાય અને બહાર ખબર પડશે એટલે ગોળ તો ગામ વહેંચશે.’
અમુક જુવાનોની સુવાસ આખી શેરીમાં એવી હોય છે કે એમના સગપણની ખુશાલીમાં ગામ ગોળ વહેંચે છે. મથુરે દામોદરની વાસ્તવિક્તાને મશ્કરીમાં ઉડાડી દઈ મને ધબ્બો મારીને કહ્યું, ‘તું આવો ને આવો રહ્યો.’ અમે પાછો આગલી વાતનો દોર સાધ્યો. મેં કહ્યું, ‘જો કોઈને સુખી કરવા એ આપણા હાથની વાત નથી, પણ દુ:ખી ન કરવા એ આપણાથી થઈ શકે તેમ છે.’
ઊદયિુ બજ્ઞમુ ભફક્ષ ક્ષજ્ઞિં બય ફ લયિફળિંફક્ષ બીિં યદયિુ જ્ઞક્ષય ભફક્ષ બય ફ લયક્ષહિંયળફક્ષ.
પ્રત્યેક વ્યક્તિ મહાન પુરુષ ન થઈ શકે પણ દરેક...
મથુરે કહે, ‘હું ભૂખ્યાને લાડુ જમાડું તો એ સુખી નહિ થાય?’ મેં કહ્યું, ‘એ જો ડાયાબિટીસનો દર્દી હશે તો એક જ લાડવે અવળો થઈ જશે સમજ્યો? સુખી થવાને બદલે દુ:ખી થઈ દવાખાનામાં દાખલ થશે. એક બ્રાહ્મણ પરિવારના દુર્ભાગ્યનું દૃષ્ટાંત તને યાદ છે ને?’ મથુર કહે, ‘ક્યું દૃષ્ટાંત?’ મેં વાત કરી, એક વાર ભગવાન શંકર અને માતા પાર્વતી આકાશમાર્ગે જઈ રહ્યાં હતાં. એમાં જંગલમાં એક વાવ અને વડ પાસે તેમણે જોયું. એક બ્રાહ્મણ લાકડા કાપતો હતો. તેનો પુત્ર તે ભેગા કરતો હતો અને બ્રાહ્મણ પત્ની તેનો ભારો બાંધતી હતી. બ્રાહ્મણ પરિવારનું દુ:ખ જોઈને પાર્વતીજીને દયા આવી. એમણે કહ્યું, ‘નાથ આપ આ પરિવારને સુખી કરો.’ ભગવાન શંકર કહે, ‘દેવી સુખનો આધાર સમજણ પર છે. માનવી પાસે શું છે તે મહત્ત્વનું નથી, પણ જે છે તેનો કઈ રીતે ઉપયોગ કરે છે તે મહત્ત્વનું છે.’ પાર્વતીજી કહે, ‘હું એમાં કાંઈ ન સમજું, હું તો એટલું જ જાણું છું કે આપ દેવાધિ દેવ છો. આપ ઈચ્છો અને આ પરિવાર સુખી ન થાય તે કેમ બને?’
ભગવાન શંકર કહે, ‘બોલો એમના માટે આપ શું ઈચ્છો છો?’ પાર્વતીજી કહે, ‘એ ત્રણેને એક એક વરદાન આપો, જેમાં એ ત્રિભુવનની સત્તા, સમૃદ્ધિ, સુખ જે કાંઈ તેમની મન:કામના હોય એ મુજબ માગી શકે.’ શિવજી કહે, ‘સ્વીકાર્ય છે.’ ભૂદેવ પરિવાર જ્યાં પરિશ્રમ કરતો હતો ત્યાં શંકરપાર્વતીએ પ્રગટ થઈ દર્શન આપ્યાં. ત્રણેએ આનંદથી વિભોર બની દંડવત્ પ્રણામ કર્યા. શિવજીએ કહ્યું, ‘હું તમારા પર પ્રસન્ન થઈ તમને ત્રણેને એક - એક વરદાન આપું છું જેથી તમે તમારી આ દયનીય દશાનો અંત લાવી શકો.’
બ્રાહ્મણે કહ્યું, ‘પ્રભુ આપની અનુકંપા પામી અમે ધન્ય બની ગયા. ધન્ય છે પ્રભુ, ધન્ય છે માતા.’ બ્રાહ્મણનું વક્તવ્ય પૂરું થયું અને શિવપાર્વતી અદૃશ્ય થઈ ગયાં. ત્રણે અત્યંત ખુશ થઈ ગયાં. તેમને થયું હવે આપણી અવદશાનો અંત આવશે. બ્રાહ્મણને અઢળક સંપત્તિમાં રસ હતો. બ્રાહ્મણ પત્નીને શારીરિક સૌંદર્યની આકાંક્ષા હતી જ્યારે પુત્રને પ્રચંડ શક્તિની કામના હતી. બ્રાહ્મણ પત્નીએ ઉતાવળ કરી તેણે માગ્યું, ‘હું રૂપરૂપના અંબાર રાજકુમારી જેવી સૌંદર્યસમ્રાજ્ઞી બની જાઉં.’ તરત જ નિર્ધન ગોરાણી રૂપરૂપના અંબાર રાજકુમારીમાં પરિવર્તન થઈ ગયાં. એ જ વખતે એક વિલાસી રાજા શિકાર માટે જંગલમાં આવી ચડ્યો. તેણે સ્વરૂપવાન રાજક્ધયાને નિર્ધન પિતા-પુત્ર વચ્ચે જોઈ અને આવું રત્ન તો રાજદરબારમાં શોભે એમ વિચારી રાજકુમારીને ઘોડા પર નાખી હવે શિકારની આવશ્યકતા નહિ હોવાથી પાણીદાર અશ્ર્વને રાજમહેલ તરફ મારી મૂક્યો.
પિતાપુત્રે કારમું આક્રંદ કર્યું. બંને ખૂબ રોયા પણ ધીરે ધીરે બ્રાહ્મણનું આક્રંદ ક્રોધમાં બદલવા માંડ્યું. ભૂદેવે વિચાર્યું, ‘મારી પત્નીએ રૂપની કામના કરી, રાજકુમારી બની તો આ પરિણામ આવ્યુંને?’
રાજકુમારીને ઉઠાવી લઈ ગયેલ રાજા મહેલમાં આવી પહોંચ્યો. એક વિશાળ ખંડમાં રાજકુમારીની રહેવાની વ્યવસ્થા થઈ. થોડી જ વારમાં દાસીઓનું વૃંદ સેવામાં હાજર થયું. વિધિસરના લગ્નનું મુહૂર્ત કાઢવા રાજના જોષીને ફરમાન થયું. દરબારીઓ ખુશ થયા. રાણીઓ ઈર્ષાની આગમાં સળગી ઊઠી.
અહીં જંગલમાં ક્રોધના આવેશમાં કાંપતા ભૂદેવે વરદાન માગ્યું, ‘મારી પત્ની ગધેડી બની જાય.’ એ જ ક્ષણે રાજમહેલમાં મંડપમાં કૌતુક થયું. અચાનક રાજકુમારીનું ગધેડીમાં પરિવર્તન થઈ ગયું. એકબે દાસીઓ બેભાન થઈ ગઈ. અનુચરો ભયમાં ધ્રૂજતા ગબડી પડ્યા, ગધેડીએ રાજમહેલના ખુલ્લા દ્વારેથી ભાગીને વનરાવનનો મારપગ લીધો. હજીયે આક્રંદ કરતાં પિતાપુત્ર પાસે ગધેડી આવીને ઊભી રહી. માતાને પુત્ર ઓળખી ગયો.
તેણે પોતાનું વરદાન માગ્યું, ‘મારી માતા જેવી હતી તેવી બની જાય.’ તરત જ બ્રાહ્મણ પત્ની સામે આવી. પુત્ર માતાને ભેટી પડ્યો. બ્રાહ્મણ પણ ખુશ થયો. ત્રણેનાં વરદાન પૂરાં થયાં અને લાકડાંના ભારા લઈ ઘર તરફ પાછાં ફર્યાં. સંપત્તિ મેળવવાની આવેલી તક ગુમાવ્યાની વ્યથા બ્રાહ્મણના હૃદયમાં હતી, જે રૂપ મળી ચૂક્યું હતું તે રૂપ ગુમાવ્યાની બ્રાહ્મણ પત્નીને મનમાં તીવ્ર વેદના હતી. આનંદ તો હતો માત્ર બ્રાહ્મણપુત્રને - પોતાની માતા જેવી હતી તેવી જ પાછી મેળવવાનો.

No comments:
Post a Comment